Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા Textbook Questions and Answers

પૂજારી, તું પાછો જા સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઈશ્વરને પોતાના કાન ફૂટતા હોય તેવું શાથી લાગે છે?
ઉત્તરઃ
ઘટના મોટા અવાજે ઈશ્વરને પોતાના કાન ફૂટતા હોય તેવું લાગે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

પ્રશ્ન 2.
ઈશ્વરને ભવ્ય મંદિર કેવું લાગે છે?
ઉત્તરઃ
ઈશ્વરને ભવ્ય મંદિર બંધનકર્તા લાગે છે.

પ્રશ્ન 3.
ઈશ્વર મંદિરની દીવાલો શાથી તોડી નાખવાનું કહે છે?
ઉત્તરઃ
ઈશ્વરને મંદિરની દીવાલો બંધનકર્તા લાગે છે, તેના પથ્થરો તેને ગમતા નથી, તે પ્રેમનું ચિહ્ન નથી તેથી તે મંદિરની દીવાલો તોડી નાંખવાનું કહે છે.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઈશ્વર સાચી પૂજા કોની ગણાવે છે? શા માટે?
ઉત્તર :
ઈશ્વર સાચી પૂજા દિવસરાત મહેનત કરીને ઘંટ ઘડે છે તેની ગણાવે છે. તેમાં તેની શ્રદ્ધા રહેલી હોય છે.

પ્રશ્ન 2.
નામ ખાટી જનારા લોકો પર ઈશ્વરે શો કટાક્ષ કર્યો છે?
ઉત્તર :
ઈશ્વર નામ ખાટી જનારા લોકો નવરા છે તેમ કટાક્ષ કરતાં કહે છે. લોહીનું પાણી કરી મંદિરનું નિર્માણ કરનારાના નામે તેઓ નામ ખાટી જાય છે.

પ્રશ્ન 3.
ઈશ્વરની દૃષ્ટિએ સાચો અર્થ અને સાચો ધુપ શો છે?
ઉત્તરઃ
ઈશ્વરની દષ્ટિએ સાચો અર્થ ખેડૂતના નખમાં ભરાતી માટી છે. સાચો ધૂપ તેનો પરસેવો છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઈશ્વર પૂજારીને પાછો જવાનું શા માટે કહે છે? આ વાત કાવ્યને આધારે સમજાવો.
ઉત્તરઃ
પૂજારી મંદિરમાં કાન ફૂટે તેવા ઘંટનાદ કરે છે, ધૂપ કરે છે, ભગવાનને ફૂલમાળા પહેરાવે છે. આ ભભકા અને ઠારા ત્યાં આવનાર જનતાને આંજી દેતા હોય છે, પરંતુ ઈશ્વરને આ પ્રકારનું નૈવેદ્ય ગમતું નથી, તેનાથી તેનું અંગ અપવિત્ર થાય છે.

ઈશ્વર તો પ્રેમનો ભૂખ્યો છે. તેને આવાં પૂજા, અર્ચનાનાં બંધનો ખપતાં નથી. આથી ઈશ્વર પૂજારીને પાછા જવાનું કહે છે.

પ્રશ્ન 2.
આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
પૂજારી, તું પાછો જા’ કાવ્યમાં પ્રેમ, ભક્તિનો મહિમા છે. પ્રભુ પ્રેમનો ભૂખ્યો છે. ભવ્ય મંદિરોમાં આંજી નાખે તેવા ભભકા અને ઠઠારા થતા હોય છે, પરંતુ ઈશ્વર તેનાથી રાજી થતો નથી, તે અકળામણ અનુભવે છે.

મંદિરના ખરા પૂજારી મંદિરનિર્માણમાં મહેનત કરનાર મજૂર વર્ગ છે. પરંતુ તેઓને મંદિરમાં પ્રવેશ નિષેધ હોય છે. આપણે આડંબર અને અહંકાર છોડીને, શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરવી – જોઈએ.

પ્રશ્ન 3.
પૂજારી તું પાછો જા’ – શીર્ષક સમજાવો.
ઉત્તરઃ
મંદિરમાં પૂજારી કાન ફૂટે તેવો ઘંટનાદ કરે છે, શ્વાસ રૂંધાય તેવો ધૂપ કરે છે, ઈશ્વરને ફૂલમાળા ચડાવે છે. આ બધી બાહ્ય વિધિઓ ચીલાચાલુ હોય છે. તેમાં શ્રદ્ધા, પ્રેમ ને ભક્તિ હોતાં નથી.

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

આવા આડંબર કરનારા મંદિર પર પોતાના અધિકારો સ્થાપી શ્રદ્ધાનો વેપાર કરે છે. તેમાં તેઓનો સ્વાર્થ જ રહેલો હોય છે. તેથી ઈશ્વર અકળામણ અનુભવે છે. તે પૂજારીને પાછા જવા કહે છે. ઈશ્વરને મન મહેનત કરી, પરસેવો પાડી રોટી રળનારા જ સાચા પૂજારી છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા Additional Important Questions and Answers

પૂજારી, તું પાછો જા પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
મંદિરનિર્માણમાં લોહીનું પાણી કોનું થાય છે?
ઉત્તરઃ
મંદિર નિર્માણમાં મજૂરોનું લોહીનું પાણી થાય છે.

પ્રશ્ન 2.
ખેડૂતના નખમાં શું ભરેલું છે?
ઉત્તરઃ
ખેડૂતના નખમાં અર્થ ભરેલો છે.

પ્રશ્ન 3.
ખેડૂતે ધૂપ કેવી રીતે ધર્યો છે?
ઉત્તર :
ખેડૂતે પરસેવો પાડી ધૂપ ધર્યો છે.

2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
પૂજારી, તું પાછો જા’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) રાજેન્દ્ર શાહ
(b) કૃષ્ણલાલ શ્રીધરાણી
(c) મનોજ ખંડેરિયા
(d) અશ્વિની પાનસે
ઉત્તર:
(b) કૃષ્ણલાલ શ્રીધરાણી

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

પ્રશ્ન 2.
પૂજારી, તું પાછો જા’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ઊર્મિકાવ્ય
(b) ખંડકાવ્ય
(c) ગઝલ
(d) ભક્તિગીત
ઉત્તર:
(a) ઊર્મિકાવ્ય

પૂજારી, તું પાછો જા વ્યાકરણ Vyakaran

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:

(1) કાન ફૂટે મારી ઘંટના નાદે છે.
(2) જા પાછી પૂજારી તું!
ઉત્તરઃ
(1) ઘંટના નાદે મારા કાન ફૂટે છે.
(2) પૂજારી, તું પાછો જા !

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:

(1) ખેડૂતને અંગ માટી ભરાતી.
(2) ધૂપથી મારા શ્વાસ રૂંધાય છે.
ઉત્તરઃ
(1) ને
(2) થી

3. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ

લોહીનું પાણી થવું – ખૂબ મહેનત પડવી
વાક્યઃ ધંધો જમાવવામાં શરદભાઈના લોહીનું પાણી થયું છે.

4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખોઃ

“અ” વિભાગ – “બ” વિભાગ
(1) અર્થ – માટે, વાસ્ત
(2) કાજે – પૂજા, સન્માન
(3) અંગ – શરીર, દેહ
ઉત્તરઃ
(1) અર્થ – પૂજા, સન્માન
(2) કાજે – માટે, વાસ્તે
(3) અંગ – શરીર, દેહ

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

(1) બંધન
(2) સાંકડું
(3) દિન
(4) નવરા
ઉત્તરઃ
(1) બંધન ✗ મુક્તિ
(2) સાંકડું ✗ પહોળું
(3) દિન ✗ રાત
(4) નવરા ✗ કામગરા

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

  1. મંદીર
  2. પુજારી
  3. પાસાણ
  4. દ્રારા
  5. અર્થ
  6. નિંદર
  7. નૈવેધ

ઉત્તરઃ

  1. મંદિર
  2. પૂજારી
  3. પાષાણ
  4. દ્વાર
  5. અર્થ
  6. નીંદર
  7. નૈવેદ્ય

પૂજારી, તું પાછો જા Summary in Gujarati

પૂજારી, તું પાછો જા પ્રાસ્તાવિક
કૃષ્ણલાલ શ્રીધરાણી [જન્મ: 16 – 9 – 1911; મૃત્યુઃ 23 – 4 – 1960]

ઈશ્વર પ્રેમનો ભૂખ્યો છે, પ્રદર્શનનો નહિ. તેને પૂજા, અર્ચના ને ભવ્ય મંદિરોનાં બંધન ખપતાં નથી. પરિશ્રમ કરીને રોટી રળનાર જ ઈશ્વરનો સાચો પૂજારી છે. ઘંટનાદ, ધૂપ, ફૂલમાળા વગેરેથી ઈશ્વર અકળાય છે. આવું નૈવેદ્ય કરનાર પૂજારી ઈશ્વરને પસંદ નથી.

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

આ ભાવ પૂજારી, તું પાછો જા’ કાવ્યમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

પૂજારી, તું પાછો જા કાવ્યની સમજૂતી

ઘટના નાદ(અવાજ)થી મારા કાન ફૂટે (છે), ધૂપથી (મારો) શ્વાસ રૂંધાય (છે); પૂજારી, તારી ફૂલમાળા દૂર રાખ, (તેનાથી) મારું અંગ અભડાય (છે) (અપવિત્ર થાય છે). આ તારું નૈવેદ્ય નથી. પૂજારી, તું પાછો જા ! મને આડંબર પસંદ નથી.].

મંદિરના આ ભવ્ય મહાલય, મને બંધન થાય (છે); ઓ પૂજારી! દીવાલો તોડી નાખ, પાષાણ (પથ્થર) ક્યાંથી ગમે ! આ પ્રેમનું ચિહ્ન નથી, પૂજારી, તું પાછો જા! મને ભભકા પસંદ નથી.]

આ ઘંટનો ઘડનાર એરણ સાથે હથોડા અફાળે (પછાડે) (છે), તે દિવસે કે રાત્રે નીંદર લેતો નથી (ખૂબ મહેનત કરે છે), અને તું નૈવેદ્ય ધરે છે. ખરી પૂજા તો એની છે. પૂજારી, તું પાછો જા !

શ્રિમજીવીની જ સાચી પૂજા ગણાય.]

આ સાંકડા દ્વારમાં કોણ પ્રવેશે? બહાર જનતા ઊભી (છે); આ સ્વાર્થનું મંદિર બાંધ્યું છે). આ પથરા છે, પ્રેમ નથી, એ તું જરા જોને ! પૂજારી, તું પાછો જા ! [અહીં સ્વાર્થ છે, પ્રેમ નથી.].

ઓ પૂજારી ! આ મંદિર (નિર્વાણ) માટે મજૂરો પથ્થર ઊંચકી લાવે (છે), લોહીનું પાણી તો તેઓનું થાય છે અને નવરા (મહેનત ન કરનારા) નામ ખાટે છે. અરે તું શરમાઈશ નહિ! પૂજારી, તું પાછો જા ! [શ્રમજીવીઓ જ સાચા પૂજારી છે.]

ખેડૂતના શરીર માટી ભરાય (છે), તેના નખમાં અર્થ ભર્યો (છે), પરસેવો પાડી ધૂપ ધર્યો, એના ઘણમાં ઘંટ વાગે (છે); આ સાચો પૂજારી (છે), પૂજારી, તું પાછો જા !

Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા

ખેડૂતની મહેનત જ સાચી પૂજા છે.].

પૂજારી, તું પાછો જા શબ્દાર્થ

  • નાદે – અવાજથી.
  • કાન ફૂટવા – (કાન ફૂટી જાય – બહેરા થઈ જાય તેવો) અસહ્ય ઘોંઘાટ લાગવો.
  • ધૂપથી – ધૂપસળી કે બીજાં સુગંધી દ્રવ્યોથી.
  • શ્વાસ રૂંધાય – ગૂંગળામણ થાય, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય.
  • અંગ – શરીર, દેહ.
  • અભડાય – અભડાવું, અપવિત્ર થવું.
  • નૈવેદ્ય – પ્રસાદ, દેવને ધરાવેલી ખાવાની વસ્તુ.
  • મહાલય – મહેલ, (અહીં) પવિત્ર ધામ, મંદિર.
  • પાષાણ – પથ્થર. ચિહ્ન – નિશાની.
  • એરણ – અમુક આકારનું લોખંડનું ગચિયું, જેના ઉપર સોની, લુહાર ઘડે છે.
  • અફાળ – અફાળવું, ટીચવું, પછાડવું, અથડાવવું.
  • હથોડા – ટીપવાનું કે ઠોકવાનું મોગરી જેવું સાધન.
  • સાંકડાં – પહોળાઈમાં ઓછાં, સાંકડવાળાં.
  • ખડી – ઊભી રહી. કાજે – માટે, વાસ્તે.
  • વહે – વહન કરવું, ઉપાડવું.
  • ઉપાડવું – ઊંચકવું તે, ઊંચકીને લઈ જવું તે. નવરાત્રે કામ વગરના.
  • ખાટવું – ફાયદો મેળવવો.
  • અર્થ – પૂજા, સન્માન. Class 11 Gujarati Textbook Solutions Chapter 13 પૂજારી, તું પાછો જા
  • ઘણ – મોટો ભારે હથોડો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *