Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ Textbook Questions and Answers

આજ આનંદ અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ કે.
(ક) આકાશમાં વાદળો ઉમટ્યાં છે.
(ખ) મહેમાન આવવાના છે.
(ગ) વરસાદ થંભી ગયો છે.
(ઘ) વરસાદ પડી રહ્યો છે.
ઉત્તરઃ
(ક) આકાશમાં વાદળો ઉમટ્યાં છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

પ્રશ્ન 2.
આ કાવ્યમાં “ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો’ એટલે ………………………..
(ક) ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે.
(ખ) ધરતી લીલીછમ બની છે.
(ગ) ધરતી પર લીલો રંગ છાંટ્યો છે.
(૧) ધરતી પર લીલી ચાદર પાથરી છે.
ઉત્તરઃ
(ખ) ધરતી લીલીછમ બની છે.

પ્રશ્ન 3.
ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે, કારણ કે ………………………..
(ક) વરસાદ પડી રહ્યો છે.
(ખ) વરસાદની ઋતુ છે.
(ગ) વરસાદ આવવાની તૈયારી છે.
(ઘ) વરસાદ થંભી ગયો છે.
ઉત્તરઃ
(ગ) વરસાદ આવવાની તૈયારી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?
ઉત્તરઃ
ઉત્તર-દક્ષિણ દિશામાંથી વાદળાં આકાશમાં ચડી આવ્યાં છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

પ્રશ્ન 2.
ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે ?
ઉત્તરઃ
ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘરમાળથી શોભી રહ્યા છે.

પ્રશ્ન 3.
વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે ?
ઉત્તરઃ
વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુંકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે.

પ્રશ્ન 4.
વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે ?
ઉત્તરઃ
વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે.

આજ આનંદ સ્વાધ્યાય

1. આ ગીત આપણા મન આગળ કેટલાંક આબેહૂબ દેશ્યો ખડાં કરે છે. આવાં ચાર દેશ્યોની યાદી કરો.

ઉદાહરણ : આકાશ વાદળોથી ઘેરાયું છે; વીજળીના ચમકારા થાય છે. વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે.

  1. ………………………………………………………………………
  2. ………………………………………………………………………
  3. ………………………………………………………………………
  4. ………………………………………………………………………

ઉત્તરઃ

  1. ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેંટા શોભી રહ્યા છે. બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે.
  2. વીર શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીની લટકતી સેરથી શોભી રહ્યા છે.
  3. બળદોની કોટે રાખડી બાંધી છે, વરના લલાટ પર કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે.
  4. ધરતી લીલીછમ બની છે. નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

2. ‘આવી અષાઢી બીજ’ એ વિષય પર દસથી બાર વાક્યો લખો.
ઉત્તર:
આવી આષાઢી બીજ આષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતેગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે.

વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પશુપંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે છે અને “ટહુક’ … ‘ટહુક’ .. ટહુકા કરે છે. કોયલ “કૂઉ’ … ‘કૂઉ .. કરે છે. દેડકાં ‘ડ્રાંઉ’ … ‘ડ્રાંઉ’. કરી વર્ષને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતાંનહાતાં ગાય છે:

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.’

વરસાદ પડતાં જ ખેડૂતોનો હરખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે.

આષાઢી બીજ એટલે વર્ષના શુભ આગમનનો દિવસ. સૌ ‘આવી આષાઢી બીજ” ગાઈને વર્ષાઋતુને વધાવે છે.

3. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો :

  1. ઉત્તર : ………………………..
  2. દક્ષિણ : ………………………..
  3. જુવાર : ………………………..
  4. પ્રવાહ : ………………………..
  5. ગાય : ………………………..
  6. બળદ : ………………………..

ઉત્તર:

  1. ઉત્તર : ઓતર
  2. દક્ષિણ : દખણ
  3. જુવાર : જારું
  4. પ્રવાહ સેરું
  5. ગાય : ગવરી
  6. બળદ: ધોરીડા

Std 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ Additional Important Questions and Answers

આજ આનંદ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
“આજ આનંદ કાવ્ય દ્વારા વર્ષાઋતુનું આનંદદાયક દશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
ઉત્તર-દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો ચડી આવ્યાં છે અને ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આ જોઈને ખેડૂતોના હૈયામાં આનંદ વ્યાપી જાય છે. એમણે માથે લીલાં મોળિયાં બાંધ્યાં છે. તેઓ કોટે બાંધેલા ઘૂઘરમાળવાળા બળદોને લઈને ખેતરમાં વાવણી કરવા ઉપડ્યા છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

ખેડૂતોએ વાવણિયા પર હીરલા જડ્યા છે અને એના પર મોતીની સેર ટંકાવી છે. બળદોની ડોકે રાખડી બાંધી છે. વીરના લલાટમાં કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે. વીરે ખેતરમાં જુવાર અને બાજરી વાવ્યાં છે. વરસાદ પડવાથી વાતાવરણ આનંદ-ઉલ્લાસમય બની ગયું છે.

ધરતી લીલીછમ બની ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો લીલું ઘાસ ચરી રહી છે. આમ, ધરતી પર વર્ષાઋતુનું આનંદદાયક વાતાવરણ સર્જાયું છે.

પ્રશ્ન 2.
વરસાદ આવતાં ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું?
ઉત્તર :
વરસાદ આવતાં ધરતી હરિયાળી બની ગઈ. જાણે ધરતીએ લીલાં ચીર ઓલ્યાં હોય તેવું લાગતું હતું. નદીના પાણીનો પ્રવાહ વેગથી ધસમસતો હતો અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી. ખેડૂતોના હૈયામાં આનંદ સમાતો નહોતો.

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વીરના લલાટ પર શું શોભી રહ્યું છે?
ઉત્તરઃ
વીરના લલાટ પર કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે.

પ્રશ્ન 2.
કોનો પ્રવાહ જોરમાં ચાલે છે?
ઉત્તરઃ
નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે.

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી?
A. શેરડીની
B. ડાંગરની
C. જુવાર-બાજરીની
D. મગફળીની
ઉત્તરઃ
C. જુવાર-બાજરીની

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (મોળિયાં, બાજરા, ગવરી)

  1. વાવી જાણું ને વાવ્યા ……………………………. રે લોલ!
  2. ……………………………. તો ચરે લીલા ઘાસ જો.
  3. ખેડૂના માથે લીલાં ……………………………. રે લોલ!

ઉત્તરઃ

  1. બાજરા
  2. ગવરી
  3. મોળિયાં

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

  1. ઉગમણે આથમણેથી ચડી વાદળી રે લોલ!
  2. વીરના વાવણિયે હીરલા જડ્યા રે લોલ!
  3. ધરતીએ ઓઢી લીલી ચુંદડી જો.

ઉત્તરઃ

  1. ખોટું
  2. ખરું
  3. ખોટું

આજ આનંદ વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો:

  • ધોરીડા = બળદ
  • ગવરી = ગાય
  • લલાટ = કપાળ
  • સરિતા = નદી

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  • ધરતી ✗ આભ
  • લીલું ✗ સૂકું
  • ચડી ✗ ઊતરી
  • વીર ✗ કાયર

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો

  • ઘૂઘરમાળ = ઘુ + ઊ + દ્ + અ + ૨ + અ + મ્ + + ન્ + અ
  • ધરતી = % + અ + ૨ + અ + ત્ + ઈ

4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો:

  • ન્ + + સ્ + અ + ત્ + અ + સ્ + અ = બેસતલ
  • વ્ + અ + હ + આ + સ્ + ઈ = વહાલી

5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો

લલાટ, હીરલા, દખણ, ખેડૂ, સરિતા
ઉત્તરઃ
ખેડૂ, દખણ, લલાટ, સરિતા, હીરલા

આજ આનંદ Summary in Gujarati

આજ આનંદ કાવ્યપરિચય
આ લોકગીતમાં વર્ષાઋતુનું તળપદી શૈલીમાં મનભાવન વર્ણન કર્યું છે. વરસાદ આવતાં ખેડૂતોમાં આનંદોલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલાં મોળિયાં બાંધી નીકળી પડે છે. એની સાથે કોટે ઘૂઘરમાળથી શોભતા બળદો છે.

સારો વરસાદ પડવાથી વાતાવરણ હરિયાળું બની ગયું છે. ધરતીએ જાણે લીલાં ચીર ઓઢ્યાં હોય, ગાયો ઘાસ ચરતી હોય અને નદીઓનાં નીર વહેતાં હોય એ દશ્ય કેટલું મનોરમ લાગે છે એની ઝાંખી આ લોકગીતમાંથી થાય છે.

ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ – ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. ભારતની આ કૃષિસંસ્કૃતિ છે.

કાવ્યની સમજૂતી
ઉત્તર – દક્ષિણ દિશામાંથી વાદળાં ચડી આવ્યાં છે. આકાશમાં ઝીણી ઝીણી વિજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ

ખેડૂતે માથે લીલા રંગનો કસબી ફેંટો બાંધ્યો છે. બળદોની ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે. એના પર (ખેડૂતને) મોતીની સેર બાંધવી છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ 1

બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુંકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે (ખેતરમાં) જુવાર અને બાજરી વાવી છે. (વરસાદથી ધરતી હરિયાળી બનતાં) જાણે ધરતીએ લીલાં ચીર ઓક્યાં હોય એવું લાગે છે.

નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે. આજ મારે આંગણે આનંદ છે.

આજ આનંદ શબ્દાર્થ

  • ઓતર – દખણ – ઉત્તર અને દક્ષિણ દિશા.
  • વિજ – વજળી.
  • ખેડૂ – ખેડૂત.
  • મોળિયું – કસબી ફેંટો.
  • ધોરીડા – બળદ
  • કોટ – ડોકમાં, ગળામાં.
  • ઘૂઘરમાળ – ઘૂઘરાની માળા.
  • વાવણિયે – બીજ વાવવાનું સાધન, ઓરવિયો.
  • મેરું – સેર, હાર, (અહીં) પ્રવાહ.
  • ટંકાવું – બંધાવું.
  • લલાટ – કપાળ.
  • જારું – જુવાર. Class 8 Gujarati Textbook Solutions Chapter 8 આજ આનંદ
  • સરિતાનું સેરું – નદીનો પ્રવાહ.
  • જોરમાં – વેગમાં.
  • ગવરી – ગાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *