Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી Textbook Questions and Answers

એક જ દે ચિનગારી સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ ઈશ્વર પાસે શું માગે છે?
ઉત્તરઃ
“એક જ દે ચિનગારી’ કાવ્યના કવિ ઈશ્વર પાસે એક જ ચિનગારી માગે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
મહાનલ શબ્દ કવિએ કોના માટે પ્રયોજયો છે?
ઉત્તર :
‘મહાનલ’ શબ્દ કવિએ ઈશ્વર માટે પ્રયોજ્યો છે.

પ્રશ્ન 3.
કવિની ધીરજ ક્યારે ખૂટી જાય છે?
ઉત્તરઃ
કવિની સગડી સળગતી નથી અને ઠંડીમાં તેની કાયા પૂજે છે ત્યારે તેની ધીરજ ખૂટી જાય છે.

પ્રશ્ન 4.
કવિએ આખી જિંદગી કેવી રીતે ખર્ચી નાખી હતી?
ઉત્તર:
કવિએ આખી જિંદગી ચકમક સાથે લોઢું ઘસવામાં (ઈશ્વરની ઝાંખી માટેના પ્રયત્નમાં) ખર્ચી નાખી હતી.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
“ન ફળી મહેનત મારી’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
કવિ પરમાત્મા પાસે એક જ ચિનગારી માગે છે. તે મેળવવા માટે આખી જિંદગી પ્રયત્ન કરે છે, પરંતુ તેને તેની ઝાંખી થતી નથી. તેથી તે “ન ફળી મહેનત મારી” એમ કહે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
ચાંદા અને સૂરજનાં દૃષ્ટાંત દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર :
ચાંદા અને સૂરજનાં દૃષ્ટાંત દ્વારા કવિ કહેવા માગે છે કે ચાંદો અને સૂરજ પરમ તત્ત્વો છે, તેઓને પરમાત્માની ઝાંખી થયેલી જ છે.

3. નીચેના દરેક પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આ કાવ્યમાં રજૂ થયેલી કવિની ઝંખના વર્ણવો.
ઉત્તરઃ
“એક જ દે ચિનગારી’ કાવ્યમાં કવિની ઈશ્વરકૃપા માટેની ઝંખના પ્રગટ થઈ છે. ઈશ્વર મહાનલ છે, વિશ્વાનલ છે. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની તીવ્ર ઝંખના હોવી જરૂરી છે, જે આ કાવ્યમાં કવિએ શબ્દરૂપે પ્રગટ કરી છે.

તે માટે આખી જિંદગી વિતાવી, છતાં કવિને ઈશ્વરની ઝાંખી થઈ નહિ. તેથી તેની ધીરજ ખૂટી ગઈ છે અને તે ઈશ્વરને વિનંતી કરતાં કહે છે કે હું અધિક માગતો નથી, મારી મોટી મોટી અપેક્ષાઓ નથી. હું તો માત્ર તારી એક જ ચિનગારી માગું છું.

પ્રશ્ન 2
‘એક જ દે ચિનગારી’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તરઃ
“એક જ દે ચિનગારી’ કાવ્યમાં કવિની ઈશ્વરકૃપા માટેની તીવ્ર ઝંખના પ્રગટ થઈ છે. મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું છે. પરમાત્મા મહાનલ છે, વિશ્વાનલ છે. તેનાં માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી.

તેની ઝાંખી માટે કવિએ પણ આખી જિંદગી વિતાવી દીધી, પણ તેને ઈશ્વરની ઝાંખી થઈ નથી. કવિ ઈશ્વર પાસે ધન, સત્તા, કીર્તિ, વૈભવ માગતા નથી, તે તો એક ચિનગારી (તણખો) જ માગે છે. તે જોતાં કાવ્યનું “એક જ દે ચિનગારી’ શીર્ષક યથાર્થ છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી Additional Important Questions and Answers

1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“એક જ દે ચિનગારી’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) હરિહર ભટ્ટ
(b) વેણીભાઈ પુરોહિત
(c) રાજેન્દ્ર શાહ
(d) પ્રિયકાન્ત મણિયાર
ઉત્તર:
(a) હરિહર ભટ્ટ

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

પ્રશ્ન 2.
‘એક જ દે ચિનગારી’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) લોકગીત
(b) ઊર્મિકાવ્ય
(c) પદ
(d) ભક્તિગીત
ઉત્તર:
(b) ઊર્મિકાવ્ય

એક જ દે ચિનગારી વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો

(1) જામગરીમાં તણખો ન પડ્યો.
(2) ઠંડીમાં મુજ કાયા થથરે.
ઉત્તરઃ
(1) માં
(2) માં

2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

(1) ધીરજ
(2) મહેનત
ઉત્તરઃ
(1) ધીરજ ✗ ઉતાવળ
(2) મહેનત ✗ આળસ

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

3. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

(1) ચીનગારી
(2) જીંદગી
ઉત્તરઃ
(1) ચિનગારી
(2) જિંદગી

4. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ

(1) મહાનલ
(2) વિશ્વાનલ
ઉત્તરઃ
(1) મહાનલ = મહા + અનલ
(2) વિશ્વાનલ = વિશ્વ + અનલ

એક જ દે ચિનગારી Summary in Gujarati

એક જ દે ચિનગારી પ્રાસ્તાવિક
હરિહર ભટ્ટ [જન્મ: 1 – 5 – 1895; મૃત્યુઃ 10 – 3 – 1978]

આ ઊર્મિકાવ્યમાં મનુષ્યની ઈશ્વરકૃપા માટેની તીવ્ર ઝંખનાનો નિર્દેશ થયો છે. મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ ગતિ કરવાનું છે. ઈશ્વરકૃપા વિના એ શક્ય નથી. પરમાત્મા તો જ્ઞાનપ્રકાશનો મહાનલ છે.

તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની તીવ્ર ઈશ્વરઝંખના હોવી જોઈએ, જેનું શબ્દરૂપ પ્રસ્તુત કાવ્યમાં પ્રગટ્યું છે.

એક જ દે ચિનગારી કાવ્યની સમજૂતી

એક જ ચિનગારી (તણખો) આપ, મહાનલ, એક જ ચિનગારી આપ. એક જ ચિનગારી આપ.

ચકમક (પથ્થર) સાથે લોઢું અફાળતાં-અફાળતાં આખી જિંદગી ખરચી (પૂરી કરી), (પણ) જામગરી(કાકડી)માં એક તણખો ન પડ્યો, મારી મહેનત ન ફળી! (તારી ઝાંખી ન થઈ).

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, આભ-અટારી સળગી (બધાને તારી ઝાંખી થઈ), (પરંતુ) મારી સગડી સળગી નહીં (મને ઝાંખી થઈ નહીં). (આ) ભારે વિપતની વાત છે (ઘણું દુઃખદ છે). મહાનલ, એક જ ચિનગારી આપ.

Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી

મારી કાયા (શરીર) ઠંડીમાં થથરે (પૂજે) (છે), (હવે, મારી ધીરજ ખૂટી (છે), વિશ્વાનલ (પરમાત્મા), હું આપની પાસે) અધિક માગતો નથી, (માત્ર) એક ચિનગારી માંગું છું).

મહાનલ, એક જ ચિનગારી આપ.

એક જ દે ચિનગારી શબ્દાર્થ

  • ચિનગારી – તણખો.
  • મહાનલ – મહાન મોટો
  • અનલ – અગ્નિ, પરમાત્મા.
  • ચકમક – એક જાતનો પથ્થર (તેની સાથે લોખંડ અફાળવાથી અગ્નિ ઝરે છે.)
  • ખરચી – વાપરી, પસાર કરી.
  • જામગરી બંદૂક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી – પલીતો.
  • તણખો – દેવતાની ચિનગારી કે અંગારો.
  • મહેનત ન ફળવી – કાર્યમાં નિષ્ફળતા મળવી.
  • આભ – અટારી – આકાશરૂપી ઝરૂખો.
  • સગડી – કોલસા બાળવાનું એક સાધન, ચૂલાનું કામ દેતી એક બનાવટ.
  • વિપત – દુઃખઆત,
  • મુશ્કેલી – અડચણ.
  • થથરે – કંપે, ધ્રુજે. Class 11 Gujarati Textbook Solutions Chapter 15 એક જ દે ચિનગારી
  • વિશ્વાનલ – વિશ્વનો અનલ, પરમાત્મા.
  • અધિક – વધારે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *