Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 10 s-વિભાગના તત્ત્વો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 10 s-વિભાગના તત્ત્વો in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
આધુનિક આવર્તકોષ્ટકમાં તત્ત્વોને કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) સાત
જવાબ
(C) ચાર
પ્રશ્ન 2.
સમૂહ – I-Aનાં તત્ત્વો કયા નામે ઓળખાય છે ?
(A) આલ્કલી તત્ત્વો
(B) આલ્કલાઇન અર્થધાતુતત્ત્વો
(C) નિષ્ક્રિય તત્ત્વો
(D) હેલોજન તત્ત્વો
જવાબ
(A) આલ્કલી તત્ત્વો
પ્રશ્ન 3.
કયા તત્ત્વનો સમાવેશ સમૂહ – I-Aમાં થતો નથી ?
(A) Li
(B) K
(C) Rb
(D) Sr
જવાબ
(D) Sr
પ્રશ્ન 4.
આલ્કલી શબ્દનો અર્થ …………………… થાય છે.
(A) કોલસાની રાખ
(B) છોડવાની રાખ
(C) લાકડાની રાખ
(D) એકપણ નહીં
જવાબ
(B) છોડવાની રાખ
પ્રશ્ન 5.
વનસ્પતિના છોડની રાખમાં કઇ ધાતુના કાર્બોનેટ ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
(A) Rb અને Cs
(B) Fr
(C) Sr અને Ra
(D) Na K
જવાબ
(D) Na અને K
પ્રશ્ન 6.
વનસ્પતિના છોડની રાખમાં Na અને K ધાતુના કયા ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
(A) PO4-3
(B) CO3-2
(C) SO4-2
(D) NO3–
જવાબ
(B) CO3-2
પ્રશ્ન 7.
સમૂહ – IIના તત્ત્વો કયા નામે ઓળખાય છે ?
(A) હેલોજન તત્ત્વો
(B) આલ્કલી તત્ત્વો
(C) નિષ્ક્રિય તત્ત્વો
(D) આલ્કલાઇન અર્થધાતુઓ
જવાબ
(D) આલ્કલાઇન અર્થધાતુઓ
પ્રશ્ન 8.
કયા તત્ત્વનો સમાવેશ II-A સમૂહમાં થતો નથી ?
(A) Mg
(B) Sr
(C) Ra
(D) Fr
જવાબ
(D) Fr
પ્રશ્ન 9.
કયા તત્ત્વને આલ્કલાઇન અર્થધાતુતત્ત્વ તરીકે ઓળખવામાં આવતું નથી ?
(A) Be
(B) Mg
(C) Ca
(D) Ra
જવાબ
(A) Be
પ્રશ્ન 10.
આલ્કલી ધાતુ તત્ત્વોમાં કયું રેડિયોએક્ટિવ તત્ત્વ છે ?
(A) સિઝિયમ
(B) સોડિયમ
(C) બિડિયમ
(D) ફ્રાન્સિયમ
જવાબ
(D) ફ્રાન્સિયમ
પ્રશ્ન 11.
Frનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે ?
(A) 21 મિનિટ
(B) 21 સેકન્ડ
(C) 2.1 મિનિટ
(D) 12 મિનિટ
જવાબ
(A) 21 મિનિટ
પ્રશ્ન 12.
જમીનના બંધારણમાં કઇ આલ્કલી ધાતુતત્ત્વોનું પ્રમાણ 4% હોય છે ?
(A) Na અને Rb
(B) Li અને K
(C) Na અને K
(D) Fr
જવાબ
(C) Na અને K
પ્રશ્ન 13.
કેલ્શિયમ અને મેગ્નેશિયમનો વિપુલતાક્રમ પૃથ્વીના પોપડામાં અનુક્રમે જણાવો.
(A) 5 અને 6
(B) 4 અને 5
(C) 2 અને 3
(D) 4 અને 6
જવાબ
(A) 5 અને 6
પ્રશ્ન 14.
આલ્કલાઇન અર્થધાતુતત્ત્વોમાં સૌથી વિરલ તત્ત્વ કયું છે ?
(A) Li
(B) Fr
(C) Ba
(D) Ra
જવાબ
(D) Ra
પ્રશ્ન 15.
સમૂહ – I – Aનાં તત્ત્વોની ઇલેક્ટ્રૉન રચના …………………….. છે.
(A) ns1
(B) ns2
(C) ns2np1
(D) ns2np2
જવાબ
(A) ns1
પ્રશ્ન 16.
સમૂહ – II – Aનાં તત્ત્વોની ઇલેક્ટ્રોન રચના ……………… છે.
(A) ns1
(B) ns2
(C) ns2np1
(D) ns2np2
જવાબ
(B) ns2
પ્રશ્ન 17.
સમૂહ – Iનું કયું તત્ત્વ તે સમૂહનાં અન્ય તત્ત્વો કરતાં અલગ પડે છે ?
(A) Be
(B) Mg
(C) Li
(D) Ca
જવાબ
(C) Li
પ્રશ્ન 18.
દરેક સમૂહના કયા તત્ત્વના ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે ?
(A) પ્રથમ
(B) અંતિમ
(C) બીજું
(D) ત્રીજું
જવાબ
(A) પ્રથમ
પ્રશ્ન 19.
નીચેનાં પૈકી કયાં તત્ત્વો માટે વિકર્ણ સંબંધ જોવા મળે છે ?
(A) Li અને Be
(B) Li અને Mg
(C) Li અને Na
(D) Li અને Ba
જવાબ
(B) Li અને Mg
પ્રશ્ન 20.
તત્ત્વોનો વિકર્ણ સંબંધ કયા ગુણધર્મને આધારે સમજાવી શકાય છે ?
(A) આયોનિક કદ
(B) ઉત્કલનબિંદુ
(C) આયનીકરણ એન્થાલ્પી
(D) ઘનતા
જવાબ
(A) આયોનિક કદ
પ્રશ્ન 21.
જૈવિક દ્રવ્યમાં કયા એક સંયોજક આયનો વધુ પ્રમાણમાં જોવા મળે છે ?
(A) Na
(B) Rb
(C) Li
(D) Cs
જવાબ
(A) Na
પ્રશ્ન 22.
નીચેના પૈકી કઇ સોડિયમ ધાતુની ખનીજ નથી ?
(A) બોરેક્ષ
(B) સિલ્વાઇન
(C) રોક સોલ્ટ
(D) કાર્નોઇટ
જવાબ
(B) સિલ્વાઇન
પ્રશ્ન 23.
બોરેક્ષનું અણુસૂત્ર જણાવો.
(A) Na2B4O7 · 5H2O
(B) Na2B4O7 · 10H2O
(C) Na2B4O5 · 4H2O
(D) Na2B4O6 10H2O
જવાબ
(B) Na2B4O7 · 10H2O
પ્રશ્ન 24.
સમૂહ – I-A નાં તત્ત્વો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતાં નથી કારણ કે …………………
(A) સહેલાઇથી e– ગુમાવે છે.
(B) સહેલાઇથી e– મેળવે છે.
(C) ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે.
(D) બન્ને (B) અને (C)
જવાબ
(A) સહેલાઇથી e– ગુમાવે છે.
પ્રશ્ન 25.
આલ્કલી ધાતુના કયા ગુણધર્મ તેમની ઘનસ્થિતિમાં નિર્બળ બંધ સૂચવે છે ?
(A) નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુતવાહકતા
(B) નીચા ગલનબિંદુ
(C) ઊંચા ગલનબિંદુ
(D) નીચી વિદ્યુતવાહકતા
જવાબ
(A) નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુતવાહકતા
પ્રશ્ન 26.
Na કયા રંગની જ્યોત આપે છે ?
(A) પીળી
(B) કિરમજી
(C) વાદળી
(D) લાલ
જવાબ
(A) પીળી
પ્રશ્ન 27.
આલ્કલી તત્ત્વોના પરમાણુઓની આયનીકરણ એન્થાલ્પી નીચી હોય છે, કારણ કે ……………….
(A) તેમની વિદ્યુતઋણતા ખૂબ જ વધારે છે.
(B) તેમનાં કદ ખૂબ નાના હોય છે.
(C) સંયોજક્તા e– પ્રત્યે આકર્ષણબળ ઓછું હોય છે.
(D) કેન્દ્રીય આકર્ષણ ખૂબ જ વધારે છે.
જવાબ
(C) સંયોજક્તા e– પ્રત્યે આકર્ષણબળ ઓછું હોય છે.
પ્રશ્ન 28.
Na અને K જેવી ધાતુઓનું પ્રમાણ કયા સાધનની મદદથી નક્કી કરી શકાય છે ?
(A) સ્પેક્ટ્રોમીટર
(B) માઇક્રોસ્કોપ
(C) ફ્લેમ ફોટોમીટર
(D) ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ
જવાબ
(C) ફ્લેમ ફોટોમીટ૨
પ્રશ્ન 29.
કઇ બે ધાતુઓનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક સેલમાં થાય છે ?
(A) Na અને K
(B) Cs અને K
(C) Rb અને Cs
(D) Fr અને K
જવાબ
(B) Cs અને K
પ્રશ્ન 30.
Na અને Kની ઘનતા નીચી છે, કારણ કે ………………
(A) તેમના નાના કદના કારણે
(B) તેમના મોટા કદના કારણે
(C) કેન્દ્રીય આકર્ષણબળના કારણે
(D) વધુ વિદ્યુતઋણતાના કારણે
જવાબ
(B) તેમના મોટા કદના કારણે
પ્રશ્ન 31.
આલ્કલી ધાતુઓનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા છે કારણ કે ………………….
(A) નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે.
(B) પ્રબળ ધાત્વીય બંધ ધરાવે છે.
(C) નિર્બળ સહસંયોજક બંધ ધરાવે છે.
(D) સંયોજક્તા ઇલૅક્ટ્રોન પ્રત્યે આકર્ષણબળ વધુ છે.
જવાબ
(A) નિર્બળ ધાત્વીય બંધ ધરાવે છે.
પ્રશ્ન 32.
આલ્કલી ધાતુઓની સપાટી ભેજવાળી હવામાં ઝાંખી પડે છે, કારણ કે ……………………
(A) તેમની સપાટી ઉપર સલ્ફાઇડનું પડ રચાય છે.
(B) તેમની સપાટી ઉપર હાઇડ્રૉક્સાઇડનું પડ રચાય છે.
(C) તેમની સપાટી ઉપર ઑક્સાઇડનું પડ રચાય છે.
(D) (B) અને (C) બન્ને
જવાબ
(D) (B) અને (C) બન્ને
પ્રશ્ન 33.
ધન આયનનું કદ હંમેશાં મૂળ પરમાણુ કરતાં કેવું હોય છે ?
(A) બમણું
(B) નાનું
(C) અડધું
(D) વધુ
જવાબ
(B) નાનું
પ્રશ્ન 34.
આવર્તકોષ્ટકના કયા સમૂહનાં તત્ત્વોની આયનીકરણ ઍન્થાલ્પી સૌથી ઓછી હોય છે ?
(A) I-A
(B) II-A
(C) III-A
(D) V-A
જવાબ
(A) I-A
પ્રશ્ન 35.
…………………….. ના કારણે સંયોજક્તા કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ ઘટે છે.
(A) નાના પરમાણ્વીય કદ
(B) મોટા પરમાણ્વીય કદ
(C) વધુ વિદ્યુતઋણતા
(D) વધુ આયનીકરણ ઊર્જા
જવાબ
(B) મોટા પરમાણ્વીય કદ
પ્રશ્ન 36.
……………….. ધાતુનો જલીયકરણ અંશ સૌથી વધારે છે.
(A) Li
(B) Na
(C) K
(D) Rb
જવાબ
(A) Li
પ્રશ્ન 37.
આલ્કલી ધાતુતત્ત્વો શા માટે ન્યુક્લિયર રીએક્ટરમાં શીતક તરીકે વપરાય છે ?
(A) ઉષ્મા સુવાહક હોવાથી
(B) ઉષ્મા અવાહક હોવાથી
(C) વિદ્યુતઋણતા વધુ હોવાથી
(D) પરમાણુ કદ નાના હોવાથી
જવાબ
(A) ઉષ્મા સુવાહક હોવાથી
પ્રશ્ન 38.
આલ્કલી તત્ત્વોની ઊંચી વિધુતઘનમયતાને કારણે ઊંચી વિદ્યુતઋણતા ધરાવતાં તત્ત્વો સાથે ………………….. બંધ બનાવે છે.
(A) ધાત્વિક બંધ
(B) સહસંયોજક બંધ
(C) સવર્ગ સહસંયોજક બંધ
(D) આયનિક બંધ
જવાબ
(D) આયનિક બંધ
પ્રશ્ન 39.
આલ્કલી ધાતુઓની જલીયકરણ ઍન્થાલ્પી તેમના આયનિક કદના વધારા સાથે …………………….. જાય છે.
(A) વધતી
(B) અચળ રહે.
(C) ઘટતી
(D) નક્કી ન થઇ શકે.
જવાબ
(C) ઘટતી
પ્રશ્ન 40.
આલ્કલી ધાતુઓ ……………………. ના કારણે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે.
(A) નાના કદ અને નીચી આયનીકરણ શક્તિ
(B) મોટા કદ અને નીચી આયનીકરણ શક્તિ
(C) નાના કદ અને ઊંચી આયનીકરણ શક્તિ
(D) મોટા કદ અને ઊંચી આયનીકરણ શક્તિ
જવાબ
(B) મોટા કદ અને નીચી આયનીકરણ શક્તિ
પ્રશ્ન 41.
કઇ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે ?
(A) Rb
(B) Li
(C) Na
(D) K
જવાબ
(A) Rb
પ્રશ્ન 42.
કઇ ધાતુ સુપરઑક્સાઇડ બનાવે છે ?
(A) K
(B) Rb
(C) CS
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ
પ્રશ્ન 43.
નીચેના પૈકી કઇ ધાતુ પેરોક્સાઇડ બનાવે છે ?
(A) Li
(B) Na
(C) K
(D) Rb
જવાબ
(B) Na
પ્રશ્ન 44.
લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી ……………….. બનાવે છે.
(A) Li3N
(B) Li3N2
(C) LiN3
(D) Li2N3
જવાબ
(A) Li3N
પ્રશ્ન 45.
પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે આલ્કલી ધાતુઓની પ્રક્રિયાથી ……………….. આપે છે.
(A) સુપરઑક્સાઇડ
(B) ઑક્સાઇડ
(D) પેરૉક્સાઇડ
(C) મોનૉક્સાઇડ
જવાબ
(D) પેરૉક્સાઇડ
પ્રશ્ન 46.
સુપરઑક્સાઇડમાં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક કેટલો ગણાય છે ?
(A) –\(\frac{1}{2}\)
(B) +\(\frac{1}{2}\)
(C) -1
(D) +1
જવાબ
(A) –\(\frac{1}{2}\)
પ્રશ્ન 47.
આલ્કલી ધાતુઓને ……………….. માં રાખવામાં આવે છે.
(A) પાણી
(B) કેરોસીન
(C) આલ્કોહૉલ
(D) ઍસિડ
જવાબ
(B) કેરોસીન
પ્રશ્ન 48.
નીચે પૈકી કયો હાઇડ્રોક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે ?
(A) LiOH
(B) NaOH
(C) KOH
(D) RbOH
જવાબ
(A) LiOH
LiOH અલ્પદ્રાવ્ય છે. જ્યારે Na, K, Rb, Cs ના હાઇડ્રૉક્સાઇડ પાણીમાં સુદ્રાવ્ય છે.
પ્રશ્ન 49.
મોનૉક્સાઇડ કે પેરોક્સાઇડના જલીયદ્રાવણ કયો ગુણધર્મ ધરાવે છે ?
(A) ઍસિડિક
(B) બેઝિક
(C) તટસ્થ
(D) ઉભયગુણી
જવાબ
(B) બેઝિક
પ્રશ્ન 50.
આલ્કલીધાતુઓ પ્રવાહી એમોનિયા સાથે કયા રંગનું દ્રાવણ આપે છે ?
(A) જાંબલી
(B) લાલ
(C) વાદળી
(D) સફેદ
જવાબ
(C) વાદળી
પ્રશ્ન 51.
Li એ Na કરતાં ઓછી જલદ રીતે પ્રક્રિયા કરે છે, કારણ કે તેનું ……………….
(A) કદ નાનું અને ઊંચી જલીયકરણ શક્તિ છે.
(B) મોટું કદ અને ઊંચી આયનીકરણ શક્તિ છે.
(C) વધુ વિદ્યુતઋણતા
(D) કદ મોટું અને ઊંચી જલીયકરણ શક્તિ છે.
જવાબ
(A) કદ નાનું અને ઊંચી જલીયકરણ શક્તિ છે.
પ્રશ્ન 52.
આલ્કલીધાતુના હાઇડ્રાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી કો વાયુ મુક્ત કરે છે ?
(A) ઑક્સિજન
(B) હાઇડ્રોજન
(C) નાઇટ્રોજન
(D) સલ્ફર ડાયૉક્સાઇડ
જવાબ
(B) હાઇડ્રોજન
પ્રશ્ન 53.
નીચેના પૈકી કઇ ધાતુ સૌથી વધુ રિડક્શનકર્તા છે ?
(A) Li
(B) Na
(C) K
(D) Cs
જવાબ
(A) Li
પ્રશ્ન 54.
નીચેના પૈકી કઇ ધાતુની જલીયકરણ ઍન્થાલ્પી સૌથી ઊંચી છે ?
(A) Li
(B) Na
(C) K
(D) Rb
જવાબ
(A) Li
પ્રશ્ન 55.
નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ સહસંયોજક છે ?
(A) LiF
(B) LiCl
(C) LiBr
(D) LiI
જવાબ
(D) LiI
વધુ કદવાળા ઋણઆયન સહેલાઈથી વિકૃત થઈ શકે છે.
પ્રશ્ન 56.
નીચેના પૈકી કયું હેલાઇડ સંયોજન પાણીમાં અદ્રાવ્ય છે ?
(A) LiF
(B) LiCl
(C) LiBr
(D) NaCl
જવાબ
(A) LiF
પ્રશ્ન 57.
સોડિયમ ધાતુ ઉપર ઊંચા તાપમાને શુષ્ક એમોનિયા વાયુ પસાર કરતાં …………………… મળે છે.
(A) Na2NH2
(B) NaNH2
(C) NaNH3
(D) Na2NH3
જવાબ
(B) NaNH2
2Na + 2NH3 \(\stackrel{573-673 \mathrm{~K}}{\longrightarrow}\) 2NaNH2 + H2
પ્રશ્ન 58.
આલ્કલી ધાતુઓના એમોનિયામય સાંદ્ર દ્રાવણોમાં વાદળી રંગ …………………… રંગમાં ફેરવાય છે.
(A) કાળો-ભૂરો
(B) કાળો-લીલો
(C) જાંબલી
(D) રંગવિહીન
જવાબ
(A) કાળો-ભૂરો
પ્રશ્ન 59.
Li નાઇટ્રોજન સાથે સંયોજાઇને કયું સંયોજન આપે છે ?
(A) લિથિયમ નાઇટ્રાઇટ
(B) લિથિયમ નાઇટ્રેટ
(C) લિથિયમ નાઇટ્રાઇડ
(D) એકપણ નહી
જવાબ
(C) લિથિયમ નાઇટ્રાઇડ
પ્રશ્ન 60.
પ્લાઝમામાં 100 મિલિગ્રામ/લિટર જેટલી કઇ ધાતુની સાંદ્રતાનું નિયમન કરવામાં આવે છે ?
(A) Co
(B) Mg
(C) Fe
(D) Ca
જવાબ
(D) Ca
પ્રશ્ન 61.
લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા ………………… ના કારણે ઉદ્ભવે છે.
(A) કદ
(B) ત્રિજ્યા ગુણોત્તર
(C) વીજભાર
(D) બધા જ
જવાબ
(D) બધા જ
પ્રશ્ન 62.
લિથિયમ અને મેગ્નેશિયમનો કયો ક્ષાર મળતો નથી ?
(A) ઑક્સાઇડ
(B) બાયકાર્બોનેટ
(C) નાઇટ્રાઇડ
(D) હાઇડ્રૉક્સાઇડ
જવાબ
(B) બાયકાર્બોનેટ
પ્રશ્ન 63.
કઇ આલ્કલી ધાતુના ક્ષાર હાઇડ્રેટ તરીકે સ્ફટિકીકરણ પામે છે?
(A) Li
(B) Mg
(C) K
(D) Fr
જવાબ
(A) Li
LiCl ભેજગ્રાહી છે. તે જલીય દ્રાવણમાંથી LiCl · H2O તરીકે સ્ફટિકીકરણ પામે છે.
પ્રશ્ન 64.
લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે ત્યારે ………………….. આપે છે.
(A) LiO2
(B) Li2O
(C) LiO
(D) Li2O3
જવાબ
(B) Li2O
4LiNO3 → 2Li2O + 4NO2 + O2
પ્રશ્ન 65.
નીચેના પૈકી કયો હેલાઇડ સંયોજન પાણીમાં ઓછો દ્રાવ્ય છે ?
(A) LiF
(B) NaF
(C) CsF
(D) KF
જવાબ
(A) LiF
પ્રશ્ન 66.
Be+2 ની આયનિક ત્રિજ્યા અંદાજે ………………… છે.
(A) 76pm
(B) 160 pm
(C) 72 pm
(D) 31 pm
જવાબ
(D) 31 pm
પ્રશ્ન 67.
નીચે પૈકી ……………………ઑક્સાઇડ અસ્થિર છે.
(A) Li2O
(B) Li2O2
(C) Na2O2
(D) KO2
જવાબ
(B) Li2O2
પ્રશ્ન 68.
ઍલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અધિક આલ્કલીમાં દ્રાવ્ય થઇને ………………… આયન આપે છે.
(A) [Al(OH)4]–
(B) Al(OH)3
(C) [Al(OH)5]–
(D) [Al2(OH)4]–
જવાબ
(A) [Al(OH)4]–
પ્રશ્ન 69.
ઍલ્યુમિનિયમની જેમ બેરિલિયમ ……………….. નિષ્ક્રિય છે.
(A) HCl
(B) H2SO4
(C) HNO3
(D) CH3COOH
જવાબ
(C) HNO3
પ્રશ્ન 70.
Al4C3 ની જેમ Be2C ……………ઍસિડ પ્રત્યે વાયુ આપે છે.
(A) ઑક્સિજન
(B) હાઇડ્રોજન
(C) ઇથેન
(D) મિથેન
જવાબ
(D) મિથેન
પ્રશ્ન 71.
બેરિલિયમ …………………. કરતાં વધારે સવર્ણઆંક દર્શાવી શકતું નથી.
(A) ચાર
(B) છ
(C) બે
(D) આઠ
જવાબ
(A) ચાર
બેરિલિયમની સંયોજક્તાકક્ષામાં માત્ર ચાર કક્ષકો છે. તેથી.
પ્રશ્ન 72.
Be અને Al બંને ધાતુ ……………….. ગુણધર્મ ધરાવે છે.
(A) ઍસિડિક
(B) બેઝિક
(C) તટસ્થ
(D) ઉભયગુણી
જવાબ
(D) ઉભયગુણી
પ્રશ્ન 73.
નીચેના પૈકી કયુ હાઇડ્રોક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવતું નથી ?
(A) Be(OH)2
(B) Mg(OH)2
(C) Ba(OH)2
(D) Ca(OH)2
જવાબ
(A) Be(OH)2
પ્રશ્ન 74.
નીચેના પૈકી કઇ લિથિયમની ખનીજ નથી ?
(A) સ્પોડ્યુમિન
(B) લેપિડોલાઇટ
(C) એમ્બિંગોનાઇટ
(D) કાર્નાઇટ
જવાબ
(D) કાર્નાઇટ
પ્રશ્ન 75.
નીચેના પૈકી કઇ ધાતુ Pb કરતાં નરમ પણ Na કરતાં વધુ સખત છે ?
(A) Li
(B) Al
(C) Sr
(D) Cs
જવાબ
(A) Li
પ્રશ્ન 76.
આલ્કલી ધાતુઓમાં કઇ ધાતુ સૌથી ઊંચું ગલનબિંદુ ધરાવે છે ?
(A) Li
(B) Na
(C) K
(D) Rb
જવાબ
(A) Li
Li નું કદ સૌથી નાનું હોવાથી
પ્રશ્ન 77.
આર્મર પ્લેટની બનાવટમાં …………………. વપરાય છે.
(A) Cs
(B) Rb
(C) K
(D) Li
જવાબ
(D) Li
પ્રશ્ન 78.
ક્ષારણ પ્રતિરોધક મિશ્રધાતુ …………………. છે.
(A) 14% Li + 1% Mg
(B) 11% Mg + 14% Li
(C) 14.1% Mg + 1% Li
(D) 41% Mg + 1.4% Li
જવાબ
(A) 14% Li + 1% Mg
પ્રશ્ન 79.
……………… માં Li નો ઉપયોગ થતો નથી.
(A) વિમાનઉદ્યોગ
(B) ન્યુક્લિઅર રિએક્ટર
(C) મિશ્રધાતુની બનાવટ
(D) રિડક્શનકર્તા તરીકે
જવાબ
(B) ન્યુક્લિઅર રિએક્ટર
પ્રશ્ન 80.
સિમેન્ટની મજબૂતાઇ ઉપર કયો પદાર્થ અસર કરતો નથી ?
(A) CO2 યુક્ત પાણી
(B) સાદું પાણી
(C) સોડિયમ
(D) ઍસિડ
જવાબ
(B) સાદું પાણી
પ્રશ્ન 81.
ડાઉન કોષમાં ધનધ્રુવ અને ઋણધ્રુવ તરીકે …………………. વપરાય છે.
(A) શૅફાઇટ અને સ્ટીલ
(B) સ્ટીલ અને લોખંડ
(C) સ્ટીલ અને ઍફાઇટ
(D) ગ્રેફાઇટ અને લોખંડ
જવાબ
(A) ગ્રેફાઇટ અને સ્ટીલ
પ્રશ્ન 82.
સોડિયમ ધાતુને હવા અને પાણીથી અલિપ્ત રાખવા માટે ………………….. માં એકઠી કરવામાં આવે છે.
(A) આલ્કોહૉલ
(B) કેરોસીન
(D) પાણી
(C) ઇથર
જવાબ
(B) કેરોસીન
પ્રશ્ન 83.
સોડિયમ ધાતુ વધુ ઑક્સિજનની હાજરીને લીધે ત્વરિત પ્રક્રિયા કરી ……………….. આપે છે.
(A) Na2O
(B) Na2O2
(C) NaO2
(D) NaO
જવાબ
(B) Na2O2
પ્રશ્ન 84.
સોડિયમ ધાતુ પાણી સાથે ખૂબ જ ત્વરિત પ્રક્રિયા કરી ………………… વાયુ ઉત્પન્ન કરે.
(A) ઑક્સિજન
(B) હાઇડ્રોજન
(C) નાઇટ્રોજન
(D) કાર્બન ડાયૉક્સાઇડ
જવાબ
(B) હાઇડ્રોજન
2Na + 2H2O → 2NaOH + H2
પ્રશ્ન 85.
સોડિયમનો ઉપયોગ ……………….
(A) રિડક્શનકર્તા તરીકે
(B) ન્યુક્લિયર રિએક્ટરમાં
(C) લેસાઇન કસોટીમાં
(D) બધા જ
જવાબ
(D) બધા જ
પ્રશ્ન 86.
……………………. તત્ત્વ તે સમૂહનાં અન્ય તત્ત્વોથી અલગ પડે છે.
(A) Be
(B) Ca
(C) Sr
(D) Ra
જવાબ
(A) Be
પ્રશ્ન 87.
આલ્કલાઇન અર્થધાતુઓમાં …………………… તત્ત્વ રેડિયો સક્રિય છે.
(A) બેરિલિયમ
(B) કૅલ્શિયમ
(C) બેરિયમ
(D) રેડિયમ
જવાબ
(D) રેડિયમ
પ્રશ્ન 88.
સમૂહ-2 નાં કયા તત્ત્વો વિપુલ પ્રમાણમાં મળી આવે છે ?
(A) Ca અને Mg
(B) Sr અને Ba
(C) Ca અને Be
(D) Mg અને Sr
જવાબ
(A) Ca અને Mg
પ્રશ્ન 89.
નીચેના પૈકી કોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે ?
(A) Be
(B) Mg
(C) Ca
(D) Sr
જવાબ
(D) Sr
પ્રશ્ન 90.
બેરિલિયમ અને મેગ્નેશિયમ કંઇક અંશે ………………….. રંગના દેખાય છે.
(A) રાખોડી
(B) સફેદ
(C) લાલ
(D) આછો લીલો
જવાબ
(A) રાખોડી
પ્રશ્ન 91.
કેલ્શિયમની જ્યોતનો રંગ ………………….. છે.
(A) આછો લીલો
(B) ઈંટ જેવો લાલ
(C) કિરમજી
(D) લાલ કિરમજી
જવાબ
(B) ઈંટ જેવો લાલ
પ્રશ્ન 92.
નીચેના પૈકી કઇ ધાતુનો રંગ લાલ કિરમજી છે ?
(A) Ca
(B) Ba
(C) Sr
(D) Mg
જવાબ
(C) Sr
પ્રશ્ન 93.
કયા તત્ત્વોને જ્યોત કસોટી દ્વારા પારખી શકાતા નથી ?
(A) Be અને Mg
(B) Ba અને Ca
(C) Sr અને Ca
(D) Mg અને Ca
જવાબ
(A) Be અને Mg
Mg અને Be ના e– એટલી પ્રબળ રીતે જોડાયેલ હોય છે. તે જ્યોતમાં ઉત્તેજિત થઈ શકતાં નથી.
પ્રશ્ન 94.
કેલ્શિયમનું પરિણાત્મક પૃથક્કરણ …………………. ની મદદથી કરી શકાય છે.
(A) માઇક્રોસ્કોપ
(B) ફ્લેમ ફોટોમીટર
(C) e– માઇક્રોસ્કોપ
(D) સ્પેક્ટ્રો ફોટોમીટર
જવાબ
(B) ફ્લેમ ફોટોમીટર
પ્રશ્ન 95.
Be અને Mg નિષ્ક્રિય છે, કારણ કે તેમની સપાટી ઉપર …………………… નું સ્તર રચાય છે.
(A) સલ્ફાઇડ
(B) નાઇટ્રાઇટ
(C) હાઇડ્રૉક્સાઇડ
(D) ઑક્સાઇડ
જવાબ
(D) ઑક્સાઇડ
પ્રશ્ન 96.
બેરિલિયમ અને મેગ્નેશિયમના ઑક્સાઇડ પાણીમાં …………………. છે.
(A) અદ્રાવ્ય
(B) અલ્પદ્રાવ્ય
(C) દ્રાવ્ય
(D) (B) અને (C) બન્ને
જવાબ
(B) અલ્પદ્રાવ્ય
પ્રશ્ન 97.
બેરિલિયમ ઑક્સાઇડ ………………. છે.
(A) ઍસિડિક
(B) બેઝિક
(C) તટસ્થ
(D) ઉભયગુણધર્મી
જવાબ
(D) ઉભયગુણધર્મી
પ્રશ્ન 98.
નીચેનામાંથી કયો ઑક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ આપતો નથી ?
(A) MgO
(B) CaO
(C) BeO
(D) બધા જ
જવાબ
(C) BeO
પ્રશ્ન 99.
………………… અવસ્થામાં BeCl2 ક્લોરોસેતુ ધરાવતું દ્વિઅણુ બનાવે છે.
(A) ઘન
(B) પ્રવાહી
(C) બાષ્પ
(D) અર્થઘન
જવાબ
(C) બાષ્પ
- બાષ્પસ્વરૂપમાં BeCl2 દ્વિઅણુ તરીકે વર્તે છે.
- ઘન અવસ્થામાં BeCl2 નું બંધારણ :
પ્રશ્ન 100.
બેરિલિયમ હેલાઇડ કયા બંધને કારણે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે ?
(A) આયોનિક
(B) સહસંયોજક
(C) ધાત્ત્વિક
(D) સવર્ગ-સહસંયોજક
જવાબ
(B) સહસંયોજક
બેરિલિયમ હેલાઇડના અપવાદ સિવાય બાકીની આલ્કલાઇન અર્થધાતુના હેલાઇડ સ્વભાવે આયનીય છે.
પ્રશ્ન 101.
BeCl2 ની બાષ્પને ઠંડી પાડતાં ………………… સવર્ગઆંક ધરાવતા દ્વિઆણ્વીય Be2Cl6 મળે છે.
(A) બે
(B) ચાર
(C) ત્રણ
(D) છ
જવાબ
(B) ચાર
પ્રશ્ન 102.
કઇ ધાતુના હાઇડ્રેટેડ હેલાઇડ સંયોજનો જળવિભાજન દર્શાવે છે ?
(A) MgCl2 · 8H2O
(B) SrCl2 · 6H2O
(C) BaCl2 · 2H2O
(D) CaCl2 · 6H2O
જવાબ
(A) MgCl2 · 8H2O
Be અને Mg ના હાઇડ્રેટેડ હેલાઇડ સંયોજનો જળવિભાજન દર્શાવે છે.
પ્રશ્ન 103.
એક વયસ્ક વ્યક્તિનું શરીર આશરે ……………….. Mg ધરાવે છે.
(A) 25 ગ્રામ
(B) 25 મિલિગ્રામ
(C) 2.5 મિલિગ્રામ
(D) 2.5 ગ્રામ
જવાબ
(A) 25 ગ્રામ
પ્રશ્ન 104.
ધાતુના કાર્બોનેટને ……………….. ઍસિડ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેટ મેળવી શકાય છે.
(A) નાઇટ્રસ ઍસિડ
(B) નાઇટ્રિક ઍસિડ
(C) પિક્રિક ઍસિડ
(D) સલ્ફ્યુરિક ઍસિડ
જવાબ
(B) નાઇટ્રિક ઍસિડ
પ્રશ્ન 105.
બેરિયમ નાઇટ્રેટ ………………… ક્ષાર તરીકે સ્ફટિકીકરણ પામે છે.
(A) સંકીર્ણ ક્ષાર
(B) નિર્જળ ક્ષાર
(C) સજળ ક્ષાર
(D) આયોનિક ક્ષાર
જવાબ
(B) નિર્જળ ક્ષાર
Ba ના વધુ કદના કારણે તેના હાઇડ્રેટ બનવાના વલણમાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 106.
આલ્કલાઇન અર્થધાતુઓના કાર્બોનેટ પાણીમાં …………………… છે.
(A) દ્રાવ્ય
(B) અદ્રાવ્ય
(C) અલ્પદ્રાવ્ય
(D) સુદ્રાવ્ય
જવાબ
(B) અદ્રાવ્ય
પ્રશ્ન 107.
આલ્કલાઇન અર્થધાતુઓના દ્રાવ્યક્ષારોના દ્રાવણમાં ………………… ઉમેરી તેમનું અવક્ષેપન કરી શકાય છે.
(A) Na2CO3
(B) Li2CO3
(C) H2CO3
(D) K2CO3
જવાબ
(A) Na2CO3
સોડિયમ કાર્બોનેટ અથવા એમોનિયમ કાર્બોનેટ ઉમેરી તેમનું અવક્ષેપન કરી શકાય છે.
પ્રશ્ન 108.
આલ્કલી ધાતુઓની જેમ આલ્કલાઇન અર્થધાતુઓ પ્રવાહી માં ……………….. ઓગળે છે.
(A) ઇથર
(B) એમોનિયા
(C) આલ્કોહૉલ
(D) પાણી
જવાબ
(B) એમોનિયા
પ્રશ્ન 109.
આલ્કલાઇન અર્થધાતુઓ પ્રવાહી એમોનિયામાં દ્રાવ્ય થઇ ……………………. રંગનું દ્રાવણ બનાવે છે.
(A) કથ્થાઇ
(B) આછો લીલો
(C) ઘેરું વાદળી
(D) આછો લાલ
જવાબ
(C) ઘેરું વાદળી
પ્રશ્ન 110.
…………………… મિશ્રધાતુ વધારે મજબૂતાઇ ધરાવતી સ્પ્રિંગો બનાવવામાં વપરાય છે.
(A) Cu-Be
(B) Cu-Ba
(C) Cu-Sr
(D) Ba-Sr
જવાબ
(A) Cu-Be
પ્રશ્ન 111.
……………… ધાતુનો ઉપયોગ ક્ષ-કિરણોની ટ્યૂબની બારીઓ બનાવવામાં થાય છે.
(A) Mg
(B) Ba
(C) Cu
(D) Be
જવાબ
(D) Be
પ્રશ્ન 112.
……………….. મિશ્રધાતુ વજનમાં હલકી હોવાથી વિમાન બનાવવામાં વપરાય છે.
(A) Ba-Li
(B) Be-Li
(C) Li-Al
(D) Mg-Al
જવાબ
(D) Mg-Al
પ્રશ્ન 113.
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં ………………….. ધાતુ વપરાય છે.
(A) Mg
(B) Li
(C) Cu
(D) Be
જવાબ
(A) Mg
પ્રશ્ન 114.
……………… નું પાણીમાં નિલંબન મિલ્ક ઑફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે.
(A) MgCl2
(B) MgCO3
(C) MgSO4
(D) Mg(OH)2
જવાબ
(D) Mg(OH)2
પ્રશ્ન 115.
………………. ટૂથપેસ્ટનો એક ઘટક છે.
(A) MgCO3
(B) MgCl2
(C) MgSO4
(D) Mg(OH)2
જવાબ
(A) MgCO3
પ્રશ્ન 116.
કેન્સરની સારવારમાં ………………… ક્ષારો વપરાય છે.
(A) Mg
(B) Ca
(C) Ra
(D) Sr
જવાબ
(C) Ra
Ra ના ક્ષારો રેડિયો ચિકિત્સામાં વપરાય છે.
પ્રશ્ન 117.
ધોવાનો સોડા (વોશિંગ સોડા)નું સૂત્ર જણાવો.
(A) Na2CO3 · 10H2O
(B) Na2CO3 · H2O
(C) Na2CO3
(D) NaHCO3
જવાબ
(A) Na2CO3 · 10H2O
પ્રશ્ન 118.
સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ……………….. છે.
(A) બોરેક્ષની બનાવટમાં
(B) કઠિન પાણીને નરમ બનાવવા
(C) ધોબીકામમાં
(D) બધા જ
જવાબ
(D) બધા જ
પ્રશ્ન 119.
NaOH નું ઔધોગિક ઉત્પાદન …………………… કોષમાં NaCl વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે.
(A) ડાઉન કોષ
(B) કાસ્ટનર કેલનર
(C) સૂકો કોષ
(D) બળતણ કોષ
જવાબ
(B) કાસ્ટનર કેલનર
પ્રશ્ન 120.
સોડિયમ ક્લોરાઇડના વિધુતવિભાજન દરમિયાન એનોડ ઉપર …………………… વાયુ ઉત્પન્ન થાય છે.
(A) O2
(B) Cl2
(C) H2
(D) N2
જવાબ
(B) Cl2
પ્રશ્ન 121.
Na/Hg ની પાણી સાથે પ્રક્રિયા કરવાથી NaOH અને …………………. વાયુ ઉત્પન્ન થાય છે.
(A) ડાયહાઇડ્રોજન
(B) ઑક્સિજન
(C) ક્લોરીન
(D) એકપણ નહીં
જવાબ
(A) ડાયહાઇડ્રોજન
પ્રશ્ન 122.
નીચેના પૈકી કયો NaOH નો ઉપયોગ નથી ?
(A) પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં
(B) પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે
(C) સાબુની બનાવટમાં
(D) કઠિન પાણીને નરમ બનાવવા માટે
જવાબ
(D) કઠિન પાણીને નરમ બનાવવા માટે
પ્રશ્ન 123.
ખાવાના સોડા (બેકિંગ પાઉડર)નું સૂત્ર જણાવો.
(A) Na2CO3
(B) NaHCO
(C) NaOH
(D) NaCl
જવાબ
(B) NaHCO3
પ્રશ્ન 124.
આગ બુઝાવવાના સાધનોમાં અગ્નિશામક તરીકે ……………….. વપરાય છે.
(A) Na2CO3
(B) NaHCO3
(C) NaOH
(D) KHCO3
જવાબ
(B) NaHCO3
પ્રશ્ન 125.
સૉલ્વે એમોનિયા સોડા પધ્ધતિથી ………………. નું ઔધોગિક ઉત્પાદન કરવામાં આવે છે.
(A) NaHCO3
(B) Na2CO3 · 10H2O
(C) K2CO3 · 10H2O
(D) KHCO3
જવાબ
(B) Na2CO3 · 10H2O
પ્રશ્ન 126.
ધોવાનો સોડા ઍસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન કરે છે ?
(A) H2
(B) O2
(C) CO
(D) CO2
જવાબ
(D) CO2
Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
પ્રશ્ન 127.
સોડિયમ કાર્બોનેટનું જળવિભાજન થાય ત્યારે ………………. દ્રાવણ બનાવે છે.
(A) ઍસિડિક
(B) બેઝિક
(C) ઉભયગુણી
(D) તટસ્થ
જવાબ
(B) બેઝિક
CO3-2 + H2O → HCO3– + OH–
પ્રશ્ન 128.
વૉશિંગ સોડામાં કયો વાયુ પસાર કરતાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે ?
(A) O2
(B) H2
(C) CO
(D) CO2
જવાબ
(D) CO2
Na2CO3 + H2O + CO2 → 2NaHCO3
પ્રશ્ન 129.
ઢોકળાં, હાંડવો જેવા ખાધ પદાર્થોમાં …………………. ઉમેરતાં તે પોચા અને હલકાં બને છે.
(A) NaHCO3
(B) Na2CO3
(C) Na2CO310H2O
(D) KHCO3
જવાબ
(A) NaHC03
પ્રશ્ન 130.
નીચેના પૈકી ………………… ઍન્ટાસિડ છે.
(A) બૅકિંગ સોડા
(B) ધોવાનો સોડા
(C) NaOH
(D) K2CO3
જવાબ
(A) બૅકિંગ સોડા
પ્રશ્ન 131.
સૉલ્વે એમોનિયા સોડા પદ્ધતિથી કયો ક્ષાર મેળવી શકાતો નથી ?
(A) Na2CO3
(B) NaHCO3
(C) KHCO3
(D) એકપણ નહીં
જવાબ
(C) KHCO3
પ્રશ્ન 132.
…………….. આયન જ્ઞાનતંતુ સંદેશાવહન માટે ભાગ ભજવે છે.
(A) Na+
(B) K+
(C) Cl–
(D) Mg+
જવાબ
(A) Na+
પ્રશ્ન 133.
સોડિયમ અને પોટેશિયમ આયન રાસાયણિક દૃષ્ટિએ કઇ બાબતમાં અલગ પડે છે ?
(A) એમિનો ઍસિડના વહન માટે
(B) ઉત્સેચકને સક્રિયકૃત કરવાની ક્ષમતામાં
(C) સંદેશાવહન માટે
(D) કોષમાં શર્કરાના વહન માટે
જવાબ
(B) ઉત્સેચકને સક્રિયકૃત કરવાની ક્ષમતામાં
પ્રશ્ન 134.
લોહી પ્લાઝમાના રક્તકણોમાં સોડિયમ આયનનું સ્તર …………………… મિલિમોલ/લિટર જેટલું હોય છે.
(A) 134
(B) 143
(C) 105
(D) 5
જવાબ
(B) 143
પ્રશ્ન 135.
………………… આયનનું વધારે પ્રમાણ લોહીના દબાણમાં વધારો કરે છે.
(A) લિથિયમ
(B) સોડિયમ
(C) પૉટૅશિયમ
(D) મૅગ્નેશિયમ
જવાબ
(B) સોડિયમ
પ્રશ્ન 136.
માનવના શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કર્યો પંપ અગત્યનો છે ?
(A) Ca-Mg
(B) Na-K
(C) Fe-Cu
(D) Ca-Fe
જવાબ
(B) Na-K
પ્રશ્ન 137.
લાઇમસ્ટોનને …………………. ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીને ક્વિક લાઇમ મેળવવામાં આવે છે.
(A) રોટરી
(B) રેવબરેટરી
(C) બ્લાસ્ટ
(D) બ્લાસ્ટ ફર્નેસ
જવાબ
(A) રોટરી
CaCO3 \(\stackrel{\Delta}{\rightleftharpoons}\) CaO + CO2(g)
પ્રશ્ન 138.
CaO નું નામ જણાવો.
(A) કળીચૂનો
(B) કૅલ્શિયમ ઑક્સાઇડ
(C) ક્વિક લાઇમ
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ
પ્રશ્ન 139.
કળીચૂનો કોસ્ટિક સોડા સાથેના મિશ્રણથી ………………….. આપે છે.
(A) સોડાલાઇમ
(B) લાઇમસ્ટોન
(C) ફોડેલ ચૂનો
(D) આપેલ બધા જ
જવાબ
(A) સોડાલાઇમ
પ્રશ્ન 140.
CaO નો ઉપયોગ નથી.
(A) બ્લીચિંગ પાઉડર તરીકે
(B) ખાંડના શુદ્ધીકરણમાં
(C) કઠિન પાણી નરમ બનાવવામાં
(D) ચેપનાશક તરીકે
જવાબ
(D) ચેપનાશક તરીકે
પ્રશ્ન 141.
કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ ………………….. જેવી ધાતુના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે વપરાય છે.
(A) સ્ટીલ
(B) તાંબું
(C) લોખંડ
(D) ઝિંક
જવાબ
(C) લોખંડ
પ્રશ્ન 142.
પ્લાસ્ટર ઑફ પેરિસનું સૂત્ર …………………. છે.
(A) 2CaSO4 · 2H2O
(B) 2(CaSO4) · H2O
(C) CaSO4 · 2H2O
(D) 2(CaSO4) · 3H2O
જવાબ
(B) 2(CaSO4) · H2O
પ્રશ્ન 143.
પ્લાસ્ટર ઓફ પેરિસમાં …………………. ઉમેરીને સેટિંગ વેગ ઘટાડી પણ શકાય છે.
(A) બોરેક્ષ
(B) મીઠું
(C) ફટકડી
(D) (A) અને (C) બન્ને
જવાબ
(D) (A) અને (C) બન્ને
પ્રશ્ન 144.
પ્લાસ્ટર ઑફ પેરિસમાં ………………… ઉમેરીને તેના સેટિંગ વેગમાં વધારો કરી શકાય છે .
(A) NaCl
(B) Na2CO3
(C) CaCO3
(D) CaSO4
જવાબ
(A) NaCl
પ્રશ્ન 145.
………………… અને પ્લાસ્ટર ઑફ પેરિસનું મિશ્રણ જે સેટિંગ થતા સખત બને છે તેને કીન સિમેન્ટ કહે છે.
(A) બોરેક્ષ
(B) ફટકડી
(C) સોડાલાઇમ
(D) ચિરોડી
જવાબ
(B) ફટકડી
પ્રશ્ન 146.
સિમેન્ટના ઉત્પાદન માટેનો કાચો માલ ………………… છે.
(A) માટી
(B) લાઇમસ્ટોન
(C) ફટકડી
(D) (A) અને (B) બન્ને
જવાબ
(D) (A) અને (B) બન્ને
પ્રશ્ન 147.
જિપ્સમને 120° સે તાપમાને ગરમ કરીને શું બનાવાય છે ?
(A) પ્લાસ્ટર ઑફ પેરિસ
(B) કૅલ્શિયમ બાયકાર્બોનેટ
(C) કૅલ્શિયમ કાર્બાઇડ
(D) કળીચૂનો
જવાબ
(A) પ્લાસ્ટર ઑફ પેરિસ
પ્રશ્ન 148.
લાઇમ વોટરમાં CO2 વાયુ થોડા સમય માટે પસાર કરતાં તે ………………….. રંગનું બને છે.
(A) વાદળી
(B) કથ્થાઇ
(C) દૂધિયા
(D) રંગવિહીન
જવાબ
(C) દૂધિયા
પ્રશ્ન 149.
પોર્ટલેન્ડ સિમેન્ટમાં નીચેના પૈકી કયો ઘટક હોય છે ?
(A) Ca3SiO3
(B) Ca2SiO4
(C) Ca3Al2O6
(D) બધા જ
જવાબ
(D) બધા જ
પ્રશ્ન 150.
પોર્ટલેન્ડ સિમેન્ટ ………………… ની હાજરીને કારણે રાખોડી રંગનો દેખાય છે.
(A) Fe
(B) Mg
(C) Ca
(D) Na
જવાબ
(A) Fe
પ્રશ્ન 151.
ડાયકેલ્શિયમ અને ટ્રાયકેલ્શિયમ સિલિકેટનો સેટિંગ સમય અનુક્રમે ………………….. દિવસ છે.
(A) 28 અને 1
(B) 28 અને 365
(C) 365 અને 28
(D) 28 અને 360
જવાબ
(B) 28 અને 365
પ્રશ્ન 152.
વનસ્પતિના પાંદડામાં રહેલા ક્લોરોફિલ સંકીર્ણમાં કઇ ધાતુ છે ?
(A) Mg
(B) Co
(C) Cu
(D) Fe
જવાબ
(A) Mg
પ્રશ્ન 153.
ફોડેલા ચૂનાના જલીય દ્રાવણમાંથી CO2 વાયુ પસાર કરતાં તે ………………. બને છે.
(A) અલ્પદ્રાવ્ય CaCO3
(B) દ્રાવ્ય CaCO3
(C) અદ્રાવ્ય CaO
(D) અલ્પદ્રાવ્ય CaO
જવાબ
(A) અલ્પદ્રાવ્ય CaCO3
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O
પ્રશ્ન 154.
ક્વિક લાઇમ કયા ઑક્સાઇડ સાથે સંયોજાઇને Ca(PO4)2
આપે છે ?
(A) P4O6
(B) SiO2
(C) P2O4
(D) P4O10
જવાબ
(D) P4O
6CaO + PO → 2Ca (PO4)2
પ્રશ્ન 155.
ભીંજવેલા ચૂનામાંથી CO2 વાયુ પસાર કરતાં ………………. બને છે.
(A) CaCO3
(B) CaO
(C) Ca2(OH)2
(D) Ca(HO3)2
જવાબ
(A) CaCO3
Ca(OH)2+ CO2 → CaCO3
પ્રશ્ન 156.
MgO અને MgCl2ના મિશ્રણને ………………….. કહે છે.
(A) દ્વિક્ષાર
(B) કાચ
(C) સિમેન્ટ
(D) એક પણ નહીં
જવાબ
(C) સિમેન્ટ
પ્રશ્ન 157.
પિગાળેલા NaCl ના વિદ્યુતવિભાજન દરમિયાન શેનું ઉત્પાદન કરવામાં આવે છે ?
(A) NaOH
(B) Na
(C) Na2SO4
(D) NaHSO4
જવાબ
(B) Na
પ્રશ્ન 158.
ચીલી સોલ્ટ પીટરનું સૂત્ર જણાવો.
(A) Na2NO3
(B) NaHSO4
(C) NaNO3
(D) Na2S2O3
જવાબ
(C) NaNO3
પ્રશ્ન 159.
Mg+2 આયનની હાઇડ્રેશન ઉષ્મા કયા આયન કરતાં વધુ હોય છે ?
(A) Na+
(B) Al+3
(C) Be+2
(D) Mg+2
જવાબ
(A) Na+
- આયનો પર રહેલા વીજભારને લીધે Al+3 ની હાઇડ્રેશન ઉષ્મા Mg+2 અને Be+2 કરતાં વધારે છે.
- વધુમાં Be+2 ના નાના કદના લીધે તેની હાઇડ્રેશન ઉષ્મા Mg+2 કરતાં વધુ છે.
આ જ રીતે Mg+2 હાઇડ્રેશન ઉષ્મા Na+ કરતાં વધુ છે.
પ્રશ્ન 160.
સિમેન્ટની સેટિંગ પ્રક્રિયા કયા પ્રકારની છે ?
(A) ઉષ્માશોષક
(B) ઉષ્માક્ષેપક
(C) તટસ્થીકરણ
(D) આયોનિક
જવાબ
(B) ઉષ્માક્ષેપક
પ્રશ્ન 161.
નીચેના પૈકી કયો કાર્બોનેટ ક્ષાર ગરમ કરવાથી વિઘટન પામે છે ?
(A) Na2CO3
(B) K2CO3
(C) MgCO3
(D) ઉપરોક્ત બધા જ
જવાબ
(C) MgCO3
પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કાર્બોનેટ ક્ષારોનું વિઘટન વધતું જાય છે.
પ્રશ્ન 162.
નીચેના પૈકી કયું સંયોજન જ્યોતકસોટીમાં જાંબલી રંગની જ્યોત આપે છે ?
(A) NaCl
(B) BaCl2
(C) CaCl2
(D) KCl
જવાબ
(D) KCl
પ્રશ્ન 163.
જલીય માધ્યમમાં સોડિયમ કાર્બોનેટની સલ્ફર ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કઇ નીપજ બને છે ?
(A) Na2SO4
(B) NaHSO3
(C) NaHSO4
(D) Na2S2O4
જવાબ
(B) NaHSO3
Na2CO3 + 2SO2 + H2O → CO2 + 2NaHSO3
પ્રશ્ન 164.
KO2, AlO2–, BaO2 અને Na2+ પૈકી કયા સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે ?
(A) NO2+ અને BaO2
(B) KO2
(C) KO2 અને AlO2–
(D) BaO2
જવાબ
(B) KO2
પ્રશ્ન 165.
Mg ને CO2 ની હાજરીમાં બાળતાં કઇ નીપજ બને છે ?
(A) MgO
(B) MgO + CO
(C) MgCO3
(D) MgO + C
જવાબ
(D) MgO + C
પ્રશ્ન 166.
નીચે આપેલાં સંયોજનો પૈકી કયું સંયોજન સૌથી ઓછી દ્રાવ્યતા ધરાવે છે ?
(A) BeSO4
(B) BaSO4
(C) CaSO4
(D) SrSO4
જવાબ
(B) BaSO4
પ્રશ્ન 167.
નીચેના પૈકી શેમાં Na ધાતુને રાખવામાં આવતી નથી ?
(A) બેન્ઝિન
(B) કેરોસીન
(C) આલ્કોહૉલ
(D) ટોલ્યુઇન
જવાબ
(C) આલ્કોહૉલ
પ્રશ્ન 168.
નીચેના પૈકી કયો બેઇઝ આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ સૌથી પ્રબળ બેઇઝ છે ?
(A) LiOH
(B) NaOH
(C) KOH
(D) CsOH
જવાબ
(D) CRsOH
પ્રશ્ન 169.
પોટેશિયમ ધાતુ ઊંચા તાપમાને વધુ પ્રમાણમાં O2 સાથે સંયોજાઇને કયો ઑક્સાઇડ આપે છે ?
(A) K2O
(B) KO2
(C) KO
(D) K2O2
જવાબ
(B) KO2
પ્રશ્ન 170.
આલ્કલાઇન અર્થધાતુ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
(A) તેઓ ખૂબ જ પ્રબળ વિદ્યુતઋણ તત્ત્વો છે.
(B) તેઓ એક પરમાણ્વીય છે અને M+ આયન ધરાવે છે.
(C) તેઓ એક પરમાણ્વીય છે અને M+2 આયન ધરાવે છે.
(D) તેઓ દ્વિ-પરમાણ્વીય હોય છે.
જવાબ
(C) તેઓ એક પરમાણ્વીય છે અને M+2 આયન ધરાવે છે.
પ્રશ્ન 171.
નીચે આપેલ હાઇડ્રોક્સાઇડમાંથી કોનું 25° સે તાપમાને Ksp નું મૂલ્ય સૌથી ઓછું હોય છે ?
(A) Ca(OH)2
(B) Mg(OH)2
(C) Ba(OH)2
(D) Be(OH)2
જવાબ
(D) Be(OH)2
પ્રશ્ન 172
NaHCO ને ગરમ કરવાથી કયો વાયુ મુક્ત થાય છે ?
(A) CO
(B) CO2
(C) H2
(D) એકપણ નહીં
જવાબ
(B) CO2
પ્રશ્ન 173.
નીચેના પૈકી કોની ઉષ્મીય સ્થિરતા સૌથી ઓછી છે ?
(A) Li2CO3
(B) Na2CO3
(C) K2CO3
(D) Rb2CO3
જવાબ
(A) Li2CO3
પ્રશ્ન 174.
સોડિયમ કાર્બોનેટના ઉત્પાદનમાં નીચેનામાંથી કયો ઘટક ઉપયોગી થાય છે ?
(A) ચૂનાનો પથ્થર
(B) ફોડેલો ચૂનો
(C) ભીંજવેલ ચૂનો
(D) NaOH
જવાબ
(B) ફોડેલો ચૂનો
પ્રશ્ન 175.
જિપ્સમને 390 K તાપમાને ગરમ કરતાં ……………….. આપે.
(A) CaSO4 · 2H2O
(B) CaSO4
(C) CaSO4 · \(\frac{1}{2}\)H2O
(D) SO3 અને CaO
જવાબ
(C) CaSO4 · \(\frac{1}{2}\)H2O
પ્રશ્ન 176.
સૉલ્વેની એમોનિયા સોડાપદ્ધતિમાં આડ-નીપજ ………………….. છે.
(A) કાર્બન ડાયોક્સાઇડ
(B) એમોનિયા
(C) કૅલ્શિયમ ક્લોરાઇડ
(D) કૅલ્શિયમ કાર્બોનેટ
જવાબ
(B) એમોનિયા
પ્રશ્ન 177.
નીચેનામાંથી કઇ ધાતુનું ગલનબિંદુ નીચું છે ?
(A) Be
(B) Mg
(C) Ca
(D) Sr
જવાબ
(B) Mg
પ્રશ્ન 178.
આલ્કલાઇન અર્થધાતુઓ કયો ચુંબકીય ગુણ ધરાવે છે ?
(A) અનુચુંબકીય
(B) પ્રતિચુંબકીય
(C) ફેરોમૅગ્નેટિક
(D) ઍન્ટિફેરોમૅગ્નેટિક
જવાબ
(B) પ્રતિચુંબકીય
પ્રશ્ન 179.
નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે ?
(A) NaCl
(B) NaF
(C) NaBr
(D) NaI
જવાબ
(B) NaF
પ્રશ્ન 180.
ઇલેક્ટ્રૉનીય રચના 1s2 2s2 – 2p5 3s1 દર્શાવે છે.
(A) ફ્લોરિન પરમાણુની ભૂમિ અવસ્થા
(B) ફ્લોરિન પરમાણુની ઉત્તેજિત અવસ્થા
(C) નિયોન પરમાણુની ઉત્તેજિત અવસ્થા
(D) \(\mathrm{O}_2^{-}\) આયનની ઉત્તેજિત અવસ્થા
જવાબ
(C) નિયોન પરમાણુની ઉત્તેજિત અવસ્થા
નિયોન (Z = 10) પરમાણુની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રૉનીય
રચના : 1s2 2s2 2p6
આથી, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં નિયોન : 1s2 2s2 2p5 3s1.
પ્રશ્ન 181.
બેરિલિયમમાં કેટલા સહસંયોજક બંધ બની શકે છે ?
(A) 2
(B) 3
(C) 4
(D) 5
જવાબ
(A) 2
પ્રશ્ન 182.
નીચેના પૈકી સાચો પ્રથમ આયનીકરણ ઊર્જા દર્શાવતો સેટ જણાવો.
(A) K > Na > Li
(B) Be > Mg > Ca
(C) B > C > N
(D) Ge > Si> C
જવાબ
(B) Be > Mg > Ca
પ્રશ્ન 183.
કળીચૂનાને વિધુતભઠ્ઠીમાં ઊંચા તાપમાને કાર્બન સાથે તપાવવાથી કઇ નીપજ બને છે ?
(A) Ca અને CO2
(B) CaCO3
(C) CaO
(D) CaC2
જવાબ
(D) CaC2
CaO + 3C \(\stackrel{\Delta}{\longrightarrow}\) CaC2 + CO↑
પ્રશ્ન 184.
નીચેના પૈકી કોણ મહત્તમ આયનીકરણ ઊર્જા ધરાવે છે ?
(A) Ba → Ba+ + e–
(B) Be → Be+ + e–
(C) Ca → Ca+2 + 2e–
(D) Mg → Mg+2 + 2e–
જવાબ
(D) Mg → Mg+2 + 2e–
Mg ની દ્વિતીય આયનીકરણ ઊર્જા મહત્તમ છે.
પ્રશ્ન 185.
MgCl2 ના જલીય દ્રાવણની pH કેટલી મળે છે ?
(A) < 7
(B) > 7
(C) = 7
(D) 10.5
જવાબ
(A) < 7
MgCl2 નું જળવિભાજન કરતાં HCl આપે છે. તેથી દ્રાવણની pH = 7 કરતાં ઓછી થાય.
પ્રશ્ન 186.
નીચેનામાંથી સૌથી નાનું કદ કોનું હશે ?
(A) H
(B) He
(C) Li
(D) Li+
જવાબ
(D) Li+
પ્રશ્ન 187.
નીચેના પૈકી કયું સંયોજન પાણીમાં અદ્રાવ્ય હોય છે ?
(A) H2O2
(B) HgCl2
(C) Ca(NO3)2
(D) CaF2
જવાબ
(D) CaF2
પ્રશ્ન 188.
I-A સમૂહનાં તત્ત્વો તેમનાં સંયોજનોમાં કઇ સંયોજક્તા ધરાવે છે ?
(A) 0
(B) 1
(C) 2
(D) એક પણ નહીં
જવાબ
(B) 1
પ્રશ્ન 189.
વિધાન A: માનવશરીરની સામાન્ય જૈવરાસાયણિક પ્રક્રિયામાં બેરિયમની જરૂર પડતી નથી.
કારણ R : બેરિયમ એક કરતાં વધુ ઑક્સિડેશન અવસ્થા ધરાવતો નથી.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(A) a ડ્રાય પન
Ba – [Xe] 6s2
તે માત્ર એક જ ઑક્સિડેશન અવસ્થા +II ધરાવે છે.
પ્રશ્ન 190.
નીચેનામાંથી કયાનું કદ ઓછું હોય છે ?
(A) H
(B) He+
(C) 1H2
(D) Li2+
જવાબ
(D) Li2+
બધાં જ સમઇલેક્ટ્રૉનીય છે. (1 ઇલેક્ટ્રૉન), જેથી જેનો કેન્દ્રીય ભાર ઓછો તેનું કદ ઓછું હોય.
પ્રશ્ન 191.
નીચા તાપમાને પ્રવાહી એમોનિયામાં સારા પ્રમાણમાં સોડિયમ ધાતુ દ્રાવ્ય કરવાથી, નીચેનામાં શું થતું નથી ?
(A) વાદળી રંગનું દ્રાવણ મળે છે.
(B) દ્રાવણમાં Na+ આયનો બને છે.
(C) પ્રવાહી એમોનિયા વિદ્યુતનો સુવાહક બને છે.
(D) પ્રવાહી એમોનિયા પ્રતિચુંબકીય રહે છે.
જવાબ
(D) પ્રવાહી એમોનિયા પ્રતિચુંબકીય રહે છે.
મુક્ત ઇલેક્ટ્રૉનની હાજરીના કારણે પ્રવાહી એમોનિયા અનુચુંબકીય બને છે.
પ્રશ્ન 192.
નીચેના પૈકી શેમાં મહત્તમ ફોટોઇલેક્ટ્રિક ઊર્જા છે ?
(A) CS
(B) Na
(C) K
(D) Li
જવાબ
(A) CS
પ્રશ્ન 193.
નીચેના પૈકી કઇ મૅગ્નેશિયમની ખનીજ નથી ?
(A) જિપ્સમ
(B)મૅગ્નેસાઇટ
(C) ડોલોમાઇટ
(D) કાર્સાઇટ
જવાબ
(A) જિપ્સમ
પ્રશ્ન 194.
BaSO4 અને Na2CO3 નું પિગલન કરતાં મળતી નીપજ ……………….
(A) BaCO3
(B) BaO
(C) Ba(OH)2
(D) BaHSO4
જવાબ
(A) BaCO3
પ્રશ્ન 195.
નીચેના પૈકી ………………. મૃત બન્ટ પ્લાસ્ટર છે.
(A) (CaSO4)2 · H2O
(B) CaSO3
(C) CaSO4 · 2H2O
(D) નિર્જળ CaSO4
જવાબ
(D) નિર્જળ CaSO4
પ્રશ્ન 196.
વિધાન A : BaCl2 ના જલીય દ્રાવણમાં NH4Cl (વધુ)ની
હાજરીમાં NH4OH ઉમેરવાથી Ba(OH)2 ના અવક્ષેપ મળે છે.
કારણ B : Ba(OH)2 એ પાણીમાં અદ્રાવ્ય છે.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(D) d
Ba(OH)2 એ પાણીમાં દ્રાવ્ય છે.
પ્રશ્ન 197.
બ્લીચિંગ પાઉડર સંયોજનનું આણ્વીય સૂત્ર…
(A) CaOCl3
(B) CaOCl2
(C) CaClO
(D) CaClO3
જવાબ
(B) CaOCl2
પ્રશ્ન 198.
લવણ જળનું વિદ્યુતવિભાજન ……………………… આપતું નથી. (s-વિભાગના ક્ષારને લવણ જળ કહે.)
(A) NaOH
(B) Cl2
(C) H2
(D) O2
જવાબ
(D) O2
પ્રશ્ન 199.
સોડિયમ પાયરોફોસ્ફેટને નીચેનામાંથી કયા સૂત્રથી દર્શાવાય છે ?
(A) Na2P2O4
(B) Na4 P2O5
(C) Na4P2O7
(D) Na2P2O5
જવાબ
(C) Na4P2O7
- સોડિયમ પાયરોફોસ્ફેટને Na4P2O7 સૂત્રથી દર્શાવાય છે. તે પાયોફોસ્ફોરિક ઍસિડ (H4P2O7) નો સોડિયમ ક્ષાર છે.
- પાયરોફોસ્ફોરિક ઍસિડને ઓર્થોફોસ્ફોરિક ઍસિડ (H3PO4)ના બે અણુઓ જોડાઈને પાણી મુક્ત કરી બનતો મનાય છે.
પ્રશ્ન 200.
સોડિયમ કાર્બોનેટનું વ્યાપારિક ઉત્પાદન ………………… રીતે કરાય છે.
(A) લેડ ચેમ્બર પદ્ધતિ
(B) હેબર પદ્ધતિ
(C) સૉલ્વે પદ્ધતિ
(D) કાસ્ટનર પદ્ધતિ
જવાબ
(C) સૉલ્વે પદ્ધતિ
પ્રશ્ન 201.
પ્લાસ્ટર ઑફ પેરિસ ……………… છે.
(A) CaSO4 · 2H2O
(B) CaSO4 · 3H2O
(C) CaSO4 · H2O
(D) CaSO4 · \(\frac{1}{2}\)H2O
જવાબ
(D) CaSO4 · \(\frac{1}{2}\)H2O
CaSO4 · \(\frac{1}{2}\)H2O અથવા (CaSO4)2 · H2O
પ્રશ્ન 202.
લિથોફોન ………………….. છે.
(A) BaO + ZnSO4
(B) ZnO + BaSO4
(D) ZnS + BaSO4
(C) BaS + ZnSO4
જવાબ
(D) ZnS + BaSO4
(ZnS + BaSO4) લિથોફોન છે અને સફેદ વર્ણક તરીકે વપરાય છે.
પ્રશ્ન 203.
નીચેના પૈકી કયા કાર્બોનેટને ગરમ કરતાં વિઘટન થતું નથી ?
(A) Na2CO3
(B) CaCO3
(C) BaCO3
(D) SrCO3
જવાબ
(A) Na2CO3
પ્રશ્ન 204.
નીચેના પૈકી કયું સંયોજન સિમેન્ટમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે ?
(A) Ca2SiO4
(B) Ca3SiO3
(C) Al2O3
(D) Ca3Al2O6
જવાબ
(B) Ca3SiO3
Ca3SiO3 : 51%, Ca2SiO4 : 26%, Ca3Al2O6 : 11%
પ્રશ્ન 205.
નીચેના પૈકી કઇ ખનીજ Al ની નથી ?
(A) એંગ્લેસાઇટ
(B) મીકા
(C) બૅરીલ
(D) ઓર્થોક્લેસ
જવાબ
(A) એંગ્લેસાઇટ
પ્રશ્ન 206.
સિમેન્ટના નીચેના સંઘટકોમાંથી કયો સૌથી વધુ માત્રામાં હાજર હોય છે ?
(A) Ca2SiO4
(B) Ca3SiO5
(C) Al2O3
(D) Ca3Al2O6
જવાબ
(D) Ca3Al2O6
- ટ્રાયકૅલ્શિયમ ઍલ્યુમિનેટ 3CaO · Al2O3 – કૅલ્શિયમ ઍલ્યુમિનેટ સિમેન્ટ જે હાઇડ્રોલિક સિમેન્ટ છે તે પ્રાથમિક રીતે લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) અને બૉક્સાઇટમાંથી બને છે.
- તેનો ઉપયોગ રિફેકટરી ભઠીમાં વધુ થાય છે.
દા.ત. : ફર્નેસલિનિંગ
પ્રશ્ન 207.
નીચેના પૈકી કો આયન દ્રાવણમાં ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ?
(A) Al+3 અને B+3
(B) Tl+3
(C) Ti+3
(D) B+3 અને Al+3
જવાબ
(B) Tl+3
પ્રશ્ન 208.
નીચેના કલોરાઇડમાંથી સૌથી નીચું ગલનબિંદુ કોનું હશે ?
(A) BaF2
(B) SrF2
(C) CaF2
(D) BeF2
જવાબ
(D) BeF2
BeF2 સહસંયોજક હોવાથી તે નીચું ગલનબિંદુ ધરાવે છે. (800° C) જ્યારે અન્ય કલોરાઇડ લગભગ (1300° C) ની આસપાસ ગલન પામે છે.
પ્રશ્ન 209.
હાયપોનું સાચું સૂત્ર….
(A) Na2S2O3·5H2O
(B) Na2SO4
(C) Na2S2O3·4H2O
(D) NaS2O3·3H2O
જવાબ
(A) Na2S2O3·5H2O
પ્રશ્ન 210.
વિધાન A : MgCl2, NaCl અને CaClના પિગલિત મિશ્રણનું વિદ્યુતવિભાજન કરવાથી મેગ્નેશિયમનું નિષ્કર્ષણ થાય છે.
કારણ R : કેલ્શિયમ ક્લોરાઇડ એ રિડકશનકર્તા તરીકે વર્તે છે.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(C) c
NaCl અને CaCl2 એ વિદ્યુત વિભાજયની વાહકતા વધારવા માટે તેમાં ઉમેરવામાં આવે છે અને સૂકા MgCl2 ના ફ્યુઝન તાપમાનમાં ઘટાડો કરવા પણ ઉપયોગી છે.
પ્રશ્ન 211.
નીચે પૈકી કયા ધાત્વિક નાઇટ્રેટને ગરમ કરતાં ધાતુનાં ઑક્સાઇડ આપશે નહીં ?
(A) LiNO3
(B) NaNO3
(C) Mg(NO3)2
(D) Ca(NO3)2
જવાબ
(B) NaNO3
પ્રશ્ન 212.
બાષ્પ અવસ્થામાં BeCl2 અંગે કયુ વિધાન સાચું છે ?
(A) પ્રત્યેક Be ત્રણ Cl સાથે જોડાયેલ છે.
(B) પ્રત્યેક Be બે Cl સાથે જોડાયેલ છે.
(C) પ્રત્યેક Be – Cl બંધ સમાન પ્રબળતા ધરાવે છે.
(D) Be – Cl – Be બંધ રચનાની સંખ્યા ત્રણ છે.
જવાબ
(A) પ્રત્યેક Be ત્રણ Cl સાથે જોડાયેલ છે.
પ્રશ્ન 213.
ચૂનાના પથ્થરનો ઉપયોગ શામાં થાય છે ?
(A) કાચ અને ચર્મ ઉદ્યોગમાં
(B) સુતરાઉ કાપડને સુવાળું બનાવવા
(C) કોલવાયુના શુદ્ધીકરણમાં
(D) ટૂથપેસ્ટના ઘર્ષક માટે
જવાબ
(D) ટૂથપેસ્ટના ઘર્ષક માટે
પ્રશ્ન 214.
બેરિલિયમ નાઇટ્રિક એસિડ ભરવા માટે (store) વાપરી શકાય છે. તેનું કારણ…
(A) તે આલ્કલાઇન અર્થધાતુ છે.
(B) તે નાઇટ્રિક ઍસિડ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે.
(C) તે સંયોજકતા કક્ષામાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.
(D) તે Mg સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે.
જવાબ
(B) તે નાઇટ્રિક ઍસિડ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે.
પ્રશ્ન 215.
પોર્ટલેન્ડ સિમેન્ટમાં Ca3SiO3 નું પ્રમાણ કયું હશે ?
(A) 51%
(B) 26%
(C) 11%
(D) 40%
જવાબ
(A) 51%
પ્રશ્ન 216.
નીચેનામાંથી કયું સંયોજન ઑક્સોએસિડ નથી ?
(A) CH3COOH
(B) HNO3
(C) H2CO3
(D) HCl
જવાબ
(D) HCl
પ્રશ્ન 217.
પોટેશિયમ આયનની જૈવિક અગત્યતા માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
(A) ઉત્સેચકને સક્રિયકૃત કરે છે.
(B) ગ્લુકોઝના ઑક્સિડેશનથી ATP ઉત્પન્ન કરે છે.
(C) સોડિયમ સાથે જ્ઞાનતંતુ સિગ્નલનું પ્રસરણ કરે છે.
(D) એમિનો ઍસિડનું વહન કરે છે.
જવાબ
(D) એમિનો ઍસિડનું વહન કરે છે.
પ્રશ્ન 218.
વિધાન – I : Be અને Mg તત્ત્વો જ્યોત કસોટીમાં રંગીન જ્યોત આપતા નથી.
વિધાન – II : Be સમૂહ (II) નું સંપૂર્ણપણે તત્ત્વ નથી અને Mg ધાતુ ગુણ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) વિધાન – I પણ સાચું છે. જ્યારે વિધાન – II સાચું છે. પરંતુ તે વિધાન – I ની સાચી સમજૂતી આપતું નથી.
(B) વિધાન – I સાચું છે. વિધાન – II પણ સાચું છે. અને તે વિધાન – I ની સાચી સમજૂતી આપે છે.
(C) વિધાન – I ખોટું છે, જ્યારે વિધાન – II સાચું છે.
(D) વિધાન – I અને વિધાન – II બંને ખોટા છે.
જવાબ
(A) વિધાન – I પણ સાચું છે. જ્યારે વિધાન – II સાચું છે. પરંતુ તે વિધાન – I ની સાચી સમજૂતી આપતું નથી.
પ્રશ્ન 219.
નીચેની પ્રક્રિયામાં X, Y અને Z ઓળખી સાચો વિકલ્પ પસંદ કરો.
X \(\stackrel{\Delta}{\longrightarrow}\) Y + CO2↑
Y + Z → Ca3(PO4)2
(A) X = CaCO3, Y= CaO, Z=P4O10
(B) X= CaCO3, Y= CaO, Z = P4O6
(C) X= Ca(OH)2, Y= CaO, Z=P4O6
(D) X = CaCO3, Y= Ca(OH)2, Z=P4O10
જવાબ
(A) X = CaCO3, Y= CaO, Z = P4O10
CaCO3 \(\stackrel{\Delta}{\longrightarrow}\) CaO + CO3 ↑
CaO + P4O10 → 2Ca3(PO4)2
પ્રશ્ન 220.
નીચેની પ્રક્રિયાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(i) 2Na + 2H2O → X
(ii) 2F2 + 2H2O → Y
(iii) H2S + 2H2O → Z
(A) X = 2NaOH + H2, Y = 4H+ + 4F– + O2 Z = S2- + 2H3O+
(B) X = 2Na2O + H2 Y = 4OH– + 4F– + O2 Z = HS– + H3O+
(C) X = 2NaOH + H2 Y = 4H3O+ + 4F Z = S2- + HS–
(D) X = 2Na2O2 + H2 Y = 4H3O+ + 4F+ + O2 Z = HS- + 2H,O+
જવાબ
(A) X = 2NaOH + H2, Y = 4H+ + 4F– + O2 Z = S2- + 2H3O+
પ્રશ્ન 221.
નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો. સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F સંકેતો દ્વારા દર્શાવતા કો વિકલ્પ યોગ્ય છે તે પસંદ કરો.
(i) કળીચૂનાને કાર્બન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા થતાં Ca ધાતુ છૂટી પડે છે અને CO2 વાયુ બને છે.
(ii) Be નો હાઇડ્રોક્સાઇડ NaOH સાથે તેમજ HCl સાથે પ્રક્રિયા કરે છે.
(iii) બેરિલિયમ ઑક્સાઇડને કાર્બન તથા ક્લોરીન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં Be, Cl2 અને CO2 નીપજો મળે છે.
(iv) Li અને Na સ્થાયી સુપરઑક્સાઇડ બનાવે છે.
(A) FFTF
(B) FFFT
(C) TFFF
(D) FTFF
જવાબ
(D) FTFF
પ્રશ્ન 222.
કઈ આલ્કલી ધાતુ હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે ? [ઑક્ટોબર – 2012]
(A) K – Cs
(B) Na – Li
(C) Li – Mg
(D) Cs – B
જવાબ
(C) Li – Mg
Li અને Mg બંને નાઇટ્રોજન સાથે સંયોજાઇ. Li3N અને Mg3N2 બનાવે છે.
પ્રશ્ન 223.
સૉલ્વે પધ્ધતિ માટે કઈ પ્રક્રિયા થતી નથી ?
(A) 2NaHCO3 \(\stackrel{\Delta}{\longrightarrow}\) Na2CO3 + H2O + CO2
(B) 2KHCO3 \(\stackrel{\Delta}{\longrightarrow}\) K2CO3 + H2O + CO2
(C) (NH4)2CO3 + H2O + CO2 → 2NH4HCO3
(D) 2NH4Cl + Ca(OH)2 → 2NH3 + CaCl2 + H2O
જવાબ
(B) 2KHCO3 \(\stackrel{\Delta}{\longrightarrow}\) K2CO3 + H2O + CO2
સૉલ્વે પ્રક્રમ પોટૅશિયમ કાર્બોનેટના ઉત્પાદન માટે વાપરી શકાતો નથી. કારણ કે પોટૅશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલો બધો દ્રાવ્ય છે કે પોટૅશિયમ ક્લોરાઇડના સંતૃપ્ત દ્રાવણમાં એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરવા છતાં પણ અવક્ષેપન પામતો નથી.
પ્રશ્ન 224.
નીચે આપેલ વિભાગ – I તેને અનુરૂપ વિભાગ – II અને વિભાગ – III માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ – I | વિભાગ – II | વિભાગ – III |
(1) સૉલ્વે પધ્ધતિ | (P) Na ધાતુનું ઉત્પાદન | (T) જામી જવું |
(2) ડાઉન કોષ | (Q) NaHCO3 નું ઉત્પાદન | (U) પેટ્રોલિયમનું શુદ્ધીકરણ |
(3) કાસ્ટનર કેલનર પધ્ધતિ | (R) NaOH નું ઉત્પાદન | (V) રિડક્શનકર્તા |
(S) સિમેન્ટનું ઉત્પાદન | (W) એન્ટાસિડ |
(A) 1 QW, 2 PV, 3 RU
(B) 1 QU, 2 ST, 3 RW
(C) 1 QW, 2 ST, 3 RU
(D) 1 ST, 2 PU, 3 QW
જવાબ
(A) 1 QW, 2 PV, 3 RU
પ્રશ્ન 225.
નીચે પૈકી કયો ઑકસાઇડ બેઝિક છે ?
(A) CO2
(B) P4O10
(C) Al2O3
(D) Na2O
જવાબ
(D) Na2O
આલ્કલી ધાતુના M2O પ્રકારના ઑક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી પ્રબળ બેઝિક દ્રાવણ આપે છે.
પ્રશ્ન 226.
કોસ્ટિક સોડાના ઔધોગિક ઉત્પાદનમાં કઈ પ્રક્રિયા થાય છે ?
(A) ફક્ત રિડક્શન
(B) ફક્ત ઑક્સિડેશન
(C) રેડોક્ષ પ્રક્રિયા
(D) બ્રાઈનનાં દ્રાવણનું નિર્જલીકરણ
જવાબ
(C) રેડોક્ષ પ્રક્રિયા
NaOH નું ઉત્પાદન એ કાસ્ટનર કેલનર કોષમાં NaClના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે.
પ્રશ્ન 227.
નીચે પૈકી કયા તત્ત્વનો આયન જ્યોત કસોટીમાં જાંબલી રંગ આપે છે ?
(A) Rb
(B) K
(C) Na
(D) Ba
જવાબ
(B) K
પ્રશ્ન 228.
નીચે પૈકી કઈ ધાતુ-કલોરાઈડ સાથે હાઇડ્રેટ ક્ષાર આપે છે ?
(A) K
(B) Na
(C) Li
(D) CS
જવાબ
(C) Li
પ્રશ્ન 229.
બેરાઈટ એ કયું સંયોજન છે ?
(A) બેરિયમ ઑકસાઇડ
(B) બેરિયમ કાર્બોનેટ
(D) બેરિયમ સલ્ફાઇડ
(C) બેરિયમ સલ્ફેટ
જવાબ
(C) બેરિયમ સલ્ફેટ
પ્રશ્ન 230.
કઈ ધાતુ ફોટોઇલેક્ટ્રિક સેલમાં વપરાય છે ?
(A) Rb
(B) K
(C) Na
(D) Cd
જવાબ
(B) K
પ્રશ્ન 231.
માણસના શરીરમાં જૈવરાસાયણિક પ્રક્રિયામાં કયો પંપ અગત્યનો છે ?
(A) Fe – Ca પંપ
(B) Na – K પંપ
(C) Ca – Mg પંપ
(D) Ca – Be પંપ
જવાબ
(B) Na – K પંપ
પ્રશ્ન 232.
કો બાયકાર્બોનેટ ઘન અવસ્થામાં હોતો નથી ?
(A) LiHCO3
(B) KHCO3
(C) NaHCO3
(D) Ca(HCO3)2
જવાબ
(A) LiHCO3
પ્રશ્ન 233.
ફિડલક્રાફટ ઉદ્દીપક તરીકે શું વપરાય છે ?
(A) AlPO4
(B) Al2O3
(C) Na3AlF6
(D) AlCl3
જવાબ
(D) AlCl3
પ્રશ્ન 234.
કઈ ધાતુ ફોટોઇલેક્ટ્રિક સેલમાં વપરાય છે ?
(A) Na
(B) Cd
(C) Rb
(D) K
જવાબ
(D) K
પ્રશ્ન 235.
સિમેન્ટની સેટિંગ પ્રક્રિયા કયા પ્રકારની છે ?
(A) ઉષ્માશોષક
(B) આયોનિક
(C) તટસ્થીકરણ
(D) ઉષ્માક્ષેપક
જવાબ
(D) ઉષ્માક્ષેપક
પ્રશ્ન 236.
નીચેનામાંથી ક્યો પદાર્થ અગ્નિશામક તરીકે લઈ શકાય છે ?
(A) સોડિયમ ઑક્સાઇડ
(B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
(C) સોડિયમ પેરૉક્સાઇડ
(D) સોડિયમ કાર્બોનેટ
જવાબ
(B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
પ્રશ્ન 237.
વનસ્પતિ છોડની રાખમાં Na અને K ધાતુના કયા ક્ષારો વધુ પ્રમાણમાં છે ?
(A) \(\mathrm{PO}_4^{3-}\)
(B) \(\mathrm{NO}_3^{1-}\)
(C) \(\mathrm{SO}_4^{2-}\)
(D) \(\mathrm{CO}_3^{2-}\)
જવાબ
(D) \(\mathrm{CO}_3^{2-}\)
પ્રશ્ન 238.
માનવના શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કર્યો પંપ અગત્યનો છે ?
(A) Na – K
(B) Ca – Fe
(C) Fe – Cu
(D) Ca – Mg
જવાબ
(A) Na – K
પ્રશ્ન 239.
સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે સિલિકા અને ઍલ્યુમિનાનો ગુણોત્તર અને કુલ ઓક્સાઇડનો ગુણોત્તર અનુક્રમે કેવો હોવો જોઈએ ?
(A) 5.2 થી 6 અને 3
(B) 4.2 થી 7 અને 4
(C) 2.5 થી 4 અને 2
(D) 2.4 થી 7 અને 4
જવાબ
(C) 2.5 થી 4 અને 2
પ્રશ્ન 240.
સાચા વિધાન માટે T ખોટા વિધાન માટે F સંજ્ઞા દર્શાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ઇપ્સમ એ મેગ્નેશિયમની મુખ્ય ખનીજ છે.
(2) જિપ્સમ એ મેગ્નેશિયમની ખનીજનું નામ છે.
(3) એપેટાઇટ ફૉસ્ફેટ સંયોજનો છે.
(4) વિધેરાઇટ એ બેરિયમનો સલ્ફેટ છે.
(A) FTTF
(B) TTFF
(C) TFFT
(D)TFTF
જવાબ
(D) TFTF
પ્રશ્ન 241.
વિભાગ – I માંના પદાર્થ માટે વિભાગ-II માં યોગ્ય ઉપયોગ દર્શાવેલ છે. યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ – I | વિભાગ – II |
(1) કળીચૂનો | (P) મિલ્ક ઑફ મેગ્નેશિયા માટે |
(2) સ્લેકેડ લાઇમ | (Q) એન્ટાસિડ |
(3) લાઇમ સ્ટોન | (R) ખાંડના શુદ્ધીકરણમાં |
(4) બેકિંગ સોડા | (S) કઠિન પાણીને નરમ બનાવવા |
(T) ટૂથપેસ્ટમાં |
(A) 1R, 2S, 3P, 4T
(B) 1R, 2S, 3T, 4Q
(C) 1R, 2T, 3S, 4P
(D) 1R, 2S, 3T, 4P
જવાબ
(B) 1R, 2S, 3T, 4Q
પ્રશ્ન 242.
સંયોજન કઠિન પાણીની કઠિનતા દૂર કરવા માટે ઉપયોગી છે. A ની Na2CO3 સાથે પ્રક્રિયા કરતાં કોસ્ટિક સોડા આપે છે અને A માં CO2 વાયુ પસાર કરતાં દૂધિયું મિશ્રણ બને છે, તો A = …………………. છે.
(A) CaCO3
(B) Ca(HCO3)2
(C) Ca(OH)2
(D) CaO
જવાબ
(C) Ca(OH)2
પ્રશ્ન 243.
નીચેના પૈકી શેમાં NaOH વપરાતો નથી ?
(A) પેટ્રોલિયમના શુદ્ધીકરણમાં
(B) કઠિન પાણીને નરમ બનાવવા માટે
(C) સાબુની બનાવટમાં
(D) પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે
જવાબ
(B) કઠિન પાણીને નરમ બનાવવા માટે
પ્રશ્ન 244.
આલ્કલી ધાતુઓ માટે જલીયકરણ એન્થાલ્પીનો કયો ક્રમ સાચો છે ?
(A) Cs+ > Rb+ > K+ > Na+ > Li+
(B) Cs+ > Rb+ > K+ > Li+ > Na+
(C) Na+ > Li+ > K+ > Rb+ > Cs+
(D) Li+ > Na+ > K+ > Rb+ > Cs+
જવાબ
(D) Li+ > Na+ > K+ > Rb+ > Cs+
પ્રશ્ન 245.
કઈ ધાતુનો ઉપયોગ X-કિરણોની ટ્યૂબની બારીઓ બનાવવામાં થાય છે ?
(A) Mg
(B) Be
(C) Ca
(D) Zn
જવાબ
(B) Be
પ્રશ્ન 246.
નીચે પૈકી કયું તત્ત્વ હાઇડ્રેટેડ ધાત્વિય કલોરાઇડ બનાવતું નથી ?
(A) Ca
(B) Li
(C) Na
(D) Mg
જવાબ
(C) Na
પ્રશ્ન 247.
નીચે આપેલ વિકલ્પોમાં તત્ત્વ અને તેની ખનિજની કઈ જોડ અયોગ્ય છે ?
(A) Ba – બેરાઇટ
(B) Mg – કાર્સાઇટ
(C) Be – ઑક્સાઇડ બ્રોમેલાઇટ
(D) K – સિલ્વાઇન
જવાબ
(B) Mg – કાર્રાઇટ
પ્રશ્ન 248.
473 K તાપમાનથી ઊંચા તાપમાને જિપ્સમને ગરમ કરતાં નિર્જળ CaSO4 બને છે, જેને …………………… કહે છે.
(A) સિમેન્ટ ક્લિન્કર
(B) પોર્ટલેન્ડ સિમેન્ટ
(C) મૃત બળેલ પ્લાસ્ટર
(D) કિન સિમેન્ટ
જવાબ
(C) મૃત બળેલ પ્લાસ્ટર
પ્રશ્ન 249.
નીચેનામાંથી કયો ઘટક કેન્દ્ર અનુરાગી છે ?
(A) BF3
(B) SO3
(C) CH3+
(D) NH3
જવાબ
(D) NH3
પ્રશ્ન 250.
કેલ્શિયમનો ક્ષાર જ્યોત કસોટીમાં નીચે પૈકી કયા રંગની જ્યોત આપશે ?
(A) ઘેરો લાલ
(B) ઈંટેરી લાલ
(C) જાંબલી
(D) આછો લીલો
જવાબ
(B) ઇંટેરી લાલ
પ્રશ્ન 251.
કાસ્ટનર-કેલનર કોષમાં નીચેનામાંથી કયો કેથોડ તરીકે વપરાય છે ?
(A) ગ્રેફાઇટ
(B) Pt
(C) Ni
(D) Hg
જવાબ
(D) Hg
પ્રશ્ન 252.
આલ્કલાઇન અર્થધાતુઓના સલ્ફેટ ક્ષારોની પાણીમાં દ્રાવ્યતાનો ઊતરતો ક્રમ જણાવો.
(A) BaSO4 > CaSO4 > MgSO4 > BeSO4
(B) BeSO4 > MgSO4 > CaSO4 > BaSO4
(C) MgSO4 > CaSO4 > BaSO4 > BeSO4
(D) BeSO4 > CaSO4 > MgSO4 > BaSO4
જવાબ
(B) BeSO4 > MgSO4 > CaSO4 > BaSO4
પ્રશ્ન 253.
પ્રક્રિયા પૂર્ણ કરો : 4LiNO3 \(\stackrel{\Delta}{\longrightarrow}\) …………….
(A) 4LiNO2 + 2O2
(B) 2Li2O + 4NO + 3O2
(C) 4LiO2 + 4NO
(D) 2Li2O + 4NO2 + O2
જવાબ
(D) 2Li2O + 4NO2 + O2
પ્રશ્ન 254.
કઈ ધાતુના ક્લોરાઈડ ક્ષાર તેની બાષ્પ અવસ્થામાં – Cl સેતુ ધરાવે છે ?
(A) Mg
(B) Sr
(C) Rb
(D) Al
જવાબ
(D) Al
પ્રશ્ન 255.
પ્લાસ્ટર ઓફ પેરિસના સેટિંગ વેગમાં વધારો કરવા શું ઉમેરવામાં આવે છે ?
(A) ફટકડી
(B) લાઈમસ્ટોન
(C) મીઠું
(D) બોરેક્ષ
જવાબ
(C) મીઠું
પ્રશ્ન 256.
Na2CO3 અને NaHCO3 માં વધારે બેઝિક ક્ષાર ક્યો છે ?
(A) NaHCO3
(B) Na2CO3 અને NaHCO3 બંને
(C) બે માંથી એક પણ નહીં
(D) Na2CO3
જવાબ
(D) Na2CO3
પ્રશ્ન 257.
સ્પ્રિંગનાર્ડ પ્રક્રિયક બનાવવામાં કઈ ધાતુ વપરાય છે ?
(A) Na
(B) Mg
(C) Li
(D) Ca
જવાબ
(B) Mg
પ્રશ્ન 258.
ક્રાઈનાઈટ ખનિજ કઈ બે ધાતુ ધરાવે છે ?
(A) K, Ba
(B) Be, Al
(C) K, Mg
(D) Mg, Ca
જવાબ
(C) K, Mg
પ્રશ્ન 259.
સાચા માટે T અને ખોટા માટે F મૂકી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) d-વિભાગના તત્ત્વો સંક્રાંતિ તત્ત્વો તરીકે ઓળખાય છે.
(ii) Be ની આયનીકરણ એન્થાલ્પી B કરતાં વધુ છે.
(iii) પ્રથમ સમૂહના તત્ત્વો માત્ર 1+ ઑક્સિડેશન આંક ધરાવે છે.
(iv) સમૂહ 17 માત્ર વાયુરૂપ તત્ત્વો ધરાવે છે.
(A) TFTF
(B) TTTF
(C) TTTT
(D) TTFF
જવાબ
(B) TTTE
પ્રશ્ન 260.
BeF2ની બનાવટ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા ઉત્તમ છે ?
(A) (NH4)2 BeF4 \(\stackrel{\Delta}{\longrightarrow}\)
(B) Be + F2 →
(C) BeO + C + F2 \(\stackrel{\Delta}{\rightleftharpoons}\)
(D) Be(OH)2(S) + 2HF(aq) →
જવાબ
(A) (NH4)2 BeF4 \(\stackrel{\Delta}{\longrightarrow}\)
પ્રશ્ન 261.
25 ગ્રામ CaCO3નું ઉષ્મીય વિઘટન થતા કેટલા મોલ CO2 બનશે ? (C = 12, O = 16, Ca = 40)
(A) 1
(B) 2
(C) 1.5
(D) 0.25
જવાબ
(D) 0.25
પ્રશ્ન 262.
સાચા માટે T અને ખોટા માટે F મૂકી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) કુદરતી સ્રોતમાંથી ટ્રિટિયમ મળે છે.
(ii) આયનીય હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનની ઑક્સિડેશન સ્થિતિ +1 છે.
(iii) H2O2માં ચાર ઑક્સિજન પરમાણુ એક જ સમતલમાં છે.
(iv) Na2CO3 પાણીમાંની સ્થાયી અને અસ્થાયી કઠિનતા દૂર કરે છે.
(A) TFFF
(B) TFFT
(C) TTFF
(D)TFTT
જવાબ
(C) TTFF
પ્રશ્ન 263.
જોડકાં જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પદાર્થ | ઉપયોગ |
(i) CaCO3 | (p) શુદ્ધ ચરબી અને તેલ બનાવવા |
(ii) NaOH | (q) ખાંડના શુદ્ધીકરણમાં |
(iii) Ca(OH)2 | (r) અગ્નિશામક તરીકે |
(iv) NaHCO3 | (s) સૌંદર્ય-પ્રસાધનોમાં ફિલર તરીકે |
(A) (i) → s, (ii) → p, (iii) → q, (iv) → r
(B) (i) → q, (ii) → p, (iii) → s, (iv) → r
(C) (i) → r, (ii) → s, (iii) → p, (iv) → q
(D) (i) → r, (ii) → s, (iii) → q, (iv) → p
જવાબ
(A) (i) → s, (ii) → p, (iii) → q, (iv) → r
પ્રશ્ન 264.
In, Ti, Tl અને Ca પૈકી કયા તત્ત્વો હાઇડ્રાઇડ આપતા નથી ?
(A) In, Tl
(B) In, Tl, Ca
(C) In, Ca
(D) In, Ti
જવાબ
(A) In, Tl
પ્રશ્ન 265.
રૂબિડિયમનો ક્ષાર જ્યોત કસોટીમાં કયો રંગ દર્શાવશે ?
(A) લાલ-જાંબલી
(B) જાંબલી
(C) વાદળી-જાંબલી
(D)ઘેરો-લાલ
જવાબ
(A) લાલ-જાંબલી
પ્રશ્ન 266.
K ધાતુનું પ્રમાણ ક્યા સાધન દ્વારા નક્કી કરી શકાય છે ?
(A) પોટૅશિયોમીટર
(B) pH મીટર
(C) સ્પેક્ટ્રોમીટર
(D)ફ્લેમફોટોમીટર
જવાબ
(D) ફ્લેમફોટોમીટ૨
પ્રશ્ન 267.
નીચેના પૈકી કયો પરમાણુ સૌથી ઓછું કદ ધરાવે છે ?
(A) Mg
(B) Be
(C) Li
(D) Na
જવાબ
(B) Be
પ્રશ્ન 268.
ધોવાના સોડાનું સાચું અણુસૂત્ર જણાવો.
(A) Na2CO3 · 3H2O
(B) Na2CO3 · 7H2O
(C) Na2CO3 · 10H2O
(D) Na2CO3
જવાબ
(C) Na2CO3 · 10H2O
પ્રશ્ન 269.
જીવવિજ્ઞાનમાં Mg ધાતુ અગત્યનો કયો જૈવિક અણુ બનાવે છે ?
(A) ક્લોરોફિલ
(B) વિટામિન
(C) હિમોગ્લોબીન
(D) A.T.P.
જવાબ
(D) A.T.P
પ્રશ્ન 270.
મેગ્નેશિયમ સમૂહના કાર્બોનેટના સમૂહમાં નીચે જતાં …………………. ઘટે છે.
(A) આંતર આયોનિક આકર્ષણબળ
(B) લેટાઇસ ઊર્જા
(C) હાઇડ્રેશન ઊર્જા
(D) સર્જન ઉષ્મા
જવાબ
(C) હાઇડ્રેશન ઊર્જા (∵ દ્રાવ્યતા ઘટે)
પ્રશ્ન 271.
એક મોલ મેગ્નેશિયમ નાઇટ્રાઇડની પ્રક્રિયા વધુ પ્રમાણમાં પાણી સાથે કરતાં …………………….. આપે.
(A) એક મોલ એમોનિયા
(B) એક મોલ નાઇટ્રિક એસિડ
(C) બે મોલ એમોનિયા
(D) બે મોલ નાઇટ્રિક એસિડ
જવાબ
(C) બે મોલ એમોનિયા
Mg3N2 + 3H2O → 3Mg(OH)2 + 2NH3
પ્રશ્ન 272.
નીચેના પૈકી કયું સંયોજન ઘન અવસ્થામાં સાંકળ સ્વરૂપે જોવા મળે છે ?
(A) AlCl3
(B) BeCl2
(C) SiC
(D) B2H6
જવાબ
(B) BeCl2
પ્રશ્ન 273.
નીચેના પૈકી કયા આલ્કલી ધાતુ આયનની આયનિક વહન ક્ષમતા સૌથી વધુ છે ?
(A) K+
(B) Rb+
(C) Li+
(D) Na+
જવાબ
(B) b+
પ્રશ્ન 274.
Al2O3 ને ………………… ની સાથે ગરમ કરતાં નિર્જળ AlCl3 માં રૂપાંતર પામે છે.
(A) Al2O3 સાથે Cl2
(B) Al2O3 અને કાર્બન શુષ્ક Cl2 વાયુ સાથે
(C) Al2O3 સાથે HCl વાયુ
(D) Al2O3 સાથે NaCl
જવાબ
(B) Al2O3 અને કાર્બન શુષ્ક Cl2 વાયુ સાથે
Al2O3 + 3C + 3Cl2 2AlCl3 + 3CO
પ્રશ્ન 275.
જલીય માધ્યમમાં આલ્કલી ધાતુ આયનની ગતિશીલતાનો સાચો ક્રમ કયો હશે ?
(A) Na+ > K+ > Rb+ > Li+
(B) K+ > Rb+ > Na+ > Li+
(C) Rb+ > K+ > Na+ > Li+
(D) Li+ > Na+ > K+ > Rb+
જવાબ
(C) Rb+ > K++ > Na+ > Li+
- આલ્કલી ધાતુઓના જલીય દ્રાવણમાં આયનિક ત્રિજયા ક્રમ :
Li+ > Na+ > K+ > Rb+ > Cs+ - જલીય દ્રાવણમાં Li+1 ની આયનિક ત્રિજ્યા વધારે હોય છે. તેથી તેની ગતિશીલતા ઘણીજ ઓછી હોય છે. આથી આયનિય ગતિશીલતાનો સાચો ક્રમ : Li+ < Na+ < K+ < Rb+
પ્રશ્ન 276.
નીચેના પૈકી કયા સંયોજનમાં જલીયકરણ ઊર્જા એ લેટાઇસ. ઊર્જા કરતાં વધુ છે ?
(A) SrSO4
(B) BaSO4
(C) MgSO4
(D) RaSO4
જવાબ
(C) MgSO4
લેટાઇસઊર્જા લગભગ અચળ હોય છે. પરંતુ ધાતુના કદ વધવાની સાથે જલીયકરણ ઊર્જા ઘટે છે.
પ્રશ્ન 277.
CaC2 ને વિધુતભઠ્ઠીમાં નાઇટ્રોજન સાથે ગરમ કરતાં ……………….. ઉત્પન્ન થાય છે.
(A) Ca(CN)2
(B) Ca3N2
(C) CaNC2
(D) CaNCN
જવાબ
(D) CaNCN
પ્રશ્ન 278.
નીચેના માટે ઉષ્મીય સ્થાયિતાનો સાચો ક્રમ દર્શાવો.
K2CO3, MgCO3, CaCO3, BeCO3
(A) BeCO3 < MgCO3 < CaCO3 < K2CO3
(B) MgCO3 < BeCO3 < CaCO3 < K2CO3
(C) K2CO3 < MgCO3 < CaCO3 < BeCO3
(D) BeCO3 < MgCO3 < K2CO3 < CaCO3
જવાબ
(A) BeCO3 < MgCO3 < CaCO3 < K2CO3
ધાતુના હાઇડ્રૉક્સાઇડની બેઝિકતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં (Be થી Ba તરફ જતાં) વધતી જાય છે અને તેઓના કાર્બોનેટ ક્ષારોની ઉષ્મીય સ્થાયિતા પણ તેજ ક્રમમાં વધતી જાય છે. પ્રથમ સમૂહના તત્ત્વોના સંયોજનો બીજા સમૂહનાં તત્ત્વોના સંયોજનો કરતાં વધુ ઉષ્મીય સ્થાયિતા ધરાવે છે. કારણકે તેઓના હાઇડ્રૉક્સાઇડ બીજા સમૂહના હાઇડ્રૉક્સાઇડ કરતાં વધુ બેઝિક છે. આથી ઉષ્મીય સ્થાયિતાનો ક્રમ નીચે મુજબ છે.
BeCO3 < MgCO3 < CaCO3 < K2CO3
પ્રશ્ન 279.
નીચેનામાંથી કયા સંયોજનની સ્ફટિકરચનાની ઉષ્માનું મૂલ્ય જલીય ઉષ્માના મૂલ્ય કરતાં નીચું છે ?
(A) MgSO4
(B) RaSO4
(C) SrSO4
(D) BaSO4
જવાબ
(A) MgSO4
આલ્કલાઇન અર્થધાતુઓના સલ્ફેટની દ્રાવ્યતા સમૂહમાં ઉપરથી નીચે તરફ (Be થી Ba તરફ જતાં) ઘટતી જાય છે. આનું કારણ એ છે કે આયનોનું કદ વધતું જાય છે. (ઉપરથી નીચે તરફ) લેટાઇસ શક્તિ અચળ રહે છે. કારણકે SO4-2નું કદ એટલે મોટું છે કે ધન આયનના કદમાં થોડો પણ ફેરફાર કોઈ અસર ઉત્પન્ન કરતો નથી. આથી
BeSO4 > MgSO4 > CaSO4 > SrSO4 > BaSO4
પ્રશ્ન 280.
Na2S2O3 નું જલીય દ્રાવણ Cl2 સાથેની પ્રક્રિયાથી ………………… આપે છે.
(A) Na2S4O6
(B) NaHSO4
(C) NaCl
(D) NaOH
જવાબ
(B) NaHSO4
Na2S2O3 + 4Cl2 + 5H2O → 2NaHSO2 + 8HCl
પ્રશ્ન 281.
કેલ્શિયમને …………………. થી મેળવાય છે.
(A) ચૂનાના પથ્થરનું ભૂંજન કરીને
(B) CaCl2 નું કાર્બન વડે રિડક્શન કરીને
(C) CaCl2 ના પાણીમાંના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરીને
(D) પીગાળેલા CaCl2 નું વિદ્યુતવિભાજન કરીને
જવાબ
(D) પીગાળેલા CaCl2 નું વિદ્યુતવિભાજન કરીને
કૅથોડ : Ca+2 + 2e– → Ca (રિડક્શન)
ઍનોડ : 2Cl– → 2e– + Cl2 (ઑક્સિડેશન)
જલીય દ્રાવણમાં આયનિક ગતિશીલતાનો ક્રમ કયો છે ?
(A) K+ > Na+ > Rb+ > Cs+
(B) Cs+ > Rb+ > K+ > Na+
(C) Rb+ > K+ > Cs+ > Na+
(D) Na+ > K+ > Rb+ > Cs+
જવાબ
(B) Cs+ > Rb+ > K+ > Na+
જલીય દ્રાવણમાં આયન જેટલો નાનો હોય, તેટલી તેની આયનિક ગતિશીલતા વધુ હોય. આપેલ આલ્કલી ધાતુઓની આયનિક ત્રિજ્યાઓ Na+ < K+ < Rb+ < Cs+ ક્રમમાં હોય. તેથી ધારેલી આયનિક ગતિશીલતા Cs+ < Rb+ < K+ < Na+ ક્રમમાં હોય. જો કે દ્રાવકની ઊંચી માત્રા (અથવા જલીયકરણ અને નાના કદને કારણે અથવા ઊંચી ઘનતાને કારણે) જલીય આયનનું કદ નીચે પ્રમાણેના ક્રમને અનુસરે છે.
Cs+ < Rb+ < K+ < Na+
આથી વાહકતાનો ક્રમ : Cs+ > Rb+ > K+ > Na+
પ્રશ્ન 282.
ક્ષારો જેવા હાઇડ્રાઇડમાંથી આલ્કલી ધાતુઓ ઊંચા ઉષ્ણતામાને સીધા જ સંશ્લેષણથી મળે છે. આ હાઇડ્રાઇડની ઉષ્મા સ્થિરતા નીચેનામાંથી કયા ક્રમમાં ઘટે ?
(A) CsH > bH > KH > NaH > LiH
(B) KH > NaH > LiH > CsH > bH
(C) NaH > LiH > KH > bH > CsH
(D) LiH > NaH > KH > bH > CsH
જવાબ
(D) LiH > NaH > KH > bH > CSH
આલ્કલી ધાતુ હાઇડ્રાઇડ્સની ઉષ્મા સ્થિરતા Li થી Cs સુધી જતા ઘટતી જાય છે. કારણકે M – H બંધ આલ્કલી ધાતુના કદના વધવા સાથે નિર્બળ થતાં જાય છે. આપણે Li થી Cs તરફ સમૂહમાં નીચે જતા જઈએ છીએ. જેથી હાઇડ્રાઇડની ઉષ્મા સ્થિરતાનો ક્રમ છે. LiH > NaH > KH > bH > CSH
પ્રશ્ન 283.
નીચેનામાંથી કયો ઑક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરી શકશે નહિ ?
(A) CaO
(B) SiO2
(C) BeO
(D) B2O3
જવાબ
(A) CaO
NaOH પ્રબળ આલ્કલી છે. તે ઍસિડિક અને ઉભયગુણી ઑક્સાઇડ સાથે જોડાઈને ક્ષાર બનાવે છે. CaO બેઝિક ઑક્સાઇડ છે. આથી NaOH સાથે પ્રક્રિયા કરતો નથી.
પ્રશ્ન 284.
ઘન સંયોજન ‘X’ ને ગરમ કરવાથી CO2 વાયુ બને છે અને અવશેષ બાકી રહે છે. આ અવશેષને પાણીમાં મિશ્ર કરવાથી ‘Y’ બને છે. ‘Y’ માંથી અધિક માત્રામાં CO2 જળ પસાર કરવાથી પારદર્શક દ્રાવણ ‘Z’ બને છે. ‘Z’ ને ગરમ કરવાથી સંયોજન ‘X’ પુનઃ બને છે, તો સંયોજન ‘X’ ………………… છે.
(A) Na2CO3
(B) K2CO3
(C) Ca(HCO3)2
(D) CaCO3
જવાબ
(D) CaCO3
સંયોજન ‘X’ CaCO3 થી હોવો જોઈએ. આ નીચેની પ્રક્રિયાઓથી સમજાવી શકાય છે.
પ્રશ્ન 285.
આલ્કલાઇન અર્થધાતુના કયા સલ્ફેટ સંયોજનોની જલીયકરણ ઍન્થાલ્પીનું મૂલ્ય તેની સ્ફટિકરચના ઍન્થાલ્પીના (લેટાઇસ ઍન્થાલ્પી) મૂલ્ય કરતાં વધારે છે ?
(A) CaSO4
(B) BeSO4
(C) BaSO4
(D) SrSO4
જવાબ
(B) BeSO4
Be+2 નું કદ ઘણુંજ નાનું છે. તેની જલીયકરણ ઍન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ ઍન્થાલ્પીના મૂલ્ય કરતાં વધુ છે.
પ્રશ્ન 286.
આલ્કલાઇન અર્થધાતુઓનો કયો ગુણધર્મ તેઓના પરમાણુક્રમાંક સાથે વધે છે ?
(A) પાણીમાં તેઓના હાઇડ્રૉક્સાઇડની દ્રાવ્યતાનો ગુણધર્મ.
(B) પાણીમાં તેઓના સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતાનો ગુણધર્મ.
(C) આયનીકરણ ઍન્થાલ્પી
(D) વિદ્યુતઋણમયતા
જવાબ
(A) પાણીમાં તેઓના હાઇડ્રૉક્સાઇડની દ્રાવ્યતાનો ગુણધર્મ.
આલ્કલાઇન અર્થધાતુના હાઇડ્રૉક્સાઇડની લેટાઇસ શક્તિનું મૂલ્ય જલીયકરણ શક્તિના મૂલ્ય કરતાં ઘણીજ ઝડપથી ઘટતું જાય છે.
પ્રશ્ન 287.
નીચેનાં વિધાનોમાં કયું વિધાન ખોટું છે ?
(A) શુદ્ધ Na ધાતુ પ્રવાહી એમોનિયામાં ઓગળે ત્યારે વાદળી રંગનું દ્રાવણ આપે છે.
(B) NaOH ની કાચ (glass) સાથેની પ્રક્રિયામાં સોડિયમ સિલિકેટ મળે છે.
(C) ઍલ્યુમિનિયમ ધાતુ વધુ પ્રમાણમાં NaOH સાથે પ્રક્રિયા કરી Al(OH)3 બનાવે છે.
(D) NaHCO3 ને ગરમ કરતાં Na2CO3 મળે છે.
જવાબ
(C) ઍલ્યુમિનિયમ ધાતુ વધુ પ્રમાણમાં NaOH સાથે પ્રક્રિયા કરી Al(OH)3 બનાવે છે.
પ્રશ્ન 288.
સમૂહ – I નાં સંયોજનોની સમૂહ – II નાં સંયોજનોના સંયોજીત ઘટકો સાથે સરખામણી કરો અને નીચેનામાંથી સાચો જવાબ શોધો.
(જવાબ માટે નીચે આપેલી સંજ્ઞાઓનો ઉપયોગ કરો.)
સમૂહ – I (પદાર્થો) | સમૂહ – II (સંયોજનો) |
(a) પ્લાસ્ટર ઑફ પેરિસ | (i) CaSO4 · 2H2O |
(b) એપ્સોમાઇટ | (ii) CaSO4 · \(\frac{1}{2}\) H2O |
(c) કિસેરાઇટ | (iii) MgSO4 · 7H2O |
(d) જીપ્સમ | (iv) MgSO4 · H2O |
(v) CaSO4 |
જવાબ
(B)
(A) પ્લાસ્ટર ઑફ પૅરિસ = CaSO4 · \(\frac{1}{2}\) H2O
(B) ઍપ્સોમાઇટ = MgSO4 · 7H2O
(C) કિસેરાઇટ = MgSO4 · H2O
(D) જીપ્સમ = CaSO4 · 2H2O
પ્રશ્ન 289.
નીચેનામાંથી કયા સંયોજનનું ગલનબિંદુ લઘુત્તમ હશે ?
(A) CaCl2
(B) CaBr2
(C) CaI2
(D) CaF2
જવાબ
(C) CaI2
હેલોજનનું કદ વધે છે તેમ તેના ગલનબિંદુનું મૂલ્ય ઘટતું જાય છે. જેનો સાચો ક્રમ : CaF2 > CaCl2 > CaBr2 > CaI2
પ્રશ્ન 290.
વિરંજન પાઉડર (bleaching powder) માં બ્લીચિંગ કાર્ય કરવા માટે સૌથી વધુ સક્રિય ઘટક કયો છે ?
(A) CaOCl2
(B) Ca(OCl)2
(C) CaO2Cl
(D) CaCl2
જવાબ
(B) Ca(OCl)2
બ્લીચિંગ પાઉડર (વિરંજન ચૂર્ણ) માં સક્રિય પદાર્થ Ca(OCl)2 છે. આ પદાર્થ રંગ દૂર કરવા માટે જવાબદાર છે.
પ્રશ્ન 291.
નીચે આપેલા પૈકી કઈ પ્રક્રિયાઓમાં H2O2 રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
(a) H2O2 + 2H+ + 2e– → 2H2O
(b) H2O2 – 2e– → O2 + 2H+
(c) H2O2 + 2e– → 2OH–
(d) H2O2 + 20H– – 2e– → O2 + 2H2O
(A) (a), (c)
(B) (b), (d)
(C) (a), (b)
(D) (c), (d)
જવાબ
(B) (b), (d)
પ્રશ્ન 292.
(a) H2O2 + O3 → H2O + 2O2
(b) H2O2 + Ag2O → 2Ag + H2O + O2
ઉપરની પ્રક્રિયાઓમાં H2O2 નું શું કાર્ય છે ?
(A) (a) માં ઑક્સિડેશનકર્તા અને (b) માં રિડકશનકર્તા
(B) (a) માં રિડકશનકર્તા અને (b) માં ઑક્સિડેશનકર્તા
(C) (a) અને (b) બંનેમાં રિડકશનકર્તા
(D) (a) અને (b) બંનેમાં ઑક્સિડેશનકર્તા
જવાબ
(C) (a) અને (b) બંનેમાં રિડકશનકર્તા
O3 નું રિડકશન O2- આયનમાં અને Ag2O નું રિડકશન Ag માં થાય છે. આથી, H2O2 બંને (a) અને (b) માં રિડકશનકર્તા છે.
પ્રશ્ન 293.
ડ્યુમાની પદ્ધતિથી નાઇટ્રોજનના પરિમાપનમાં 300 K તાપમાન અને 725 mm દબાણે 0.25 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 40.0 મિલિ નાઇટ્રોજન એકઠો થયો. જો 300 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 25 mm હોય તો આ સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
(A) 17.36
(B) 18.20
(C) 16.76
(D) 15.76
જવાબ
(C) 16.76
300 K તથા 725 mm દબાણે ભેગું થયેલું નાઇટ્રોજનનું કદ તે મૂળ દબાણના 40 mL = 725 – 25 = 700 mm
STP એ N2 નું કદ = \(\frac{273 \times 700 \times 40}{300 \times 760}\) = 33.52 mL
STP એ 22,400 મિલિN2 = 28g
33.5 મિલિN2 = \(\frac{28 \times 33.52}{22400}\)g
નાઇટ્રોજનની ટકાવારી = \(\frac{28 \times 33.52 \times 100}{22400 \times 0.25}\) = 16.76%
પ્રશ્ન 294.
બધાં જ પ્રાણીઓના બધા જ કોષમાં જૈવિક ક્રિયાઓમાં સોડિયમ પંપ કાર્યરત છે. આ પંપની રચનામાં નીચેનામાંથી કયો આયન બાયોલોજિકલી મહત્ત્વનો છે ?
(A) Ca2+
(B) Mg2+
(C) K+
(D) Fe2+
જવાબ
(C) K+
સોડિયમ પંપમાં K+ હોય છે.
પ્રશ્ન 295.
નીચે આપેલા પૈકી ક્યા એક આલ્કલાઇન અર્થધાતુ, સલ્ફેટ્સની હાઇડ્રેશન એન્થાલ્પી તેની લેટાઇસ એન્થાલ્પીથી વધુ છે ?
(A) CaSO4
(B) BeSO4
(C) BaSO4
(D)SrSO4
જવાબ
(B) BeSO4
BeSO4 ની હાઇડ્રેશન એન્થાલ્પી એ લેટાઇસ એન્થાલ્પીથી વધુ છે.
પ્રશ્ન 296.
વિકર્ણ સંબંધને કારણે લિથિયમ અને મેગ્નેશિયમ બંને ઘણા બધા સરખા ગુણધર્મો પ્રદર્શિત કરે છે, છતાં તેમાં એક ખોટું છે જે શોધો.
(A) બંને બેઝિક કાર્બોનેટ બનાવે છે.
(B) બંને દ્રાવ્ય બાયકાર્બોનેટ બનાવે છે.
(C) બંને નાઇટ્રાઇડ બનાવે છે.
(D) લિથિયમ અને મૅગ્નેશિયમ બંનેના નાઇટ્રેટને ગરમ કરતા નીપજ NO2 અને O2 આપે છે.
જવાબ
(A) બંને બેઝિક કાર્બોનેટ બનાવે છે.
Mg નો કાર્બોનેટ બેઝિક ગુણધર્મ ધરાવે છે, પરંતુ Li નો કાર્બોનેટ બેઝિક ગુણધર્મ ધરાવતો નથી.
પ્રશ્ન 297.
આપેલ CaH2 BeH2, BaH2‚ ની આયનિક પ્રકૃતિનો ક્રમ શોધો.
(A) BaH2 < BeH2 < CaH2
(B) BeH2 < CaH2 < BaH2
(C) BeH2 < BaH2 < CaH2
(D) CaH2 < BeH2 < BaH2
જવાબ
(B) BeH2 < CaH2 < BaH2
કારણ Be, Ca, Ba ત્રણેય બીજા સમૂહમાં છે. આ ત્રણેની વિદ્યુતઋણતા ઘટતી જાય, પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય જેથી આયનિય ગુણ વધતો જાય.
પ્રશ્ન 298.
નીચે આપેલા ઑક્સાઇડ પૈકી કયો વધુ (most) ઍસિડિક સ્વભાવ ધરાવે છે ?
(A) CaO
(B) MgO
(C) BaO
(D) BeO
જવાબ
(D) BeO
સૌથી ઓછી બેઝિક પ્રબળતા BeOની હોવાથી તે સૌથી વધુ ઍસિડિક છે. BeO ઉભયગુણધર્મી છે.
પ્રશ્ન 299.
નીચે આપેલામાંથી કયો એક ઉભયગુણી હાઇડ્રોક્સાઇડ છે ?
(A) Be(OH)2
(B) Sr(OH)2
(C) Ca(OH)2
(D) Mg(OH)2
જવાબ
(A) Be(OH)2
Be(OH)2 ઉભયગુણી હાઇડ્રૉક્સાઇડ છે જ્યારે બાકીના અન્ય બેઝિક હાઇડ્રૉક્સાઇડ છે.
પ્રશ્ન 300.
સોડિયમ ધાતુને જલીય NH3 માં ઓગાળતા ઘેરો વાદળી ……………………… રંગનું દ્રાવણ ના લીધે બને છે.
(A) સોડામાઇડ
(B) એમોનીએટેડ \(\bar{e}\)
(C) સોડિયમ-આયન એમોનિયા સંકીર્ણ
(D) સોડિયમ-એમોનિયા સંકીર્ણ
જવાબ
(B) એમોનીએટેડ \(\bar{e}\)
પ્રશ્ન 301.
આલ્કલાઇન અર્થધાતુનો કયો નાઇટ્રેટ પાણીના અણુ સાથે સ્ફટિકીકરણ પામતો નથી ?
(A) Ba(NO3)2
(B) Ca(NO3)2
(C) Mg(NO3)2
(D) Sr(NO3)2
જવાબ
(A) Ba(NO3)2
- સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતભાર ઘનતા ઘટતી જાય છે. જેથી હાઇડ્રેટ ક્ષાર તરીકે સ્ફટિકીકરણ પામવાનું વલણ પણ ઘટતું જાય છે.
- આમ, Ba(NO3)2એ પાણીના અણુ સાથે સ્ફટિકીકરણ પામતો નથી.
પ્રશ્ન 302.
મેગ્નેશિયમનો ભૂકો હવામાં સળગી શું આપે છે ?
(A) ફક્ત MgO
(B) MgO અને Mg(NO3)2
(C) MgO અને Mg3N2
(D) Mg(NO3), અને Mg3N3
જવાબ
(C) MgO અને Mg3N2
પ્રશ્ન 303.
જિપ્સમને 393 K તાપમાને ગરમ કરતા શું બને છે ?
(A) CaSO4 · \(\frac{1}{2}\) H2O
(B) મૃત બળેલ પ્લાસ્ટર
(C) CaSO4 · 5H2O
(D) નિર્જળ CuSO4
જવાબ
(A) CaSO4 · \(\frac{1}{2}\) H2O
CaSO4 · 2H2O \(\stackrel{393 \mathrm{~K}}{\longrightarrow}\)
CaSO4 · \(\frac{1}{2}\) H2O
પ્રશ્ન 304.
નીચે આપેલ ધાતુ આયન ઘણા બધા ઉત્સેચકોને કાર્યાન્વિત (ઉત્તેજિત) કરે છે, તેઓ ગ્લુકોઝના ઓક્સિડેશનથી ATPના ઉત્પાદનમાં ભાગ લે છે અને Na સાથે જ્ઞાનતંતુ સંદેશો વહન (ટ્રાન્સમિશન) માટે પણ જવાબદાર છે.
(A) કૅલ્શિયમ
(B) પોટૅશિયમ
(C) લોખંડ
(D) તાંબું
જવાબ
(B) પોટૅશિયમ
પ્રશ્ન 305.
CaCl2, MgCl2 અને NaCl ના દ્રાવણમાંથી HCl ને પસાર કરવામાં આવે છે. નીચે આપેલામાંથી કયું એક સંયોજન(નો) સ્ફટિકમય બને છે ?
(A) ફક્ત MgCl2
(B) NaCl, MgCl2 અને CaCl2
(C) બંને MgCl2 અને CaCl2
(D) ફક્ત NaCl
જવાબ
(D) ફક્ત NaCl
પ્રશ્ન 306.
Li, Na અને K ને વધારે O2 ની હાજરીમાં દહન કરતાં અનુક્રમે કયા સંયોજન મળે છે ?
(A) Li2O, Na2O અને K2O2
(B) Li2O2, Na2O2 અને K2O2
(C) Li2O, Na2O2 અને K2O
(D) Li2O, Na2O2 અને KO2
જવાબ
(D) Li2O, Na2O2 અને KO2
વધારે O2 ની હાજરીમાં દહન પ્રક્રિયામાં Li એ Li2O પ્રકારનો ઑક્સાઇડ આપે છે જ્યારે Na એ Na2O2 પ્રકારનો પેરોક્સાઇડ આપે છે અને K, Rb અને Cs એ KO2, RbO2 અને CsO2 પ્રકારના સુપરઑક્સાઇડ આપે છે.