Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી Textbook Questions and Answers

આંટી સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઇચ્છાશંકર ક્યાં વસવાટ કરતા હતા?
ઉત્તરઃ
ઈચ્છાશંકર આફ્રિકામાં વસવાટ કરતા હતા.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

પ્રશ્ન 2.
ગામલોકો કઈ વાત માનવા તૈયાર ન હતા?
ઉત્તર:
“આફ્રિકાવાળા ઇચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વહેંચે છે. આ વાત ગામલોકો માનવા તૈયાર ન હતા.

પ્રશ્ન 3.
ઇચ્છાશંકર પત્નીની બોલતી બંધ કઈ રીતે કરતા?
ઉત્તરઃ
ઈચ્છાશંકરે પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને તેને મિલકતના ભાગ પાડવા બાબતે બોલતી બંધ કરી દીધી.

પ્રશ્ન 4.
ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય શાથી લીધો?
ઉત્તર :
કેરીઓ જેવી ક્ષુલ્લક વસ્તુમાં પણ મોટા ભાઈ મૂળશંકરે હાથની આંટી પાડીને મોટી કરી પોતાના દીકરા તરફ ધરી પક્ષપાત કર્યો તેથી ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય લીધો.

પ્રશ્ન 5.
મૂળશંકર મિલકતમાં ભાગ પાડવાનું કારણ શાથી પૂછી શક્યો નહિ?
ઉત્તરઃ
મૂળશંકર મિલકતમાં ભાગ પાડવાનું કારણ પૂછી શક્યો નહિ કારણ કે તેમના ભાઈ પાસે તો તેનો જવાબ હતો, પરંતુ તેમની પાસે તેનો કોઈ બચાવ ન હતો.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઇચ્છાશંકરને ગામલોકો શી સલાહ આપતા? શા માટે?
ઉત્તરઃ
ઇચ્છાશંકરને ગામલોકો મિલકતના ભાગલા પાડી દેવાની સલાહ આપતા હતા. ગામલોકો માટે ઇચ્છાશંકર મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો, જ્યારે મૂળશંકર કોઈ કાળેય પરખાય નહિ એવો પાવરધો ને હોશિયાર લેખાતો હતો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

પ્રશ્ન 2.
ઇચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ
ઇચ્છાશંકરને લોકો એમના સ્વાર્થી મોટા ભાઈ મૂળશંકર વિશે કહેતા ત્યારે એ કહેતા કે “ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા પણ સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે લાગ્યું. આ પરથી કહી શકાય કે, ઈચ્છાશંકર મોટા દિલના હતા.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘મિલકત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો તેમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ
ઇચ્છાશંકર મોટા દિલના માણસ હતા. તેમણે જીવનમાં ઘણી લીલીસૂકી જોઈ હતી. તે આફ્રિકા ગયા ત્યારે માત્ર એક લોટો અને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ તેમની પાસે હતાં. પરંતુ લક્ષ્મી રીઝે છે ત્યારે વાતવાતમાં વારી જાય છે. ઇચ્છાશંકરે નોકરી છોડીને નાની શી દુકાન માંડી.

એની પેઢીઓ નાગરવેલની જેમ આખાય આફ્રિકામાં ફેલાઈ. તેમણે વતનમાં પણ જમીન, મકાનો તથા શેર વગેરેમાં ઘણું રોકાણ કર્યું. પરંતુ મિલક્ત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલક્ત પ્રત્યેનો મોહ ઘટતો ગયો. અત્યાર સુધી મોટા ભાઈને બધી જ મિલક્તમાં ભાગીદાર ગણ્યા ને રાખ્યા હતા.

મોટા ભાઈએ સાસરી પક્ષને મદદ કરી હોય કે એમની છોકરીઓ માટે દાગીના ઘડાવ્યા હોય તો તે વાત પર તેઓ હસી કાઢતા અને કહેતા કે “ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા પણ સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે લાગે.”

આમ, મિલકત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલકત માટેનો મોહ ઘટતો ગયો એમ કહી શકાય.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

પ્રશ્ન 2.
“આંટી’ શીર્ષકની યોગ્યતા સમજાવો.
ઉત્તરઃ
“આંટી પડવી એટલે અણબનાવ થવો, વેર બંધાવું. મોટા ભાઈ મૂળશંકર સ્વાર્થી હતા અને નાના ભાઈ ઇચ્છાશંકર અનુપમ ઉદારતા ધરાવતા હતા. મોટા ભાઈના સ્વાર્થી, લાલચુ સ્વભાવ વિશે તે જાણતા હતા. લોકો – સંબંધીઓએ તેમને ચેતવ્યા.

કોઈ કોઈએ તો મૂળશંકરના સ્વાર્થના પુરાવા પણ એમની આગળ રજૂ કર્યા. પરંતુ ઇચ્છાશંકરને મોટા ભાઈ ઉપર એવડી ભક્તિ હતી કે આ પુરાવાઓનેય એ વઢાવી મારવાના પેતરામાં ઘટાવતા.

ઇચ્છાશંકરની મિલકત વધી. તેમણે મોટા ભાઈને બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા. પરંતુ એક ક્ષુલ્લક ઘટના બની અને બંને ભાઈઓ વચ્ચેના સંબંધમાં આંટી પડી. એક ખેડૂતે પહેલી જ વાર ફળેલા આંબાની બે કેસરવરણી શાખાઓ તેમને આપી.

મૂળશંકરના એક હાથમાં મોટી કરી હતી અને બીજા હાથમાં નાની કેરી હતી. બૂમ પાડતાં બચુ, રમેશ દોડતા ઉપર મેડીએ આવ્યા. મૂળશંકરે કેરીઓ આપવા બંને હાથ લંબાવ્યા, પરંતુ મોટી કેરી તરફ ભત્રીજાને જોતાં જ હાથને આંટી પાડી દીધી – પડી ગઈ.

ઇચ્છાશંકરની નજર પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી. એમના ચિત્તમાં આ ઘટના વણઉકલ્યા વમળો સર્જી ગઈ. મોટા ભાઈ મૂળશંકરની આવી ભેદભાવની નીતિ જોઈને બંને ભાઈઓ વચ્ચે આંટી પડી ગઈ. ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય લીધો.

આ રીતે “આંટી’ શીર્ષક યોગ્ય છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી Additional Important Questions and Answers

આંટી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ઇચ્છાશંકરની મિલકત કેવી રીતે વધી?
ઉત્તરઃ
ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે માત્ર એક લોટો ને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ તેમની પાસે હતાં. ઇચ્છાશંકરે નોકરી છોડીને નાની શી દુકાન માંડી. એ એવી જામી કે એની પેઢીઓ નાગરવેલની જેમ આખાય આફ્રિકામાં ફેલાઈ, એમની મિલકત વધી.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે એમની પાસે શું હતું?
ઉત્તર :
ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે એમની પાસે એક લોટો હતો ને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ હતાં.

પ્રશ્ન 2.
કયા સમાચારથી આખું ગામ ઊંચુંનીચું થઈ ઊઠ્યું?
ઉત્તર:
“ઇચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેંચે છે.” એ સમાચારથી આખુંય ગામ ઊંચુંનીચું થઈ ઊઠ્યું.

પ્રશ્ન 3.
“મોટા ભાઈ, કાલ આપણે ભાગ વહેંચવા છે!” આ વાક્ય કોણ બોલે છે?

ઉત્તરઃ
“મોટા ભાઈ, કાલ આપણે ભાગ વહેંચવા છે!’ આ વાક્ય ઇચ્છાશંકર બોલે છે.

પ્રશ્ન 4.
“કયું મોટું લઈને હું પૂછવાય જાઉં?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
કર્યું મોટું લઈને હું પૂછવાય જાઉં?” આ વાક્ય મૂળશંકર બોલે છે.

4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“આંટી’ નવલિકાના લેખકનું નામ જણાવો.
(a) પન્નાલાલ પટેલ
(b) મનુભાઈ પંચોલી
(c) રમણલાલ વ. દેસાઈ
(d) મોહમ્મદ માંકડ
ઉત્તરઃ
(a) પન્નાલાલ પટેલ

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

પ્રશ્ન 2.
“આંટી’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) એકાંકી
(b) નવલિકા
(c) ચિંતન
(d) પ્રવાસનિબંધ
ઉત્તરઃ
(b) નવલિકા

પ્રશ્ન ૩.
પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયો હતો?
(a) મળેલા જીવ
(b) ભાંગ્યાનો ભેર.
(c) ઘમ્મરવલોણું
(d) માનવીની ભવાઈ
ઉત્તરઃ
(d) માનવીની ભવાઈ

આંટી વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

(1) સંબંધીઓ અને ગામ આખો ઊંચોનીચો થઈ રહ્યો.
(2) માણસની જીવ લાલચુ, લોભી ને સ્વાર્થી હોય છે.
(3) પણ તોય ઇચ્છાશંકરે ભાગતો નજ વહેચ્યા.
(4) મૂળશંકર સ્વાર્થી છે માટે તું જુદો વહેંચી નાખ.
ઉત્તરઃ
(1) સંબંધીઓ અને ગામ આખું ઊંચુંનીચું થઈ રહ્યું.
(2) માણસનો જીવ લાલચું, લોભી ને સ્વાર્થી હોય છે.
(3) પણ તોય ઈચ્છાશંકરે ભાગ તો ન જ વહેંચ્યા.
(4) મૂળશંકર સ્વાર્થી છે માટે તું જુદું વહેંચી નાખ.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:

(1) મોટા ભાઈને મિલકતમાં ભાગીદાર ગણ્યા.
(2) આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થવું જોઈએ.
(3) મૂળશંકરની જીભ થોથરાઈ.
(4) શરીરમાં ચેતન આવ્યું.
ઉત્તરઃ
(1) ને, માં
(2) થી, નું
(3) ની
(4) માં

3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:

(1) તારું મારું સહિયારું ને મારું મારું આગવું – ખૂબ સ્વાર્થી હોવું
વાક્ય : તારો ભાઈ તારું મારું સહિયારું ને મારું મારું આગવું કરે તેમ છે, જરા ચેતતો રહેજે.

(2) ઊંધે માથે પડને ઊંડા ધરામાં – સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કરને, થાને દુઃખી
વાક્યઃ પિતાની સલાહ ન માનતાં, પિતાએ પુત્રને કહ્યું, ‘ઊંધા માથે પડને ઊંડા ધરામાં.”

(3) પાપનો ઘડો ભરાવો – ખૂબ પાપ એકઠાં થવાં
વાક્ય : ભલે ને આજે એ કાળાધોળાં કરે, એના પાપનો ઘડો ભરાશે ત્યારે ફૂટશે.

(4) આંટી પડવી – અણબનાવ થવો, વેર બંધાવું
વાક્ય : બંને મિત્રો વચ્ચે ફોન કરવા જેવી નજીવી બાબતે આંટી પડી છે.

(5) જીભ થોથરાવી (જીભે લોચા વળવા) – સ્પષ્ટ કે જલદી ન બોલી શકાવું, જવાબ આપતાં ગલ્લાં – તલ્લાં કરવાં
વાક્યઃ ગુનેગારની જવાબ આપતાં જીભ થોથરાતી હતી.

(6) લીલીસૂકી જોવી – સુખ અને દુઃખ જોવાં, ચડતી – પડતી જોવી
વાક્ય : ભરતભાઈએ એમના જીવનમાં ઘણી લીલીસૂકી જોઈ છે.

4. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખોઃ

(1) પરથમ
(2) પેલો
ઉત્તરઃ
(1) પ્રથમ
(2) પહેલો

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

5. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:

પ્રશ્ન 1.
“અ” વિભાગ – બ” વિભાગ
(1) પેંતરો – કુશળ, પ્રવીણ
(2) ક્ષુલ્લક – દાવપેચ, પ્રપંચ
(3) અવા – દંગ, ચકિત
(4) રિંગ – તુચ્છ, હલકું
(5) ભવ – મૂક, સ્તબ્ધ
(6) પાવરધો – જન્મ, જન્મારો
ઉત્તરઃ
(1) પંતરો – દાવપેચ, પ્રપંચ
(2) ક્ષુલ્લક – તુચ્છ, હલકું
(3) અવાક્ – મૂક, સ્તબ્ધ
(4) દિંગ – દંગ, ચક્તિ
(5) ભવ – જન્મ, જન્મારો
(6) પાવરધો – કુશળ, પ્રવીણ

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  1. સ્વાર્થી
  2. ઉષ્ણતા
  3. લોભી
  4. ચેતન
  5. સ્વાભાવિક
  6. બહાર
  7. ટૂંકો
  8. ડાબો

ઉત્તરઃ

  • સ્વાર્થી ✗ નિઃસ્વાર્થી
  • ઉષ્ણતા ✗ શીતળતા
  • લોભી ✗ વણલોભી
  • ચેતન ✗ જડ
  • સ્વાભાવિક ✗ અસ્વાભાવિક
  • બહાર ✗ અંદર
  • ટૂંકો ✗ લાંબો
  • ડાબો ✗ જમણો

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

7. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

(1) ઝગડો
(2) અબોટીયુ
(3) ભવીષ્યવેતા
(4) આહલાદક
(5) બૉમ
ઉત્તરઃ
(1) ઝઘડો
(2) અબોટિયું
(3) ભવિષ્યવેત્તા
(4) આફ્લાદક
(5) બૉમ્બ

8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) ડાબાજમણા –
(2) ભવિષ્યવેત્તા –
ઉત્તરઃ
(1) દ્વન્દ સમાસ
(2) ઉપપદ સમાસ

આંટી Summary in Gujarati

આંટી પ્રાસ્તાવિક
પન્નાલાલ પટેલ (જન્મ: 7 – 5 – 1912; મૃત્યુઃ 6 – 4 – 1989).

પ્રસ્તુત ગદ્યમાં બે ભાઈઓની વાત છે. મોટા ભાઈ મૂળશંકર સ્વાર્થી છે અને નાના ભાઈ ઇચ્છાશંકર ઉદાર દિલના છે. મોટા ભાઈની સ્વાર્થવૃત્તિ હોવા છતાં, પોતાના દિલની ઉદારતાને કારણે તે પોતાની પત્ની, પાડોશીઓ અને ગ્રામજનોની ચેતવણીને લક્ષમાં લેતા નથી.

પરંતુ બાળકોને કરી આપવા જેવી સામાન્ય ઘટનામાં મોટા ભાઈએ પાડેલી હાથની આંટી (ભેદભાવ) બંને ભાઈઓ વચ્ચે આંટી પડવાનું કારણ બને છે, તે અહીં લેખકે સશક્ત વાર્તાકળા દ્વારા સિદ્ધ કર્યું છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

આંટી શબ્દાર્થ

  • પાવરધો – કુશળ, પ્રવીણ.
  • મોઢામોઢ – રૂબરૂ.
  • વેગળા – દૂર.
  • પુરાવો – સાબિતી.
  • વઢાવી મારવું – તકરાર કરાવવી.
  • પેતરો – દાવપેચ, યુક્તિ, પ્રપંચ.
  • ભવ – જન્મ, જન્મારો.
  • ન્યાય તપાસ જોવો – ખરું – ખોટું કે યોગ્ય – અયોગ્ય તપાસવું.
  • બોલતી બંધ કરવી – શાંત પાડવી.
  • પૃષ્ઠ27અબોટિયું – રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર.
  • રીઝવું – ખુશ થવું.
  • વારી જવું – ઓવારણાં લેવાં.
  • નાગરવેલ – એક વેલ (તેનાં પાન મુખવાસમાં ખવાય છે.)
  • બાદલું રાખવું – આંતરો રાખવો, છૂપું રાખવું.
  • લેખે લાગવું – ઉપયોગમાં આવવું.
  • ખડકી – ઘર આગળની
  • બાંધેલી – બારણાવાળી છૂટી જગા, ડેલી.
  • ચકલું – (અહીં) – મહોલ્લા આગળની છૂટી જગા, ચાર રસ્તા મળતા હોય
  • એવું નાકું – ચોક, ધૂનમાં
  • હોવું – તરંગમાં હોવું.
  • ક્ષુલ્લક – તુચ્છ, નજીવું, હલકું.
  • આફ્લાદક – આલાદ – આનંદ કરાવે તેવું.
  • ઉષ્ણતા – ગરમી.
  • માદકતા – કેફીપણું.
  • આધેડ – અડધી ઉંમરે પહોંચેલું, પ્રોઢ વયનું.
  • સીમંત – અઘરણી, ખોળાભરણું, શુભપ્રસંગ.
  • શાખ – આબરૂ, વટ, (અહીં) પાકવા આવેલું ફળ.
  • ફાલ – પાક. Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી
  • બૉમ્બ ફૂટવો – આશ્ચર્યકારક ઘટના બનવી.
  • લક્ષ ખેંચવું – ધ્યાન પર લાવવું.
  • હાંક – બોલાવવા માટેની બૂમ.
  • લેખે ભૂલાવ્યો – વિધિના લેખે ભૂલ કરાવવી.
  • હોડ બકવી – શરત મારવી.
  • દિંગ – દંગ, ચતિ, છક.
  • અવાક – મૂક, સ્તબ્ધ.
  • અનાયાસે – વિના મહેનતે, સહેજે.
  • બબડવું – અણગમાના કારણે મનમાં ગણગણવું.
  • પારખવું – ઓળખી કાઢવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *