Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા Textbook Questions and Answers

તને ઓળખું છું, મા અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના માં લખો :

પ્રશ્ન 1.
બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
(ક) ખમ્મા
(ખ) ઓવારણાં
(ગ) અભાગી
(ઘ) સાચવજે
ઉત્તર :
(ક) ખમ્મા

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

પ્રશ્ન 2.
બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે?
(ક) માથે હાથ ફેરવે છે.
(ખ) ઓવારણાં લે છે.
(ગ) હાથ પકડી બેઠો કરે છે.
(ઘ) સતત તેની સાથે રહે.
ઉત્તર :
(ખ) ઓવારણાં લે છે.

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?
ઉત્તરઃ
કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે.

પ્રશ્ન 2.
માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે?
ઉત્તર :
માની મમતાને ન પામી શકનાર માટે કવિ “અભાગી’ શબ્દ વાપરે છે.

પ્રશ્ન 3.
કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે?
ઉત્તર :
માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે, એમ માનીને કવિ માતાનાં સ્મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

પ્રશ્ન 4.
‘એકલવાયું વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે?
ઉત્તરઃ
સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહિ, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં “એકલવાયું વરસે છે ચોમાસું’ એમ કવિ કહે છે.

તને ઓળખું છું, મા સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે?
ઉત્તર :
જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગાંસંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે.

પ્રશ્ન 2.
તમને તમારી માતા ગમે છે, એનાં કારણો કે પ્રસંગો જણાવો.
ઉત્તરઃ
મને મારી માતા બહુ ગમે છે. માતા મને હંમેશાં દરેક કામમાં પ્રેરણા આપે છે. મારું સતત ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે.

હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકે એ માટે એ મારી પરીક્ષા લે છે. મને જે વિષય અઘરો લાગે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે.

પ્રશ્ન 3.
મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો?
ઉત્તર :
મોટો થઈને હું મારી માતાના સ્વાથ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. એની સેવાચાકરી કરીશ. એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ. એને તીર્થોની યાત્રા કરાવીશ. એને ભજનો સાંભળવા બહુ ગમે છે. તેથી એને માટે સીડી પ્લેયર લઈ આવીશ.

એને મનગમતાં ભજનોની, લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશ. એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખશાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

પ્રશ્ન 4.
પરકમ્મા કોની કોની કરવામાં આવે છે? શા માટે?
ઉત્તરઃ
પરકમ્મા મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે.

હૃદયમાં શાંતિ થાય છે. આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.

Std 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા Additional Important Questions and Answers

તને ઓળખું છું, મા પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
તને ઓળખું છું, મા’ ગીતમાં કવિએ કઈ રીતે માતૃમહિમાનું ગાન કર્યું છે?
ઉત્તરઃ
‘તને ઓળખું છું, મા!’ ગીતની આ પ્રથમ પંક્તિથી જ માતૃમહિમાનો આરંભ થઈ જાય છે. જીવનમાં ગમે તેટલાં સંકટો આવે, ક્યારેક સગાંવહાલાં અને મિત્રો પણ ઉપેક્ષા કરે કે ધિક્કારે, તરણાની જેમ ચાવે કે ફેંકી દે, આવા સંજોગોમાં કેવળ મા જ એકલવાયા જીવનમાં મમતાનો વરસાદ વરસાવે છે અને એ મમતા જ તેને માટે ફરી ઊભા થવાનો ટેકો બની રહે છે.

માની આંગળીઓનાં ટેરવાંનો સ્પર્શ થતાં તેના સંતાનનાં દુઃખ તરત અદશ્ય થઈ જાય છે. કવિ ઘરથી ગમે તેટલા દૂર હોય છતાં પ્રેમાળ મા તેમની આંખ સામે જ હોય એવી તેમને પ્રતીતિ થાય છે. એવો કોણ અભાગી હશે જેને સદાય માનો પ્રેમ મળ્યો ન હોય.

કવિને માટે માનું એક – એક સ્મરણ તીર્થરૂપ છે. એનાં દરેક સ્મરણને યાદ કરીને કવિ એ તીર્થની સતત પરિક્રમા કરતા રહે છે.

2. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો?

પ્રશ્ન 1.
કવિની પીડા કેવી રીતે દૂર થાય છે?
ઉત્તર :
જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાંનો સ્પર્શ થાય છે ત્યારે કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે?
A. પરમાત્મા
B. પત્ની
C. મા
D. સંતાનો
ઉત્તર :
C. મા

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

પ્રશ્ન 2.
કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે?
A. લાકડીના ટેકે
B બારણાના ટેકે
C. સંતાનના ખભાના ટેકે
D. માની મમતાના ટેકે
ઉત્તર :
D. માની મમતાના ટેકે

પ્રશ્ન 3.
‘તને ઓળખું છું, મા’ ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે?
A. યાત્રાધામને
B. માનાં સ્મરણોને
C. હરિદ્વારને
D. માનસરોવરને
ઉત્તર :
B. માનાં સ્મરણોને

પ્રશ્ન 4.
“તને ઓળખું છું, મા’ ગીતમાં કવિએ વિનમ્રભાવે શેનો સ્વીકાર કર્યો છે?
A. શરાફના ઋણનો
B. માતાપિતાના ઋણનો
C. માતાના ઋણનો
D. દાદાદાદીના ત્રણનો
ઉત્તરઃ
C. માતાના ઋણનો

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

4. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (પરકમ્મા ખમ્મા!, ટેરવાં, અભાગી)

(1) દસે ………………………….. અડે ને પીડા છૂ થાતી પળભરમાં.
(2) સ્મરણ – સ્મરણ તે તીરથ : તારી એમ કરું …………………………..
(3) સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, …………………………..
(4) કોણ ………………………….. હોય જે માને આમ સદા ના પામે?
ઉત્તરઃ
(1) ટેરવાં
(2) પરકમ્મા
(3) ખમ્મા !
(4) અભાગી

5. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) ઘરને ખૂણે ધોધમાર વરસે છે ચોમાસું.
(2) ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું

6. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવોઃ

પ્રશ્ન 1.
તરણા પેઠે ચાવે ………………………….. તારી મમતાના ટેકે.
ઉત્તરઃ
જુઓ “કાવ્યની સમજૂતી’ની પંક્તિ 6 – 8.

પ્રશ્ન 2.
ઘરથી જાઉં દૂર · કરું પરકમ્મા ………….
ઉત્તરઃ
જુઓ કાવ્યની સમજૂતી’ની પંક્તિ 9 – 12.

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

તને ઓળખું છું, મા અન્ય પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
“મા” વિશેની અન્ય કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો.
ઉત્તર :
“બાને – ‘ની કેટલીક પંક્તિઓ:
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે – ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું નવ કદીયે હું દૂર ચસવા
દઉં, મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી છે મેં, કંઈ સહજ વાગે છે બદલી.

– મણિલાલ દેસાઈ

તને ઓળખું છું, મા વ્યાકરણ Vyakaran

1. નીચે આપેલા શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો :

 • મારગ = પથ, રસ્તો
 • અભાગી = કમનસીબ, દુર્ભાગી
 • સદા = હંમેશાં, સર્વદા
 • સ્મરણ = સ્મૃતિ, યાદ
 • વ્હેરખી = લહેર, તરંગ
 • તીરથ = તીર્થ, ધામ
 • સમુદ્ર = સાગર, દરિયો
 • આકાશ = ગગન, નભ
 • શશી = ચંદ્ર, મયંક
 • રાત્રિ = રજની, નિશા

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

 • અભાગી ✗ સુભાગી, સદ્ભાગી
 • સ્મરણ ✗ વિસ્મરણ

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

હોઠ, મમતા, એકલવાયું, લુ, ટેરવાં, તીરથ
ઉત્તરઃ
એકલવાયું, ટેરવાં, તીરથ, મમતા, લુ, હોઠ

4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

 • કુશળ રહો’ એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર – ખમ્મા
 • ઉનાળાની ગરમ હવા – લૂ

5. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો:
ઉદા., મા – ખમ્મા

 • આંસુ – ચોમાસું
 • ફેકે – ટેકે
 • સામે – પામે

તને ઓળખું છું, મા Summary in Gujarati

તને ઓળખું છું, મા કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા 1
મનોહર રતિલાલ ત્રિવેદી [જન્મઃ 04 – 04 – 1944]

‘તને ઓળખું છું, મા’ આ ઊર્મિગીતમાં કવિએ માતૃમહિમાનું ગાન કર્યું છે. સંતાનના જીવનમાં ગમે તેટલાં સંકટો આવે, સગાંવહાલાં કે મિત્રો એની અવગણના કરે, એને ધિક્કારે ત્યારે માની મમતા સંતાનને હિંમત આપે છે. માની મમતાને કારણે તેને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે.

માની આંગળીઓનાં ટેરવાંના સ્પર્શથી સંતાનની પીડા પળવારમાં દૂર થઈ જાય છે. કવિને માતાનું સ્મરણ તીર્થરૂપ લાગે છે. આથી કવિ માનાં સ્મરણોને તીર્થરૂપ માની તેની પરિક્રમા કરે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા

કાવ્યની સમજૂતી

હે મા! હું તને ઓળખું છું. અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છેઃ ખમ્મા!’ – (‘ક્ષેમકુશળ રહો !!)

તું ખમ્મા!’ કહે ત્યારે તારી પાંપણ પરથી નહિ ખરેલાં આંસુ, ઘરના ખૂણે તું એકલવાયી હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. મારા જીવનમાં ભલે અનેક સંકટોરૂપી લૂ ઝરતી હોય (વેદના સહેવી પડતી હોય), ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે.

કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે (મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે) પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી દસે આંગળીઓનાં ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદશ્ય થઈ જાય છે …

Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા 2

હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાયે ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. મા! તને હું ઓળખું છું.

તને ઓળખું છું, મા શબ્દાર્થ

 • સરે – નીકળે, સરી પડે.
 • અચાનક – એકાએક.
 • વેણ – વચન, શબ્દ.
 • ખમ્મા – “ક્ષેમકુશળ રહો. એવા ઉદ્ગાર.
 • લૂ – ગરમ પવન.
 • ઝરતાં – (અહીં) વહેતાં.
 • મારગમાં – માર્ગમાં.
 • તરણા – તૃણ, તણખલું.
 • પેઠે – જેમ.
 • હડસેલે – ધક્કો મારે
 • ટેકે – આધારે.
 • ટેરવું – આંગળીના છેડાનો ભાગ.
 • પીડા – વેદના. Class 8 Gujarati Textbook Solutions Chapter 4 તને ઓળખું છું, મા
 • પળભરમાં – પળવારમાં, ક્ષણમાત્રમાં.
 • અભાગી – કમનસીબ.
 • સ્મરણ – યાદ, સ્મૃતિ.
 • તીરથ – તીર્થ.
 • પરકમ્મા – પરિક્રમા, પ્રદક્ષિણા, (પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેબાજુ ગોળગોળ ફરવું તે).

રૂઢિપ્રયોગ

 • છૂ થવું – ગાયબ થવું, (અહીં) દૂર થવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *