Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના ને Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના ને Textbook Questions and Answers

એક સરખા દિવસ સુખના સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
સાહ્યબીથી કોણ ફૂલાતું નથી?
ઉત્તરઃ
શાણા લોકો સાહ્યબીથી ફૂલાતાં નથી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

પ્રશ્ન 2.
કવિની દૃષ્ટિએ શૂરા કોણ છે?
ઉત્તરઃ
કવિની દષ્ટિએ મુસીબતથી મુંઝાય નહિ એ શૂરા છે.

પ્રશ્ન 3.
સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે?
ઉત્તરઃ
સમય અને પુરુષ બંનેમાં સમય બળવાન છે.

પ્રશ્ન 4.
મૃત્યુ પછી શું સાથે આવતું નથી?
ઉત્તરઃ
મૃત્યુ પછી ધન, જન, સંપત કે સાહ્યબી સાથે આવતાં નથી.

પ્રશ્ન 5.
મનુષ્ય કોનાથી ડરવાનું છે?
ઉત્તરઃ
મનુષ્ય દુષ્કર્મથી ડરવાનું છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
અર્જુનના દૃષ્ટાંત દ્વારા કવિ શો સંદેશ આપે છે?
ઉત્તરઃ
અર્જુનના દષ્ટાંત દ્વારા કવિ કહે છે કે, સમયની ગતિ કોઈ જાણી શક્યું નથી. મનુષ્ય બળવાન નથી પણ સમય બળવાન છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અર્જુન ભગવાન કૃષ્ણને મળવા ગયો, પણ ભગવાન “એકલા આવ્યા હતા અને એકલા જ જવાનું’ એમ કહી સ્વધામ ગયા.

તેથી તે ઉદાસ થયો અને પાછો ફર્યો. રસ્તામાં અર્જુનને મનમાં વિચાર આવ્યો કે એના જેવું કોઈ બળવાન નથી. ભગવાને કાબાનો વેશ ધારણ કરીને અર્જુનને લૂંટી લીધો. અર્જુન પાસે ધનુષબાણ હતાં છતાં તે હારી ગયો. ત્યારે તેને સમજાય છે કે સમયથી વધુ કોઈ બળવાન નથી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

પ્રશ્ન 2.
નિયતિ (કુદરત)નો શો ક્રમ છે?
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના .’ કાવ્યમાં કવિ જીવનનું સનાતન સત્ય સમજાવે છે. કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન થાય છે તેનો અવશ્ય સંહાર થાય છે. જે મનુષ્ય પોતાની સિદ્ધિને કારણે અભિમાની બને છે એ ચોક્કસ નિષ્ફળ જાય છે.”

એટલે કે “ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ” આ કુદરતના ક્રમને કોઈ પલટાવી શકતું નથી.

પ્રશ્ન 3.
જીવનનો સાર શેમાં સમાયેલો છે?
ઉત્તરઃ
કવિ મનુષ્યને બોધ આપે છે કે, કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે, તો રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.

મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો, દાઝયા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી” – કાવ્યમાં માનવીય પરિસ્થિતિ અને પરિવર્તન અંગે શો સંદેશ સમજાવ્યો છે?
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ચિંતન રજૂ કર્યું છે. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી માટે જ શાણા લોકોએ કદી ધનવૈભવથી ફૂલાવું ન જોઈએ. નસીબ સાથ આપે કે ન આપે તેની પરવા ન રાખવી જોઈએ.

કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન તેનો અવશ્ય સંહાર થાય છે. જે ચડે તે પડે એ કુદરતનો ક્રમ છે એને કોઈ બદલી શકતું નથી. એ જ સનાતન સત્ય છે. સમય જેવું કોઈ બળવાન નથી અર્જુન જેવા મહાન બાણાવળીને ધનુષબાણ હોવા છતાં કાબાએ લૂંટી લીધો હતો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે તો રાજા પણ પળવારમાં રંક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.

મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો. દાક્યા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.

અહીં કવિએ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આપ્યો છે.

પ્રશ્ન 2.
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’ કાવ્યનો મર્મ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
‘એકસરખા દિવસ સુખના ..’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવતાનું મૂલ્ય સમજાવવા જીવનના સનાતન સત્યને રજૂ કર્યું છે. મનુષ્યના જીવનમાં કદી એક્સરખા દિવસો સુખના હોતા નથી. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. નસીબ પર કદી વિશ્વાસ ન રાખવો.

સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનના મનમાં પોતાની વિદ્યાનું અભિમાન આવ્યું ત્યારે હથિયાર હોવા છતાં કૃષ્ણ કાબાનો વેશ ધરીને અર્જુનને લૂંટી લીધો.

મુસીબતથી મૂંઝાય નહીં એ જ શૂરા છે. નસીબ જ્યારે દગો દે છે ત્યારે રાજા પણ પળવારમાં રક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે ? જ જવાનું છે એમ કહીને કાવ્યનો મર્મ સમજાવે છે. મૃત્યુ તો અફર છે એનો ડર ન રાખવો.

ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે. આપણું કંઈ ચાલતું નથી. દુઃખીને કદી દુઃખી ન કરવો. પરોપકારાર્થે જીવન જીવવું એ કાવ્યના બોધને જીવનમાં અપનાવવો. જીવનની એ જ સાર્થકતા છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

(3) સમજાવો :

પ્રશ્ન 1.
હુંપદથી હળવા થશો, હુંપદ કરો ન કોઈ,
ધાર્યું આપણું ધૂળ છે, હરિ કરે સો હોય.”
ઉત્તર :
‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન રજૂ કરીને જીવનનું સનાતન સત્ય સમજાવ્યું છે. કવિ કહે છે કે માનવીએ ક્યારેય અભિમાન ન કરવું, કારણ કે અભિમાન કરવાથી મનુષ્ય પોતાનું જ માન ગુમાવે છે. ધન-સંપત્તિ કદી સાથે આવતી નથી.

ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે. આ સત્યને યથાર્થ રીતે સમજીએ તો “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન થાય છે તેનો અવશ્ય સંહાર થાય છે. જે મનુષ્ય પોતાની સિદ્ધિને કારણે અભિમાની બને છે એ ચોક્કસ નિષ્ફળ જાય છે.”

એટલે કે “ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ’ આ કુદરતના ક્રમને કોઈ પલટાવી શકતું નથી. આપણું ધારેલું કદી થતું નથી, ઈશ્વરનું ધારેલું જ થાય છે. માટે અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવો.

Std 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના Additional Important Questions and Answers

એક સરખા દિવસ સુખના પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણ)

પ્રશ્ન 1.
કવિ પ્રભુલાલ દ્વિવેદી કોનાથી ડરવાનું અને કોનાથી ન ડરવાનું કહે છે? શા માટે?
ઉત્તર :
કવિ પ્રભુલાલ દ્વિવેદી દુષ્કર્મથી ડરવાનું અને મોતથી ન ડરવાનું કહે છે, કારણ કે દુષ્કર્મનું પરિણામ ખરાબ જ આવે અને જેનો જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“એકસરખા દિવસ સુખના.’ કાવ્યનો પ્રકાર લખો.
ઉત્તર :
“એકસરખા દિવસ સુખના …’ કાવ્યનો પ્રકાર બોધકાવ્ય છે.

પ્રશ્ન 2.
એકસરખા દિવસ સુખના” કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તરઃ
“એકસરખા દિવસ સુખના …’ કાવ્યના કવિ પ્રભુલાલ દ્વિવેદી છે.

પ્રશ્ન 3.
શાનો ભય ન રાખવો?
ઉત્તર :
મૃત્યુનો ભય ન રાખવો.

પ્રશ્ન 4.
કોનું ધારેલું જ થાય છે?
ઉત્તરઃ
ઈશ્વરનું ધારેલું જ થાય છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

પ્રશ્ન 5.
જીવનનો સાર શું છે?
ઉત્તરઃ
દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી રૂ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1.
“હું પદ છોડી ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરી સ્થિતપ્રજ્ઞ રહી, અન્યને ઉપયોગી થવાનો બોધ આપે છે.” આ વિધાન કયા કાવ્ય માટે યથાર્થ છે?
A. વીડી વાઢનારા
B. વડલો ને પંખીડાં
C. એકસરખા દિવસ સુખના …
D. સ્વદેશપ્રીતિ
ઉત્તર :
C. એકસરખા દિવસ સુખના …

પ્રશ્ન 2.
પ્રભુલાલ દ્વિવેદીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. વીડી વાઢનારા
B વડલો ને પંખીડાં
C. એકસરખા દિવસ સુખના …
D. આ રસ્તાઓ
ઉત્તર :
C. એકસરખા દિવસ સુખના …

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

પ્રશ્ન 3.
“એકસરખા દિવસ સુખના …’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. પદ
B. બોધકાવ્ય
C. સૉનેટ
D. ઊર્મિકાવ્ય
ઉત્તર :
B. બોધકાવ્ય

પ્રશ્ન 4.
સમય અને પુરુષ બંનેમાં કોણ બળવાન છે?
A. પુરુષ
B. સમય
C. સમય અને પુરુષ બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર :
B. સમય

એક સરખા દિવસ સુખના વ્યાકરણ (Vyakaran)

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ? વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો :
સાહ્યબી
A. મોજમજા
B. મહેફિલ
C. ધનવાન
D. જાહોજલાલી
ઉત્તરઃ
D. જાહોજલાલી

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

પ્રશ્ન 2.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

a. બળવાન
A. નિર્બળ
B. વિદ્વાન
C. બહાદુર
D. કોવિંદ
ઉત્તરઃ
A. નિર્બળ

b. ઉદ્યમી
A. મહેનતુ
B. આજ્ઞાંકિત
C. કાજગરો
D. આળસુ
ઉત્તરઃ
D. આળસુ

પ્રશ્ન 3.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. આશીર્વાદ
B. સુતરાવ
C. ભૂલામણિ
D. નવલીકા
ઉત્તરઃ
A. આશીર્વાદ

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

એક સરખા દિવસ સુખના Summary in Gujarati

એક સરખા દિવસ સુખના કાવ્ય-પરિચય

આ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ઊંડું ચિંતન વ્યક્ત કરતાં કહ્યું છે કે, મનુષ્ય ક્યારેય અભિમાન ન કરવું. નસીબ પર કદી ભરોસો ન કરવો કેમ કે રાજામાંથી રંક બનતા વાર લાગતી નથી. મૃત્યુ પછી ઈશ્વરના દરબારમાં ભૌતિક સંપત્તિ કે સ્વજન સાથે આવતા નથી.

ખાલી હાથે જ જવું પડે છે. કવિએ જગતના સનાતન સત્યને સમજાવવા ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય. એહ નિયમ અવિનાશનો, જે જન્યું તે જાય. દ્વારા જીવનની ઘટમાળને સરળ શબ્દોમાં સમજાવી છે. સજ્જનો દુઃખમાં અને સુખમાં સમાનભાવે વર્તે છે.

જ્યારે દુર્જનો દુષ્કાર્ય કરીને બીજાને પરેશાન કરે છે. અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવા અને પરોપકારી બનવાનો બોધ આપે છે.

[In this poem Prabhulal Dwivedi has expressed deep thinking of the human life. He says that a person should never be proud. He should not depend on fate because it does not take time to become poor from the king.

Physical wealth or a relative does not come with us in the court of God. We have to go there empty-handed. The poet has given examples to explain the truth. He says that its sets that rises, it withers that blossoms, it dies that is born.

That is the rule of immortal God. That is the routine of the life. Nobel persons behave equally in both the conditions – in happiness and unhappiness. Only the wicked persons harass others by doing misdeeds.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

The poet preaches us to leave pride and accept supremacy of almighty God and do good deeds.]

એક સરખા દિવસ સુખના કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

એકસરખા દિવસ કોઈના જાતાં નથી, માટે સમજુ લોકો કદી ધન-દોલતનું અભિમાન કરતાં નથી. જે શૂરવીર છે, તે મુસીબતોથી ડરતો નથી. નસીબ સાથ આપે કે ન આપે તેની એ દરકાર કરતો નથી.

(Not all days pass equally of anyone. So wise people never become proud of their wealth. The brave person never frightens in difficulties. He never minds of the fate either it favours or not.)

જે ખીલે તે કરમાય, જેનું સર્જન થાય તેનો સંહાર થાય છે. જેની ચડતી થાય તેની પડતી થાય છે એ નિયમ સનાતન કાળથી ચાલ્યો આવે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. સમય બળવાન છે, મનુષ્ય નહીં. અર્જુનને પોતાની શક્તિનું અભિમાન આવ્યું તેથી તેની પાસે હથિયાર હોવા છતાં કાબારૂપે આવેલા કૃષ્ણએ તેને લૂંટી લીધો.

[It withers that blossoms, it is destroyed that is created. It falls that climbs. This is the eternal rule of the age. There is no change in it. Time is powerful not a person. Arjun become proud of his strength so he was robbed by Krishna in the disguise of Kaba, eventhough Arjun had weapons.]

સજ્જને આ સંસારમાં ગર્વનો ત્યાગ કરવો જોઈએ. નસીબ દગો દે ત્યારે રાજા પણ રંક બની જાય છે. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. ધન, સ્વજનો, સંપત્તિ અને વૈભવ સાથે આવતો નથી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના

[The nobel persons should renounce pride in this world. When fate is not favourable, even a king becomes a poor man. We have to go empty handed in the court of God. Wealth, relatives and splendour do not come with us.]

દુષ્કર્મથી ડરવું એ જ જીવનનો સાર છે. એક વખત સૌએ મરવાનું તો છે જ, માટે મૃત્યુનો ભય ન રાખવો. મનુષ્ય અભિમાનથી માન ગુમાવે છે, માટે કદી અભિમાન ન કરવું. આપણું ધારેલું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધારેલું થાય છે.

[The moral of life is that we should be afraid of sin. One day all have to die, so we should not be afraid of death. Man loses his fame due to his pride, so never be proud. Man proposes, God disposes. ]

પડતાં પર પાટુ અને દાઝયા ઉપર ડામ કદી ન દેવો. કોઈની

(We should not harass the distressed persons. We should not increase anybody’s difficulties. It is the act of only wicked persons.]

એક સરખા દિવસ સુખના શબ્દાર્થ (Meanings)

  • સાહ્યબી (સ્ત્રી) – જાહોજલાલી; glamorous.
  • લેશ – જરાપણ નહીં; not at all.
  • ફૂલાવું – અભિમાન કરવું; be proud.
  • ભાગ્ય (નવું) – નસીબ; luck.
  • રૂઠવું-રિસાવું; to roam.
  • રીઝવું – પ્રસન્ન થવું; to be glad.
  • મુસીબત (સ્ત્રી.) – મુશ્કેલી, આફત; trouble.
  • કરમાવું – મૂરઝાવું; wither.
  • સરજાય – સર્જન થવું; to create.
  • લોપાય -નાશ થવું; thrust.
  • પલટાવું – બદલાવું; to change.
  • નિયમ (૫) – નીમ; rule.
  • બડો મોટો; big Class 12 Gujarati Textbook Solutions Chapter 3 એક સરખા દિવસ સુખના
  • બળવાન – શક્તિશાળી; powerful.
  • ગર્વ (૫) – ગૌરવ; proud.
  • ભૂપતિ (૫) – રાજા; king.
  • ભમવું – ફરવું; to roast.
  • સંપત (સ્ત્રી.) – સંપત્તિ; property.
  • દુષ્કર્મ (નપું.) – દુષ્કૃત્ય, ખરાબ કામ; crime.
  • સાર (૫) – મર્મ, રહસ્ય; mystery.
  • હુંપદ (નપું.) –અભિમાન; pride.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *