Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ Textbook Questions and Answers

દુહા-મુક્તક-હાઈકુ અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ?
(ક) ઉદ્યમ કરવો
(ખ) ભગવાનને પ્રાર્થના કરવી.
(ગ) નિષ્ક્રિય થઈ જવું.
(ઘ) ઊંઘી જવું.
ઉત્તરઃ
(ક) ઉદ્યમ કરવો

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

પ્રશ્ન 2.
સૂકાં પર્ણો..’ મુક્તકના કવિનું નામ જણાવો.
(ક) નીતા રામૈયા
(ખ) ગીતા પરીખ
(ગ) ધીરુ પરીખ
(ઘ) હીરાબહેન પાઠક
ઉત્તરઃ
(ખ) ગીતા પરીખ

પ્રશ્ન 3.
જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ?
(ક) સૉનેટ
(ખ) લિરિક
(ગ) હાઈકુ
(ઘ) મુક્તક
ઉત્તરઃ
(ગ) હાઈકુ

2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ ?
ઉત્તરઃ
દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

પ્રશ્ન 2.
વ્યવહારની રીત અને ક્ષત્રિયવટ વચ્ચે શો ભેદ છે ?
ઉત્તર :
વ્યવહારવટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો, જ્યારે ક્ષત્રિયવટની રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો.

દુહા-મુક્તક-હાઈકુ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લીલાં અને સૂકાં પાનના દૃષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે ?
ઉત્તરઃ
લીલાં અને સૂકાં પાનના દષ્ટાંતથી કવયિત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકાં પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઊઠે છે, પણ લીલાં પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે.

પ્રશ્ન 2.
કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
ઉત્તર :
પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલાં પાનથી છવાઈ ગયું છે. આ હાઈકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યાવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંતઋતુ ખીલશે અને સુખ આવશે.

કવિએ “ફરતી પીંછી’ હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે. અંધકારરૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી.

આ હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે; પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતાં નથી.

પ્રશ્ન 3.
તમારા વિસ્તારમાં ગવાતા દુહા મેળવીને લખો.

પ્રશ્ન 4.
નીચેના દુહાનો મુખ્ય બોધ કહો :
1. વિપત પડે ના …………………………………….. વિપતને ખાય.
2. ગુણની ઉપર …………………………………….. ખત્રિયો વટ્ટ.
ઉત્તરઃ
1. જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતાં નથી, પણ વધે છે. એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે. આમ, વિપત્તિ કે દુઃખમાંથી ઊગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્યમ છે.

સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ત્રણ ચૂકવીએ છીએ.

આ તો એક વ્યવહાર છે; પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તોપણ એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સામે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે, એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

પ્રશ્ન 5.
‘ફરતી પીંછી’ હાઈકુનો મુખ્ય વિચાર કહો.
ઉત્તર :
કવિએ “ફરતી પીંછી’ હાઈકુમાં એક વિચાર રજૂ કર્યો છે. અંધકારરૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને એ પોતાના કાળા રંગથી રંગી દે છે, પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી. આ હાઈકુનો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે; પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતાં નથી.

2. વિચારવિસ્તાર કરો :
ઊગે કમળ પંકમાં, તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિંતુ, મૂલ મૂલવાય ગુણો વડે.
ઉત્તર :
આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ.

કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેનું મહત્ત્વ વધારી દે છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદ્ગણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે.

તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે :

“जाति न पूछीए साधु की पूछ लीजिये ज्ञान,
मोल करो तलवार का, पडा रहन दो म्यान।”

આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતાં તેનામાં રહેલા સદ્ગણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

Std 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ Additional Important Questions and Answers

દુહા-મુક્તક-હાઈકુ પ્રસ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“સૂકેલી ડાળે ..” હાઇકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
પહેલા હાઈકુમાં કવિ પોપટને વૃક્ષની સૂકી ડાળ પર બેઠેલો જુએ છે ત્યારે તેમને લાગે છે કે વૃક્ષ લીલાં પાનથી છવાઈ ગયું છે. આ હાઈકુનો ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને શૂન્યાવકાશ સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંતઋતુ ખીલશે અને સુખ આવશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

પ્રશ્ન 2.
મુક્તકનાં લક્ષણો જણાવો.
ઉત્તરઃ
મુક્તક સંક્ષિપ્ત હોય છે. એ ગાગરમાં સાગર સમાવા જેવું કામ કરે છે. પ્રેમ, શૃંગાર, શૌર્ય, ચિંતન, પ્રકૃતિ, બોધ વગેરે વિષયોને મુક્તક સચોટ રીતે રજૂ કરે છે. મુક્તક મોતી જેવું નાનું પણ અત્યંત તેજસ્વી હોય છે. એની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે.

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ?
ઉત્તરઃ
વિપત્તિ આવે ત્યારે માણસે મૂંઝાવાને બદલે ઉદ્યમ (પરિશ્રમ) કરવો જોઈએ; કારણ કે ઉદ્યમ કરવાથી જ માણસની વિપત્તિ દૂર થઈ થાય છે, મૂંઝાઈને બેસી રહેવાથી નહિ.

પ્રશ્ન 2.
હાઈકુનાં લક્ષણો જણાવો.
ઉત્તર :
હાઈકુ 5 – 7 -5 એમ કુલ 17 અક્ષરની સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. એનો પ્રત્યેક શબ્દ એક-એક સોંદર્યચિત્ર ઉપસાવે છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ નહિ.

4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં કેવા પ્રકારના દુહાઓ જોવા મળે છે?
ઉત્તરઃ
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોમદાર અને મસ્ત દુહાઓ જોવા મળે છે.

પ્રશ્ન 2.
દુહાને કયા વિષયો વધુ અનુકૂળ છે?
ઉત્તરઃ
દુહાને પ્રેમ અને શૌર્યના વિષયો વધુ અનુકૂળ છે.

પ્રશ્ન 3.
મુક્તક કોના જેવું હોય છે?
ઉત્તરઃ
મુક્તક મોતી જેવું હોય છે.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
ગુણની ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય?
A. ક્ષત્રિયવટ
B. રાજવટ
C. અધ્યાત્મવટ
D. વ્યવહારવટ
ઉત્તરઃ
D. વ્યવહારવટ

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

પ્રશ્ન 2.
અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય?
A. ક્ષત્રિયવટ
B. વ્યવહારવટ
C. વેશ્યવટ
D. બ્રાહ્મણવટ
ઉત્તરઃ
A. ક્ષત્રિયવટ

પ્રશ્ન 3.
“સૂકેલી ડાળે ..” અને “ફરતી પીંછી …’ – આ બે હાઇકુ કવિ સ્નેહરશ્મિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યાં છે?
A. અર્થ
B. પનઘટ
C. તરાપો
D. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ
ઉત્તરઃ
D. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ

પ્રશ્ન 4.
હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે?
A. ચૌદ
B. સત્તર
C. વીસ
D. બાર
ઉત્તરઃ
B. સત્તર

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (ઉદ્યમ, વિપત, દીપ, ખત્રિયાં, પર્ણો)

(1) સૂકાં ……………………….. વન ગજવતાં.
(2) ફરતી પીંછી અંધકારની ……………………….. નહીં રંગાય.
(3) અવગુણ ઉપર ગુણ કરે, ખરી ……………………….. વટ્ટ.
(4) વિપતે ……………………….. કીજિયે, ઉદ્યમ ને ખાય.
ઉત્તરઃ
(1) પર્ણો
(2) દીપ
(3) ખત્રિયો
(4) ઉદ્યમ, વિપત

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) લીલાં પણ વન ગજવતાં.
(2) ગુણની ઉપર ગુણ કરે છે તે રાજવટ્ટ.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખોટું

દુહા-મુક્તક-હાઈકુ વ્યાકરણ Vyakaran

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

 • વિપત = દુઃખ
 • ઉદ્યમ = પરિશ્રમ, પુરુષાર્થ
 • પર્ણ = પાંદડું, પાન
 • ડાળ = શાખા
 • દીપ = દીવો
 • પોપટ = કીર

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 • સૂકાં ✗ લીલા
 • ગુણ ✗ અવગુણ
 • અંધકાર ✗ પ્રકાશ

3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

પોપટ, દીપ, ઉદ્યમ, લીલાં, ડાળ
ઉત્તરઃ
ઉદ્યમ, ડાળ, દીપ, પોપટ, લીલાં

દુહા-મુક્તક-હાઈકુ Summary in Gujarati

 • અજ્ઞાત લોકકવિ
 • ગીતા પરીખ (જન્મ ઈ. સ. 1929, મૃત્યુઃ ઈ. સ. 2012].
 • “સ્નેહરશ્મિ’ (જન્મ ઈ. સ. 1903, મૃત્યુઃ ઈ. સ. 1993]

દુહા-મુક્તક-હાઈકુ કાવ્યપરિચય

1. દુહા
દુહો એ લોકસાહિત્યનો વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. એમાં મોટે ભાગે બે કે ચાર ચરણ હોય છે અને એકાદ ઊર્મિ કે વિચારકણિકા રજૂ કરવામાં આવી હોય છે. ચોટ અને લાઘવ એનાં મહત્ત્વનાં લક્ષણો છે. દુહા કંઠસ્થરૂપે સચવાયેલા છે.

દુહા-પરિચય

 1. પહેલા દુહામાં કહ્યું છે કે જીવનમાં વિપત્તિ આવે ત્યારે ગભરાઈ જવાથી કે હતાશ થઈ જવાથી વિપત્તિ દૂર થતી નથી. વિપત્તિને દૂર કરવા માટે ઉદ્યમ કરતાં રહેવાનું સૂચવ્યું છે.
 2. બીજા દુહામાં કહ્યું છે કે ગુણ (ઉપકાર) પર ગુણ (ઉપકાર) કરનાર વ્યવહારનો ધર્મ બજાવે છે, પણ અવગુણ (અપકાર) પર ગુણ (ઉપકાર) કરે તે સાચો ક્ષત્રિય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

2. મુક્તક
સંસ્કૃત સાહિત્યમાંથી ઊતરી આવેલો આ લઘુ કાવ્યપ્રકાર છે. મુક્તકમાં બે કે ચાર પંક્તિઓ હોય છે. એમાં ચમત્કૃતિ દ્વારા કાવ્યત્વ સિદ્ધ કરવાનું હોય છે. સંસ્કૃતની જેમ ગુજરાતમાં પણ સુભાષિતો મોટે ભાગે મુક્તક સ્વરૂપે જ હોય છે.

મુક્તક-પરિચય

આ મુક્તકમાં ગીતા પરીખે સૂકાં અને લીલાં પાંદડાંની લાક્ષણિકતા જણાવી છે.

3. હાઇકુ
હાઈકુ એ જાપાનનો એક લઘુ કાવ્યપ્રકાર છે. એમાં પાંચ, સાત અને પાંચ એમ કુલ સત્તર અક્ષરોની બનેલી ત્રણ પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ હાઇકુ લાવનાર ઝીણાભાઈ “સ્નેહરશ્મિ’ છે.

હાઈકુ-પરિચય

પહેલા હાઈકુમાં વૃક્ષની સૂકી ડાળ પર પોપટ બેસતાં જ વૃક્ષને જાણે લીલાં પાન ફૂટ્યાં હોય એવી કલ્પના કવિ કરે છે.

બીજા હાઈકુમાં કવિ કહે છે કે અંધકારની પીંછી જે-જે વસ્તુ પર ફરે છે તે-તે વસ્તુઓ કાળા રંગથી રંગાઈ જાય છે; પરંતુ દીપક (દીવા) પર પીંછીના કાળા રંગની કોઈ અસર થતી નથી.

કાવ્યની સમજૂતી

1. દુહા

 1. વિપત્તિ આવે તો એનાથી મૂંઝાવું નહિ. મૂંઝાવાથી વિપત્તિ દૂર થતી નથી. વિપત્તિમાં પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ વિપત્તિને દૂર કરે છે.
 2. ઉપકારની ઉપર ઉપકાર કરે તો વ્યવહાર ધર્મ નિભાવ્યો કહેવાય; પરંતુ અપકાર પર ઉપકાર કરે એમાં જ સાચી વીરતા – ક્ષત્રિયપણું છે.

2. મુક્તક
સૂકાં પાંદડાં ખડખડ અવાજ કરીને વન ગજવે છે, જ્યારે લીલાં પાન હંમેશાં શાંત રહે છે.

3. હાઈકુ

 1. વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ આવીને બેઠો કે તરત જ વૃક્ષની ચારેય બાજુ જાણે લીલાં પાન ફૂટ્યાં.
 2. અંધકારની પીંછી જે-જે વસ્તુ પર ફરી વળે છે તે-તે વસ્તુને એ પોતાના કાળા રંગે રંગી દે છે; પરંતુ દીપક એના રંગે કદી રંગાતો નથી. (દીપક પર અંધકારની કોઈ અસર થતી નથી.)

Class 8 Gujarati Textbook Solutions Chapter 18 દુહા-મુક્તક-હાઈકુ

દુહા-મુક્તક-હાઈકુ શબ્દાર્થ

 • દુહા : વિપત – વિપત્તિ, દુઃખ, આફત, મુશ્કેલી.
 • વલખવું-દુઃખી થઈ જવું, મૂંઝાવું.
 • ઉદ્યમ –પુરુષાર્થ, મહેનત.
 • ગુણ – સદ્ગુણ, સારાં લક્ષણ, (અહીં) ઉપકાર.
 • હેવારાં વટ્ટ – વ્યવહારની રીત.
 • અવગુણ – દુર્ગુણ, (અહીં) અપકાર.
 • ખત્રિયાં – ક્ષત્રિયોની, ઉમદાજનોની.
 • વટ્ટ – આબરૂ, ટેક, ગૌરવ.
 • મુક્તક પર્ણ – પાંદડું, પાન.
 • ગજવવું – અવાજ કરવો. સદાયે – હંમેશાં.
 • હાઈકુ ચોગમ – ચારે તરફ, ચારે દિશામાં.
 • દીપ -દીપક, દીવો.
 • ભાષાસતા દુહા – મુક્તક અને હાઈકુ વિશે જુઓ પૃ. નં. 94 – 95

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *