Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની …!

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની …! Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની …!

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની …! Textbook Questions and Answers

અભ્યાસ

અભ્યાસ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :

પ્રશ્ન 1.
આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે. કારણ કે.
(ક) સૌ આળસુ થઈ ગયા.
(ખ) સંદેશાવ્યવહારનાં આધુનિક માધ્યમો વધ્યાં.
(ગ) પત્રો મોંધા થયા.
(ઘ) પત્રો મળતા નથી.
ઉત્તર :
(ખ) સંદેશાવ્યવહારનાં આધુનિક માધ્યમો વધ્યાં.

પ્રશ્ન 2.
સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે. તેનું કારણ…
(ક) રણપ્રદેશ છે.
(ખ) વિસ્તાર મોટો છે.
(ગ) ઉદ્યોગો વિકસ્યા છે.
(ઘ) વિકસિત જિલ્લો છે.
ઉત્તર :
(ખ) વિસ્તાર મોટો છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 3.
કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે ?
(ક) જૂના અવશેષો
(ખ) ભરતગૂંથણ
(ગ) સફેદ રેતી
(ઘ) બંદરવિકાસ
ઉત્તર :
(ક) જૂના અવશેષો

પ્રશ્ન 4.
કચ્છમાં નથી…
(ક) નારાયણ સરોવર
(ખ) જેસલ-તોરલની સમાધિ
(ગ) હાજીપીરની દરગાહ
(ઘ) રુદ્રમહાલય
ઉત્તર :
(ઘ) રુદ્રમહાલય

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુ લખશો ?
ઉત્તર :
પત્ર લખતી વખતે અમે અમારું સરનામું જમણી બાજુ સૌથી ઉપર લખીશું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 2.
આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું ?
ઉત્તર :
આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે ‘પૂજય’, ‘આદરણીય’ કે ‘મુરબ્બી’ એવું સંબોધન કરીશું.

પ્રશ્ન 3.
અત્યાર સુધી આપણે કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા ?
ઉત્તર :
અત્યાર સુધી આપણે કચ્છને રણપ્રદેશ તરીકે ઓળખતા હતા.

પ્રશ્ન 4.
કચ્છની સીમાઓ શાનાથી વીંટળાયેલી છે ?
ઉત્તર :
કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલી

પ્રશ્ન 5.
કચ્છની ઉત્તર-પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે ?
ઉત્તર :
કચ્છની ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજય આવેલું છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 6.
ધોળાવીરા ક્યાં આવેલું છે ?
ઉત્તર :
ધોળાવીરા ખડીર બેટની વચ્ચે આવેલું છે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કચ્છનું નામ કેવી રીતે પડ્યું ?
ઉત્તર :
વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું.

પ્રશ્ન 2.
કચ્છજિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો.
ઉત્તર :
કચ્છની ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા મહેસાણા, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે, દક્ષિણ-પશ્ચિમે અરબી સમુદ્ર ઘૂઘવે છે.

પ્રશ્ન 3.
આ પત્રમાં કચ્છના કયા-કયા જાણીતાં સ્થળોનો ઉલ્લેખ થયો છે ?
ઉત્તર :
આ પત્રમાં કચ્છનું નાનું રણ, મોટું રણ, ખડીરબેટ, ધોળાવીરા, નારાયણ સરોવર, ધીણોધર, કાળો અને ભુજિયો ડુંગર, ભુજ, કંડલા, ગાંધીધામ, હાજીપીર દરગાહ વગેરે જેવાં જાણીતાં સ્થળોનો ઉલ્લેખ થયો છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 4.
કંડલા બંદર વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર ગણાય છે. અહ, ચાર કે પાંચ મધ્યમકક્ષાની સ્ટીમરો લાંગરી શકે છે. માલ ઉતારવા માટે વિશાળ ખુલ્લી જગ્યા તેમજ ગોદામો અને રેલવે સાઈડિંગની સગવડ છે. કંડલા બંદરથી 9 કિમી દૂર મુક્ત વ્યાપાર વિસ્તાર આવેલો છે. ઉપરાંત આ જ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત પણ આવેલી છે. અહીંથી આયાત-નિકાસ થાય છે. પેટ્રોલિયમ પેદાશની આયાત મુખ્યત્વે આ બંદરેથી થાય છે.

પ્રશ્ન 5.
દાદા મેકરણ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
મેકરણદાદા કચ્છમાં થઈ ગયા. તેમની પાસે લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો હતા. મેકરણદાદા સેવાભાવી સંત હતા. તેમણે કચ્છના રણમાં તરસ્યા વટેમાર્ગુઓ માટે ફરતી પરબ શરૂ કરી હતી. તેમણે ગધેડા ઉપર પાણી રાખી વર્ષો સુધી તરસ્યાને પાણી પાયું છે. મોતિયો કૂતરો પણ તેમની સાથે જ હોય. આ ત્રણેયની ત્રિપુટીને કચ્છના લોકો આજેય યાદ કરે છે.

2. નીચેનાં સંદેશાવ્યવહારનાં માધ્યમો વિશે ચાર-પાંચ વાક્યો લખો :

પ્રશ્ન 1.
1. ફેક્સ
2. સેલફોન
3. ઇ-મેઇલ
ઉત્તર :
1. ફેંક્સ: લખેલા, છાપેલા પત્ર કે ચિત્રની પ્રતિલિપિ દૂરના સ્થળે તત્કાલ મોકલવાની આ સંચાર પદ્ધતિ છે, મોકલવાના પત્ર કે ચિત્રને ફેંક્સ ઉપકરણમાં મૂકી સામેના સ્થળનો ફેક્સ નંબર લગાવવાથી ઉપકરણનું કિરણ પત્રને વાંચે છે. તેના લખાણ કે ચિત્રનું વીજળી તરંગોમાં રૂપાંતર કરે છે, જે તાર વડે સામે છેડે જઈ ત્યાંના ફેંક્સ યંત્રને સક્રિય કરે છે અને વીજળી તરંગોનું મૂળ સંદેશામાં કે દશ્યમાં રૂપાંતર કરે છે. કાગળ ઉપર તેની પ્રતિલિપિ ઊતરે છે.

2. સેલફોન : સેલફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. સેલફોનની સેવાના વિસ્તારમાં નેટવર્કમાં) જ વાતચીત થઈ શકે છે, તેમાં તાર કે કૅબલની જરૂર રહેતી નથી. વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતાં-ફરતાં પણ વાતચીત કરી શકે છે. કોઈ વ્યક્તિ કવરેજ ક્ષેત્રની બહાર હોય તો વાતચીત થઈ શકતી નથી.

3. ઈ-મેઈલઃ ઈ-મેઇલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ. ઈમેઇલમાં કમ્યુટર, સેલફોન દ્વારા ઈન્ટરનેટથી સંદેશાની આપ-લે થાય છે. પહેલાં આપણે પોસ્ટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાની આપ-લે કરતા હતા. પરંતુ ઈ-મેઇલની વ્યવસ્થાથી સંદેશાવ્યવહાર ઝડપી અને સસ્તો બન્યો છે. ટૂંકમાં ઈ-મેઇલ એટલે વીજાણુટપાલ અને એક પ્રકારની કમ્યુટર, સેલફોન દ્વારા ઇન્ટરનેટથી સંદેશાની આપ-લે કરવાની વ્યવસ્થા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

3. નીચેનાં જોડકાં યોગ્ય વીગત સાથે જોડો :

પ્રશ્ન 1.
Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની 1
ઉત્તર :

‘અ’ ‘બ’
1. ખડીર 2. બેટ
2. ધીણોધર ડુંગર 3. ધોરમનાથની તપશ્ચર્યા
3. કાળો ડુંગર 4. ગુરુ દત્તાત્રેયનાં પગલાં
4. ભુજિયો ડુંગર 5. ભુજ શહેર
5. ગાંધીધામ 1. કચ્છનું આધુનિક ગામ

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
તપશ્ચર્યા, ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, ધીણોધર, સંસ્કૃતિ

……………….., ……………….., ……………….., ………………..

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
ઉત્તર :
શબ્દકોશના ક્રમ અનુસાર શબ્દોની ગોઠવણી : તપશ્ચર્યા, દરિયો, ધીણોધર, ભદ્રેશ્વર, સંસ્કૃતિ, હાજીપીર

5. નીચેના શબ્દોની જોડણી સુધારો :

પ્રશ્ન 1.

  1. કચછ – ………………
  2. પાકૃતીક – ………………
  3. તીરથ – ………………
  4. પ્રદેસ – ………………
  5. સેત્રપાળ – ………………
  6. લીખીતન – ………………

ઉત્તર :

  1. ચછ – કચ્છ
  2. પ્રાકૃતીક – પ્રાકૃતિક
  3. તીરથ – તીર્થ
  4. પ્રદેસ – પ્રદેશ
  5. સેત્રપાળ – ક્ષેત્રપાળ
  6. લીખીતન – લિખિતંગ

Std 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની …! Additional Important Questions and Answers

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપોઃ

  • પ્રવાસ – મુસાફરી
  • ભૂમિ – પૃથ્વી, જમીન
  • ધરા – ધરતી
  • ન્યારી – અનોખી, જુદી
  • સમુદ્ર દરિયો
  • તટ – કિનારો, કાંઠો
  • પ્રસિદ્ધ – વિખ્યાત, જાહેર
  • તપશ્ચર્યા – તપસ્યા

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ

  • મીઠી × કડવી
  • અજાણ્યું × જાણીતું
  • સત્ય × અસત્ય
  • પ્રેમ × નફરત
  • ભરતી × ઓટ
  • કાળું × સફેદ, ધોળું
  • ગુરુ × શિષ્ય
  • પ્રાચીન × અર્વાચીન

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

  • દીવાળી – દિવાળી
  • ભુમી – ભૂમિ
  • વીશિસ્ટ – વિશિષ્ટ
  • પશ્ચિમ – પશ્ચિમ
  • પ્રસીધ્ય – પ્રસિદ્ધ
  • તપશ્ચર્યા – તપશ્ચર્યા

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :

  • લાંબી રજાઓનો ગાળો – વેકેશન
  • કલ્પનાથી ઉત્પન્ન થયેલું – કલ્પેલું, કલ્પિત
  • માનું પિયર – મોસાળ
  • ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન – બેટ
  • કુળનોરાગગજીબનેલું કુદરતી તળાવ, સરોવર, કુંડ – અખાત
  • પીરની કબરની જગા – દરગાહ
  • દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવ-જા માટેનું સ્થાન – બંદર
  • જીવનપર્યતનું – આજીવન

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :

પ્રશ્ન 1.
દિવાળી, તપશ્ચર્યા, ભૂમિ, મોસાળ, ન્યારી, પશ્ચિમ
ઉત્તર :
તપશ્ચર્યા, દિવાળી, ન્યારી, પશ્ચિમ, ભૂમિ, મોસાળ

પ્રશ્ન 2.
રાજધાની, મંદિર, વૈકેશન, હાજીપીર, સુગંધ, સેવા
ઉત્તર :
મંદિર, રાજધાની, વૅકેશન, સુગંધ, સેવા, ઘજીપીર

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 3.
પૂર્વ, પ્રેમ, પ્રદેશ, પ્રસિદ્ધ, પ્રાચીન, પ્રાકૃતિક
ઉત્તર :
પૂર્વ, પ્રદેશ, પ્રસિદ્ધ, પ્રાકૃતિક, પ્રાચીન, પ્રેમ

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
લેખિકા પોતાના ભાઈને પત્ર દ્વારા કયા પ્રદેશનો પરિચય કરાવે છે?
ઉત્તર :
લેખિકા પોતાના ભાઈને પત્ર દ્વારા કચ્છ પ્રદેશનો પરિચય કરાવે છે.

પ્રશ્ન 2.
આપણાથી નાની વ્યકિતને પત્ર લખતી વખતે કેવું સંબોધન કરીશું?
ઉત્તરઃ
આપણાથી નાની વ્યક્તિને પત્ર લખતી વખતે ‘ચિરંજીવી’ કે ‘વહાલું’ જેવું સંબોધન કરીશું.

પ્રશ્ન 3.
કચ્છ જિલ્લામાં પૂર્વથી પશ્ચિમ ફરતાં આશરે કેટલો સમય લાગે છે?
ઉત્તર :
કચ્છ જિલ્લામાં પૂર્વથી પશ્ચિમ ફરતાં આશરે નવ ક્લાક જેટલો સમય લાગે છે.

પ્રશ્ન 4.
પ્રાચીન સમયમાં કોને ભારતનું પ્રવેશદ્વાર ગણવામાં આવતું?
ઉત્તર :
પ્રાચીન સમયમાં કચ્છને ભારતનું પ્રવેશદ્વાર ગણવામાં આવતું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 5.
કચ્છમાં અડસઠ તીર્થમાંનું કર્યું એક સરોવર આવેલું છે?
ઉત્તર :
કચ્છમાં અડસઠ તીર્થમાંનું એક નારાયણ સરોવર આવેલું છે.

પ્રશ્ન 6.
કચ્છમાં કયા કયા ડુંગરો આવેલા છે ?
ઉત્તર :
કચ્છમાં કાળો, લીલિયો, ભુજિયો અને ધીણોધર જેવા ડુંગરો આવેલા છે.

પ્રશ્ન 7.
કચ્છના કયા ડુંગર પર ગુરુ દત્તાત્રેયનાં પગલાં છે ?
ઉત્તર :
કચ્છના ‘કાળો’ નામના ડુંગર પર ગુરુ દત્તાત્રેયનાં પગલાં છે.

પ્રશ્ન 8.
કચ્છનું કયું શહેર ભુજિયા ડુંગર પર વસેલું છે?
ઉત્તરઃ
કચ્છનું ભુજ શહેર ભુજિયા ડુંગર પર વસેલું છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
‘સુગંધ કચ્છની… !’ એકમના રચયિતાનું નામ જણાવો.
A. પિન્કીબહેન પંડ્યા
B. મનુબહેન ગાંધી
C. ડૉ. દર્શના ધોળકિયા
D. ભોળાભાઈ પટેલ
ઉત્તર :
C. ડૉ. દર્શના ધોળકિયા

પ્રશ્ન 2.
‘સુગંધ કચ્છની… !’ પત્ર કોને સંબોધીને લખાયો છે?
A. નાની બહેન સુમિત્રાને
B. નાની બહેન સૌમિત્રીને
C. નાના ભાઈ સૌમિત્રીને
D. નાના ભાઈ સૌમિલને
ઉત્તર :
C. નાના ભાઈ સૌમિત્રીને

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 3.
અત્યાર સુધી આપણે કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખાતા હતા ?
A. દરિયાઈ પ્રદેશ
B. ડુંગરાળ પ્રદેશ
C. રણપ્રદેશ
D. હવાઈ પ્રદેશ
ઉત્તર :
C. રણપ્રદેશ

પ્રશ્ન 4.
‘ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી’ – જેવું વિધાન કયા પ્રદેશ માટે વપરાયું છે ?
A. ચરોતર પ્રદેશ માટે
B. કચ્છ પ્રદેશ માટે
C. રાજસ્થાન પ્રદેશ માટે
D. સોરઠ પ્રદેશ માટે
ઉત્તર :
B. કચ્છ પ્રદેશ માટે

પ્રશ્ન 5.
કરછમાં કેટલાં રણ છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર :
A. બે

પ્રશ્ન 6.
કચ્છમાં પ્રવેશ કરવા માટે ક્યો પુલ તૈયાર કરવામાં આવ્યો છે?
A. હવાબારી
B. દરિયાઈબારી
C. ચંદ્રબારી
D. સૂરજબારી
ઉત્તર :
D. સૂરજબારી

પ્રશ્ન 7.
કચ્છ નામ કઈ રીતે પડ્યું?
A. તેનો આકાર અજગર જેવો હોવાથી
B. તેનો આકાર કાચિંડા જેવો હોવાથી
C. તેનો આકાર કાચબા જેવો હોવાથી
D. તેનો આકાર મગર જેવો હોવાથી
ઉત્તર :
C. તેનો આકાર કાચબા જેવો હોવાથી

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 8.
કચ્છની કઈ દિશામાં કચ્છનો અખાત આવેલો છે?
A. ઉત્તર દિશામાં
B. દક્ષિણ દિશામાં
C. પૂર્વ દિશામાં
D. પશ્ચિમ દિશામાં
ઉત્તર :
B. દક્ષિણ દિશામાં

પ્રશ્ન 9.
કચ્છનો કયો ભાગ ચારે તરફ રસથી ઘેરાયેલો છે ?
A. ખડીર
B. એવન
C. કલાર
D. મેનાર
ઉત્તર :
A. ખડીર

પ્રશ્ન 10.
ખડીર બેટની વચ્ચે કયું નાનું ગામ આવેલું છે?
A. ધોળાવીરા
B. હડપ્પા
C. ભુજ
D. રામપુરા
ઉત્તર :
A. ધોળાવીરા

પ્રશ્ન 11.
ધોરમનાથ તપસ્વીએ કયા ડુંગર પર તપશ્ચર્યા કરેલી ?
A. ચોટીલા
B. પાવાગઢ
C. ધીણોધર
D. ગિરનાર
ઉત્તર :
C. ધીણોધર

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રશ્ન 12.
કચ્છની રાજધાની કઈ છે?
A. ગાંધીધામ
B. મુન્દ્રા
C. માંડવી
D. ભુજ
ઉત્તર :
D. ભુજ

પ્રશ્ન 13.
કચ્છના કયા ડુંગર પર ભુજંગ નાગનું (ક્ષેત્રપાળદાદાનું) મંદિર આવેલું છે?
A. લીલિયો
B. ભુજિયો
C. કાળો
D. ધીણોધર
ઉત્તર :
B. ભુજિયો

પ્રશ્ન 14.
કચ્છના રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર સંતકવિનું નામ જણાવો.
A. મોરારીદાદા
B. વિરમદાદા
C. મેકરણદાદા
D. વિનુદાદા
ઉત્તર :
C. મેકરણદાદા

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

પ્રવૃત્તિઓ

પ્રશ્ન 1.
તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો.
ઉત્તર :

ચિંતન વસાવડા
28, ભામોઈ રોડ,
કારંજ, અમદાવાદ.
તા. 20-6-2012

પૂજય મામાં,
સાદર પ્રણામ.
તમારો પત્ર મળ્યો. વાંચી ઘણો જ આનંદ થયો. આ વર્ષે 5 વર્ષ પૂર્ણ કરનાર 18 બાળકોને અમારી શાળામાં પ્રવેશ આપવાનો હતો. અમે આ બાળકો માટે અગાઉથી કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. તે મુજબ બાળકોને રંગબેરંગી ટોપી પહેરાવી, સજાવેલી. ઊંટલારીઓમાં બેસાડી, અમારી શાળાની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશોત્સવનાં ગીતો અને સૂત્રો બોલતા બોલતા આનંદ-ઉલ્લાસ સાથે ફરીને શાળામાં પરત આવ્યા તથા નાનાં ભૂલકાંઓને શાળા-પ્રવેશ આપ્યો. એક દાતા દ્વારા તેમને દફતર અપાયાં અને શાળામાંથી તેમને પુસ્તક, પાટીપેન માપી પછી બાળકનું મોં મીઠું કરાવ્યું. મામા, તમે પણ તમારી શાળામાં બાળકો માટે અવનવા પ્રયોગો કરી બાળકોને આનંદદાયક શિક્ષણ આપો છો તે ખરેખર પ્રશંસનીય છે. મામીને યાદ આપજો .

એજ
તમારા ભાણેજ
ચિંતનના પ્રણામ

2. ટપાલખાતાની વિવિધ ટિકિટોનો સંગ્રહ કરી.
૩. સંદેશાવ્યવહારનાં માધ્યમોનાં ચિત્રો ભેગાં કરી તેના વિશે લખો.
4. દિવાળી કાર્ડ અને લગ્ન કંકોતરીનું આલબમ બનાવો.

પ્રશ્ન 5.
કચ્છ જિલ્લાનાં જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવીને લખો:
ઉત્તર :
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. ભૂજિયા ડુંગરની તળેટીમાં આ ઐતિહાસિક સ્થળ વસેલું છે. જૂનું શહેર ભૂજિયા કિલ્લાથી સુરક્ષિત હતું. રામસંગ માલમે બાંધેલો આયના મહેલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, ફતેહમામદ આરબનો હજીરો, મહારાવસિંહ મદનસિંહજી યુક્કિમ, આનંદકુંજ, પ્રાગમહેલ, કચછ મ્યુઝિયમ, શરદબાગ પેલેસ, સ્વામીનારાયણનું મંદિર, ભારતીય સંસ્કૃતિદર્શન (લોકકળાનું મ્યુઝિયમ) વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.

કચ્છ જિલ્લાનાં જોવાલાયક સ્થળો

  • નારાયણ સરોવર : ભારતનાં અડસઠ તીર્થોમાં નારાયણ સરોવરનો સમાવેશ થયેલો છે. નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારે કોટેશ્વરનું ભવ્ય શિવમંદિર છે.
  • મુંદ્રા : વાડી, બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અહીં ખારેક સંશોધનકેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર આવેલાં છે.
  • માંડવી : જૂનું બંદર છે. ક્ષયના રોગીઓ માટે અહીં ‘ટી.બી. સેનેટોરિયમ’ છે. એશિયાનું સૌથી પહેલું ‘વિન્ડફાર્મ’ અહીં આવેલું છે. વિજય પેલેસ અને ભદ્રેશ્વરનું મંદિર જોવાલાયક છે.
  • ધોળાવીરા : અહીંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. આ સ્થળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.
  • અંજાર : છરી – ચપ્પાં અને સૂડીના ઉત્પાદન માટે આ શહેર જાણીતું છે. અહીં જળેશ્વરનું પ્રાચીન શિવાલય અને જેસલ-તોરલની સમાધિ છે. અંજરથી 2 કિમીના અંતરે ઘુડખર અભયારણ્ય આવેલું છે.
  • આશાપુરા માતાનો મઢ : કચ્છના રાજકુટુંબના કુળદેવી આશાપુરા માતાનું પુરાતનકાળનું ભવ્ય મંદિર છે.
  • ભદ્રેશ્વર : જૈનોનું તીર્થધામ છે. અહીં વિશિષ્ટ સ્થાપત્યવાળાં દેરાસરો છે, શેઠ જગડુશાએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહીં રાજા સિદ્ધરાજે કોતરાવેલો એક શિલાલેખ છે.
  • ધીણોધરનો ડુંગર : 388 મીટર ઊંચો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે.
  • કોટય : અહીં કાઠીઓએ બંધાવેલું કોટ્યાર્કનું સૂર્યમંદિર છે.
  • કંડલા : ભારતનું આ અગત્યનું બંદર છે. ‘ફ્રી ટ્રેડ ઝોન’ તરીકે આ બંદરનો સારો વિકાસ થયો છે.

સુગંધ કચ્છની …! Summary in Gujarati

સુગંધ કચ્છની …! પાઠ-પરિચય :

આ પાઠમાં પત્ર દ્વારા કચ્છનો પરિચય આપવામાં આવ્યો છે. લેખિકા પોતે કચ્છનાં છે. તેમને મન કછ એ માત્ર રામદેશ નથી પન્ન ‘ધીંગી ધરા, જીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલીનો પ્રદેશ છે. કચ્છની વિશેષતાઓ ન્યારી છે. ખડીર, ધોળાવીરા, નારાયણ સરૌવર, હાજીપીર, કંડલા વગેરે ઐતિહાસિક અને આધુનિક સ્થળો એનો પુરાવો છે, આખી દુનિયાનાં રક્ષથી કચ્છનું રક્સ વિશિષ્ટ છે. સૌમિત્રી લેખિકાનો નાનો ભાઈ છે. સૌમિત્રી કચ્છ વિશે જાણે-સમજે, તે હેતુસર મોટી બહેન એને પત્ર લખે છે અને પત્રમાં જ કચ્છ વિશેની માહિતી રસપ્રદ શૈલીમાં આપે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 17 સુગંધ કચ્છની ...!

સુગંધ કચ્છની …! શબ્દાર્થ :

  • વેકેશન – લાંબી રજાઓનો ગાળો
  • કાલ્પનિક – કલ્પનાથી ઉત્પન્ન થયેલું, કલ્પેલું
  • પ્રવાસ – મુસાફરી
  • મોસાળ – માનું પિયર
  • ભૂમિ – પૃથ્વી, જમીન
  • ધીંગી – મજબૂત
  • ધરા – ધરતી
  • ધોરી – ધોરી બળદ
  • વિશિષ્ટ – વિશેષતાવાળું, અસાધારણ
  • પ્રવેશદ્વાર – દાખલ થવાનો દરવાજો કે બારણું
  • ન્યારી – જુદી, અજાયબ
  • બેટ – ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન, દ્વીપ
  • ભૂસ્તરીય – પૃથ્વીનું પડ, તેની સપાટી નીચેનો થર
  • સમુદ્રતટ – દરિયાકિનારો
  • અખાત – ખોઘા વગર બનેલું કુદરતી તળાવ, સરોવર, કુંડ
  • ધૂધવવું – ગર્જવું
  • પુરાતત્ત્વીય – પુરાતન કાળની બાબત
  • પુરાવો – સાબિતી
  • પ્રસિદ્ધ – વિખ્યાત, જાહેર
  • પ્રાકૃતિક – કુદરતને લગતું, કુદરતી
  • તપશ્ચર્યા – તપ કરવું તે, તપસ્યા
  • દરગાહ – પીરની કબરની જગા
  • આજીવન – જીવનપર્યતનું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *