Class 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ

Class 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ Textbook Questions and Answers

વતનનો તલસાટ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કવિને શેની ઝંખના છે?
ઉત્તર :
કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની ઝંખના છે.

પ્રશ્ન 2.
કોની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે?
ઉત્તરઃ
મા અને માતૃભૂમિની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે.

પ્રશ્ન 3.
કવિનો વસવાટ ક્યાં છે?
ઉત્તર :
કવિનો વસવાટ વિદેશમાં છે.

પ્રશ્ન 4.
કેવા રંગનું નિશાન કવિ જુએ છે?
ઉત્તરઃ
ગેરુ રંગનું નિશાન કવિ જુએ છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કોની સ્મૃતિથી કવિ વિહ્વળ બને છે? શા માટે?
ઉત્તર :
કાલાગ્નિમાં વિલીન થયેલી તેમની માતાની સ્મૃતિમાં કવિ વિહ્વળ બને છે. કવિના વતનમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, ખંતીલા ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિર પર લહેરાતી ભગવા રંગની ધજા, વહાલી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ : તેમની મમતામયી મા નથી એ માટે કવિ બહુ જ દુઃખી છે.

પ્રશ્ન 2.
કવિના પ્રાણ શાથી (ઉતાવળા) અધીર બન્યા છે? શા માટે?
ઉત્તર:
કવિને વતનવિરહનો કારમો ઘા હૈયે લાગ્યો છે. તેની : વેદના દેહને નહિ પણ આત્માને વિહ્વળ બનાવે છે. તેથી જન્મભૂમિ જવા માટે તેમનો પ્રાણ પછાડા નાખે છે. મા વછોયું બાળક અને ધણ વછોયું પશુ જેવો તલખાટ અનુભવે લગભગ તેવો જ તલખાટ કવિ પણ અનુભવે છે.

જીરવી જીરવાય નહિ, કોઈને કહેવાય નહિ, જરા – પણ સહેવાય નહિ એવી વેદનાથી કવિ વ્યગ્ર બન્યા છે. ખુદની ત્વચા જાણે પોતાની જાત વડે ઉતરડાતી હોય એવી વેદના તેમના તન-મનને બાળી રહી છે.

જન્મભૂમિમાં ભેરુ, ભગિની વગેરે બધા મળશે પણ કાલગંગામાં વિલીન થયેલી મા નહિ મળે એ માટે કવિ અધીર બન્યા છે.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“વતનનો તલસાટ” કાવ્યમાં વ્યક્ત થતો કવિનો કલ્પાંત આલેખો.
ઉત્તરઃ
રમણીક અરાલવાળા લિખિત “વતનનો તલસાટ’ સૉનેટ કાવ્યમાં કવિને વતનવિરહનો કારમો ઘા હૈયે લાગ્યો છે. તેની વેદના દેહને નહિ પણ આત્માને વિહ્વળ બનાવે છે. જન્મભૂમિ જવા માટે કવિનો પ્રાણ પછાડા નાખે છે.

મા વછોયું બાળક અને ધણ વછોયું પશુ જેવો તલખાટ અનુભવે લગભગ તેવો જ તલખાટ કવિ અનુભવે છે. જીરવી જીરવાય નહિ, કોઈને કહેવાય નહીં, જરાપણ સહેવાય નહિ એવી વેદનાથી કવિ વ્યગ્ર બન્યા છે. ખુદની ત્વચા જાણે પોતાની જાત વડે ઉતરડાતી હોય એવી વેદના તેમના તન-મનને બાળી રહી છે.

જન્મભૂમિમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિરો પર લહેરાતી ભગવા રંગની ધજા, વહાલી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ તેમની મમતામયી કાલગંગામાં વિલીન થયેલી મા જ નથી, એ વિચારે કવિની વેદના ચરમસીમાએ પહોંચે છે. જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના છે.

પ્રશ્ન 2.
કવિની જન્મભૂમિનું શબ્દચિત્ર તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તરઃ
રમણીક અરાલવાળા લિખિત ‘વતનનો તલસાટ’ કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે. અહીં, વતનવિરહની વેદનાને કારણે કવિ વ્યગ્ર બની ગયા. માતૃભૂમિના વિરહનો કારમો ઘા તેનાં હૈયે વાગ્યો પણ વેદના તેનાં આત્માને કોરી ખાય છે.

મા વિનાનું બાળક, ધણથી વિખૂટું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે છે, તેમ કવિ પણ માતૃભૂમિ વિના ઊંડો ઝુરાપો અનુભવે છે.

પોતાના વતનમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતાં ખેતરો, મહેનતુ ખેડૂતોનાં મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતાં પશુઓ, મંદિરો પર લહેરાતી ભગવા રંગની ધજા, ઓછી ઓછી થતી બહેન, લંગોટિયા મિત્રો વગેરે બધું જ છે પણ તેમની મમતામયી મા જ નથી એ વિચારે કવિની વેદના ચરમસીમાએ પહોંચે છે. જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશભૂમિમાં પૂર્ણ સંતોષ પામવાની ઝંખના છે.

Std 12 Gujarati Textbook Solutions Chapter 13 વતનનો તલસાટ Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“વતનનો તલસાટ” કાવ્યના કવિ કોણ છે?
ઉત્તરઃ
“વતનનો તલસાટ કાવ્યના કવિ રમણીક અરાલવાળા છે.

પ્રશ્ન 2.
“વતનનો તલસાટ’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘વતનનો તલસાટ” કાવ્યનો પ્રકાર સૉનેટ છે.

પ્રશ્ન 3.
“વતનનો તલસાટ” કાવ્યમાં શાનો મહિમા પ્રગટ થયો છે?
ઉત્તરઃ
‘વતનનો તલસાટ’ કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ).

પ્રશ્ન 1.
‘વતનનો તલસાટ’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. સૉનેટ
B. ઊર્મિકાવ્ય
C. ભજન
D. લોકગીત
ઉત્તરઃ
A. સૉનેટ

પ્રશ્ન 2.
‘વતનનો તલસાટ’ કાવ્યમાં શાનો મહિમા પ્રગટ થયો છે?
A. દેશપ્રેમનો
B. માતૃભૂમિનો
C. રાષ્ટ્રપ્રેમનો
D. સમયનો
ઉત્તરઃ
B. માતૃભૂમિનો

પ્રશ્ન ૩.
તમારા પાઠ્યપુસ્તકમાં રમણીક અરાલવાળાનું કયું કાવ્ય છે?
A. આ રસ્તાઓ
B હંકારી જા
C. મેળો આપો તો
D. વતનનો તલસાટ
ઉત્તરઃ
D. વતનનો તલસાટ

પ્રશ્ન 4.
જનની સહિતની વિદેશભૂમિમાં કોણ પૂર્ણ પરિતોષ પામે છે?
A. રમણીક અરાલવાળા
B. હરીન્દ્ર દવે
C. પ્રભુલાલ દ્વિવેદી
D. ઉશનસ્
ઉત્તરઃ
A. રમણીક અરાલવાળા

પ્રશ્ન 5.
કવિના પ્રાણ ક્યાં જવા પછાડા મારે છે?
A. વિદેશ
B. વતન
C. સીમમાં
D. કૂવાકાંઠે
ઉત્તરઃ
B. વતન

પ્રશ્ન 6.
કવિને વતનવિરહનો કારમો ઘા ક્યાં લાગ્યો છે?
A. પગમાં નહિ દિલમાં
B. હૃદયમાં નહિ મનમાં
C. હાથે નહિ હૈયે
D. હાથે નહિ પગે
ઉત્તરઃ
C. હાથે નહિ હૈયે

પ્રશ્ન 7.
કવિને ભેરુ-ભગિની મળશે, પરંતુ …………………… મળશે નહિ.
A. કાલગંગામાં વિલીન થયેલી મા
B. સીમ, પાદર અને ખેતરો
C. કૂવાકાંઠે પાણી ભરતી પનિહારીઓ
D. નદીકાંઠાની નયનરમ્ય શોભા
ઉત્તરઃ
A. કાલગંગામાં વિલીન થયેલી મા

વતનનો તલસાટ વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો:

પ્રશ્ન 1.
A. વતનવિરહનો કારમો ઘા કવિની હૈયે વાગી છે.
B. જન્મભૂમિ જવા એ તેમનો પ્રાણ પછાડા નાખ્યો.
C. વિલીન કાલગંગામાં મા થયેલી મળે નહિ.
D. કવિએ વિદેશમાં એકલા રહી માતા અને માતૃભૂમિનો વિરહ અનુભવ્યો.
ઉત્તરઃ
D. કવિએ વિદેશમાં એકલા રહી માતા અને માતૃભૂમિનો વિરહ અનુભવ્યો.

પ્રશ્ન 2.
A. માતૃભૂમિની મહિમા અવર્ણનીય હોય છે.
B. વતનમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક અને લોકોની માનવતાની મહેક છે.
C. વતનપ્રેમની બલિદાન કવિને અધીરું કરે છે.
D. દેશની આકાશમાં ભગવા રંગની વાવટો લહેરાય છે.
ઉત્તરઃ
B. વતનમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક અને લોકોની માનવતાની મહેક છે.

પ્રશ્ન 3.
A. ખંતીલા ખેડૂતોની મીઠાં ગીતો કર્ણપ્રિય છે.
B. ઘણો લાંબો સમય માતૃભૂમિથી દૂર રહી આત્મા અધીરા બની.
C. વીણા અને સમય શાળાએ ગઈ.
D. જનની વિનાની જન્મભૂમિ કવિને અત્યંત પીડા આપે છે.
ઉત્તરઃ
D. જનની વિનાની જન્મભૂમિ કવિને અત્યંત પીડા આપે છે.

2. નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો?

પ્રશ્ન 1.
A. વતન રળિયામણું હતું કવિનું
B. સંસ્મરણો થયા તાજાં બાળપણના કવિના.
C. કવિ વતન પાછા ફર્યા, કારણ કે તેનાથી વતનવિરહ સહન ન થયો.
D. વતન બાળપણનું સ્થાન સંસ્મરણીય છે.
ઉત્તરઃ
C. કવિ વતન પાછા ફર્યા, કારણ કે તેનાથી વતનવિરહ સહન ન થયો.

પ્રશ્ન 2.
A. મનુષ્યનો સમય જીવનમાં તેના મહત્ત્વનો છે.
B. સ્વદેશપ્રેમ હૃદયની કરતા ભાવોર્મિ ઉત્તમ છે.
C. કવિ વતન પાછા ન ફર્યા, કારણ કે તેમની માતા વતનમાં ન હતા.
D. જનની જન્મભૂમિ વિનાની છે અધૂરી.
ઉત્તરઃ
C. કવિ વતન પાછા ન ફર્યા, કારણ કે તેમની માતા વતનમાં ન હતા.

પ્રશ્ન 3.
A. ન સહેવાય વેદનાથી વ્યગ્ર એવી થયા.
B. વતનપ્રેમ સમયના વધે સથવારે કવિનો છે.
C. પરિતોષ જનનીરહિત પામે જન્મભૂમિમાં છે.
D. કવિનું સમગ્ર અસ્તિત્વ જન્મભૂમિને કારણે છે.
ઉત્તરઃ
D. કવિનું સમગ્ર અસ્તિત્વ જન્મભૂમિને કારણે છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો:

પ્રશ્ન 1.
અન્નપૂર્ણા
A. જલ આપનારી દેવી
B. અન્ન આપનારી દેવી
C. જગતનું રક્ષણ કરનારી દેવી
D. વિદ્યાનું દાન આપનારી દેવી
ઉત્તરઃ
B. અન્ન આપનારી દેવી

પ્રશ્ન 2.
કાલાગ્નિ
A. સમયરૂપી અગ્નિ
B. સમયનો વિરોધ કરનારી અગ્નિ
C. કાળમાંથી ઉત્પન્ન થયેલી અગ્નિ
D. વેરભાવથી ઉત્પન્ન થયેલી અગ્નિ
ઉત્તરઃ
A. સમયરૂપી અગ્નિ

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન 1.
તૃણ
A. કણસલું
B. ડું
C. તણખલું
D. લોથું
ઉત્તરઃ
C. તણખલું

પ્રશ્ન 2.
જીર્ણ
A. પ્રાચીન
B અર્વાચીન
C. નવીન
D જૂનું, પુરાણું
ઉત્તરઃ
D. જૂનું, પુરાણું

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1.
સ્મૃતિ
A. સમય
B. વિસ્મૃતિ
C. પાત્ર
D. પ્રવાસ
ઉત્તરઃ
B. વિસ્મૃતિ

પ્રશ્ન 2.
વિરહ
A. વિચ્છેદ
B વિયોગ
C. પરિચ્છેદ
D. મિલન
ઉત્તરઃ
D. મિલન

4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A. ગુરુપૂર્ણિમા
B. શીર્ષક
C. વિટામીન
D. અભીપ્રાય
ઉત્તરઃ
B. શીર્ષક

5. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

A. શક્તિ
B. દીલગિર
C. સ્વેચ્છા
D. રાજદ્રોહ
ઉત્તરઃ
B. દીલગિર

વતનનો તલસાટ Summary in Gujarati

વતનનો તલસાટ કાવ્ય-પરિચય

પ્રસ્તુત કાવ્યમાં માતૃભૂમિનો મહિમા પ્રગટ થયો છે. અહીં, વતનવિરહની વેદનાને કારણે કવિ વ્યગ્ર બની ગયા. માતૃભૂમિના વિરહનો કારમો ઘા તેનાં હૈયે વાગ્યો પણ વેદના તેનાં આત્માને કોરી ખાય છે.

મા વિનાનું બાળક, ધણથી વિખૂટું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે છે તે જ, કવિ પણ માતૃભૂમિ વિના ઊંડો ઝુરાપો અનુભવે છે. માતૃભૂમિમાં ભેરુ-ભગિની હશે પણ મા નહીં હોય. કવિને તો મા હોય એવી માતૃભૂમિની ઝંખના છે.

[In this poem dignity of the motherland has been exhibited. The poet has bacome sad because of the pain of separation of his native place. It shocked his heart.

The poet experiences the deep pain of separation of his motherland as the mother experiences the pain of her child’s separation and the cow experiences the pain of her calf’s separation. There may be a friend or a sister but not mother.

The poet desires to have motherland where; there is his mother.)

વતનનો તલસાટ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

ઘણો લાંબો સમય માતૃભૂમિથી દૂર રહીને વિતાવ્યો હવે માતૃભૂમિને મળવા, આત્મા અધીર બન્યો છે.

[Long time has been passed living away from the motherland. Now (my) soul has become eager to see the motherland.]

વતનમાં કૂવાકાંઠે પનિહારીઓની લચક, ફળદ્રુપ ખેતરોમાં પવનની લહેરે રસદાર પાક ડોલે છે.

ખેતરોમાં લીલા ઘાસ લહેરાય છે, ખંતીલા ખેડૂતોનાં મીઠાં ગીતો, ગંભીર વડલા, શંભુનું જીર્ણ દેરું પણ છે.

વાગોળતાં ધણ, ભગવા રંગનો વાવટો આકાશમાં લહેરાય છે. ખૂબ વહાલ કરતી ભગિની, લંગોટિયા બાળમિત્રો પણ છે.

[I remind the graceful twist of women fetching water from the well, swinging crop with wind in fertile fields, swinging green grass in the fields, sweet songs of the perseverant farmers, coolminded banyan trees, the old temple of Lord Shiva, grazing cattle, the saffron flag waving in the sky, loving sister, childhood friends.]

એ જ ઝંખનામાં ઊંઘમાં પણ ઝબકીને જાગી જતો. ઘેલાં હૈયાં બધાં જ મળશે પણ કાળરૂપી અગ્નિમાંથી.

સંભાળીને રાખેલા માતાની યાદનાં સંસ્મરણોરૂપી સુમનથી સિંચાયેલું માતાનું મુખ હવે ક્યાં જોવા મળશે?

(Suddenly I would wake up in sleep. I will get many loving hearts, but where shall I see my mother’s face which has been kept in my heart with her sweet memories?]

કવિને જનની વિનાની જન્મભૂમિ સંતોષ આપતી નથી. વતનમાં જનની સાથેની જન્મભૂમિની જ તેની તમન્ના છે.

[The motherland without mother does not satisfy the poet. The poet has a desire to have motherland with mother.]

વતનનો તલસાટ (Meanings)

  • દોહ્યલાં – મુશ્કેલ; tough.
  • અનિલ (૫) – પવન; wind.
  • રસાળાં – રસદાર; juicy.
  • વિચ્છેદન – ખંડન; disintegration.
  • તૃણ (નવું) – ઘાસ; grass.
  • ખંતીલા – મહેનતુ; laborious.
  • જીર્ણ – પુરાણું; very old.
  • વ્યોમ (નવું) – આકાશ; sky.
  • વાવટો (૫) – ધજા; flag.
  • ગેરુ – ભગવો; reddish grey.
  • ભેરુ (૫) – મિત્ર; friend.
  • કિન્તુ- પરંતુ; but.
  • સ્મૃતિ (સ્ત્રી) – યાદગીરી; memory
  • સુમન (નવું) – ફૂલ; flower.
  • જનની (સ્ત્રી.) – મા; mother.
  • તોષ (૫) – સંતોષ; satisfaction.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *