Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
‘પારકી આશ સદા નિરાશ’ – આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો.
ઉત્તર :
આપણે બીજા પર આધાર રાખીએ તો આપણને નિરાશા જ મળે છે. – આપણું કામ જાતે જ કરવું જોઈએ. આપણું કામ કરવામાં આપણને જેટલો રસ હોય તેટલો રસ બીજાને હોતો નથી; આમ, પારકી આશા રાખવામાં આપણને દુઃખ અને નિરાશા જ મળે છે. માટે સૌએ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ; તેમાંથી જ. સુખ મળે છે. સ્વાશ્રય સુખની ચાવી છે.

પ્રશ્ન 2.
આપણે કેવા ઘેર ન જવું જોઈએ? શા માટે?
ઉત્તર :
જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતાં હોય તે ઘેર આપણે ન જવું જોઈએ. જ્યાં ધનવૈભવને જ મહત્ત્વ અપાતું હોય અને માણસ માટે પ્રેમભાવ ના હોય ત્યાં જવાથી શો ફાયદો?

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

પ્રશ્ન 3.
‘બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય’ – એમ શા માટે કહ્યું છે?
ઉત્તર :
આપણા બાંધવો (ભાઈઓ) સાથે આપણે બોલવા-ચાલવાનો સંબંધ ન હોય તોપણ મુશ્કેલ સંજોગોમાં ભાઈઓ જ આપણને મદદ કરે છે, તેથી કહ્યું છે : ‘બાંધવ હોય અબોલડે તોય પોતાની બાંય’.

પ્રશ્ન 4.
મુશ્કેલ કામને સહેલું કેવી રીતે બનાવી શકાય?
ઉત્તર :
મુશ્કેલ કામને પણ ઉદ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકાય.

પ્રશ્ન 5.
‘સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે.’ – એમ શા માટે કહેવાય છે?
ઉત્તર :
જે માણસ મહેનત કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે તેનું ભાગ્ય તેને સાથ આપતું નથી. આવા માણસની કદી ઉન્નતિ થતી નથી, માટે ‘સૂતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે.’ – એમ કહેવાય છે.

2. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો:

પ્રશ્ન 1.

  1. આવ : ……….
  2. આદર : ……….
  3. નેહ : ……….
  4. કંચન : ……….
  5. નયન : ……….
  6. ઉદ્યમ : ……….

ઉત્તર :

  1. આવ : આવકાર
  2. આદર : સત્કાર, સમ્માન
  3. નેહ : સ્નેહ
  4. કંચન : સોનું
  5. નયન : આંખ
  6. ઉદ્યમ : મહેનત

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1.

  1. કંજૂસ × ……….
  2. કડવું × ……….
  3. શીતળ × ……….
  4. આદર × ……….
  5. મુશ્કેલ × ……….
  6. વધવું × ……….

ઉત્તર :

  1. કંજૂસ × ઉદાર
  2. કડવું × મીઠું
  3. શીતળ × ઉષ્ણ
  4. આદર × અનાદર
  5. મુશ્કેલ × સરળ
  6. વધવું × ઘટવું

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

4. સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો :
ઉદા. કરવું -રળવું

પ્રશ્ન 1.

  1. ઝૂઝવું – ……….
  2. નેહ – ……….
  3. છાંય – ……….
  4. બેઠાનું – ……….
  5. જાય – ……….

ઉત્તર :

  1. ઝૂઝવું – વધવું
  2. નેહ – મેહ
  3. છાંય – બાંય
  4. બેઠાનું – સૂતેલાનું
  5. જાય – થાય

5. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો:

પ્રશ્ન 1.

  1. મુશ્કેલ – …………………………………………………………….
  2. જૂઠું – ………………………………………………………………..
  3. શીતળ – …………………………………………………………….
  4. ભાગ્ય – …………………………………………………………….
  5. નયન – ………………………………………………………………

ઉત્તર :

  1. મુશ્કેલ – પરિશ્રમથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે.
  2. જૂઠું – જૂઠું બોલીને આપણે આપણી જાતને છેતરવી જોઈએ નહિ.
  3. શીતળ – ગરમીના દિવસોમાં શીતળ પવન કોને ન ગમે?
  4. ભાગ્ય – જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જરૂરી બને છે.
  5. નયન – રાણી રૂપમતીનાં નયન મૃગલીના નયન જેવાં હતાં.

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

6. બે દુહા કે સુભાષિતો લખો.

પ્રશ્ન 1.
બે દુહા કે સુભાષિતો લખો.
ઉત્તરઃ
1. શમે ના વેર વેરથી, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખનું, મૈત્રીભાવ સનાતન.

2. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન;
સાગરને નદીઓ ભજે; છોડી ઊંચાં સ્થાન.

Std 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ ?
A. જાતે
B. પરોક્ષ
C. પરાવલંબનથી
D. કમાણી કરીને
ઉત્તર :
A. જાતે

પ્રશ્ન 2.
જે ઘેર આવકાર કે આદર ન હોય, તે ઘેર આપણે શું કરવું જોઈએ?
A. તે ઘેર ન જવું જોઈએ.
B. તે ઘેર જવું જોઈએ.
C. વરસાદ વેળા જવું જોઈએ.
D. ગરીબ થઈને જવું જોઈએ.
ઉત્તર :
A. તે ઘેર ન જવું જોઈએ.

પ્રશ્ન 3.
‘બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય’ – અહીં ‘પોતાની બાંયનો
શો અર્થ છે?
A. હાથ
B. ભુજા
C. મદદ કરનાર
D. શરીર પરના કાપડ સમાન
ઉત્તર :
C. મદદ કરનાર

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

પ્રશ્ન 4.
કોનું નસીબ ચાલતું રહે છે?
A. નસીબદારનું
B. ઉદ્યમ કરનારનું
C. વિદ્યા મેળવનારનું
D. પૈસાદારનું
ઉત્તર :
B. ઉદ્યમ કરનારનું

પ્રશ્ન 5.
પંક્તિ પૂરી કરો : ‘હોય કામ મુશ્કેલ પણ …..’
A. ઉદ્યમથી ઝટ થાય.
B. કદી ન ફોગટ જાય.
C. ચાલ ભાગ્ય ચલત્તનું.
D. જાત વિના સૌ જૂઠું જી.
ઉત્તર :
A. ઉદ્યમથી ઝટ થાય.

કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.

  1. જાતે કરવું, જાતે ……………… (રળવું, રડવું)
  2. આવ નહિ, ………….. નહિ. (આ દર, આદર)
  3. …………….. જો દિલમાં હોય, તો કદી ન ફોગટ જાય. (ખત, ખંત)

ઉત્તર :

  1. રળવું
  2. આદર
  3. ખંત

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

પ્રશ્ન 2.
નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો: બેસે છે ભાગ્ય ……….. ભાગ્ય ચલત્તનું.
ઉત્તર :
બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું;
સૂતેલાનું દીસે સૂતું, ચાલે ભાગ્ય ચલત્તનું.

નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો :

પ્રશ્ન 1.
નયન, નેહ, ઉદ્યમ, ફોગટ, શીતળ
ઉત્તર :
ઉદ્યમ, નયન, નેહ, ફોગટ, શીતળ

સુભાષિતો Summary in Gujarati

સુભાષિતો પાઠ-પરિચય :

સુભાષિતોની સમજૂતી

  1. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. જાતે જ કમાવું જોઈએ. પોતાની જાત સિવાયનું બીજું વ્યર્થ છે. પ્રતિકૂળતાઓ સામે જાતે જ ઝઝૂમવું જોઈએ. જાતમહેનતથી આગળ વધવું જોઈએ. એમ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ.
  2. જ્યાં આવકાર અને આદર ન હોય, જ્યાં આંખોમાં પ્રેમભાવ ન હોય, તેવા ઘેર કદી ન જવું જોઈએ. પછી ભલેને તે ઘેર સોનાનો વરસાદ વરસતો હોય ! (તે ખૂબ ધનવાન હોય.).
  3. લીમડા કડવા હોય છે, પણ એની છાયા શીતળ હોય છે. (તેવી રીતે) આપણાં ભાઈભાંડુ (આપણી સાથે) બોલતાં-ચાલતાં ન હોય તોપણ તે આપણી બાંય (મદદગાર) છે. (છેવટે તો આપણા ભાંડુઓ જ આપણને મદદ કરે છે.)
  4. જે બેસી રહે છે તેનું નસીબ બેસી જાય છે. જે ઊભો રહે છે તેનું નસીબ ઊભું રહે છે. જે સૂઈ રહે છે તેનું નસીબ સૂતેલું રહે છે. પણ જે ચાલે છે | (જીવનમાં ઉદ્યમ કરે છે, તેનું નસીબ ચાલતું રહે છે. (ઉદ્યમ કરનારની જ પ્રગતિ થાય છે.)
  5. કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ તે મહેનતથી ઝટ થઈ જાય છે. જો આપણા દિલમાં ખંત (કામ કરવાની ચીવટ) હોય, તો તે કદી નિષ્ફળ જતી નથી.

Class 5 Gujarati Textbook Solutions Chapter 15 સુભાષિતો

સુભાષિતો શબ્દાર્થ :

  • જાતે – પોતે
  • રળવું – કમાવું
  • ઝૂઝવું – (કામમાં) મચ્યા રહેવું જોરદાર લડત આપવી
  • ઉદ્ધરવું – સંકટ કે આફતમાંથી છૂટવું, મુક્ત થવું
  • આવ – આદર, આવકાર
  • નયનમાં – આંખમાં
  • નેહ – સ્નેહ, પ્રેમ
  • કંચન – સોનું
  • મેહ – વરસાદ
  • શીતળ – ઠંડી
  • છાંય – છાંયો
  • બાંધવ – ભાઈ, સગા
  • અબોલડા – બોલવુંચાલવું નહિ, નારાજગી
  • બાંય – હાથ, (અહીં) મદદગાર; સહાયક
  • ભાગ્ય – નસીબ
  • દીસે – દેખાય
  • ચલત્તનું – ચાલનારનું
  • ઉદ્યમ – યત્ન, મહેનત
  • ખંત – ચીવટ, કાળજી
  • ફોગટ – નકામું, વ્યર્થ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *