GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના can serve as a valuable review tool before computer exams.

GSEB Std 12 Computer Chapter 3 MCQ કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે?
A. વેબ સાઇટ
B. વેબ પેજ
C. ફૉર્મ
D. CSS
ઉત્તર:
A. વેબ સાઇટ

પ્રશ્ન 2.
હાલના યુગમાં વેબ સાઇટ કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે છે?
A. વ્યવસાયને આગળ વધારવા
B. ઉત્પાદન વેચવા
C. વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું વિધાન વેબ સાઇટ બાબતે સાચું છે?
A. તે વિશ્વકક્ષાએ વ્યવસાયની રજૂઆત કરે છે.
B. તે ખૂબ વધુ સંખ્યામાં ગ્રાહકોને આકર્ષે છે.
C. તે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થાય છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું વિધાન વેબ સાઇટ બાબતે ખોટું છે?
A. તે વિશ્વકક્ષાએ વ્યવસાયની રજૂઆત કરે છે.
B. તે ખૂબ વધુ સંખ્યામાં ગ્રાહકોને આકર્ષે છે.
C. તે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થતી નથી.
D. તે વ્યવસાયના વિકાસમાં મદદરૂપ થાય છે.
ઉત્તર:
C. તે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થતી નથી.

પ્રશ્ન 5.
વેબ સાઇટ એટલે …
A. ચિત્રોનો સમૂહ
B. પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ
C. ઇન્ટરનેટ ઉપરનું દૃશ્ય
D. ગ્રાહકો અંગેની માહિતી
ઉત્તર:
B. પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ

પ્રશ્ન 6.
વેબ પેજના આંતરજોડાણને શું કહે છે?
A. વેબ પેજ
B. ફૉર્મ
C. કમ્પોઝર
D. વેબ સાઇટ
ઉત્તર:
D. વેબ સાઇટ

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 7.
વેબ સાઇટ કેવી હોવી જોઈએ?
A. સંવાદિત (Interactive)
B. ચોક્કસ (Accurate)
C. ઉપયોગí માટે સરળ (User friendly)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 8.
વેબ સાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ?
A. સંપૂર્ણ, સંબંધિત
B. સંપૂર્ણ, અસંબંધિત
C. અપૂર્ણ, અસંબંધિત
D. અપૂર્ણ, સંબંધિત
ઉત્તર:
A. સંપૂર્ણ, સંબંધિત

પ્રશ્ન 9.
વેબ સાઇટ કેવી હોય તો ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે ?
A. ખૂબ મોટી
B. ખૂબ નાની
C. વ્યવસાયિક જી
D. બિનવ્યવસાયિક
ઉત્તર:
C. વ્યવસાયિક જી

પ્રશ્ન 10.
વેબ સાઇટની રચના કરતાં પહેલાં શું સ્પષ્ટ હોવું જરૂરી છે?
A. વ્યાખ્યા
B. ધ્યેય
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 11.
વેબ સાઇટ રચનાનો હેતુ નીચેનામાંથી કયો હોઈ શકે?
A. વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનો
B. નવા ગ્રાહકોને આકર્ષવાનો
C. ઉત્પાદનને ઑનલાઇન વેચવાનો
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 12.
વેબ સાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જરૂરી છે?
A. સામાન્ય
B. વિસ્તૃત
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 13.
વેબ સાઇટમાં કેવા પ્રકારની માહિતીનો સમાવેશ ઉપયોગકર્તાને નિરાશ બનાવી શકે છે?
A. સુસંગત
B. અસંગત
C. સંપૂર્ણ
D. આપેલ તમામ
ઉત્તર:
B. અસંગત

પ્રશ્ન 14.
વેબ સાઇટનું આયોજન કેવું હોવું જોઈએ ?
A. ટૂંકું
B. બિનઆકર્ષક
C. ધીમું
D. વિસ્તૃત
ઉત્તર:
D. વિસ્તૃત

પ્રશ્ન 15.
વેબ સાઇટનો હેતુ નક્કી થઈ ગયા પછી શું નક્કી કરવામાં આવે છે?
A. વિષયવસ્તુ (Content)
B. રૂપરેખા (Layout)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 16.
વેબ સાઇટની વિકાસપ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી?
A. હેતુ
B. પ્રેક્ષકગણ
C. વિષયવસ્તુ
D. નિવેશ
અથવા
નીચેનામાંથી કર્યો વેબ સાઇટના આયોજનની પ્રક્રિયાનો અગત્યનો મુદ્દો નથી?
A. હેતુ
B. પ્રેક્ષકગણ
C. વિષયવસ્તુ
D. ISP
ઉત્તર:
D. નિવેશ અથવા D. ISP

પ્રશ્ન 17.
વેબ સાઇટની રચનામાં નીચેનામાંથી કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે?
A. હેતુ (Purpose)
B. પ્રેક્ષકગણ (Audience)
C. વિષયવસ્તુ (Content)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 18.
નીચેનામાંથી કયા પ્રકારની વિષયવસ્તુ વેબ સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે?
A. વિસ્તૃત
B. લાંબી
C. સામાન્ય જી
D. ટૂંકી
ઉત્તર:
A. વિસ્તૃત

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 19.
…………………. એ વેબ સાઇટનું પ્રવેશદ્વાર કહેવાય છે.
A. Activities Page
B. Home Page
C. Photo Gallery
D. Contact Us Page
ઉત્તર:
B. Home Page

પ્રશ્ન 20.
વેબ સાઇટનું પરિણામ ક્યા પ્રોગ્રામમાં જોઈ શકાય છે?
A. વેબ બ્રાઉઝર
B. એડિટર
C. ડેટાબેઝ
D. પ્રેઝન્ટેશન
ઉત્તર:
A. વેબ બ્રાઉઝર

પ્રશ્ન 21.
વેબ સાઇટ ખોલતા, સ્ક્રીન પર દર્શાવાતા સૌપ્રથમ પેજને શું કહે છે?
A. About Us Page
B. Home Page
C. Contact Us Page
D. આપેલ તમામ
ઉત્તર:
B. Home Page

પ્રશ્ન 22.
વેબ સાઇટ નીચેનામાંથી કયા સાધનને અનુરૂપ હોવી જોઈએ ?
A. સ્માર્ટ ફોન
B. કમ્પ્યૂટર
C. ટૅબ્લેટ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 23.
બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે, ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે?
A. હોમ પેજ
B. અંતિમ પેજ
C. વેબ પેજ
D. પ્રથમ પેજ
ઉત્તર:
A. હોમ પેજ

પ્રશ્ન 24.
વેબ સાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ?
A. first.html
B. index.html
C. home.html
D. one.html
ઉત્તર:
B. index.html

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 25.
નીચેનામાંથી કયા મેનુ આદેશથી કમ્પોઝરમાં કોષ્ટક (ટેબલ) ઉમેરી શકાય છે?
A. Insert → Table
B. Tools → Insert → Table
C. Table → Insert
D. Table → Draw
ઉત્તર:
A. Insert → Table

પ્રશ્ન 26.
index.html ફાઈલને વેબ સાઇટના સંદર્ભમાં શું કહેવાય છે?
A. અનુક્રમણિકા પેજ
B. હોમ પેજ
C. ફ્રન્ટ પેજ
D. વન પેજ
ઉત્તર:
B. હોમ પેજ

પ્રશ્ન 27.
વેબ સર્વર પર વેબ સાઇટને ક્યાં મૂકવામાં આવે છે?
A. હોમ પેજમાં
B. ઇન્ડેક્ષ પેજમાં
C. વેબ પેજમાં
D. ડિરેક્ટરીમાં
ઉત્તર:
D. ડિરેક્ટરીમાં

પ્રશ્ન 28.
કમ્પોઝરમાં ઉમેરેલ કોષ્ટકના કોઈ સેલમાં ચિત્ર ઉમેરવા કયો મેનુ આદેશ વપરાય છે?
A. Insert → Image
B. Import → Image
C. Insert → Picture from file
D. આપેલ તમામ
ઉત્તર:
A. Insert → Image

પ્રશ્ન 29.
કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ થાય છે? (March 19)
A. Insert → Page title
B. Edit → Page title and properties
C. Format → Page title and properties
D. File → Page title
ઉત્તર:
C. Format → Page title and properties

પ્રશ્ન 30.
જાવાસ્ક્રિપ્ટમાં વિગતો છૂટી પાડવા કયાં ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. / (સ્લૅશ)
B. , (કૉમા)
C. ; (સેમીકૉલોન)
D. : (કૉલોન)
ઉત્તર:
B. , (કૉમા)

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 31.
કમ્પોઝરમાં વેબ પેજને લિન્ક આપવા કર્યો મેનૂ કમાન્ડ વપરાય છે?
A. Insert → Link
B. Page → Link
C. Link → Web page
D. File → Link
ઉત્તર:
A. Insert → Link

પ્રશ્ન 32.
ઉપયોગકર્તાના કમ્પ્યૂટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે?
A. Integer
B. HTML
C. Cookie
D. Java
ઉત્તર:
C. Cookie

પ્રશ્ન 33.
કૂકી (Cookie) કેવા પ્રકારની માહિતી પૂરી પાડે છે?
A. સાઇટની આંકડાવિષયક માહિતી માટે જરૂરી પસંદગી
B. ખરીદી, વળતર અને અન્ય માહિતી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 34.
જાવાસ્ક્રિપ્ટમાં …………………. ઑબ્જેક્ટના Cookies ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય છે.
A. Document
B. Text
C. Image
D. Table
ઉત્તર:
A. Document

પ્રશ્ન 35.
‘કૂકી’માં કઈ ક્રિયા થઈ શકે છે?
A. વાંચી શકાય
B. રચી શકાય
C. સુધારી શકાય
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 36.
જાવાસ્ક્રિપ્ટમાં ઍરેમાં સંગૃહીત વિગતોને અંકોમાં ફેરવવા માટે ……………………. વિધેયનો ઉપયોગ થાય છે.
A. float( )
B. int( )
C. parsefloat( )
D. parse int( )
ઉત્તર:
C. parsefloat( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 37.
વેબ સાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે શું?
A. ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજને વેબ સર્વર ૫૨ ખસેડવું
B. ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજને વેબ સર્વર પરથી પોતાના કમ્પ્યૂટરમાં લાવવું
C. ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજમાં લિન્ક સ્થાપવી
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ઉપયોગકર્તા દ્વારા સાઇટના વેબ પેજને વેબ સર્વર ૫૨ ખસેડવું

પ્રશ્ન 38.
વેબ સાઇટ પ્રકાશિત કરવાની ક્રિયા સામાન્ય રીતે ………………… તરીકે ઓળખવામાં આવે છે.
A. Downloading
B. Linking
C. Uploading
D. Distribution
ઉત્તર:
C. Uploading

પ્રશ્ન 39.
ઉપયોગકર્તા સાઇટનાં વેબ પેજ, ચિત્રો અને સ્ટાઇલશીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર મૂકે છે. આ પ્રક્રિયાને શું કહે છે?
A. Downloading
B. Uploading
C. Linking
D. Distribution
ઉત્તર:
B. Uploading

પ્રશ્ન 40.
ISPનું સાચું પૂરું નામ શું છે?
A. International Service Product
B. International Service Provider
C. Internet Service Provider
D. Internet Service Product
ઉત્તર:
C. Internet Service Provider

પ્રશ્ન 41.
વેબ સાઇટને વેબ સર્વર પર અપલોડ કરવા શું હોવું જરૂરી છે?
A. કમ્પ્યૂટર
B. વેબ સર્વર પર એકાઉન્ટ
C. ઇન્ટરનેટ સર્વિસ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 42.
કમ્પોઝરમાં વેબ સાઇટ પ્રકાશિત કરવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. File → Publish
B. Insert → Page → Publish
C. Format → Publish
D. View → Publish
ઉત્તર:
A. File → Publish

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 43.
FTPનું પૂરું નામ શું છે?
A. File Truncate Protocol
B. File Transfer Process
C. Fine Tune Protocol
D. File Transfer Protocol
ઉત્તર:
D. File Transfer Protocol

પ્રશ્ન 44.
URLનું પૂરું નામ શું છે?
A. Universal Remote Location
B. Universal Resource Location
C. Universal Resource Link
D. Universal Remote Link
ઉત્તર:
B. Universal Resource Location

પ્રશ્ન 45.
નીચેનામાંથી કયું વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ નથી?
A. નોટપેડ
B. અપ્ટાના સ્ટુડિયો
C. કમ્પોઝર
D. આપેલ તમામ
ઉત્તર:
A. નોટપેડ

પ્રશ્ન 46.
નીચેનામાંથી કયું વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ છે?
A. કમ્પોઝર
B. અપ્ટાના સ્ટુડિયો
C. બ્લેંગ્રિફોન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 47.
અપ્ટાના સ્ટુડિયો કઈ ભાષાને સમર્થન આપે છે?
A. HTML
B. CSS, JavaScript
C. PHP
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 48.
અપ્ટાના સ્ટુડિયો કઈ વેબ સાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે?
A. www.opensource.com
B. www.aptana.com
C. www.freeweb.com
D. www.aptana.in
ઉત્તર:
B. www.aptana.com

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 49.
અપ્ટાના સ્ટુડિયોની મદદથી શેમાં પ્રોજક્ટ બનાવી શકાય છે?
A. PHP, Rails
B. Ruby, Web
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 50.
નીચેનામાંથી કયું એડિટર WYSIWYG પ્રકારનું નથી?
A. અપ્ટાના સ્ટુડિયો
B. અમાયા
C. કમ્પોઝર
D. આપેલ તમામ
ઉત્તર:
A. અપ્ટાના સ્ટુડિયો

પ્રશ્ન 51.
બ્લૂગ્રિફોન એક ………………….. પ્રકારનું HTML એડિટર છે.
A. CLI
B. WYSIWYG
C. LINUX
D. WINDOWS
ઉત્તર:
B. WYSIWYG

પ્રશ્ન 52.
બ્લૂગ્રિફોન HTML એડિટર કઈ વેબ સાઇટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે?
A. www.freeware.com
B. www.bluegriffon.pub
C. www.bluegriffon.html
D. www.bluegriffon.org
ઉત્તર:
D. www.bluegriffon.org

પ્રશ્ન 53.
નીચેનામાંથી કયું ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML એડિટર છે જે અંગ્રેજી, ડચ, જર્મન વગેરે ભાષાઓનું સમર્થન કરે છે?
A. Aptana Studio
B. Kompozer
C. BlueGriffon
D. Amaya
ઉત્તર:
C. BlueGriffon

પ્રશ્ન 54.
બ્લૂગ્રિફોન કઈ ભાષાનું સમર્થન કરતું નથી?
A. ડચ
B. જર્મન
C. હિન્દી
D. ચાઇનીઝ
ઉત્તર:
C. હિન્દી

GSEB Std 12 Computer MCQ Answers Ch 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબ સાઇટની રચના in Gujarati

પ્રશ્ન 55.
W3Cનું પૂરું નામ શું છે?
A. World Wide Web Comittee
B. World Wide Web Corporation
C. World Wide Web Consortium
D. Word Wide Web Centre
ઉત્તર:
C. World Wide Web Consortium

પ્રશ્ન 56.
અમાયા (Amaya) એક નિઃશુલ્ક ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું વેબ એડિટર કોણે વિકસિત કર્યું છે?
A. www
B. Netscape
C. Microsoft
D. W3C
ઉત્તર:
D. W3C

પ્રશ્ન 57.
અમાયા કઈ વેબ સાઇટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે?
A. www.amaya.com
B. www.google.com
C. www.freeware.com
D. www.w3.org/Amaya
ઉત્તર:
D. www.w3.org/Amaya

પ્રશ્ન 58.
નીચેનામાંથી કયું વેબ એડિટર WYSIWYG પ્રકારનું નથી?
A. અપ્ટાના સ્ટુડિયો
B. બ્લૂગ્રિફોન
C. અમાયા
D. આપેલ તમામ
ઉત્તર:
A. અપ્ટાના સ્ટુડિયો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *