Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 દીવાનખાનામાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 11 દીવાનખાનામાં
Class 10 Gujarati Textbook Solutions Chapter 11 દીવાનખાનામાં Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે?
(a) કાવ્યનાયિકા
(b) દીવાનખાનું
(c) મન
(d) બારી
ઉત્તર :
(b) દીવાનખાનું
પ્રશ્ન 2.
કાવ્યનાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યાં છે ?
(a) રસોડામાં
(b) ઓસરીમાં
(c) દીવાનખાનામાં
(d) ફળિયામાં
ઉત્તર :
(c) દીવાનખાનામાં
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે ?
ઉત્તર :
નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવે છે.
પ્રશ્ન 2.
કાવ્યમાં કયા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે ?
ઉત્તર :
કાવ્યમાં wall to wall કારપેટ શબ્દનો ઉપયોગ થયો છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
નાયિકા દીવાનખાનાની કઈ-કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે ?
ઉત્તર :
નાયિકા દીવાનખાનાની અનેક વસ્તુઓમાં ફેરફાર કરે છે કે જેથી દીવાનખાનું વધારે સુશોભિત લાગે, આવનારને ઘડીક બેસવાનું મન થાય, દીવાનખાનાની જે વસ્તુઓ હતી; તેનો સ્થાન બદલો કરે છે. તેને ત્યાં અને એને તહીં ગોઠવે છે. વસ્તુના મનને પૂછીને તેને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરે છે. સોફા, લેંપ, બારીના પડદા, જૂનો ગાલીચ હટાવી wall to wall કારપેટ લગાવે છે, દીવાનખાનું સુશોભિત અને વ્યવસ્થિત કરવા માટે આટલાં ફેરફાર કરે છે.
પ્રશ્ન 2.
કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે ?
ઉત્તર :
કાવ્યના અંતે નાયિકાનો મનોભાવ એકલતાનો જણાઈ આવે છે. માણસ સંબંધની જગ્યા સાધનો કે સંપત્તિથી ભરી તો શકે, પણ પછી એકલતા અનુભવે તેની વેદના નાયિકાને કાવ્યના અંતે અનુભવાય છે. તેણીને દીવાનખાનામાં બેસવાનું કોઈ કેન્દ્ર દેખાતું નથી, તેથી દુઃખી થતી ઊભી જ રહે છે !
4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
કાવ્યમાં ‘વસ્તુઓ ગોઠવાઇ શકે છે, મન ગોઠવાતું નથી’, તેની વેદનાને સમજાવો.
ઉત્તર :
‘દીવાનખાનામાં’ કાવ્યનાયિકા પોતાના દીવાનખાનાને વિવિધ વસ્તુઓથી શણગારે છે, વસ્તુઓના મનને પૂછીને યોગ્ય સ્થાને વ્યવસ્થિત ગોઠવે છે, જૂની વસ્તુઓને કાઢીને નવી લાવે છે. સ્થાન ફેર કરે છે. બારીના પડદા અને જૂનો ગાલીચો બદલી નાખે છે, બારીના પડદા નવાં અને wall to wall કારપેટથી દીવાનખાનું ચમકે છે. આવનારને શાંતિથી બેવડી બેસવાનું મન થાય, એવું દીવાનખાનું બનાવે છે. સોફા અને લૅમ્પને નવી જગ્યાએ ગોઠવે છે. આમ, કાવ્ય નાયિકા દીવાનખાનામાં અનેક ફેરફાર કરે છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 11 દીવાનખાનામાં Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાવ્યનાયિકા દીવાનખાનાને કેવું કરે છે ?
(A) શણગારે છે
(B) વ્યવસ્થિત કરે છે
(C) બદલી નાખે છે
(D) રંગીન બનાવે છે
ઉત્તર :
(B) વ્યવસ્થિત કરે છે
પ્રશ્ન 2.
દીવાનખાનામાં કાવ્યનાયિકા કેવા ફેરફાર કરે છે ?
(A) નવીન પ્રકારના
(B) જુદાજુદા
(C) વિવિધ
(D) અવનવાં
ઉત્તર :
(C) વિવિધ
પ્રશ્ન 3.
કે વસ્તુનું શું પૂછે છે ?
(A) તેને
(B) મન
(C) ધન
(D) જન
ઉત્તર :
(B) મન
પ્રશ્ન 4.
વસ્તુનું મન પૂછીને શું કરે છે ?
(A) લીલામી
(B) પાડોશીને આપે છે
(C) ગોઠવણી
(D) ઊંચે મૂકે છે
ઉત્તર :
(C) ગોઠવણી
પ્રશ્ન 5.
કોને કોને નવું સ્થાન આપે છે ?
(A) ટેબલ-ખુરશીને
(B) ડાઈનીંગ ટેબલને
(C) પગ લૂછણિયાને
(D) સોફા અને લૅમ્પને
ઉત્તર :
(D) સોફા અને લૅમ્પને
પ્રશ્ન 6.
કોનાં પડદા બદલી નાખ્યા ?
(A) બારણાના
(B) પલંગના
(C) સોફાના
(D) બારીના
ઉત્તર :
(D) બારીના
પ્રશ્ન 7.
ગાલીચો કેવો હતો ?
(A) નવો
(B) જનો
(C) નાનો
(D) રંગીન
ઉત્તર :
(B) જનો
પ્રશ્ન 8.
જૂના ગાલીચાની જગ્યાએ શું નખાવે છે ?
(A) wall to wall કારપેટ
(B) નવી ટાઈલ્સ
(C) મોટી શેત્રુંજી
(D) આરસપહાણ
ઉત્તર :
(A) wall to wall કારપેટ
પ્રશ્ન 9.
દીવાનખાનું સુશોભને કેવું થાય છે ?
(A) આનંદિત
(B) રંગીન
(C) પ્રસન્ન
(D) નવું
ઉત્તર :
(C) પ્રસન્ન
પ્રશ્ન 10.
કાવ્યનાયિકાનું શું છટકે છે ?
(A) મગજ
(B) કમાન
(C) મન
(D) વિચાર
ઉત્તર :
(C) મન
પ્રશ્ન 11.
કાવ્યનાયિકા શું શોધે છે ?
(A) પર્સ
(B) મોબાઈલ
(C) કેન્દ્ર
(D) ખુરશી
ઉત્તર :
(C) કેન્દ્ર
પ્રશ્ન 12.
કાવ્યનાયિકાની શી ઇચ્છા છે ?
(A) સરખી રીતે બેસવાની
(B) સરખી રીતે ઊંધવાની
(C) સરખી રીતે વાંચવાની
(D) સરખી રીતે જમવાની
ઉત્તર :
(A) સરખી રીતે બેસવાની
પ્રશ્ન 13.
કાવ્યનાયિકા ક્યાંથી રસ્તો નિહાળે છે ?
(A) બારણામાંથી
(B) ચશ્મામાંથી
(C) તિરાડમાંથી
(D) બારીમાંથી
ઉત્તર :
(D) બારીમાંથી
પ્રશ્ન 14.
છેવટે કાવ્યનાયિકાનું શું થાય છે ?
(A) તે ઊભી જ રહે છે
(B) તે આંટા મારે છે
(C) તે બેસી પડે છે
(D) તે રડે છે
ઉત્તર :
(A) તે ઊભી જ રહે છે
પ્રશ્ન 15.
‘દીવાનખાનામાં’ કાવ્યના કવયિત્રી કોણ છે ?
(A) હિમાંશી શેલત
(B) સંગીતા દવે
(C) પન્ના નાયક
(D) મીરાંબાઈ
ઉત્તર :
(C) પન્ના નાયક
પ્રશ્ન 16.
‘દીવાનખાનામાં’ કાવ્યનો કયો સાહિત્યપ્રકાર છે ?
(A) શિખરિણી
(B) અછાંદસ
(C) ઊર્મિકાવ્ય
(D) ભજન
ઉત્તર :
(B) અછાંદસ
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાવ્યનાયિકા કોને વ્યવસ્થિત ગોઠવે છે ?
ઉત્તર :
કાવ્યનાયિકા પોતાના દીવાનખાનાને વ્યવસ્થિત ગોઠવે છે.
પ્રશ્ન 2.
કાવ્યનાયિકામાં દીવાનખાનાની ગોઠવણીનો શો ખ્યાલ છે ?
ઉત્તર :
કાવ્યનાયિકામાં દીવાનખાનાની ગોઠવણીનો નવો ખ્યાલ છે. જુદી જુદી વસ્તુઓને ઘડીકમાં અહીં, તો ઘડીકમાં તહીં ગોઠવીને જુએ છે કે કઈ વસ્તુ ક્યાં સારી લાગે છે ? પછી તેને ત્યાં ગોઠવે છે.
પ્રશ્ન 3.
કાવ્યનાયિકા વસ્તુના મનને શું કરે છે ?
ઉત્તર :
કાવ્યનાયિકા વસ્તુના મનને પૂછે છે કે તને અહીં મૂકું કે તહીં ? એટલે વસ્તુને પણ મન છે, તેથી અમુક જગ્યાએ જ તે શોભે એટલા માટે મનને પૂછીને ગોઠવે છે.
પ્રશ્ન 4.
દીવાનખાનામાં કઈ બે વસ્તુઓને નવું સ્થાન મળે છે ?
ઉત્તર :
દીવાનખાનામાં સોફા અને લેમ્પને નવું સ્થાન મળે છે.
પ્રશ્ન 5.
કોનાં પડદા બદલવામાં આવ્યા ?
ઉત્તર :
બારીના પડદા બદલવામાં આવ્યા.
પ્રશ્ન 6.
ગાલીચો કેવો હતો ?
ઉત્તર :
ગાલીચો જૂનો હતો.
પ્રશ્ન 7.
જૂના ગાલીચાની જગ્યાએ શું લગાવ્યું ?
ઉત્તર :
જૂના ગાલીચાની જગ્યાએ wall to wall કારપેટ લગાવી.
પ્રશ્ન 8.
દીવાનખાનું શેનાથી પ્રસન્ન થયું ?
ઉત્તર :
દીવાનખાનું સુશોભનથી પ્રસન્ન થયું.
પ્રશ્ન 9.
સઘળું બરાબર હતું ત્યારે શું થયું ?
ઉત્તર :
સધળું બરાબર હતું ત્યારે જ કાવ્યનાયિકાનું મન છટકે છે.
પ્રશ્ન 10.
કાવ્યનાયિકાનો શો પ્રશ્ન હતો ?
ઉત્તર :
કાવ્યનાયિકાને મનમાં થયું કે બધી વસ્તુઓ દીવાનખાનામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ, પણ મારું બેસવાનું ક્યાં ? મારે મને ક્યાં ગોઠવવી ?
પ્રશ્ન 11.
કાવ્યનાયિકા શું શોધે છે ?
ઉત્તર :
કાવ્યનાયિકા કેન્દ્ર શોધે છે.
પ્રશ્ન 12.
કાવ્યનાયિકા ક્યાંથી કોને નિહાળે છે ?
ઉત્તર :
કાવ્યનાયિકા બારીમાંથી રસ્તાને નિહાળે છે.
પ્રશ્ન 13.
છેવટે કાવ્યનાયિકા ક્યાંય બેસે છે ?
ઉત્તર :
ના, છેવટે કાવ્યનાયિકાને બેસવાનું બનતું નથી, તે ઊભી જ રહે છે.
પ્રશ્ન 14.
‘દીવાનખાનામાં’ કાવ્યના કવયિત્રી કોણ છે ?
ઉત્તર :
‘દીવાનખાનામાં’ કાવ્યના કવયિત્રી પન્ના નાયક છે.
પ્રશ્ન 15.
‘દીવાનખાનામાં’ કાવ્યને સાહિત્યની કેવી કૃતિ કહીશું?
ઉત્તર :
‘દીવાનખાનામાં’ કાવ્યને સાહિત્યની ભાષામાં ‘અછાંદસ’ કૃતિ કહીશું.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાવ્યનાયિકા દીવાનખાનામાં કવિતા દ્વારા શું સૂચવે છે ?
ઉત્તર :
કાવ્યનાયિકા ‘દીવાનખાનામાં’ કવિતા દ્વારા એ સૂચવવા માગે છે કે આધુનિક યુગમાં સાધનો અને સંપત્તિ વધ્યાં છે; પણ માણસ વચ્ચેના સંબંધો તૂટી ગયાં છે. આધુનિક સાધનો વસાવવાથી શાંતિ અને આરામ મળે છે, એ વાતને નાયિકા માં કવિતા દ્વારા ખોટી પાડે છે, અનેક વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી, નવી લાવ્યાં પણ પોતાને જ બેસવાની જગ્યા રહી નહિ. ઉપરાંત નિર્જીવ વસ્તુનું ‘મન જાયું પણ પોતાના મનને તો કોઈ પૂછતું જ નથી. એટલે કાવ્યનાયિકા અને પન્ના નાયક પોતાની અને માનવની એકલતા અને તેની વેદના આ કવિતા દ્વારા વ્યક્ત કરે છે.
આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે લખો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
- ગાલીચો – જાજમ
- મન – અંતઃકરણ, અંતર
- wall to wall – દીવાલથી ઘવાલ સુધી
- વિવિધ – જુદાજુદા
- સુશોભન – સારો
- શણગાર કેન્દ્ર – મધ્યબિંદુ
- સધળું – બધું
- રસ્તો – માર્ગ, પથ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
- પ્રસન્ન × અપ્રસન્ન
- વિવિધ × એ કવિધ
- જૂનું × નવું
- પ્રબંધ × અપ્રબંધ
- વ્યવસ્થિત × અવ્યવસ્થિત
- ઊભા રહેવું × બેસી
- પડવું અર્હ × નહીં
- વ્યક્ત × અવ્યક્ત
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો :
છટકી જવું. અર્થ : નાસી જવું, વિચારે ચડવું.
વા. પ્ર. – તરંગી માણસનું મન ક્યારે છટકે તેનો કોઈ ભરોસો નહિ.
આંખ ઉઘડવી. અર્થ : ચેતી જવું, સાવધાન થવું.
વાપ્ર. – આધુનિક યુગમાં આંખ ઉધાડી રાખીને મિત્રતા બાંધવી.
ધૂળમાં મળી જવું. અર્થ : નાશ પામવું.
વા. પ્ર. – મનુષ્ય આખરે ધૂળમાં મળી જવાનો છે.
કાળજું કોરાવું. અર્થ : દિલને સંતાપ થવો.
વા. પ્ર. – દીકરીનું દુઃખ જોઈ માતાનું કાળજું કોરાય છે.
પરસેવો રેડવો. અર્થ : સખત મહેનત કરવી.
વા. પ્ર. – રમેશે પરસેવો રેડીને મિલકત ભેગી કરી છે
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
- મુલાકાત માટેનો બેઠકનો ઓરડો – દીવાનખાનું
- કન્યા પોતે વર પસંદ કરે છે – સ્વયંવર
- ખપ કરતાં ઓછો ખર્ચ કરનાર – કંજૂસ
- નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ
- યુદ્ધ માં પ્રાણ અર્પણ કરનાર – શહીદ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- દિવાનખાનું – દીવાનખાનું
- વીવીધા – વિવિધ
- આધૂનીક – આધુનિક
- ગાલિચા – ગાલીચા
- અભીવ્યક્તી – અભિવ્યક્તિ
- નીહાળતિ – નિહાળતી
- અમેરીકા – અમેરિકા
- ઉભિ – ઊભી
- સુશોભીત – સુશોભિત
- કવયિત્રી – કવયિત્રી
નીચેના શબ્દોની સંધિ જોડીને લખો :
- ગજ + ઈન્દ્ર = ગજેન્દ્ર
- શે + અ = શયન
- સુ + આગત = સ્વાગત
- સ્વ + ઇચ્છા = સ્વેચ્છા
- અભિ + એક = અભિષેક
- પિતૃ + આદેશ = પિત્રાદેશ
- પરિ + આવરશ = પર્યાવરણ
- વિ + આકરણ = વ્યાકરણ
- નૌ + ઈક = નાવિક
દીવાનખાનામાં Summary in Gujarati
દીવાનખાનામાં કાવ્ય-પરિચય :
કવિ પરિચય : પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે, હાલ તેઓ અમેરિકામાં વસે છે, ‘પ્રવેશ’, ‘ફિલાડેલિફયા’, ‘નિસબત’, ‘અરસ-પરસ’, ‘ચેરીબ્લોસમ્સ અને ફ્લેમિંગો’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ‘રંગઝરૂખે’ એ તેમનો અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે, ‘વિદેશિની’ ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે.
કાવ્યનો સારાંશ : અમેરિકામાં વસતાં કવયિત્રી આધુનિક માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે આલેખે છે. આજે સાધનો અને સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે, પરના દીવાનખાનામાં પડદા, લૅમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા, એથી દીવાનખાનું સુશોભિત થયું, પણ પછી નાયિકા જાતને પૂછે છે કે, “આ બધામાં મારું સ્થાન ક્યાં ? હું મને ક્યાં ગોઠવું ?’ – તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે.
નીચેની કાવ્યપંક્તિનો અર્થ લખો :
દીવાનખાનાને ……….. ગોઠવણી કરું છું.
અર્થ : હું મારા દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. કોઈ વસ્તુને અહીં મૂકું છું, તો કોઈ વસ્તુને ત્યાં ગોઠવું છું, એમ જુદા જુદા ફેરફાર કરીને તથા વસ્તુને પૂછીને પણ તેને યોગ્ય જગ્યાએ ગોઠવું છું. એટલે બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવાઈને રાજી થાય.
સોફા અને ………… દીવાનખાનાનું.
અર્થ : સોફા એની જગ્યાએથી હટાવીને બીજે ગોઠવ્યાં, લૅમ્પને પણ નવી જગ્યાએ ગોઠવી દીધો. બંનેને નવાં સ્થાને ગોઠવીને રાજી કર્યા. બારીનાં પડદાં પણ બદલીને નવાં કર્યો. જૂનો થયેલ ગાલીચો કાઢી નાખ્યો, તેને બદલે wall to wall કારપેટ નંખાવી દીધી, નામ, સુશોભને મારું દીવાનખાનું પ્રસન્ન થાય, તેવી રીતે નવી ગોઠવણી કરી, સૌ ચીજવસ્તુઓને રાજી કરી.
સઘળું બરાબર ………… બેસી શકે.
અર્થ : દીવાનખાનાની બધી જ વસ્તુઓ સરખી રીતે ગોઠવાઈ ગઈ. બધાં રાજી થયાં. ત્યાં જ મારું મન છટકે છે. મને એમ થાય છે કે એ બધાં સરસ રીતે ગોઠવાઈ ગયાં, પણ એ બધામાં હું મને ક્યાં ગોઠવું ? મારા માટે શાંતિથી બેસવાનું કેન્દ્ર હું શોધું છું, કે જ્યાં હું શાંતિથી સરખી રીતે બેસી શકું.
પણ બારી ……………… હું ઊભી જ રહું છું.
અર્થ: હું બારી પાસે ઊભી છે, અને બારીમાંથી બહારનો રસ્તો નિહાળું છું, ને હું ત્યાં જ ઊભી રહું છું. દીવાનખાનામાં મારે માટે આરામથી બેસવાની જગ્યા ક્યાં છે ?
દીવાનખાનામાં શબ્દાર્થ :
- શબ્દ – શશ્ચર્ય
- ગાલીચો – જાજમ
- vall to wal – દીવાલથી ઘવાલ સુધી
- વિવિધ – જુદાજુઘ
- કેન્દ્ર – મધ્યબિંદુ
- રમતો – માર્ગ, પથ
- મન – અંત
- કરણ – અંતરે
- કારપેટ – જાજમ
- સુશોભન – સારી રીતે શણગારેલું
- છટકવું – દૂર ભાગવું
દીવાનખાનામાં તળપદા શબ્દો
- કનેથી – પાસેથી
- નિહાળવું – જોવું
- અહીં – આ જગ્યાએ
- તહીં – તે જગ્યાએ
દીવાનખાનામાં રૂઢિપ્રયોગ
- મનનું છટકવું – વિચાર બદલાઈ જવો, કંઈ નક્કી ન કરવું.
- સરખાં બેસવું – રોનારામ કે શાંતિથી બેસવું.