GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

By solving the Computer Class 12 GSEB Solutions and GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati will be able to know the exam pattern in the exam.

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 1.
નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરવાથી, કમ્પોઝરમાં પસંદગી યાદી (Selection List) ઉમેરી શકાય છે?
A. Insert → Selection List
B. Form → Selection List
C. File → Selection List
D. Edit → Selection List
ઉત્તરઃ
B. Form → Selection List

પ્રશ્ન 2.
ફૉર્મને શીર્ષક આપવા માટેની Heading- 1 શૈલી નીચેનામાંથી કયા ટૂલબારમાંથી પસંદ કરવામાં આવે છે?
A. ફૉર્મેટ ટૂલબાર – 1
B. ફૉર્મેટ ટૂલબાર – 2
C. કમ્પોઝિશન ટૂલબાર
D. સ્ટેટસ બાર
ઉત્તરઃ
A. ફૉર્મેટ ટૂલબાર – 1

પ્રશ્ન 3.
ફૉર્મમાં જ્યારે પાનામાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે છે, ત્યારે તેનું માળખું ક્યાં દર્શાવવામાં આવે છે?
A. કમ્પોઝિશન ટૂલબાર
B. ફૉર્મેટ ટૂલબાર – 1
C. સ્ટેટસ બાર
D. ફૉર્મેટ ટૂલબાર – 2
ઉત્તરઃ
C. સ્ટેટસ બાર

પ્રશ્ન 4.
જ્યારે ફૉર્મ સબમિટ કરવામાં આવે, ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે form ઘટકની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિંમત તરીકે તે શું સ્વીકારે છે?
A. પદ્ધતિ (Method), Get
B. પદ્ધતિ (Method), Post
C. Action, Get
D. Action, ફાઈલનું નામ
ઉત્તરઃ
D. Action, ફાઈલનું નામ

પ્રશ્ન 5.
નિવેશ-ઘટક(Input element)ની કઈ લાક્ષણિકતા, ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવાને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે?
A. Password
B. Check box
C. Text
D. Reset
ઉત્તરઃ
A. Password

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પોઝરમાં એક ખાલી અને નામ વગરનું (Untitled) વેબપેજ દર્શાવે છે?
A. Edit mode ટૂલબાર
B. ફૉર્મેટ ટૂલબાર – 1
C. સાઇટ મૅનેજર
D. Page pane
ઉત્તરઃ
D. Page pane

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 7.
રેડિયો બટનની રચના કરતી વખતે, તમામ શક્ય જવાબો માટે શું એકસમાન હોવું જોઈએ?
A. Field Value
B. જૂથનું નામ (Group Name)
C. Field Selected વિકલ્પ
D. Initially Selected ascu
ઉત્તરઃ
B. જૂથનું નામ (Group Name)

પ્રશ્ન 8.
કમ્પોઝરની વિન્ડોમાં, એડિટ મોડ ટૂલબારના કયા વિભાગ પર ક્લિક કરવાથી હાલમાં બનાવેલ ફૉર્મના સોર્સ કોડને જોઈ શકાય છે?
A. Design
B. પૂર્વદર્શન (Preview)
C. Source
D. Normal (સામાન્ય)
ઉત્તરઃ
C. Source

પ્રશ્ન 9.
CSSની રચના કરતી વખતે, જો બૅકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવા માંગતા હોઈએ, તો Image વિકલ્પના કયા બટન પર ક્લિક કરીને બૅકગ્રાઉન્ડ માટેની ફાઈલ પસંદ કરવામાં આવે છે?
A. Opacity
B. Position
C. Tile
D. Choose File
ઉત્તરઃ
D. Choose File

પ્રશ્ન 10.
નીચેનામાંથી શેનો ઉપયોગ કરવાથી વેબ સાઇટની રચના ઝડપી અને કાર્યક્ષમ બને છે?
A. જાવા સ્ક્રિપ્ટ
B. CSS
C. HTML
D. Java
ઉત્તરઃ
B. CSS

પ્રશ્ન 11.
CSSની વાક્યરચનામાં, ડિક્લેરેશન વિભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવે છે?
A. HTML ઘટક
B. HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ
C. ગુણધર્મને અનુરૂપ કિંમત
D. B અને C બન્ને
ઉત્તરઃ
D. B અને C બન્ને

પ્રશ્ન 12.
શેના ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, પરંતુ ઉપયોગકર્તા સાથેના સંવાદન, બ્રાઉઝરનું નિયંત્રણ અને HTML વિગતોની ગતિશીલ (dynamic) ૨જૂઆત માટેના કોડનો સમાવેશ કરી શકે છે?
A. જાવા સ્ક્રિપ્ટ
B. CSS
C. HTML
D. કમ્પોઝર
ઉત્તરઃ
A. જાવા સ્ક્રિપ્ટ

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 13.
જાવા સ્ક્રિપ્ટ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
(i) ક્લાયન્ટ બાજુની યથાર્થતા ચકાસવા માટે ઉપયોગી છે.
(ii) દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરે છે, તેની વિગતોનું નહીં
(iii) તેના ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી.
A. માત્ર (iii)
B. (ii) અને (iii)
C. (i) અને (iii)
D. (i), (ii) તથા (iii) તમામ
ઉત્તરઃ
C. (i) અને (iii)

પ્રશ્ન 14.
જ્યારે બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે નીચેનામાંથી કઈ ઘટના ઉદ્ભવે છે?
A. Select
B. focus
C. Click
D. mouseover
ઉત્તરઃ
B. focus

પ્રશ્ન 15.
‘સમિટ’ ઘટના માટેનો ઇવેન્ટ હૅન્ડલર કર્યો છે?
A. submit( )
B. function submit( )
C. onsubmit( )
D. onclick( )
ઉત્તરઃ
C. onsubmit( )

પ્રશ્ન 16.
બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલમાં કયા ઑબ્જેક્ટની અંદર વેબ પેજના તમામ અન્ય ઘટકો જેવા કે ફૉર્મ, ચિત્રો, લિંક અને અન્ય ઘટકોને સમાવવામાં આવ્યા છે?
A. Location
B. History
C. Parent
D. Document
ઉત્તરઃ
D. Document

પ્રશ્ન 17.
નીચેનામાંથી શેનો અમલ કોઈ ઘટના (event) દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં (called) આવે ત્યારે કરવામાં આવે છે?
A. Function
B. ચલ
C. ઘટના
D. If વિધાન
ઉત્તરઃ
A. Function

પ્રશ્ન 18.
નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે?
A. return વિધાન
B. If વિધાન
C. ઇવેન્ટ હૅન્ડલર
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. return વિધાન

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 19.
આધુનિક યુગમાં નીચેનામાંથી કયો વિકલ્પ, વ્યવસાયની વિશ્વકક્ષાએ રજૂઆત માટે મદદરૂપ બને છે, જે વ્યવસાયના વિકાસમાં, ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવામાં પણ મદદરૂપ થાય છે?
A. કમ્પોઝર
B. વેબ સાઇટ
C. જાવા સ્ક્રિપ્ટ
D. HTML
ઉત્તરઃ
B. વેબ સાઇટ

પ્રશ્ન 20.
વેબ સાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જરૂરી છે?
A. અંગ્રેજી ભાષામા તથા અન્ય ભાષામાં અનુવાદ કરેલી
B. સામાન્ય અને વિસ્તૃત
C. સંપૂર્ણ અને સુસંગત
D. B અને C બન્ને
ઉત્તરઃ
D. B અને C બન્ને

પ્રશ્ન 21.
Table Properties ડાયલૉગ બૉક્સમાં કયો વિકલ્પ સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે ઉપયોગી છે?
A. Size
B. Table Alignment
C. Spacing
D. Padding
ઉત્તરઃ
C. Spacing

પ્રશ્ન 22.
આપણા કમ્પ્યૂટર પરથી વેબ હોસ્ટ પર ફાઈલોનાં સ્થાનાંતરણ માટે FTPનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ વિગતો આપવી જરૂરી છે?
A. વેબસાઇટનું નામ
B. કુલ પાનાંની સંખ્યા
C. FTP યૂઝરનેમ અને પાસવર્ડ
D. પદ્ધતિ (Method) લાક્ષણિકતાની કિંમત
ઉત્તરઃ
C. FTP યૂઝરનેમ અને પાસવર્ડ

પ્રશ્ન 23.
કયું ઓપન સોર્સ એડિટર વેબ ધારાધોરણના ગહન તનિકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબ સાઇટની રચના કરી શકાય તેવું સરળ ઇન્ટરફેસ પૂરી પાડતો એક સાહસિક વિનિયોગ છે?
A. આમાયા
B. બ્લૂગ્રિફોન
C. અપ્યાના સ્ટુડિયો
D. કમ્પોઝર
ઉત્તરઃ
B. બ્લૂગ્રિફોન

પ્રશ્ન 24.
નીચેનામાંથી કયા ઓપન સોર્સ IDEની મદદથી PHP Rails, Ruby કે webમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે?
A. HTML
B. બ્લુગ્રિફોન
C. આમાયા
D. અપ્યાના સ્ટુડિયો
ઉત્તરઃ
D. અપ્યાના સ્ટુડિયો

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 25.
વેબ સાઇટમાં લિંકની રચના કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
A. Insert → Link
B. File → Publish
C. Insert → Hyperlink
D. File → Upload
ઉત્તરઃ
A. Insert → Link

પ્રશ્ન 26.
નીચેનામાંથી કયા પ્રકારનું વિષયવસ્તુ ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવાઓ અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે?
A. સંબદ્ધ
B. સામાન્ય
C. યોગ્ય રૂપરેખા પ્રમાણેનું
D. વિસ્તૃત
ઉત્તરઃ
D. વિસ્તૃત

પ્રશ્ન 27.
ભારતીય રેલવેની વેબ સાઇટ www.irctc.co.in એ ઇ-કોમર્સના કયા પ્રકારના વિનિયોગનું ઉદાહરણ છે?
A. ઓનલાઇન હરાજી (Online Auctions)
B. માર્કેટિંગ અને વેચાણ (Marketing and Selling)
C. માહિતી સેવાઓ (Information Services)
D. સહાય સેવાઓ (Support Services)
ઉત્તરઃ
B. માર્કેટિંગ અને વેચાણ (Marketing and Selling)

પ્રશ્ન 28.
નીચેનામાંથી કયા પ્રકારના વ્યવસાયમાં ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિષે ગ્રાહકને જાણકારી આપી શકાય છે?
A. પરંપરાગત વ્યવસાય
B. ઇ-કૉમર્સ
C. એલ-કૉમર્સ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. ઇ-કૉમર્સ

પ્રશ્ન 29.
નીચેનામાંથી કયો વિકલ્પ ઇ-કૉમર્સની મર્યાદા છે?
A. પરિવર્તનનો પ્રતિકાર
B. ઓછો ખર્ચ
C. જૂથકાર્ય
D. અવિરત સમય 24 × 7 માટેની વ્યાપાર વ્યવસ્થા
ઉત્તરઃ
A. પરિવર્તનનો પ્રતિકાર

પ્રશ્ન 30.
નીચેનામાંથી કયા પ્રકારની વેબ સાઇટ જુદાં જુદાં સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારનાં અરજીપત્રકો વગેરેની માહિતી પૂરી પાડે છે?
A. G2B
B. G2G
C. G2C
D. B2C
ઉત્તરઃ
C. G2C

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 31.
નીચેનામાંથી કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ અંતર્ગત તેમાં સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે?
A. C2C
B. C2B
C. B2C
D. B2B
ઉત્તરઃ
D. B2B

પ્રશ્ન 32.
નીચેનામાંથી કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ ઇન્ટરનેટ પર સૌથી વધુ જોવા મળે છે?
A. C2B
B. B2B
C. C2C
D. B2C
ઉત્તરઃ
D. B2C

પ્રશ્ન 33.
નીચેનામાંથી કયો વિકલ્પ સરકારથી વ્યવસાયી (G2B) પ્રતિકૃતિનું ઉદાહરણ છે?
A. www.irctc.co.in
B. www.incometaxindia.gov.in
C. tradeindia.com
D. amazon.com
ઉત્તરઃ
B. www.incometaxindia.gov.in

પ્રશ્ન 34.
નીચેનામાંથી કઈ ઇ-કૉમર્સ/ એમ-કૉમર્સની સુરક્ષા અંગત વિગતોને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખે છે?
A. ગુપ્તતા
B. અખંડિતતા
C. અધિકૃતતા
D. ગેર-અસ્વીકાર
ઉત્તરઃ
A. ગુપ્તતા

પ્રશ્ન 35.
નીચેનામાંથી કયો વિકલ્પ એવાં ડેટા સેન્ટર છે, જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે છે તથા વિક્રેતાને ભંડોળની પતાવટ કરે છે?
A. ઇશ્યુઇંગ બૅન્ક
B. ઍક્વાયરિંગ બૅન્ક
C. પ્રોસેસર્સ
D. પેમેન્ટ ગેટ-વે
ઉત્તરઃ
C. પ્રોસેસર્સ

પ્રશ્ન 36.
નીચેનામાંથી કયા કાર્ડ દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તે ઓછું ખર્ચાળ છે?
A. માસ્ટર કાર્ડ
B. વીસા કાર્ડ
C. ઇ-વૉલેટ
D. રુ-પે (Rupay)
ઉત્તરઃ
D. રુ-પે (Rupay)

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 37.
નીચેનામાંથી કઈ તનિકમાં હુમલાખોર ત્રાહિત વ્યક્તિ કે વેબ સાઇટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે?
A. સ્નિફિંગ
B. છેતરપિંડી (Spoofing)
C. દૂષિત કોડ
D. સાયબર જંગાલિયત
ઉત્તરઃ
B. છેતરપિંડી (Spoofing)

પ્રશ્ન 38.
નીચેનામાંથી કયા સુરક્ષા ઉપાયમાં તે ખાતરી આપે છે કે સંસ્થાની અતિ મહત્ત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અનધિકૃત વ્યક્તિ તેનો દૂરુપયોગ કરી શકશે નહીં?
A. ફાયરવૉલ
B. ડિજિટલ સર્ટિફિકેટ
C. સાંકેતીકરણ
D. સર્વાધિકાર
ઉત્તરઃ
A. ફાયરવૉલ

પ્રશ્ન 39.
નીચેનામાંથી કઈ સ્થાન આધારિત સેવાના લક્ષ્યવેધી વિજ્ઞાપનો, પ્રોત્સાહક સંદેશાઓ, દુકાનમાં ગ્રાહકની ઓળખાણ જેવાં ઉદાહરણો છે?
A. માહિતી અથવા નિર્દેશન સેવાઓ
B. વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન
C. સંકટકાળ સેવાઓ
D. ટ્રેકિંગ સેવાઓ
ઉત્તરઃ
B. વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન

પ્રશ્ન 40.
UMLની સંકેતલિપિમાં એટ્રિબ્યૂટની વાક્યરચનામાં કયા કોસની જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે?
A. { }
B. [ ]
C. < >
D. ( )
ઉત્તરઃ
C. < >

પ્રશ્ન 41.
કોઈ પણ કમ્પ્યૂટર પ્રોગ્રામનાં બે મૂળ અંગ કયાં કયાં છે?
A. વિધેય અને કાર્યપદ્ધતિ
B. ડેટા અને ઢાંચો
C. રૂપરેખા અને કાર્યપદ્ધતિ
D. ડેટા અને કાર્ય
ઉત્તરઃ
D. ડેટા અને કાર્ય

પ્રશ્ન 42.
‘શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે.’ આ વાક્ય નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?
A. એગ્રિગેશન
B. ઇન્હેરિટન્સ
C. ડેટા ઍન્સ્ટ્રક્શન
D. ઇન્કેપ્સ્યુલેશન
ઉત્તરઃ
B. ઇન્હેરિટન્સ

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 43.
અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને શું કહેવામાં આવે છે?
A. ઓવરલોડિંગ
B. ઓવરીડન
C. રૂપરેખા
D. મેસેજિંગ
ઉત્તરઃ
A. ઓવરલોડિંગ

પ્રશ્ન 44.
નીચેનામાંથી કયો વિકલ્પ એ કોઈ ચોક્કસ ઑબ્જેટકના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે?
A. પ્રક્રિયાઓ
B. પૉલિમોર્ફિઝમ
C. ડેટાફિલ્ડ
D. ક્લાસ
ઉત્તરઃ
D. ક્લાસ

પ્રશ્ન 45.
ઑબ્જેક્ટને ઓળખવા માટે અપાતી લાક્ષણિકતાઓની કિંમતને શું કહેવામાં આવે છે?
A. ડેટાફિલ્ડ
B. રૂપરેખા
C. સ્ટેટ
D. કાર્યપ્રણાલી
ઉત્તરઃ
C. સ્ટેટ

પ્રશ્ન 46.
કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા સૉફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કરવા કે બદલવાની સમર્થતા વડે તે ભાષાઓને લવચિકતા બક્ષે છે?
A. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ
B. હાયર લેવલ પ્રોગ્રામિંગ ભાષા
C. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા
D. ‘C’ પ્રોગ્રામિંગ ભાષા
ઉત્તરઃ
C. ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા

પ્રશ્ન 47.
નીચેનામાંથી કયા વિકલ્પમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને જેમાં આંશિક ક્લાસ ઑબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી?
A. ઇન્હેરિટન્સ
B. એગ્રિગેશન
C. પૉલિમોર્ફિઝમ
D. ડેટા ઍબ્જેક્શન
ઉત્તરઃ
B. એગ્રિગેશન

પ્રશ્ન 48.
શરતી ત્રિપદી પ્રક્રિયક પદાવલી જો next = {N % 2 = = 0) ? (N / 2) : (3 * N + 1); હોય અને જ્યાં N = 7 હોય તો next ચલની શું કિંમત આવે?
A. 22
B. 7
C. 3.5
D. 0
ઉત્તરઃ
A. 22

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 49.
સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીની કિંમત તથા case કિંમત જો સમાન ન મળે તો કયા વિધાનનો અમલ થાય છે?
A. break
B. continue
C. if … else
D. default
ઉત્તરઃ
D. default

પ્રશ્ન 50.
જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ, ત્યારે તે કેવા પ્રકારનો ચલ કહેવાય?
A. વૈશ્વિક (Global)
B. સ્થાનીય (Local)
C. લેબલ
D. રેપીટિટિવ
ઉત્તરઃ
B. સ્થાનીય (Local)

પ્રશ્ન 51.
નીચેનામાંથી કયું વિધાન વાપરવાથી, તે પછીનાં વિધાનોનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને Switch વિધાનના અંત પછીના પહેલાં વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર કરે છે?
A. continue
B. default
C. break
D. for
ઉત્તરઃ
C. break

પ્રશ્ન 52.
કર્યો તાર્કિક પ્રક્રિયક જ્યારે પદાવલીની કિંમતો અલગ અલગ (one true and one false) હોય, તો જ true પરત કરે છે અન્યથા false પરત કરે છે?
A. XOR
B. OR
C. AND
D. NOT
ઉત્તરઃ
A. XOR

પ્રશ્ન 53.
નીચેનામાંથી કયો વિકલ્પ તુલનાત્મક પ્રક્રિયા ‘A અને B સમાન નથી’ માટે યોગ્ય છે?
A. A < > B
B. A ≠ B
C. A NOT B
D. A! = B
ઉત્તરઃ
D. A! = B

પ્રશ્ન 54.
જો a = 12.5 અને b = 7.2 હોય તો a% bમાં શેષની કિંમત શું થશે?
A. 1
B. 5.3
C. 5.0
D. 1.22
ઉત્તરઃ
B. 5.3

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 55.
એક-લીટી કોમેન્ટ દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. /* … * /
B. /** … */
C. //
D. \\
ઉત્તરઃ
C. //

પ્રશ્ન 56.
નીચેનામાંથી કયો વિકલ્પ સોળઅંકી સંખ્યાનું યોગ્ય ઉદાહરણ નથી?
A. OXFF7A
B. OX39A2
C. OX532D
D. OABC
ઉત્તરઃ
D. OABC

પ્રશ્ન 57.
જાવામાં કેટલી પ્રાથમિક (Primitive) ડેટાટાઇપ હોય છે?
A. 2
B. 4
C. 8
D. 16
ઉત્તરઃ
C. 8

પ્રશ્ન 58.
ક્લાસના બધા ઇન્સ્ટન્સની મેમરીની ફાળવણી કયા ડેટા સ્ટ્રક્ચરમાં થાય છે?
A. હીપ (heap)
B. JVM
C. ગાર્બેજ ક્લેક્ટર (garbage collector)
D. ઇન્સ્ટન્સ
ઉત્તરઃ
A. હીપ (heap)

પ્રશ્ન 59.
નીચેનામાંથી કયો વિકલ્પ જાવા દ્વારા મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે?
A. કન્સ્ટ્રક્ટર
B. ઑબ્જેક્ટ
C. ક્લાસ
D. મેથડ
ઉત્તરઃ
C. ક્લાસ

પ્રશ્ન 60.
કયા પ્રકારના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા “friend” તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે?
A. પ્રાઇવેટ
B. પબ્લિક
C. પૅકેજ
D. પ્રોટેક્ટેડ
ઉત્તરઃ
D. પ્રોટેક્ટેડ

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 61.
જો કોઈ મેથડ ચોક્કસ ઑબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા ઑબ્જેક્ટને અસર કરે તો તે કયા પ્રકારની મેથડ તરીકે વ્યાખ્યાયિત થવી જોઈએ?
A. ક્લાસ મેથડ
B. લોકલ મેથડ
C. ઇન્સ્ટન્સ મેથડ
D. વૈશ્વિક મેથડ
ઉત્તરઃ
C. ઇન્સ્ટન્સ મેથડ

પ્રશ્ન 62.
જો આપણે અન્ય મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા ઇચ્છતા હોય, તો કઈ મેથડ વાપરવી જોઈએ?
A. setter
B. getter
C. void
D. return
ઉત્તરઃ
B. getter

પ્રશ્ન 63.
કમ્પોઝિશન અને એગ્રિગેશન અલગ અલગ ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રચે છે?
A. A-kind-of
B. has-a
C. A-part-of
D. is-a
ઉત્તરઃ
B. has-a

પ્રશ્ન 64.
ડેટા ઇન્કેપ્સ્યુલેશન પૂરો પાડવા માટે કયા સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે?
A. પ્રાઇવેટ
B. પ્રોટેક્ટેડ
C. પબ્લિક
D. પૅકેજ
ઉત્તરઃ
A. પ્રાઇવેટ

પ્રશ્ન 65.
બે ક્લાસ વચ્ચે ઇન્હેરિટન્સ દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. ખાલી હીરાનું ચિહ્ન
B. ભરાયેલા હીરાનું ચિહ્ન
C. સુપરક્લાસથી સબક્લાસ તરફ નિર્દેશ કરતું તીર
D. સબક્લાસથી સુપરક્લાસ તરફ નિર્દેશ કરતું તીર
ઉત્તરઃ
D. સબક્લાસથી સુપરક્લાસ તરફ નિર્દેશ કરતું તીર

પ્રશ્ન 66.
સુપરક્લાસની display( ) મેથડને ઇન્વોક કરવા માટેની યોગ્ય વાક્યરચના કઈ છે?
A. display( )
B. display.super( )
C. super.display( )
D. show.display( )
ઉત્તરઃ
C. super.display( )

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 67.
જાવામાં જ્યારે ક્લાસ બનાવવામાં આવે છે ત્યારે તે કયા બે ઘટકોનો બને છે?
A. કાર્યપ્રણાલી અને બિહેવ્યર
B. એટ્રિબ્યૂટ અને બિહેવ્યર
C. ચલ અને કિંમતો
D. main( ) method અને કન્સ્ટ્રક્ટર
ઉત્તરઃ
B. એટ્રિબ્યૂટ અને બિહેવ્યર

પ્રશ્ન 68.
કયા પ્રકારના વેરિયેબલ એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતા ચલ છે?
A. સ્થાનીય
B. ઇન્સ્ટન્સ
C. વૈશ્વિક
D. એરે (Array)
ઉત્તરઃ
D. એરે (Array)

પ્રશ્ન 69.
નીચેનામાંથી કર્યો વિકલ્પ પ્રારંભિક કિંમતો સાથેનો એરે બનાવવા માટે અયોગ્ય છે?
A. int marks [3] = new marks {90, 70, 77};
B. int marks [ ] = {90, 70, 77};
C. int [ ]marks = {90, 70, 77};
D. int marks [ ] = {90, 80, 70, 60};
ઉત્તરઃ
A. int marks [3] = new marks {90, 70, 77};

પ્રશ્ન 70.
નીચે દર્શાવેલ એરે કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરી શકે?
int marks [ ] [ ] = new int [4] [4];
A. 8
B. 64
C. 16
D. 4
ઉત્તરઃ
C. 16

પ્રશ્ન 71.
નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર ચલ તરીકે આપેલા string literalનો નિર્દેશ કરતો સ્વિંગ ઑબ્જેક્ટ બનાવે છે?
A. string(string literal)
B. string(char literal)
C. string(string strobj)
D. string(char ary [ ])
ઉત્તરઃ
A. string(string literal)

પ્રશ્ન 72.
નીચેનામાંથી કઈ મેથડ, મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ str (ઑબ્જેક્ટ) સરખા હોય, તો true પરત કરે છે?
A boolean compare To (String str)
B. boolean equals (String str)
C. int compare To (str String)
D. int equals (String str)
ઉત્તરઃ
B. boolean equals (String str)

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 73.
નીચેનામાંથી કઈ મેથડ, મેથડ કોલ કરતી સ્ટ્રિંગના અંતમાં પ્રાચલ strના અક્ષરોને ઉમેરીને સ્ટિંગ ઑબ્જેક્ટ પરત કરે છે?
A. string to Lower Case( )
B. string to Upper Case( )
C. string concat(string str)
D. int length( )
ઉત્તરઃ
C. string concat(string str)

પ્રશ્ન 74.
‘list’ એરેના બધા ઘટકો કિંમત 5 વડે ભરવા માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
A. Sort(list, 5)
B. Sort(list, 1, 7, 5)
C. fill(list, 2, 6, 5)
D. fill(list, 5)
ઉત્તરઃ
D. fill(list, 5)

પ્રશ્ન 75.
Date ક્લાસની કઈ મેથડ, પ્રાચલમાં આપેલા વિતેલા સમયનો ઉપયોગ કરી નવી તારીખ અને સમય સેટ કરે છે?
A. void set Time(long elapsed Time)
B. long get Time( )
C. Date(long elapsed Time)
D. Date( )
ઉત્તરઃ
A. void set Time(long elapsed Time)

પ્રશ્ન 76.
નીચેનામાંથી કયા મેથડ કોલનો અમલ કરતાં મહિનાની તારીખ 20 સેટ થશે, જો calendar ક્લાસનો calendar ઑબ્જેકટ હોય તો?
A. calendar.get(Calendar.DATE, 20)
B. calendar.set(Calendar.DATE, 20)
C. get.calendar(Calendar.DATE, 20)
D. set.calendar(Calendar.DATE, 20)
ઉત્તરઃ
B. calendar.set(Calendar.DATE, 20)

પ્રશ્ન 77.
Calendar ક્લાસના MONTH અચલ માટે ડિસેમ્બર મહિનાની કિંમત શું હોય છે?
A. 12
B. 1
C. 11
D. 0
ઉત્તરઃ
C. 11

પ્રશ્ન 78.
પ્રોગ્રામમાં થયેલી જોડણીની ભૂલ એ કયા પ્રકારની ભૂલ દર્શાવે છે?
A. કંપાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલ
B. અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલ
C. ચલની ભૂલ
D. મુદ્રણની ભૂલ
ઉત્તરઃ
A. કંપાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલ

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 79.
જ્યારે કોઈ શબ્દમાળા (string)ને સાંખ્યિક રૂપમાં ફેરવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે કયા પ્રકારનું એક્સેપ્શન ઉદ્ભવે છે?
A. Arithmetic Exception
B. Null Pointer Exception
C. Printer IO Exception
D. Number Format Exception
ઉત્તરઃ
D. Number Format Exception

પ્રશ્ન 80.
નીચેનામાંથી કયા વિભાગને ‘એક્સેપ્શન હૅન્ડલર’ કહે છે.
A. try વિભાગ
B. main( ) મેથડ
C. Catch વિભાગ
D. Throw વિભાગ
ઉત્તરઃ
C. Catch વિભાગ

પ્રશ્ન 81.
જ્યારે try વિભાગ કોઈ અપવાદ નહીં સજ્જ અને તમે અનેક Catch વિભાગ બનાવ્યા હશે, ત્યારે શું થશે?
A. તમામનો અમલ થશે.
B. માત્ર બંધબેસતું પ્રથમ અમલમાં આવશે.
C. એકપણ Catch વિભાગ અમલમાં આવશે નહીં.
D. માત્ર પ્રથમ Catch વિભાગ અમલમાં આવશે.
ઉત્તરઃ
C. એકપણ Catch વિભાગ અમલમાં આવશે નહીં.

પ્રશ્ન 82.
નીચેનામાંથી કયા વિભાગમાં એવી સૂચનાઓ હોય છે કે જે એક કે વધુ અપવાદોનો ઉદ્ભવ થવા દે છે?
A. throw
B. throws
C. finally
D. try
ઉત્તરઃ
D. try

પ્રશ્ન 83.
કમ્પ્યૂટર વિજ્ઞાનના ક્ષેત્રે, નીચેનામાંથી કર્યો આદેશ દર્શાવે છે કે પ્રોગ્રામનું કંપાઇલેશન-કાર્ય સફળ રહ્યું નથી?
A. Exit Code : 1
B. Exit Code : 0
C. Exit Code : – 1
D. Exit : 1
ઉત્તરઃ
A. Exit Code : 1

પ્રશ્ન 84.
કયા પ્રકારની ફાઈલ ડેટા ફાઈલ હોઈ શકે છે, જે હકીકતો ધરાવતી હોય, પ્રોગ્રામ ફાઈલ અથવા જેવી કે પે-રોલ ફાઈલ, વિનિયોગ ફાઈલ ?
A. દ્વિઅંકી ફાઈલ
B. ટેક્સ્ટ ફાઈલ
C. ઇમેજ ફાઈલ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. ટેક્સ્ટ ફાઈલ

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 85.
નીચેનામાંથી કયું વિધાન ફાઈલ-ક્લાસનું યોગ્ય સર્જક વિધાન નથી?
A. File(string path)
B. File(directory_path)
C. File(string directory_path, string file_ name)
D. File(file directory, string file_name)
ઉત્તરઃ
B. File(directory_path)

પ્રશ્ન 86.
ફાઈલમાં પૂર્ણાંક, ડબલ (double) અથવા બુલિયન (boolean) જેવા ચલ, એરે કે ઑબ્જેક્ટ સાચવવા માટે કયા પ્રકારની ફાઈલનો ઉપયોગ કરી શકાય છે?
A. ટેક્સ્ટ ફાઈલ
B. કમ્પોઝર ફાઈલ
C. ઇમેજ ફાઈલ
D. બાઇનરી ફાઈલ
ઉત્તરઃ
D. બાઇનરી ફાઈલ

પ્રશ્ન 87.
રાઇટર-ક્લાસની પદ્ધતિ કયા પ્રકારનું એક્સેપ્શન (Exception) થ્રો કરે છે?
A. File Not FoundException
B. ArithmeticException
C. IOException
D. NullPointerException
ઉત્તરઃ
C. IOException

પ્રશ્ન 88.
નીચેનામાંથી કઈ પદ્ધતિ કોન્સોલના પરિણામની સ્વિંગમાં ચોક્કસ સ્વરૂપ સાથેની શબ્દમાળા લખવા માટે ઉપયોગમાં લેવાય છે?
A. Console printf(String format, Object args)
B. Char read Password( )
C. Char read Console( )
D. String(Object args)
ઉત્તરઃ
A. Console printf(String format, Object args)

પ્રશ્ન 89.
સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ પછીનો ટોકન પરત કરે છે?
A. int_next Int( )
B. String has Next( )
C. String next( )
D. boolean has Next( )
ઉત્તરઃ
C. String next( )

પ્રશ્ન 90.
નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.
‘A’
(i) લેટેક્સમાં લાઇન બ્રેક
(ii) લેટેક્સ કોમેન્ટ ચિહ્ન
(iii) લેટેક્સ કમાન્ડની શરૂઆતનું ચિહ્ન

‘B’
(p) \ (બૅકસ્લેશ)
(q)[ ] (ચોરસ કૌંસ)
(r) \\
(s) %
(iv) લેટેક્સ કમાન્ડના વૈકલ્પિક આર્ગ્યુમેન્ટના કોસ

A. (i) → (s), (ii) → (q), (iii) → (p), (iv) → (r)
B. (i) → (r), (ii) → (s), (iii) → (p), (iv) → (q)
C. (i) → (p), (ii) → (r), (iii) → (q), (iv) → (s)
D. (i) → (q), (ii) → (p), (iii) → (r), (iv) → (s)
ઉત્તરઃ
B. (i) → (r), (ii) → (s), (iii) → (p), (iv) → (q)

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 91.
લેટેક્સનું કયું પૅકેજ દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કોડ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાય છે?
A. easylist
B. amsmath
C. geometry
D. listings
ઉત્તરઃ
D. listings

પ્રશ્ન 92.
લેટેક્સમાં કયા કમાન્ડ પછીનાં બધાં જ પ્રકરણો પરિશિષ્ટો તરીકે સમજવામાં આવે છે અને જે એક જ વખત આપી શકાય છે?
A. \ setcounter
B. \ tableofcontents
C. \mainmatter
D. \appendix
ઉત્તરઃ
D. \appendix

પ્રશ્ન 93.
નીચેનામાંથી કયા લેટેક્સ કમાન્ડ દ્વારા દસ્તાવેજમાં ગાણિતિક ચિહ્ન ‘’ પ્રાપ્ત કરી શકાય છે?
A. \ subset
B. \ in
C. \ notin
D. \nea
ઉત્તરઃ
C. \ notin

પ્રશ્ન 94.
CTANનું પૂરું નામ શું છે?
A. Comprehensive Tex Architech Network
B. Comprehensive Tex Archive Network
C. Computerized Tex Archive Network
D. Comprehensive Tex Archive Numerology
ઉત્તરઃ
B. Comprehensive Tex Archive Network

પ્રશ્ન 95.
નીચેનામાંથી કયા દસ્તાવેજ-ક્લાસનો ઉપયોગ પત્ર લખવા માટે થાય છે?
A. letter
B. article
C. book
D. beamer
ઉત્તરઃ
A. letter

પ્રશ્ન 96.
‘આર’ સૉફ્ટવેરમાં જો નીચે પ્રમાણેના કમાન્ડ ક્રમમાં આપવામાં આવે તો પરિણામ શું આવે?
> a ← 10 > b ← 30 >a * b
A. ભૂલ બતાવશે
B. 10
C. 300
D. 40
ઉત્તરઃ
C. 300

પ્રશ્ન 97.
નીચેનામાંથી કયા મેનૂ વડે VLC મીડિયાપ્લેયર શરૂ કરી શકાય છે?
A. Media → Open File …
B. Media → Open Directory …
C. Media → Open Playlist
D. Application → Sound & Video
ઉત્તરઃ
D. Application → Sound & Video

GSEB Class 12 Computer Question Paper March 2020 in Gujarati

પ્રશ્ન 98.
આર્ચિવ મૅનેજરમાં નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરીને નવી આર્થિવ ફાઈલ બનાવી શકાય છે?
A. Archive
B. Compress
C. Extract
D. Back
ઉત્તરઃ
B. Compress

પ્રશ્ન 99.
રેશનલ પ્લાનનું કયું ડેસ્કટોપ ઉત્પાદન, જુદી જુદી યોજનાઓ સાથે સંબંધિત કાર્યનું જોડાણ, યોજનાની માહિતીનું વિશ્લેષણ અને યોજનાનો પોર્ટફોલિયો બનાવવાની પરવાનગી આપે છે?
A. રેશનલ પ્લાન સિંગલ
B. રેશનલ પ્લાન વ્યૂઅર
C. રેશનલ પ્લાન મલ્ટિ
D. સ્કાઇપ
ઉત્તરઃ
C. રેશનલ પ્લાન મલ્ટિ

પ્રશ્ન 100.
સ્કાઇપમાં સ્કાઇપ નામ અને પાસવર્ડની માહિતી ટેક્સ્ટ બૉક્સમાં ભર્યા પછી કયા બટન પર ક્લિક કરવાનું હોય છે?
A. Sign in
B. Log in
C. New User
D. Enter Skype
ઉત્તરઃ
A. Sign in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *