Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 5 પિતાની સેવા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 5 પિતાની સેવા
Class 11 Gujarati Textbook Solutions Chapter 5 પિતાની સેવા Textbook Questions and Answers
પિતાની સેવા સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
શૈશવમાં કવિએ પિતા સાથે કેવાં તોફાન કર્યા છે?
ઉત્તર :
શૈશવમાં કવિએ પિતાની છાતી પર ચડીને તેમની મૂછ તાણી છે.
પ્રશ્ન 2.
પિતાએ પુત્રને શી-શી મદદ કરી છે?
ઉત્તરઃ
પિતાએ પુત્રને સારું શિક્ષણ આપ્યું છે, તેને સારા – નરસાનો વિવેક શીખવ્યો છે અને પુત્રની માગણીઓ ખુશીથી પૂરી પાડી છે.
પ્રશ્ન 3.
પુત્રને પિતા ભૂલની સજા કેવી રીતે આપતા?
ઉત્તરઃ
પુત્રને પિતા ભૂલની સજા દિલમાં દયાનો ભાવ રાખીને આપતા.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પુત્રની જરૂરિયાતો પિતાએ શી રીતે પૂરી કરી હતી?
ઉત્તર :
પુત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે પિતાએ ઘણાં કષ્ટ સહન કર્યા હતાં. પુત્રને પોતાની છત્રછાયા કરી આપી હતી.
પ્રશ્ન 2.
પિતાજીની ક્ષમાદૃષ્ટિ વિશે પુત્ર શું કહે છે?
ઉત્તર :
પુત્રએ ક્યારેક ભૂલ કરી હોય તો પિતાજી એને દંડ અવશ્ય દેતા. પરંતુ પિતાજીના દિલમાં હંમેશાં દયાનો ભાવ રહેતો.
પ્રશ્ન 3.
પુત્રને શો પશ્ચાત્તાપ થાય છે?
ઉત્તરઃ
પુત્ર જ્યારે બાળક હતો ત્યારે તે પિતાના ગુણોથી અજાણ હતો. તેના ઉરમાં પિતાનો એક પણ ગુણ આવ્યો નહોતો. પુત્રને તેનો પશ્ચાત્તાપ થાય છે.
પ્રશ્ન 4.
કાવ્યને અંતે પુત્રએ શી ઇચ્છા વ્યક્ત કરી છે?
ઉત્તરઃ
પિતાની સેવા” કાવ્યના અંતે પુત્ર પિતાને તેમનું ઋણ અદા કરવા ઇચ્છે છે. તે કહે છે કે જો ઈશ્વર તેઓને જીવતા રાખશે, તો તે પિતાની દિલથી સેવા કરશે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પિતાએ પુત્રની લીધેલ કાળજી વિશે કાવ્યના આધારે વિગતે લખો.
ઉત્તરઃ
પિતાએ પુત્રને જન્મથી પાળીપોષીને મોટો કર્યો છે. પુત્રએ બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી, પરંતુ પિતાએ તેના માટે હૃદયમાં રીસ રાખી નહિ. પુત્રને સારું શિક્ષણ આપ્યું, સારા – ખરાબનો વિવેક શીખવ્યો, પુત્રએ માગેલી વસ્તુઓ રાજી થઈ લાવી આપી. પિતા પુત્ર માટે છત્રછાયા બન્યા.
તે માટે તેમણે અનેક કષ્ટ સહન કર્યા. પુત્રએ કોઈ વાર મોટી ભૂલ કરી તો તેને હૃદયમાં દયાભાવ રાખીને તેને સુધારવા સજા પણ કરી. પિતાએ હમેશાં તેનું ભલું જ કર્યું. પરિણામે દીકરો આજે સમાજમાં મોભાનું સ્થાન પામ્યો, તેની કીર્તિ ફેલાઈ. આવા પુત્રને નીરખીને પિતાની આંખમાં હર્ષનાં આંસુ આવે તેમાં શી નવાઈ?
પ્રશ્ન 2.
પુત્ર પિતાજીનાં કયાં કયાં પુણ્યસ્મરણો વાગોળે છે?
ઉત્તરઃ
પિતાએ પુત્રને જન્મથી પાળીપોષીને મોટો કર્યો છે. પુત્ર પિતાજીનાં પુણ્યસ્મરણો વાગોળે છે અને તે માટે પિતાનો આભાર ક્યારેય ભૂલશે નહિ તેમ કહે છે. પિતાએ પુત્રને સારું શિક્ષણ આપ્યું છે. પુત્રને સારા – નઠારાનો વિવેક શીખવ્યો છે.
પિતાએ પુત્રની માગણીઓનો હર્ષથી સ્વીકાર કર્યો છે અને તેની માગણીઓ પૂરી કરી છે. પુત્રની કોઈ ભૂલ થઈ તો તેને દયાભાવ રાખી તેના ભલા માટે, તેને સુધારવા માટે સજા પણ કરી છે.
પુત્રએ શિક્ષણ, સંસ્કાર અને વિવેક પામીને સમાજમાં કીતિ ફેલાવી છે. પુત્રને નીરખી પિતાની આંખમાં હર્ષનાં આંસુ આવે છે. આથી જ પુત્ર કહે છે કે “પિતાજી, ભલા આપનો આભાર હું કેમ ભૂલ?” પિતૃભક્તિથી પ્રેરાઈ પુત્ર પિતાની દિલથી સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
પ્રશ્ન 3.
આ કાવ્યમાંથી પ્રગટતો પિતૃવાત્સલ્યનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
પોતાનાં સંતાનો માટે જેમ માતાને પ્રેમ હોય છે, તેમ પિતાને પણ પ્રેમ હોય છે. પિતા પોતાનાં સંતાનોની સુખસગવડ માટે, તેમના શિક્ષણ માટે, તેમનામાં સારા સંસ્કારો આવે તે માટે સતત પ્રયત્ન કરે છે. પોતાનાં સંતાનો માટે તે ઘણાં કષ્ટ સહન કરે છે.
પોતાનાં સંતાનોની ઇચ્છાઓ પૂરી કરવાનો ખુશીથી પ્રયત્ન કરે છે. પિતાની છત્રછાયામાં સંતાનો પ્રગતિ કરે છે, સમાજમાં નામના મેળવે છે તેનો પિતાને વિશેષ આનંદ થાય છે.
ક્યારેક સંતાનોની ભૂલો સુધારવા માટે તેને સંતાનોને સજા કરવી પડે છે, પરંતુ એના દિલમાં દયાનો ભાવ રહેલો હોય છે. તેથી જ પિતાજી પ્રત્યેનું ઋણ ચૂકવવા માટે પુત્ર પિતાની આજીવન સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 5 પિતાની સેવા Additional Important Questions and Answers
પિતાની સેવા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો
પ્રશ્ન 1.
દલપતરામે આ છંદ શા માટે રચ્યો છે?
ઉત્તરઃ
દલપતરામે આ છંદ સૌ ભાવથી ભણે, પિતૃભક્તિ પામે, સારું જ્ઞાન લે અને સારા કાર્યો કરે તે માટે રચ્યો છે.
4 નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પિતાની સેવા” કાવ્યના કવિનું નામ જણાવો.
(a) દયારામ
(b) દલપતરામ
(c) ન્હાનાલાલ
(d) પ્રેમાનંદ
ઉત્તર :
(b) દલપતરામ
પ્રશ્ન 2.
“પિતાની સેવા” કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ઊર્મિકાવ્ય
(b) લોકગીત
(c) પદ
(d) ભક્તિગીત
ઉત્તર :
(a) ઊર્મિકાવ્ય
પ્રશ્ન 3.
દલપતરામ ક્યા સામયિકના તંત્રી હતા?
(a) સંસ્કૃતિ
(b) કુમાર
(c) બુદ્ધિપ્રકાશ
(d) પરમ
ઉત્તર :
(c) બુદ્ધિપ્રકાશ
પિતાની સેવા વ્યાકરણ (Vyakaran)
1. નીચેનાં વાક્યો ભાષાની દૃષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
(1) પિતાની છાતી ચડી તેમની મુછ તાણી.
(2) પિતાજી મનમાં ધજ રાખીને નહિ પણ દયાપૂર્વક શિક્ષા કર્યો.
ઉત્તરઃ
(1) પિતાની છાતી પર ચડી તેમની મૂછ તાણી.
(2) પિતાજીએ મનમાં દાઝ રાખીને નહિ, પણ દયાપૂર્વક શિક્ષા કરી.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો.
(1) મને જોતાં પિતાજી આંખમાં પાણી લાવતા.
(2) પિતાજી અતિ પ્રાણથી પ્યાર આણતા.
ઉત્તરઃ
(1) માં
(2) થી
3. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખોઃ
(1) લે
(2) નિર્ણતા
(3) લેશ
ઉત્તરઃ
(1) લઈ
(2) નીરખતાં
(3) લઈશ
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
પ્રશ્ન 1.
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) કષ્ટ – પિતા, બાપ
(2) દંડ – ખ્યાતિ, નામના
(3) તાત – દુ:ખ, સંતાપ
(4) રાંક – પ્રેમ, વહાલ
(5) સ્નેહ – શિક્ષા, સજા
(6) કીર્તિ, – ગરીબ, સાલસ
ઉત્તરઃ
(1) કષ્ટ – દુઃખ, સંતાપ
(2) દંડ – શિક્ષા, સજા
(3) તાતા – પિતા, બાપ
(4) રાંક – ગરીબ, સાલસ
(5) સ્નેહ – પ્રેમ, વહાલ
(6) કીર્તિ – ખ્યાતિ, નામના
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
(1) જ્ઞાન
(2) બૂરી
(3) ગુણ
ઉત્તરઃ
(1) જ્ઞાન X અજ્ઞાન
(2) બૂરી X સારી
(3) ગુણ x અવગુણ
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(1) વિધ્યા
(2) સત્રછાયા
(3) શિક્ષા
(4) કિર્તિ
(5) પિતૃભક્તી
ઉત્તરઃ
(1) વિદ્યા
(2) છત્રછાયા
(3) શિક્ષા
(4) કીર્તિ
(5) પિતૃભક્તિ
7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) પિતૃભક્તિ –
(2) છત્રછાયા –
ઉત્તરઃ
(1) તપુરુષ સમાસ
(2) તપુરુષ સમાસ
પિતાની સેવા Summary in Gujarati
પિતાની સેવા પ્રાસ્તાવિક
દલપતરામ (જન્મ: 21 – 1 – 1820; મૃત્યુ: 25 – 8 – 1898].
સામાન્ય માન્યતા એવી છે કે બાળઉછેર અને બાળસંસ્કારમાં માતાનો વિશેષ ફાળો હોય છે, પરંતુ એમાં પિતાનું યોગદાન પણ કંઈ ઓછું હોતું નથી. પ્રસ્તુત કાવ્યમાં પોતાના ઉછેરમાં પિતાનું શું યોગદાન રહ્યું છે તે બાળક વ્યક્ત કરે છે. પોતે કેવાં કેવાં તોફાન કર્યા હતાં અને પિતાએ પોતાને કેવી ક્ષમા આપી હતી તે દર્શાવે છે.
પોતાને સમાજમાં માનવંતુ સ્થાન અપાવનાર પિતાજીનો બાળક આભાર માને છે અને પિતાની આજીવન સેવા કરીને પિતાનું ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરે છે.
આ કાવ્ય પિતૃભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
પિતાની સેવા કાવ્યની સમજૂતી
જ્યારે હું સાવ નાનો છોકરો હતો (ત્યારે) પિતાજીએ પાળીપોષીને મને મોટો કર્યો, તેમને) ઉત્તમ રીતે (પિતાજી) રાજી રાખતા. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
જ્યારે મેં (તમારી) છાતી ઉપર ચડીને (તમારી) મૂછ તાણી ત્યારે (તમે) કદી મનમાં રોષ ન આણ્યો. જે મેં મુખે કહ્યું (વાત કરી) તે (તમે) હાજી હાજી કર્યું (મારી બધી વાત સ્વીકારી). પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
મને સારું શિક્ષણ આપી સુધાર્યો, વિદ્યા આપી તેમને) વિવેક શીખવ્યો (અને) સારી વાતોના મર્મ (રહસ્ય) સીધા દીધા. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
કોઈ વખત કોટિ કોટિ શારીરિક કષ્ટ સહન કરીને, મને છાતીમાં લઈને છત્રછાયા આપી (અનેક દુઃખો વેક્યાં). (મને) પ્રાણથી પણ (તમે) વધારે પ્રેમ કરતા. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
મને જોઈને (તમે) ખૂબ આનંદ લેતા (રાજી થતા), હું વસ્તુ માગું તે (તમે) મને ખુશ થઈ લાવીને દેતા. (તમારો) આવો આભાર તો તે નાદાન પુત્ર જ ભૂલી શકે. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
(કોઈ વાર) હું મોટા વાંકમાં આવું તો મને સાલસ જાણીને, | દિલમાં દયા આણીને મને દંડ (શિક્ષા) દેતા, સ્નેહ તજીને મને) દેહને (શરીરને) પીડા ન દીધી (શારીરિક સજા ન કરી). પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
ભણાવી ગણાવીને તેમને) ભાગ્યશાળી કીધો તેમજ છોડવા જેવી (મારી) ખરાબ ટેવ દૂર કરી જેથી (પરિણામે) લોકોમાં મારી કીર્તિ (ખ્યાતિ) થઈ. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
(તમારો) લ્હાવો (મું) લીધો છે અને સારો લ્હાવો (પણ) હજી લઈશ. તાત (પિતાજી) હું જાણું છું કે તમે મારા સુખ માટે સદાય ઉપાયો કર્યા છે. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
મને નીરખતાં આંખમાં આંસુ લાવીને, મને લઈને (તમે) છાતીએ લગાવતા (અને) મુખેથી મીઠામીઠા બોલ બોલતા. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
આજ સુધી હું અજાણ્યો બાળક હતો, મારા હૃદયમાં આપનો એક ગુણ ન આવ્યો, પરંતુ) હવે હું જાણીતો (હોશિયાર) થયો છું. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
જો જગન્નાથજી (પરમેશ્વર) (મને) જીવતો રાખશે, જો તમારી અને અમારી હયાતી હશે (તો) હું (તમારી) સાચા દિલથી સદા સેવા કરીશ. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
જો ભાવથી આ છંદ (કાવ્ય) ભણે ગણે (તો) પિતૃભક્તિ પામીને (ત) નઠારા (ખરાબ) થશે નહિ. સારું જ્ઞાન મેળવીને શુભ (કલ્યાણકારી) કામમાં લાગી જશે. દલપતરામે રૂડા (તારા) છંદની રચના કરી છે. પિતાજી, ભલા (આપનો) આભાર (હું) કેમ ભૂલું?
પિતાની સેવા શબ્દાર્થ
- છડો – એકલો. છેક – તદન, સાવ.
- છોટો – નાનો.
- પાળીપોષી – રક્ષણ અને ભરણપોષણ કરીને.
- કીધ – કર્યો.
- રૂડી – સારી, ઉત્તમ, સુંદર,
- રાજી – ખુશી.
- તાણી – ખેંચી, ખેંચવું, તાણવું.
- અંતરે – અંતઃકરણમાં, મનમાં.
- રીસ – રોષ, ગુસ્સો.
- આણી – લાવી, આણવું, લાવવું.
- હાજી હાજી – સઘળી વાતની “હા” કહેવી તે.
- શિક્ષા – શિક્ષણ.
- ભલી – સારી,
- ભેદ – છાની વાત, મર્મ.
- કદી – કોઈક વેળા.
- કોટિ કોટિ – કરોડો કરોડો.
- સહી – (અહીં) સહન કરી.
- કષ્ટ – દુઃખ, સંતાપ.
- કાયા – શરીર. લે – લઈને.
- છત્રછાયા – આશ્રય.
- અતિ પ્રાણથી – જીવથી પણ વધારે.
- આણતા – લાવતા.
- અત્યંત – ખૂબ, અતિશય.
- સુખે – સુખથી, સુખપૂર્વક.
- પાજી – નાદાન.
- વડા – મોટા.
- વાંક – ગુનો, ભૂલ.
- રાંક – ગરીબ, સાલસ. દંડશિક્ષા, સજા.
- તજી – છોડીને, તજવું, છોડવું.
- સ્નેહ – પ્રેમ, વહાલ.
- દેહે – શરીરે.
- પીડા – પીડ, દુઃખ.
- ભાગ્યશાળી – નસીબદાર.
- તુચ્છ – તુચ્છકારને પાત્ર.
- વળી – દૂર કરી.
- જનો મધ્યે – લોકોની વચ્ચે.
- કીતિ ગાજી – ખ્યાતિ – નામના થઈ.
- લ્હાવ – લહાવો, આનંદનો ઉપભોગ.
- વૈશ – લઈશ.
- તાતા – પિતા, બાપ.
- સદા – હંમેશાં.
- સારુ – ને માટે, વાસ્તે.
- ઉપાયો – ઈલાજ, યુક્તિ, સાધન.
- સજ્યા – સજ્જ કર્યા, તૈયાર કર્યા.
- નિર્ણતાં – નીરખવું તે, બરાબર જોવું.
- નેત્રમાં નીર લાવી – આંખમાં આંસુ લાવીને.
- બોલ – શબ્દ, વચન.
- બાળ – બાળક, નાદાન, ઉમરમાં નાનું.
- અજાણ્યો – અજાણ, માહિતગાર નહિ તે.
- ઉરે – હૃદયે.
- જાણીતો – (અહીં) જાણવું, (કશા વિશે) ખબર, આવડત કે પરિચય.
- જગન્નાથજી – જગતનો
- નાથ – પરમેશ્વર.
- હયાતી – હયાતપણું.
- સેવના – સેવા કરવી તે.
- દિલ સાચે – ખરા ‘હૃદય – મન – ચિત્તથી.
- ભણે ભાવથી – લાગણીથી વાંચે.
- છંદ – અક્ષર કે માત્રાના મેળના નિયમથી બનેલી કવિતા.
- પિતૃભક્તિ – પિતા પ્રત્યેનો ભક્તિભાવ.
- નઠારા – નઠારું, ખરાબ.
- શુભ – કલ્યાણકારી, ભલું.
- રચ્યા – રચના કરી, રચવું.