Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી Textbook Questions and Answers

અખંડ ભારતના શિલ્પી અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે?
(ક) મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા.
(ખ) કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો.
(ગ) કાખબલાઇ પર જાતે જ સળિયા વડે ડામ દેવો.
(ઘ) દેશી રજવાડાંઓનું વિલીનીકરણ
ઉત્તરઃ
(ખ) કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 2.
હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી?
(ક) ખેડૂતોના સરદાર
(ખ) લોખંડી પુરુષ
(ગ) વીર વલ્લભભાઈ
(ઘ) હિંદ કી નીડર જબાન
ઉત્તરઃ
(ઘ) હિંદ કી નીડર જબાન

પ્રશ્ન 3.
આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી?
(ક) મહાત્મા ગાંધીજી
(ખ) સરદાર વલ્લભભાઈ
(ગ) જવાહરલાલ નેહરુ
(ઘ) લાલબહાદુર શાસ્ત્રી
ઉત્તરઃ
(ઘ) લાલબહાદુર શાસ્ત્રી

પ્રશ્ન 4.
વલ્લભભાઈનો જીવનમંત્ર શો હતો?
(ક) સત્ય
(ખ) અહિંસા
(ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર
(ઘ) પ્રેમ
ઉત્તરઃ
(ગ) સાદું જીવન અને ઉચ્ચ વિચાર

2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાકયમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગાંધીજીની દૃષ્ટિએ સાચું જીવન કોનું છે?
ઉત્તરઃ
ગાંધીજીની દષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 2.
વલ્લભભાઈએ ઉચ્ચશિક્ષણ ક્યાં મેળવ્યું હતું?
ઉત્તરઃ
વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું.

પ્રશ્ન 3.
કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા?
ઉત્તરઃ
કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરીને પૈસા ભેગા કર્યા.

પ્રશ્ન 4.
કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતાં?
ઉત્તરઃ
વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો.

પ્રશ્ન 5.
વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે?
ઉત્તરઃ
વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે.

3. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે ઉત્તર આપો :

પ્રશ્ન 1.
વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું?
ઉત્તર :
ગાંધીજીએ વલ્લભભાઈને “સરદાર’નું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી ત્યારે એક વાર ગાંધીજી આવેલા. એમને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમણે ભાષણ કરવાની ના પાડતાં કહેલું કે અહીંના “સરદાર’ વલ્લભભાઈ છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 2.
વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા, એવું આપણે કયા ઉદાહરણ પરથી કહી શકીએ?
ઉત્તરઃ
વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને કાબબલાઈ થઈ હતી. વૈદ્યરાજ એના ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માગતા હતા, પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ એમણે જાતે જ ગાંઠ પર ડામ દીધો. સૌ એમની નીડરતા જોઈને દંગ રહી ગયા હતા. આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા.

પ્રશ્ન 3.
વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે?
ઉત્તરઃ
વલ્લભભાઈને ઇંગ્લેન્ડમાં જઈને કાયદાનો અભ્યાસ કરવો હતો. આથી એમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ એ પૈસાથી તેમણે મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા. આ ઘટનામાંથી વલ્લભભાઈનો એમના મોટા ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે.

પ્રશ્ન 4.
કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા? વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે?
ઉત્તરઃ
વલ્લભભાઈ કૉર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. એ વખતે એક પૂન તેમને તાર આપી ગયો. એમાં એમનાં પત્નીના અવસાનના સમાચાર હતા. તાર વાંચીને એના પર કોઈ જ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર એમણે એ તારા ખિસ્સામાં મૂકી દીધો અને તેઓ કૉર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. આ ઘટના વલ્લભભાઈની ફરજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરે છે.

પ્રશ્ન 5.
વલ્લભભાઈની રમૂજવૃત્તિ કયા-કયા પ્રસંગોએ જોવા મળે છે?
ઉત્તરઃ
વલ્લભભાઈની રમૂજવૃત્તિ આ પ્રસંગમાં જોવા મળે છે એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો: “રચનાત્મક ગફલત’. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, “ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ!”

પ્રશ્ન 6.
રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે?
ઉત્તર :
ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાંઓ હતાં. આ રજવાડાંના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાંના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

અખંડ ભારતના શિલ્પી સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે’, – એમ લેખક શા માટે કહે છે.
ઉત્તરઃ
પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.

કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”

પ્રશ્ન 2.
‘ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે?
ઉત્તરઃ
“ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ કહ્યું છે; કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે.

પ્રશ્ન 3.
પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ-કઈ વિશેષતાઓ તારવી શકો?
ઉત્તરઃ
પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય :

  • દઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ
  • વિદ્યાર્થીવયથી જ નીડરતા, નેતાગીરી અને દઢ સંકલ્પબળ
  • ભ્રાતૃપ્રેમ, બહારથી રુક્ષ, આખાબોલા, પણ અંદરથી કોમળ.
  • વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો.
  • વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા.
  • શૂરવીર, લોખંડી પુરુષ, જનસમુદાયની નાડના પારખું, લોકસમુદાય પર મજબૂત પકડ.
  • નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચાર.

પ્રશ્ન 4.
લેખકે કયા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
ઉત્તરઃ
લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નેહરુને ત્રિમૂર્તિ’ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નેહરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું.

પ્રશ્ન 5.
પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી?
ઉત્તરઃ
પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.

કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ-છ વાક્યો લખો :

પ્રશ્ન 1.
બારડોલીની લડત :
અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે.

આ લડત શરૂ થયા પછી એક જાગ્રત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગનમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડ્યે ઘરને તાળાં મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે.

ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર” તરીકે ઓળખાવા લાગ્યા.

પ્રશ્ન 2.
નીડર વલ્લભભાઈ :
ઉત્તર :
વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાબબલાઈ થયેલી. વૈદ્યરાજે એનો ઇલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા.

આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારાં સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતનાં તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું.

પ્રશ્ન 3.
અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ :
ઉત્તર :
ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાં હતાં. ભારતના તમામ રાજાઓનાં રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કામગીરી સરદારને સોંપાઈ; પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી.

આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું.

અંતે ભારતનાં તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધાં અને રાજાશાહીને નાબૂદ કરી. આમ, દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.

3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈનાં જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો :
(1) વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો : …………………………………
(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા : …………………………………
(3) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો : ‘રચનાત્મક ગફલત’. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ. બીરબલની છટાથી બોલી ઊઠ્યો : ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ !” : …………………………………
ઉત્તરઃ
(1) નીડરતા
(2) ભ્રાતૃભાવ
(3) વિનોદ

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

Std 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી Additional Important Questions and Answers

અખંડ ભારતના શિલ્પી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્ગારો વિશે જણાવો.
ઉત્તરઃ
દાંડીકૂચ દરમિયાન સરદાર વલ્લભભાઈના ઉદ્ગારો ગુજરાતની પ્રજાને લોખંડી મનોબળ પૂરું પાડે એવા હતા. દુનિયાએ પહેલાં ક્યારેય જોયું ન હોય એવું ધર્મયુદ્ધ આપણે ખેલવાનું છે એમ કહીને તેમણે ગુજરાતીઓને ચેતવ્યા હતા કે મોતનો ભય લાગતો હોય એણે જાત્રાએ જતા રહેવું.

પૈસા હોય એને પાલવે એમ વિચારીએ તો દેશ જ પલાયન થઈ જાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. ઈશ્વર સૌને સહાય કરે.

પ્રશ્ન 2.
સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા?
ઉત્તરઃ
ભારત સ્વતંત્ર થતાં અનેક નાનાં-મોટાં દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કરીને એક અખંડ ભારત દેશની રચના કરવાની હતી. આ કામગીરી અત્યંત કપરી હતી, કારણ કે કેટલાક રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા.

સરદાર વલ્લભભાઈને આ કપરી પણ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી. તેઓ કેટલાક રાજાઓને સમજાવવામાં સફળ થયા, પણ કેટલાક રાજાઓએ સાથ ન આપ્યો ત્યારે તેમણે કડકાઈથી કામ લીધું.

આમ, ભારતનાં તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહી નાબૂદ કરવાનું કામ સરદારે કુનેહપૂર્વક પાર પાડ્યું અને તેઓ ભારતદેશને અખંડ બનાવવામાં યશસ્વી થયા. તેથી સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે.’ -એમ લેખક શા માટે કહે છે?
ઉત્તરઃ
અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો નાખ્યો હતો. એ ખેડૂતો પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવવો હતો. આ દષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 2.
વલ્લભભાઈએ વેઠેલી જેલયાત્રા વિશે જણાવો.
ઉત્તરઃ
દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં અંગ્રેજ સરકારે વલ્લભભાઈની રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા. તેમની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે.

એમાંની એક ઝલક જોઈએ તો વલ્લભભાઈને જેલમાં ચોર-લૂંટારુંની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સૂવા માટે એક કામળો આપ્યો હતો. તેમને ખોરાકમાં બપોરે જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક આપતા. આ ખોરાક ઘોડા ખાય એવો હતો.

પ્રશ્ન 3.
ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતાં શું જણાવ્યું હતું?
ઉત્તરઃ
ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે, “સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત વૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે માતૃપ્રેમથી તરબોળ કર્યો છે તેથી પ્રેમ જેવા ગુણ માટે હું સદાય તેમનો ઋણી છું.

મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું.”

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવો.
ઉત્તરઃ
વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. દઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી. ઈ. સ. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા.

પ્રશ્ન 2.
વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો?
ઉત્તરઃ
વલ્લભભાઈ સ્વભાવે કડક હતા. તેઓ આખાબોલા હતા. તેમનો સ્વભાવ નાળિયેર જેવો ઉપરથી કઠણ અને બરછટ, પણ અંદરથી મીઠો અને કોમળ હતો.

પ્રશ્ન 3.
વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા જણાવો.
ઉત્તરઃ
વિનોબાના મતે સરદાર વલ્લભભાઈની લાક્ષણિકતા એ છે કે તેઓ સ્પષ્ટ બોલતા. તેઓ પ્રહાર કરતાં ત્યારે કોઈથી ડરતા નહિ. ભલે કોઈને ગમે તે લાગે. વળી, પોતાના ઉપર કોઈ વળતો પ્રહાર કરે તો તેથી જરાય ડગમગતા નહિ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 4.
ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા જણાવો.
ઉત્તરઃ
ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના મતે સરદારની લાક્ષણિકતા એ છે કે તેઓ ખેડૂતોની ભાષામાં બોલતા ત્યારે તેમની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી. તેમની વાણીમાં વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન થતું.

પ્રશ્ન 5.
વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેન વિશે જણાવો.
ઉત્તરઃ
વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને એમના પિતાની ઉત્સાહથી સેવા કરી હતી. તેમને સાદગીનો ગુણ વારસામાં મળ્યો હતો. તેમની સાદગી એવી હતી કે તેઓ થીગડું મારેલી સાડી પહેરવામાં પણ નાનમ અનુભવતા નહોતા.

4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
લ્લભભાઈના જીવનમાં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની જેમ કોનું આગવું અને અનોખું મહત્ત્વ છે?
ઉત્તર :
વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની જેમ બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે.

પ્રશ્ન 2.
વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં કયા ગુણોનાં બીજ પડ્યાં હતાં?
ઉત્તરઃ
વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં નીડરતા, નેતાગીરી અને દઢ સંકલ્પબળ જેવા ગુણોનાં બીજ પડ્યાં હતાં.

પ્રશ્ન 3.
વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખનલાઈના ઇલાજ માટે ગામના વૈદ્યરાજે કયો ઉપાય વિચાર્યો હતો?
ઉત્તરઃ
વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખલાઈના ઇલાજ માટે ગામના વૈદ્યરાજે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનો ઉપાય વિચાર્યો હતો.

પ્રશ્ન 4.
વૈદ્યરાજ લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા માટે અવઢવ શા માટે અનુભવવા લાગ્યા હતા?
ઉત્તરઃ
વૈદ્યરાજ લોખંડના ધગધગતા સળિયા વડે દામ દેવા માટે અવઢવા અનુભવવા લાગ્યા હતા, કારણ કે એ વખતે વલ્લભભાઈ સાવ નાનું કુમળું બાળક હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 5.
વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ બાળક વલ્લભભાઈએ શું કર્યું?
ઉત્તરઃ
વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ બાળક વલ્લભભાઈએ જાતે જ પોતાની ગાંઠ પર ડામ દઈ દીધો.

પ્રશ્ન 6.
વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત શી હતી?
ઉત્તરઃ
વલ્લભભાઈના સ્વભાવની ખાસિયત એ હતી કે તેઓ કોઈનાથી ડર્યા વગર ભલભલાને સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા.

પ્રશ્ન 7.

વલ્લભભાઈને અમદાવાદની કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા?
ઉત્તરઃ
વલ્લભભાઈને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.

પ્રશ્ન 8.
વલ્લભભાઈને એક કવિએ આપેલું ‘વીર’નું વિશેષણ કઈ પંક્તિમાં છે?
ઉત્તરઃ
વલ્લભભાઈને એક કવિએ આપેલું વીર’નું વિશેષણ આ પંક્તિમાં છે: “રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર!”

પ્રશ્ન 9.
આપણી રાષ્ટ્રભાષા હિંદીના કયા કવિએ સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે?
ઉત્તરઃ
આપણી રાષ્ટ્રભાષા હિંદીના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
બારડોલીની લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું શું ગણાય છે?
A. મુગટ
B. સાફો
C. શિરછોગું
D. સ્મૃતિચિહ્ન
ઉત્તરઃ
C. શિરછોગું

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 2.
બારડોલીની લડત દરમિયાન વલ્લભભાઈ કોના સરદાર તરીકે ઓળખાયા?
A. ગાંધીજીના
B. ખેડૂતોને
C. ભારતના સ્વાતંત્રસંગ્રામના
D. આઝાદ હિંદ ફોજના
ઉત્તરઃ
B. ખેડૂતોને

પ્રશ્ન 3.

ગાંધીજીએ વલ્લભભાઈને શેનું બિરુદ આપ્યું હતું?
A. નેતાનું
B. સવાઈ ગુજરાતીનું
C. સરદારનું
D. મહારાજાનું
ઉત્તરઃ
C. સરદારનું

પ્રશ્ન 4.
બારડોલીની સમગ્ર લડતનો દોર કોના હાથમાં હતો?
A. મહાદેવભાઈ દેસાઈના
B. વલ્લભભાઈ પટેલના
C. ગાંધીજીના
D. સુભાષચંદ્ર બોઝના
ઉત્તરઃ
B. વલ્લભભાઈ પટેલના

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 5.
વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો?
A. નડિયાદમાં
B. વડોદરામાં
C. કરમસદમાં
D. આણંદમાં
ઉત્તરઃ
A. નડિયાદમાં

પ્રશ્ન 6.
વલ્લભભાઈનું મૂળ વતન કર્યું હતું?
A. સોજીત્રા
B. પેટલાદ
C. કરમસદ
D. વલ્લભવિદ્યાનગર
ઉત્તરઃ
C. કરમસદ

પ્રશ્ન 7.
વલ્લભભાઈને જેલમાં મળવા કોણ કોણ ગયા હતા?
A. ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ
B. જવાહરલાલ નેહરુ અને આચાર્ય કૃપલાણી
C. આચાર્ય કૃપલાણી અને સુભાષચંદ્ર બોઝ
D. મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણી
ઉત્તરઃ
D. મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણી

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 8.
અંગ્રેજ સરકારે વલ્લભભાઈની કયા ગામમાંથી ધરપકડ કરી હતી?
A. કરમસદ
B. ડભોઈ
C. રાસ
D. બારડોલી
ઉત્તરઃ
C. રાસ

પ્રશ્ન 9.
જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે સાબરમતી જેલનો વિભાગ
કયા નામથી ઓળખાય છે?
A. વલ્લભભાઈ પટેલ વિભાગ
B સરદાર પટેલ સ્મૃતિ ખંડ
C. સરદાર સ્મારક
D. સરદાર સ્મૃતિ વિભાગ
ઉત્તરઃ
D. સરદાર સ્મૃતિ વિભાગ

પ્રશ્ન 10.
વલ્લભભાઈ કયા નામથી વિશેષ જાણીતા છે?
A. શૂરવીર સરદાર
B. સાચા રાષ્ટ્રપ્રેમી
C. લોખંડી પુરુષ
D. ખેડૂતોના તારણહાર
ઉત્તરઃ
C. લોખંડી પુરુષ

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

પ્રશ્ન 11.
ગાંધીજીના અંગત સચિવનું નામ જણાવો.
A. વલ્લભભાઈ પટેલ
B. જવાહરલાલ નેહરુ
C. આચાર્ય કૃપલાણી
D. મહાદેવભાઈ દેસાઈ
ઉત્તરઃ
D. મહાદેવભાઈ દેસાઈ

પ્રશ્ન 12.
વલ્લભભાઈની દીકરીનું નામ શું હતું?
A. સરોજિની
B. મણિબહેન
C. મંજુલાબહેન
D. મનુબહેન
ઉત્તરઃ
B. મણિબહેન

પ્રશ્ન 13.
વલ્લભભાઈની દીકરીને પિતા તરફથી વારસામાં શું મળ્યું હતું?
A. ધનદોલત
B. જમીનજાગીર
C. સાદગી
D. ગરીબાઈ
ઉત્તરઃ
C. સાદગી

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (દમડી, સાદગીપ્રિય, શિલ્પી, નાડ, તાજ)

(1) રાજાઓના …………………………. મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર!
(2) સરદાર જનસમુદાયની …………………………. ના ભારે પારખું હતા.
(3) વલ્લભભાઈ …………………………. હતા.
(4) આપણા હાથેથી એક …………………………. સરકારને આપવી નથી.
(5) તા. 15 – 12 – 1950 ના રોજ અખંડ ભારતના …………………………. નું અવસાન થયું.
ઉત્તરઃ
(1) તાજ
(2) નાડ
(3) સાદગીપ્રિય
(4) દમડી
(5) શિલ્પી

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના લોકહૈયામાં “સરદાર’નું માનભર્યું સ્થાન પામ્યા હતા.
(2) વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઈ દીધો.
(3) વલ્લભભાઈ તો નાળિયેર જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા.
(4) છાવણી જેવી જિંદગી ગાળવી ન પોસાય.
(5) આજે તમે દાળ બનાવી હતી, તેવી ખાટી ખાટી દાળ.
(6) આપણા દેશની ત્રિમૂર્તિ – ગાંધી, સરદાર અને આચાર્ય કૃપલાણી.
(7) આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતા રચી છે.
ઉત્તરઃ
(1) ખરું
(2) ખોટું
(3) ખરું
(4) ખોટું
(5) ખોટું
(6) ખોટું
(7) ખરું

અખંડ ભારતના શિલ્પી વ્યાકરણ Vyakaran

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  • નામના = કીર્તિ, પ્રતિષ્ઠા
  • છાવણી = પડાવ
  • ચેતવણી = સૂચના, તાકીદ
  • ગફલત = ભૂલ
  • ખોળિયું = દેહ
  • ધરપકડ = ગિરફતારી
  • આંદોલન = ચળવળ
  • યાતના = કષ્ટ, દુઃખ
  • મનસૂબો = ઇચ્છા, ઇરાદો
  • ધૈર્ય = ધીરજ

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  • વેળા ✗ કવેળા
  • ઈલાજ ✗ નાઇલાજ
  • શરમ ✗ બેશરમ
  • તવંગર ✗ ગરીબ, રક
  • નાનપ ✗ મોટપ
  • સ્મૃતિ ✗ વિસ્મૃતિ
  • નૈતિકતા ✗ અનૈતિકતા
  • સર્જન ✗ વિસર્જન
  • શૂરવીર ✗ કાયર
  • અખંડ ✗ ખંડિત

3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:

  1. સિરછોગુ
  2. બીરૂદ
  3. ભ્રાતરુભાવ
  4. રાષ્ટરભાસા
  5. બુધિચાતુરય
  6. પવિત્ર
  7. વિલિનિકરણ
  8. કૂનેહપૂરવક
  9. દાડિયાતરા
  10. સચીવ
  11. હરીવંસરાયબચ્ચન
  12. ત્રિમુરતિ

ઉત્તરઃ

  1. શિરછોનું
  2. બિરુદ
  3. ભ્રાતૃભાવ
  4. રાષ્ટ્રભાષા
  5. બુદ્ધિચાતુર્ય
  6. પાવિત્ર્ય
  7. વિલીનીકરણ
  8. કુનેહપૂર્વક
  9. દાંડીયાત્રા
  10. સચિવ
  11. હરિવંશરાય બચ્ચન
  12. ત્રિમૂર્તિ

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ

  • સ્વતંત્રતા સંગ્રામ – સ્વતંત્રતા મેળવવા માટેનો સંગ્રામ – મધ્યમપદલોપી
  • દેશભક્તિ – દેશ માટેની ભક્તિ – તન્દુરુષ
  • ભ્રાતૃભાવ – ભ્રાતા (ભાઈ) માટેનો ભાવ (પ્રેમ) – તપુરુષ
  • બુદ્ધિચાતુર્ય – બુદ્ધિનું ચાતુર્ય – તપુરુષ
  • રાષ્ટ્રભાષા – રાષ્ટ્રની ભાષા – તન્દુરુષ
    રાષ્ટ્ર(રાજ્યો)ના વ્યવહાર માટેની ભાષા – મધ્યમપદલોપી
  • ધર્મયુદ્ધ – ધર્મ માટે ખેલાતું યુદ્ધ -મધ્યમપદલોપી
  • જીવનમંત્ર – જીવનનો મંત્ર- તત્પરુષ

5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો

જીવનમંત્ર, ધર્મયુદ્ધ, કરમસદ, દેશભક્તિ, નીડર, બારડોલી
ઉત્તર :
કરમસદ, જીવનમંત્ર, દેશભક્તિ, ધર્મયુદ્ધ, નીડર, બારડોલી

6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો:

  1. નસેનસ
  2. ધગધગતા
  3. સરદાર
  4. શેહ-શરમ
  5. એકરાગ
  6. ડગમગ
  7. આંદોલન

ઉત્તર :
દ્વિરુકત શબ્દો :

  1. નસેનસ
  2. ધગધગતા
  3. શેહ-શરમ
  4. ડગમગ

7. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરો:

(1) પરસેવો પાડવો – સખત મજૂરી કરવી
વાક્ય : જે પરસેવો પાડીને કામ કરે છે તેને મહેનતનું ફળ મળે છે.

(2) આત્મસાત્ થઈ જવું- એકરૂપ થઈ જવું
વાક્ય : સેજલ નવલકથા વાંચવામાં એટલી આત્મસાત્ થઈ જાય છે કે એને બીજું કાંઈ સૂઝતું નથી.

(3) એકરાગ થવું – સંપીને રહેવું
વાક્યઃ શાળાના સો વિદ્યાર્થીઓએ એકરાગ થઈને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

(4) એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તવું – સંપીને રહેવું
વાક્ય: આઝાદીની લડત વખતે ગાંધીજીના એક શબ્દ સો એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્યા હતા.

(5) તાજ મુકાવવા – (અહીં) સત્તા છોડાવવી
વાક્યઃ સત્તાધારી પક્ષનો તાજ મુકાવવા વિરોધ પક્ષો પુષ્કળ પ્રયત્નો કરે છે.

(6) પકડ હોવી – વશમાં હોવું, કાબૂમાં હોવું
વાક્ય: જો શિક્ષકની વિદ્યાર્થીઓ પર મજબૂત પકડ હોય તો જ તેઓ શિક્ષકને શાંતિથી સાંભળે.

(7) ટકોરા મારીને કહેવું – આગ્રહપૂર્વક ચેતવણી આપવી
વાક્યઃ પિતાએ મનોજને ટકોરા મારીને કહ્યું હતું કે સ્કૂટર ઝડપથી ચલાવતો નહિ.

(8) પાર પાડવું – સફળતાપૂર્વક પૂરું કરવું
વાક્યઃ શાળામાં વિદ્યાર્થીઓએ સાથે મળીને સંગીતસ્પર્ધાનો કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો.

(9) છતું થવું – ઉઘાડું કરવું, જાહેર કરવું
વાક્ય: ચેતને પરીક્ષામાં કરેલી ચોરી છતી થઈ.

(10) પ્રેમથી તરબોળ કરવું ખૂબ પ્રેમ આપવો
વાક્ય : મા હંમેશાં પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમથી તરબોળ કરી દે છે.

8. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

  • માથા પરની કલગી – શિરછોનું
  • બગલમાં થતું ગૂમડું – કાનબલાઈ
  • ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વગર સાચું કહી દેનારું -આખાબોલું
  • નાનું છાપું કે ચોપાનિયું -પત્રિકા
  • આકાશ સુધી પહોંચનાર (અવાજ) – ગગનભેદી
  • લોખંડના જેવું દઢ મનોબળ ધરાવતો પુરુષ – લોખંડી પુરુષ
  • જીવનનો મુખ્ય આદર્શજીવનમંત્ર

9. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવોઃ

  1. ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું “સરદાર’નું બિરુદ આપ્યું હતું.
  2. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે.
  3. લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.
  4. ખૂબ જ મુશ્કેલ આ કાર્ય હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું.
  5. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે લેવાનું બન્યું ત્યાં કડપ પણ દાખવ્યો.
  6. વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહિ.
  7. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ તેમનો જીવનમંત્ર હતો.
  8. મણિબહેનની સાદગી પણ એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતાં નહોતાં.

ઉત્તરઃ

  1. સાદું વાક્ય
  2. સંયુક્ત વાક્ય
  3. સંકુલ વાક્ય
  4. સંયુક્ત વાક્ય
  5. સંકુલ વાક્ય, સંયુક્ત વાક્ય
  6. સંકુલ વાક્ય
  7. સાદું વાક્ય
  8. સંયુક્ત વાક્ય

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

અખંડ ભારતના શિલ્પી Summary in Gujarati

અખંડ ભારતના શિલ્પી પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી 1
ડૉ. રાઘવજી માધડ [જન્મ: 01 / 06 / 1961]

આ પાઠમાં લેખકે “અખંડ ભારતના શિલ્પી” સરદાર વલ્લભભાઈ પટેલનો પરિચય આપ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી જે કુનેહથી દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણનું કાર્ય પાર પાડ્યું. એનાથી પ્રભાવિત થઈને સરદાર વિશે એક કવિએ કહ્યું:

“રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર!’ રાષ્ટ્રભાષા હિંદીના કવિ હરિવંશરાય બચ્ચને પણ કહ્યું હરેક પક્ષ કો પટેલ તૌલતા … કઠોર નગ્ન સત્ય બોલતા! પટેલ હિંદ કી નીડર જબાન હૈ.’

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી 2

સરદાર તેમનાં કોઠાસૂઝ, વીરતા, વિનોદ, હાજરજવાબ, બહારથી રુક્ષ, પણ અંદરથી કોમળ, સચ્ચાઈનો આગ્રહ, લોખંડી મનોબળ, સાદગી, સરળતા જેવા ગુણોને લીધે મહાન બન્યા છે.

ભાષાસજવા
સાદું, સંયુક્ત, મિશ્ર કે સંકુલ વાક્ય
(1) સાદું વાક્ય આજે સૌ મંદિરે ગયા છે. સાદા વાક્યમાં એક કર્તા અને એક ક્રિયાપદ હોય છે. સાદાં વાક્યો ત્રણ પ્રકારનાં હોય છે?

  • વિધાનવાક્ય : આજે નવરાત્રિ છે.
  • આજ્ઞાર્થવાક્ય : નીશા, બજારમાં જઈને શાક લઈ આવજે.
  • પ્રશ્નાર્થવાક્ય મયૂર આવ્યો? તારી સાથે બીજું કોણ આવ્યું છે?

(2) સંયુક્ત વાક્યઃ મારે મત આપવા જવું હતું, પણ મારી ઉંમર 18 વર્ષની નથી.
અને, પણ, તથા, અથવા, કે જેવા સંયોજકોથી જોડાયેલાં વાક્યોને સંયુક્ત વાક્ય કહે છે.

(૩) મિશ્ર કે સંકુલ વાક્ય: ‘ભણવા બેસ’ એમ કહીને પિતાએ દીકરાને રમવા જતા રોક્યો, પણ માએ એને “ભણીને રમવા જજે’ એમ કહ્યું.

એક વાક્ય મુખ્ય હોય છે અને અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલાં હોય ત્યારે મિશ્ર કે સંકુલ વાક્ય બને છે. આવાં વાક્યો વચ્ચે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યનો સંબંધ હોય છે. આ વાક્યોમાં અમુક સંયોજકોનો ઉપયોગ થાય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી

“કે, “જે. તે’, “જેવું…. તેવું, ‘જ્યારે ત્યારે, “જેમ.. તેમ, “જ્યાં સુધી… ત્યાં સુધી’, “જો … તો, ‘જ્યાં … ત્યાં જેવા સંયોજકોથી મુખ્ય અને ગૌણ વાક્યો જોડાય છે. જોકે, ઘણી વાર “જો … તો કે “જે … તે’માં

“જો કે જે અધ્યાહાર હોય છે. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય મુખ્ય વાક્યનો વિસ્તાર કરવા માટે ક્રિયાવિશેષણ તરીકે અથવા કર્મ કે શરતરૂપે આવે છે.

સામાસિક શબ્દો

સ્વતંત્ર અર્થ ધરાવતા બે શબ્દો ભેગા મળીને ત્રીજો શબ્દ બને છે. આવા શબ્દને સામાસિક શબ્દ કહે છે. દા. ત., આગગાડી, છાત્રાલય, નરસિંહ, હરિણાક્ષી વગેરે.

અખંડ ભારતના શિલ્પી શબ્દાર્થ

  • શિરછોગું – શિર ઉપર શોભતું છોગું.
  • દોર – સૂત્ર.
  • વેળા – સમય.
  • બિરુદ – ઉપાધિ, ઉપનામ.
  • ઓછપ – ખામી.
  • અધૂરપ – અધૂરાપણું, ઊણપ.
  • કાખલાઈ – બગલમાં થતું ગૂમડું.
  • ઈલાજ – ઉપચાર.
  • ધગધગતો – ખૂબ તપાવેલો.
  • અવઢવ – ઢચુપચું, મૂંઝવણ,
  • ભ્રાતૃભાવ – ભાઈ માટેનો
  • પ્રેમ – લાગણી
  • અનન્ય – અદ્વિતીય, અજોડ.
  • પરિશ્રમ – મહેનત.
  • બુદ્ધિચાતુર્ય – બુદ્ધિની ચતુરાઈ.
  • નામના – કીર્તિ, પ્રતિષ્ઠા.
  • રુક્ષ – બરડ, કઠોર.
  • બોલી – વાણી, ભાષા.
  • આખાબોલાપણું – ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વિના સાચું કહી નાખવું.
  • બરછટ – ખરબચડું. Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી
  • ખાસિયત – વિશેષતા.
  • શેહ – શરમ – આમન્યા, મર્યાદા.
  • જોમ – જુસ્સો – પ્રબળ આવેગ.
  • જાગ્રત – સજાગ, સાવધાન.
  • પત્રિકા – નાનું છાપું કે ચોપાનિયું.
  • ચેતવણી – સૂચના, તાકીદ.
  • મહાલવું – ખાવુંપીવું અને મોજ માણવી, લીલાલહેર કરવી.
  • છાવણી – લશ્કરને રહેવા માટેનો પડાવ.
  • તવંગર – શ્રીમંત, પૈસાદાર.
  • કોમ – નાતજાત.
  • ખોળિયું – દેહ, શરીર.
  • દમડી – પૈસો, દામ.
  • વિનોદી – રમૂજી.
  • ગફલત – ભૂલ.
  • છટાથી – અદાથી.
  • દાઝેલી દાળ – બળી ગયેલી દાળ.
  • વેઠવું – સહન કરવું.
  • દાંડીયાત્રા – ઈ. સ. 1930માં અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો એટલે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડી નામના ગામ સુધી
  • કરેલી યાત્રા.
  • ધરપકડ – ગિરફતારી.
  • જંગ – લડત.
  • આંદોલન – ચળવળ.
  • ગગનભેદી – આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ).
  • નારા – સૂત્રો.
  • ગજવવું – ગર્જના કરવી.
  • ખપે એવું – (અહીં) માફક આવે એવું.
  • કાજે – માટે, ખાતર.
  • યાતના – કષ્ટ, દુઃખ.
  • ઝલક – ઝાંખી. Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી
  • લોખંડી પુરુષ – લોખંડના જેવું દઢ મનોબળ ધરાવનાર પુરુષ.
  • તૌલતા – ચકાસણી કરતા.
  • ભેદ – રહસ્ય.
  • દુરાવ – અંતર.
  • ગરજ – નિસબત, જરૂર.
  • કઠોર – આકરું.
  • નગ્ન – ઉઘાડું.
  • જબાન – જીભ, (અહીં) વાણી.
  • જબરદસ્ત – મજબૂત.
  • પકડ – કાબૂ.
  • દમન – કેર, જોરજુલમ
  • અગ્રેસર – આગેવાન.
  • ધર્મયુદ્ધ – ધર્મ માટે ધર્મ દ્વારા થતું યુદ્ધ.
  • મંડાણ – શરૂઆત.
  • પ્રખર – જાજરમાન, (અહીં) પ્રભાવશાળી.
  • આરાધવું – ઉપાસના કરવી, (અહીં) સ્વીકારવું.
  • પાવિત્ર્ય – પવિત્રતા.
  • મનસૂબો – ઇચ્છા, ઈરાદો.
  • વિલીનીકરણ – વિલીન કરવું, સમાવી દેવું.
  • કપરી – મુશ્કેલ.
  • કુનેહપૂર્વક – યુક્તિથી, ચતુરાઈથી.
  • કડપ – કડકાઈ, સખતાઈ.
  • માળખું – ખોખું, ઢાંચો, (અહીં)
  • બંધારણ સામેલ – સમાવેશ.
  • નાબૂદ – સમૂળગું નાશ કરવું.
  • વિકલ્પ – પર્યાય. બક્ષવું – આપવું.
  • સચિવ – સહાયક કાર્યકર, સેક્રેટરી.
  • અંગારો – સળગતો કોલસો.
  • આંધી – ધૂળનું તોફાન, વાવાઝોડું.
  • વૈર્ય – ધીરજ. Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી
  • કણી – (અહીં) કૃતજ્ઞ.
  • જીવનમંત્ર – જીવનનો આદર્શ.
  • ઊલટથી – ઉત્સાહથી.
  • નાનપ – લઘુતા.

અખંડ ભારતના શિલ્પી રૂઢિપ્રયોગ

  • પરસેવો પાડવો – સખત મજૂરી કરવી.
  • આત્મસાત્ થઈ જવું – એકરૂપ થઈ જવું.
  • દંગ રહી જવું – ચોંકી જવું,
  • ચકિત થઈ જવું. એકરાગ થવું – સંપીને રહેવું.
  • એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તવું- સાથે મળીને સંપીને રહેવું.
  • કાયમ રહેવું – મક્કમ રહેવું.
  • જીવ્યું ન જીવ્યું થઈ જવું – (નિષ્ફળતાને લીધે) જીવન જીવવાલાયક ન રહેવું.
  • બોજામાં પડવું – ભારરૂપ થવું.
  • તાજ મુકાવવા – (અહીં) સત્તા છોડાવવી.
  • નાડ પારખવી – મન જાણવું, વલણ ઓળખી જવું.
  • પકડ હોવી – વશમાં હોવી, કાબૂમાં હોવી.
  • ટકોરા મારીને કહેવું – આગ્રહ રાખીને ચેતવણી આપવી.
  • મનસૂબા ઘડવા – વિચાર કરવા.
  • પાર પાડવું – સફળતાપૂર્વક પૂરું કરવું.
  • છતું કરવું – ઉઘાડું કરવું, જાહેર કરવું. Class 8 Gujarati Textbook Solutions Chapter 15 અખંડ ભારતના શિલ્પી
  • પ્રેમથી તરબોળ કરવું – ખૂબ પ્રેમ આપવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *