Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી Textbook Questions and Answers

વળાવી બા આવી અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે.
(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.
(ખ) લગ્નપ્રસંગ પૂરો થઈ ગયો છે.
(ગ) બધાંને પ્રવાસે સાથે જવાનું છે.
(ઘ) ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.
ઉત્તરઃ
(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 2.
ભાભીનું ભર્યું ઘર… એટલે શું?
(ક) સુખી-સમૃદ્ધ ઘર
(ખ) પરિવાર સાથેનું ઘર
(ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર
(ઘ) ભાભીએ વસાવેલું ઘર
ઉત્તરઃ
(ખ) પરિવાર સાથેનું ઘર

પ્રશ્ન 3.
સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?
(ક) ધંધાર્થે
(ખ) ઝઘડાના ડરથી
(ગ) પોતપોતાના વિકાસ માટે
(ઘ) અભ્યાસ માટે
ઉત્તરઃ
(ક) ધંધાર્થે

પ્રશ્ન 4.
સંતાનોને કોણ વળાવવા ગયું?
(ક) પાડોશી
(ખ) સગાંસંબંધી
(ગ) બા
(ઘ) મિત્રો
ઉત્તરઃ
(ગ) બા

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 5.
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.
(ક) દર્શક
(ખ) સ્નેહરશ્મિ
(ગ) સુંદરમ્
(ઘ) ઉશનસ્
ઉત્તરઃ
(ઘ) ઉશનસ્

2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સંતાનો પાછાં વિદાય કેમ થાય છે?
ઉત્તરઃ
દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો પાછાં વિદાય થાય છે.

પ્રશ્ન 2.
દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?
ઉત્તરઃ
દિવાળીના વૅકેશનમાં બાનું ઘર એમનાં પુત્રો, પુત્રવધૂઓ તથા બાળકોથી હર્યુંભર્યું તથા આનંદકિલ્લોલથી ગુંજતું હતું.

પ્રશ્ન 3.
ઘર શાંત કેમ થઈ ગયું?
ઉત્તરઃ
સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અરધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું.

પ્રશ્ન 4.
ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ કર્યું હતું?
ઉત્તરઃ
ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતાં બાનાં સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 5.
બા પગથિયાં પાસે કેમ બેસી ગયાં?
ઉત્તરઃ
પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયાં પર જ બેસી ગઈ.

વળાવી બા આવી સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
ઉત્તરઃ
વિદાયની આગલી રાતે વડીલોનાં ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધૂઓ અને તેમનાં બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતાં રહેવાનાં હતાં.

ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સૂમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું.

પ્રશ્ન 2.
વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે?
ઉત્તરઃ
વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ “પ્રિયવચનમંદસ્મિતવતી’ કહી છે.

2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? વિચારીને ચર્ચા કરો.
ઉત્તર :
બાને મૂકીને જતા ભાઈઓને માતાપિતા તથા ફોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહિ અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી.

3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :

સવારે ભાભીનું …………………….. પ્રિયવચનમંદસ્મિતવતી.
ઉત્તરઃ
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અધ વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની,
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

4. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :

પ્રશ્ન 1.
વળાવી બા આવી ……………………… પડી બેસી પગથિયે.
ઉત્તરઃ
ધંધાર્થે દૂર દૂર વસતાં સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમનાં માતાપિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાનાં સંતાનોને વળાવીને આવે છે.

ઘરમાં અને વૃદ્ધજનોનાં જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે.

આ પંક્તિઓ માના વાત્સલ્યભાવને પ્રગટ કરે છે.

5. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. જનની :
  2. રજની :
  3. ભાર્યા :
  4. જરઠ :
  5. નવોઢા :

ઉત્તરઃ

  1. જનની = માતા, જનેતા
  2. રજની = રાત્રિ, નિશા
  3. ભાર્યા = પત્ની, વધૂ
  4. જરઠ = ઘરડું, વૃદ્ધ
  5. નવોઢા = નવપરિણીત, નવવધૂ

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  • નિયત ✗
  • મિલન ✗
  • મંદ ✗
  • સ્મિત ✗

ઉત્તરઃ

  1. મિલન ✗ વિરહ
  2. નિયત ✗ અનિયત
  3. મંદ ✗ તીવ્ર
  4. સ્મિત ✗ રુદન

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

7. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો :

  1. સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
  2. કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને
  3. આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી
  4. નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
  5. ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.

ઉત્તરઃ

  1. ગઈ અધ વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
  2. જવાનાં કાલે તો; જનકજનની ને ઘર તણાં,
  3. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
  4. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
  5. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,

વળાવી બા આવી પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
મણિલાલ દેસાઈનું ‘બાને” કાવ્ય (સૉનેટ) મેળવી શાળામાં રજૂ કરો.
ઉત્તર :

બાને

ગયાં વીતી વર્ષો દસ ઉપર બે – ચાર તુજથી
થશે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થે કે, કંઈ સહજ વા ગેછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે. વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની?

– મણિલાલ દેસાઈ

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 2.
કરસનદાસ માણેકનું ‘જ્યોતિધામ’ કાવ્ય મેળવી અભ્યાસ કરો.
ઉત્તર :

જ્યોતિધામ

મેં ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં ઘુતિકિરણ એકાઈ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સંતોકેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;
એકાંતોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજમહી સર્યો તેજકણ પામવાને,
વિષે વન્યા, પણ, સકલ ભંડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્યપીયૂષ ધારા.
તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુઃખનો લેશ ભાસ !
જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !

કૌમાર્યો, બા, જનકજનની ભાઈના મહાપ્રયાણો
જોઈ રોઈ, ડગી ને, ઝગી શ્રદ્ધા, ઊડ્યા જાગી પ્રાણો!
પીયેર્યામાં પછી હૃદયના સ્ત્રોત તે મુક્ત વાળ્યા,
દીધું સર્વે, સહજ મળિયું લીધું, ના ઉર બાળ્યાં !
ને વસ્તારી અમલકુલમહી, બા, તું જ્યારે પધારી,
ના રાજ્ઞી થે, નવવધૂ બની ફક્ત સેવા સ્વીકારી !
ઇશેચ્છાએ, કુદરતતણા કાનૂને, વા અકસ્માત્
આવ્યું તે સૌ સહ્યું, લઘું ય તે, સર્વદા હૈયે ધારી !

જ્વાળામુખી સળગી શમિયા, ભૂમિકમ્પો વહ્યા એ,
ઉત્પાતોના અમર દિસતા વીરમ્યા વાયરા યે :
એ સો વચ્ચે સ્મિતપટ થકી રોકતી નેનવારિ ગાંધારી,
બા, સુણી, પણ તને રૂબરૂ મેં નિહાળી !
તેં ના માય અફળ વલખાં ઇન્દ્રિયારામ માટે :
તું જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે

– કરસનદાસ માણેક

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 3.
માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા, લોકકથાનું સાહિત્ય વાંચો તથા સીડી, કૅસેટ મેળવીને ઉપયોગ કરો.
ઉત્તર :
નોંધઃ વિદ્યાર્થીઓએ શાળાની લાઇબ્રેરીમાં જઈ, માતૃપ્રેમને પ્રગટ કરતી નવલકથા તથા લોકકથા મેળવીને વાંચવી તથા સીડી અને કેસેટની દુકાનમાં જઈ માતૃપ્રેમને પ્રગટ કરતી સીડી અને કેસેટ મેળવી તેને સાંભળવી.

પ્રશ્ન 4.
‘વાત્સલ્યમૂર્તિ મા’ વિષય પર ચર્ચાસભા કરો.
ઉત્તર :
માનું વાત્સલ્ય અનોખું હોય છે. જેમ ગાય વાછરડાને જન્મ આપે છે, એને પીડા થાય છે. વાછરડું ગંદું હોય, પણ ગાય એની પરવા કર્યા વગર વાછરડાને જીભથી ચાટે છે. માના વાત્સલ્યની આ રીત નિરાળી હોય છે. બાળક તરફ માતાને સ્વાર્થદષ્ટિ કે દોષદષ્ટિ હોતી નથી.

જે રીતે ગાય તેના ગંદા વાછરડાને ચાટીચાટીને સ્વચ્છ બનાવે છે તે જ રીતે વાત્સલ્યથી માતા શિશુના દોષ સામે જોતી નથી. માતાના પ્રેમમાં દોષને ગુણ બનાવી લેવાની અપ્રતિમ શક્તિ હોય છે.

માની મમતા અમૃતથી પણ વધુ મધુર હોય છે. નદીને કોઈએ કહ્યું : “આ કાંઠે ઊગેલાં વૃક્ષો તને કેવાં પજવે છે! તારા પાણીમાં પાંદડાં નાખી તેને ગંદું કરે છે. વૃક્ષો ઉપર બેઠેલાં પંખીઓ પણ તારા પાણી ઉપર જાતજાતનો કચરો નાખે છે. તું એમને ઉખેડીને ફેંકી દે ને.”

નદીએ કહ્યું : “આવું મારાથી શી રીતે બને? મારા પાણીથી પોષી મેં એમને ઉછેર્યો છે. હું એમની મા છું.”

આમ, પોતાનાં સંતાનોને લાડ લડાવતી દરેક મા વાત્સલ્યમૂર્તિ છે.

Std 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી Additional Important Questions and Answers

વળાવી બા આવી પ્રસ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર :
ઘરમાં ફક્ત વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ જ રહે છે. માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાનાં પુત્રો, પુત્રવધૂઓ તથા તેમનાં સંતાનોથી હર્યુંભર્યું અને આનંદકિલ્લોલથી ગુંજી ઊઠે છે. બાની ખુશી સમાતી નથી.

રજાઓ પૂરી થતાં બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહિત વળાવી આવે છે. બપોરે બા એના નાના બે પુત્રોને અને તેમની નવપરિણીત પુત્રવધૂઓને વળાવીને પાછી આવે છે. બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને તે ઘરમાં દાખલ થતાં જ પગથિયે બેસી પડે છે.

આમ, “વળાવી બા આવી’ કાવ્યમાં કવિએ બાનો એમનાં સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ગઈ અર્ધી વસ્તી’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
ત્રણ ભાઈઓમાંથી નાના બે ભાઈઓ નવપરિણીત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અરધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ‘ગઈ અધ વસ્તી એમ કહે છે.

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ?
ઉત્તર :
દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું.

પ્રશ્ન 2.
વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો.
ઉત્તરઃ
વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતી.

પ્રશ્ન 3.
વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે?
ઉત્તરઃ
વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો; કારણ કે તેમનાં સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતાં હતાં. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“સદાનાં ગંગામાસ્વરૂપ” શબ્દો શું સૂચવે છે?
ઉત્તરઃ
“સદાનાં ગંગામાસ્વરૂપ’ શબ્દો સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલાં હતાં.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 2.
નવોઢા ભાર્યાઓ એટલે કોણ?
ઉત્તરઃ
‘નવોઢા ભાર્યાઓ” એટલે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
ઘરમાં કોણ કોણ રહેતાં હતાં?
A. માતાપિતા તથા સંતાનો
B. માતાપિતા
C. વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ
D. માતા અને તેના નાનાં બે પુત્રો અને પુત્રવધૂઓ
ઉત્તરઃ
C. વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ

પ્રશ્ન 2.
નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા?
A. પોતાનો સામાન
B. પોતાની નવપરિણીત પત્નીઓને
C. ફોઈને
D. માતાપિતાને
ઉત્તરઃ
B. પોતાની નવપરિણીત પત્નીઓને

પ્રશ્ન 3.
ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું?
A. વિરહ
B. આંસુ સારતાં ફોઈ
C. સૂમસામ બેઠેલા પતિ
D. ચારે બાજુ વીખરાયેલાં રમકડાં
ઉત્તરઃ
A. વિરહ

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

પ્રશ્ન 4.
ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી?
A. ઓસરીમાં
B. હિંડોળા પર
C. પગથિયે
D. પલંગ પર
ઉત્તરઃ
C. પગથિયે

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (નિયત, ઘરડાં, ગૃહવ્યાપી)

(1) સદાનાં ગંગામાસ્વરૂપ …………………………. ફોઈ.
(2) …………………………. જોયો વિરહ, પડી બેસી પગથિયે.
(3) નિહાળ્યો સૌ વચ્ચે …………………………. કરી બેઠો નિજ જગા.
ઉત્તરઃ
(1) ઘરડાં
(2) ગૃહવ્યાપી
(3) નિયત

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) રજાઓ ઉનાળા તણી થઈ પૂરી.
(2) લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ.
(3) વસેલાં શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજનાં.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું

વળાવી બા આવી વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખોઃ

  • જનક = પિતા, તાત
  • ધંધો = વ્યવસાય, વ્યાપાર
  • સ્મિત = હાસ્ય, મલકાટ

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

  • પ્રિય ✗ અપ્રિય

3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાસ્વરૂપ
ઉત્તરઃ
ગંગામાસ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર, સંતાન

4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • નવી પરણેલી સ્ત્રી – નવોઢા
  • પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી – પ્રિયવચનમંદસ્મિતવતી
  • વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ – ગંગાસ્વરૂપ (ગં. સ્વ.)

5. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:

  1. દીવાળિ
  2. ધંધારશે
  3. મંદસ્મીતવતિ
  4. ગ્રહવિયાપી

ઉત્તર :

  1. દિવાળી
  2. ધંધાર્થે
  3. મંદસ્મિતવતી
  4. ગૃહવ્યાપી

વળાવી બા આવી Summary in Gujarati

વળાવી બા આવી કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી 1
ઉશનસ્  [જન્મ: 28 – 09 – 1920, મૃત્યુઃ 07 – 11 – 2011]

કામધંધાર્થે દૂર વસતાં સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાને વતન આવ્યાં છે. અહીં તેમનાં માતાપિતાની સાથે ઘરડાં ગંગાસ્વરૂપ ફોઈ પણ રહે છે. રજાઓના દિવસોમાં પુત્રો, પુત્રવધુઓ તથા તેમનાં બાળકોના આનંદકિલ્લોલથી ઘર હર્યુંભર્યું થઈ ગયું છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

વૃદ્ધજનોના દિવસો તેમનાં પણ આનંદમાં પસાર થાય છે. રજાઓ પૂરી થતાં બા બધાં સંતાનોને એક પછી એક વળાવીને ઘેર પાછી ફરે છે. સંતાનોના જવાથી આનંદકિલ્લોલથી ગુંજતું ઘર સૂનું થઈ ગયું છે. એ સૂના ઘરમાં જાણે વિરહ ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.

ઘરને સૂમસામ જોઈને વૃદ્ધ મા પગથિયે જ બેસી પડે છે. આ કાવ્યમાં કવિએ માના હૃદયની મૂક વેદનાને અસરકારક રીતે રજૂ કરી છે.

વળાવી બા આવી કાવ્યની સમજૂતી

દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. ધંધાર્થે દૂર દૂર વસેલાં પોતાનાં સંતાનો તો હવે કાલે જશે. પછી માતાપિતા અને ઘરમાં રહેતાં વિધવા ફોઈ – સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલન(આગલી)ની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી(જમાવીને બેઠેલો જોયો. તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયાં.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી 2

(બીજે દિવસે) સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા. આમ, અરધી વસ્તી ઓછી થઈ ગઈ. આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરિણીત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઊપડ્યા. પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી; તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી પડી.

ભાષાસજજતા

સૉનેટ શું છે?
સૉનેટ અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક કાવ્યપ્રકાર છે. એ ઊર્મિકાવ્યનો જ એક પ્રકાર છે. એમાં મુખ્યત્વે ઊર્મિ કે સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુવળાંક આવે છે. વસ્તુવળાંક એ સૉનેટનું મહત્ત્વનું તત્ત્વ છે. એમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવનદર્શન રજૂ થાય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી

સ્વરૂપની દષ્ટિએ જોઈએ તો સૉનેટમાં 14 પંક્તિઓ હોય છે. એમાં 8 + 6 = 14 અથવા 6 + 6 + 2 = 14 એવા ભાગ પડે છે. અર્થાત્ સૉનેટમાં 14 પંક્તિઓ, એના બે કે વધુ ભાગ અને વસ્તુવળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી છે.

કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના આ કાવ્યસ્વરૂપ “સૉનેટ’માં “મોગરો’, ‘વધામણી” અને “ભણકારા’ નામના કાવ્યસંગ્રહો આપ્યા છે. ત્યાર પછી અનેક કવિઓએ સૉનેટો લખ્યાં છે. આમ, ગુજરાતી સાહિત્યમાં કવિઓએ “સૉનેટની પરંપરાને સમૃદ્ધ કરી છે.

વળાવી બા આવી શબ્દાર્થ

  • અલિત થવું ભંગ થવું. ધંધાર્થે – ધંધા કે વ્યવસાય માટે,
  • ગંગામાસ્વરૂપ – વિધવા સ્ત્રીના નામ આગળ મુકાતું વિશેષણ.
  • નિજનું પોતાનું જનક – પિતા. જનની માતા.
  • સદાનાં ગંગામાસ્વરૂપ – નાની વયમાં વિધવા થયેલાં.
  • લખાયેલો કર્મે – નસીબમાં લખાયેલો.
  • રજની – રાત્રિ.
  • નિયત – નક્કી કરેલું.
  • ઉવેખી – અવગણીને, દરકાર કર્યા વિના.
  • જરઠ – ઘરડું, વડીલ.
  • વિરહ – વિયોગ.
  • અવર – બીજા.
  • નવોઢા – નવી પરણેલી સ્ત્રી, નવવધૂ.
  • ભાર્યા – પત્ની.
  • પ્રિયવચનમંદસ્મિતવતી – પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી.
  • ક્રમશઃ – એક પછી એક.
  • ગૃહવ્યાપી – ઘરમાં ફેલાયેલો. Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી
  • પડી બેસી પગથિયે – (અહીં) સ્વજનના વિરહથી ભાંગી પડેલી બા પગથિયે જ બેસી પડી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *