Class 12 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ

ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ પરિચય
ગુજરાતી સાહિત્યની વેબ સાઈટ’ એ લેખ નથી કે નિબંધ નથી. વિદ્યાર્થીઓ લાઇબ્રેરી સુધી ન પહોંચી શકે અથવા ગુજરાતી સાહિત્ય અંગેની જે કોઈ પણ જાણકારી મેળવવામાં તેમને અગવડ પડતી હોય તો આ ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ્સ તેમને અત્યંત ઉપયોગી થઈ પડશે.

Class 12 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ

આજે દરેકની પાસે કપ્યુટર હોય છે. ઇન્ટરનેટની સગવડ પણ હોય છે. મોબાઇલ, ઇ-મેઇલ અને વેબ સાઇટ્સ જેવી આધુનિક સગવડો પણ ઉપલબ્ધ છે ત્યારે વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો, ગુજરાતી સુગમ સંગીત, ગુજરાતી કવિતાના આસ્વાદલેખ, ખાસ કરીને ગુજરાતી શબ્દોના અર્થો વગેરે જાણવા માટે તૈયાર કરેલ વિવિધ વિષયોની વેબ સાઇટ્સની યાદી અહીં આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ એ વેબ સાઇટ્સનો ઉપયોગ કરે અને ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાં વધારો કરે એ હેતુથી તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આનો વધુમાં વધુ ઉપયોગ કરશે એવી આશા રાખીએ છીએ.

[‘The web site of Gujarati literature is neither an article nor an essay. If the students cannot go to the library or suffer in getting information of Gujarati literature, the web site of Gujarati literature will be useful to them.

Today everyone has a computer and internet facility too. They have modern facilities of mobile e-mail and website. Here web sites for different subjects have been given. The students may get the benifits of Gujarati poems, meanings of the Gujarati words etc.

These web sites are prepared with a view to using and increasing their knowledge of Gujarati literature. We hope that students will use them more and more.)

Class 12 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ

  1. readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્યલેખ, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ.
  2. tahuko.com ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. કક્કાવાર અનુક્રમણિકા. 300થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.
  3. layastaro.com રોજ રોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબ સાઇટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.
  4. aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરનાં પ્રવાસવર્ણનો, પુસ્તકસમીક્ષા તેમજ અનુવાદિત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
  5. gujaratilexicon.com આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઑનલાઇન ગુજરાતી શબ્દકોશ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.
  6. bhagwadgomandal.com 2.81 લાખ શબ્દો અને 8.22 લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સમીસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલ રૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઑનલાઇન નિઃશુલ્ક ઉપલબ્ધ.
  7. mtixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
  8. sheetalsangeet.com ઇન્ટરનેટ પર 24 કલાક પ્રસારિત થતો ગુજરાતી રેડિયો. Class 12 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 ગુજરાતી સાહિત્યની વેબ સાઇટ
  9. rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલ થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
  10. jhaverchandmeghani.com રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબ સાઇટ.
  11. gujaratisahityaparishad.org ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઇટ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *