Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Textbook Questions and Answers

પુંજા મેજરની લગની સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
પંજાને શેના પ્રત્યે લગાવ રહેતો?
ઉત્તરઃ
પૂંજાને વૃક્ષો પ્રત્યે લગાવ રહેતો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 2.
પુંજાએ શી પ્રવૃત્તિ કરી ? પંજાએ શો નિર્ણય કર્યો ?
ઉત્તરઃ
પૂજાએ કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોદયાં. છાણિયું ખાતર બનાવ્યું. સારા આંબાના ગોટલા ભેગા કર્યા. રોપા ઉછેર્યા.

ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા. એમના વરસ જેટલા આંબા ઉછેરવાનો નિર્ણય કર્યો.

પ્રશ્ન 3.
આંબા ઉછેર અંગે પૂજાની શી સમજણ હતી ?
ઉત્તરઃ
પંજાના મત પ્રમાણે જો થોડાં આંબા ઉછેરીએ તો પાદરમાં છાંયો થાય અને ગામનાં છોકરાંને ફળ ખાવા પણ મળે.

પ્રશ્ન 4.
ગામના મુખીએ પંજા પર શો આરોપ કરેલો ?
ઉત્તર :
વગર પરવાનગીએ સરકારી જમીન પર આંબા વાવવાનો આરોપ ગામના મુખીએ પંજા પર મૂક્યો.

પ્રશ્ન 5.
રાજપૂતે પૂંજાને શી હૈયાધારણ આપી?
ઉત્તરઃ
રાજપૂતે ધારિયું બતાવીને કહ્યું કે, “જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ આંબાનું પાંદડુંએ નહીં તોડી શકે એવી હૈયાધારણ આપી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 6.
પૂંજાના અવસાન પછી આંબાની શી દશા થઈ ?
ઉત્તરઃ
પૂજાના અવસાન પછી તેમણે ઉછેરેલા બાસઠ આંબામાંથી માંડ બે બચ્યા છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
નિવૃત્તિ સમયે પૂજાએ ઘરવખરીનું શું કર્યું ? તે અંગે તેની માન્યતા શી હતી ?
ઉત્તરઃ
પંજાને કોઈ પણ ચીજવસ્તુનો મોહ ન હતો. એમના મતે નોકરીનાં આટલાં વર્ષોમાં એકઠી થયેલી ઘરવખરી એમને લજવતી હતી, માટે બધી જ ઘરવખરી જેને જોઈતી હતી એને આપી દીધી. હું તેઓ દઢપણે માનતા હતા કે એને કાંઈ જોઈતું હશે તો ચોક્કસ ઈશ્વર 3 આપશે જ.

પ્રશ્ન 2.
પંજાએ આંબાના ઉછેરમાં શી કાળજી લીધી?
ઉત્તરઃ
પૂજાએ મોટા ભાઈ ભવનભાઈની વાત ન માની, એમણે ગામના પાદરમાં આંબા ઉછેરવાનું નક્કી કર્યું. કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોલ્યાં. છાણિયું ખાતર બનાવ્યું. સારા આંબાના ગોટલા ભેગા કર્યા. રોપા ઉછેર્યા. ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા.

પશુપક્ષી કે માણસ નુકસાન ન કરે એ માટે અડાબીડ થોરિયા વાવ્યા. અતિ વરસાદને કારણે ખૂબ નુકસાન થયું હતું. ઉનાળાની ગરમીમાં કાવડમાં પાણી લઈ આવે અને આંબા સીંચે. છંતાલીસ આંબા ઉછર્યા ત્યારે તેના હરખનો પાર ન હતો. આમ, આંબાનો ઉછેર માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર જેવી રીતે કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક ક્ય.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 3.
કોઈની નિંદા વખતે પંજાની શી પ્રવૃત્તિ રહેતી ? શા માટે ?
ઉત્તર :
કોઈની નિંદાની વાત આવે ત્યારે કોદાળીના ઘાથી ઘાસનું કે મૂળિયું ખોદી કાઢે, ક્યાં તો વાંસીથી વાડોલામાં પેસતી ધરો ખેંચી કાઢે.

અને કહે આ કુથલીના અપલક્ષણને ધરમૂળથી કાઢી નાખવામાં ભલાઈ છે. ભક્તિમાં એને ભરોસો. બાઇબલમાં કહેલાં મર્મવચન પ્રમાણે વર્તવું રૂં એવું તેઓ હૃદયપૂર્વક માનતા. માંદાની માવજત કરે, એને જોઈતી 3 મદદ કરવા હંમેશાં તત્પર રહે. આમ, કોઈની તથામાં ક્યારેય ન પડે જે કરે એને પણ રોકે.

પ્રશ્ન 4.
પંજાને શી ચિંતા કોરી ખાતી હતી ? તેનું સમાધાન તેણે શી રીતે લાધ્યું?
ઉત્તરઃ
પૂજાનો અંત સમય નજીક આવતો હતો એમ પોતે ઉછેરેલા 3 આંબાને સાચવવાની ચિંતા કોરી ખાતી હતી. એણે પંચ સમક્ષ રજૂઆત પણ કરેલી પણ કોઈને એમાં રસ ન હતો. એણે સરપંચને કહ્યું, ત્યારે તો એમને વગર પરવાનગીએ આંબા વાવવા બદલ સરકારમાં લખવાની ધમકી આપી.

આથી પંજો નિરાશ થઈ ગયો. રે એના ગામમાં એક માણસ બે હાથનું ધારિયું ખભે રાખીને ફર્યા રૂ કરતો. એ કોઈને રંજાડતો નથી, પણ બધાં એનાથી ડરે. પૂજાએ એને વાત કરી, “મારી પાસે થોડા રૂપિયા છે એ સારા કામમાં વાપરવા હતા એ રૂપિયા તમને આપતો જાઉં, જીવો ત્યાં સુધી આ આંબાને સાચવજો, મેં એવું સાંભળ્યું છે કે, રાજપૂત પોતાના વચનને કોઈ પણ ભોગે નિભાવે છે.’

પેલા માણસે જીવે ત્યાં સુધી આંબાને સાચવવાનું વચન આપ્યું ત્યારે પૂજાને નિરાંત થઈ.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
આંબા ઉછેરની પૂજાની લગની તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
જોસેફ મૅકવાન લિખિત “પૂજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વતન આવીને પૂજાએ મોટા ભાઈ ભવનભાઈની વાત ન માની, મસાણ-તળાવની પડતર જમીનમાં આંબા વાવવાનું નક્કી કર્યું. કાળે ઉનાળે જમીનમાં ખાડા ખોદવ્યાં.

છાણ અને માટીના થર દ્વારા છાણિયું ખાતર બનાવ્યું, સારા આંબાના ગોટલા ભેગા કર્યા, રોપા ઉછેર્યા, ત્રણેક વરસાદ પડ્યા પછી રોપા વાવ્યા. પશુ-પક્ષી કે માણસ નુકસાન ન કરે એ માટે અડાબીડ થોરિયા વાવ્યા. અતિ વરસાદને કારણે ખૂબ નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતોની જેમ જ પૂજાએ પણ અત્યંત વેદના અનુભવી.

ઉનાળાની ગરમીમાં કાવડમાં પાણી લઈ આવીને આંબાને સિચ્યા. બેંતાલીસ આંબા ઉછર્યા ત્યારે તેના હરખનો પાર ન હતો. માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક વૃક્ષોનો ઉછેર કર્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 2.
નોંધ લખો :
1, પંજાની નિઃસ્વાર્થપરાયણતા
ઉત્તરઃ
જોસેફ મૅકવાન લિખિત પૂંજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ. એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. ઈશ્વર પ્રત્યે એમને અપાર શ્રદ્ધા હતી. “મોહે લાગી લગન’ પંક્તિ હંમેશાં ગાતા રહેતા. એના ગીતમાં મસ્તી ટપકતી રહેતી.

પંજાને કોઈ પણ ચીજવસ્તુનો મોહ ન હતો. એમના મતે નોકરીનાં આટલાં વર્ષોમાં એકઠી થયેલી ઘરવખરી એમને લજવતી હતી, માટે બધી જ ઘરવખરી જેને જોઈતી એને આપી દીધી. તેઓ દઢપણે છે માનતા હતા કે એને કાંઈ જોઈતું હશે તો ચોક્કસ ઈશ્વર આપશે જ.

પંજો અને તેના પત્ની બે જણ, કોઈ જંજાળ નહીં. વંશવેલાનો કોઈ ? વલોપાત નહીં. શું ખાય કે શું પીએ કોઈને કશી ખબર નહીં. પૂરો સંત માણસ. આકાશના પંખી જેવો. વાવવું, લણવું એકઠું કરવાની કોઈ પરોજણ નહીં. સાંજે છોકરાઓને ભેગા કરે સુવાર્તા સંભળાવે.

હું કોઈની નિંદાની વાત આવે ત્યારે કોદાળીના ઘાથી ઘાસનું મૂળિયું ખોદી કાઢે, ક્યાં તો વાંસીથી વાડોલામાં પેસતી ધરો ખેંચી કાઢે. અને કહે આ કૂથલીના અપલક્ષણને ધરમૂળથી કાઢી નાખવામાં ભલાઈ છે. ભક્તિમાં એને ભરોસો.

બાઇબલમાં કહેલાં મર્મવચન પ્રમાણે વર્તવું એવું તેઓ હૃદયપૂર્વક માનતા. માંદાની માવજત કરે, એને જોઈતી મદદ કરવા હંમેશા તત્પર રહે. આમ, કોઈની તથામાં ક્યારેય ન પડે અને જે કરે એને પણ રોકે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

2. પંજાની વ્યથા, વેદના
ઉત્તરઃ
જોસેફ મૅકવાન લિખિત “પંજા મેજરની લગની’ ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ. એ પંજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. ઈશ્વર પ્રત્યે એમને અપાર શ્રદ્ધા હતી. “મોહે લાગી લગન’ પંક્તિ હંમેશાં ગાતા રહેતા. એના ગીતમાં મસ્તી ટપકતી રહેતી.

પંજાએ મસાણ-તળાવની પડતર જમીનમાં આંબા વાવવાનું નક્કી કર્યું. ખૂબ પરિશ્રમ દ્વારા તેણે બાસઠ આંબા વાવ્યા તેમાંથી બેંતાલીસ આંબા ઉછર્યા. એની ગેરહાજરીમાં આંબાને ઘણું નુકસાન થયું ત્યારે એમને ખૂબ વેદના થઈ. આંબાનો ઉછેર માતા-પિતા પોતાના સંતાનનો ઉછેર જેવી રીતે કરે એમ કદાચ, એના કરતાં વધારે કાળજીપૂર્વક કર્યો.

પંજાનો અંત સમય નજીક આવતો હતો એમ પોતે ઉછેરેલા આંબાને સાચવવાની ચિંતા કોરી ખાતી હતી. એણે પંચ સમક્ષ રજૂઆત પણ કરેલી પણ કોઈને એમાં રસ ન હતો. એણે સરપંચને કહ્યું, ત્યારે તો એમને તો વગર પરવાનગીએ આંબા વાવવા બદલ સરકારમાં લખવાની ધમકી આપી. આથી પંજો નિરાશ થઈ ગયો.

એના ગામમાં એક માણસ બે હાથનું ધારિયું ખભે રાખીને ફર્યા કરતો. એ કોઈને રંજાડતો નથી, પણ બધાં એનાથી ડરે. પૂજાએ એને વાત કરી, “મારી પાસે થોડા રૂપિયા છે એ સારા કામમાં વાપરવા હતા એ રૂપિયા તમને આપતો જાઉં, જીવો ત્યાં સુધી આ આંબાને સાચવજો.

મેં એવું સાંભળ્યું છે કે, રાજપૂત પોતાના વચનને કોઈ પણ ભોગે નિભાવે છે. પેલા માણસે જીવે ત્યાં સુધી આંબાને સાચવવાનું વચન આપ્યું ત્યારે પંજાને નિરાંત થઈ. એક રાતે એ નિતની લગનીમાં ભળી ગયો.

Std 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની Additional Important Questions and Answers

પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણા]

પ્રશ્ન 1.
પૂજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તરઃ
“પંજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જોસેફ મૅકવાન છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 2.
“પંજા મેજરની લગની’ પાઠમાંથી શી શીખ મળે છે?
ઉત્તરઃ
પૂજા મેજરની લગની પાઠમાંથી “મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ.” એવી શીખ મળે છે.

પ્રશ્ન 3.
“મારા વરહ જેટલા આંબા મેં વાવ્યા. જિંદગીનાં જેટલાં હાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે.” આ વિધાનને આધારે પંજા મેજરે કેટલા આંબા વાવ્યા હતા અને કેટલા ઉછર્યા તે જણાવો. –
ઉત્તરઃ
પૂંજા મેજરે બાસઠ આંબા વાવ્યા હતા. તેમાંથી છેતાલીસ આંબા ઉછર્યા.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ).

પ્રશ્ન 1.
પૂજા મેજરની લગની’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
A. પ્રવાસનિબંધ
B. નવલિકા
C. ચરિત્રનિબંધ
D. આસ્વાદલેખ
ઉત્તરઃ
C. ચરિત્રનિબંધ

પ્રશ્ન 2.
મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, … (ઉક્તિ પૂર્ણ કરો.)
A. કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ.
B. સમય નહિ, સંજોગ બદલવા જોઈએ.
C. કેવળ નામ અને કામ બદલવા જોઈએ.
D. મનની વૃત્તિ અને વિચારોને બદલવા જોઈએ.
ઉત્તરઃ
A. કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 3.
જમીનમાં આંબા ઉછેરવા, માંદાની માવજત કરવી, જરૂરતમંદોને મદદ કરવી એ કોના સ્વભાવગત ગુણો હતા?
A. બિસ્મિલ્લાખાં
B. પૂંજા મેજર
C. નારાયણ હેમચંદ્ર
D. વજેસંગ
ઉત્તરઃ
B. પૂંજા મેજર

પ્રશ્ન 4.
પંજા મેજરની લગની’ પાઠના લેખકનું નામ જણાવો.
A. લાભુબહેન મહેતા
B. સુરેશ જોશી
C. રમણીક અરાલવાળા
D. જોસેફ મૅકવાન
ઉત્તરઃ
D. જોસેફ મેકવાન

પ્રશ્ન 5.
વગર પરવાનગીએ સરકારી જમીન પર આંબા વાવવાનો આરોપ પંજા પર કોણે મૂક્યો?
A. ભવાનભાઈ
B. ઊજમબેન
C. ગામના મુખી
D. ગામના લોકો
ઉત્તરઃ
C. ગામના મુખી

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 6.
“જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ આંબાનું પાંદડુંએ નહીં તોડી શકે.” આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
A. રાજપૂત – પૂંજા મેજર
B. મેજર – ભવાનભાઈ
C. ભવાનભાઈ – પૂંજા મેજર
D. પંજા મેજર-ગામના મુખી
ઉત્તરઃ
A. રાજપૂત – પૂંજા મેજર

પુંજા મેજરની લગની વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. કેટલાકને અમે બબ્બે ગાડાં ભરીને આવતાં જોયેલા એટલે પંજા મેજરની સાવ ટાંચી ઘરવખરી જોઈને નવાઈ લાગી.
B. ગામમાં મિશનનો નવો માસ્તર આવે ત્યારે એ ગાડું સામાન લાવતો.
C. મેજરકાકા! “સામાનનું ગાડું પાછળ આવે છે?”
D. અમારે બે માણસને કેટલું જોઈએ?
ઉત્તરઃ
A. કેટલાકને અમે બબ્બે ગાડાં ભરીને આવતાં જોયેલા એટલે પંજા મેજરની સાવ ટાંચી ઘરવખરી જોઈને નવાઈ લાગી.’

પ્રશ્ન 2.
A. “હારું તારે માગો એમની પાહે.”
B. આખી જિંદગીમાં બે ખાટલાનોય વેંત ના કર્યો તમે?
C. ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગ્રત થઈ તેથી સંસારમાંથી રસ ઊડી ગયો.
D. જિંદગીના જેટલાં વરહ હાચાં જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે.
ઉત્તરઃ
C. ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગ્રત થઈ તેથી સંસારમાંથી રસ ઊડી ગયો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 3.
A. મારા કોઈ વાડોલાને આંચ ન આવે એવી જગ્યાએ ખોદજો.
B. ઉનાળામાં બે ખાલી ડબ્બા ખરીદી તેનું કાવડ બનાવ્યું.
C. બીજા કોકે ખેતરની વાડ કરવા વાડોલા કાઢી નાખેલાં.
D. થોડાક આંબા ઉછરશે તો તમે ખાશો, તમારાં છોકરાં રાજી થશે.
ઉત્તરઃ
D. થોડાક આંબા ઉછરશે તો તમે ખાશો, તમારાં છોકરાં રાજી થશે.

2. નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. કશુંક મળતર મળે એવો ધંધો કરો ને?
B. પાંચેક દહાડામાં એમનું ઘર ઠરીઠામ થઈ ગયું.
C. ભવાનકાકા પણ પંજા મેજર જેવા અલગારી હતા.
D. જ્યારે પ્રભુકૃપાનો વરસાદ વરસ્યો ત્યારે ભક્તહૃદય નાચી ઊડ્યું.
ઉત્તરઃ
D. જ્યારે પ્રભુકૃપાનો વરસાદ વરસ્યો ત્યારે ભક્તહૃદય નાચી ઊઠ્યું.

પ્રશ્ન 2.
A. ગામમાં આવ્યા પછી થોડાક દિવસ એ સૌના વિચારવ્યવહારથી પરિચિત થયાં.
B. પચી રૂપિયા પેન્શનમાં અમારા બેનો ગુજારો થઈ રહે છે.
C. એક ટંક ધરઈને ધાન મળી રહે પછી મારે શી ચિંત્યા?
D. જો તમે જીવનમાં કરકસર કરશો તો તમારું જીવન સંતુષ્ટ થશે.
ઉત્તરઃ
D. જો તમે જીવનમાં કરકસર કરશો તો તમારું જીવન સંતુષ્ટ થશે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 3.
A. આ પારકી કૂથલીના અપલખણને મૂળ હંગાથું કાઢી નાખવું જોઈએ.
B. વલોણાની તાજી છાસ એમની મિજબાની બની રહે.
C. ઘણીવાર જ્યારે ઉજમકાકીની યાદ આવતી ત્યારે પૂંજા મેજરને તેમની પેટી ખોલીને સૂનમૂન બેઠેલાં અમે જોયેલા.
D. આજે એમના બાસઠ આંબામાંથી માંડ બે બચ્યા છે.
ઉત્તરઃ
C. ઘણીવાર જ્યારે ઉજમકાકીની યાદ આવતી ત્યારે પૂંજા મેજરને તેમની પેટી ખોલીને સૂનમૂન બેઠેલાં અમે જોયેલા.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો:

a. બે પાંદડે થવું
A. ધનવાન થવું
B. વૃક્ષારોપણ
C. લગ્ન કરવાં
D. વનમહોત્સવ ઉજવવો
ઉત્તરઃ
A. ધનવાન થવું

b. માલ ન હોવો
A. પૈસા ન હોવા
B. વજૂદ વિનાનું હોવું
C. મહિમા ન હોવો
D. સામાન ન હોવો
ઉત્તરઃ
B. વજૂદ વિનાનું હોવું

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

c. લોહી ઉકાળા કરવા
A. સમય ન આપવો
B. સમય બગાડવો
C. પરેશાન કરવું
D. જીવ બાળવો
ઉત્તરઃ
D. જીવ બાળવો

d. ઠરીઠામ થવું
A. સ્થિર થવું નહિ
B. મદદ કરવી
C. ગોઠવાઈ જવું
D. વિનંતી કરવી
ઉત્તરઃ
C. ગોઠવાઈ જવું

e. પોરસાવવું
A. વખાણ કરવા
B. સ્તબ્ધ થવું
C. સમય સાચવવો
D. એક નજરે જોવું
ઉત્તરઃ
A. વખાણ કરવા

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 2.
નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો : પિઢેરિયું

A. કાચમાંથી બનાવેલું
B. કાચું ઘર
C. લાકડામાંથી બનાવેલું
D. માટીમાંથી બનાવેલું
ઉત્તરઃ
D. માટીમાંથી બનાવેલું

પ્રશ્ન 3.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ

1. ફોકટ
A. ચોક્કસ
B. સમય
C. વ્યય
D. નકામું
ઉત્તરઃ
D. નકામું

2. અબળખા
A. સમજદારી
B. અભિલાષા
C. મઝધાર
D. મહેનતુ
ઉત્તરઃ
B. અભિલાષા

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 4.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :

1. નિવૃત્ત
A. પ્રવૃત્ત
B. આળસુ
C. પરિશ્રમી
D. સ્વાશ્રયી
ઉત્તરઃ
A. પ્રવૃત્ત

2. નિંદા
A. સરપાવ
B. વખાણ
C. બોધ
D. શિક્ષા
ઉત્તરઃ
B. વખાણ

પ્રશ્ન 5.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A. હીમંત
B. પ્રસંશા
C. કાર્યક્રમ
D. શીષ્ય
ઉત્તરઃ
C. કાર્યક્રમ

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પ્રશ્ન 6.
નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

A. જિંદગી
B. વિશ્વાસ
C. આશ્ચર્ય
D. પૂરૂષાર્થ
ઉત્તરઃ
D. પૂરૂષાર્થ

પ્રશ્ન 7.
નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.

A. ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી કીડી સાપને તાણે
B. આપ ભલા તો જગ ભલા – દયા ડાકણને ખાય
C. ટીપે ટીપે સરોવર ભરાય – પૂછતો નર પંડિત બને
D. ભસતાં કૂતરાં કરડે નહિ – જીવતો નર ભદ્રા પામે
ઉત્તરઃ
A. ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી કીડી સાપને તાણે

પુંજા મેજરની લગની Summary in Gujarati

પુંજા મેજરની લગની પાઠ-પરિચય

પ્રસ્તુત ચરિત્રનિબંધમાં મનુષ્યના વેશ નહિ, કિન્તુ તેના મન વૃત્તિ બદલવા, કેવળ નામ નહિ, કામ બદલવા જોઈએ એ પૂજા મેજરના પાત્ર દ્વારા આલેખાયું છે. પંજા મેજરની આખી જિંદગી પરિવર્તનગામી શ્રદ્ધામાં પસાર થઈ ગઈ.

જેને જેટલું જોઈએ તેટલું ઈશ્વર ચોક્કસ આપી દે છે એવો દઢ વિશ્વાસ, પડતર જમીનમાં આંબા ઉછેરવા, માંદાની માવજત કરવી, જરૂરતમંદોને મદદરૂપ બનવું વગેરે તેના સ્વભાવગત ગુણો હતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની

પંજાનું જીવનચરિત્ર સહજ, સ્વાભાવિક અને પ્રાદેશિક ભાષાશૈલીમાં આલેખાયેલું હોવાને કારણે વિશેષ ઉદાહરણીય બન્યું છે.

[In this essay it is said through the character of Punja Major that a man should change his attitude, not his dress, he should change his work, not his name. The whole life of Punja Major passed in the faith of changing.

He firmly believed that God surely gives everyone as much as he really requires. To grow mango trees in uncultivated land, to nurse the sick persons, to help the needy persons, etc. were his natural qualities.

Punja’s character is a good example because it has been written in natural and local language.]

પુંજા મેજરની લગની (Meanings)

  • અજંપો (૫) – બેચેની; restlessness.
  • અચંબો (૬) – નવાઈ; surprise.
  • ફોકટ – નકામું; useless.
  • અડોઅડ – એકદમ નજીક; adjacently.
  • આપત (સ્ત્રી.) – મૂડી; wealth.
  • પ્રીત (સ્ત્રી.) – પ્રેમ; love.
  • ભરોસો (૫) – વિશ્વાસ; faith.
  • માંચી (સ્ત્રી.) – ખાટલો; cot,
  • વૈત (સ્ત્રી.) – સગવડ; provision.
  • અબળખા (સ્ત્રી) – ઇચ્છા; desire.
  • વલોપાત – પરોજણ, ચિંતા; tension.
  • પરિચિત – ઓળખીતા; acquainted.
  • કુતુહલ (નવું) – નવાઈ; surprise.
  • વ્યથા (સ્ત્રી.) – વેદના: pain.
  • અણધાર્યા – અચાનક; suddenly.
  • હરફ (મું) – એક શબ્દ; word.
  • પિઢેરિયું માટીથી બનેલું; house made of clay.
  • આયખું (નવું) – જીવતર; life.
  • અંત્યેષ્ટિ – અંતિમક્રિયા; funerals.
  • કૂથલી (સ્ત્રી.) – નિંદા; slander.
  • અપલખણ – કુટેવ; bad habit.
  • હાચવવા – કાળજી રાખવી; to care.
  • ઉધામા – પ્રયત્નો; efforts. Class 12 Gujarati Textbook Solutions Chapter 12 પુંજા મેજરની લગની
  • તાલાવેલી (સ્ત્રી) – ઉત્સુકતા; eagerness.
  • માવજત (સ્ત્રી.) – કાળજી; care.
  • વાંસી (સ્ત્રી.) – ધારિયું; scythe.
  • બળાપો (૫) – ચિંતા; worry.
  • મળતર (નવું) – વળતર; return.
  • પરવાનગી (સ્ત્રી.) – મંજૂરી; permission.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *