Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 5 દીવડો

સ્વાધ્યાય

નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કવિ ક્યાં દીવો મૂકે છે ?
(A) ઓરડામાં
(B) ડેલીએ
(C) ઉંબર ઉપર
(D) ટોડલે
ઉત્તર :
(C) ઉંબર ઉપર

પ્રશ્ન 2.
ઉંબર પર દીવો મૂકવાથી શું પ્રકાશિત થાય છે ?
(A) તુલસી ક્યારો
(B) બાથરૂમ
(C) રસોઈઘર
(D) ઘર
ઉત્તર :
(D) ઘર

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 3.
કવિ કેવો ઓરડો ઠેલે છે ?
(A) અંધારો
(B) રંગેલો
(C) બંધ
(D) ગંદો
ઉત્તર :
(A) અંધારો

પ્રશ્ન 4.
અંધારા ઓરડાને ઠેલવાથી શું ઝળહળે છે ?
(A) અંધારું
(B) ભીતર
(C) દીવો
(D) હવા
ઉત્તર :
(B) ભીતર

પ્રશ્ન 5.
કવિ ક્યાં દીવડો મૂકે છે ?
(A) કેડીએ
(B) મેડીએ
(C) ભતે
(D) દીવાલે
ઉત્તર :
(B) મેડીએ

પ્રશ્ન 6.
મેડીએ દીવો મૂકવાથી શું ઝળહળે છે ?
(A) તન
(B) ધન
(C) મન
(D) નળિયાં
ઉત્તર :
(C) મન

પ્રશ્ન 7.
કોણ રેલમછેલ રેલે છે ?
(A) તુલસી
(B) રાતરાણી
(C) રંજનીગંધા
(D) ડમરો
ઉત્તર :
(D) ડમરો

પ્રશ્ન 8.
ડમરાના રેલવાથી શું ઝળહળે છે ?
(A) વન
(B) મન
(C) તન
(D) ધન
ઉત્તર :
(A) વન

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 9.
હવે મેં દીવો ક્યાં મૂક્યો ?
(A) વાવ ઉપ૨
(B) તળાવે
(C) કૂવા ઉપર
(D) સરોવર
ઉત્તર :
(C) કૂવા ઉપર

પ્રશ્ન 10.
કૂવા પર દીવો મૂકવાથી શું પ્રકાશિત થયું ?
(A) દોરડું
(B) ડોલ
(C) જળ
(D) સ્ત્રી
ઉત્તર :
(C) જળ

પ્રશ્ન 11.
છાંયામાં શું સંકેલવામાં આવે છે ?
(A) માયા
(B) કાયા
(C) છાંયો
(D) જાયો
ઉત્તર :
(C) છાંયો

પ્રશ્ન 12.
છાંયામાં છાંયો સંકેલવાથી શું ઝળહળે છે ?
(A) સકલ
(B) બકલ
(C) અંકલ
(D) અંતર
ઉત્તર :
(A) સકલ

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 13.
હવે કવિ ક્યાં દીવો મૂકે છે ?
(A) સીમમાં
(B) મેડીએ
(C) કૂવા પર
(D) ખેતરે
ઉત્તર :
(D) ખેતરે

પ્રશ્ન 14.
ખેતરી દીવો મૂકવાથી શું ઝળહળે છે ?
(A) ઝોડ
(B) પાંદડાં
(C) પાક
(D) પાદર
ઉત્તર :
(D) પાદરc

પ્રશ્ન 15.
પછી શેનો અવસર ખેલવામાં આવે છે ?
(A) અજવાળાનો
(B) ભણવાનો
(C) નાસી જવાનો
(D) યુદ્ધનો
ઉત્તર :
(A) અજવાળાનો

પ્રશ્ન 16.
અજવાળાનો અવસર ખેલવાથી શું ઝળહળતું હતું ?
(A) મંતર
(B) અંતર
(C) તંતર
(D) જંતર
ઉત્તર :
(B) અંતર

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 17.
હવે કવિ ક્યાં દીવો મૂકે છે ?
(A) મંદિર પર
(B) મેદાન પર
(C) ઝાડ ઉપર
(D) ડુંગર ઉપર
ઉત્તર :
(D) ડુંગર ઉપર

પ્રશ્ન 18.
ડુંગર પર દીવો મૂકવાથી શું પ્રકાશિત થયું ?
(A) તળાવ
(B) ખેતર
(C) નદી
(D) ગગન
ઉત્તર :
(D) ગગન

પ્રશ્ન 19.
પછી કવિ કેવો અક્ષર ઉકેલે છે ?
(A) જાણીતાં
(B) અજાણ્યા
(C) અણદીઠાં
(D) ખરાબ
ઉત્તર :
(C) અણદીઠાં

પ્રશ્ન 20.
અણદીઠાં અક્ષર ઉકેલવાથી શું ઝળહળે છે ?
(A) ગગન
(B) ભવન
(C) ભુવન
(D) કવન
ઉત્તર :
(B) ભવન

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 21.
‘દીવડો’ કાવ્યના કવિ કોણ છે ?
(A) દલપત રાઠોડ
(B) દલપત કવિ
(C) દલપત પઢિયાર
(D) દલપતરામ
ઉત્તર :
(C) દલપત પઢિયાર

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિ કોની ઉપર દીવો મૂકે છે ?
ઉત્તર :
કવિ ઉબર ઉપર દીવો મૂકે છે.

પ્રશ્ન 2.
ઉબર ઉપર દીવો મૂકવાથી શું થાય છે ?
ઉત્તર :
ઉંબર ઉપર દીવો મૂકવાથી પર ઝળહળી ઊઠે છે.

પ્રશ્ન 3.
ઓરડો કેવો છે ?
ઉત્તર :
ઓરડો અંધારિયો છે.

પ્રશ્ન 4.
કવિ હવે કઈ જગ્યાએ દીવો મૂકે છે ?
ઉત્તર :
કવિ હવે મેડીએ દીવો મૂકે છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 5.
મેડીએ દીવો મૂકવાથી શું થાય છે ?
ઉત્તર :
મેડીએ દીવો મૂકવાથી મન ઝળહળે છે.

પ્રશ્ન 6.
કવિ કૂવા પર શા માટે દીવો મૂકે છે ?
ઉત્તર :
કવિને કૂવો ઝળહળતો કરવો છે એટલે કૂવા પર દીવો મૂકે છે.

પ્રશ્ન 7.
કવિ ખેતરે શા માટે દીવો મૂકે છે ?
ઉત્તર :
કવિને પાદર ઝળહળતું કરવું છે એટલે ખેતરે દીવો મૂકે છે.

પ્રશ્ન 8.
કવિ કુંગર ઉપર શા માટે દીવો મુકે છે ?
ઉત્તર :
કવિને ગગન ઝળહળતું કરવું છે એટલે ડુંગર ઉપર દીવો મૂકે છે.

પ્રશ્ન 9.
અણદીઠો અક્ષર ઉકેલવાથી શું પરિણામ મળે છે ?
ઉત્તર :
અણદીઠો અક્ષર ઉકેલવાથી કવિનું ભવન ઝળહળી ઊઠે છે.

પ્રશ્ન 10.
ખરેખર આ દીવો કયો છે ?
ઉત્તર :
ખરેખર આ અંતરની ઉજાસના દીવાની વાત છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

પ્રશ્ન 11.
આ અંતરના ઉજાસથી શું થાય છે ?
ઉત્તર :
આ અંતરના ઉજાસથી અજાણ્યા અક્ષરો ઊકલાવે છે.

પ્રશ્ન 12.
અજાણ્યા અક્ષર ઉકેલવાથી શું ફાયદો થાય છે ?
ઉત્તર :
અજાણ્યા અક્ષર ઉકેલવાથી સમગ્ર અસ્તિત્વ ઝળહળી ઊઠે છે અને પરમાત્માની ઓળખ થાય છે.

પ્રશ્ન 13.
‘દીવડો’ કાવ્યના કવિ કોણ છે ?
ઉત્તર :
‘દીવડો’ કાવ્યન્ત કવિ દલપત પઢિયાર છે.

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
‘દીવડો’ કાવ્યમાં કવિએ કયા કયા ગ્રામ પ્રતીકોનો ઉપયોગ કર્યો છે ?
ઉત્તર :
દીવડો’ કાવ્યમાં કવિએ અનેક જાતના ગ્રામ્ય પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. ઉબર, ઓરડો, મેડી, કૂવો, ખેતર, પાદર અને ડુંગર – * જેવા શબ્દોનો વિનિયોગ કરીને અંતરના ઉજાસની વાત કરી છે.

પ્રશ્ન 2.
અંતરના ઉજાસથી શું ફાયદો ?
ઉત્તર :
અંતરના ઉજાસથી – આ અજવાળાથી કવિને અજાણ્યા અક્ષરો ઉકેલવામાં મદદ મળે છે અને આખું ભવન એટલે કે કવિનું સમગ્ર
અસ્તિત્વ ઝળહળે છે. આત્માના દીવાથી પરમ તત્વની અનુભૂતિ થાય છે.

પ્રશ્ન 3.
કવિતામાં આવતા શબ્દો ‘અંધકાર’ અને ‘ઉજાસ’ શેના પ્રતીકો છે ?
ઉત્તર :
કવિતામાં આવતા શબ્દો ‘અંધકાર’ એ અજ્ઞાનનો અંધકાર છે. અશાનના અંધકારને કારણે આપણો સાચી પરિસ્થિતિને પામી શકતા નથી. ઈશ્વરને ઓળખી શકતા નથી. ‘ઉજાસ’ એ જ્ઞાનનો પ્રકાશ છે. આ જ્ઞાનના પ્રકાશથી આપણે દુનિયાને અને પરમાત્માને ઓળખી શકીએ છીએ. આત્માને જાણવાથી પરમાત્માની અનુભૂતિ થાય છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘દીવડો’ કાવ્યનું સૌંદર્ય સ્પષ્ટ કરો.
ઉતર :
‘દીવડો’ કાવ્ય લોકઢાળમાં રચાયેલું છે, ગેયકૃતિ છે. તેના તળપદા સૌંદર્યને કારણે આવાઘ બની રહે છે. કવિએ ‘દીવડો’ કાવ્યમાં ગ્રામ્ય વાતાવરણ સરસ રીતે આલેખ્યું છે. ઉબર, કૂવો, ખેતર, પાદર, ડુંગર જેવા શબ્દોથી આપણને ગ્રામ્યજીવનનો પરિચય કરાવ્યો છે. જુદી જુદી જગ્યાએ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતાં શરીર રૂપી આ મંદિર – અસ્તિત્વ પ્રકાશિત થઈ ઊઠે છે અને અજ્ઞાનનો અંધકાર દૂર થતાં, જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થતાં સમગ્ર ભવન પ્રકાશિત થઈ ઊઠે છે. કવિએ આ રીતે ગ્રામ્ય વાતાવરણમાં પણ સૌંદર્યની અનુભૂતિ કરાવી છે. સરળતા અને ગેયતાને કારણે ‘દીવડો’નું સૌંદર્ય વધી જાય છે.

નીચેના પ્રસ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

  • લવું – આગળ ધકેલવું, હડસેલવું
  • ડમરો – તુલસી જેવો છોડ
  • સધળું – વિશ્વ
  • અણદીઠો – નહિ જોયેલું
  • અકાર – શબ્દો
  • ઉંબર – ઓસરી, ઓરડાની વચ્ચેની જગ્યા, બારણાનો નીચેનો ભાગ
  • ઉજાસ – પ્રકાશ દીવો, અજવાળું
  • ભીતર – અંદર
  • સકલ – બધું
  • અવસર – પ્રસંગ
  • ભવન – રહેઠાણ, મકાન, અસ્તિત્વ
  • પાદર – સીમ, ગામ બહારની જગ્યા

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

  • અજવાળું × અંધારું
  • અસ્ત × ઉદય
  • ગગન × ધરતી
  • ઈહલોક × પરલોક
  • અમૃત × ઝેર
  • વન × બાગ
  • આસ્તિક × નાસ્તિક
  • ભીતર × બહાર
  • અંતરંગ × બહિરંગ
  • અખંડ × ખંડિત

નીચેના શબ્દોના વિશેષણ બનાવો :

  • શક્તિ – શક્તિહીન
  • હર્ષ – હર્ષિત
  • જીવન – જીવિત
  • શિક્ષણ – શૈક્ષણિક
  • વર્ષ – વાર્ષિક
  • શરીર – શારીરિક
  • આનંદ – આનંદિત
  • ઈશ્વર – ઈશ્વરીય

નીચેના શબ્દોની સંધિ છોડીને લખો :

  • રવીન્દ્ર – રવિ + ઈન્દ્ર
  • સદૈવ – સદા + એવા
  • પ્રત્યેક – પ્રતિ + એક
  • વિષમ – વિ + સમ
  • હિતેષી – હિત + એષી
  • રોમાંચ – રોમ + અંચ
  • સૂક્તિ – સુ + ઉક્તિ
  • શકાશ – શોક + આવેશ

નીચેના શબ્દોની સંધિ જોડીને લખો :

  • પરિ + ઈષા = પરીક્ષા
  • તપસ્ + ચર્ચા = તપશ્ચર્યા
  • સત્ + ન = સર્જન
  • ગિરિ + શ = ગિરીશ
  • એક + અન્ત = એ કાંત
  • સરસ્ + વ = સરોવર
  • નિસ્ + ય = નિર્ણય
  • અવનિ + ઈશ = અવનીશ

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

છંદને ઓળખવા માટે આઠ ભાત, તેનું નામ અને લઘુગુરુની માત્રા સાથે ઉદાહરણ આપો.
ઉત્તર :
છંદને ઓળખવા માટે આઠ ભાત નક્કી કરવામાં આવેલ છે. આ આઠ ભાતની અંદર આવેલ ત્રણના ગુણાંકમાં આવતા લઘુ ગુરુ ગુરુ કે ગુરુ ગુરુ ગુરુ કે આવા બીજા લઘુગુરુના સંકેતથી છંદને ઓળખી શકાય છે. આઠ ભાત, તેના નામ અને ત્રણના ગુણાંકમાં આવતા લઘુગુરુની નિશાની નીચે પ્રમાણે છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો 1

આ આઠ ભાતને સહેલાઈથી યાદ રાખવા એક સૂત્ર છે – તે જુઓ અને કંઠસ્થ કરી લો.
સુત્ર – ‘માતા રાજભાનસ – લગા’

આપેલ સૂત્રને સરળ કરીને લખો : ય માતા રાજભાનસભા – સૂત્ર છે.
ઉત્તર :
આપેલ સૂત્ર – યમાતારાજભાનસ – લગા
આ સૂત્રના આધારે નીચે મુજબ આઠ ભાત (ગણ) યાદ રાખવી સરળ પડે છે. જેમ કે :- ૫ = યમાતા – લધુગુરુગુરુ – કારેશ કે દરેક ભાતને ત્રણના ગુણાંકમાં ગણવાની છે.
123 4367 8 U.
હવે ક્રમશઃ જુઓ :- યમાતા રાજભાનસ-લગા : આને નંબરથી સમજો.

૫ ગણ = U – – માતા (133)
મ ગણ = – – – માતારા (234)
તે ગણ = – – U તારાજ (3 45)
૨ – U – – રાજભા (4 5 6)
જ U – U જભાન (5 6 7)
ભ – U U ભાનસ (6 7 8)
નું U U U નસલ (7 8 9)
સ U U – – સલગા (1 9 10)

પછી લગા એટલે ઇ – ની માત્રા સમજવી. (લઘુ-ગુરુ)

દીવડો Summary in Gujarati

દીવડો કાવ્ય-પરિચય :

લેખક પરિચય : દલપત નારાયણરાય પઢિયારનું વતન કહાનવાડી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અને અધ્યાપને બાદ તેનો ગુજરાત સરકારના માહિતી વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયા. ‘ભોંયબદલો’ અને ‘સામે કાંઠે તેડાં’ તેમના કાવ્યસંગ્રહો છે, ભજન પ્રકારમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેમણે બાળવાર્તાઓ અને ચરિત્રનિબંધો પણ લખ્યાં છે.

કાવ્યનો સારાંશ : ‘દીવડો’ ગીતમાં કવિ વિવિધ પ્રામપ્રતીકો : ઉબર, ઓરડો, મેડી, કૂવો, ખોતરે, પાદરે અને ડુંગરનો વિનિયોગ કરીને અંતરના ઉજાસની વાત કરી છે. આ અજવાળું તેમને અજાણ્યા અક્ષર ઉકેલાવે છે અને આખું ભવન (અસ્તિત્વ જાણે ઝળહળી ઊઠવું હોય તેવી અનુભૂતિ કરાવે છે, લોકઢાળમાં રચાયેલી આ ગેયકૃતિ તેના તળપદા સૌંદર્યને કારણે આસ્વાદ્ય બની છે.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

નીચેની કાવ્યપંક્તિનો અર્થ આપો :

મેં તો ………….. ઝળહળતું !
અર્થ : ઢેબર પર દીવડો મૂક્યો, એટલે મારું ઘર પ્રકાશિત થઈ ગયું.

પછી અંધાર ………….. ઝળહળતું.
અર્થ : પછી અંધારા ઓરડાને હડસેલો માર્યો કે મારા હૃદયમાં પ્રકાશ પથરાઈ ગયો.

મેં તો …………… ઝળહળતું.
અર્થ : મેં મેડી ઉપર દીવો મૂક્યો તો મન પણ પ્રકાશમય બની ગયું.

પછી ડમરો …………. ઝળહળતું.
અર્થ : પછી ડમરાની સુગંધ ચારેબાજુ પ્રસરી ગઈ અને મારું આખું વન પ્રકાશિત થઈ ગયું.

મેં તો કૂવા ……….. ઝળહળતું.
અર્થ : પછી મેં કૂવા ઉપર દીવો મૂક્યો તો પાણી પણ પ્રકાશિત થઈ ઊઠયું.

પછી છાંયામાં …………….. ઝળહળતું.
અર્થ : પછી મેં છાંયામાં મારો છાંયો સંકેલી લીધો અને મારું આખું અસ્તિત્વ પ્રકાશિત થઈ ગયું.

મેં ખેતર પર …………… … ઝળહળતું.
અર્થ : મેં ખેતર પર દીવો પેટાવ્યો, તો આખું પાદર પ્રકાશિત થઈ ઊઠડ્યું.

પછી અવસર ……………… ઝળહળતું.
અર્થ : પછી મને અજવાળાનો અવસર મળ્યો તો મારું હૃદય પ્રકાશિત થઈ ગયું.

મેં તો ડુંગર ……………… ઝળહળતું.
અર્થ : પછી મેં દીવાને ડુંગર ઉપર પેટાવ્યો તો આકાશ પ્રકાશિત થઈ ઊઠવું.

પછી અણદીઠો …………… ઝળહળતું.
અર્ધ પછી અજાણ્યા અક્ષરો ઉકેલ્યાં, તો મારું સમગ્ર અસ્તિત્વ પ્રકાશિત થઈ ઊઠયું.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 5 દીવડો

દીવડો શબ્દાર્થ :

  • ઠલવું – આગળ ધકેલવું, હડસેલવું;
  • ભીતર – અંદર, હૃદય;
  • ડમરો – તુલસી પ્રકારનો તીવ્ર સુગંધ આપતો છોડ;
  • સકલ – બધું, સઘળું, વિશ્વ;
  • અવસર – પ્રસંગ;
  • અણદીઠો – નહિ જોયેલું;
  • ભવન – રહેઠાણ, મકાન, અસ્તિત્વ
  • ઝળહળતું – પ્રકાશિત;
  • ડુંગર – પર્વત;
  • રેલમછેલ – પથરાઈ જવું
  • ઉંબર – ઓસરી અને બારણાં વચ્ચેની જગ્યા, બારણાની નીચેનો ભાગ;
  • રેલવું – પ્રસારિત થવું, દૂર સુધી જવું;
  • પાદર – સીમ, ગામ બહારની જગ્યા.
  • ગગન – આકાશ, નભ, અંબર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *