Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો Textbook Questions and Answers

મેળો આપો તો સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
પ્રવાહની મધ્યે કવિને શેનો ભાસ થાય છે?
ઉત્તર :
પ્રવાહની મધ્યે કવિને મૃગજલનો ભાસ થાય છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 2.
કવિ કેવું જીવન ઈચ્છે છે?
ઉત્તરઃ
કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશાં આનંદમાં રહે એવું જીવન ઇચ્છે છે.

પ્રશ્ન 3.
સવાર – સાંજ વચ્ચે કવિ શું સામ્ય જુએ છે?
ઉત્તરઃ
સવાર અને સાંજ વચ્ચે કવિ રંગોની એકતાનું સામ્ય જુએ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“ટોળા વચ્ચે એકલતા’ – સમજ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
કેટલાક સંતો અને કવિને એકલતા ભરી ભરી લાગે છે. તેઓ માને છે કે મનુષ્યની શક્તિનો વિકાસ કરવાની તક એકલતામાંથી જ પ્રાપ્ત થાય છે. માણસ એકાંતમાં વધારે સારી રીતે વિચારી શકે છે. ઘણી વ્યક્તિઓ ટોળાની વચ્ચે પણ અલિપ્ત રહી શકે છે. કવિનું માનવું એવું છે કે જેને ખરા અર્થમાં કંઈક પામવાની તમન્ના છે એ ટોળા વચ્ચે રહીને પણ સિદ્ધિ મેળવી શકે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 2.
કવિ શી અકળામણ અનુભવે છે?
ઉત્તરઃ
જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની તાકાત જરાપણ નથી. પડકારો દરિયા જેટલા છે. જીવનમાં નિરાશાઓ છે છતાં મૃગજલ જેવી આશાઓ વધારે દુઃખી કરે છે. કવિને આજ સુધી સુખ મળ્યું જ નથી. જીવનના મધ્યાહ્નની વચ્ચે કવિને એકલતા અકળાવે છે.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“મેળો આપો તો’ કાવ્યમાં કવિના મનોભાવો આલેખો.
ઉત્તરઃ
હરીન્દ્ર દવે લિખિત “મેળો આપો તો’ કાવ્યમાં ઉદાત્ત અને દિલદાર માણસની ખૂબીઓ માણવાનો અને એને સતત મનન કરવાનો અવસર આપ્યો છે. પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું આલેખન થયું છે.

સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે, જ્યારે ટોળું મેળા જેવો આનંદ માણે છે. પણ અહીં કવિને લોકવ્યવહારની આ સામાન્ય બાબત માન્ય નથી. તેઓના મનોભાવો અલગ છે. કેટલાક સંતો અને કવિઓને એકલતા ભરી ભરી લાગે છે.

તેઓ માને છે કે, મનુષ્યની શક્તિનો વિકાસ કરવાની તક એકલતામાંથી જ પ્રાપ્ત થાય છે. માણસ એકાંતમાં વધારે સારી રીતે વિચારી શકે છે. ઘણી વ્યક્તિઓ ટોળાની વચ્ચે પણ અલિપ્ત રહી શકે છે. કવિનું માનવું છે કે જેને ખરા અર્થમાં કંઈક પામવાની તમન્ના છે એ ટોળા વચ્ચે રહીને પણ સિદ્ધિ મેળવી શકે છે. કેટલાકને ટોળું પીડા આપે છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં માનવ છે.

કદી સમય અને સંજોગોને આધીન ન બનવું જોઈએ. પણ તેને આપણા આધીન બનાવવા જોઈએ. એ અહીં કવિએ વિવિધ રૂપકો દ્વારા સ્પષ્ટ કર્યું છે.

પ્રશ્ન 2.
કવિ કોનો સંગાથ ઈચ્છે છે ? સંગાથ વચ્ચે પણ કવિને એકલતા શી રીતે કોરી ખાય છે?
ઉત્તરઃ
પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. કવિ આ જગતમાં એવા દિલદાર વ્યક્તિનો સાથ ઇચ્છે છે કે જેના માટે સુખ કે દુઃખ બંને પરિસ્થિતિઓ એકસમાન હોય. એકલતા કે ટોળું તેના પર કોઈ અસર ન કરી શકે.

આ દ્વારા કવિ એમ પણ ઇચ્છે છે કે જો આવી વ્યક્તિનો સાથ મળે તો જીવનના સંઘર્ષો અને ઝાંઝવાના જળ જેવાં સુખોની તેઓ અવગણના કરી શકે. પણ કવિના જીવનમાં ઘણા પડકારો છે. નિરાશાઓમાં આશાનો સંચાર થતો નથી. છતાં મૃગજલ જેવી આશાઓ તેમને લલચાવે છે.

સુખોના છલકાતા સાગરની વચ્ચે તેઓ સાવ જ તરસ્યા છે. માટે થોડું આપે તોય સંતોષ પામે. જીવનના મધ્યાહ્નની વચ્ચે એક્લતા એમને અકળાવે છે. જીવનના ઊગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ કોઈ ઘોળી લાવે અને કોઈએ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતાનું અમૃત જગતમાં ફેલાવે એવી કવિની તીવ્ર ઈચ્છા છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 3.
નોંધ લખો :

1. “મેળામાં કવિની અનુભૂતિની કલ્પના
ઉત્તરઃ
“મેળો આપો તો’ કાવ્યમાં કવિએ માનવજીવનનો મહિમા સ્પષ્ટ કર્યો છે. આ જગતમાં રહીને દરેકને જાતજાતના અનુભવો થાય છે. ઘણા અનુભવો અનેક પ્રકારનું જ્ઞાન મેળવવામાં, પરિસ્થિતિઓને અનુરૂપ થવામાં, સંઘર્ષો સામે લડવામાં મદદરૂપ થાય છે.

કવિ આ જગતમાં રહીને એવું ઇચ્છે છે કે જો સંગાથ આપો તો એવા દિલદાર માનવીનો આપજો જેના દ્વારા માનવતાની મહેક ફેલાવી શકું. ટોળાની વચ્ચે પણ એકલા રહેવાની શક્તિ આપજો. જીવન એવું આપજો હંમેશાં આનંદમાં જ રહ્યું. આ જગતમાં અનેક પડકારોનો સામનો કરી શકું.

નિરાશામાં પણ આશાને જીવંત રાખું. નાની નાની સફળતાથી સંતોષ પામું કેમ કે સુખોના સાગરની વચ્ચે તેઓ સાવ તરસ્યા છે.

જીવનની શરૂઆતમાં આવતી મુશ્કેલીઓમાં સંધ્યાના રંગની લાલીમાં ઘોળીને માનવતાનું અમૃત લોકો સુધી ફેલાવી શકું.

2. કવિની ઘૂંટાતી વિવળતા.
ઉત્તર :
પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. કવિ અહીં જીવનની અનિશ્ચિતતાઓ બતાવીને પોતાની વિહ્વળતા પ્રકટ કરે છે.

જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની તાકાત જરાપણ ન હોય એને પડકારો દરિયા જેટલા ઉગ્ર હોય, જીવનમાં નિરાશાઓ છે છતાં મૃગજલ જેવી આશાઓ વધારે દુઃખી કરે છે. સુખોના છલકાતા સાગરની વચ્ચે તેઓ સાવ જ તરસ્યા છે. માટે થોડું આપે તોય સંતોષ પામે.

જીવનના મધ્યાહનની વચ્ચે એકલતા એમને અકળાવે છે. જીવનના ઊગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ કોઈ ઘોળી લાવે તો સારુ. જેનાથી થોડું દુઃખ ઓછું થાય.

Std 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો Additional Important Questions and Answers

મેળો આપો તો પ્રષ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 1.
“મેળો આપો તો’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર :
“મેળો આપો તો કાવ્યના કવિનું નામ હરીન્દ્ર દવે છે.

પ્રશ્ન 2.
“મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર:
“મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર ગીતકાવ્ય છે.

પ્રશ્ન 3.
“મેળો આપો તો’ કાવ્યમાંથી શો બોધ મળે છે?
ઉત્તર :
દિલદાર મનુષ્યની ખૂબીઓ માણવાનો અને એને સતત મનન કરવાનો અવસર આપ્યો છે. સાથે સાથે માનવસ્વભાવની લાક્ષણિકતાથી ચેતવાનું કહે છે.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. સૉનેટ
B. ગીતકાવ્ય
C. પ્રસંગકાવ્ય
D. ખંડકાવ્ય
ઉત્તરઃ
B. ગીતકાવ્ય

પ્રશ્ન 2.
હરીન્દ્ર દવેનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. મેળો આપો તો
B. માધવ ક્યાંય નથી મધુવનમાં
C. તમે યાદ આવ્યા
D. કાનુડાને બાંધ્યો છે હીરાના દોરે
ઉત્તરઃ
A. મેળો આપો તો

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન ૩.
પ્રવાહની મધ્યે કવિને શેનો ભાસ થાય છે?
A. હોડી ડૂબવાનો
B. કંઈક ગુમાવ્યાનો
C. મૃગજળનો
D. લક્ષ્ય પ્રાપ્તિનો
ઉત્તરઃ
C. મૃગજળનો

પ્રશ્ન 4.
સવાર અને સાંજ વચ્ચે શું સામ્ય છે?
A. સૂર્યાસ્તનું
B. રંગોની એકતાનું
C. વાતાવરણનું
D. હવાના રુખનું
ઉત્તરઃ
B. રંગોની એકતાનું

પ્રશ્ન 5.
‘મેળો આપો તો’ કાવ્યમાં શાનો વિરોધાભાસ છે?
A. વ્યક્તિ અને સમાજ
B. કુદરત અને માનવ
C. મેળો અને એકલતા
D. સૃષ્ટિ અને સંહાર
ઉત્તરઃ
C. મેળો અને એકલતા

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 6.
“મેળો આપો તો કાવ્ય દ્વારા હરીન્દ્ર દવે કયો રાહ ચીંધે છે?
A. ઉદાર દિલેર મનુષ્યની ખૂબીઓને માણવા – મમળાવવાનો
B. સંતોનો સમાગમ કરીને જીવન જીવવાનો
C. માનવતાને શ્રેષ્ઠ ગણી તેનો અમલ કરવાનો
D. સમયના સથવારે ચાલવાનો
ઉત્તરઃ
A. ઉદાર દિલેર મનુષ્યની ખૂબીઓને માણવા – મમળાવવાનો

મેળો આપો તો વ્યાકરણ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : કેફના કસુંબા ઘોળવા
A. નશો કરવો
B. મગ્ન ન રહેવું
C. આરામ હરામ
D. તલ્લીન રહેવું
ઉત્તરઃ
D. તલ્લીન રહેવું

પ્રશ્ન 2.
નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો : મૃગજળ
A. જમીન પર થતો પાણીનો આભાસ
B. રણમાં દેખાતો પાણીનો આભાસ
C. વરસાદના પાણીનો થતો આભાસ
D. ઉનાળામાં થતો પાણીનો આભાસ
ઉત્તરઃ
B. રણમાં દેખાતો પાણીનો આભાસ

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 3.
મઝધાર
A. પ્રવાહની મધ્યધારા
B. મધની ધારા
C. જીવનનો મધ્યભાગ
D. આયખાની વચ્ચે
ઉત્તરઃ
B. સમુદ્ર

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
જીવતર
A. પારખું
B. ટોળું
C. આયખું
D. સમૂહ
ઉત્તરઃ
C. આયખું

પ્રશ્ન 2.
જલધિ
A. તરુવિટપ
B. સમુદ્ર
C. મઝધાર
D. ધૂંવાધાર
ઉત્તરઃ

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

પ્રશ્ન 3.
કેફ
A. નશો
B. કૉફી
C. અભિમાન
D. કસુંબો
ઉત્તરઃ
D. કસુંબો

4. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ લઘુ

પ્રશ્ન 1.
A. ગુરુ
B. હલકું
C. વિશાળ
D. કલંક
ઉત્તરઃ
A. ગુરુ

મેળો આપો તો Summary in Gujarati

મેળો આપો તો કાવ્ય-પરિચય

પ્રસ્તુત ઊર્મિકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે, જ્યારે ટોળું મેળા જેવો આનંદ માણે છે. પણ અહીં કવિને લોકવ્યવહારની આ સામાન્ય બાબત માન્ય નથી.

કેટલાક સંતો અને કવિઓને એકલતા ભરી ભરી લાગે છે. કેટલાકને ટોળું પીડા આપે છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં માનવ છે. કવિએ વિવિધ રૂપકો દ્વારા સ્પષ્ટ એ કર્યું છે.

[In this lyric peculiarity and beauty of man’s nature has been exhibited. Generally man feels loneliness when he is alone while the crowd enjoys the pleasure of crowd. Here the poet does not believe this common fact of people.

Some saints and poets like loneliness. Crowd pains some people. But the man who feels pleasure in any condition is a man in true sense. The poet has clarified it through metaphors.]

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

મેળો આપો તો કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

જો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો અને જો એકલતા આપો ટોળાની વચ્ચે, આપજો.

(If you want to give company, give it to a true man and if you want to give loneliness give it among the crowd.]

જીવતર આપો તો એવું આપો કે દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે !

(If you want to give life, give it in such a way that every breath enjoys its pleasure !]

સંઘર્ષનો સામનો કરવાની હિંમત ન હોય ને મુસીબતોનો સાગર સામે લલકારતો હોય તોપણ ડગુ નહિ.

જીવનમાં નિરાશા મળી હોય, તોપણ ઝાંઝવાના જળની જેમ આશા અમર રહે. એવી શક્તિ આપ. ”

(Hope is immortal like mirage, eventhough you have no courage to face difficulty, eventhough the ocean of difficulties challenge you and get disappointment.]

સુખોના સાગરની વચ્ચે સાવ જ તરસ્યો છું તો થોડું સુખ આપો.

[I will satisfy even if you give me a little because I am thirsty among the overflowing sea of happiness.)

જીવનના મધ્યાહ્નની વચ્ચે આ એકલતા એકલતા એમ બોલી ન અકળાવો

[Please don’t perplex me saying ‘loneliness’, ‘loneliness’ between the noon of my life.]

જીવનના ઊગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ ઘોળી લાવો. અને

(Please mix the dazzling golden colour of the evening in the fading shades of the rising dawn of life.]
કોઈએ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

(Who will spread nectar of humanity which no one has tasted?].

મેળો આપો તો શબ્દાર્થ (Meanings)

  • મેળો આપવો – સંગાથ આપવો; to cooperate.
  • સંગ – સાથ; company.
  • ટોળું (નવું) – સમૂહ; group.
  • જીવતર (નવું) – આયખું; life.
  • કેફ (૫) – નશો; intoxication.
  • કસુંબો (૫) – અફીણ; a kind of a plant.
  • લગાર – થોડું; little.
  • મઝધાર – પ્રવાહની મધ્યમાં; the middle of a flow.
  • મૃગજલ (નવું) – ઝાંઝવાના જળ; mirage.
  • અકળાવવું – પરેશાન કરવું; to be puzzled, to be tired of.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *