GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

GSEB Class 11 Biology વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
વૃદ્ધિ, વિભેદન, વિકાસ, નિર્વિભેદન, પુર્નવિભેદન, સિમિત વૃદ્ધિ, વર્ધમાન અને વૃદ્ધિદરની વ્યાખ્યા આપો.
ઉત્તર:

  1. વૃદ્ધિ : સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહે છે.
  2. વિભેદન : વર્ધનશીલ પેશી તેમજ એધાના કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા નવા કોષો વૃદ્ધિ અને વિકાસ પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ થાય છે. આ ક્રિયાવિધિને વિભેદન કહે છે.
  3. વિકાસઃ વનસ્પતિ તેમના જીવનચક્ર દરમિયાન બીજના અંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીના બધા જ ફેરફારો સમાવેશિત અવસ્થાઓમાંથી પસાર થાય છે તેને વિકાસ કહે છે.
  4. નિર્વિભેદન : જીવિત વિભૂદિત કોષો કે જેઓએ વિભાજનની ક્ષમતા ગુમાવી છે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં પુનઃવિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ક્ષમતાને નિવિભેદન કહે છે.
  5. પુનઃવિભેદન : વર્ધનશીલ પેશીઓ કે જે વિભાજન પામી નવા કોષોનું ઉત્પાદન કરે છે તેઓ ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વિશિષ્ટ કાર્યો કરવા માટે પુનર્વિભેદિત થાય છે.
  6. સિમિત વૃદ્ધિ : આ પ્રકારની વૃદ્ધિ મોટાભાગે પ્રાણીઓમાં જોવા મળે છે. આ પ્રકારની વૃદ્ધિ અમુક તબક્કા સુધી થયા બાદ અટકી જાય છે.
  7. વર્ધમાન : વનસ્પતિમાં આવેલ વિશિષ્ટ વિસ્તાર છે, જેમાં કોષો સક્રિય રીતે વિભાજન પામે છે.
  8. વૃદ્ધિદર : એકમ સમયમાં સજીવના કદ અને વજનમાં થતા વધારાના વૃદ્ધિના) માપનને વૃદ્ધિદર કહે છે.

પ્રશ્ન 2.
“સપુષ્પી વનસ્પતિઓમાં કોઈ એક પરિમાણથી વૃદ્ધિને વર્ણવી શક્ય નથી.” કેમ ?
ઉત્તર:
કોષીય સ્તરે જોવા મળતી વૃદ્ધિ, સૈદ્ધાંતિક રીતે કોષરસની માત્રામાં થતા વધારાનું પરિણામ છે. જો કે તેનું સીધું માપન કરવું મુશ્કેલ છે. સામાન્ય રીતે તે જથ્થામાં થતા વધારા કે ઘટાડાના આધારે મપાય છે.

  1. વૃદ્ધિને વિવિધ માપદંડો દ્વારા માપી શકાય છે. જેવા કે,
  2. સામાન્ય વજનમાં થતો વધારો. છે શુષ્ક વજનમાં થતો વધારો.
  3. ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યામાં થતો વધારો વગેરે.
  4. આમ, વૃદ્ધિનું માપન કોઈ એક પરિમાણથી શક્ય બનતું નથી, પરંતુ જુદા જુદા પરિમાણથી વૃદ્ધિનું માપન શક્ય બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 3.
ટૂંકમાં વર્ણવો :
(a) આંકડાકીય વૃદ્ધિ :
ઉત્તર:
આંકડાકીય વૃદ્ધિ :

  • આ પ્રકારની વૃદ્ધિમાં સમવિભાજનને આધારે સર્જાતા બે કોષો પૈકી

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 1
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 2

  • આ પ્રકારની વૃદ્ધિ સતત લંબ વૃદ્ધિ દર્શાવતા મૂળ કે પ્રરોહના સ્થાને જોવા મળે છે.
  • જો સમયની સાપેક્ષે વનસ્પતિના અંગોની લંબાઈનો આલેખ દોરવામાં આવે તો તે રેખીય આલેખ (Linnear curve) મળે છે, જેને આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય.
  • – Lt = LO + rt
    જયાં, Lt = t સમયે લંબાઈ
    LO = શૂન્ય સમય (શરૂઆતના સમયની લંબાઈ)
    rt = વૃદ્ધિદર/પ્રતિ એકમ સમયે વધતી લંબાઈ

(b) ભૌમિતિક વૃદ્ધિ :
ઉત્તર:
ભૌમિતિક વૃદ્ધિ :
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 3

  1. આ પ્રકારની વૃદ્ધિમાં સમવિભાજનને અનુસરીને સર્જાતા બંને બાળકોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે અને આ કેમ આગળ જળવાય છે.
  2. આ પ્રકારની વૃદ્ધિમાં શરૂઆતમાં કોષોની સંખ્યા ઓછી હોવાથી વૃદ્ધિ ધીમી હોય છે, જેને ધીમી વૃદ્ધિ અવસ્થા (Log phase) કહે છે અને ત્યારબાદ વૃદ્ધિ ઝડપી બને છે, જેને ઝડપી વૃદ્ધિ અવસ્થા (Exponential phase) કહે છે.
  3. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને એકકોષી સજીવોને જો પોષ કદ્રવ્યોથી સમૃદ્ધ માધ્યમમાં ઉછેરવામાં આવે તો તે આ પ્રકારની વૃદ્ધિ દર્શાવે છે.
  4. જો સમયની સાપેક્ષે સજીવોની વૃદ્ધિના માપનનો આલેખ દોરવામાં આવે તો તે સીગ્મોઇs (S – વક્ર ) આલેખ પ્રાપ્ત થાય છે. સીગ્મોઈડ આલેખ પર્યાવરણમાં જીવંત સંજીવોની લાક્ષણિક વૃદ્ધિ દેશવિ છે.

(c) સિગ્નોઇડ વૃદ્ધિ વક્ર :
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 4

  • ઝડપી વૃદ્ધિને આ પ્રકારે રજૂ કરી શકાય.
  • W1 = WOert
    જયાં, W1 = અંતિમ કદ (વજન, ઊંચાઈ, સંખ્યા વગેરે)
    WO = પ્રારંભિક કંદ (શરૂઆતના સમયે)
    r = વૃદ્ધિ દૂર
    t = વૃદ્ધિનો સમય
    e = પ્રાકૃતિક લઘુગુણકનો આધાર
    ધીમો વૃદ્ધિ તબક્કો (લોગેરીધમ બેઈઝ = 2,71828)
  • અહીંયાં r = એ સાપેક્ષ વૃદ્ધિદર દશવિ છે, આ ઉપરાંત તે નવું વનસ્પતિ દ્રવ્ય બનાવવા માટેની
    વનસ્પતિની મમતાનું માપને છે. માટે તેને E “કાર્યક્ષમતા સૂચકાંક” (EITiciency Index) કહે છે, નામ, W1 ના મૂલ્યનો આધાર WO પર છે.

(d) નિરપેક્ષ તેમજ સાપેક્ષ વૃદ્ધિદર :
ઉત્તર:

  • જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતોથી કરી શકાય છે.
    1. નિરપેક્ષ વૃદ્ધિદર : “પ્રતિ એકમ સમયમાં થતી કુલ વૃદ્ધિનું માપન.”
    2. સાપેક્ષ વૃદ્ધિદર : “તંત્રની આપેલ સમયમાં થતી વૃદ્ધિના માપન અને પ્રારંભિક સમયમાં થતી વૃદ્ધિના માપનના તફાવતને સાપેક્ષ વૃદ્ધિદર કહે છે.”

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 5

  • અહીં બે પર્ણ (A) અને (B) આપેલ છે, જે બંને વિવિધ કદ ધરાવે છે.
    આપેલ સમયે તેઓ પોતાના ક્ષેત્રફળમાં 5 cm2 જેટલો વધારો કરી A’ અને B’ પર્ણો ઉત્પન્ન કરે છે.
  • અહીં પર્ણ A નો સાપેક્ષ વૃદ્ધિદર વધુ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 6

પ્રશ્ન 4.
પ્રાકૃતિક વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પાંચ સમૂહોની યાદી બનાવો. તેમના સંશોધન, દેહધાર્મિક કાર્યો અને કૃષિ કે ઉદ્યાન વિદ્યાકીય ક્ષેત્રે તેમાંથી કોઈપણ અંગેની ઉપયોગિતા વિશે લખો.
ઉત્તર:
વાનસ્પતિક વૃદ્ધિ નિયામકોના પાંચ પ્રાકૃતિક સમૂહો :

  1. ઑક્ઝિન્સ
  2. જીબરેલીન
  3. સાયટોકાઈનીન
  4. ઇથિલીન
  5. એગ્લેિસીક ઍસિડ

ઑક્ઝિનનું સંશોધન, દેહધાર્મિક કાર્યો અને કૃષિ કે ઉદ્યાન વિદ્યાકીય ક્ષેત્રે તેમની ઉપયોગિતા આ મુજબ છે.

* સંશોધન :

  1. ચાર્લ્સ ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને સૌ પ્રથમ જોયું કે કેનેરી ઘાસનું ભૃણાગ્ર ચોલ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. તેના ટોચના ભાગે ઑક્ઝિનનું નિર્માણ થતું હોવાના કારણે આવું જોવા મળે છે.
  2. એફ. ડબ્લ્યુ. વેન્ટ દ્વારા સૌ પ્રથમ જવના બીજાંકુરણના ભૂણાગ્રોલના અગ્રસ્થ ભાગમાંથી ઓક્ઝિનને અલગ કરવામાં આવ્યો.

* દેહધાર્મિક કાર્યો :

  1. તે વનસ્પતિ કોષોની વૃદ્ધિનું નિયમન કરે છે.
  2. ઑક્ઝિન્સ જલવાહકના વિભેદનની ક્રિયાનું નિયમન કરે છે.
  3. તે કસમયના પર્ણપતન અને ફળપતનની ક્રિયાને અટકાવે છે, પરંતુ જીર્ણ પર્ણ કે પાકેલા ફળના પતનને પ્રેરે છે.
  4. મોટાભાગની ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં તે અગ્રકલિકા અને – પાર્શ્વકલિકાઓના નિર્માણને અવરોધે છે.

* કૃષિ કે ઉદ્યાન વિદ્યાકીય ક્ષેત્રે તેની ઉપયોગિતા :

  1. તે પ્રકાંડની કલમમાંથી મૂળના સર્જન માટે તેમજ વનસ્પતિના ફેલાવા માટે ઉપયોગી છે.
  2. તે અનાનસમાં પુષ્પસર્જનની ક્રિયાને ઉત્તેજે છે.
  3. પ્રકાંડનો ટોચનો ભાગ દૂર કરતા તે પાર્થકલિકાઓની વૃદ્ધિને ઉત્તેજે છે, જેનો ઉપયોગ મોટાભાગે ચાનાં છોડમાં વધુ પર્ણોના નિર્માણમાં તેમજ વાડ બનાવવામાં ઉપયોગી છે.
  4. તે અફલિત ફળના વિકાસની ક્રિયાને ઉત્તેજે છે. ઉદા. ટામેટા.
  5. તેઓ તૃણનાશક તરીકે મોટા પ્રમાણમાં ઉપયોગી છે.
  6. 2, 4-D મોટા પ્રમાણમાં દ્વિદળી વનસ્પતિના નિંદણને દૂર કરવામાં ઉપયોગી છે. આથી તેનો ઉપયોગ નિંદણ નિયંત્રક તરીકે ગાર્ડન બનાવવામાં કરવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 5.
પ્રકાશ અવધિકાળ અને વાસંતીકરણ દ્વારા તમે શું સમજો છો? તેના મહત્ત્વનું વર્ણન કરો.
ઉત્તર:
ઘણાં બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અને પ્રકાશ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ તેમજ કેટલીક ક્રિયાઓનું PGRના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે છે. ઉદા. તરીકે વાસંતીકરણ, પ્રકાશ અવધિ વગેરે.

  • કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા (પુષ્પસર્જન વધારવા માટે) પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. આ ક્રિયા પ્રકાશની નિયત અવધિ (સમયગાળા)ના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં જોઈ શકાય છે.
  • પ્રકાશ અવધિના આધારે વનસ્પતિઓને ત્રણ કક્ષામાં વહેંચી શકાય છે.
    1. દીર્ઘ દિવસીય વનસ્પતિઓ
    2. લઘુ દિવસીય વનસ્પતિઓ
    3. તટસ્થ દિવસીય વનસ્પતિઓ
  • કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી પ્રાપ્ત થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે.
  • તે વનસ્પતિની પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને અવરોધે છે અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે.
  • વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. ઉદા. તરીકે, કેટલાક મહત્ત્વના પાક (ખાદ્ય વનસ્પતિઓ) જેવા કે ઘઉં, જવ, રાઈ બે પ્રકારની જાતો ધરાવે છે.
    1. શિયાળાની અને
    2. વસંતની.

પ્રશ્ન 6.
એગ્લેિસીક ઍસિડને શા માટે તણાવયુક્ત અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
સામાન્ય રીતે તે વાનસ્પતિક વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે અને વાનસ્પતિક ચયાપચયની ક્રિયાને અવરોધે છે.

  1. ABA બીજના અંકુરણ, વિકાસ, પરિપક્વતા, સુષુપ્તતા વગેરેમાં અગત્યનો ભાગ ભજવે છે. તે બીજનાં અંકુરણને અવરોધે છે.
  2. બીજની સુષુપ્તતા અવસ્થા દરમિયાન ABA બીજને સૂકાવવામાં (ભેજરહિત થવામાં) તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે.
  3. અધિસ્તર પર આવેલા વાયુઓને બંધ કરે છે તેમજ વનસ્પતિને વિવિધ પ્રકારની તાણ સામે રક્ષણ આપે છે, તેથી તેને “તાણ અંત:સ્રાવ” (Stress Hormones) પણ કહે છે.

પ્રશ્ન 7.
“ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં વૃદ્ધિ તેમજ વિભેદન વર્ધનશીલ હોય છે.” તેની ચર્ચા કરો.
ઉત્તર:
વનસ્પતિઓ જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા દર્શાવે છે. આ માટે વનસ્પતિ દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર આવેલી વર્ધમાન પેશી જવાબદાર છે.

  1. આ પેશીના કોષો સતત કોષવિભાજન અને સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ નવા સર્જાયેલા કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા ગુમાવી વિભેદન પામી પેશી અને અંગોની રચના કરે છે.
  2. આમ, વનસ્પતિઓમાં કોષોનું સર્જન અને કોષોનું વિભેદન હંમેશાં વર્ધનશીલ હોય છે.

પ્રશ્ન 8.
લઘુ દિવસીય વનસ્પતિઓ અને દીર્ઘ દિવસીય વનસ્પતિઓ બંનેમાં પુષ્પો ક્યારે એકસાથે વિકાસ પામે છે ? સમજૂતી આપો.
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે.

  1. દીર્ઘ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પસર્જન ત્યારે જ પ્રેરાય છે, જ્યારે તેમને નિયત પ્રકાશ અવધિ કરતાં વધારે પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય.
  2. લઘુ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પસર્જન ત્યારે જ પ્રેરાય છે, જ્યારે તેમને નિયત પ્રકાશ અવધિ કરતાં ઓછા પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય.
  3. જો બંને પ્રકારની વનસ્પતિઓને તેમના નિયત સમયગાળામાં પ્રકાશ પ્રાપ્ત થાય તો જ તેઓમાં પુષ્પસર્જન પ્રેરાય છે.

પ્રશ્ન 9.
જો તમને ઉપયોગ કરવાનું કહેવામાં આવે તો તમે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનું નામ આપો.
ઉત્તર:
(a) કોઈ શાખામાંથી મૂળનું નિર્માણ પ્રેરવા માટે → ઑક્ઝિન
(b) ફળને ઝડપી પકવવા માટે → ઇથિલીન
(c) પર્ણોની જીર્ણતાને રોકવા માટે → સાયટોકાઇનીન
(d) કક્ષીય કલિકાઓમાં વૃદ્ધિ પ્રેરવા માટે → સાયટોકાઇનીન
(e) એક રોઝેટ (ગુલાબવત પર્ણો ધરાવતી) વનસ્પતિમાં બોલ્ટ માટે → જીબરેલીન
(f) પણમાં વાયુરંધ્રને તરત જ બંધ કરવા માટે → એન્નિસીક ઍસિડ

પ્રશ્ન 10.
શું પર્ણરહિત વનસ્પતિ પ્રકાશ અવધિના ચક્રની પ્રતિક્રિયા આપી શકે છે ? જો હા કે ના તો કેમ ?
ઉત્તર:
વનસ્પતિમાં અગ્રકલિકા પુષ્પસર્જન પહેલાં પુષ્પસર્જન અગ્રકલિકામાં ફેરવાય છે, પરંતુ તે પોતે પ્રકાશ અવધિને અનુસરતી નથી.

  1. પ્રકાશ કે અંધકારની અનુભૂતિ પણ કરે છે. સામાન્ય રીતે વનસ્પતિમાં પુષ્પસર્જન માટે અંતઃસ્રાવ ફ્લોરિજન જવાબદાર છે.
  2. પુષ્પસર્જન પ્રેરવા માટે આ અંતઃસ્રાવ પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થાનાંતરિત થાય છે, જેના કારણે પુષ્પનિર્માણ શક્ય બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 11.
જો આવું થાય તો શું થઈ શકે છે ?
(a) GA3 નો ડાંગરના રોપાઓ પર છંટકાવ કરવામાં આવે તો…
(b) વિભાજન પામતાં કોષો વિભાજન પામવાનું બંધ કરી નાખે તો…
(c) એક સડેલા અને કાચા ફળો સાથે ઉમેરવામાં આવે તો…
(d) જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાયટોકાઈનીન ઉમેરવાનું ભૂલી જવાય તો…
ઉત્તર:
(a) GA3 નો ડાંગરના રોપાઓ પર છંટકાવ કરવામાં આવે તો ડાંગરના છોડની આંતરગાંઠોની લંબાઈમાં વધારો થાય છે અને છોડ વધુ ઊંચા થાય છે.

(b) વિભાજન પામતાં કોષો વિભાજન પામવાનું બંધ કરી નાખે તો વનસ્પતિમાં વિવિધ પેશીઓ અને અંગો જેવા કે પણ, પુષ્પો, મૂળ, પ્રકાંડ વગેરેનું નિર્માણ થતું નથી. અવિભેદિત કોષોના સમૂહને કેલસ કહે છે.

(c) એક સડેલા ફળને કાચા ફળો સાથે ઉમેરવામાં આવે તો સડેલા ફળમાંથી ઇથિલીનનો સ્રાવ થાય છે, જે કાચા ફળોના પકવવાની ક્રિયામાં વધારો કરે છે.

(d) જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાયટોકાઈનીન ઉમેરવાનું ભૂલી જવાય, તો કેલસના કોષોમાં વિભાજન, વૃદ્ધિ અને વિભેદન જેવી ક્રિયાઓ ધીમી પડે છે.

GSEB Class 11 Biology વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો ઇથિલીનનો ઉપયોગ છે?
(A) ટામેટાના પરિપક્વનને અવરોધે.
(B) ફળ પરિપક્વનની ક્રિયાને ઉત્તેજવા માટે.
(C) સફરજનના પરિપક્વનને ધીમું પાડવા માટે.
(D) (B) અને (C) બંને.
ઉત્તર:
(B) ફળ પરિપક્વનની ક્રિયાને ઉત્તેજવા માટે.

પ્રશ્ન 2.
નારિયેળનું પાણી શું ધરાવે છે?
(A) ABA
(B) ઑક્ઝિન
(C) સાયટોકાઈનીન
(D) જીબરેલીન
ઉત્તર:
(C) સાયટોકાઈનીન

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો અંતઃસ્રાવ અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે?
(A) IAA
(B) ઇથિલીન
(C) જીબરેલીન
(D) સાયટોકાઈનીના
ઉત્તર:
(D) સાયટોકાઇનીન

પ્રશ્ન 4.
સંગત જોડકા જોડો.

કૉલમ – I કૉલમ – II
(a) IAA (1) હેરીંગ માછલીના શુક્રકોષોના DNA
(b) ABA (2) બોલ્ટીંગ
(c) ઇથિલીન (3) વાયુરંધ્રોને બંધ કરે
(d) GA (4) નિંદણવિહીન લૉન (ઘાસ)
(e) સાયટોકાઈનીન (5) ફળ પરિપક્વન

(A) (a – 4), (b – 3), (c – 5), (d – 2), (e – 1)
(B) (a – 5), (b – 3), (c – 4), (d – 2), (e – 1)
(C) (a – 4), (b – 1), (c – 5), (d – 3), (e – 2)
(D) (a – 5), (b – 3), (c – 2), (d – 1), (e – 1)
ઉત્તર:
(A)

કૉલમ – I કૉલમ – II
(a) IAA (4) નિંદણવિહીન લૉન (ઘાસ)
(b) ABA (3) વાયુરંધ્રોને બંધ કરે
(c) ઇથિલીન (5) ફળ પરિપક્વન
(d) GA (2) બોલ્ટીંગ
(e) સાયટોકાઈનીન (1) હેરીંગ માછલીના શુક્રકોષોના DNA

પ્રશ્ન 5.
વાનસ્પતિક અંતઃસ્રાવોની ભૂમિકાઓ સંયુક્ત રીતે સહાયક હોઈ શકે છે. એટલે કે…………………
(A) બંને અંતઃસ્ત્રાવો એકસાથે કાર્ય કરે, પરંતુ તેમની અસરો પ્રતિરોધક હોય.
(B) બંને અંતઃસ્ત્રાવો એકસાથે કાર્ય કરે અને તેમની અસરો એકબીજાને પૂરક હોય.
(C) કોઈ એક અંત:સ્ત્રાવ એક કરતાં વધુ કાર્યોને અસર કરે.
(D) ઘણા બધા અંતઃસ્ત્રાવ કોઈ એક કાર્ય પર અસર દર્શાવે.
ઉત્તર:
(B) બંને અંતઃસ્ત્રાવો એકસાથે કાર્ય કરે અને તેમની અસરો એકબીજાને

પ્રશ્ન 6.
પૂરક હોય. સામાન્ય રીતે સફરજન મીણના કાગળથી આવરિત હોય છે, કારણ કે..
(A) સૂર્યપ્રકાશથી તેના રંગમાં ફેરફાર ન થાય.
(B) O2 નો પ્રવેશ અટકાવી, જારક શ્વસન અવરોધવા માટે.
(C) ઇજાના કારણે થતા ઇથિલીનના નિર્માણને અવરોધવા માટે.
(D) સફરજનનો દેખાવ સારો થાય છે.
ઉત્તર:
(B) O2 નો પ્રવેશ અટકાવી, જારક શ્વસન અવરોધવા માટે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 7.
વૃદ્ધિનું માપન ઘણી રીતે કરી શકાય છે? નીચેના પૈકી કયા માપદંડ દ્વારા વૃદ્ધિનું માપન શક્ય બને છે ?
(A) કોષોની સંખ્યામાં થતા વધારાથી.
(B) કોષોના કદમાં થતા વધારાથી.
(C) કદ અને લંબાઈમાં થતા વધારાથી.
(D) આપેલ તમામ.
ઉત્તર:
(D) આપેલ તમામ.

પ્રશ્ન 8.
વનસ્પતિની વૃદ્ધિમાં પ્લાસ્ટિસિટી (સુઘટ્યતા) એટલે શું?
(A) વનસ્પતિના મૂળમાં થતો વધારો.
(B) વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે.
(C) પ્રકાંડની લંબાઈમાં થતો વધારો.
(D) આપેલ પૈકી એકપણ નહિ.
ઉત્તર:
(B) વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે.

પ્રશ્ન 9.
શેરડીના પાકમાં શેનો છંટકાવ કરવાથી શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન વધારી શકાય છે ?
(A) IAA
(B) સાયટોકાઈનીન
(C) જીબરેલીન
(D) ઇથિલીન
ઉત્તર:
(C) જીબરેલીન

પ્રશ્ન 10.
ABA એ કયા PGR માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે છે ?
(A) ઇથિલીન
(B) સાયટોકાઈનીન
(C) GA3
(D) IAA
ઉત્તર:
(C) GA3

પ્રશ્ન 11.
એકસદની વનસ્પતિ…………
(A) એક જ અંડક ધરાવતા પુષ્પ ધરાવે.
(B) એક જ વખત પુષ્પનું નિર્માણ કરે અને મૃત્યુ પામે.
(C) એક જ પુષ્પ ધરાવે.
(D) આપેલ બધા
ઉત્તર:
(B) એક જ વખત પુષ્પનું નિર્માણ કરે અને મૃત્યુ પામે.

પ્રશ્ન 12.
પ્રકાશ અવધિની અનુભૂતિ વનસ્પતિમાં કોના દ્વારા થાય છે ?
(A) વર્ધમાન પેશી
(B) પુષ્પ
(C) પુષ્પીય કલિકા
(D) પણ
ઉત્તર:
(D) પર્ણો

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
યોગ્ય શબ્દ/શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો.
(a) વૃદ્ધિના ………………….. તબક્કામાં વૃદ્ધિદર વધુ અને ઝડપી હોય છે.
(b) દ્વિદળી વનસ્પતિઓમાં અગ્રકલિકામાં …………………… ની હાજરીના કારણે અગ્રકલિકા પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે.
(c) વનસ્પતિ સંવર્ધનની ક્રિયામાં, માધ્યમમાં ઑક્ઝિન સાથે …………………….. ઉમેરવાથી સારા પ્રમાણમાં કેલસ પ્રાપ્ત થાય છે.
(d) વાનસ્પતિક તબક્કામાં વનસ્પતિના ………………….. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ કરે છે.
ઉત્તર:
(a) ઝડપી વૃદ્ધિ તબક્કા
(b) ઑક્ઝિન
(c) સાયટોકાઈનીન
(d) પણ

પ્રશ્ન 2.
વનસ્પતિ વૃદ્ધિ નિયામકો (PGR) ઘણી રીતે ઉપયોગી છે. નીચેની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતા PGRના નામ આપો.
(a) શેરડીના ઉત્પાદનમાં વધારે કરે.
(b) પ્રરોહની પાર્થ વૃદ્ધિ પ્રેરે.
(c) બટાટાના ગ્રંથિલનું અંકુરણ કરે.
(d) બીજના અંકુરણને અવરોધે.
ઉત્તર:
(a) જીબરેલીક ઍસિડ
(b) સાયટોકાઇનીન
(c) ઇથિલીન
(d) ABA – એબ્લિસીક ઍસિડ

પ્રશ્ન 3.
પ્રાથમિક મૂળ અઠવાડિયામાં 5 cm થી 19 cm સુધી વૃદ્ધિ પામે છે. આ સમય દરમિયાનનો વૃદ્ધિદર અને સાપેક્ષ વૃદ્ધિદર ગણો.
ઉત્તર:
વૃદ્ધિ ત્રણ પરિબળો પર આધારિત છે.
(i) પ્રારંભિક કદ (WO)
(ii) વૃદ્ધિદર (r)
(iii) સમય (t)
W1 = WOert
જયાં, W1 = અંતિમ કદ
e = પ્રાકૃતિક લઘુગુણકનો આધાર
19 = 5 . (2.7)r × 7
\(\frac{19}{5}\) = (2.79)r × 7
3.8 = (2.7)r × 7
log 3.8 = r × 7 × log (2.7)
∴ 0.5798 = r × 7 × 0.4314
∴ r = \(\frac{0.5798}{7 \times 0.4314}\)
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 7

પ્રશ્ન 4.
ડાંગરના છોડ પર “બકાને’ રોગ માટે જવાબદાર રોગકારક ફૂગ જીબરેલા ફજીફુરોઈના સંશોધન દરમિયાન જાપાનમાં જીબરેલીનની શોધ થઈ.
(a) આ ફાયટોફોર્મોનના કોઈપણ બે કાર્યો જણાવો.
(b) જીબરેલીનની કઈ લાક્ષણિકતાના કારણે ડાંગરના છોડમાં બકાને (મૂર્ખ બીજાંકુરણ) રોગ થાય છે ?
ઉત્તર:
(a)

  1. જીબરેલીન્સ દ્વારા ગુલાબવત્ અસર ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટીંગની ક્રિયામાં વધારો થાય છે. એટલે કે પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠોની લંબાઈમાં વધારો થાય છે.
  2. તે બીજાંકુરણની ક્રિયાને પ્રેરે છે તેમજ બીજ અને કલિકાઓની સુષુપ્તતાને ઘટાડે છે.

(b) ફૂગ જીબરેલા ફુજીફરોઈના ચેપના કારણે ડાંગરના છોડની આંતરગાંઠોની લંબાઈમાં વધારો થતો હોવાથી તેની લંબાઈમાં વધારો થાય છે.
આ ફૂગ દ્વારા વનસ્પતિ અંતઃસ્ત્રાવ GAનો વધુ સ્રાવ થતો હોવાથી આ છોડ સામાન્ય છોડ કરતાં વધુ ને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેથી તેમને મૂર્ખ છોડ કહે છે. સમય જતાં તેઓ મૃત્યુ પામે છે.

પ્રશ્ન 5.
જીબરેલીન જનીનીક રીતે કેનાબીસની ……………………… વનસ્પતિમાં ……………………… પુષ્પોના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે, જ્યારે ઇથિલીન જનીનીક રીતે
……………………… વનસ્પતિમાં ……………………. પુષ્પોના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે.
ઉત્તર:
સામાન્ય કાર્યો ઉપરાંત, જીબરેલીન અને ઇથિલીન કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ અસર દર્શાવે છે.

જીબરેલીન જનીનીક રીતે કેનાબીસની માદા વનસ્પતિમાં નર પુષ્પોના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે, જ્યારે ઇથિલીન જનીનીક રીતે નર વનસ્પતિમાં માદા પુષ્પોના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 6.
નીચે આપેલ વનસ્પતિઓને દીર્ઘ દિવસીય, લઘુ દિવસીય અને તટસ્થ દિવસીય વનસ્પતિઓમાં વર્ગીકૃત કરો.
[ ઝેન્થીયમ (ગોખરૂ), હેનબેન (Hyosoyamus niger) , પાલખ, ચોખા, સ્ટ્રોબેરી, બ્રાયોફાયલમ (પાનટી), સૂર્યમુખી, ટામેટા, મકાઈ ]
ઉત્તર:

દીર્ઘ દિવસીય વનસ્પતિઓ લઘુ દિવસીય વનસ્પતિઓ. તટસ્થ દિવસીય વનસ્પતિઓ
હેનબેન (Hyoscyamusniger) ઝેન્થીયમ (ગોખરૂ) સૂર્યમુખી
બ્રાયોફાયલમ (પાનફૂટી) ચોખા (ડાંગર) ટામેટા
પાલખ સ્ટ્રોબેરી મકાઈ

પ્રશ્ન 7.
ખેડૂત તેના ખેતરમાં કાકડીના છોડ વાવે છે. તે છોડમાં માદા પુષ્પોનું નિર્માણ વધુ થાય તેવું ઇચ્છે છે. કયા વનસ્પતિ અંતઃસ્રાવનો ઉપયોગ કરવાથી આ શક્ય બનશે ?
ઉત્તર:
ઇથિલીન : વાનસ્પતિક અંતઃસ્રાવનો ઉપયોગ કરવાથી આ શક્ય બનશે. કારણ કે ઇથિલીન કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે, જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે.

પ્રશ્ન 8.
નીચે આપેલ અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં ક્યાં સંશ્લેષણ (નિર્માણ) પામે છે ?
(a) IAA,
(b) જીબરેલીન્સ,
(c) સાયટોકાઇનીન.
ઉત્તર:
(a) IAA: તેને રાસાયણિક રીતે ઑક્ઝિન્સ પણ કહે છે. તે સામાન્ય રીતે પ્રકાંડ તેમજ મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે સર્જાય છે.

(b) જીબરેલીન : તેનું નિર્માણ પ્રકાંડની ટોચની કલિકાઓ, તરૂણ પણ, મૂળની ટોચે અને વિકાસ પામતા બીજમાં થાય છે.

(c) સાયટોકાઈનીન : વનસ્પતિના એવા ભાગોમાં સંશ્લેષિત થાય છે કે જયાં ત્વરિત કોષવિભાજન થતું હોય. ઉદા. તરીકે મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોહ, કલિકાઓ, તરૂણ ફળ અને બીજ.

પ્રશ્ન 9.
વનસ્પતિ ઉદ્યાન અને ચાના બગીચામાં માળી દ્વારા વનસ્પતિઓને નિયમિત રીતે ટ્રીમીંગ કરવામાં આવે, એટલે કે સુવ્યવસ્થિત રીતે કાપવામાં આવે છે. આ ક્રિયા પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ હોય ખરું ? તેનું વર્ણન કરો.
ઉત્તર:
ચાનાં છોડ અને અન્ય વનસ્પતિઓમાં રહેલ અગ્રકલિકા પાર્થ કલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. આ માટે તેઓમાં સ્રાવ પામતો ઑક્ઝિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. આ ક્રિયાને અગ્રીય પ્રભાવિતા કહે છે.

  1. વનસ્પતિ ઉદ્યાન અને ચાના બગીચામાં અગ્રકલિકાઓને નિયમિત રીતે કાપતાં પાર્થકલિકાઓનો વિકાસ સારી રીતે થાય છે, જે છોડને કલાત્મક રીતે આકર્ષિત બનાવે છે.
  2. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, જો અગ્રકલિકાને દૂર કરીએ તો ઑક્ઝિનનું પ્રમાણ ઘટે છે, જે અગ્રીય પ્રભાવિતાની ક્રિયાને ઘટાડે છે, જેથી પાર્શ્વકલિકાઓ વધુ ને વધુ વિકાસ પામે છે.

પ્રશ્ન 10.
પ્રકાશ દરેક સજીવોના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિની કોઈપણ ત્રણ દેહધાર્મિક ક્રિયાઓના નામ આપો, જેમાં પ્રકાશ તેમને અસર કરતો હોય ?
ઉત્તર:
(i) પ્રકાશસંશ્લેષણ :

  1. આ પ્રક્રિયા સંપૂર્ણ પ્રકાશ ઉપર આધારિત છે.
  2. પ્રકાશની તીવ્રતા અને ગુણવત્તા બંને પ્રકાશસંશ્લેષણ પર અસર કરે છે.
  3. પ્રકાશસંશ્લેષણ દરના આધારે જ વનસ્પતિની ઉત્પાદકતા નક્કી થાય છે.

(ii) બાષ્પોત્સર્જન :

  1. આ ક્રિયામાં વનસ્પતિના હવાઈ અંગોની સપાટી દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવામાં આવે છે.
  2. પ્રકાશની હાજરીમાં તાપમાનમાં વધારો થાય, જેના કારણે વનસ્પતિના બાષ્પોત્સર્જન દરમાં પણ વધારો થાય છે.

(iii) પુષ્પસર્જન :

  1. પ્રકાશનો સમયગાળો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિમાં પુષ્પસર્જનની ક્રિયા પ્રકાશ અવધિ પર આધારિત હોય છે.
  2. પ્રકાશ અવધિના આધારે વનસ્પતિઓને દીર્ઘ દિવસીય, લઘુ દિવસીય અને તટસ્થ દિવસીય વનસ્પતિઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 11.
નીચે આપેલ આકૃતિ સીગ્નોઇડ વક્ર દર્શાવે છે. તેમાં આપેલ 1, 2 અને 3નું નામનિર્દેશન કરો.
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 4
ઉત્તર:

  1. ધીમી વૃદ્ધિ તબક્કો
  2. ઝડપી વૃદ્ધિ તબક્કો
  3. સ્થાયી વૃદ્ધિ તબક્કો

પ્રશ્ન 12.
વૃદ્ધિ એ દરેક સજીવોનો અગત્યનો ગુણધર્મ છે. શું એકકોષી સજીવો પણ વૃદ્ધિ પામે છે? જો હોય તો તેનું માપન કેવી રીતે શક્ય છે ?
ઉત્તર:
વૃદ્ધિ એ દરેક સજીવોનો અગત્યનો ગુણધર્મ છે, જે સજીવોને નિર્જીવોથી અલગ પાડે છે. દરેક સજીવો તેમની સંખ્યામાં તેમજ કદમાં વૃદ્ધિ દર્શાવે છે.

એકકોષી સજીવો પણ કોષના કદના આધારે તેમજ પ્રજનનથી થતા વિભાજનના આધારે તેમની સંખ્યામાં વૃદ્ધિ દર્શાવે છે. એકકોષી સજીવો વિભાજનની ક્રિયાના આધારે પ્રજનન કરી પોતાની સંખ્યામાં વધારો દર્શાવે છે, જ્યારે કોષરસમાં વધારો થતા તેમના કદમાં વધારો થાય છે.

પ્રશ્ન 13.
જ્યારે ડાંગરના છોડ ફૂગ જીબરેલા ફુજીફરોઈથી રોગગ્રસ્ત બને તો તેવા છોડને “મૂર્ખ છોડ” કહે છે. તેની પાછળનું કારણ શું છે?
ઉત્તર:
જ્યારે ડાંગરના છોડ ફૂગ જીબરેલા ફુજીફરોઈથી રોગગ્રસ્ત બને છે ત્યારે છોડની આંતરગાંઠોની લંબાઈમાં વધારો થાય છે. આથી આ છોડ સામાન્ય છોડ કરતાં ઘણા ઊંચા બને છે, જેથી તેમને “મૂર્ખ છોડ” કહે છે. આ ક્રિયા માટે ફૂગમાંથી સ્રાવ પામતો અંતઃસ્ત્રાવ GA જવાબદાર છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
નીકોટીએના ટોબકેમ લઘુ દિવસીય વનસ્પતિ છે, જ્યારે તેને આવશ્યક સમયગાળા કરતાં વધુ પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે તેઓમાં પુષ્પસર્જન પ્રેરાતું નથી. સમજાવો.
ઉત્તર:
લઘુ દિવસીય વનસ્પતિઓ એટલે એવી વનસ્પતિઓ કે જેમાં પુષ્પસર્જન માટે પ્રકાશની નિયત અવધિ કરતાં ઓછા પ્રકાશની જરૂર હોય.

પાક તમાકુનો છોડ લઘુ દિવસીય વનસ્પતિ છે. આથી જો તેને નિયત અવધિ કરતાં વધુ પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે તેઓમાં પુષ્પસર્જન પ્રેરાતું નથી.

પ્રશ્ન 2.
નીચે આપેલા કોષોની લાક્ષણિકતાઓ જણાવો.
(a) મૂલાગ્રની ટોચે રહેલા વર્ધમાન કોષો.
(b) મૂળના વિસ્તરણ પ્રદેશમાં રહેલા કોષો.
ઉત્તર:
(a) મૂલાગ્રની ટોચે રહેલા વર્ધમાન કોષો :

  1. જીવરસથી ભરપૂર હોય.
  2. મોટું કોષકેન્દ્ર ધરાવે.
  3. કોષદીવાલ પ્રાથમિક, પાતળી અને વધુ માત્રામાં સેલ્યુલોઝ ધરાવે તેમજ ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓના જોડાણ ધરાવે છે.

(b) મૂળના વિસ્તરણ પ્રદેશમાં રહેલા કોષો :

  1. વિભાજન પ્રદેશની નીચે (ટોચથી સહેજ દૂર) આવેલ.
  2. કોષનું વિસ્તરણ થવું અને નવી કોષદીવાલ બનવી વગેરે આ પ્રદેશની લાક્ષણિકતા છે.
  3. આ તબક્કામાં કોષો મોટા કદની રસધાનીઓ ધરાવે છે.

પ્રશ્ન 3.
શું પ્રાણીઓ કરતાં વનસ્પતિમાં વૃદ્ધિના ભાગ અલગ હોય છે? શું વનસ્પતિના બધાં જ અંગો અમર્યાદિત વૃદ્ધિ પામે છે? જો ના હોય તો વનસ્પતિના કયા ભાગો અમર્યાદિત વૃદ્ધિ પામે છે ?
ઉત્તર:
વનસ્પતિઓ અમર્યાદિત વૃદ્ધિ દર્શાવે છે એટલે કે વનસ્પતિઓ જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા દર્શાવે છે. આ માટે વનસ્પતિ દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર આવેલી વર્ધનશીલ પેશી જવાબદાર છે.

  1. વર્ધનશીલ પેશીના કોષો સતત કોષવિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. જો કે નવા સર્જાયેલા કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા ગુમાવી વનસ્પતિ દેહની રચના કરે છે.
  2. પ્રાણીઓમાં વૃદ્ધિની ક્રિયા ચોક્કસ સમયગાળા સુધી જ થાય છે, ત્યારબાદ વૃદ્ધિની ક્રિયા અટકે છે.
  3. વનસ્પતિના બધા જ અંગો અમર્યાદિત વૃદ્ધિ ધરાવતા નથી. ફક્ત પ્રરોહાગ્ર અને મૂલાગ્ર જ અમર્યાદિત વૃદ્ધિ દર્શાવે છે. આ માટે આ અંગોમાં આવેલ અગ્રસ્થ વર્ધનશીલ પેશી જવાબદાર છે.

પ્રશ્ન 4.
નીચે આપેલ શબ્દોને વિવિધ વનસ્પતિ પેશીઓના ઉદાહરણ લઈ 2 થી 3 લાઈન (લીટી)માં વર્ણવો.
(a) વિભેદન
(b) નિર્વિભેદન
(c) પુર્નવિભેદન.
ઉત્તર:
(a) વિભેદન :

  • મુળ અને પ્રકોડની અગ્રસ્થ વર્ષનશીલ પેશી તેમજ એધાના કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા કોષો વૃદ્ધિ અને વિકાસ પામી વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ થાય છે. પરિપક્વ થવાની કોષની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે.
  • વિભેદન દરમિયાન કોષો કોષદીવાલ અને જીવસમાં કેટલાક રચનાત્મક ફેરફારો દર્શાવે છે.
  • ઉદા. તરીકે જલવાહિનીના ધટક સ્વરૂપે કોષો વિભેદન પામવા માટે પોતાનો જીવરસ ગુમાવે છે અને પછી તેઓ એક મજબૂત, સ્થિતિસ્થાપક, લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષદીવાલનો વિકાસ કરે છે, જે ઊંચા તણાવમાં પન્ન લાંબા અંતર સુધી પાણીનું વહન કરવા માટે સક્ષમ હોય છે.

(b) નિર્વિભેદન :

  • જીવિત વિભૂદિત કોષો કે જેઓએ વિભાજનની ક્ષમતા ગુમાવી છે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં પુનઃવિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે, આ ક્ષમતાને નિર્વિભેદન કહે છે.
  • ઉદા. તરીકે આંતરપુલીય એધા અને વસૈધા જેવી વર્ષનશીલ પેશીઓનું નિર્માણ મૃદુતક કોષોમાંથી થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

(c) પુર્નવિભેદન :

  • વર્ષનશીલ પેશીઓ કે જે વિભાજન પામી નવા કોષોનું ઉત્પાદન કરે છે, તેઓ ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને છે એટલે કે તેઓ પુર્નવિભેદિત થાય છે.
  • વનસ્પતિઓમાં વૃદ્ધિ સતત હોય છે એટલે કે તે અપરિમિત કે પરિમિત હોઈ શકે.
  • વનસ્પતિઓમાં વિભેદનની ક્રિયા સતત થાય છે, કારણ કે એક જ વર્ધમાન પેશીથી નિર્માણ પામેલ પૈશી કે કોષો પરિપક્વ બની ભિન્ન સંરચનાઓ ધરાવે છે, કોષ કે પૈશીનું અંતિમ સ્વરૂપ ક્યાં સ્થાન પામેલ છે તેના પરથી ઓ બાબતે નક્કી થાય છે.
  • ઉદા. તરીકે મૂળની અગ્રસ્થ વર્ષનશીલ પેશીના દૂરસ્થ ભાગે આવેલા કૌષો મૂળટોપ કોષમાં વિભેદન પામે છે.
  • જયારે મૂળટોપ પરિઘ તરફ ખસે ત્યારે તેઓ અધિસ્તર સ્વરૂપે પરિપક્વ પામે છે.

પ્રશ્ન 5.
ઑક્ઝિન એ વૃદ્ધિ અંતઃસ્રાવ છે અને તે કોષની લંબાઈમાં થતા વધારા માટે જવાબદાર છે. તે બાગાયતવિદ્યામાં વૃદ્ધિ, પુષ્પસર્જન અને મૂળસર્જન પ્રેરવામાં ઉપયોગી છે. નીચે આપેલા શબ્દોને ઑક્ઝિનના આધારે ટૂંકમાં વર્ણવો.
(a) ઑક્ઝિનના વ્યુત્પન્નો
(b) એન્ટી-ઑક્ઝિન
(c) સંશ્લેષિત ઑન્ઝિન્સ
ઉત્તર:
ઑક્ઝિન અગત્યનો ફાયટોફોર્મોન છે, જે દરેક વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે.

(a) ઑનિના વ્યુત્પનો :

  1. પાસ તેઓ ક્ઝિનના સંશ્લેષણ માટેના કાચા પદાર્થો (ગ્નોત) છે.
  2. IAAનું સંશ્લેષણ ટ્રીપ્ટોફેન, એડેનાઇન ઘટકો અને કેરોટીનોઇડ્મના વ્યુત્પન્નોમાંથી થાય છે.

(b) એન્ટી-ઑક્ઝિન :
તેઓ ઑક્ઝિનને અવરોધતા રસાયણો છે.
ઉદા. તરીકે P-ક્લોરોફિનોક્સી આઇસો બ્યુટીરીક ઍસિડ (PCIB), TIBA.

(c) સંશ્લેષિત ઑક્ઝિન :
તેઓનું સંશ્લેષણ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં કરવામાં આવે છે. ઉદા. 2-4, D, NAA, IBA વગેરે.

પ્રશ્ન 6.
“ઇથિલીન અને એગ્લેિસીક ઍસિડ હકારાત્મક અને નકારાત્મક અસરો દર્શાવે છે.” આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 8

પ્રશ્ન 7.
પ્રયોગ દરમિયાન કોઈ એક જ અંતઃસ્રાવની અસરો જાણવી શા માટે મુશ્કેલ છે ?
ઉત્તર:
વનસ્પતિકોષો દ્વારા વાનસ્પતિક અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ જાતે જ અને વ્યક્તિગત રીતે થાય છે, જેમાં ઑક્ઝિન, GA, ABA, ઇથિલીન તેમજ સાયટોકાઈનીનનો સમાવેશ થાય છે.

  • વનસ્પતિમાં તેમના વહન માટે કોઈ અલગ તંત્રની વ્યવસ્થા હોતી નથી. આથી વનસ્પતિ ઉપર તેમની અસરો એકસાથે મિશ્ર થઈને વર્તાય છે. ઉદા. તરીકે ઑક્ઝિન અને CAની મોટાભાગની અસરો સમાન છે. તે જ રીતે, વનસ્પતિના ઘણાં કાર્યોનું નિયમન ઇથિલીન અને ABAની સંયુક્ત અસર હેઠળ થાય છે.
  • આ ઉપરાંત, વાનસ્પતિક અંતઃસ્ત્રાવોની અસરો વનસ્પતિમાં અને વનસ્પતિની બહાર તદ્દન જુદી છે.

પ્રશ્ન 8.
કઈ ક્રિયા દ્વારા અગ્રકલિકા પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે ? આ ઘટનાને દૂર કરવાનો ઉપાય આપો.
ઉત્તર:
મોટાભાગની ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાઓના નિર્માણને અવરોધે છે. આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહે છે. આ માટે અગ્રકલિકામાંથી મુક્ત થતો વનસ્પતિ અંતઃસ્રાવ ઑક્ઝિન જવાબદાર છે.

આ ક્રિયાને અટકાવવા માટે વનસ્પતિ પર સાયટોકાઇનીનનો છંટકાવ કરવામાં આવે છે, જે પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને પ્રેરે છે. આ ઉપરાંત નિયત અંતરે વનસ્પતિઓની અગ્રકલિકાઓને ટ્રીમીંગ દ્વારા દૂર કરતા પાર્શ્વકલિકાઓનું નિર્માણ પ્રેરાય છે.

પ્રશ્ન 9.
પ્રાણીઓમાં અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ ગ્રંથિઓ આવેલ હોય છે, જ્યારે વનસ્પતિઓમાં તેનો અભાવ હોય છે. વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોનું નિર્માણ ક્યાં થાય છે ? કેવી રીતે અંતઃસ્ત્રાવો તેમના નિર્માણ સ્થાનેથી કાર્ય સ્થાને વહન પામે છે ?
ઉત્તર:
વનસ્પતિને જ્યારે જરૂર હોય ત્યારે તેના કોષો દ્વારા અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય છે. કેટલાક અંતઃસ્ત્રાવો વનસ્પતિના ચોક્કસ ભાગોમાં જ સંશ્લેષણ પામે છે. ઉદા. ઑક્ઝિનનું સંશ્લેષણ વનસ્પતિની અગ્રકલિકાના ટોચના ભાગે થાય છે. ઇથિલીન પાકેલા ફળમાંથી મુક્ત થાય છે. વિભાજન પામતાં કોષો સાયટોકાઈનીનો સ્રાવ કરે છે.

  1. પ્રાણીઓનું શરીર વનસ્પતિઓની સરખામણીમાં વધુ વિકસિત હોય છે અને તેમાં અંતઃસ્ત્રાવોનું નિર્માણ વિશિષ્ટ ગ્રંથિઓ દ્વારા થાય છે.
  2. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અંતઃસ્ત્રાવોનું વહન વાહકતંત્ર દ્વારા થાય છે. વનસ્પતિઓમાં જલવાહક અને અન્નવાહક વાહકપેશીઓ તરીકે વર્તે છે અને તેઓ અંતઃસ્ત્રાવોનું વહન કરે છે.

પ્રશ્ન 10.
વિજ્ઞાનની ઘણી શોધો આકસ્મિક રીતે થાય છે, જે વનસ્પતિ અંતઃસ્ત્રાવો બાબતે પણ સાચું છે. આ વિધાનને તમે ઉદાહરણ આપી સમજાવો. આ રીતે આકસ્મિક રીતે થતી શોધને કયા શબ્દથી ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
વનસ્પતિ અંત:સ્રાવ જીબરેલીનની શોધ પણ આકસ્મિક રીતે થયેલા છે. તે ડાંગરના ખેતરમાં સૌ પ્રથમ જોવા મળ્યું.

  1. ડાંગરના ખેતરમાં કેટલાક છોડ અન્ય છોડ કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હતા. વૈજ્ઞાનિક સંશોધન કરતા માલુમ પડ્યું કે આ છોડ જીબરેલા ફુજીફુરોઈ ફૂગથી રોગગ્રસ્ત હતા.
  2. આ ફૂગ દ્વારા વધુ પ્રમાણમાં વાનસ્પતિક અંતઃસ્ત્રાવ જીબરેલીક ઍસિડનો સ્રાવ થતો હતો, જે ડાંગરની છોડની વધુ ઊંચાઈ માટે જવાબદાર છે.
  3. ત્યારબાદ આ રાસાયણિક ઘટક બધી જ વનસ્પતિઓમાં જોવા મળ્યો, જેને જીબરેલીન તરીકે ઓળખવામાં આવે છે.
  4. આ રીતે આકસ્મિક થતી શોધને “સેરેનડીપીટી (Serendipity)” શબ્દથી ઓળખવામાં આવે છે. તેનો મતલબ લાભદાયી ફટકો (Fortunate happenstance) છે. તેને Horace Walpale (હોરેસ વાલ્પોલ) દ્વારા 1754માં વર્ણવામાં આવ્યો.

પ્રશ્ન 11.
કાર્પેટ જેવું ઘાસ મેળવવા માટે તેને નિયમિતપણે કાપવું પડે છે. આ વિધાન માટેની કોઈ વૈજ્ઞાનિક સમજૂતી આપો.
ઉત્તર:
ઘાસને નિયમિતપણે કાપતાં તેની અગ્રકલિકા સમયાંતરે દૂર થાય છે, જેના કારણે પાર્શ્વકલિકાઓ ઝડપથી વૃદ્ધિ પામે છે.

  1. સામાન્ય રીતે અગ્રકલિકામાંથી ઑક્ઝિનનો સ્રાવ થાય છે, જે પાર્શ્વકલિકાઓના નિર્માણને અવરોધે છે. આ અસરને અગ્રીય પ્રભાવિતા કહે છે.
  2. જો ઘાસને નિયમિતપણે કાપતાં રહીએ તો પાર્થકલિકાઓની વૃદ્ધિના કારણે ઘાસ ગાઢ બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 12.
વિવિધ કોષોની સ્લાઈડ જોતાં, આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ સ્લાઈડ વર્ધમાન કોષોની છે કે અવિભાજનશીલ અન્ય કોષોની છે ?
ઉત્તર:
નીચે આપેલ લાક્ષણિકતાઓના આધારે વધુનશીલ કોષોની ઓળખ થાય છે :

  1. કોષો જીવરસથી ભરેલા અને પાતળી સેલ્યુલોઝની બનેલ કોષદીવાલ ધરાવે.
  2. કોષો ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓના જોડાણ ધરાવે.
  3. સમવિભાજન પ્રકારે વિભાજન પામતાં કોષો સ્પષ્ટ જોઈ શકાય.
  4. કોષો મધ્યમાં મોટું કોષકેન્દ્ર ધરાવે.

આ બધી લાક્ષણિકતાઓના આધારે કહી શકાય કે કોષો વિભાજનશીલ છે. આ સ્થાને કોઈ રચના સ્પષ્ટ જોઈ શકાતી નથી.

અવિભાજનશીલ કોષો આ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે.

  1. કોષો ચોક્કસ આકાર અને કદ ધરાવે.
  2. રચનાત્મક અને દેહધાર્મિક રીતે વિભૂદિત હોય.
  3. વિવિધ પ્રકારના કોષો – અધિસ્તર, બાહ્યક, વાહકપેશીઓ વગેરેનું – નિર્માણ કરે.

પ્રશ્ન 13.
રબરબેન્ડ ખેંચાય છે અને પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. ચીંગમ ખેંચાય છે, પરંતુ તે પોતાની મૂળ સ્થિતિમાં પાછી ફરતી નથી. આ બંને ક્રિયા વચ્ચે કોઈ ભેદ રહેલ છે ? આ બાબતની વનસ્પતિની વૃદ્ધિના સંદર્ભમાં ચર્ચા કરો.
[Hint : સ્થિતિસ્થાપકતા – પ્રતિવર્તી ક્રિયા, પ્લાસ્ટિસિટી – અપ્રતિવર્તી ક્રિયા ]
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 9
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 10

પ્રશ્ન 14.
આકૃતિમાં નામનિર્દેશન કરો.
(a) દ્વિદળી વનસ્પતિનો આ કયો ભાગ છે ?
(b) જો આકૃતિમાં દર્શાવેલ (1)નો ભાગ દૂર કરવામાં આવે તો શું થાય ?
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 11
ઉત્તર:
(1) પ્રરોહાગ્ર (અગ્રકલિકા)
(2) તરૂણ પ.
(A) આપેલ આકૃતિ દ્વિદળી વનસ્પતિની પ્રરોહાઝ (અગ્રકલિકા)ની છે.
(B) જો અગ્રસ્થ કલિકાને દૂર કરવામાં આવે તો પાર્થકલિકાઓ (કક્ષ કલિકાઓ)ની વૃદ્ધિ પ્રેરાય છે, જે શાખાઓના સ્વરૂપમાં વૃદ્ધિ પામેછે.

પ્રશ્ન 15.
વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને વૃદ્ધિ પામે છે, તો શા માટે આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ અપરિમિત છે, જ્યારે પ્રાણીઓમાં પરિમિત છે ? આ વાક્ય વાદળીઓ માટે સાચું છે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 12
પ્રાણીઓમાં વાદળી અપવાદ છે. કારણ કે વાદળીઓ પેશીસ્તરીય આયોજન દર્શાવતી નથી. આથી તેનો દરેક કોષ નવા પ્રાણીનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. આ બધા કારણોના લીધે વાદળીઓ જીવનભર વૃદ્ધિ દર્શાવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 16.
અસંયોગીજનન એટલે શું ? અસંયોગીજનન પ્રેરતા વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ આપો.
ઉત્તર:
અસંયોગીજનન એટલે ફલનની ક્રિયા વગર જ ફળનો વિકાસ. તેથી આવા ફળમાં બીજ હોતા નથી.

વનસ્પતિ અંતઃસ્ત્રાવો જેવા કે ઑક્ઝિન અને જીબરેલીનનો છંટકાવ કરી કૃત્રિમ રીતે સંયોગીજનન પ્રેરવામાં આવે છે. ઉદા. તરીકે દ્રાક્ષ, પપૈયા વગેરેમાં.

પ્રશ્ન 17.
જ્યારે આપણે તડબૂચ ખાઈએ છીએ ત્યારે એવી આશા રાખીએ છીએ કે તે બીજવિહીન હોય. વનસ્પતિ દેહશાસ્ત્ર તરીકે તમે કોઈ એવી પદ્ધતિ આપી શકો કે આ શક્ય બને.
ઉત્તર:
અસંયોગીજનની ક્રિયાથી બીજવિહીન ફળનું નિર્માણ કરી શકાય છે. આ ક્રિયામાં ફલનની ક્રિયા વગર જ ફળનું નિર્માણ થાય છે, તેથી આવા ફળમાં બીજ હોતા નથી. જો કૃત્રિમ રીતે તડબૂચ પર ઑક્ઝિન અને જીબરેલીનનો છંટકાવ કરવામાં આવે તો આપણે બીજવિહીન તડબૂચ પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રશ્ન 18.
માળી તેની લૉન (ઘાસ)માં કેટલાક પહોળા પર્ણો ધરાવતા નિંદણના છોડને જોવે છે. આ નિંદણને દૂર કરવા માટે તે શું કરશે?
ઉત્તર:
પહોળા પર્ણો ધરાવતા દ્વિદળી નિંદણને દૂર કરવા કે નાશ કરવા માટે તેની પર 2, 4-D (ઑક્ઝિનનો એક પ્રકાર)નો છંટકાવ કરશે. આ રસાયણ નિંદણનો નાશ કરી લૉન (ઘાસ)ને નિંદણ મુક્ત કરે છે.

પ્રશ્ન 19.
બીજાંકુરણ દરમિયાન સૌ પ્રથમ પર્ણો વચ્ચે પ્રરોહાગ્રનું નિર્માણ થાય છે, પાછળથી પુષ્પ જોવા મળે છે. ‘
(a) આવું શા માટે થાય છે ?
(b) વનસ્પતિ માટે આ કેવી રીતે ફાયદાકારક છે ?
ઉત્તર:
(a) જ્યારે બીજનું અંકુરણ થાય છે ત્યારે વનસ્પતિ વાનસ્પતિક વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે. આ તબક્કામાં વનસ્પતિ પણે, મૂળ, પ્રકાંડ, શાખાઓ વગેરેનું નિર્માણ કરે છે. આ તબક્કામાં વનસ્પતિ પ્રકાશ પ્રત્યે સંવેદી બની, પુષ્પસર્જન માટેના અંતઃસ્ત્રાવ (ફલોરીજન)નું નિર્માણ કરે છે.

(b) વાનસ્પતિક તબક્કો વનસ્પતિને પ્રજનનઅંગો જેવા કે પુષ્પ, ફળ અને બીજ ધારણ કરવા માટે તૈયાર કરે છે. આ ઉપરાંત આ તબક્કા દરમિયાન વનસ્પતિ વૃદ્ધિ પામી, પુખ્ત બને છે અને ત્યારબાદ પ્રજનન કરે છે.

પ્રશ્ન 20.
ખાલી જગ્યા પૂરો.
(a) …………………… તબક્કામાં વૃદ્ધિની ક્રિયા ઝડપી જોવા મળે છે.
(b) …………………. ના કારણે અગ્રીય પ્રભાવિતા જોવા મળે છે.
(c) ………………….. મૂળના સર્જનને પ્રેરે છે.
(d) સપુષ્પી વનસ્પતિમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ રંજકદ્રવ્યો ……………………… છે.
ઉત્તર:
(a) ઝડપી વૃદ્ધિ તબક્કો,
(b) ઑક્ઝિન,
(c) સાયટોકાઇનીન,
(d) ફાયટોક્રોમ

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
ઘઉંની કેટલીક જાતિઓ વસંતની જ્યારે કેટલીક જાતિઓ શિયાળાની હોય છે. ખેડૂત વસંતની જાતિ ઊગાડે છે અને ઋતુના અંતે તેની લાગણી કરે છે. જો શિયાળાની જાતિ વસંતમાં વાવવામાં આવે તો તેમાં પુષ્પનું નિર્માણ થતું નથી કે બીજનું નિર્માણ થતું નથી. આવું શા માટે થાય છે ? તેનું વર્ણન કરો.
ઉત્તર:

  • કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી પ્રાપ્ત થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે.
  • તે વનસ્પતિની પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને અવરોધે છે અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે.
  • વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. ઉદા. તરીકે, કેટલાક મહત્ત્વના પાક (ખાદ્ય વનસ્પતિઓ) જેવા કે ઘઉં, જવ, રાઈ બે પ્રકારની જાતો ધરાવે છે.
    1. શિયાળાની અને
    2. વસંતની.
  • સામાન્ય રીતે વસંતઋતુમાં બીજનું વાવેતર થાય છે, જે ઋતુની સમાપ્તિ કે અંતમાં પુખ કે ફળનું સર્જન પ્રેરે છે.
  • જો શિયાળામાં ઊગતી વનસ્પતિ જાતિઓને વસંતઋતુમાં વાવવામાં આવે તો તેમાં પુષ્પસર્જન કે ફળસર્જન પ્રેરાતું નથી. તેથી તેઓને શરદઋતુમાં વાવવામાં આવે છે. તેઓ અંકુરિત થાય છે. શિયાળામાં તેઓમાં નવી કૂપળો આવે છે, પછી વસંતઋતુમાં તેઓ પુuસર્જન અને ફળસર્જન દર્શાવે છે અને તેઓની કાપણી (લણણી) મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન કરવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ 13

  • વાસંતીકરણના કેટલાક ઉદાહરણ દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં પણ જોવા મળે છે.
  • દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એકત્રીકેસરી વનસ્પતિઓ છે, જે સામાન્ય પુષ્પો ધરાવે છે અને બીજી ઋતુમાં પુખસર્જન દર્શાવી નાશ પામે છે. ઉદા. શક્કરિયા, ગાજર, કોબીજ વગેરે.
  • દ્વિવર્ષાયુ વનસ્પતિઓને નીચું તાપમાન આપવાથી તેઓમાં પ્રકાશ અવધિના કારણે પુષ્પસર્જનની પ્રતિક્રિયા વધી જાય છે.

પ્રશ્ન 2.
આ જાણીતું છે કે ઘઉંની કેટલીક જાતિઓને શરદ ઋતુમાં વાવવામાં આવે છે, પરંતુ તેમની લણણી મધ્યગ્રીષ્મ ઋતુ દરમિયાન કરવામાં આવે છે.
(a) આ માટેનું સંભવિત કારણ શું હોઈ શકે ?
(b) નીચા તાપમાને પુષ્પસર્જન પ્રેરવાની આ ક્રિયાને શું કહે છે?
(c) ઠંડા પર્યાવરણ (તાપમાન)ની અવેજીમાં કયા વાનસ્પતિક અંતઃસ્રાવની સારવાર આપી શકાય ?
ઉત્તર:
(a) ઘઉં એકવર્ષાયુ વનસ્પતિ છે. તેને તેનો વાનસ્પતિક તબક્કો પૂરો કરવા માટે લગભગ એક વર્ષ લાગે છે અને ત્યારબાદ તે પુષ્પ અને ફળ (બીજ)નું નિર્માણ કરે છે.
– આ કારણના લીધે જો તેને શરદ ઋતુમાં વાવવામાં આવે, તો શિયાળા દરમિયાન તેને નીચું તાપમાન પ્રાપ્ત થાય છે કે જે તેને વાનસ્પતિક વૃદ્ધિ પૂરી કરવામાં ઉપયોગી છે. તેઓ વસંત ઋતુમાં વૃદ્ધિ પામી પુષ્પસર્જન કે ફળસર્જન દર્શાવે છે અને મધ્યગ્રીષ્મ ઋતુમાં તેની વાવણી કરવામાં આવે છે.

(b) કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી પ્રાપ્ત થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે.
– તે વનસ્પતિની પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને અવરોધે છે અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે.

(c) જીબરેલીક ઍસિડ.

GSEB Solutions Class 11 Biology Chapter 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ

પ્રશ્ન 3.
અંતઃસ્ત્રાવોના નામ આપો કે જેઓ ……………
(a) વાયુરૂપ (બાષ્પશીલ) પ્રકૃતિ ધરાવે છે.
(b) પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે.
(c) કાકડીમાં માદા પુષ્પોના નિર્માણને ઉત્તેજે છે.
(d) દ્વિદળીમાં નિંદણનાશક તરીકે વર્તે છે.
(e) દીર્ઘ દિવસીય વનસ્પતિમાં પુષ્પનિર્માણની ક્રિયાને પ્રેરે છે.
ઉત્તર:
(a) ઇથિલીન
(b) ઑક્ઝિન
(c) ઇથિલીન
(d) 2-4 D (સંશ્લેષિત ઑક્ઝિન)
(e) જીબરેલીન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *