Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 બહેન સૌની લાડકી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 બહેન સૌની લાડકી
સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
બે પાકાં દોસ્તોમાં એકનું શું નામ છે ?
(A) ધ્રુવ
(B) પ્રલાદ
(C) અંબરિષ
(D) ઉત્તાનપાદ
ઉત્તર :
(A) ધ્રુવ
પ્રશ્ન 2.
બીજાં પાકાં મિત્રનું શું નામ છે ?
(A) યુધિષ્ઠિર
(B) ધર્મરાજ
(C) અર્જુન
(D) ભીમસેન
ઉત્તર :
(B) ધર્મરાજ
પ્રશ્ન 3.
બંને મિત્રો વચ્ચે શું પાકું છે ?
(A) કેરી
(B) નિશાળ
(C) લેસન
(D) ધસ્તી
ઉત્તર :
(D) ધસ્તી
પ્રશ્ન 4.
ધ્રુવ અને ધર્મરાજ કયા ધોરણમાં ભણે છે ?
(A) આઠમાં
(B) નવમાં
(C) દસમા
(D) સાતમાં
ઉત્તર :
(C) દસમા
પ્રશ્ન 5.
શાના માટે બંને એકબીજાને ઘરે મળે છે ?
(A) જમવા માટે
(B) રમવા માટે
(C) ગૃહકાર્ય માટે
(D) નિશાળે જવા
ઉત્તર :
(C) ગૃહકાર્ય માટે
પ્રશ્ન 6.
ગૃહકાર્ય પતાવીને પછી ક્યાં જાય છે ?
(A)નિશાળે
(B) બાગમાં
(C) તળાવે
(D) રેમવા
ઉત્તર :
(D) રેમવા
પ્રશ્ન 7.
શાળામાંથી શેનું આયોજન થાય છે ?
(A) પ્રવાસ-પર્યટનનું
(B) પરીક્ષાનું
(C) પ્રભાતફેરીનું
(D) સ્વચ્છતાનું
ઉત્તર :
(A) પ્રવાસ-પર્યટનનું
પ્રશ્ન 8.
ધ્રુવ અને ધર્મરાજ એટલે બે શરીર પણ એક શું ?
(A) આત્મા
(B) અવાજ
(C) રંગ
(D) વિચાર
ઉત્તર :
(A) આત્મા
પ્રશ્ન 9.
બેઉ દોસ્તોમાં શેનું અંતર હતું ?
(A) અભાવનું
(B) સ્વભાવનું
(C) અક્ષરનું
(D) ઊંચાઈનું
ઉત્તર :
(B) સ્વભાવનું
પ્રશ્ન 10.
ધ્રુવ કેવો હતો ?
(A) આશુરોષ
(B) વાતરોષ
(C) ખાતું રોષ
(D) ભાતુરોષ
ઉત્તર :
(A) આશુરોષ
પ્રશ્ન 11.
ધર્મરાજ કેવો હતો ?
(A) વાસુતોષ
(B) આશુતોષ
(C) લાતુતોષ
(D) માતુતોષ
ઉત્તર :
(B) આશુતોષ
પ્રશ્ન 12.
ધ્રુવનો સ્વભાવ કેવો છે ?
(A) ધીર
(B) ગંભીર
(C) ઉતાવળો
(D) તોછડ
ઉત્તર :
(C) ઉતાવળો
પ્રશ્ન 13.
ધર્મરાજનો સ્વભાવ કેવો છે ?
(A) ધીરજવાળો
(B) ઉતાવળો
(C) ઠંડો
(D) ગરમ
ઉત્તર :
(A) ધીરજવાળો
પ્રશ્ન 14.
ધ્રુવના પપ્પાનું શું નામ હતું ?
(A) હીતેશભાઈ
(B) રીતેશભાઈ
(C) પ્રીતેશભાઈ
(D) નીતેશભાઈ
ઉત્તર :
(B) રીતેશભાઈ
પ્રશ્ન 15.
ધ્રુવના મમ્મીનું શું નામ હતું ?
(A) ટીનાબહેન
(B) હીનાબહેન
(C) રીનાબહેન
(D) મીનાબહેન
ઉત્તર :
(C) રીનાબહેન
પ્રશ્ન 16.
ધ્રુવ જરા કેવો છે ?
(A) ઉતાવળ
(B) આળસુ
(C) ગંભીર
(D) ક્રોધી
ઉત્તર :
(B) આળસુ
પ્રશ્ન 17.
ધ્રુવ તડકામાં જાય તો કેવી થઈ જાય છે ?
(A) પીળો
(B) લાલ
(C) ગુસ્સે
(D) લાલચોળ
ઉત્તર :
(D) લાલચોળ
પ્રશ્ન 18.
‘મમ્મી ! મારો નાસ્તાનો ડબ્બો ?’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) ધર્મરાજ
(B) પાડોશી
(C) ધ્રુવ
(D) ધ્યાની
ઉત્તર :
(C) ધ્રુવ
પ્રશ્ન 19.
‘વા ન વળે એ હાર્યો વળે, રીના !’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) જીગ્નેશભાઈ
(B) રીતેશભાઈ
(C) હીતેશભાઈ
(D) પાડોશી
ઉત્તર :
(B) રીતેશભાઈ
પ્રશ્ન 20.
ધ્રુવને કોના તરફ પૂર્વગ્રહ છે ?
(A) મીઠાઈ તરફ
(B) દરિયા તરફ
(C) ગંદકી તરફ
(D) છોકરીઓ તરફ
ઉત્તર :
(D) છોકરીઓ તરફ
પ્રશ્ન 21.
રીતેશભાઈને કોનામાં વધારે શ્રદ્ધા હતી ?
(A) ધર્મરાજમાં
(B) ધ્રુવમાં
(C) પત્નીમાં
(D) ઈશ્વર તરફ
ઉત્તર :
(C) પત્નીમાં
પ્રશ્ન 22.
ધર્મરાજની મોટી બહેનનું શું નામ હતું ?
(A) ખ્યાતિ
(B) માલિની
(C) ધ્યાની
(D) ઉર્વશી
ઉત્તર :
(C) ધ્યાની
પ્રશ્ન 23.
‘દોસ્ત ક્યારેય જમીનદોસ્ત નથી થતા યાર.’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) હેડ માસ્તર
(B) પ્રવાસીઓ
(C) ધર્મરાજ
(D) ધ્રુવ
ઉત્તર :
(C) ધર્મરાજ
પ્રશ્ન 24.
ધર્મરાજે કેવો ગણવેશ પહેરેલો છે ?
(A) ઇસ્ત્રી કરેલો
(B) મેલો
(C) ગંદો
(D) ફાટેલો
ઉત્તર :
(A) ઇસ્ત્રી કરેલો
પ્રશ્ન 25.
ધર્મરાજના ગણવેશને કોણ ઇસ્ત્રી કરે છે ?
(A) ધોબી
(B) પાડોશી
(C) ધર્મરાજના મમ્મી
(D) ધ્યાની
ઉત્તર :
(D) ધ્યાની
પ્રશ્ન 26.
ધર્મરાજ નાસ્તામાં શું લાવ્યો છે ?
(A) નાનખટાઈ
(B) લાડુ
(C) થેપલાં
(D) ભાખરી
ઉત્તર :
(C) થેપલાં
પ્રશ્ન 27.
બે’ન શેમાં ભાગ પડાવે છે ?
(A) સુખમાં
(B) દુઃખમાં
(C) રમવામાં
(D) હસવામાં
ઉત્તર :
(B) દુઃખમાં
પ્રશ્ન 28.
ધ્યાની ઘરકામમાં કોને મદદ કરતી હતી ?
(A) પાડોશીને
(B) ભાઈને
(C) મમ્મીને
(D) બહેનપણીને
ઉત્તર :
(C) મમ્મીને
પ્રશ્ન 29.
ધ્યાની દાદાને શું આપે છે ?
(A) દવા
(B) હવા
(C) પૈસા
(D) લાકડી
ઉત્તર :
(A) દવા
પ્રશ્ન 30.
ધ્રુવને કયા સુખની ખબર પડતી નથી ?
(A) માતા-પિતાના
(B) ભગિની સુખની
(C) ભાઈબંધના
(D) શિક્ષકના
ઉત્તર :
(B) ભગિની સુખની
પ્રશ્ન 31.
રિસેસ પછી કયા વિષયનો પિરિયડ હતો ?
(A) ભૂગોળ
(B) ગુજરાતી
(C) હિન્દી
(D) ગણિત
ઉત્તર :
(D) ગણિત
પ્રશ્ન 32.
મમ્મી ધ્રુવને કેવો માને છે ?
(A) ભણેશ્રી
(B) ચીડિયો
(C) ચાડિયો
(D) દુઃખી
ઉત્તર :
(B) ચીડિયો
પ્રશ્ન 33.
સર્કલ પાસે ધ્રુવની સાયકલને શું ભટકાયું ?
(A) મોટર
(B) ટૂંક
(C) મોટરસાઇકલ
(D) કૂતરું
ઉત્તર :
(C) મોટરસાઇકલ
પ્રશ્ન 34.
કયા પગે વધારે વાગ્યું હોય એમ લાગ્યું ?
(A) ડાબા
(B) જમણા
(C) લાંબા
(D) નાના
ઉત્તર :
(A) ડાબા
પ્રશ્ન 35.
ધ્રુવે આંખો ખોલી ત્યારે સામે કોણ બેઠું હતું ?
(A) ધર્મરાજ
(B) ધ્યાની
(C) મમ્મી
(D) પપ્પા
ઉત્તર :
(B) ધ્યાની
પ્રશ્ન 36.
ધ્રુવને કોણે બચાવ્યો ?
(A) ભક્ત
(B) ભગવાને
(C) મિત્રે
(D) ધર્મરાજે
ઉત્તર :
(B) ભગવાને
પ્રશ્ન 37.
અંકલે કોને ફોન કર્યો છે ?
(A) 108ને
(B) મમ્મીને
(C) સ્કૂલમાં
(D) પોલીસને
ઉત્તર :
(A) 108ને
પ્રશ્ન 38.
ધ્રુવે ધ્યાની સામે કેવી નજરે જોયું ?
(A) ગુસ્સાથી
(B) આભારસભર
(C) કાણી આંખે
(D) મોહક
ઉત્તર :
(B) આભારસભર
પ્રશ્ન 39.
‘મારો ભાઈ છે, કેમ ?’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) ધર્મરાજ
(B) મમ્મી
(C) એક સ્ત્રી
(D) ધ્યાની
ઉત્તર :
(D) ધ્યાની
પ્રશ્ન 40.
‘બહેન સૌની લાડકી’ પાઠના લેખક કોણ છે ?
(A) કાવ્યશ દવે
(B) અલકેશ દર્વ
(C) સાંઈરામ દવે
(D) વાસુદેવ દવે
ઉત્તર :
(C) સાંઈરામ દવે
પ્રશ્ન 41.
‘બહેન સૌની લાડકી’ પાઠમાં કોના પ્રેમનું સુંદર આલેખન થયું છે ?
(A) પતિ-પત્નીના
(B) મિત્ર-મિત્રના
(C) ભાઈબહેનના
(D) શિક્ષક શિષ્યના
ઉત્તર :
(C) ભાઈબહેનના
નીચે આપેલા પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ધુવ અને ધર્મરાજ કયા ધોરણમાં ભણે છે ?
ઉત્તર :
ધ્રુવ અને ધર્મરાજ દસમા ધોરણમાં ભણે છે.
પ્રશ્ન 2.
બંને વચ્ચે શું પાકું છે ?
ઉત્તર :
બંને વચ્ચે દોસ્તી પાકી છે.
પ્રશ્ન 3.
એમની મિત્રતા કેવી ગણાય છે ?
ઉત્તર :
એમની મિત્રતા દષ્ટાંતરૂપ ગણાય છે.
પ્રશ્ન 4.
ધર્મ અને ધર્મરાજની દોસ્તીની વાત કેવી છે ?
ઉત્તર :
ધર્મ અને ધર્મરાજની દોસ્તીની વાત જ ન્યારી છે.
પ્રશ્ન 5.
શાળાએ જતી-આવતી વેળા બેઉં ક્યાં હોય છે ?
ઉત્તર :
શાળાએ જતી-આવતી વેળાએ બેઉ સાથે જ હોય છે.
પ્રશ્ન 6.
ગૃહકાર્ય માટે બંને ક્યાં મળે છે ?
ઉત્તર :
ગૃહ કાર્ય માટે બંને એકબીજાને ઘેર મળે છે.
પ્રશ્ન 7.
તેઓ ગૃહકાર્ય કરતી વખતે શું કરે છે ?
ઉત્તર :
તેઓ ગૃહકાર્ય કરતી વખતે અલકમલકની વાતો કરે છે.
પ્રશ્ન 8.
બેઉ દોસ્તોનો સ્વભાવ કેવો છે ?
ઉત્તર :
બેઉ દોસ્તોનો સ્વભાવ ભિન્ન-ભિન્ન છે. બંનેના સ્વભાવમાં આભ-જમીનનું અંતર છે.
પ્રશ્ન 9.
ધ્રુવનો સ્વભાવ કેવો છે ?
ઉત્તર :
ધ્રુવનો સ્વભાવ આશુરોષ અને ઉતાવળો છે.
પ્રશ્ન 10.
ધર્મરાજનો સ્વભાવ કેવો છે ?
ઉત્તર :
ધર્મરાજનો સ્વભાવ આશુતોષ અને ધીરજવાળો છે.
પ્રશ્ન 11.
ધ્રુવ કોનો એકનો એક દીકરો છે ?
ઉત્તર :
રીતેશભાઈ અને રીનાબહેનનો ધ્રુવ એકનો એક દીકરો છે.
પ્રશ્ન 12.
ધ્રુવ કેવો સુંવાળો છે ?
ઉત્તર :
ધ્રુવ એવો સુંવાળો છે કે તડકામાં જાય તો સહેજમાં લાલચોળ થઈ જાય છે.
પ્રશ્ન 13.
‘આજે શાળાએ નહિ જવાય !’ આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
‘આજે શાળાએ નહિ જવાય !’ આ વાક્ય ધ્રુવ બોલે છે.
પ્રશ્ન 14.
રીતેશભાઈ દુનિયાદારીના શું છે ?
ઉત્તર :
રીતેશભાઈ દુનિયાદારીના જાણતલ છે.
પ્રશ્ન 15.
રીનાબહેન કયા વિજ્ઞાનના જાણકાર છે ?
ઉત્તર :
રીનાબહેન મનોવિજ્ઞાનના જાણકાર છે.
પ્રશ્ન 16.
રીતેશભાઈને કોનામાં વધુ શ્રદ્ધા છે ?
ઉત્તર :
રીતેશભાઈને પત્ની રીનાબહેનમાં વધુ શ્રદ્ધા છે.
પ્રશ્ન 17.
ધ્રુવનો મિત્ર ધર્મરાજ કેવો છે ?
ઉત્તર :
ધ્રુવનો મિત્ર ધર્મરાજ સમજદાર, હસમુખો ને વિવેકી છે.
પ્રશ્ન 18.
ધર્મરાજની મોટી બહેનનું શું નામ હતું ?
ઉત્તર :
ધર્મરાજની મોટી બહેનનું નામ ધ્યાની હતું.
પ્રશ્ન 19.
ધ્યાનીનો સ્વભાવ કેવો છે ?
ઉત્તર :
ધ્યાનીનો સ્વભાવ રમુજી છે અને રમતિયાળ છે.
પ્રશ્ન 20.
ધર્મરાજનો ગણવેશ કેવો છે ?
ઉત્તર :
ધર્મરાજનો ગણવેશ સ્વચ્છ અને ઈસ્ત્રીબંધ છે.
પ્રશ્ન 21.
ધ્યાની ધર્મરાજને ગણવેશ વિશે શું કહે છે ?
ઉત્તર :
ધ્યાની ધર્મરાજને ગણવેશ વિશે કહે છે કે ઇસ્ત્રી કરેલાં જ કપડાં અને ગણવેશ પહેરવાનાં છે,
પ્રશ્ન 22.
ધ્રુવના બહેન વિશેના કેવા વિચારો છે ?
ઉત્તર :
ધ્રુવના બહેન વિશેના વિચારો વાહિયાત અને તર્કશૂન્ય છે. ધ્રુવ કહે છે કે મારે બહેન નથી; તો હું જાતને સુખી માનું છું. ને બહેન ન હોય તો આપણી વસ્તુમાં ભાગ પડાવે.
પ્રશ્ન 23.
ધર્મરાજ ધ્યાની વિશે ધ્રુવને શું કહે છે ?
ઉત્તર :
ધર્મરાજ ધ્યાની વિશે ધ્રુવને સમજાવે છે કે મારી મોટી બહેન મારું, મમ્મીનું, પપ્પાનું, દાદા-દાદીનું ધ્યાન રાખે છે અને મદદ કરે છે. ગણવેશ હોય કે ઘરનું કામ – ધ્યાની ધ્યાનથી કામ કરે છે.
પ્રશ્ન 24.
ધ્રુવને અકસ્માત થવાનું શું કારણ લાગે છે ?
ઉત્તર :
ધ્રુવને સર્કલ પાસે અકસ્માત થાય છે, કારણ કે તેણે ધર્મરાજ સાથે દોસ્તીની બાબતમાં જેમતેમ આક્ષેપો કર્યા હતા; અને ઉતાવળે * ઘેર જતો હતો. કદાચ પોતે ખોટો છે એવું મનોમંથન પણ ચાલતું હોય.
પ્રશ્ન 25.
ધ્રુવને કોણ સારવાર આપે છે ? અને કેવી સેવા કરે છે ?
ઉત્તર :
ધ્રુવને ધ્યાની સારવાર આપે છે, તેની પાસે ચિંતિત ચહેરે બેસી રહે છે. અંકલને કહીને 108 બોલાવે છે, ધ્રુવના ધેર પણ સમાચાર
મોક્ષે છે. ચિંતા નહિ કરવાનું કહે છે.
પ્રશ્ન 26.
ધ્રુવ ધર્મરાજ કેવાં સંજોગોમાં મળ્યા ?
ઉત્તર :
ધ્રુવના અકસ્માત વખતે ધર્મરાજ સાથે ન હતો. પછી આવે છે. બંનેની નજર મળે છે. પગે પીડા હતી છતાં ધ્રુવે સ્મિત કર્યું, એ સ્મિતમાં કશોક સ્વીકારે હતો. એકરાર હતો – બહેન ધ્યાનીની સેવાનો !
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ધ્રુવ અને ધર્મરાજની દોસ્તી વિશે શું કહેવાય છે ?
ઉત્તર :
ધ્રુવ અને ધર્મરાજની ધ્રસ્તી વિશે સૌ સાચી મિત્રતા માટે એમનું દષ્ટાંત આપે છે. ખરી ભાઈબંધી અને બંનેની દોસ્તીને ન્યારી માને છે, શિક્ષકો પણ કહે છે કે પ્રવાસમાં બંને સાથે આવશે, અથવા એકેય નહિ આવે. સાથે નિશાળે જવું – હરવું, ફરવું, રમવું અને ગૃહકાર્ય પણ સાથે જ કરે છે.
પ્રશ્ન 2.
ધ્રુવના સ્વભાવ વિશે જણાવો.
ઉત્તર :
ધ્રુવ માતા-પિતાનો એકનો એક દીકરો હોવાથી ખૂબ લાડકો છે. આ કારણે થોડો જીદી, આળસુ અને જલ્દી ગુસ્સે થઈ જાય એવી સ્વભાવનો છે, થોડો ઉતાવળિયો પણ છે; તેથી સાઈકલનો અકસ્માત થાય છે. હઠીલા સ્વભાવને કારણે ધર્મરાજ સાથે તેની મોટી બહેન ધ્યાની વિશે અંટસંટ બોલે છે.
પ્રશ્ન 3.
ધવના માતા-પિતા વિશે પ્રકાશ પાડો.
ઉત્તર :
ધ્રુવના માતા રીનાબહેન અને પિતા રીતેશભાઈ સમજદાર છે. ધ્રુવ પોતાનું લાડકું સંતાન છે, તેથી દરેક વાત માને છે. ધ્રુવને
છોકરીઓ ત૨ફ પૂર્વગ્રહ છે, એ વાત માતા-પિતા જાણે છે. પણ પુત્રપ્રેમ આગળ કંઈ બોલતા નથી. કદાચ સમય જતાં ધ્રુવ થોડો
સમજુ અને પ્રેમાળ બને એમ ઈચ્છે છે. બંનેને દુનિયાદારીનું યથાર્થ જ્ઞાન છે.
પ્રશ્ન 4.
ધર્મરાજના સ્વભાવ વિશે પ્રકાશ પાડો.
ઉત્તર :
ધર્મરાજ સ્વભાવે શાંત, ઠરેલ, સમજુ અને ઉદાર સ્વભાવનો છે. ધ્રુવ સાથે તેની ગાઢ મૈત્રી ટકી રહી છે. એનું કારણ ધર્મરાજનો ઉદાર અને શાંત સ્વભાવ છે, ધર્મરાજ આશુતોષ અને ધીરજવાળો છે. ધ્રુવ ધ્યાની વિશે જેમતેમ બોલે છે, તો પણ ધર્મરાજ તેને થેપલાંનો નાસ્તો કરાવે છે.
પ્રશ્ન 5.
ધ્યાનના સ્વભાવ અને કામકાજ વિશે કંઈક જણાવો.
ઉત્તર :
ધર્મરાજની મોટી બહેન ધ્યાની શાંત અને સુશીલ સ્વભાવની છે. પોતાના ઘરના બધા જ સભ્યોને ઉપયોગી થાય તેવાં કામ કરે છે. ધર્મરાજનાં કપડાંને અને ગણર્વેશને ઇસ્ત્રી કરી આપે છે. માતા-પિતા અને દાદા-દાદીને ઘરકામ અને દવા આપવામાં સહાય કરે છે. છેલ્લે ધ્રુવને સારવાર અને શાંત્વના આપીને પોતાના ઉમદા અને સંસ્કારી સ્વભાવને પ્રકટ કરે છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ધ્રુવ અને ધર્મરાજના વિરુદ્ધ સ્વભાવનું વર્ણન કરો.
ઉત્તર :
ધ્રુવ અને ધર્મરાજ એકબીજાથી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પણ પાકાં દોસ્ત છે. બંનેની દોસ્તી ગામમાં ઉદાહરણરૂપ ગણાય છે. શિક્ષકો પણ બંનેની દોસ્તીને જાણે છે. ધ્રુવ જીદ્દી, હઠીલો, આળસુ અને તરંગી સ્વભાવનો છે; જ્યારે તેની વિરુદ્ધ સ્વભાવનો ધર્મરાજ કર્મઠ, શાંત અને પરોપકારી છે. ધ્રુવ વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે. ત્યારે ધર્મરાજ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને શાંત ચિત્તે કામ કરે છે. ધ્રુવ તેને ધ્યાનીની દરેક વાતે ચિડવે છે; પણ ધર્મરાજ શાંતિથી વાત સમજાવે છે; ને મનમાં દુઃખે દબાવીને ધ્યાનીએ બનાવેલાં થેપલાં તેને ખવડાવે છે ! આમ, બંનેની વિરુદ્ધ પ્રકૃતિ છે, છતાં મંત્રી અતૂટ રહે છે ! આપણને પણ નવાઈ, તો લાગે છે !
પ્રશ્ન 2.
યુવ, ધ્યાન અને અકસ્માતનું ટૂંકમાં વર્ણન કરો.
ઉત્તર :
શાળામાંથી ઉતાવળે અને એકલો ધ્રુવ ઘેર જવા નીકળે છે, ત્યાં સર્કલ પાસે મોટરસાઇકલ સાથે તેની સાઇકલ અથડાય છે. પડી જાય છે. હાથે-પગે છોલાય છે, બરાબર ત્યારે ધ્યાની ત્યાં આવે છે. તેની પાસે ચિંતિત ચહેરે બેસીને તેની સારવાર કરે છે – તેને આશ્વાસન આપે છે, 108 નંબર બોલાવે છે. ધ્રુવના માતા-પિતાને જાણ કરે છે. અકસ્માત થવાનું કારણ તેણે ધર્મરાજ સાથે ધ્યાની વિશે જેમ તેમ વિધાન કરેલ, તેનું મનોમંથન ચાલતું હતું – એ જણાય છે. અંતે મનોમન તે ધ્યાનીનો આભાર માને છે. ધર્મરાજ * તેને માફ કરી દે છે.
નીચેના પ્રસ્નોના ઉત્તર સૂચના મુજબ લખો.
નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
- ગાઢ – ગહન, ઊંડું
- પ્રશંસા – વખાણ
- મુદલ – સહેજ પણ
- સ્મિત – હાસ્ય
- તર્ક – વિચાર
- જાણતલ – પારેખનારે
- દુનિયા – ગ, જગત, વિશ્વ
- હઠ. – જિદ, મમત
- ગડમથલ – મૂંઝવણ
- વિદ્યુત – વીજળી, દામિની
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- દેશમાં – દસમાં
- ઊછરેલો – ઉછરેલો.
- ગંભિર – ગંભીર
- પત્નિ – પત્ની
- ધ્યાનિ – ધ્યાની
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- પાકી × કાચી
- દોસ્તી × દુશ્મની
- વ્યવસ્થા × અવ્યવસ્થા
- આભ × જમીન
- આળસુ × ઉદ્યમી
- તડકો × છાંય
- તંદુરસ્ત × માંદો
- વિવેકી × ઉદ્ધત
- રમૂજી × મૂજી
- ગૌણ × પ્રધાન
- ગાંડો × ડાહ્યો
- સુખ × દુઃખ
નીચેના શબ્દોની સંધિ કરીને ફરીથી લખો :
- સ + નારી = સન્નારી
- નિઃ + વિવાદ = નિર્વિવાદ
- ઉમા + ઈશ = ઉમેશ
- સુ + અલ્પ = સ્વલ્પ
- સપ્ત + ઋષિ = સપ્તર્ષિ
- સુ + અલ્પ = સ્વલ્પ
- તથા + વ = તથૈવ
- સમુ + મતિ = સંમતિ
- શિરઃ + મણિ = શિરોમણી
- સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ
- નૌ + ક = નાવિક
- પુનઃ + = પુની
નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવી તેના વિશે લખો :
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
ઉત્તર :
છેદનું નામ : મંદાક્રાન્તા,
અક્ષર : 17.
બંધારણ : મભનતતગાગા
યતિ : 4 અને 10 અક્ષર પછી.
બહેન સૌની લાડકી Summary in Gujarati
બહેન સૌની લાડકી કાવ્ય-પરિચય :
લેખક પરિચયઃ સાંઈરામનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે છે. તેમનો જન્મ જામનગરમાં થયો. શિક્ષક તરીકે કાર્ય કરી હાલ લોકસાહિત્યના કાર્યક્રમો આપે છે, ‘હસતા અક્ષર’, ‘રંગ કસુંબલ ગુજરાતી’, ‘અક્ષરની આંગળિયું ઝાલી’ તેમના કાવ્યસંગ્રહો છે. જ્યારે ‘હાસનો હાઈવે’, ‘અમથા અમથા કેમ ન હસીએ’, ‘હસો નહિ તો મારા સમ’ વગેરે તેમના વ્યંગ અને કટાક્ષ વ્યક્ત કરતાં સંગ્રહો છે.
પાઠનો સારાંશ : દીકરીની મહત્તા વ્યક્ત કરતી હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તામાં આજની સમાજ વ્યવસ્થાનું સરસ નિરૂપણ છે. પોતાની ન હોય તો મિત્રની બહેન પણ પોતાની સગી બહેન જેટલી લાગણી રાખે શકે છે, ભાઈબહેનના પ્રેમનું સુંદર આલેખન થયું છે. ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના !’
બહેન સૌની લાડકી શબ્દાર્થ :
- ગાઢ – ગહન, ઊંડું
- હઠ – જિદ, મમત
- જાણતલ – પારખનાર
- મુદ્દલ – સહેજ પણ
- ત – વિચારે
- પ્રશંસા – વખાણ
- ગડમથલ – મૂંઝવણ
- દુનિયા – જગ, જગત, વિશ્વ
- વિદ્યુત – વીજળી, દામિની