Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 4 ભૂલી ગયા પછી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી Textbook Questions and Answers

ભૂલી ગયા પછી સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો. :

પ્રશ્ન 1.
મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું.?
(A) રીંછ
(B) વાઘ
(C) દીપડો
(C) જંગલી ભૂંડ
ઉત્તર :
(A) રીંછના
(B) વાઘના
(C) દીપડાના
(D) જંગલી ભૂંડના

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 2.
નરેને કઈ તાલીમ મેળવી હતી ?
(A) ઘોડેસવારીની
(B) વન સંરક્ષણની
(c) પોલીસની
(D) પર્વતારોહણની
ઉત્તર :
(A) ઘોડેસવારીની
(B) વન સંરક્ષણની
(C) પોલીસની
(D) પર્વતારોહણની

2. એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
રીંછ માણસને જોઈને શું કરે છે?
ઉત્તર :
રીંછ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે.

પ્રશ્ન 2.
નરેન લગ્નનાં માગાં પાછાં શા માટે ઠેલતો હતો ?
ઉત્તરઃ
નરેન લગ્નનાં માગાં પાછાં ઠેલતો હતો, કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો, તેણે લગ્નની ના પાડી હતી.

3. બે – ત્રણ વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી ?
ઉત્તર :
નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી.

પ્રશ્ન 2.
વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે.
ઉત્તર :
વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે, એવું લાગતાં મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

4. સાત-આઠ લીટીમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
મનીષાનું પાત્રચિત્રણ કૃતિને આધારે લખો.
ઉત્તરઃ
“ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્યવસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારીશક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે સંકલ્પબળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનાં શિખર પ્રાપ્ત કરે છે.

આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતાં લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઑફિસરની નોકરી મળી છે, ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમયસૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે.

તે સાહસિક થઈ છે.

મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદવિભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તે મારા કરતાં પણ ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે” એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી.

તેમણે મનીષા અને નરેનને “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!” એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધેર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી, પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં, મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો.

Std 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી Important Questions and Answers

ભૂલી ગયા પછી પ્રોત્તર પ્રશ્ન

1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નરેનનું પાત્રાલેખન “ભૂલી ગયા પછી’ એકાંકીને આધારે તૈયાર કરો.
ઉત્તરઃ
નરેન ફોરેસ્ટ ઑફિસર છે. બાળપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો. મનીષાના પિતાએ એમના લગ્નને સંમતિ આપી નહોતી. નરેન અન્ય માગાને પાછાં ઠેલતો હતો. મનીષાને એ કવિતા માનતો હતો. મનીષા પ્રત્યે એને ગાઢ પ્રેમ હતો. જંગલમાં તે નિષ્ઠાથી ફરજ બજાવતો હતો.

મનીષા હિંમત તેમજ સમયસૂચકતાથી સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું હતું. નાજુક, નમણી ને ભીરુ મનીષાના આ સાહસિક, નવા સ્વરૂપથી નરેન પ્રભાવિત થયો. એના પ્રત્યે પ્રેમ ઉપરાંત આદર થયો. એકાંકીમાં ભાવસ્થિતિના સૂચક પલટા આવે છે.

નરેન પણ મનીષાને એના પ્રેમની પ્રતીતિ કરાવે છે. નરેન કહે છે પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી. સાચા અને નિસ્વાર્થ પ્રેમમાં મનીષાના પિતા વિરાટબાબુ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એકાંકીમાં નરેનના સંવાદો બુદ્ધિગમ્ય, માર્મિક તેમજ પ્રેમની ઉદાત્તતા પ્રગટ કરનારા છે.

નરેનના વ્યક્તિત્વને સુરેખ પ્રગટ કરે છે. બાહ્ય પ્રાકૃતિક સૌંદર્ય કરતાં માનવહૃદયતા, ખાસ કરીને મનીષાના આંતરિક સૌંદર્ય પ્રત્યેનું એનું આકર્ષણ ક્રમશઃ પ્રગટ થતું રહે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 2.
મનીષાના પિતા વિરાટબાબુનું પાત્રાલેખન “ભૂલી ગયા પછી’ એકાંકીને આધારે તૈયાર કરો.
ઉત્તરઃ
નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટબાબુ મનીષાના પિતા હતા. પોતે શિકારી હતા, એમની પુત્રી એમના ગુણો ધરાવતી નહોતી, તે ડરપોક ને ભીરુ સ્વભાવની હતી. વિરાટબાબુને પુત્રીની પ્રકૃતિ કહે છે. નરેન, કે જે મનીષાને ચાહતો હતો, એની સાથે મનીષા લગ્ન કરે, તે એમને મંજૂર નહોતું. ત્યાં એક ઘટના બને છે.

મનીષા જંગલમાં એક પરિવારને રીંછના કાતિલ હુમલામાંથી બચાવે છે. પિતાને પુત્રીના આ સાહસથી ખૂબ આનંદ થાય છે. હર્ષવિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે. ત્યાં મનીષા રહે છે.

પુત્રીના ભીરુ ડરપોક – સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે, એનો એમને અતિશય આનંદ છે. વાતેવાતે તેઓ તત્ત્વજ્ઞાની સાત્રને સમર્થન માટે ટાંક્યા કરે છે. તેઓ મનીષા અને નરેનના લગ્નને સ્વીકૃતિ આપે છે. પોતાની ભૂલ સુધારી લે છે.

સૌને બહાદુર તેમજ બુદ્ધિશાળી બનવા અંગે આશીર્વાદ આપે છે. પ્રેમમાંથી પ્રગટતા શૌર્યનો મહિમા કરે છે. સૌને પ્રેમશૌર્યઅંકિત ધ્વજ ફરકાવવા હિમાયત કરે છે. ખાસ કરીને એકાંકીના ભાવપલટામાં, રસાળ સંવાદો દ્વારા લેખકે વિરાટબાબુની મહત્ત્વની ભૂમિકાની ગૂંથણી કરી છે.

આમ, વિરાટબાબુ ભૂલી ગયા પછી’ નાટિકામાં પિતા તરીકેની ભૂમિકા રજૂ કરતું મહત્ત્વનું પાત્ર બની રહે છે.

પ્રશ્ન 3.
“ભૂલી ગયા પછી’ એકાંકીનું રહસ્ય જણાવો.
ઉત્તરઃ
“ભૂલી ગયા પછી’ એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમસંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનનાં લગ્નની વિરુદ્ધ હતા.

નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેનાં લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે.

એમાં મહત્ત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ અવાફ થઈ ગયા.

એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમપ્રવાહને રજૂ કરતાં સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે.

એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેનાં લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે, એટલું જ નહિ બંનેને આશીર્વાદ આપે છે: “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંક્તિ ધ્વજ ફરકાવો!”

પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય !!

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વિરાટભાઈને પોતે ખોટા પડ્યાનો શાથી આનંદ હતો?
ઉત્તરઃ
વિરાટભાઈ જાણતા હતા કે પોતાની દીકરી મનીષા નાજુક, નમણી ને સાવ ડરપોક છે. ગરોળીથી બીતી દીકરીએ જ્યારે એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું ત્યારે વિરાટભાઈને આનંદ સાથે આશ્ચર્ય થયું. દીકરીના સાહસિક કાર્યથી, પહેલાંની ભીરુ મનીષાની છબી દૂર થઈ ને સાથે સાથે પોતે ખોટા પડ્યા એનો આનંદ થયો.

પ્રશ્ન 2.
નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો?
ઉત્તર :
નરેને ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવહૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહિ. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબિના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહિ, આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું.

પ્રશ્ન 3.
નરેને મનીષાને આવકારતાં શું કહ્યું?
ઉત્તરઃ
નરેને મનીષાને આવકારતાં કહ્યું, “આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તેં એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન.”

પ્રશ્ન 4.
મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો?
ઉત્તરઃ
મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કર્યો. તેમણે બસસ્ટેન્ડ પર જ તેને ઊંચકી લીધી. બધા પેસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો.

બધાં ભેગાં થઈ ગયાં એટલે એ સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને સાત્રનો હવાલો આપી ભાષણ આપતાં કહ્યું, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે.

પ્રશ્ન 5.
નાટિકાને અંતે વિરાટભાઈ સૌને આશીર્વાદરૂપે શું કહે છે?
ઉત્તર :
નાટિકાને અંતે વિરાટભાઈ સૌને આશીર્વાદ આપતાં કહે છે: “મારી દીકરી તમને સાહસ કરવાનું શીખવી દેશે. તમે બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો. તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. લો, મીઠાઈ ખાઓ.”

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 6.
મનીષાનાં મમ્મી હૃદયના ધબકારાની દરદી શાથી બની ગયાં?
ઉત્તરઃ
મનીષાના પપ્પા શિકારી હતા. એક વખત શિકારે જતાં તેમણે મનીષાની મમ્મીને પણ સાથે લીધી. શિકાર માટે માંચડો બાંધેલો હતો ને માંચડા ઉપર મનીષાનાં મમ્મી પણ હતાં.

વાઘ જેવી છલાંગ મારી કે માંચડા પરનાં મનીષાનાં મમ્મી ચીસ પાડી ઊઠ્યા, એટલું જ નહિ પણ તેઓ હદયના ધબકારાનાં દરદી બની ગયાં.

પ્રશ્ન 7.
મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શો પ્રતિભાવ આપ્યો?
ઉત્તરઃ
નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા-ફોઈનાં ભાઈબહેન હતાં, તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેન વધુ સ્પષ્ટતા ને શ્રદ્ધા સાથે કહ્યું, “ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો.”

પ્રશ્ન 8.
મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું?
ઉત્તરઃ
મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યું. તેમણે મુસાફરો, આરામ માટે આવેલા, દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે.

પ્રશ્ન 9.
મનીષાના શિકારી પિતા વિશે જણાવો.
ઉત્તરઃ
મનીષાના પિતા એક શિકારી હતા. એક વાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે તેની ઇચ્છા નહોતી, પણ પતિની આજ્ઞા માનીને તે ગયેલી. બંને માંચડા પર બેઠાં હતાં તેમ છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઊઠેલી.

એ પછી તેના હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન જ થયું. પિતાજીની જગ્યાએ મનીષાની મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને તેના ધબકારા કાયમ માટે શમી ગયા હોત.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પર્વતારોહણ શિબિર ક્યાં હતી?
ઉત્તરઃ
પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી.

પ્રશ્ન 2.
પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડાં ભરાવીને કોણ કોણ ચાલી આવતાં હતાં?
ઉત્તરઃ
પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડાં ભરાવીને સલોની અને કનોજ ચાલી આવતાં હતાં.

પ્રશ્ન 3.
મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું?
ઉત્તરઃ
મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું.

પ્રશ્ન 4.
“ભૂલી ગયા પછી’ નાટિકામાં કુલ કેટલાં પાત્રો છે?
ઉત્તરઃ
ભૂલી ગયા પછી’ નાટિકામાં કુલ છ પાત્રો છે.

પ્રશ્ન 5.
સલોનીએ કોનો ફોટો તેમજ સમાચાર વાંચવા કહ્યું?
ઉત્તરઃ
સલોનીએ દીદી(મનીષા)નો ફોટો તેમજ એના સાહસના સમાચાર વાંચવા કહ્યું.

પ્રશ્ન 6.
આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ જણાવો.
ઉત્તરઃ
આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ મનીષા દેસાઈ હતું.

પ્રશ્ન 7.
“ભૂલી ગયા પછી’ પાઠને આધારે સલોની અને નરેનભાઈ શાં સગાં થતાં હશે?
ઉત્તરઃ
‘ભૂલી ગયા પછી’ પાઠને આધારે સલોની અને નરેનભાઈ મામા-ફોઈનાં ભાઈબહેન થતાં હશે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 8.
નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને કોણે કહેલું?
ઉત્તર :
નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એનાં મમ્મીએ કહેલું.

પ્રશ્ન 9.
નૈસર્ગિક સૌંદર્ય પાછળ કોણ પાગલ હતું?
ઉત્તરઃ
નૈસર્ગિક સૌંદર્ય પાછળ નરેન પાગલ હતો.

પ્રશ્ન 10.
નરેન આબુમાં કયા પદે નોકરી કરતો હતો?
ઉત્તરઃ
નરેન આબુમાં વન-અધિકારીના પદે નોકરી કરતો હતો.

પ્રશ્ન 11.
“અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે.” એવું કનોજ કોના સંદર્ભમાં કહે છે?
ઉત્તરઃ
“અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે.” એવું કનોજ દીદી(મનીષા)ના સંદર્ભમાં કહે છે.

પ્રશ્ન 12.
નરેને શા માટે ફોરેસ્ટ ઑફિસરની નોકરી લીધી?
ઉત્તરઃ
નરેને ફોરેસ્ટ ઑફિસરની નોકરી લીધી, કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો.

પ્રશ્ન 13.
સલોની કોનો ફોટો નરેનને બતાવે છે?
ઉત્તરઃ
સલોની મનીષાનો ફોટો નરેનને બતાવે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 14.
મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું?
ઉત્તરઃ
“નાજુક વ્યક્તિ ખડતલ ને નિર્ભય થઈ શકે છે.’ એ મુદ્દા ઉપર કુ. મનીષા દેસાઈએ ભાષણ આપેલું.

પ્રશ્ન 15.
“ના, ના, સલોની એ (મનીષા) ન હોય,” એમ નરેન સલોનીને શા માટે કહે છે?
ઉત્તરઃ
નરેને જોયું તો આંખો મનીષાની હતી, પણ સૈનિકબાળા જેવો યુનિફોર્મ મનીષાનો નહોતો. તેથી તેણે સલોનીને કહ્યું કે તે મનીષા ન હોય.

પ્રશ્ન 16.
શી ખાતરી થાય, તો નરેન મનીષાને અભિનંદન આપવા માગે છે?
ઉત્તરઃ
નાજુક મનીષા ખડતલ ને નિર્ભય થઈ હોય, તો નરેન મનીષાને અભિનંદન આપવા માગે છે.

પ્રશ્ન 17.
સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે?
ઉત્તરઃ
સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે.

પ્રશ્ન 18.
નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય વધુ ઉંમર કોની હતી?
નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય ગુલમહોરની ઉંમર વધુ હતી.
અથવા
નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર કેટલી છે?
ઉત્તર:
નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળાથી પણ વધારે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 19.
હવે કંઈ બાકી છે, ખાતરી કરી લેવામાં?” સલોનીના આ ઉદ્ગારનો નરેન શો ઉત્તર આપે છે?
ઉત્તરઃ
“હવે કંઈ બાકી છે, ખાતરી કરી લેવામાં?” સલોનીના આ ઉદ્ગારનો નરેનનો ઉત્તર આ છેઃ હા – મૂળ વસ્તુ-મનીષાનું મન’.

પ્રશ્ન 20.
આનંદને સલોની પાસે જવાનું કોણે કહ્યું હતું?
ઉત્તરઃ
આનંદને સલોની પાસે જવાનું કનોજે કહ્યું હતું.

પ્રશ્ન 21.
મનીષા અને આનંદની કાર રોકીને કનોજ ક્યાં ગયો?
ઉત્તરઃ
મનીષા અને આનંદની કાર રોકીને કનોજ મનીષાની સાથે વિરાટભાઈને લેવા ગયો.

પ્રશ્ન 23.
આનંદને એના પપ્પા આવવાના છે, એની જાણ શી રીતે થઈ?
ઉત્તરઃ
આનંદને એના પપ્પા આવવાના છે, એની જાણ તાર દ્વારા થઈ.

પ્રશ્ન 24.
“… મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન ” કરતાં, નહિ તો એ આત્મહત્યા કરશે.” આ વાક્ય કોણ, કોને કહે છે?
ઉત્તરઃ
આ વાક્ય આનંદ નરેનને કહે છે.

પ્રશ્ન 25.
આનંદની દષ્ટિએ મનીષાએ કોને માટે આકરું તપ કર્યું છે?
ઉત્તરઃ
આનંદની દષ્ટિએ મનીષાએ નરેન માટે આકરું તપ કર્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 26.
વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કોણ કોણ જાય છે?
ઉત્તર :
વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કનોજ અને આનંદ જાય છે.

પ્રશ્ન 27.
ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે?
ઉત્તરઃ
ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે એમ છે.

પ્રશ્ન 28.
સલોનીના મતે એક વાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે?
ઉત્તરઃ
સલોનીના મતે એક વાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું હોય છે.

પ્રશ્ન 29.
વરસો પહેલાં સુકુમાર લાગતી મનીષા, નરેનને હવે કેવી લાગે છે?
ઉત્તરઃ
વરસો પહેલાં સુકુમાર લાગતી મનીષા, નરેનને હવે દિપ્તિવંત લાગે છે.

પ્રશ્ન 30.
મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઑડિયન્સ બનાવીને ભાષણમાં કોનો હવાલો આપ્યો?
ઉત્તરઃ
મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઑડિયન્સ બનાવીને ભાષણમાં સાત્રનો હવાલો આપ્યો.

પ્રશ્ન 31.
મનીષાના પપ્પા બસસ્ટેન્ડ ઉપર કોનો શેર બોલ્યા?
ઉત્તરઃ
મનીષાના પપ્પા બસસ્ટેન્ડ ઉપર ઈકબાલનો શેર બોલ્યા.

પ્રશ્ન 32.
મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો?
ઉત્તર :
મનીષાના પપ્પાનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા એ કારણે હતો.

પ્રશ્ન 33.
“માણસ આકાશના તારાને ફૂલની જેમ વણી શકે છે…” આ વાત કોણ કહે છે?
ઉત્તર:
“માણસ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે.’ આ વાત વિરાટ કહે છે.

પ્રશ્ન 34.
મનીષાના પપ્પા શું હતા?
ઉત્તરઃ
મનીષાના પપ્પા શિકારી હતા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 35.
મનીષાની માતાના હૃદયના ધબકારા શાથી દર્દ બની ગયા?
ઉત્તર :
મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા.

પ્રશ્ન 36.
રોજના અનુભવે, મનીષા પ્રકૃતિને શું માને છે?
ઉત્તરઃ
રોજના અનુભવે, મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે.

પ્રશ્ન 37.
વિરાટ (પપ્પા) નરેનને કોના ઉપર કવિતા લખવાનું કહે છે?
ઉત્તરઃ
વિરાટ (પપ્પા) નરેનને પોતાના ઉપર કવિતા લખવાનું કહે છે.

પ્રશ્ન 38.
“ભૂલી ગયા પછી નાટિકા રઘુવીર ચૌધરીના કયા નાટ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે?
ઉત્તરઃ
‘ભૂલી ગયા પછી નાટિકા રઘુવીર ચૌધરીના ‘ત્રીજો પુરુષ’ નાટ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે.

પ્રશ્ન 39.
2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને એનાયત થયો છે?
ઉત્તર :
2015 નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને એનાયત થયો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

4. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા a. સલોની જ હશે.’
2. અરે પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે! b. મનીષા
3. હા, મૂળ વસ્તુ, મનીષાનું મન. c. આનંદ
4. નહોતી તે થઈ શકી એનો આનંદ છે. d. નરેન
e. કનોજ

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા e. કનોજ
2. અરે પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે! a. સલોની જ હશે.’
3. હા, મૂળ વસ્તુ, મનીષાનું મન. d. નરેન
4. નહોતી તે થઈ શકી એનો આનંદ છે. b. મનીષા

પ્રશ્ન 2.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “ના, તમને જોઈને કોઈ બોલતાં અટકી ગયેલું.’ a. નરેન
2. “હા, એ માનવભક્ષી નથી હોતાં.” b. કનોજ
3. … અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને તે. – ટૂંકો રસ્તો લીધો હશે.” c. આનંદ
4. … અને એમનો આનંદ, ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો.’ d. મનીષા
e. સલોની

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “ના, તમને જોઈને કોઈ બોલતાં અટકી ગયેલું.’ e. સલોની
2. “હા, એ માનવભક્ષી નથી હોતાં.” a. નરેન
3. … અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને તે. – ટૂંકો રસ્તો લીધો હશે.” b. કનોજ
4. … અને એમનો આનંદ, ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો.’ d. મનીષા

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

પ્રશ્ન 3.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા.” a. નરેન
2. પણ મારી રીતે કહું તો હું માનવ- હૃદયનો સૌંદર્ય પાછળ ગાંડો હતો. b. સલોની
૩. “તમે લગ્નનાં બધાં માગાં પાછાં કેમ ઠેલો છો?” c. મનીષા
4. “હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વણી શકે છે …” d. વિરાટ
e. સલોની

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. ‘તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા.” e. સલોની
2. પણ મારી રીતે કહું તો હું માનવ- હૃદયનો સૌંદર્ય પાછળ ગાંડો હતો. a. નરેન
૩. “તમે લગ્નનાં બધાં માગાં પાછાં કેમ ઠેલો છો?” b. સલોની
4. “હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વણી શકે છે …” c. મનીષા

પ્રશ્ન 4.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? a. વિરાટ
2. “મારે અભિનંદન આપવા આવવું જોઈએ, જો ખાતરી થાય કે..” b. નરેન
૩. “મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી.” c. આનંદ
4. “પણ હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટહાઉસમાં મૂકવા જઈએ છીએ.’ d. કનોજ
e. સલોની

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? e. સલોની
2. “મારે અભિનંદન આપવા આવવું જોઈએ, જો ખાતરી થાય કે..” b. નરેન
૩. “મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી.” c. આનંદ
4. “પણ હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટહાઉસમાં મૂકવા જઈએ છીએ.’ d. કનોજ

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. શીબીર – (શિબીર, શીબિર, શિબિર)
  2. કુંટુંબ – (કુટુબ, કુંટુબ, કુટુંબ)
  3. ફુર્તિ – (સ્કૃતિ, સ્કુતિ, સ્કૂતિ)
  4. ખાત્રી – (ખાત્રિ, ખાતર, ખાતરી)
  5. બુધ્ધિશાળી – (બુદ્ધિશાળી, બુદ્ધીશાળી, બુદ્ધિશાળી)
  6. યુધીસ્થિર – (યુધિસ્થિર, યુધિષ્ઠિર, યુધિષ્ઠિર)
  7. પ્રસંશા – (પ્રસંસા, પ્રશંશા, પ્રશંસા)
  8. દિકરી – (દીકરિ, દિકરિ, દીકરી)
  9. નિસર્ગિક – (નૈસર્ગીક, નૈસર્ગિક, નીસગેક)
  10. દિપ્તીવંત – (દીપ્તિવંત, દિપ્તિવંત, દીપ્તીવંત)
  11. પ્રતિ – (પ્રકૃતિ, પ્રકતી, પ્રાકૃતિ)
  12. આર્શિવાદ – (આશીર્વાદ, આર્શીવાદ, આશિરવાદ)
  13. ભવીષ્ય – (ભવિષ્ય, ભાવિષ્ય, ભવિસ્ય)
  14. અભીનન્દન – (અભિનંદન, અભિનંદન, અભીનંદન)
  15. યુનિફોર્મ – (યુનિફૉર્મ, યુનીફોર્મ, યુનિફ્રોમ)
  16. ફુલછોડ – (ફૂલછોડ, ફૂલ્લછોડ, ફુલછોડ)

ઉત્તરઃ

  1. શિબિર
  2. કુટુંબ
  3. સ્કૂર્તિ
  4. ખાતરી
  5. બુદ્ધિશાળી
  6. યુધિષ્ઠિર
  7. પ્રશંસા
  8. દીકરી
  9. નૈસર્ગિક
  10. દીપ્તિવંત
  11. પ્રકૃતિ
  12. આશીર્વાદ
  13. ભવિષ્ય
  14. અભિનંદન
  15. યુનિફોર્મ
  16. ફૂલછોડ

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. યુધિ + સ્થિર = (યુધિષ્ઠિર, યુદ્ધસ્થિર, યુદ્ધી સ્થિર)
  2. નિઃ + ભય = (નિરભય, નિર્ભય, નીર્ભર)
  3. ભો + ઈષ્ય = (ભાષ્ય, ભવિષ્ય, ભાવિષ્ય)
  4. આશિસ્ + વાદ = (આશિર્વાદ, આશીર્વાદ, આશુરવાદ)
  5. રૂપ + અંતર = (રૂપાંતર, રૂપંતર, રુપાંતર)
  6. સત્ + ન = (સન્જન, સજ્જન, સજન)
  7. પર્વત + આરોહણ = (પર્વતારોહણ, પર્વતારોહણ, પર્વતારોહણ)
  8. હિમ + આલય = (હિમઆલય, હિમાલય, હેમાલય)
  9. દુર્ + સાહસ = (દુઃસાહસ, દુસાહસ, દુ:સાહસ)
  10. સમ્ + આચાર = (સમચાર, સમાચાર, સમાચર)
  11. નર + ઇન્દ્ર = (નરીન્દ્ર, નરેન્દ્ર, નરિન્દ્ર)
  12. રોમન્ + અંચ = (રોમાંચ, રોમ, રોમાંસ)
  13. ઉપ + આ = (ઉપાય, ઊપાય, ઉપઆય).
  14. ભયમ્ + કર = (ભયકર, ભયંકર, ભયાનક)

ઉત્તરઃ

  1. યુધિષ્ઠિર
  2. નિર્ભય
  3. ભવિષ્ય
  4. આશીર્વાદ
  5. રૂપાંતર
  6. સજ્જન
  7. પર્વતારોહણ
  8. હિમાલય
  9. દુઃસાહસ
  10. સમાચાર
  11. નરેન્દ્ર
  12. રોમાંચ
  13. ઉપાય
  14. ભયંકર

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. માનવભક્ષી – (દ્વજ, કર્મધારય, ઉપપદ)
  2. યુધિષ્ઠિર – (દ્વિગુ, તપુરુષ, ઉપપદ)
  3. વરદાત્રી – (તપુરુષ, ઉપપદ, કર્મધારય)
  4. પ્રેમશૌર્ય – (દ્વન્દ્ર, દ્વિગુ, તપુરુષ)
  5. સુકુમાર – (કર્મધારય, બહુવીહિ, દ્વન્દ્ર)
  6. વિધુર – (મધ્યમપદલોપી, બહુવ્રીહિ, ઉપપદ)
  7. ભયંકર – (૬, દ્વિગુ, ઉપપદ)
  8. સહનશક્તિ – (બહુવ્રીહિ, ઉપપદ, મધ્યમપદલોપી)
  9. નિર્ભય – (મધ્યમપદલોપી, બહુવ્રીહિ, કર્મધારય)
  10. દુઃસાહસ – (ઉપપદ, હિંગુ, કર્મધારય)
  11. પૂર્વજીવન – (મધ્યમપદલોપી, કર્મધારય, બહુવ્રીહિ)
  12. સજ્જન – (કર્મધારય, દ્વન્દ્ર, બહુવ્રીહિ)
  13. બસસ્ટેન્ડ- (મધ્યમપદલોપી, બહુવ્રીહિ, ઉપપદ)

ઉત્તરઃ

  1. ઉપપદ
  2. તત્પરુષ
  3. ઉપપદ
  4. દ્વન્દ્ર
  5. કર્મધારય
  6. બહુવ્રીહિ
  7. ઉપપદ
  8. મધ્યમપદલોપી
  9. બહુવ્રીહિ
  10. કર્મધારય
  11. કર્મધારય
  12. કર્મધારય
  13. મધ્યમપદલોપી

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. સ્નેહી
  2. નૈસર્ગિક
  3. સગાઈ
  4. બાળક
  5. અભિનંદન
  6. ડરનાર
  7. પૂર્વજીવન
  8. પ્રફુલ્લિત
  9. સુકુમાર
  10. વિધુર
  11. જવાબદાર
  12. બબડાટ
  13. સજ્જન
  14. સર્વાત્મ

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. એક પણ પ્રત્યય નહિ
  6. પરપ્રત્યય
  7. એક પણ પ્રત્યય નહિ
  8. પરપ્રત્યય
  9. પૂર્વપ્રત્યય
  10. પૂર્વપ્રત્યય
  11. પરપ્રત્યય
  12. પરપ્રત્યય
  13. પૂર્વપ્રત્યય
  14. એક પણ પ્રત્યય નહિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. નૈસર્ગિક = (કુદરતી, નસીબ, સુગંધ)
  2. સંમતિ = (મજૂરી, સાથ, આભાર)
  3. મહેમાન = (અતિથિ, યજમાન, આદર)
  4. આકરું = (સખત, કઠોળ, અઘરું)
  5. નસીબ = (તકદીર, તપકીર, કપાળ)
  6. ગજું = (ગજવું, તાકાત, હૈયું)
  7. શૌર્ય = (વીરતા, દુઃખ, શોક)
  8. ગોપિત = (છૂપી, ગોપી, સૂનકાર)
  9. રઝા = (મરજી, રજા, ખુશી)
  10. ત્રાડ = (તાક, તકલી, ગર્જના)
  11. તથ્ય = (માખણ, હકીકત, વિશ્વાસ)
  12. નમણી = (પાતળી, નોખી, સુંદર)

ઉત્તરઃ

  1. કુદરતી
  2. મંજૂરી
  3. અતિથિ
  4. સખત
  5. તકદીર
  6. તાકાત
  7. વીરતા
  8. છૂપી
  9. મરજી
  10. ગર્જના
  11. હકીકત
  12. સુંદર

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:

  1. રીંછ – (જાતિવાચક, ક્રિયાવાચક, દ્રવ્યવાચક)
  2. તપ – (ભાવવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
  3. સૂર્ય – (વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
  4. યુધિષ્ઠિર – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  5. સુરત – (દ્રવ્યવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  6. પર્વત – (જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
  7. વિશ્વ – (જાતિવાચક, ક્રિયાવાચક, દ્રવ્યવાચક)
  8. ટુકડી – (સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
  9. આકાશ – (ક્રિયાવાચક, ભાવવાચક, જાતિવાચક)
  10. કેમ્પ – (ભાવવાચક, સમૂહવાચક, જાતિવાચકો.
  11. ગુલમહોર – (જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  12. સેવા – (ભાવવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક)

ઉત્તરઃ

  1. જાતિવાચક
  2. ભાવવાચક
  3. જાતિવાચક
  4. વ્યક્તિવાચક
  5. વ્યક્તિવાચક
  6. જાતિવાચક
  7. જાતિવાચક
  8. સમૂહવાચક
  9. જાતિવાચક
  10. સમૂહવાચક
  11. જાતિવાચક
  12. ભાવવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. આટલાં વર્ષેય બાળક જ રહ્યો. – (વ્યાજસ્તુતિ, ઉપમા, ઉન્મેલા)
  2. એ સિંહ પર સવારી કરે એવી છે, તો પછી રીંછનું શું ગજું? – (ઉપમા, શ્લેષ, વ્યતિરેક)
  3. હું એને જ કવિતા માનતો હતો. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  4. અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટીટીને તપ કરતી હતી. – (રૂપક, ઉન્મેક્ષા, ઉપમા)
  5. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? – (સજીવારોપણ, યમક, અનન્વય)
  6. ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યાં છે! – (વ્યાજસ્તુતિ, ઉપમા, ઉન્મેલા)
  7. હું કંઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું? – (ઉપમા, ઉન્મેલા, વ્યાજસ્તુતિ)
  8. અહીં જ આવે છે જાણે કે સ્વપ્નસૃષ્ટિમાં પગલીઓ પાડતી… – (ઉ…ક્ષા, ઉપમા, રૂપક)

ઉત્તરઃ

  1. વ્યાજસ્તુતિ
  2. વ્યતિરેક
  3. રૂપક
  4. ઉપમા
  5. સજીવારોપણ
  6. વ્યાજસ્તુતિ
  7. વ્યાજસ્તુતિ
  8. ઉભેક્ષા

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો :

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  • એળે જવું-વ્યર્થ જવું
  • હૃદય છલકાઈ જવું – આનંદિત થઈ ઊઠવું
  • વાણી ખોવાઈ જવી – કાંઈ બોલવાનું ન સૂઝવું, મોન થઈ જવું
  • પાછું ઠેલવું – અસ્વીકાર કરવો
  • શિખરો સર કરવાં – સફળતા પ્રાપ્ત કરવી
  • કાને પડવું – સાંભળવામાં આવવું
  • ધ્વજ ફરકાવવો – વિજય મેળવવો
  • માગાં પાછાં ઠેલવાં – સગાઈ માટેની માગણી મુલતવી રાખવી
  • શૌર્ય જાગવું – શૂરાતનનો જુસ્સો ચડવો
  • ચસકી જવું-મગજ ઠેકાણે ન રહેવું
  • જૂનો સમય તાજો કરવો – ભૂતકાળની વાતો યાદ કરવી

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • જગતમાં બધા પદાર્થોમાં એકાત્મભાવ – સર્વાત્મભાવ
  • જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ – વિધુર
  • પાંખોવાળી દેવતાઈ સુંદરી – પરી
  • ચોક્કસ સમયગાળાનું – મુદતી
  • ખોટું, જેમાં ઈજા થાય એવું જોખમ – દુસાહસ
  • સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળાં સમક્ષ કન્યાની માગણી કરવી તે – માગું
  • વરદાન આપનારી દેવી – વરદાત્રી
  • માનવનું ભક્ષણ કરનાર – માનવભક્ષી
  • શારીરિક રીતે સશક્ત – ખડતલ
  • રૂવાડાં ઊભાં કરી દે તેવું – રોમાંચક
  • મહેમાનોને ઊતરવા માટેનું સ્થાન – ગેસ્ટ હાઉસ
  • પર્વતનું આરોહણ કરનાર – પર્વતારોહક
  • શિકાર ખેલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક – માંચડો :

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. અશક્ય
  2. નિર્ભય
  3. સાહસ
  4. આશીર્વાદ
  5. ઉતાવળ
  6. સંમતિ
  7. હરખ
  8. સજ્જન
  9. પ્રશંસા
  10. બહાદુર

ઉત્તરઃ

  1. અશક્ય ✗ શક્ય
  2. નિર્ભય ✗ ભયભીત
  3. સાહસ ✗ દુઃસાહસ
  4. આશીર્વાદ ✗ શાપ
  5. ઉતાવળ ✗ ધીરજ
  6. સંમતિ ✗ અસંમતિ
  7. હરખ ✗ શોક
  8. સજ્જન ✗ દુર્જન
  9. પ્રશંસા ✗ ટીકા
  10. બહાદુર ✗ કાયર

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

11. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. વાગે – વાગ્યે
  2. મુદ્દા – મુદા
  3. ઝાડ – જાયિ)
  4. જિત – જીત
  5. શમાવવું – સમાવવું

ઉત્તરઃ

  1. વાગે – ઈજા થાય
    વાગ્યે – સમય થાય
  2. મુદ્દા – મહત્ત્વની બાબત
    મુદા – આનંદ
  3. ઝાડ – વૃક્ષ
    જાયિ) – જાડાપણું, જાડાઈ
  4. જિત – જીતનારું (ઉદા., ઇન્દ્રજિત)
    જીત – વિજય
  5. શમાવવું – શાંત કરવું
    સમાવવું – સમાવેશ કરવો

12. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું.
  2. આ સહુથી સુંદર મકાન મળ્યું છે.
  3. પાંચ વાગ્યે અમે નીકળી જઈએ છીએ.
  4. પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે !
  5. કાયર માણસ બહાદુર થઈ શકે છે.

ઉત્તરઃ

  1. નાજુક – ગુણવાચક
  2. સુંદર – ગુણવાચક
  3. પાંચ – સંખ્યાવાચક
  4. પેલો – સાર્વનામિક
  5. કાયર – ગુણવાચક

13. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે.
  2. જોશીને બોલાવવાની જરૂર નથી.
  3. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે.
  4. એ સિંહ પર સવારી કરે એવી છે.
  5. મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે.

ઉત્તરઃ

  1. હવે – સમયવાચક
  2. જરૂર – અભિગમવાચક
  3. સીધા – રીતિવાચક
  4. પર – સ્થાનવાચક
  5. બરાબર – રીતિવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

14. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. સ્કૂર્તિ
  2. ભૂમિકા
  3. વિશ્વ
  4. શૌર્ય
  5. સજ્જન

ઉત્તર :

  1. ટૂર્તિ – સ્ + ફ + ઊ + ૨ + ત્ + ઈ
  2. ભૂમિકા – ભૂ + ઊ + મ્ + $ + ફ + આ
  3. વિશ્વ – ૬ + ઈ + શું + ૬+ અ
  4. શૌર્ય – શું + ઓ + યર્ + યુ + આ
  5. સ જ્જન – સ્ + અ + ક્ + ક્ + અ + નું

15. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. તારાથી આનંદને અહીં મોકલી શકાશે.
2. કર્મણિરચના 2. એ તો અમે સોગંધ દઈને જીપમાં બેસાડી દીધા.
3. કઈ બાબતે?

ઉત્તરઃ
1. કર્તરિરચના – એ તો અમે સોગંધ દઈને જીપમાં બેસાડી દીધા.
2. કર્મણિરચના – તારાથી આનંદને અહીં મોકલી શકાશે

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ.
2. કર્મણિરચના 2. પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે!
3. મારાથી, મારા પૂર્વજીવનની મનીષા માની લેવાય. Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

ઉત્તરઃ
1. કર્તરિરચના – હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ.
2. કર્મણિરચના – મારાથી, મારા પૂર્વજીવનની મનીષા માની લેવાય.

પ્રશ્ન 3.

“અ” “બ”
1. કર્તરિરચના 1. આવેશ શમી જતાં એ રડવા લાગ્યો.
2. કર્મણિરચના 2. હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટહાઉસમાં મૂકવા જઈએ છીએ.
3. મારાથી તો ભૂતકાળને બાદ કરીને જીવાતું હતું.

ઉત્તરઃ
1. કર્તરિરચના – હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટહાઉસમાં મૂકવા જઈએ છીએ.
2. કર્મણિરચના – મારાથી તો ભૂતકાળને બાદ કરીને જીવાતું હતું.

પ્રશ્ન 4.

“અ”  “બ”
1. ભાવેરચના  1. હું એને જ કવિતા માનતો હતો.
2. પ્રેરકરચના  2. દીદીથી કશું કહેવાયું નહિ.
 3. લો, આ સમાચાર વંચાવો.

ઉત્તરઃ
1. ભાવેરચના – દીદીથી કશું કહેવાયું નહિ.
2. પ્રેરકરચના – લો, આ સમાચાર વંચાવો.

16. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવો:

  1. આ મનીષાના સમાચાર વિશે છાપામાં વાંચ્યું હશે!
  2. જા, મનીને કહે કે એક ગરોળી પકડી લાવે.
  3. દીદી હૉર્ન વગાડતી લાગે છે.
  4. વિરાટબાબુ ગાય છે.

ઉત્તરઃ

  1. આ મનીષાના સમાચાર વિશે છાપામાં કોઈની પાસે વંચાવ્યું હશે!
  2. જા, મનીને કહે કે કોઈની પાસે એક ગરોળી પકડાવી લાવે.
  3. દીદી હૉર્ન વગડાવતી લાગે છે.
  4. વિરાટબાબુ ગવડાવે છે.

ભૂલી ગયા પછી Summary in Gujarati

ભૂલી ગયા પછી પાઠ-પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language) 1
– રઘુવીર ચૌધરી [જન્મઃ 05-12-1938]

ભૂલી ગયા પછી એ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરી લિખિત એકાંકી છે. આ એકાંકીનો વિષય મનીષા અને નરેનના સંબંધોના વિચ્છેદ અંગેનો અને તે પછી ફરી બંધાતા તેમના સંબંધો અંગેની ઘટનાનો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)

મનીષાના પિતા તેમની પુત્રીની ક્ષમતાને પારખી શક્યા નથી, આને કારણે મનીષા અને નરેનનાં લગ્ન થઈ શક્યાં નહોતાં. તેમ છતાં બંનેનો પ્રેમ યથાવત્ રહ્યો હતો. મનીષાની ક્ષમતાનો પરિચય સૌને આબુના પર્વતારોહણ દરમિયાન થાય છે, એ સમયગાળા દરમિયાન મનીષા એક કુટુંબને રીંછના પંજામાંથી બચાવે છે. ભીરુ અને ડરપોક મનીષાનું આ પરાક્રમ સૌને વિસ્મય પમાડે છે.

આ ઘટના મનીષા અને નરેનને ભેગાં કરવાનું નિમિત્ત બને છે. પિતા દીકરીના આ પરાક્રમથી ભાવવિભોર થઈ જાય છે અને બસસ્ટેન્ડ પર તેને ઊંચકીને સૌ પૅસેન્જરોની સમક્ષ પોતાનાં હર્ષ અને ગર્વ પ્રગટ કરે છે.

મનીષાના પિતા એકાંકીના અંતમાં સૌને મીઠાઈ ખવડાવી મનીષા અને નરેન ભવિષ્યમાં પ્રેમશૌર્યનો ધ્વજ ફરકાવતા રહે એવા આશીર્વાદ આપે છે. એકાંકીમાં સંવાદની ગૂંથણી, એમાંથી પ્રગટ થતું રહસ્ય, પાત્રોનો ક્રમશઃ પરિચય અને સુખદ અંત રજૂ કરીને લેખકે નારીશક્તિને ઉજાગર કરી છે.

ભૂલી ગયા પછી શબ્દાર્થ

  • શિબિર – છાવણી.
  • સ્કૂર્તિ – તાજગી.
  • ભાષણ -પ્રવચન.
  • શિખર – ટોચ, શંગ.
  • અરસામાં – સમયમાં.
  • ગોપિત – ગુપ્ત, છુપી.
  • હુમલો – આક્રમણ.
  • ઝનૂન – આવેશ.
  • પ્રતિકાર – સામનો.
  • જોખમ – ભય, નુકસાન.
  • કોચ (અ.) – તાલીમ આપનાર.
  • ખેર – ભલે.
  • શુષ્ક – નીરસ.
  • નૈસર્ગિક – કુદરતી.
  • તાલીમ – કેળવણી.
  • તથ્ય – હકીકત.
  • છબિ – તસવીર.
  • અણધારી – ઓચિંતી.
  • આઘાત – દુઃખની તીવ્ર લાગણી.
  • નિષ્ઠા – શ્રદ્ધા, વિશ્વાસ.
  • નમણી – સુંદર, દેખાવડી.
  • નાજુક – કોમળ.
  • ખડતલ – મજબૂત બાંધાનું.
  • નિર્ભય – ભય વગરનું.
  • મુદ્દો – વિષય.
  • કુમારી – કુંવારી, યુનિફૉર્મ
  • (અં) – ગણવેશ.
  • કલ્પનામૂર્તિ – લ્પનામાં ધારેલી મૂર્તિ.
  • રૂપાંતર – ફેરફાર, પરિવર્તન.
  • અભિનંદન – ધન્યવાદ, મુબારકબાદી, શાબાશી.
  • વરંડો – ઘર આગળની ખુલ્લી ઓસરી.
  • માનવંતા – માનનીય. Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)
  • ગુલમોર – ગુલમહોર.
  • ઘરડું – વૃદ્ધ, અહીં) જીર્ણ.
  • પ્રફુલ્લિત -ખીલેલું.
  • બાતમી – સમાચાર, ખબર.
  • શૌર્ય – શૂરતા, બહાદુરી, પરાક્રમ.
  • પધારવું- આવવું.
  • આત્મહત્યા – આપઘાત.
  • આકરું – સખત.
  • સિદ્ધિ – સફળતા.
  • ડરપોક – બીકણ.
  • ત્રાડ – ગર્જના.
  • ખબર – જાણકારી.
  • જવાબદારી – ફરજ, બાંયધરી.
  • ભાગ – અંશ, હિસ્સો.
  • ભેટવું – આલિંગનમાં લેવું.
  • દીપ્તિવંત પ્રકાશમાન, પ્રભાવક.
  • ઑડિયન્સ (અં) – પ્રેક્ષકો.
  • સાસ્ત્ર – ફ્રેન્ચ ફિલોસોફર.
  • હવાલો – અખત્યાર, સત્તા, (અહીં) ઉલ્લેખ.
  • કાયર – ડરપોક, બીકણ.
  • શેર – ફારસી કવિતાની કડી.
  • ખુદ કો – પોતાને.
  • બુલંદ-ભવ્ય, (અહીં) ઊંચી યોગ્યતાવાળું.
  • તકદીર – નસીબ.
  • ખુદા-ઈશ્વર.
  • બંદો (હિ) – સેવક, દાસ.
  • ખુદ – પોતે.
  • રઝા – મરજી, ઇચ્છા,
  • પ્રશંસા – વખાણ.
  • સોગંદ – રામ, શપથ. Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)
  • માંચડો – (અહીં) શિકાર ખેલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક.
  • છલાંગ – કૂદકો, તરાપ.
  • ધબકારા શમી જવા – થડકારા બંધ થઈ જવા.
  • સાહસ – જોખમભરેલું કામ.
  • ભયંકર – બિહામણું, ડરામણું.
  • હિંસક હિંસા કરનારું.
  • વરદાત્રી – આશીર્વાદ દેનારી.
  • શી ઇઝ ગ્રેટર ધેન મી, બીકોઝ શી ઈઝ માય ડોટર (સં.) – તે મારા કરતાં ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે.
  • ગજું – તાકાત.
  • નો નેવર (અં) – ના, ક્યારેય નહિ.
  • યુધિષ્ઠિર – પાંડવોમાં સૌથી મોટો ભાઈ, ધર્મરાજા.
  • મુરબ્બી – વડીલ. યંગ મૅન (અં) – યુવાન માણસ.
  • ફોરેસ્ટ ઑફિસર (અં) – જંગલખાતાનો અધિકારી,
  • મોસ્ટ હેપી ઇન ધ યુનિવર્સ (અં) – દુનિયામાં સૌથી સુખી.
  • રટવું – રટણ કરવું, સતત નામ લીધા કરવું.
  • મૌન – ન બોલવું તે, ચૂપ, મૂક.
  • જોશી – જ્યોતિષી.
  • મુદતી – ચોક્કસ સમયગાળાનું.
  • ધીરજ – ધેર્ય, હિંમત. Class 10 Gujarati Textbook Solutions Chapter 4 ભૂલી ગયા પછી (First Language)
  • યસ ઘેર ઈઝ અ પૉઇન્ટ (સં.) – હા, આ જ વાત છે.
  • અંકિત – અંકાયેલું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *