Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 7 હું એવો ગુજરાતી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી Textbook Questions and Answers

હું એવો ગુજરાતી સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા(૫)ની નિશાની કરો :

પ્રશ્ન 1.
આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે?
A. શેત્રુંજી
B. મચ્છુ
C. તાપી
D. નર્મદા
ઉત્તર :
A. શેત્રુંજી
B. મચ્છુ
C. તાપી
D. નર્મદા

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 2.
આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે?
A. કવિતા માટે
B. પ્રભાતિયાં માટે
C. ભક્તિ માટે
D. ભજન માટે
ઉત્તર :
A. કવિતા માટે
B. પ્રભાતિયાં માટે
C. ભક્તિ માટે
D. આખ્યાન માટે

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇની કઈ વિશેષતાને યાદ કરે છે?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને : અને સરદાર વલ્લભભાઈની હાકલ(પડકાર)ને યાદ કરે છે.

પ્રશ્ન 2.
કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?
ઉત્તર :
કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ગજ ફૂલે છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
સત્યના આયુધની કઈ વિશેષતા છે?
ઉત્તર :
કવિએ ગાંધીજીના સત્યને આયુધ (શસ્ત્ર) કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધોથી લડાયાં છે અને ભવિષ્યમાં પણ લડાશે; પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે.

પ્રશ્ન 2.
ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?
ઉત્તર :
ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીનાં પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે.

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયાં-કયાં કારણોસર અનુભવે છે?
ઉત્તર :
“હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીનાં તેમજ ચરોતરની મહીસાગરનાં પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે.

આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્યમંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે.

અહીંની દ્વારકાનગરીમાં કૃષ્ણ પ્રેમભક્તિનો અમૃતરસ પાય છે. આ ભૂમિ પર જ દુહા – છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાં કરતાલ લઈને કષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયાં છે.

આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો.

આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 2.
કાવ્યપંક્તિ સમજાવો –
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર”
ઉત્તર :
પ્રસ્તુત કાવ્યપંક્તિ દ્વારા કવિએ ભારતમાતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે કે હું ભારતમાતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી’ છું. મારી નસોમાં ભારતમાતાનું લોહી છે, મારા માથે મારી ભારતમાતાના શુભાશિષ છે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી Important Questions and Answers

હું એવો ગુજરાતી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો.
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા, મહીસાગર, વગેરે નદીઓ; અરવલ્લી, શત્રુંજય, ગિરનાર, વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઊંડ્યું છે.

ગીરનાં સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રિ પ્રસંગે કાણાંવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતાં રાસ – ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્યમંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે.

આ ભૂમિએ ભારતદેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો.

આ ભૂમિ પર નરસિંહનાં પ્રભાતિયાં ઘેર ઘેર ગવાય છે. મીરાં અને પ્રેમાનંદ, વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્રચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો, વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે.

ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કવિ ગુજરાતીને ‘મહાજાતિ’ કહે છે. શા માટે?
ઉત્તર :
ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ – વિદેશમાં એની ખ્યાતિ છે, કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત? આમ, સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબોલને લીધે કવિ ગુજરાતીને ‘મહાજાતિ’ કહે છે.

પ્રશ્ન 2.
કવિ તીર્થોને કયા સંદર્ભસહિત યાદ કરે છે?
ઉત્તર :
કવિ કહે છે હું મહાતીર્થ શત્રુંજયનું શિખર છું. સૂર્યમંદિરના શ્વેત તેજરૂપી ભમરાનો ગુંજારવ છું. ગિરનારની ધૂણીનો ગોખ છું દ્વારકાના કૃષ્ણની પ્રેમરસનો પિવડાવનાર પણ હું છું. આમ, વિવિધ સંદર્ભસહિત યાદ કરે છે.

પ્રશ્ન 3.
“હું સાવજની ત્રાડ’ એટલે શું?
ઉત્તર : સાવજ એ ગુજરાત અને ગુજરાતનું ગૌરવ છે. હું સાવજ ત્રાડ’ એટલે હું ગુજરાતી છું એટલે એ ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું.

4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખો:

પ્રશ્ન 1.
હું એવો ગુજરાતી કાવ્યમાં “હું શો ભાવ દર્શાવે છે?
ઉત્તર :
‘હું એવો ગુજરાતી કાવ્યમાં ગૌરવનો ભાવ દર્શાવે છે.

પ્રશ્ન 2.
પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કયું : કાવ્ય છે?
ઉત્તર :
પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કાવ્ય છું ગુજરાતી શીર્ષકરૂપે છે.

પ્રશ્ન 3.
“હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શ્વાસોમાં કોને શ્વસતાં અનુભવે છે?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શ્વાસોમાં મહીસાગરને શ્વસતાં અનુભવે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 4.
ગુજરાતનો પિંડદેહ શામાંથી બનેલો છે?
ઉત્તર :
ગુજરાતનો પિંડદેહ અરવલ્લીથી બનેલો છે.

પ્રશ્ન 5.
ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે?
ઉત્તર :
ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે.

પ્રશ્ન 6.
ગિરનારના સિંહના ગૌરવ માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે??
ઉત્તર :
ગિરનારના સિંહના ગૌરવ માટે કવિએ “હું સાવજની ્રાડ’ શબ્દો પ્રયોજ્યા છે.

પ્રશ્ન 7.
કવિએ ગરવી ગુજરાતી ભાષાને કેવી કહી છે?
ઉત્તર :
કવિએ ગરવી ગુજરાતી ભાષાને લચકાતી કહી છે.

પ્રશ્ન 8.
કવિ પોતે, કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે?
ઉત્તર :
કવિ પોતે, નવરાત્રિના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે.

પ્રશ્ન 9.
કવિ કાવ્યમાં કયા પર્વતના શૃંગનો ઉલ્લેખ કરે છે?
ઉત્તર :
કવિ કાવ્યમાં શત્રુંજય પર્વતના શૃંગનો ઉલ્લેખ કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 10.
કવિએ ધવલ તેજનો ભ્રમર ક્યાં ગુંજારવ કરતો દર્શાવ્યો છે?
ઉત્તર :
કવિએ ધવલ તેજનો ભ્રમર સૂર્યમંદિરે ગુંજારવ કરતો દર્શાવ્યો છે.

પ્રશ્ન 11.
ગાંધીજી પાસે કયું સશક્ત આયુધ હતું?
ઉત્તર :
ગાંધીજી પાસે ‘સત્ય’ નામનું સશક્ત આયુધ હતું.

પ્રશ્ન 12.
હું શત્રુંજય – શંગમાંના “શંગ શબ્દ સાથે કવિએ કયો પ્રાસ યોજ્યો છે?
ઉત્તર :
“હું શત્રુંજય – શંગ’માંના “શંગ’ શબ્દ સાથે કવિએ “ભંગ’ પ્રાસ યોજ્યો છે.

પ્રશ્ન 13.
કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે છે?
ઉત્તર :
કવિ સુધારસનું પાન કરાવતી નગરી દ્વારિકાને કહે છે.

પ્રશ્ન 14.
દુહા – છંદની રમઝટ માટે કોણ જાણીતું છે?
ઉત્તર :
દુહા – છંદની રમઝટ માટે ગુજરાત જાણીતું છે.

પ્રશ્ન 15.
કવિએ ધ્યાનને ક્યા રંગનું કહ્યું છે?
ઉત્તર :
કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 16.
કવિએ કાવ્યમાં કઈ સંત – કવિયત્રીને યાદ કર્યા છે?
ઉત્તર :
કવિએ કાવ્યમાં મીરાંબાઈ(સંત – કવિયત્રી)ને યાદ કર્યા છે.

પ્રશ્ન 17.
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ કયા સાહિત્યસ્વરૂપની વાત કરી નથી?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સાહિત્યસ્વરૂપ પદની વાત કરી નથી.

પ્રશ્ન 18.
“હું એવો ગુજરાતી કાવ્યમાં “સરદાર’ વિશેષણ કોના સંદર્ભમાં છે?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં સરદાર’ વિશેષણ વલ્લભભાઈ પટેલના સંદર્ભમાં છે.

પ્રશ્ન 19.
હું એવો ગુજરાતી કાવ્યમાં મારી માટીનો જાયો એટલે કોનો જાયો?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં મારી માટીનો જાયો એટલે ગુજરાતની ધરતીનો જાયો એવો અર્થ છે.

પ્રશ્ન 20.
કવિએ શૂરાતનના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર :
કવિએ શૂરાતનના પ્રતીક તરીકે તલવારનો ઉલ્લેખ કર્યો છે.

પ્રશ્ન 21.
“હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ કોના મનની વાતો કરે છે?
ઉત્તર :
“હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગાંધીજીના મૌનની વાતો કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

પ્રશ્ન 22.
ગુજરાતની પ્રત્યેક દિશામાં કયા આયુધની ધાક રહી છે?
ઉત્તર :
ગુજરાતની પ્રત્યેક દિશામાં સત્યના આયુધની ધાક રહી છે.

પ્રશ્ન 23.
“એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે?
ઉત્તર :
“એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે.

પ્રશ્ન 24.
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિના શિરે કોના આશિષનો વિસ્તાર છે?
ઉત્તર :
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિના શિરે ભારતમાતાના આશિષનો વિસ્તાર છે.

પ્રશ્ન 25.
“હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોલ મહાજાતિ.” આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે?
ઉત્તર :
“હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ.” આ પંક્તિ ગુજરાતીનો નિર્દેશ કરે છે.

પ્રશ્ન 26.
ભારતમાતાએ ગુજરાત પર શાનો વિસ્તાર કર્યો છે?
ઉત્તર :
ભારતમાતાએ ગુજરાત પર આશિષનો વિસ્તાર કર્યો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

હું એવો ગુજરાતી વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર : લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર : લખો :

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

(1) શંત્રુજય – (શત્રુંજય, શતરુંજય, શતરંજય)
(2) વીજાણદ – (વિજણદ, વીજણંદ, વિજાણંદ)
(3) ભૃગ – (ભંગ, ભંગ, ભૂંગ)
(4) આસિસ – (આશિષ, આશીષ, આશિસ).
(5) દ્વારિકા – (દ્વારિકા, દ્વારિકા, દ્વારિકા)
(6) દીગદીગંત – (દિગદિગંત, દગદિગંત, દિગદીગત)
(7) સ્વાસ – (શ્વાસ, શ્વાસ, ગ્વાષ).
(8) ગર્ભદિપ – (ગર્ભદીપ, ગરભદીપ, ગરભદિપ)
(9) ગૂર્જર – (ગુર્જર, ગુરજર, ગુજર)
(10) સૂધારસ – (સુધારસ, સુધાર્સ, સુધારશ)
ઉત્તર :
(1) શત્રુંજય
(2) વિજાણંદ
(3) ભંગ
(4) આશિષ
(5) દ્વારિકા
(6) દિગદિગંત
(7) ગ્વાસ
(8) ગર્ભદીપ
(9) ગુર્જર
(10) સુધારસ

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

(1) રત્ન + આકર = (રત્નકર, રત્નાકર, નાકર)
(2) દિક + અંત = (દિત, દિગંત, દિગંત)
ઉત્તર :
(1) રત્નાકર
(2) દિગંત

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) મહાજાતિ – (દ્વિગુ, ઉપપદ, કર્મધારય)
(2) નવરાત્રિ – (૬, દ્વિગુ, તપુરુષ)
(3) નર્મદા – (ઉપપદ, બહુવ્રીહિ, કર્મધારય)
(4) ભારત દેશ – (ન્દ્ર, કર્મધારય, તપુરુષ)
(5) કરતાલ – (બહુવ્રીહિ, કર્મધારય, મધ્યમપદલોપી)
(6) શત્રુંજય – શંગ – (તપુરુષ, ક૬, દ્વિગુ)
(7) ગર્ભદીપ – (ઉપપદ, હિંગુ, કર્મધારય)
(8) દુહા – છંદ – (બહુવ્રીહિ, હિંગુ, કન્દ્ર)
ઉત્તર :
(1) કર્મધારય
(2) દ્વિગુ
(3) ઉપપદ
(4) કર્મધારય
(5) મધ્યમપદલોપી
(6) તત્પરુષ
(7) કર્મધારય
(8) દ્વન્દ્ર

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

(1) ગુજરાતી
(2) રત્નાકર
(3) ગર્ભદીપ
(4) નિત્ય
(5) મહાજાતિ
ઉત્તર :
(1) પરપ્રત્યય
(2) એક પણ પ્રત્યય નહિ
(3) એક પણ
પ્રત્યય નહિ
(4) પરપ્રત્યય
(5) એક પણ પ્રત્યય નહિ

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો:

(1) આયુધ – (શસ્ત્ર, ઓજાર, કાતરિયું)
(2) શૃંગ – (ઊંચાઈ, શિખર, પર્વતમાળા)
(3) રત્નાકર – (સરોવર, ખજાનો, સમુદ્ર)
(4) સાવજ – (સિંહ, તુચ્છ, ન જેવું)
(5) પિંડ – (દડો, લોટ, દેહ)
(6) ત્રાડ – (તકલી, ઝાડ, ગર્જના)
(7) ધવલ – (પવિત્ર, છેડો, ધજા)
(8) સુધા – (સુદષ્ટિ, અમૃત, સ્ત્રી)
(9) કરતાલ – (કાંસીજોડાં, તાળી, હાથતાળી)
(10) સૌમ્ય – (શાંત, અશાંત, શરમાવે તેવું)
ઉત્તર :
(1) શસ્ત્ર
(2) શિખર
(3) સમુદ્ર
(4) સિંહ
(5) દેહ
(6) ગર્જન
(7) પવિત્ર
(8) અમૃત
(9) કાંસીજોડાં
(10) શાંત

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

(1) નર્મદા – (વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
(2) સુધારસ – (દ્રવ્યવાચક, ભાવવાચક, ક્રિયાવાચક)
(3) હાક – (જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
(4) સંત – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
(5) અરવલ્લી – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
(6) સાવજ – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
(7) નવરાત્રિ – (સમૂહવાચક, જાતિવાચક, ભાવવાચક)
(8) વિજાણંદ – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
(9) ધ્યાન – (ભાવવાચક, ક્રિયાવાચક, જાતિવાચક)
ઉત્તર :
(1) વ્યક્તિવાચક
(2) દ્રવ્યવાચક
(3) ભાવવાચક
(4) જાતિવાચક
(5) જાતિવાચક
(6) જાતિવાચક
(7) ભાવવાચક
(8) વ્યક્તિવાચક
(9) ભાવવાચક

7. નીચેની પંક્તિઓમાંના અલંકારોનો પ્રકાર લખો:

(1) અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. – (વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસ, સજીવારોપણ)
(2) સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભંગ. – (ઉપમા, ઉન્મેલા, રૂપક)
ઉત્તર :
(1) સજીવારોપણ
(2) રૂપક

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર : લખોઃ

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

(1) ગજ ગજ છાતી ફૂલવી – ખૂબ આનંદિત થવું, ગર્વ અનુભવવો
(2) ભગવું ભગવું ધ્યાન હોવું – ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

(1) નવ રાત્રિઓનો સમૂહ – નવરાત્રિ
(2) કાણાંવાળા ગરબામાં મૂકેલો દીવડો – ગર્ભદીપ
(3) રત્નોના ભંડારરૂપ સાગર – રત્નાકર
(4) દિશાઓનો અંત છેડો) – દિગંત

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :

(1) ધવલ
(2) સુધા
(3) આશિષ
(4) શંગ
(5) ધ્યાન
(6) મૌન
(7) સત્ય
(8) સ્મિત
(9) સૌમ્ય
(10) સ્વાસ
ઉત્તર :
(1) ધવલ ✗ શ્યામ
(2) સુધા ✗ વિષ
(3) આશિષ ✗ અભિશાપ
(4) શૃંગ ✗ તળેટી
(5) ધ્યાન ✗ બેધ્યાન
(6) મૌન ✗ વાચાળ
(7) સત્ય ✗ અસત્ય
(8) સ્મિત ✗ રુદન
(9) સૌમ્ય ✗ રૌદ્ર
(10) સ્વાસ ✗ ઉચ્છવાસ

11. નીચેના શબ્દોના અર્થ આપો?

(1) સાવજ – સાવ જ
(2) ગજ – ગંજ
(3) સૂર – સુર – શૂર
ઉત્તર :
(1) સાવજ – સિંહ
સાવ જ – નહીં જેવું

(2) ગજ – હાથી
ગંજ – ઢગલો

(3) સૂર – અવાજ, સ્વર સુર – દેવ
શૂર – પરાક્રમી

12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

(1) પરભાતી
(2) ગોખ
(3) હાક
(4) જંતર
ઉત્તર :
(1) પ્રભાતિયું
(2) ગોખલો – ગવાક્ષ
(3) બૂમ
(4) વાજિંત્ર (તંતુવાદ્ય)

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

13. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) હું જ ગરવી ભાષા લચકાતી;
(2) હું મારી માટીનો જાયો;
(3) હું સાવજની ત્રાડ, …
(4) હું ધવલ તેજનો ભંગ.
(5) હું નિત્ય એક આખ્યાન.
(6) હું સંતોનું સૌમ્ય સ્મિત.
ઉત્તર :
(1) ગરવી – ગુણવાચક
(2) માટીનો – સંબંધવાચક
(3) સાવજની – સંબંધવાચક
(4) ધવલ – ગુણવાચક, તેજનો – સંબંધવાચક
(5) એક – સંખ્યાવાચક
(6) સૌમ્ય – ગુણવાચક

14. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી…
(2) હું સદા હોઉં મહાજાતિ.
ઉત્તર :
(1) ગજ ગજ – માત્રાસૂચક
(2) સદા – સમયવાચક

13. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

(1) અરવલ્લી
(2) ગર્ભદીપ
(3) શંગ
(4) સ્મિત
ઉત્તર :
Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language) 1

હું એવો ગુજરાતી Summary in Gujarati

હું એવો ગુજરાતી કાવ્ય – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language) 2
– વિનોદ જોશી [જન્મ: 13 – 08 – 1955]

“હું એવો ગુજરાતી ગીતનો આરંભ ગુજરાતી હોવાના ગૌરવથી થાય છે. નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમુદ્રથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિએ રળિયામણું બનાવ્યું છે. આ ભૂમિ નરસિંહનાં પ્રભાતિયાં, મીરાની કરતાલ, પ્રેમાનંદનાં આખ્યાન, વિજાણંદનું વાજિંત્ર, દુહા – છંદની રમઝટથી ગુંજે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)

સંતો અને શૂરવીરોની આ ભૂમિ છે. ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષોની ભેટ આપી છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત પણ અનેરી છે. કવિ આ ભૂમિનું સંતાન છે એ વાતથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે, તો પોતાને શિરે ભારતમાતાના આશિષ હોવાનો પણ તેમને ગર્વ છે.

કાવ્યની સમજૂતી

હું એવો ગુજરાતી છું જેની, હું ગુજરાતી છું એ જ વાતથી (મારી) છાતી ગર્વથી અતિશય હરખાય છે.

(મારા) અંગેઅંગમાં નર્મદાનાં પાણી વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મારો દેહ અરવલ્લીનો બનેલો છે, શ્વાસમાં રત્નાકર ધબકે છે, હું સિંહની ગર્જના છું, હું જ ગરવી ગુજરાતી ભાષા છું.

હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું શત્રુંજયનું શિખર છું. હું સૂર્યમંદિરના શ્વેત તેજરૂપી ભમરાનો ગુંજારવ છું. હું ગિરનારનો ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમસુધાનો રસ પાઉં છું.

હું દુહા – છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ મીરાની કરતાલ છું, હું રોજ(કવિ પ્રેમાનંદ)નું એક આખ્યાન છું. હું વિજાણંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં છું.

હું ગાંધીનું મૌન છું, હું જ સરદારની હાકલ છું. હું સત્યરૂપી શસ્ત્ર છું, જેની દશે દિશામાં ધાક છે. હું સંતોનું સૌમ્ય સ્મિત છું, હું શૂરવીરોની તીક્ષ્ણ (ધારદાર) તલવાર છું.

હું મારી માટી (ગુજરાતની ધરતી)નો પુત્ર છું, હું જન્મ ગુજરાતી છું. મારા શિરે ભારતમાતાની પુષ્કળ આશિષ છે. હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશાં (ભારતમાતાનો) અંશ છું.

હું એવો ગુજરાતી શબ્દાર્થ

  • નર્મદા – એક નદી, ગુજરાતની જીવાદોરી.
  • મહીસાગર – ચરોતર વિસ્તારની નદી.
  • અરવલ્લી – આબુ સહિતની પર્વતમાળા.
  • પિંડ – શરીર, દેહ.
  • પ્રાણ – શ્વાસ, (અહીં) અસ્તિત્વ.
  • ધબકવું – ધડકવું. Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)
  • રત્નાકર – રત્નોના ભંડારરૂપ સાગર.
  • ત્રાડ (સિંહની) ગર્જના.
  • ગરવી – ગૌરવવાળી.
  • શત્રુંજય – સૌરાષ્ટ્રના પાલિતાણામાં આવેલ પર્વત.
  • ગુંજરવું – ગુંજારવ કરવો.
  • ધવલ – શ્વેત, સફેદ.
  • તેજ – પ્રકાશ.
  • ભંગ – ભમરો, ભ્રમર.
  • ગિરનારી ગોખ – જૂનાગઢના ગિરનાર પર્વતનો
  • ગોખ. સુધારસ – અમૃતરસ, (અહીં) પ્રેમભક્તિનો અમૃતરસ.
  • કરતાલ – કાંસીજોડાં, ઝાંઝ.
  • આખ્યાન – મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર.
  • વિજાણંદ – “સૌરાષ્ટ્રની રસધારમાં આવતી એક વાર્તાના પાત્રનું નામ.
  • હાક – હોકારો.
  • દિગદિગંત – દશે દિશા.
  • ધાક – ડર, બીક.
  • સૌમ્ય – શાંત, સુંદર.
  • સ્મિત – હાસ્ય.
  • શૂર – શૂરવીર, બહાદુર.
  • તાતી – તીક્ષ્ણ, ધારદાર.
  • માટીનો જાયો – ધરતીનો પુત્ર.
  • ગુર્જર અવતાર – ગુજરાતની ભૂમિ પર જન્મ.
  • શિર – મસ્તક. Class 10 Gujarati Textbook Solutions Chapter 7 હું એવો ગુજરાતી (First Language)
  • આશિષ – આશીર્વાદ
  • મહાજાતિ – ઉચ્ચ જાતિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *