Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 (પાઠ 17થી 22) Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 (પાઠ 17થી 22)

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 (પાઠ 17થી 22) Textbook Questions and Answers

1. નીચેની ચર્ચા વાંચી તેના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો :

પાવન : અલ્યા યુવરાજ ! ચાલ, શાળાએ નથી આવવું ?
યુવરાજ : ના પાવન. મારું લેસન બાકી છે.
પાવન : મારું પણ બાકી છે, તે છતાં હું તો જાઉં છું.
યુવરાજ : આપણા બંનેના સર અલગ છે દોસ્ત. એમના સ્વભાવ પણ જુદા-જુદા છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

પ્રશ્ન 1.
યુવરાજનું ગૃહકાર્ય કેમ બાકી રહી ગયું હશે ?
ઉત્તરઃ
યુવરાજ રમવા ગયો હશે એટલે તેનું ગૃહકાર્ય બાકી રહી ગયું હશે.

પ્રશ્ન 2.
પાવનના શિક્ષક તેની સાથે કેવો વ્યવહાર કરશે ?
ઉત્તરઃ
પાવનના શિક્ષક તેને પ્રેમથી સમજાવશે અને ભવિષ્યમાં લેસન બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવા કહેશે.

પ્રશ્ન 3.
યુવરાજના શિક્ષકનો સ્વભાવ કેવો હશે ?
ઉત્તરઃ
યુવરાજના શિક્ષક સ્વભાવે કડક હશે. કોઈ પણ વિદ્યાર્થી લેસન કર્યા વગર આવે તો તેઓ તેને વર્ગની બહાર કાઢી મૂકતા હશે અને તેનાં માતાપિતાને ફરિયાદ કરતા હશે.

પ્રશ્ન 4.
તમારું ગૃહકાર્ય બાકી રહી જાય, ત્યારે તમે શું કરો છો ?
ઉત્તરઃ
મારું ગૃહકાર્ય બાકી રહી જાય, ત્યારે હું સૌથી પહેલાં શિક્ષકની માફી માગું છું અને ફરીથી ગૃહકાર્ય બાકી નહિ રહી જાય તેની શિક્ષકને ખાતરી આપું છું.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

પ્રશ્ન 5.
ગૃહકાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થી સાથે તમારા શિક્ષક કેવો વ્યવહાર કરે છે ?
ઉત્તરઃ
ગૃહકાર્ય પૂરું ન કરનાર વિદ્યાર્થીને મારા શિક્ષક એક વાર માફ કરી દે છે, પણ ફરી વાર ગૃહકાર્ય કરીને ન આવે તો તેને તે જ ગૃહકાર્ય બે વાર કરવાની શિક્ષા કરે છે. વિદ્યાર્થી એમ ન કરે તો તેનાં માતાપિતાને ફરિયાદ કરે છે.

2. નીચે આપેલ સમાચાર વાંચી તેના પર આધારિત પાંચ પ્રશ્નો બનાવો :

મોટેરા સ્ટેડિયમમાં સહવાગનો સપાટો :
સદી ફટકારી કાંગારુઓને પછાડ્યા.
ઉત્તરઃ

  1. મૅચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી?
  2. આ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
  3. આ મૅચ કોની કોની વચ્ચે રમાઈ હતી?
  4. મૅચમાં કોણે સદી ફટકારી?
  5. મૅચમાં કઈ ટીમની જીત થઈ?

3. નીચેનાં સુવાક્યોનો વિચારવિસ્તાર કરો :

પ્રશ્ન 1.
‘ઈશ્વરઅલ્લા ચાહે ગુરુ, ચાહે કહો શ્રી રામ
માલિક સબકા એક હૈ, અલગ-અલગ હૈ નામ.”
ઉત્તરઃ
આ સુવાક્યમાં સર્વધર્મસમભાવની વાત કરી છે. વિશ્વમાં હિંદુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, પારસી ધર્મ વગેરે અનેક ધર્મો છે. એ ધર્મોના ઈષ્ટદેવ પણ જુદા જુદા નામે ઓળખાય છે. દરેક ધર્મના અનુયાયીઓ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને છે અને તેની ભક્તિ કરે છે.

સૌને એમ થાય છે કે મારા જ ઈષ્ટદેવ મોટા અને મારો જ ધર્મ મહાન; પણ એવું નથી. આ તો સૌ સૌની શ્રદ્ધાનો વિષય છે. કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે: “ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”

સોનામાંથી અલગ-અલગ ઘાટ ઘડાવી એને અલગ-અલગ નામ આપીએ છીએ, પણ અંતે એમાં તો સોનું જ હોય છે. આમ, સોના માલિક એક છે. માત્ર એ સો જુદા જુદા નામથી ઓળખાય છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

4. નીચેની બાબતો અંગે તમારા વિચારો વર્ગ સમક્ષ રજૂ કરો :

પ્રશ્ન 1.
દેવાંગની એક પેન તમને ખૂબ ગમે છે. એક દિવસ શાળામાં તેની પેન ખોવાઈ જાય છે. તે પેન તમને જડે છે. હવે તમે શું કરશો ?
ઉત્તરઃ
દેવાંગની પેન મને ગમે છે, પણ એની ખોવાઈ ગયેલી પેન મને જડે તો હું તરત તેને આપી દઈશ, કેમ કે કોઈની ખોવાયેલી વસ્તુ આપણને જડી જાય અને તેને આપણી પાસે રાખી લઈએ તો એ યોગ્ય ન કહેવાય. આપણી ફરજ છે કે જે વસ્તુ જેની હોય તેને પરત કરવી જોઈએ.

પ્રશ્ન 2.
પતંગની દોરીથી ઘાયલ થયેલું કબૂતર તમારી સામે તરફડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તમે શું કરશો?
ઉત્તરઃ
પતંગની દોરીથી ઘાયલ થયેલા કબૂતરને મારી સામે હું તરફડતું નહિ જોઈ શકું. હું તેને તરત જ મારા હાથમાં લઈ તેના પગમાં કે ગળામાં વિંટાયેલી દોરીને કાઢવા માટે પ્રયત્ન કરીશ અને એમાં સફળ નહિ થાઉં તો હું તેને તરત દવાખાને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેની પ્રેમથી સારવાર કરાવીશ.

5. નીચેના ઉદાહરણમાં જણાવ્યા મુજબ સામાસિક વાક્ય બનાવો :
ઉદાહરણ : મારે પણ દાળ અને ભાત જ ખાવાં છે.
મારે પણ દાળ-ભાત જ ખાવાં છે.

પ્રશ્ન 1.
કાબરી ડાંસ જેવી ભૂખી હતી.
ઉત્તરઃ
કાબરી ભૂખી-ડાંસ હતી.

પ્રશ્ન 2.
માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે.
ઉત્તરઃ
માતાપિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

પ્રશ્ન 3.
હું તો હરિનું મુખ જોઈ ફૂલી રે.
ઉત્તરઃ
હું તો હરિમુખ જોઈ ફૂલી રે.

6. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
વસેલા ધંધાર્થે ……………………………….. મિલને તે રજનીએ.
ઉત્તરઃ
ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારો વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ.

નોંધઃ પાઠ્યપુસ્તકમાં પેજ 77 પર આપેલી કાવ્યની પંક્તિ 11મા કાવ્યની છે, તેનો કાવ્ય-પાઠ 17થી 22માં સમાવેશ થતો નથી. તેથી ફેરફાર કર્યો છે.].

પ્રશ્ન 2.
તાંબાના તરભાણે ……………………………….. સુખ આવશે અમારે સરનામે.
ઉત્તર :
તાંબાના તરભાણે કંકુ લીધું
ને એમાં આચમની પાણીની ઢોળી
જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ
હળવે હળવેથી રહી ઘોળી
સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા
સુખ આવશે અમારા સરનામે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

7. નીચેનો ગદ્યાશ વાંચીને તેનો સાર લખી યોગ્ય શીર્ષક આપો :

ગદ્યશ

બરાબર આ જ વખતે આખાયે દેશમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદીનો જંગ શરૂ થયો. ચૂનીલાલને એ જંગમાં ઝુકાવવાની ઇચ્છા થઈ; પરંતુ એમનું મન ભારે મથામણ અનુભવવા લાગ્યું. એક બાજુ ભણીગણીને કુટુંબને ઉપયોગી થવાનું હતું; તો બીજી બાજુ દેશ માટે બલિદાન આપવાની વાત હતી. શું કરવું ? ચૂનીલાલ ઘણું વલોવાયા ને છેવટે એમણે ત્યાગનો અને દેશસેવાનો માર્ગ પસંદ કર્યો. દેશસેવા કરતાં-કરતાં કુટુંબને થાય તેટલી મદદ જરૂર કરી; પરંતુ દેશસેવાનો જુસ્સો મંદ પડવા ન દીધો.
ઉત્તરઃ
એક બાજુ ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીનો જંગ શરૂ થયો હતો અને બીજી બાજુ ચુનીલાલની કુટુંબ પ્રત્યેની જવાબદારી હતી! શું કરવું એની મથામણ તેમને થતી હતી. આખરે ચુનીલાલે ત્યાગનો અને દેશસેવાનો માર્ગ પસંદ કર્યો. સાથે કુટુંબને પણ બને તેટલી મદદ કરી.

શીર્ષકઃ સાચો માર્ગ અથવા દેશભક્તિ

8. બાળકોને ‘મારી ડાયરી’ બનાવવા કહીને તેમાં 7 દિવસની રોજનીશી લખવા કહેવું અને આ રોજનીશીનું વર્ગમાં વાંચન કરાવવું.

9. (અ) નીચે આપેલા સમાસોનાં નામ લખો :

પ્રશ્ન1.
(1) માથાબૂડ
(2) શિષ્યવૃત્તિ
(3) ઈશ્વરપ્રાપ્તિ
(4) સેવાપૂજા
(5) પવનવેગે
ઉત્તરઃ
(1) માથાબૂડ – ઉપપદ
(2) શિષ્યવૃત્તિ – મધ્યમપદલોપી
(3) ઈશ્વરપ્રાપ્તિ – તપુરુષ
(4) સેવાપૂજા – ધન્દ્ર
(5) પવનવેગે – કર્મધારય

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4

પ્રશ્ન બ.
નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો :
(1) સત્યાગ્રહ
(2) મહાત્મા
(3) વાતાવરણ
(4) મિષ્ટાન્ન
(5) ભાષાંતર

પ્રશ્ન ક.
તમે સાંભળેલી કહેવતોની યાદી બનાવો. (ગમે તે પાંચ)
ઉત્તરઃ

  • બોલે તેના બોર વેચાય.
  • પાડાને વાંકે પખાલીને ડામ
  • પારકી આશ સદા નિરાશ.
  • ભાગ્યશાળીને ભૂત રળે.
  • અતિ લોભ તે પાપનું મૂળ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *