Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 21 ચાંદલિયો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો Textbook Questions and Answers

ચાંદલિયો સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
કાવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીનાં રૂપક વાપર્યા છે. આ રૂપકો….
a. દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે.
b. દિયર દેરાણીની પ્રશંસા દર્શાવે છે.
c. દિયર દેરાણી માટે કાવ્યનાયિકાની ઈર્ષ્યા બતાવે છે.
ઉત્તરઃ
a. દિયર દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

પ્રશ્ન 2.
સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો ક્યો સંબંધ છે?
a. નણદોઈ
b. સસરા
c. પિતા
d. પતિ
ઉત્તરઃ
d. પતિ

પ્રશ્ન 3.
આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?
a. સખી.
b. સાસુ
c. દેરાણી
d. નણંદ
ઉત્તરઃ
c. દેરાણી

2. નીચે આપેલ પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે ?
ઉત્તરઃ
“ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને વાડીમાંનો મોરલો કહ્યો છે.

પ્રશ્ન 2.
સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે?
ઉત્તરઃ
સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વજન્મનાં માતા – પિતા કહીને વ્યક્ત કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

3. નીચે આપેલ પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો.
ઉત્તરઃ
શરદપૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયિકાના ચૉકમાં જાણે ઊગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર, રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી – પુરુષો ગરબે રમે છે.

પ્રશ્ન 2.
કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકા સખીને પોતાનો પતિ’ એમ નહિ, પણ પરણ્યો મારો’ એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનાં મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નણંદના વીર જો.” આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ, આ શબ્દોમાં તેણે ભાઈ – બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે.

4. નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપો.

પ્રશ્ન 1.
સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો.
ઉત્તરઃ
મધુર કંઠે શરદપૂનમની રાતે “ચાંદલિયો લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક – એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુસસરા એનાં પૂર્વજન્મનાં માતા – પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી છે.

એનો દિયર ચંપાનો છોડ છે, અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોર (મોરલો) છે. કાવ્યનાયિકાએ એક – એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ’ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદના વીર’ જેવા શબ્દો પ્રયોજ્યા છે.

મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ – બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે.

આમ, શરદપૂનમની રાતે ચૉકમાં ચાંદલિયો ઊગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

5. નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો.

પ્રશ્ન 1.
(પતિ) નવ રંગોવાળી પાઘડી પહેરે છે.
ઉત્તરઃ
તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

પ્રશ્ન 2.
મારી નણંદ વાડીમાંની વેલી જેવી છે.
ઉત્તરઃ
નણંદ મારી વાડી માયલી વેલ્ય જો.

પ્રશ્ન 3.
આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે.
ઉત્તરઃ
આસો માસો શરદપૂનમની રાત જો.

Std 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કાવ્યનાયિકાએ “ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકાએ ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌનાં દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે.

2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“ચાંદલિયો’ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે?
ઉત્તરઃ
“ચાંદલિયો’ કાવ્યમાં શરદઋતુની વાત કરવામાં આવી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

પ્રશ્ન 2.
આકાશમાં કઈ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે?
ઉત્તરઃ
આકાશમાં આસો સુદ પૂનમ(પૂર્ણિમા)નો ચંદ્ર પ્રકાશી રહ્યો છે.

પ્રશ્ન 3.
“ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે?
ઉત્તરઃ
“ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદને ‘વાડીની વેલ’ કહી છે.

પ્રશ્ન 4.
“ચાંદલિયો’ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?
ઉત્તરઃ
“ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે.

પ્રશ્ન 5.
“પરણ્યો મારો સગી નણંદના વીર જો’ પંક્તિમાં કઈ રૂઢિ પ્રગટ થાય છે?
ઉત્તરઃ
પરણ્યો મારો સગી નણંદનો વર જો’ પંક્તિમાં “પતિનું નામ પત્ની ઉચ્ચારતી નથી તે’ રૂઢિ પ્રગટ થાય છે.

પ્રશ્ન 6.
કાવ્યનાયિકાનો પરણ્યો કોનો વીર છે?
ઉત્તર :
કાવ્યનાયિકાનો પરણ્યો નણંદના વીર છે.

પ્રશ્ન 7.
કાવ્યનાયિકાનો વર કેવી પાઘડી પહેરે છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકાનો વીર નવરંગી પાઘડી પહેરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

પ્રશ્ન 8.
“ચાંદલિયો’ લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે?
ઉત્તરઃ
ચાંદલિયો લોકગીતમાં કુટુંબજીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે.

પ્રશ્ન 9.
કાવ્યનાયિકાનો પરણ્યો પાઘડી કેવી રીતે બાંધે છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકાનો પરણ્યો પાઘડી તાણીને બાંધે છે.

પ્રશ્ન 10.
કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે?
ઉત્તરઃ
કાવ્યનાયિકા સખીને પોતાના પતિ તાણીને નવરંગ – પાઘડી બાંધે છે, એ વિશે કહે છે.

પ્રશ્ન 11.
“રઢિયાળી રાત’ સંગ્રહનું સંપાદન કોણે કર્યું છે?
ઉત્તરઃ
“રઢિયાળી રાત’ સંગ્રહનું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે.

પ્રશ્ન 12.
‘ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાએ “જેઠને કોની ઉપમા આપી છે?
ઉત્તરઃ
“ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયિકાએ જેઠને અષાઢિયા મેઘની ઉપમા આપી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

ચાંદલિયો યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

  1. પાગડી – (પાઘડી, પાગડિ, પાઘડિ)
  2. સરદપુનમ – (શરદપુનમ, શરદપૂનમ, સરદપૂનમ)
  3. જેઠાણિ – (ઝેઠાણી, જેઠાણી, જેઢાણી)
  4. રઢીયાળી – (રઢિયાળી, રઢિયાળ, રઢીયાળ)

ઉત્તરઃ

  1. પાઘડી
  2. શરદપૂનમ
  3. જેઠાણી
  4. રઢિયાળી

2. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. નવરંગ – (દ્વિગુ, તપુરુષ, બહુવ્રીહિ)
  2. શરદપૂનમ – (તપુરુષ, દ્વન્દ્ર, મધ્યમપદલોપી)

ઉત્તરઃ

  1. દ્વિગુ
  2. મધ્યમપદલોપી

3. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. ચાંદલિએ
  2. માવડી
  3. જેઠાણી
  4. વીજળી
  5. દેરાણી
  6. પાંદડી
  7. વેલ્ય
  8. મોરલો
  9. નવરંગ
  10. પાઘડી

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. પરપ્રત્યય
  7. પરપ્રત્યય
  8. પરપ્રત્યય
  9. એક પણ પ્રત્યય નહિ
  10. પરપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. ચાંદલિયો = (આદિત્ય, મિહિર, શશી)
  2. રાત = (વિભાવરી, વાસર, આહન)
  3. વાદળ = (નીરદ, મેહુલો, પર્જન્ય)
  4. વેલ્યુ = (લતા, છોડ, ફૂલ)
  5. પાંદ = (પર્ણ, શાખા, ડાળ)

ઉત્તરઃ

  1. શશી
  2. વિભાવરી
  3. નીરદ
  4. લતા
  5. પર્ણ

5. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:

  1. આસો – (વ્યક્તિવાચક, ભાવવાચક, જાતિવાચક)
  2. વાદળ – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
  3. બાપ – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
  4. ચંપો – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  5. વાડી – (જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  6. મોરલો – (જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)

ઉત્તરઃ

  1. વ્યક્તિવાચક
  2. જાતિવાચક
  3. જાતિવાચક
  4. વ્યક્તિવાચક
  5. જાતિવાચક
  6. જાતિવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

6. નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર જણાવો?

દેરાણી ચાંપલિયા કેરી પાંદડી – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
ઉત્તર :
રૂપક

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

7. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખો:

  • વિક્રમસંવતનો છેલ્લો હિંદુ મહિનો – આસો, અશ્વિન
  • બાગ, બગીચો, ફળઝાડનું ખેતર – વાડી
  • માથા(માથે બાંધવા)નો એક પહેરવેશ – પાઘડી
  • જે – તે સ્ત્રીના પતિના મોટા ભાઈ – જેઠ

8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. રાત
  2. ઊગવું
  3. બાંધવું
  4. માંહ્યલું
  5. જન્મ

ઉત્તરઃ

  1. રાત ✗ દિવસ
  2. ઊગવું ✗ આથમવું
  3. બાંધવું ✗ છોડવું
  4. માંહ્યલું ✗ બાહ્યલું
  5. જન્મ ✗ મરણ

9. નીચેના શબ્દોના અર્થ જણાવોઃ

  1. વેલ – વે’લ
  2. મેઘ – મેધ

ઉત્તરઃ

  1. વેલ – લતા
    વે’લ – એક માછલી
  2. મેઘ – વાદળ
    મેધ – યજ્ઞ

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

10. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. ચાંદલિયો
  2. ઓલ્યા
  3. પરણ્યો
  4. માવડી
  5. ચાંપલિયો
  6. કેરી
  7. માયલી
  8. વેલ્ય
  9. મોરલો
  10. જલમ

ઉત્તરઃ

  1. ચાંદો, ચંદ્ર
  2. પાછલા, પૂર્વ
  3. પતિ
  4. મા, માતા
  5. ચંપાના ફૂલનો છોડ
  6. “ની ષષ્ઠી પ્રત્યય
  7. ‘માંની’ પ્રત્યય
  8. વેલ
  9. મોર
  10. જન્મ

11. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. ચાંદલિયો
  2. વેલ્ય

ઉત્તરઃ

  1. ચાંદલિયો – ય + અi + દ + અ + લ + ઈ + યુ + ઓ
  2. વેલ્ય – વ + ખે + લ + ય + અ

ચાંદલિયો Summary in Gujarati

ચાંદલિયો કાવ્ય – પરિચય
“ચાંદલિયો’ લોકગીત છે. લોકગીત લોકો દ્વારા રચાયેલું, લોકો વડે ગવાતું, લોક – સંસ્કાર કે લોક – સમાજને રજૂ કરતું સાહિત્યસ્વરૂપ છે. લોકનાં સુખ – દુઃખની અભિવ્યક્તિ એમાં જોવા મળે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)

ચાંદલિયો’ લોકગીતમાં એ રીતે શરદપૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકા પોતાની સાસરીનાં સ્વજનો સાથેના સુખદ અનુભવને વ્યક્ત કરે છે. પૂર્વજન્મનાં માતા – પિતા જેવાં સાસુસસરા, અષાઢ મહિનાના વરસાદ જેવા જેઠ એમ એક પછી એક તેની સાસરીનાં સગાંઓની તુલના કાવ્યનાયિકા વિવિધ વસ્તુઓ સાથે કરે છે.

અંતમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિ પર એ વારી જાય છે. આ લોકગીતમાં કાવ્યનાયિકાને સારું સાસરિયું મળ્યાનો આનંદ તેની વાણીમાં વર્તાય છે.

ચાંદલિયો કાવ્યની સમજૂતી

આસો મહિનાની શરદપૂનમની રાત છે. સખી, મારા ચોક(ચોગાન)માં ચાંદો ઊગ્યો છે.

સસરા મારા પૂર્વજન્મના પિતા છે, સાસુ મારી પૂર્વજન્મની મા (માતા) છે.

મારા જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, અને જેઠાણી (એ અષાઢ મહિનાનાં વાદળોમાં) ઝબૂકતી વીજળી જેવાં છે.

મારો દિયર ચંપાનો છોડ છે, ને દેરાણી (એ છોડની નાજુક) ચંપાના છોડની પાંદડી છે. મારી નણંદ મારી વાડીમાંની વેલ છે અને મારા નણદોઈ મારી વાડીમાંનો મોરલો છે.

મારો પરણ્યો (પતિ) મારી સગી નણંદના વીર છે. તેણે માથે નવરંગી પાઘડી તાણીને બાંધી છે.

ચાંદલિયો શબ્દાર્થ

  • આસો – વિક્રમ સંવતનો છેલ્લો હિંદુ મહિનો.
  • શરદપૂનમ – આસો મહિનાની પૂનમ.
  • ચોંક – ચોગાન.
  • ઓલ્યા – પેલા (પહેલાંના), પૂર્વજન્મના.
  • જલમ – જન્મ. Class 10 Gujarati Textbook Solutions Chapter 21 ચાંદલિયો (First Language)
  • માવડી – માતા.
  • જેઠ – પતિના મોટા ભાઈ.
  • જેઠાણી – જેઠની પત્ની.
  • દેર – દિયર.
  • ચાંપલિયો – ચંપાનો છોડ.
  • પાંદડી – નાનું કૂણું પાંદડું.
  • નણંદ – પતિની બહેન.
  • વાડી – બાગ, બગીચો, ફળઝાડનું ખેતર,
  • માયલી – માંહ્યની, અંદરની.
  • નણદોઈ – પતિની બહેનનો પતિ.
  • તાણીને બાંધવું – ખેંચીને બાંધવું.
  • નવરંગ – નવરંગ કપડું, (અહીં) મોહક.
  • પાઘડી – માથા(માથે બાંધવા)નો એક પહેરવેશ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *