Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

1. નીચેના વિષયો પર પાંચથી સાત વાક્યો લખો :

પ્રશ્ન 1.
1. મારું બાળપણ
2. મારા ગામનું પાદર
3. ઉનાળાની બપોર
ઉત્તર :
1. મારું બાળપણ : આજે તો હું શહેરમાં રહું છું, પણ મારું બાળપણ રામનગર નામના નાના ગામમાં વીત્યું હતું. મારા બાળપણનાં સંસ્મરણો મને આજે પણ યાદ છે. બાળપણમાં અમે દોસ્તો ભેગા મળી ખૂબ ધીંગામસ્તી કરતા. ગિલ્લીદંડા, સાતોલિયું અને આમલી-પીપળી જેવી ૨મતો રમતા. ખેતરમાં જતા. ખેતરમાં બા-બાપુજીને ખેતીકામમાં મદદ કરતા. નિશાળ પણ અમારા ગામમાં જ હતી. અમને ભણવાની ખૂબ મજા આવતી. આજે શહેરમાં હું પ્રતિષ્ઠિત ડૉક્ટર દર્દીઓની સેવા કરું છું. સમાજની સેવા કરવાના સંસ્કારો પણ મને બાળપણમાંથી જ પ્રાપ્ત થયા છે.

2. મારા ગામનું પાદરઃ જુઓ પાઠ 9, ‘સ્વાધ્યાયનો’ પ્રશ્ન 4.
3. ઉનાળાનો બપોરઃ તાપથી અકળાવી મૂકતો ઉનાળાની – બપોર આપણને ન ગમે તે સ્વાભાવિક છે. ઉનાળામાં સવારે થોડીક ઠંડક હોય છે. પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે, સૂરજ માથા પર અાવતાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે.

બપોરે રસ્તાઓ પર માણસોની અવરજવર ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ રહે છે. તેઓ ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે એરકંડિશનરનો આશરો લે છે. વટેમાર્ગુઓ પણ વૃક્ષની છાયામાં વિસામો કરે છે. પશુ-પંખીઓ પણ કોઈ પણ ઝાડના આશરે જતાં રહે છે. ભેસો તળાવમાં નહાતી નજરે પડે છે.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

2. ‘વર્ષાઋતુ’ વિશે આઠ-દસ વાક્યો લખો.

પ્રશ્ન 1.
‘વર્ષાઋતુ’ વિશે આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
વર્ષાઋતુનું આગમન થતાં આકાશમાં કાળાં કાળાં વાદળાં છવાઈ જાય છે. વીજળીના ચમકારા, વાદળાંનો ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડે છે. ચારેબાજુ પાણી પાણી થઈ જાય છે. નદી-સરોવરો છલકાઈ ઊઠે છે. માક્લો-દેડકાં જેવા જીવો આનંદમાં આવી જાય છે, મોર કળા કરીને નાચે છે, વૃક્ષો ખીલી ઊઠે છે, ચારેબાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે.

થોડા જ દિવસમાં ચારે દિશાઓમાં લીલોતરી છવાઈ જાય છે. જાણે ધરતીમાતાએ નવાં વસ્ત્રો ધારણ કર્યા ન હોય ! વરસાદ ધરતીનો પ્રાણ છે, વરસાદથી જ પ્રાણીમાત્રને ખોરાક અને પીવા માટે પાણી – મળી રહે છે. નાનાં બાળકો કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકે છે અને વરસાદના પાણીમાં નહાવાનો આનંદ માણે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો :

પ્રશ્ન 1.
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે ?
(ક) કંકુવરણી
(ખ) સોનાવરણી
(ગ) ઘઉંવરણી
(ધ) રક્તવરણી
ઉત્તર :
(ખ) સોનાવરણી

પ્રશ્ન 2.
કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા ?
(ક) હટાણું
(ખ) ફરવા
(ગ) ગામ જોવા
(ઘ) ગોળ લેવા
ઉત્તર :
(ક) હટાણું

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

પ્રશ્ન 3.
નોકરને જવાબ શીખવનાર કોણ હતું ?
(ક) અકબર
(ખ) બિરબલ
(ગ) બેગમ
(ઘ) ફાંસીગર
ઉત્તર :
(ખ) બિરબલ

4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે ?
ઉત્તર :
જુઓ પાઠ 6, ‘અભ્યાસ’નો પ્રશ્ન 2, (1).

પ્રશ્ન 2.
બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો ?
ઉત્તર :
જુઓ પાઠ 8, ‘અભ્યાસ’નો પ્રશ્ન 2. (1).

પ્રશ્ન 3.
સાહેબને આવતા જોઈ છોકરાં શું કરતાં ?
ઉત્તર :
જુઓ પાઠ 9, ‘અભ્યાસનો’ પ્રશ્ન 2. (2).

5. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :

પ્રશ્ન 1.
નદિયુંનાં જલ નીતર્યા
લોકોમાં લીલાલ્હેર રે…
ઉત્તર :
વરસાદ ભરપૂર વરસ્યો છે. ખેડૂતોમાં એનો આનંદ છે. વરસાદને પરિણામે નદી બંને કાંઠે છલકાઈ ગઈ છે. આ જોઈ લોકોને લીલાલહેરનો અનુભવ થાય છે.

પ્રશ્ન 2.
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતા ના;
શિસ્ત, શાંતિ ને સેવાનો તું, પાઠ સૌને આયે જા.
ઉત્તર :
પરિસ્થિતિ ભલે વિપરીત હોય, મુશ્કેલીઓ ભલે મેં ફાડીને સામે ઊભી હોય, તું તારી હિંમત ખોઈશ નહિ. તું નિઃસ્વાર્થ ભાવે કામ કરજે, સ્વાર્થી ન બનતો. શિસ્ત, શાંતિ અને સેવાને તારા જીવનમાં સ્થાન આપજે. એ પાઠ તું અન્યને પણ શીખવતો જજે.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

6. નીચેની પંક્તિઓ કયા કાવ્યની છે તે લખો :

પ્રશ્ન 1.

 1. લીલો કંચન બાજરો ને ઊજળો દૂધ કપાસ રે…….
 2. અંતરને અજવાળી વીરા……..
 3. રંગેચંગે કામ કરીએ થાય મલક આબાદ રે…….
 4. દુર્ગમ પંથ કાયે જા…….

ઉત્તર :

 1. મહેનતની મોસમ
 2. પગલે પગલે
 3. મહેનતની મોસમ
 4. પગલે પગલે

7. નીચે ‘આ’ વિભાગમાં કૃતિનાં નામ આપ્યાં છે. સામે ‘બ’ વિભાગમાં તેના કર્તાનાં નામ આપ્યાં છે. તેને યોગ્ય રીતે જોડો.

પ્રશ્ન 1.
નીચે ‘આ’ વિભાગમાં કૃતિનાં નામ આપ્યાં છે. સામે ‘બ’ વિભાગમાં તેના કર્તાનાં નામ આપ્યાં છે. તેને યોગ્ય રીતે જોડો.
Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 1
ઉત્તર :

‘અ’ ‘બ’
1. મહેનતની મોસમ 1. સંતબાલ
2. લેખણ ઝાલી નો રહી.., 2. નાથાલાલ દવે
3. પગલે-પગલે 3. ડો. કિશોરસિંહ સોલંકી
4. પાદરા 4. રાવરસિંહ જદવ

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

8. ક. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

 1. જિગર
 2. પ્રસંગ
 3. ગોંદરું
 4. વિસામો

ઉત્તર :

 1. જિગર – દિલ, હૈયું
 2. પ્રસંગ – બનાવ, ઘટના
 3. ગૌરું – પોદર
 4. વિસામો – વિશ્રામ

ખ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

પ્રશ્ન
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

 1. આભ
 2. હિંમત
 3. દુર્ગમ
 4. અજવાળું

ઉત્તર :

 1. આભ × ધરતી
 2. હિંમત × નાહિંમત
 3. દુર્ગમ × સુગમ
 4. અજવાળું × અંધારું

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

ગ. નીચે આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો :

પ્રશ્ન 1.
નીચે આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો :
હાસ્ય, ફૂલ, કબીરવડ, દૂધ, હૂંફ, નદી, અકબર, પાણી, બચકું, સ્મિત, લીમડો, ધરતી, ઘઉં, સભા, ધર્ય, પંખી, રવિશંકર મહારાજ, સ્નેહ, ટુકડી, શેઠ, પંચ, ઘી, તાંબુ, કહળસંગ.
Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 2
ઉત્તર :
Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 3

ઘ. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
1. વ્હાણાં વાઈ જવાં
2. લાલપીળા થઈ જવું
3. લહાવો લેવો
ઉત્તર :
1. વહાણાં વાઈ જવાં – સમય જતો રહેવો.
વાક્ય : આઝાદી મળી એ વાતને આજે વહાણાં વાઈ ગયાં.

2. લાલપીળા થઈ જવું – ખૂબ ગુસ્સે થઈ જવું.
વાક્ય : મહેશનું તોફાન જોતાં જ શિક્ષક લાલપીળા થઈ ગયા.

3. લહાવો લેવો – આનંદ માણવો, આનંદનો ઉપભોગ કરવો.
વાક્ય : શ્રાવણના ઝરમર વરસાદનો અમે લહાવો લીધો.

Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2

9. પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખો.

પ્રશ્ન 1.
પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખો.

10. ક્રમાંક 5 થી 7ની કૃતિમાં આવતી તમને મનપસંદ કોઈ પણ કવિતાનું ભાવવાહી ગાન અને લેખન કરો.

પ્રશ્ન 1.
ક્રમાંક 5 થી 7ની કૃતિમાં આવતી તમને મનપસંદ કોઈ પણ કવિતાનું ભાવવાહી ગાન અને લેખન કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *