Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

   

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજાર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે?
ઉત્તર :
અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે.

પ્રશ્ન 2.
પુસ્તક શાથી પલળી ગયું?
ઉત્તર :
રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું.

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

પ્રશ્ન 3.
શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે?
ઉત્તર :
શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે.

પ્રશ્ન 4.
અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે?
ઉત્તર :
અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
અબ્રાહમ લિંકન, સાહેબ પાસે કેમ આવ્યો હતો?
ઉત્તર :
સાહેબે ક્લાસમાં જે પાઠ શિખવ્યો હતો, તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઇચ્છા હતી, તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો.

પ્રશ્ન 2.
પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે?
ઉત્તર :
પુસ્તક વાછટમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું. સાહેબને હવે શો – જવાબ આપવો? કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું. તે વિચારે છે : ‘મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું. સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે? અથવા એમ કહું કે તે રસ્તામાં પડી ગયું? ના… ના … અસત્ય તો ન જ બોલવું.’ – અબ્રાહમ આવા અનેક વિચારો કરે છે.

પ્રશ્ન 3.
અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે?
ઉત્તર :
અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે: “સાહેબ, મારાથી એક ગફલત થઈ ગઈ છે. વાંચતા વાંચતાં પુસ્તક નીચે પડી ગયું. હું ઊંધી ગયેલો. રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું. પુસ્તક પલળી ગયું. વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું, સાહેબ !”

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

પ્રશ્ન 4.
સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કહ્યું?
ઉત્તર :
સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા માટે કહ્યું.

3. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો:

પ્રશ્ન 1.
“ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર.”
ઉત્તર :
આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે.

પ્રશ્ન 2.
“અરે! ચોપડી ક્યાં ગઈ?”
ઉત્તર :
આ વાક્ય લિંકન મનોમન બોલે છે.

પ્રશ્ન 3.
“તે હજુ સુધી તું વાંચી શક્યો નથી.”
ઉત્તર :
આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે.

પ્રશ્ન 4.
“હા … હાશ … હવે મારા મનને શાંતિ મળશે … !”
ઉત્તર :
આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે.

4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. મને એકાએક ઘર ……………. છે. (સાંભળ્યું, સાંભર્યું
  2. નિર્મલ પોતાનું બધું જ કામ …………….. પતાવી દે છે. (ચકાચક, ફટાફટ)
  3. આ ચોપડી તો પલળીને …………………. ખરાબ થઈ ગઈ છે. (તન, તદન)
  4. ઉતાવળ નથી. …………….. વાંચીને પછી આપજે. (નિરાતે, નિરાંતે)
  5. બોલ, કેમ ચાલે છે …………… અભ્યાસ? (તારો, તારું).

ઉત્તર :

  1. સાંભર્યું
  2. ફટાફટ
  3. તદન
  4. નિરાંતે
  5. તારો

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

5. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી જાતે વાક્યો બનાવો :
ઉદાહરણ માર્ગદર્શનઃ

પ્રશ્ન 1.
1. સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે.
2. મારા ગુરુ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
1.જિજ્ઞાસુઃ
ઉત્તરઃ

  • ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે.
  • જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.

2. વરસાદઃ
ઉત્તર :

  • ખેતીનો આધાર વરસાદ ઉપર છે.
  • ખેડૂતો વરસાદમાં વાવણી કરે છે.

3. અસત્યઃ
ઉત્તર :

  • અસત્ય બોલવું જોઈએ નહિ.
  • સજ્જનો ક્યારેય અસત્ય બોલતા નથી.

4. બેદરકારી:
ઉત્તર :

  • રઘુને પોતાની બેદરકારીથી ખૂબ નુકસાન થયું.
  • ભણવામાં બેદરકારી ન રાખવી.

5. પુસ્તક
ઉત્તર :

  • પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે.
  • માણસે સારાં પુસ્તકો વાંચતા રહેવું જોઈએ.

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1.

  1. ગફલત : ………………
  2. રાત્રી : ………………
  3. નિર્ણય : ………………
  4. પરિશ્રમ : ………………
  5. માર્ગ : ………………

ઉત્તર :

  1. ગફલત : બેદરકારી
  2. રાત્રી : રાત, નિશા
  3. નિર્ણય : ફેંસલો
  4. પરિશ્રમ : મહેનત
  5. માર્ગ : રસ્તો પ્રશ્ન

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. ખર્ચ × …………..
  2. ઇચ્છા × …………..
  3. નિરાંત × …………..
  4. પ્રગતિ × …………..
  5. સંતોષ × …………..

ઉત્તર :

  1. ખર્ચ × બચત
  2. ઇચ્છા × અનિચ્છા
  3. નિરાંત × ઉતાવળ
  4. પ્રગતિ × અધોગતિ
  5. સંતોષ × અસંતોષ

8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
ગેરહાજરી, પતન, સાંજ, કોરું

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
ગેરહાજરી, પતન, સાંજ, કોરું
ઉત્તર :

  1. કોરું
  2. ગેરહાજરી
  3. પતન
  4. સાંજ

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

Std 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા Additional Important Questions and Answers

વિશેષ પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો?
A. જિજ્ઞાસા
B. નમ્રતા
C. મહેનતુ સ્વભાવ
D. સત્યપ્રિયતા
ઉત્તર :
A. જિજ્ઞાસા

પ્રશ્ન 2.
ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાનાં દર્શન કરે છે?
A. ઉદારતાનાં
B. મોટાઈની
C. વત્સલતાનાં
D. શૈક્ષણિક મૂલ્યોનાં
ઉત્તર :
A. ઉદારતાનાં

પ્રશ્ન 3.
થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે?
A. પુસ્તકનું મૂલ્ય ચૂકવવા
B. પૈસા મેળવવા
C. સેવા માટે
D. મનની શાંતિ માટે
ઉત્તર :
D. મનની શાંતિ માટે

પ્રશ્ન 4.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવનપ્રસંગ કથા પાઠમાં છે?
A. મહેનતનો રોટલો
B. ભૂલની સજા
C. મૂલ્યવાન ભેટ
D. કેટલાક પ્રસંગો
ઉત્તર :
B. ભૂલની સજા

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

પ્રશ્ન 5.
‘ભૂલની સજા’ પાઠના લેખક કોણ છે?
A. પ્રકાશ લાલા
B. દોલત ભટ્ટ
C. રમણ સોની
D. જ્યોતીન્દ્ર દવે
ઉત્તર :
A. પ્રકાશ લાલા

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
લિંકન ભણવાની સાથેસાથે નોકરી શા માટે કરે છે?
ઉત્તર :
લિંકન ભણવાની સાથેસાથે નોકરી કરે છે, કારણ કે લિંકનનાં માબાપને શિક્ષણનો ખર્ચ પરવડતો નહોતો.

પ્રશ્ન 2.
શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે?
ઉત્તર :
શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે.

પ્રશ્ન 3.
લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માગે છે?
ઉત્તર :
લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી માગે છે, કારણ કે તે જે પાઠ વર્ગમાં, શીખ્યો હતો, એના વિશે બહુ જાણવા તે ઇચ્છતો હતો.

પ્રશ્ન 4.
લિંકનને કઈ વાતનું વધુ દુઃખ હતું?
ઉત્તર :
લિંકનની ગફલતથી પુસ્તક પલળી ગયું, એ વાતનું લિંકનને વધુ દુ:ખ હતું.

પ્રશ્ન 5.
સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કર્યું કામ સોંપે છે?
ઉત્તર :
સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે રોજ સવારે પોતાના બાગમાં છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

પ્રશ્ન 6.
લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો?
ઉત્તર :
લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, તેથી શિક્ષકે તેને માફ કર્યો.

નીચેના શબ્દોની સાચી જોડણી લખોઃ

પ્રશ્ન 1.

  1. પરીશ્રમ
  2. જીજ્ઞાસુ
  3. પરીસ્થીતિ
  4. દ્વીધા
  5. શાંન્તિ
  6. પ્રગતી

ઉત્તર :

  1. પરિશ્રમ
  2. જિજ્ઞાસુ
  3. પરિસ્થિતિ
  4. દ્વિધા
  5. શાન્તિ
  6. પ્રગતિ

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપોઃ

  • પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછટ
  • જાણવાની ઇચ્છાવાળું – જિજ્ઞાસુ
  • જાત સાથેની મથામણ – આત્મસંઘર્ષ

નીચે ખરા વાક્ય સામે [✓] ની અને ખોટા વાક્ય સામે [✗] ની નિશાની કરોઃ

  • શિક્ષકે કહ્યું, ‘મે આઈ કમ ઈન સર?’ [✗]
  • લિંકનને પુસ્તક આપતાં શિક્ષક ખચકાયા. [✗]
  • વાછટથી પુસ્તક પલળી ગયું. [✓]
  • લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું. [✓]

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :

પ્રશ્ન 1.

  1. ભણવાની સાથેસાથે તું ………… પણ કરે છે. (નોકરી, કસરત)
  2. વાછટ આવવાના લીધે પુસ્તક ……………… ગયું. (બગડી, પલળી)
  3. આપની ………… છે કે આપે મને માફ કર્યો. (કુપા, ઉદારતા)
  4. થોડા દિવસ ………. કરવાનો મોકો આપો. (પ્રવૃત્તિ, કામ)
  5. શિક્ષક લિંકનને ……………. થી જોઈ રહે છે. (સદ્ભાવ, અહોભાવ)

ઉત્તર :

  1. નોકરી
  2. પલળી
  3. ઉદારતા
  4. કામ
  5. અહોભાવ

કૌંસમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. ………….. ખૂબ જ આનંદ થયો. (મને, હું)
  2. …………. નામ વાલો કેસરિયો. (મારો, મારું)
  3. …………… રાહ જુએ છે, હાલતો થા. (તારું, તારી, તારો)
  4. …………… છેક દૂર પહોંચી જઈએ છીએ. (તેઓ, આપણે)
  5. ………… ફરવા જાઉં છું. (અમે, હું)

ઉત્તરઃ

  1. મને
  2. મારું
  3. તારો, તારી
  4. આપણે
  5. હું

ભૂલની સજા Summary in Gujarati

ભૂલની સજા પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા 1

સર્વનામઃ

નીચેનો ફકરો વાંચોઃ

ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું ગંગામાનું કોઈ પણ સગું હતું નહિ, એટલે તો ગંગામાએ બધાંને પોતાનાં બનાવ્યાં હતાં. ગંગામા પાસે સારી એવી પૂંજી હતી, છતાં ગંગામાં જરૂર વગર એક પૈસો પણ વાપરતાં ન હતાં.

ઉપરના ફકરામાં ‘ગંગામા’ શબ્દ વારંવાર આવે છે. તેથી લખાણ લાંબું થઈ ગયું છે અને વાંચવાની મજા આવતી નથી. હવે ઉપરનો ફકરો થોડા ફેરફાર સાથે નીચે મૂક્યો છે તે વાંચો:

ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો. પોતાનું કહી શકાય એવું , એમનું કોઈ પણ સગું હતું નહિ, એટલે તો એમણે બધાંને પોતાનાં બનાવ્યાં હત.. એમની પાસે સારી એવી પૂંજી હતી, છતાં તેઓ જરૂર વગર એક પૈસો પણ વાપરતાં ન હતાં.

અહીં ‘ગંગામાને બદલે મૂકેલા શબ્દો જુઓ. તેમ કરવાથી લખાણ ટૂંકું થાય છે અને વાંચવાની પણ મજા આવે છે. આ રીતે, નામ(સંજ્ઞા)ને બદલે જે પદ વપરાય તેને ‘સર્વનામ’ કહેવાય. હું, મારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને, તું, તારું, તને, તમે, તમારું, તમને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું, તેઓને સર્વનામ છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

ભૂલની સજા શબ્દાર્થ :

  • મે આઈ કમ ઈન સર? – સાહેબ, હું અંદર આવું?
  • વેરી ગુડ – બહુ સરસ
  • પરવડવું – પોસાવું
  • પરિશ્રમપ્રિય – મહેનતુ
  • નિઃસંકોચ – સંકોચ રાખ્યા વિના
  • ગર્વ – અભિમાન, ગૌરવ
  • થેંક યુ – તમારો આભાર
  • જિજ્ઞાસુ – જાણવાની ઇચ્છાવાળું
  • વાછટ – પવનથી ઊડેલા વરસાદનાં ફોરાં
  • આત્મસંઘર્ષ – જાત સાથેની મથામણ
  • લાઇટ ઍન્ડ શેડોની ઈફેક્ટ – નાટકમાં પાત્રના મંથનના ભાવોને સ્પષ્ટ કરવાની તરકીબ
  • ગફલત – ભૂલ
  • ફરમાવશે – કરશે
  • ફેડ આઉટ – અંધારું
  • આઈ નો – હું જાણું છું
  • બારી વાટે – બારીમાંથી
  • દશા – હાલત, સ્થિતિ
  • પરિસ્થિતિ – આજુબાજુની સ્થિતિ, સંજોગ
  • મોકો – તક
  • બેદરકાર – કાળજી કે ચીવટ વગરનું
  • એકરાર – કબૂલાત
  • દ્વિધા – દુવિધા (અહીં) મૂંઝવણ

રૂઢિપ્રયોગ

મન હળવું થવું – ચિંતા દૂર થવી, મન શાંત થવું

Class 5 Gujarati Textbook Solutions Chapter 10 ભૂલની સજા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *