Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો Textbook Questions and Answers

ચાલૉ ગીતો વિશેનું ગીતડું ગાઈએ :

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 1

ચિત્રમાં દેખાતી વસ્તુઓનાં નામ લખો. છોકરા શું કરતા હશે, તે ધારો અને એકબીજાને કહો ?

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 2

ચિત્રમાં દેખાતી વસ્તુઓનાં નામઃ

(1) દીવાલ, (2) ચૂનાની ડોલ, (3) પીંછી (બ્રશ), (4) સફરજન, (5) પતંગ, (6) લખોટીઓ, (7) કૂતરાને પહેરાવવાનો પટ્ટો, (8) ચાવી, (9) તૂટેલા ચપ્પાનો હાથો, (10) રમકડાંનો સિપાહી, (11) વૃક્ષ.

આ છોકરા વરંડાની દીવાલ રંગે છે. એક છોકરો તેના મિત્રો પાસેથી એક પછી એક વસ્તુ લે છે અને તેઓને દિવાલને રંગવાની તક આપે છે. તેની યુક્તિથી દીવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું થાય છે, અને તેને બદલામાં કેટલીક વસ્તુઓ મળે છે, તેને આરામ મળે છે અને તે ખુશ થાય છે.

રજાનો દિવસ એટલે મજાનો દિવસ. આ દિવસે કોઈ ન ગમતું કામ સોંપે તો તમને કેવું થાય? ‘રંગારો કોણ?’ વાર્તામાં આવું કંઈક થાય તો છે પણ પછી કામનું કામ કેવી રીતે થાય છે તે સાંભળો, વાંચો અને જાણવાની મજા માણો

વાતચીત :

પ્રશ્ન 1.
તમારી ગણિતની નોટમાં રંગાયા પછીની દીવાલ દોરો.
ઉત્તર :
વિદ્યાર્થીઓએ ગણિતની નોટમાં રંગાયા પછીની – દીવાલ દોરવી.

પ્રશ્ન 2.
તમને વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી?
ઉત્તર :
ટોમે દીવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું કરવાની યુક્તિ કરી અને બેનની પાસેથી સફરજન મેળવી તેને દીવાલ રંગવાનું કામ સોંપ્યું, તે વાર્તાલાપ વાંચવાની સૌથી વધુ મજા આવી.

પ્રશ્ન 3.
વાર્તાના જે-જે શબ્દો કે વાક્યો યાદ હોય તે બોલો.
ઉત્તર :
શબ્દો : સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરાવવાનો પટ્ટો …
વાક્યો: “વાહ, ટૉમ સૉયર ! રવિવારના દિવસે કામ !”
“ટોમ, હું તને અડધું સફરજન આપીશ.”
“માસી, હવે હું રમવા જાઉં?”
આવાં અનેક શબ્દો અને વાક્યો છે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

પ્રશ્ન 4.
તમને તમારા ઘરમાં કયાં કયાં કામ સોંપાય છે?
ઉત્તર :
મને મારા ઘરમાં નીચેના જેવાં કામ સોંપાય છે :

  • નજીકની દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું.
  • પાડોશીના ઘરેથી કોઈ વસ્તુ, ખાવાની વસ્તુની આપ-લે કરવાનું.
  • મહેમાનને પરિચય આપવાનું.
  • ફૂલછોડને પાણી પાવાનું.

પ્રશ્ન 5.
તમને એમાંથી કયું કામ કરવું ગમે?
ઉત્તર :
મને તેમાંથી ફૂલછોડને પાણી પાવાનું કામ ગમે. ‘

પ્રશ્ન 6.
તમને ક્યું કામ કરવું ના ગમે?
ઉત્તર :
મને દુકાનમાંથી વસ્તુની ખરીદી કરવાનું કામ ના ગમે.

પ્રશ્ન 7.
તમારા મિત્રો સાથે તમે ઘરકામ કર્યું છે? તે વાત કહો.
ઉત્તર :
મારા મિત્રો સાથે મેં ઘરમાં પોતું કરવાનું કામ કર્યું છે.

પ્રશ્ન 8.
તમને ઘરમાં કામ કરવું ગમે કે બહાર?
ઉત્તર :
મને બહાર કામ કરવું ગમે.

પ્રશ્ન 9.
તમને શું લાગે કે કેવાં કામ કરવાથી શરીરને વધુ થાક લાગે?
ઉત્તર :
મને જે કામ કરવું ન ગમે તે કામ કરવાથી શરીરને વધુ થાક લાગે.

પ્રશ્ન 10.
જો તમને તમારી મમ્મી રસોઈ બનાવવા કહે તો તમે શું બનાવો?
ઉત્તર :
જો મને મારી મમ્મી રસોઈ બનાવવા કહે તો હું ભાખરી-શાક બનાવું.

પ્રશ્ન 11.
તમને એક મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો તમે કહ્યું કામ પસંદ કરો?
ઉત્તર :
મને એક મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો હું ફૂલછોડને પાણી પાવાનું કામ પસંદ કરું.

પ્રશ્ન 12.
તમને ટૉમ જેવું થવું ગમે? કેમ?
ઉત્તર :
હા, મને ટૉમ જેવું થવું ગમે. કામ થાય અને આરામ પણ મળે.

પ્રશ્ન 13.
ચૂનો મારવાના કામ પછી માસીએ ટૉમને કહ્યું કામ સોંપ્યું હશે?
ઉત્તર :
ચૂનો મારવાના કામ પછી માસીએ ટૉમને બગીચામાંથી પાસ કાઢવાનું કામ સોંપ્યું હશે.
[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.].

ટૉમે તો કામ કર્યું અને કરાવ્યું. હવે તમારે કંઈક કરવું છે? ચાલો, વાર્તામાંથી જ કંઈક શોધવાનું કામ કરીએ. જો-જો ટૉમની જેમ બેસી ન રહેતા.

પ્રશ્ન 1.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 3ઉત્તર :Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 4

ખોટાં વાક્યોને રંગી નાખૉ :

  1. ટૉમ માસીએ સોપેલાં કામ ખૂબ ઉત્સાહથી કરતો.
  2. ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું.
  3. ટૉમ દુઃખી હોય એટલે સીટી વગાડતો,
  4. ટૉમને ચુનો કરતો જોઈને બેન તેની મદદ કરવા આવ્યો.
  5. થોડી વાર ચૂનો કર્યા પછી ટામને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું,
  6. ટૉમના મિત્રો તેની મશ્કરી કરવા ઇચ્છતા હતા.
  7. ટોમને બેને રમવાની. અને બિલીને ખાવાની વસ્તુ આપી.
  8. ટૉમે યુક્તિથી વરંડા પર ચૂનો કરાવી દીધો અને કેટલીક વસ્તુઓ પણ ભેગી કરી.
  9. ટૉમનાં માસી તેનું કામ જોઈ રાજી થયાં.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

ગીતડું ગાઈઍ … ‘ગાયાં નવ નવ નવલાં ગીત …’

કામ કરીને થાક્યા હોય એમ આળસ મરડો અને ત્યારબાદ જોડીમાં બેસો. વાકયો વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ ધારો. તેના પર ખરાની નિશાની કરો :

ધરતીકંપ એક કુદરતી આફત છે. તેને રોકી શકાતી નથી, પણ તેવી આફત સમયે જો સાવચેતી રાખીએ તો નુકસાન ઓછું થાય.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 6 Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 7
Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 8

વાકય પરથી અર્થ તારવો, સાચા અર્થ સામે જ કરો. એક કે વધારે વાક્યો ખરાં-ખોટાં હોઈ શકે :

1. “ટૉમ… ઓ ટૉમ… કેટલીવાર? બસ મોડે સુધી પડી જ રહેવું છે. બીજો કોઈ કામધંધો છે કે નહીં?”
આ વાક્ય ટૉમ બોલે છે. [ ]
વૈમને મોડા ઊઠવાની ટેવ છે. [✓]
કોઈ વડીલ જ આવું કહે. [✓]
આ વાક્ય પ્રેમથી બોલાયું છે. [ ]

2. “વાહ ટૉમ સૉયર ! રવિવારના દિવસે કામ !”
આ વાક્ય શાબાશી આપવા માટે છે. []
ટૉમને કામ કરતો જોઈ નવાઈ લાગે છે. [✓]
બેન ટૉમની મજાક ઉડાવવા આવું બોલે છે. [✓]
રવિવારે કામ કરવું પડે તે સારું ન કહેવાય. [✓]

3. “તારી આ જ ટેવ મને નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી?”
ચૂનો લગાવવાની વાત ચાલી રહી છે. [✓]
ટૉમને બેનની દોસ્તી નથી ગમતી. [ ]
“આપણે તો દોસ્ત કહેવાઈએ ને !” એવું બેન વારંવાર બોલતો હશે. [ ]
આ વાક્યમાં ટૉમ ખોટો ગુસ્સો બતાવવા બોલે છે. [✓]

4. “ટૉમ આવું શું કરે છે? આખું સફરજન તારું…”
વૈમ અડધું સફરજન લેવા તૈયાર નથી. [ ]
પોલીમાસી ટૉમને કહે છે. [ ]
બેન ખુશીથી ટૉમને આખું સફરજન આપવા ઇચ્છે છે. [✓]
બેન દીવાલ રંગવાના બદલામાં ટૉમને આખું સફરજન આપે છે. [✓]

5. “કેમ? કેટલું કામ કર્યું?”
ટૉમ ગુસ્સાથી બોલે છે. [ ]
બિલી બેનને પૂછે છે. [ ]
પોલીમાસી વહાલથી ઍમને પૂછે છે. [ ]
પોલીમાસીને ટૉમ પર વિશ્વાસ નથી. [✓]

આવી વાતચીત કોણ કરી શકે? વાર્તામાં આવતાં પાત્રોનાં નામ વિચારો, લખો :

ઉદાહરણ: ગૅમઃ હું ટોપલીમાંથી બીજું એક સફરજન લઉં?
માસી: કેટલાં સફરજન ખાઈશ. બેન કહેતો હતો કે તું એનું પણ સફરજન ખાઈ ગયો !

બિલીઃ મારે પણ બેનની જેમ ચૂનો લગાવતાં શીખવું છે.
ટૉમઃ જો તું મને પતંગ આપે તો તને પછી મળે.

જૉનીઃ યાર મને પણ ચૂનો લગાડવા આપને.
ટૉમ: પણ તું મને લખોટી આપે તો હું તને ચૂનો લગાડવા પછી આપું.

બેન શી વાત છે ! તને કામ કરવાની બહુ મજા આવી રહી છે ને!
ટૉમ: હાસ્તો ! એટલે તો આમ મસ્ત સીટી વગાડતો વગાડતો કામ કરું છું.

પોલીમાસી તું તો લખોટીઓ લઈને આવતો હતો ને! ક્યાં ગઈ તારી લખોટીઓ?
જોની: માસી એ તો એક મસ્ત કામ કરવા માટે મેં મારા ભાઈબંધને આપી દીધી.

ટૉમ : આજે તો કામ કરી બહુ થાકી ગયો. સૂઈ જાઉં હવે !
પોલીમાસી : તું તો ઝાડ નીચે આરામ કરતો’તો. કામ તો બેન, બિલી અને જૉનીએ કર્યું.

ફરી એકવાર ગીતડું લલકારીએ ‘ગાયાં નવ નવા નવલાં ગીત ..’

કોણ સારો અભિનય કરશે? અભિનય કરો:

  1. વૈમને માસીએ દીવાલ રંગવાનું કહ્યું ત્યારે ટૉમ ચૂનાની ડોલ તરફ જુએ છે.
  2. બેન આવ્યો એ પહેલાં ટૉમ દીવાલ રંગી રહ્યો છે.
  3. બેનના આવ્યા પછી સૅમ ચૂનો લગાડી રહ્યો છે.
  4. બેન ટૉમને ચૂનો લગાડતો જોઈ રહ્યો છે.
  5. પરસેવે રેબઝેબ થઈને બેન ચૂનો લગાવી રહ્યો છે.
  6. ટૉમ ઝાડ નીચે બેસી સફરજન ખાઈ રહ્યો છે.
  7. પોલીમાસી રંગેલી દીવાલ જોઈ રહ્યાં છે.

[નોંધ: વિદ્યાર્થીઓએ વર્ગમાં અભિનય કરવો.].

ચૂનો કરવાની રીતઃ (આપેલાં વાક્યો ક્રમમાં ગોઠવો.)

પ્રશ્ન 1.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 5

ઉત્તર :
6. ઓછો ચૂનો લાગ્યો હોય ત્યાં ફરી ચૂનો કરો.
2. ડોલમાં પાણી લો.
1. ચૂનાની થેલી પર રહેલી સૂચના ધ્યાનથી વાંચો.
5. તેમાં પીંછી બોળો અને દીવાલ પર લગાવવાનું શરૂ કરો.
4. એક લાકડી વડે તે ચૂનાવાળા પાણીને હલાવો.
3. તેમાં ચૂનો નાખો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

વાસણ માંજવાની અને કપડાં ધોવાની રીત લખો:

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 9

વાસણ માંજવાની રીત :

  1. ઐઠ વાસણોમાં થોડું પાણી નાખી બધો એંઠવાડ કાઢી નાંખો.
  2. એંઠવાડ ચોટેલો ન રહે તે જુઓ.
  3. વાસણ માંજવાનો પાવડર કે પ્રવાહી લઈને વાસણ ઘસવાના કૂચ(બ્રશ)થી વાસણો અંદર-બહાર ઘસો.
  4. જરૂર જણાય તો લીંબુ, પીતાંબરી કે છાશનો ઉપયોગ કરો.
  5. એક પછી એક વાસણ ચોખ્ખા પાણીથી સાફ કરો.
  6. ચોખ્ખા કપડા વડે વાસણો લૂછી નાંખો.

કપડાં ધોવાની રીત :

  1. પાણી ગરમ કરી એક ટબમાં રેડો.
  2. ગરમ પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી તેને ઓગળવા દો.
  3. મેલાં કપડાં ગરમ પાણીમાં બોળો..
  4. બોળેલાં કપડાં થોડા સમય માટે પલળવા દે.
  5. એક પછી એક કપડું લઈને તેને સાબુ લગાડી ઘસો. વધારે મેલા ભાગ પર બ્રશ ઘસો.
  6. ચાદર-ચોરસા જેવાં કપડાંને ધોકા મારી ધુઓ.
  7. કપડાંને એક પછી એક ચોખ્ખા પાણીમાં બે-ત્રણ વાર ઝબોળીને નીચોવો, પછી સૂકવો.
  8. કપડાં ઊડી ન જાય માટે ક્લીપ લગાડો.
  9. ગરમ કપડાંને ગરમ પાણીમાં બોળવાં નહિ તેમજ તેમને બ્રશ ઘસવું નહિ.

શિક્ષક માટે :

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 10

‘રંગારો કોણ?’ વાર્તા મોટેથી વારાફરતી વાંચો અને નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વૈમને ઊંઘમાંથી કોણે ઉuડ્યો હતો? શા માટે?
ઉત્તર :
ટૉમને ઊંઘમાંથી પોલીમાસીએ ઉઠાવ્યો હતો. રવિવારનો દિવસ હતો. ટૉમને રજા હતી. આજે વૈમને બહારની દીવાલ રંગવાની હતી. પોલીમાસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યાં હતાં. આજે સૅમે તે કામ પૂરું કરવાનું હતું.

પ્રશ્ન 2.
યેમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું?
ઉત્તર :
ટૉમને પોલીમાસીએ બૂમ મારી જગાડ્યો. ટૉમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીંછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ, પોલીમાસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટૉમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું.

પ્રશ્ન 3.
દીવાલ રંગતાં પહેલાં ટોમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી?
ઉત્તર :
પોલીમાસીએ ડૅમને દીવાલ રંગવાનું કામ સોંપ્યું. વૈમને તે કામ ગમતું નહોતું. ભારે હૈયે તેણે ચૂનાની ભારે ડોલ ઉઠવી અને વરંડાની દીવાલ પાસે પહોંચ્યો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો, તેની ખુશીમાં ટૉમે પોતાની ખાસ સીટી વગાડી હતી.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

પ્રશ્ન 4.
કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટૉમ શું કરતો હતો?
ઉત્તર :
કલાકારની જેમ ટૉમ ચૂનો લગાડવાનું કામ કરતો હતો. થોડીવાર થાય, બે ડગલાં પાછળ ખસે અને દીવાલ તરફ જુએ, થોડો વિચાર કરે અને પાછો દીવાલ પર એકાદ-બે લસરકા મારે. થોડીવાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે અને સ્મિત કરી સીટી વગાડે.

પ્રશ્ન 5.
બેનને વૈમના કામમાં રસ શા માટે પડ્યો?
ઉત્તર :
ટૉમ ક્લાકારની જેમ દીવાલ પર ચૂનો લગાડવાનું કામ કરતો હતો. અંદરથી તો આ કામ ટૉમને ગમતું નહોતું, પણ તે બહાર એ દેખાવા દેતો નહોતો. બહારથી તો એ સીટીઓ મારતો અને સ્મિત કરતો. બેને આ બધું ધ્યાનથી જોયું એટલે તેને ટૉમના કામમાં રસ પડ્યો.

પ્રશ્ન 6.
ટૉમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાવી રાખી?
ઉત્તરઃ
ટૉમને દીવાલ પર ચૂનો લગાડવાનું કામ ગમતું નહોતું. એના મનમાં એક વિચાર ઝબૂક્યો હતો. પોતાને આરામ મળે, વસ્તુઓ મળે અને દીવાલ રંગવાનું કામ પણ પૂરું થાય તે હેતુથી બને જ્યારે દીવાલ રંગવા દેવાના બદલામાં આખું સફરજન આપવાની વાત કરી ત્યારે બેન પર ઉપકાર કરતો હોય તેમ ધીમેથી એના હાથમાં પીંછી મૂકી, પોતાની ખુશી છુપાવી રાખી.

પ્રશ્ન 7.
બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર કેવી રીતે રંગાઈ શકી?
ઉત્તર :
ટૉમે દીવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેને દીવાલ રંગવા દેવાના બદલામાં ટૉમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દીવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે જૉની પાસેથી લખોટીઓ લીધી. આમ, બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર રંગાઈ શકી.

વધુ એકવાર ગીતડું ‘ગાયાં નવ નવ નવલાં ગીત….’

જૂથમાં ચર્ચા કરી લખો અને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો.

પ્રશ્ન 1.
દીવાલ આ પ્રસંગ માસીને કહે તો કેવી રીતે કહેશે?
ઉત્તર :
પોલીમાસી, જુઓ … જુઓ. મારાં રૂપરંગ કેવાં બદલાઈ ગયાં છે ! હું કેવી ચમકી રહી છું ! સવારે ટૉમભાઈ ચૂનો ભરેલી ડોલ અને ચૂનો કરવાની પીંછી લઈને આવ્યા. રજાના દિવસે કામ કરવાનું આવ્યું એટલે ભારે હૈયે એ મને રંગવા આવ્યા, પણ થોડો વિચાર કરી એમણે ખાસ સીટી વગાડી અને મને રંગવાનું કામ શરૂ કર્યું.

મારો એક ભાગ રંગાયો. એટલામાં એમનો ભાઈબંધ બેન આવતો દેખાયો. એના હાથમાં સફરજન હતું. ટૉમભાઈએ યુક્તિ કરી. તેમણે એક કલાકારની જેમ ચૂનો લગાવવા માંડ્યો. આ જોઈ બેનને પણ ચૂનો લગાવવાની ઇચ્છા થઈ. કૅમે યુક્તિ પ્રમાણે શરૂઆતમાં તો બેનને ના પાડી દીધી. બેને ખાતરી આપી અને ટૉમભાઈને સફરજન આપ્યું તેથી ટૉમે બેનને મને રંગવા પછી આપી.

કૅમભાઈ તો ઝાડના છાંયડામાં જઈને બેઠા. તે બેનને સૂચના આપતા જાય અને સફરજનના નાના બટકા ભરતા જાય. બેન પરસેવે રેબઝેબ થઈ ગયો ત્યારે કૅમભાઈએ બિલીને ફસાવી દીધો. બિલીએ પતંગ આપ્યો. એ જ રીતે જૉની પાસેથી લખોટીઓ લઈને તેને પણ મને રંગવામાં જોતરી દીધો.

આ રીતે ટૉમભાઈએ યુક્તિથી સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરાવવાનો પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી, એક ચાવી મેળવી અને મને ત્રણ વાર રંગીને ચમકતી કરી. બધા ભાઈબંધો ટૉમભાઈની મજાક ઉડાડવા આવ્યા હતા, પણ ટૉમભાઈએ યુક્તિ કરીને પોતાનું કામ તેમની પાસે કરાવી લીધું.

પ્રશ્ન 2.
‘ચાલાક ટૉમ’ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
ટૉમ ચાલાક છે. રજાના દિવસે પોલીમાસીએ એને બૂમ પાડી જગાડ્યો અને વરંડાની દીવાલને રંગવાનું કામ સોંપ્યું. ટૉમને તે ગમ્યું નહિ. તેણે એક યુક્તિ વિચારી. તે મુજબ તેના ભાઈબંધો બેન, બિલી, જૉની આવ્યા ત્યારે તેણે સૌને એક પછી એક દીવાલ રંગવાનું કામ યુક્તિપૂર્વક સોંપ્યું. એના બદલામાં આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરાવવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી મેળવી. પોલીમાસીએ ખુશ થઈને તેને ટોપલીમાંથી એક સફરજન લેવાનું કહ્યું.
બધા ભાઈબંધો રવિવારે ઍમની મજાક ઉડાડવા આવ્યા હતા, પણ ટૉમ યુક્તિથી પોતાનું કામ તેઓ પાસે કરાવી લીધું.
[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાનું લખાણ વર્ગ સમક્ષ વાંચી સંભળાવવું.].

વાંચો અને તેમાં શું શું થવાની શક્યતા છે તે ટિક કરો.

વિદ્યાર્થીઓ ટિક કરે, પછી વારાફરતી તેમણે કઈ કઈ શક્યતા ધારી અને તે શા માટે ધારી તે પૂછો.

1. વીજળીના કડાકા ભડાકા થાય છે.
[✓] વરસાદ પડશે.
[ ] વરસાદ નહીં પડે.
[ ] તડકો નીકળશે.
[ ] આકાશમાં સફેદ વાદળ હશે.

2. મેં ખૂબ આઇસક્રીમ ખાધો છે.
[✓] શરદી થશે. _
[ ] થાક લાગશે.
[ ] સ વાગશે.
[ ] તાવ આવશે.

3. અરર… ખાંડ વેરાઈ ગઈ.
[ ] લાદી પર ડાઘા પડી જશે.
[✓] મમ્મી ખિજાશે.
[✓] કીડીઓ આવી જશે.
[ ] ચા બગડી જશે.

4. સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે.
[✓] ઘરમાં આગ લાગી હશે.
[✓] ચૂલો સળગાવ્યો હશે.
[ ] ચા બનાવતાં હશે.
[ ] ગરમ પાણી ઢોળાયું હશે.

5. પપ્પા રોજ પાંચ વાગ્યે આવી જાય, આજે છ થઈ ગયા.
[✓] રસ્તામાં મિત્ર મળી ગયા હશે.
[✓] બાઇકનું ટાયર પંક્યર થયું હશે.
[✓] ટ્રાફિક વધુ હશે.
[ ] ઘડિયાળ બગડી હશે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

હવે, આ ત્રણ વાક્યો માટે બે-બે શક્યતાઓ વિચારો તમારા મિત્રએ લખેલી શક્યતાઓ સાથે સરખાવો.

ટીચર રોજ સ્કૂટર લઈને આવે છે, આજે સાઇકલ લઈને આવ્યાં.

  • સ્કૂટરને પશ્ચર પડ્યું હશે.
  • કોઈએ અકસ્માત કર્યો હશે.

આજે તેના અક્ષર વંચાય તેવા નથી.

  • છે તેને ફરીથી લખવા આપ્યું હશે.
  • ઝટ રમવા જવા ઉતાવળમાં લખ્યું હશે.

પ્રિયાને ગણિતનો તાસ ગમતો નથી.

  • ગણિતનું ઘરકામ વધારે કરવું પડતું હશે.
  • દાખલા ગણવાના ઓછા ફાવતા હશે.

જે સાધનો / ઓજારોનાં નામ તમે સાંભળ્યાં હોય તેની સામે ખરાની નિશાની કરો. તે કયાં કયાં કામ માટે વપરાતાં હશે તે અંગે તમે જે જાણતા હોય તે લખો. પછી તેમાં જરૂર પડે તો મોટેરાંઓને પૂછીને તમે લખ્યું છે તેમાં ફેરફાર કરો.

પ્રશ્ન 1.
Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 11 Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 12
ઉત્તર :
Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 13
Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 14

કવિતા ગાઓ :

પાઠયપુસ્તક પાન નંબર 184 પરની ‘મોસમ આવી મહેનતની’ કવિતા સમૂહમાં ગાઓ :

રામજીકાકાનું ખેતર દૉરૉ :

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 15

[નોંધ : વિદ્યાર્થીઓએ પોતે જોયેલા ખેતરનું ચિત્ર નોટબુકમાં દોરવું.]

વાતચીત :

પ્રશ્ન 1.
કવિતાની જે લીટી ગમી હોય એ ગાઈને સંભળાવો.
ઉત્તર :
રળનારો તે માનવીને
દેનારો ભગવાન રે… ભાઈ !
મોસમ આવી મહેનતની.

પ્રશ્ન 2.
તમે ખેતર જોયું છે? ત્યાં શું શું જોયું? તમારે કેટલાં ખેતર છે?
ઉત્તર :
મેં ખેતર જોયું છે. ત્યાં મોસમ પ્રમાણે જુદો જુદો પાક જેમ કે ડાંગર, ચણા, ઘઉં, મકાઈ વગેરે થતો જોયો છે. મારે બે મોટાં ખેતર છે.

પ્રશ્ન 3.
બસ કે ટ્રેનમાં જતાં હો ને ખેતરો જુઓ તો શું દેખાય? તમને શો વિચાર આવે?
ઉત્તર :
બસ કે ટ્રેનમાં જતાં હોઈએ ત્યારે ખેતરોમાં તૈયાર થયેલો મોલ (પાક) દેખાય; ખેતરમાં કામ કરતા ખેડૂતો દેખાય. અમને પણ ઘડીક ખેતરમાં જઈને કામ કરવાનો વિચાર આવે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

પ્રશ્ન 4.
ખેતર અને વાડીમાં શો તફાવત હોય?
ઉત્તર :
ખેતરમાં અનાજ પાકે જ્યારે વાડીમાં ફળ-ઝાડ હોય. ખેતરમાં ઋતુ પ્રમાણે અનાજ-કઠોળની ખેતી થાય. વાડીમાં ખાસ ફેરફાર થાય નહિ. વાડીમાં રહેવા માટેનું ઘર પણ હોય.

પ્રશ્ન 5.
ખેડૂત કયાં કયાં કામ કરતા હોય છે?
ઉત્તર :
ખેડૂત નીચેનાં કામ કરતા હોય છે :
ખેતર ખેડવું, ધરુ રોપવું, ધરુ ઉપાડવું, નીંદણ કરવું, વાવવું, લણવું, નીકો બનાવી પાણી વાળવું વગેરે.

પ્રશ્ન 6.
તમને ખેતરનાં ઘરનાં કયાં કયાં કામ આવડે છે?
ઉત્તર:
મને ખેતરમાં પાણી વાળવાનું કામ આવડે છે. મને ઘરમાં કચરો વાળતાં, પોતું કરતાં, કપડાં સૂકવતાં, ચા બનાવતાં આવડે છે.

પ્રશ્ન 7.
તમને ખેતરમાં સૌથી વધુ શું ગમે?
ઉત્તર :
મને ખેતરમાં ઊગેલો લીલોછમ મોલ (પાક) સૌથી વધુ ગમે.

પ્રશ્ન 8.
ખેતરમાં ક્યાં કયાં ઓજાર વપરાય છે?
ઉત્તર :
ખેતરમાં દાતરડું, ખૂરપી, હળ, કરબ, દંતી, પણજી, સમાર, ત્રિકમ, પાવડો, કુહાડી જેવાં ઓજાર વપરાય છે.

પ્રશ્ન 9.
તમારી આસપાસ કયા કયા પાક થાય છે?
ઉત્તર :
મારી આસપાસ ડાંગર, મકાઈ, મગફળી, એરંડો, તુવેર, ચણા, મગ, ઘઉં, કપાસ, શાકભાજી, શેરડી જેવા પાક થાય છે.

પ્રશ્ન 10.
જો તમારે ખેતર હોય તો ખેતરને કયાં કયાં નામ આપો?
ઉત્તર :
જો મારે ખેતર હોય તો હું ખેતરને તેના આસપાસના પરિચિત વિસ્તાર પ્રમાણે નામ આપું, જેમ કે રાયણવાળું ખેતર, કૂવાવાળું ખેતર, મહુડાવાળું ખેતર, ટૅબો, ધરુવાડિયું વગેરે.

પ્રશ્ન 11.
આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો કેટલા લોકો કામ કરતાં હોય?
ઉત્તર :
આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો આખા ગામના લોકો કામ (ખેતરમાં લણણી) કરતાં હોય.

[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

કાવ્યના આધારે ખરું હોય ત્યાં [✓] અને ખોટું હોય ત્યાં [✗] કરો :

  1. વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતર ખેદાનમેદાન થઈ ગયાં.[✗]
  2. ખેડૂતોએ નહેરનાં પાણીથી સિંચાઈ કરી છે. [✗]
  3. ખેતરનો પાક પવનમાં લહેરાઈ રહ્યો છે. [✓]
  4. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છે અને કુંજડી કલ્લોલ કરી રહી છે. [✗]
  5. અનાજના ઢગલા કરવા માટે ગારમાટીથી જગ્યા તૈયાર કરવાની છે. [✓]

આખો વર્ગ બે જૂથમાં વહેંચાઈ જાઓ. એક જૂથ નીચે જેવાં વાક્ય બોલે, બીજું જૂથ તેને અનુરૂપ કાવ્યપંક્તિ બોલે આ રમત કવિતાની બીજી પંકિતઓ માટે પણ કરો :

નદીઓનાં પાણીના કારણે સરસ પાક થયો છે અને લોકો ખૂબ ખુશ છે.

પંક્તિઓ : નદીયુંનાં જલ નીતર્યા
લોકોમાં લીલાલ્હેર રે… ભાઈ !
મોસમ આવી મહેનતની.

સ્વચ્છ આકાશમાં પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યાં છે.

પંક્તિઓ : ઉપર ઊજળાં આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે… ભાઈ !
મોસમ આવી મહેનતની.

ખેતી માટેનાં સાધનો લઈ લો, આપણને ખેતર બોલાવી રહ્યાં છે.

પંક્તિઓ : લિયો પછેડી દાતરડાં
આજ સીમ કરે છે સાદ રે… ભાઈ !
મોસમ આવી મહેનતની.

માણસ જેવી મહેનત કરશે, તેવું કુદરત એને ફળ આપશે.

પંક્તિઓ : રળનારો તે માનવીને
દેનારો ભગવાન રે… ભાઈ !
મોસમ આવી મહેનતની.

આપણે સાથે મળીને કામ કરીશું, તેનાથી આપણો દેશ સુખી થશે.

પંક્તિઓઃ રંગેચંગે કામ કરીએ
થાય મલક આબાદ રે.. ભાઈ !
મોસમ આવી મહેનતની.

જોડીમાં બેસો. આ શબ્દોના અર્થ ધારો અને ખાલી જગ્યાઓ પૂરો :
(સોનાવરણી સીમ, દૂધ, લીલાલ્હેર, હેર, લીંપીગૂંપી, મોસમ, ઢગલેઢગલા, નદીયું, દાતરડું).

પ્રશ્ન 1.

  1. સૂરજના તડકામાં ચમકતા પીળા રંગવાળું ખેતર એટલે ………………. .
  2. મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી આ બધી ગુજરાતની ………… કહેવાય.
  3. અમારા ગામમાં વીજળી, પાણી બધું મળી રહે છે. પૂરતું અનાજ મળે, સારાં મકાનો બની ગયાં છે. દિવસે કામ કરીએ ને રાત્રે ભજન. ગામમાં બધાને ……………….. છે.
  4. આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં, આ ખેતર લીલુંછમ છે, એ તો નર્મદામૈયાની …………….. છે.
  5. મારી મમ્મીએ શર્ટ ધોઈ ધોઈ ઊજળો …………. જેવો કરી દીધો.
  6. દિવાળી નજીક છે એટલે મારી દાદી અમારા માટીના ઘરને ………… તૈયાર કરે છે.
  7. ન ભણવું, ન લેસન ! ભાઈ, કાલથી વૅકેશન. ……………. આવી મસ્તીની.
  8. મને સપનું આવ્યું કે મારા ઘરમાં સોનાચાંદીનાં ઘરેણાંના …………… થઈ ગયા.

ઉત્તર :

  1. સોનાવરણી સીમ
  2. નદીયું
  3. લીલાલહેર
  4. મહેર
  5. દૂધ
  6. લીંપીગૂંપી
  7. મોસમ
  8. ઢગલેઢગલા

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

ભારપૂર્વક કહેવું હોય તો કેવી કેવી રીતે કહેવાય? ✓ કરો :

1. લેસન કરવા માટે –
[ ] લેસન કરવાનું છે ને?
[ ] લેસન કરી લેજે.
[ ] લેસન તો તારે કરવું જ પડશે.
[ ] એય ! લેસન કરવા બેસી જા.
[ ] લેસન પૂરું કર્યા પછી જ ઊભું થવાનું છે.
[ ] હવે લેસન કરવાનો સમય થઈ ગયો છે.
[✓] લેસન કરીશ તો જ રમવા જવા દઈશ.

2. પોતું કરવા માટે …
[✓] હું પાછી આવું ત્યાં સુધી અહીંયાં પોતું થઈ ગયેલું જોઈએ.
[ ] પોતું તો તારે જ કરવું પડશે.
[ ] ચોખ્ખાઈ રાખવા પોતું તો કર.
[ ] પોતું કરી લઈએ તો માખીઓ ના આવે.

3. દફતર ગોઠવવા માટે …
[ ] કબૂતરના માળા જેવું કરી રાખ્યું છે, હમણાં જ દફતર ગોઠવ.
[ ] દફતર ગોસ્વેલું હોય તો ચોપીઓ સરળતાથી મળે.
[ ] દફતર તો ગોઠવેલું રાખવું જોઈએ.
[✓] દફતર ગોઠવ પછી જ ખાવાનું મળશે.

4. કારેલાનું શાક ખાવા માટે …
[ ] આમ બધું ભાવે તો કારેલાં ખાવામાં શું જોર પડે?
[ ] કારેલાંય ખાવાં પડશે.
[ ] ભલે કડવું લાગે, કારેલાંનું શાક શરીર માટે સારું.
[ ] થાળીમાં આવે એ ખાઈ જ લેવાનું.
[✓] ખાવા સમયે કચક્ય ના જોઈએ.

5. ચૉક્લેટ ના ખાવા માટે .
[ ] હવે ચૉકલેટ નહીં, દાંત બગડી જાય.
[ ] હવે બિલકુલ ચૉક્લેટ ખાવાની જ નથી.
[✓] જો ચૉક્લેટને અડ્યો છે તો પપ્પાને કહી દઈશ.
[ ] બે તો ખાધી. બેટા હવે આ એક ચૉકલેટ કાલે ખાજે.

ભારપૂર્વક કેવી રીતે કહેવાય?

પ્રશ્ન 1.
તમારા નાના ભાઈને ટીમમાં લેવડાવવા માટે તમે તમારા મિત્રોને શું કહેશો?
ઉત્તર :
મારા નાના ભાઈને ટીમમાં લેશો, તો તે ટીમને જરૂર જીતાડશે.

પ્રશ્ન 2.
તમને ટીવી જોતાં અટકાવવા મમ્મી શું કહેશે?
ઉત્તર :
હવે ટીવી જોવાનું બંધ કર, આખો બગડશે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

પ્રશ્ન 3.
તમે ઉછીની આપેલી પેન્સિલ તમારા મિત્ર પાછી આપતો ન હોય તો તમે પેન્સિલ કેવી રીતે માંગશો?
ઉત્તર :
હું આજે પેન્સિલ લાવવાનું ભૂલી ગયો છું, મને પેન્સિલ આપને.

છેલ્લું ગીડું છેલ્લીવાર : ‘ગાયાં નવ નવ નવલાં ગીત’

હસો :

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 16

‘‘અરે ! રહેવા દે.
આ સામેની દીવાલની ખીલી છે.
આ દીવાલમાં નહીં વાગે.”

લગભગ સરખા :

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 17

  • લલકારવું – લાંબા, મોટા અવાજે ગાવું
  • ઘડીક – સહેજ વાર, જરા વાર, થોડો વખત
  • રિવાજ – પહેલેથી ચાલ્યું આવતું હોય તેવું
  • ભારે હૈયે – ઉદાસ હૃદયે
  • વિચાર ઝબકવો – યુક્તિ સૂઝવી
  • મોઢામાં પાણી આવવું – ખાવાનું મન થવું
  • લસરકો મારવો – ઝપાટાથી ખેંચવું કે ધસડવું તે
  • ઝીણી નજરથી જોવું – ધ્યાનપૂર્વક જોવું
  • અકળાવું – ચિડાવું
  • ફસાવવું – મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવું
  • પધરાવવું – ન ખપતી કે ન જોઈતી વસ્તુ બીજાને વળગાડી દેવી
  • વિલાવું – ઝાંખા પડવું
  • સોનાવરણું – સોના જેવા રંગવાળું
  • મેહુલિયો – વરસાદ
  • લીલાલ્હેર – મજા
  • ઊજળું – ચમકતું સફેદ
  • હુલ્લાસ – આનંદ
  • કુંજડી – એક પક્ષી
  • મોલ – પાક
  • હિલોળ – પાણીના મોજા જેવો ઉછાળો
  • લિયો – લો (‘લેવુંના અર્થમાં)
  • પછેડી – ઓઢવાપાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું કપડું
  • આબાદ – સુખી

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો 18

[નોંધ: વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં].

Std 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો Additional Important Questions and Answers

વિશેષ મઑત્તર

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
શું જોઈને ટૉમના મોઢામાં પાણી આવી ગયું?
ઉત્તર :
બેનના હાથમાં એક મોટું લાલચટ્ટાક સફરજન જોઈને ટૉમના મોઢામાં પાણી આવી ગયું.

પ્રશ્ન 2.
ટૉમના મનમાં અચાનક એક વિચાર આવતાં તેણે શું કર્યું?
ઉત્તર :
વૈમના મનમાં અચાનક એક વિચાર આવતાં તેણે ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કર્યું.

પ્રશ્ન 3.
ઝાડના છાંયડામાં બેસીને ટૉમ કયાં બે કામ કરવા લાગ્યો?
ઉત્તર :
ઝાડના છાંયડામાં બેસીને ટૉમ બેનને સૂચના આપવાનું અને સફરજનનાં નાનાં નાનાં બટકાં ભરવાનું કામ કરવા લાગ્યો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

પ્રશ્ન 4.
પોલીમાસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના ક્યારે થઈ ગયા?
ઉત્તરઃ
પોલીમાસીએ બહાર આવીને આખી દીવાલ ચૂનાથી ચમકતી જોઈ ત્યારે એમના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા.

નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો:

  1. ટૉમ તેની ખાસ સીટી મારતાં મારતાં કલાકારની જેમ દીવાલને ચૂનો લગાવવા માંડ્યો. [✓]
  2. ટૉમને સફરજન ભાવતું નહોતું. [✗]
  3. બિલી પાસેથી ટૉમે લખોટીઓ લીધી. [✗]
  4. બપોર સુધીમાં દીવાલ ત્રણ વાર રંગાઈ ચૂકી હતી. [✓]
  5. પોલીમાસીએ ખુશ થઈને ટૉમને બૅટ લાવી આપ્યું. [✗]

નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો:

  1. “આજે આ કામ પૂરું કરી દેજે.” -પોલીમાસી
  2. “કેમ, આ કામ નથી?” – બેન
  3. “તું આને કામ કહે છે?” – ટૉમ
  4. “અમમમ … કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય.” – વૈમ
  5. “આખું સફરજન તારું, બસ” – બેન
  6. “રમવા જતાં પહેલાં બીજું એક કામ કર.” -પોલીમાસી

કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. ટૉમે વરંડાની દીવાલ રંગવાનું કામ ………….. ના દિવસે કર્યું. (શનિવાર, રવિવાર)
  2. બેન પછી કૅમે …………ને ફસાવી દીધો. (જાની, બિલી)
  3. જોની પાસેથી કૅમે ………………… લીધી. (ચાવી, લખોટીઓ)
  4. …………… પાસેથી કૅમે પતંગ લીધો. (જાની, બિલી)
  5. પોલીમાસીએ ખુશ થઈને વૈમને ટોપલીમાંથી ……… લેવાનું કહ્યું. (ચીકુ, સફરજન)

ઉત્તર :

  1. રવિવાર
  2. બિલી
  3. લખોટીઓ
  4. બિલી
  5. સફરજન

Class 4 Gujarati Textbook Solutions Chapter 10 રંગેચંગે કામ કરો

સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.

  1. દિવાલ / દીવાલ
  2. રિવાજ / રીવાઝા
  3. હોઢ / હોઠ
  4. મઝાક / મજાક
  5. સ્મિત / સ્મીત
  6. ખાત્રી / ખાતરી
  7. સાંયડો / છાંયડો
  8. વીશ્વાસ / વિશ્વાસ
  9. મોસમ / મોસમ
  10. શોનાવરણી / સોનાવરણી
  11. દાટર / દતરડું
  12. ઠવલો / ઢગલો

ઉત્તર :

  1. દીવાલ
  2. રિવાજ
  3. હોઠ
  4. મજાક
  5. સ્મિત
  6. ખાતરી
  7. છાંયડો
  8. વિશ્વાસ
  9. મોસમ
  10. સોનાવરણી
  11. દાતરડું
  12. ઢગલો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *