GSEB Class 11 Biology Important Questions Chapter 2 જૈવિક વર્ગીકરણ

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 2 જૈવિક વર્ગીકરણ Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 2 જૈવિક વર્ગીકરણ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા જીવવિજ્ઞાનીના સમયગાળામાં બહુ પ્રચલિત હતી ?
ઉત્તર:
લિનિયસ.

પ્રશ્ન 2.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતી કયા જીવશાસ્ત્રીએ આપી?
ઉત્તર:
આર. એચ. હટકેર.

પ્રશ્ન 3.
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિના મુખ્ય ત્રણ ક્ષેત્રો કયા ?
ઉત્તર:
સૃષ્ટિ મોનેરાના બે ક્ષેત્ર અને યુકેરિયોટિક સૃષ્ટિ.

પ્રશ્ન 4.
ચરતા પ્રાણીઓ (Ruminant Animals)ની પાચનનળી (Guts)માં કયા બેક્ટરિયાની હાજરી જોવા મળે છે ?
ઉત્તર:
મિથેનોજેન્સ બેક્ટરિયા.

પ્રશ્ન 5.
વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ લીલના બે ઉદાહરણ આપો.
ઉત્તર:
એનાબિના અને નોસ્ટોક.

પ્રશ્ન 6.
મહત્ત્વના વિઘટકો (Decomposers) તરીકે કયા પ્રકારના બેક્ટરિયા છે ?
ઉત્તર:
વિષમપોષી કે પરપોષી બેક્ટરિયા.

પ્રશ્ન 7.
ક્રાયસોફાઈમાં સમાવિષ્ટ સજીવના ઉદાહરણ આપો.
ઉત્તર:
ડાયેટૂમ્સ અને ડેસ્મિટ્સ.

પ્રશ્ન 8.
પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો (Planktwins)માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
ડાયેટમ્સ અને ડેસ્પિડ (ક્રાયસોફાઈટ્સ).

પ્રશ્ન 9.
મહાસાગરોના મુખ્ય ઉત્પાદક કોણ છે ?
ઉત્તર:
ડાયેટપ્સ.

પ્રશ્ન 10.
રાતા રંગના ડાયનોફલેજેલેટ્સનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ગૌનિયાલેક્સ (Gonyalax).

પ્રશ્ન 11.
યુશ્વિનોઈઝ ઉદાહરણ આપો.
ઉત્તર:
યુગ્લિના.

પ્રશ્ન 12.
પ્રાણીઓના આદિ સંબંધીઓ તરીકે કોને માનવામાં આવે છે ?
ઉત્તર: પ્રજીવો,

પ્રશ્ન 13.
ઊંઘવાની બીમારી સાથે સંકળાયેલા કશાધારીનું નામ આપો.
ઉત્તર: ટ્રાઈપનોઝોમાં.

પ્રશ્ન 14.
સૌથી કુખ્યાત બીજાણ ધારી પ્રોટોઝુઅન્સનું ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્લાઝમોડિયમ મેલેરિયાને લગતો પરોપજીવી,

પ્રશ્ન 15.
મેલેરિયાને લગતો પરોપજીવી કયો છે ?
ઉત્તર: પ્લાઝમોડિયમ.

પ્રશ્ન 16.
રાઈના પર્ણો પર જોવા મળતાં સફેદ ટપકાં શાને કારણે જોવા મળે છે ?
ઉત્તર:
ફૂગ.

પ્રશ્ન 17.
પ્રતિજૈવિક દ્રવ્યોના સ્રોત તરીકે કઈ ફૂગ જવાબદાર છે ?
ઉત્તર:
પેનિસિલિયમ,

પ્રશ્ન 18.
ફૂગમાં વાનસ્પતિક પ્રજનન કયા કયા પ્રકારે થાય છે ?
ઉત્તર:
અવખંડન, ભાન અને કલિકાસર્જન.

પ્રશ્ન 19.
ગેરુ અને અંગારિયો રોગ માટે જવાબદાર ફૂગનાં પ્રકારનું નામ આપો.
ઉત્તર:
બેસિડીયોમાયર્સટીસ,

પ્રશ્ન 20.
બેસિડીયોમાયોટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
એગેરિક્સ, પુસ્ટીલાગો, પક્સિનિયા.

પ્રશ્ન 21.
ડ્યુટ્રોમાયર્સટીસમાં અલિંગી પ્રજનન કોની મદદથી થાય છે ?
ઉત્તર:
બ્રીબીજાબ્રુ.

પ્રશ્ન 22.
ખનીજ ચક્રીયકરણમાં કયા પ્રકારની ફૂગ મદદરૂપ થાય છે ?
ઉત્તર:
ડ્યુટ્રોમાયર્સટીસ.

પ્રશ્ન 23.
ફ્યુટ્રોમાયર્સટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
ઓલ્ટરનેરીયા, કોલીટોટ્રાઈક્રમ, ટ્રાઈકોડર્સ.

પ્રશ્ન 24.
સંપૂણ પરોપજીવી વનસ્પતિનું ઉદાહરણ આપો.
ઉત્તર:
અમરવેલ.

પ્રશ્ન 25.
વનસ્પતિના જીવનચક્રની દ્વિકીય અવસ્થા કઈ ?
ઉત્તર:
બીજાણુજક.

પ્રશ્ન 26.
વનસ્પતિના જીવનચક્રની એકકીય અવસ્થા કઈ ?
ઉત્તર:
જન્યુજનક.

પ્રશ્ન 27.
પ્રાણીસૃષ્ટિમાં પોષણપદ્ધતિ કઈ જોવા મળે છે ?
ઉત્તર:
પ્રાણીસમ.

પ્રશ્ન 28.
વાઈરસમાં કઈ પોષણાપદ્ધતિ જોવા મળે છે ?
ઉત્તર:
અવિકલ્પી પરોપજીવી.

પ્રશ્ન 29.
વિરોઈસના RNAનો આવીય ભાર (Molecular Weight) કેવો હોય છે ?
ઉત્તર:
ઓછો હોય છે.

પ્રશ્ન 30.
લાઈ કેન્સમાં કયા બે સજીવો વચ્ચે સહજીવી સહવાસ જોવા મળે છે ?
ઉત્તર:
લીલ અને ફૂગ,

પ્રશ્ન 31.
લાઈ કેન્સમાં આવેલ ફૂગના ઘટ કોને શું કહે છે ?
ઉત્તર:
માયકોબાયોન્ટ,

પ્રશ્ન 32.
લાઈ કેન્સમાં આવેલ લીલના ઘટકો કયા નામથી ઓળખાય છે ?
ઉત્તર:
ફાયકોબાયોન્ટે.

પ્રશ્ન 33.
ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો (Pollution Indicators) તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
લાઈકેન્સ.

ટૂંક જવાબી પ્રશ્નો (SO)

પ્રશ્ન 1.
માનવ સંસ્કૃતિના પ્રારંભે શેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ?
ઉત્તર:
માનવ સંસ્કૃતિના પ્રારંભે વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું પરંતુ પ્રાકૃતિક આધારે થયું હતું. ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયું.

પ્રશ્ન 2.
એરિસ્ટોટલનો વર્ગીકરણ ક્ષેત્રે ફાળો જણાવો.
ઉત્તર:
એરિએટલે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, સુપ અને વૃશ એમ ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરી હતી, તેઓએ પ્રાણીઓને પણ બે સમૂહમાં વિભાજીત કર્યા. એક જે લાલ રંગનું રૂધિર ધરાવે છે, બીજા જે ધરાવતા નથી,

પ્રશ્ન 3.
વર્ગીકરણની પાંચ સૃષ્ટિના નામ આપો.
ઉત્તર:
મોનેરા
પ્રોટીસ્ટા
ફૂગ
વનસ્પતિ સૃષ્ટિ
પ્રાણી સૃષ્ટિ,

પ્રશ્ન 4.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડો કયા કયા છે ?
ઉત્તર:
પાંચ સુષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય માપદંડોમાં કોષરચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસ કીય સંબંધોનો સમાવેશ કરવામાં આવે છે.

પ્રશ્ન 5.
પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં કોનો કોનો વનસ્પતિઓ તરીકે સમાવેશ કરવામાં આવતો હતો ?
ઉત્તર:
પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટરિયા, નીલરહિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગીઓ, ત્રિભંગીઓ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારીઓનો વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવતો હતો.

પ્રશ્ન 6.
બેક્ટરિયા, પૃથ્વી પર ક્યાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
બેક્ટરિયા ગરમ પાણીના ઝરા, રણ, બરફ અને ઊંડા મહાસાગરો કે જ્યાં જૂજ પ્રમાણમાં બીજા જીવ જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનમાં પણ વસવાટ કરે છે, સામાન્ય રીતે બેઝેરિયા બધે જ જોવા મળે છે,

પ્રશ્ન 7.
આકારને આધારે બેક્ટરિયાના ચાર પ્રકારો જણાવો.
ઉત્તર:
ગોળાકાર ગોલાસુ.
સળિયા આ કારના જ બેરિયા
અકવિરામ આકારના વિબ્રીયો
કુંતલાકાર cજે સ્પાઈરીલમ

પ્રશ્ન 8.
પોષણ આધારિત બેક્ટરિયાના પ્રકારો સમજાવો.
ઉત્તર:
કેટલાક બૅક્ટરિયા સ્વયંપોષી છે, તેઓ પ્રકાશસંશ્લેષી અથવા રસાયબ્રસંશ્લેષી સ્વયંપોષી હોય છે, મોટા ભાગના બેક્ટરિયા પરપોષી તરીકે છે. તેઓ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતાં નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે,

પ્રશ્ન 9.
આર્કિબેરિયા ક્યાં જોવા મળી છે ?
ઉત્તર:
આર્કિબેક્ટરિયામાંના કેટલાક ક્ષારયુક્ત વિસ્તાર (Holophiles), ગરમપાણીના ઝરામાં (Thermoracidophills) અને કઠણ ભૂમિ (Methanogens) જેવા ખૂબ જ અઘરા કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે.

પ્રશ્ન 10.
અન્ય બેક્ટરિયા કરતાં આર્કિબેક્ટરિયા કઈ રીતે જુદા પડે છે ?
ઉત્તર:
આર્કિબેક્ટરિયા જુદા જ પ્રકારની કોષદીવાલ ધરાવતા હોવાથી અન્ય બેક્ટરિયાથી તે જુદા પડે છે.

પ્રશ્ન 11.
મિથેનોજેન્સ બેક્ટરિયા શેના માટે જવાબદાર છે ?
ઉત્તર:
મિથેનોજેન્સ બેક્ટરિયા પ્રાણીઓના છાણમાંથી મિથેન (Biogas)ના ઉત્પાદન માટે જવાબદાર છે,

પ્રશ્ન 12.
યુબેક્ટરિયાને ક્યા લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા ?
ઉત્તર:
યુબેક્ટરિયામાં સખત (Rigid) કોષદીવાલ અને જો ચલિત હોય તો કશા (Motile flagellum)ની હાજરી દ્વારા તેને વર્ગીકૃત કરવામાં આવે છે.

પ્રશ્ન 13.
સાયનો બેક્ટરિયાની રચનાકીય લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
સાયનો બેક્ટરિયા લીલી વનસ્પતિઓ જેવું હરિતદ્રવ્ય-la (Chlorophyl-a) ધરાવે છે. અને તેનો પ્રકાશસંશ્લેષી સ્વયંપોષીઓ તરીકે છે.

પ્રશ્ન 14.
બેક્ટરિયામાં પ્રજનન કેવી રીતે થાય છે ? સમજાવો.
ઉત્તર:
બેક્ટરિયા મુખ્યત્વે ભાજન (Fission) દ્વારા પ્રજનન કરે છે. ક્યારેક પ્રતિકુળ પરિસ્થિતિમાં તેઓ બીજાકુઓ ઉત્પન્ન કરે છે, તેઓ એક બેક્ટરિયામાંથી બીજા બેક્ટરિયામાં પ્રાથમિક પ્રકારના DNAની આપ-લે દ્વારા લિંગી પ્રજનન પણ કરે છે,

પ્રશ્ન 15.
શબ્દ સમજૂતી આપો : માઇકોપ્લાઝમાં.
ઉત્તર:
માઇકોપ્લાઝમા જીવાણુઓ છે, જે સંપૂર્ણ રીતે કોષદીવાલ વિહીન હોય છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઈક્રોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો છે.

પ્રશ્ન 16.
સાયનો બેરિયાનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર :
સાયનો બેક્ટરિયા એ કકોષી, વસાહતી કે તંતુમય, જલજ એટલે કે ખારા કે મીઠા પાણીની કે સ્થળજ લીલ છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય છે,

પ્રશ્ન 17.
સાયનો બેક્ટરિયાના વસાહતોની ફરતે શું જોવા મળે છે ?
ઉત્તર :
સાયનો બેક્ટરિયાના વસાહતોની ફરતે સામાન્ય રીતે જીલેટીન દ્રવ્યનું આવરણ હોય છે.

પ્રશ્ન 18.
સ્થાન અને કાર્ય જણાવો : અભિકોષ (Heterocystis)
ઉત્તર :
સ્થાન : સાયનો બેક્ટરિયામાં. કાર્ય ; વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ.

પ્રશ્ન 19.
રસાયણસંશ્લેષી બેક્ટરિયાની કાર્યપદ્ધતિ જણાવો.
ઉત્તર :
રસાયક્ષસંશ્લેષી બેક્ટરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઈટ્રેટ, નાઈટ્રાઈટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. અને મુક્ત શક્તિનો ઉપયોગ તેમના (ATP)ના ઉત્પાદન માટે કરે છે, તેઓ નાઈટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સફર જેવા પોષકદ્રવ્યોના પુનઃચક્રિયકરક્ષમાં મહત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 20.
પ્રોટિસ્ટામાં કોનો કોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
ઉત્તર :
ક્રાયસોફાઈટ્સ (Crysophyta), ડાયનોફ્લે જેલેટ્સ (Diamoflage llates), યુગ્લિનોઈસ (Eaglinoids), સ્લાઈમ મોડસે (Slime Moulds), પ્રજીવો (Protozoan).

પ્રશ્ન 21.
પ્રોટીસ્ટાના સજીવોની દેહરચના વિશે માહિતી આપો.
ઉત્તર :
તેઓ સુકોષકેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશિત દરેક પ્રોટીસ્ટાનો કોષકાય (દેહ) એ ખૂબ જ સ્પષ્ટ કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. કેટલાક કથા અને પલ્મો ધરાવે છે,

પ્રશ્ન 22.
પ્રોટીસ્ટામાં પ્રજનન ક્રિયા કઈ રીતે થાય છે ?
ઉત્તર:
પ્રોટીસ્ટાનાં સજીવો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન દેશવિ છે. લિંગી પ્રજનન કૌષય જોડાણ (Cell Fusion) કે ફલિતાંડ નિર્માણ (Zygote Formation)ની પ્રક્રિયા દ્વારા પ્રજનન કરે છે.

પ્રશ્ન 23.
ડાયેટમ્સની કોષદીવાલની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
ડાયેટમ્સમાં સાબુના બોસની જેમ બંધબેસતો બે પાતળા ખાચ્છાદિત કવચ સ્વરૂપે કોષદીવાલ હોય છે, દીવાલો સિલિકા દ્રવ્યથી જ ડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. એટલે કે અવિનાશી છે, આથી ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષદીવાલનો મોટો જથ્થો છોડી. ય છે.

પ્રશ્ન 24.
ડાયનોફલેજેલેટ્સનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
આ સંજીવ મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશસંશ્લેષી છે.

પ્રશ્ન 25.
ડાયનોલેજેલેટ્સ કયા રંગના અને શા માટે દેખાય છે ?
ઉત્તર:
ડાયનોહલે જેલેટ્સ કોષમાં મુખ્ય રંજકદ્રવ્યોને આધારે પીળા, બદામી, લીલા, વાદળી અને રાતા રંગના દેખાય છે.

પ્રશ્ન 26.
ડાયનોફોજેલેટ્સની કોષદીવાલ શેની બનેલી છે ?
ઉત્તર:
ડાયનોક્લે જેલેટ્સની કોષદીવાલ બહારની સપાટી પર એક્કડ (StifT) સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે.

પ્રશ્ન 27.
ડાયનોફ્લેજેલેટ્સમાં કશાની સંખ્યા જણાવી તેની ગોઠવણી જણાવો.
ઉત્તર:
તેઓ બે કશાઓ ધરાવે છે એ કે આયામ રીતે ગૌઠવાયેલી અને બીજી દીવાલની તકતીઓ વચ્ચેની ખાંચમાં આડી ગોઠવાયેલી છે.

પ્રશ્ન 28.
યુશ્વિનોઈનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
મોટે ભાગે યુગ્લિનોઈસ સ્થગિત (Stagrmant) પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે.

પ્રશ્ન 29.
યુનિોઈસની ફરતે શેનું આવરણ હોય છે. ? તેની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
યુશ્વિનોઈડ્રેસમાં કોષદીવાલને બદલે પ્રોટીનયુક્ત ખાવરણ ધરાવે છે. જેને છાદિ કહે છે. છાદિ તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે.

પ્રશ્ન 30.
યુપ્લિનોઈસ કેટલી-કેવી કશા ધરાવે છે ?
ઉત્તર:
યુગ્લિનોઈસ બે કશાઓ ધરાવે છે. એક ટૂંકી અને બીજી લાંબી.

પ્રશ્ન 31.
યુથ્વિનોઈટ્સ પોષણ કેવી રીતે મેળવે છે ?
ઉત્તર:
ગ્લિનોઈસ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેણ કરે છે. સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે તેઓ ખૂબ નાના સજીવોનું ભાણ કરી પરપોષી જેવી વર્તણૂક દાખવે છે,

પ્રશ્ન 32.
યુબ્લિનોઈસના રંજકદ્રવ્યોની વિશેષતા જણાવો.
ઉત્તર:
યુગ્લિનોઈસના રંજકદ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા હોય છે.

પ્રશ્ન 33.
સ્લાઈમ મોસ એ પોષણ કેવી રીતે મેળવે છે ?
ઉત્તર:
સ્લાઈમ મોક્રૂસ એ મૃતોપજીવી આદિજીવો (Saprophytic Protists) છે. વનસ્પતિઓની સંડતી શાખાઓ કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે.

પ્રશ્ન 34.
અનુકૂળ પરિસ્થિતિઓમાં સ્લાઈમ મોસમાં થતાં ફેરફાર જણાવો.
ઉત્તર:
અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝમોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે કે જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે.

પ્રશ્ન 35.
પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સ્લાઈમ મોહલ્સમાં થતાં ફેરફાર જણાવો.
ઉત્તર:
પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝમોડિયમ વિભૂદિત થઈ તેમની યેચના ભાગે બીજાસુઓ (spores) ધરાવતી ફળકાય નામની રચના બનાવે છે, બીજાણુઓ સાચી દીવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહે છે. તે હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે,

પ્રશ્ન 36.
પ્રજીવોની પોષણ પદ્ધતી કઈ કઈ છે ?
ઉત્તર:
બધાં જ પ્રજીવો વિષમપર્થીઓ અને ભક્ષકો કે પરોપજીવી તરીકે જીવન ગુજારે છે.

પ્રશ્ન 37.
પ્રજીવો (પ્રોટિઝુઅન્સ)ના ચાર મોટા જૂથોના નામ આપો.
ઉત્તર:

  1. અમીબા પ્રોટોઝુઅન્સ
  2. કશાધારી પ્રોટોઝુઅન્સ
  3. પર્માધારી પ્રોટોઝુઅન્સ
  4. બીજાણુધારી પ્રોટોઝુઅન્સ

પ્રશ્ન 38.
અમીબાસમ પ્રોટોઝુઅન્સનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
આ સજીવો મીઠા પાલ્લીમાં, દરિયાઈ કે ભેજવાળી જમીનમાં જીવે છે.

પ્રશ્ન 39.
અમીબાસમ પ્રોટોઝુઅન્સમાં શિકાર કેવી રીતે પકડે છે ?
ઉત્તર:
તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પસારીને શિકારને પકડે છે.

પ્રશ્ન 40.
ખારા પાણીના પ્રોટોફુઅન્સની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
ખારા પાણીના પ્રોટોફુઅન્સ તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે તેમાંના કેટલાક પરોપજીવી તરીકે છે. ઉલ્દી. એન્ટામીબા,

પ્રશ્ન 41.
કશાધારી પ્રોટોઝુઅન્સની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી છે. તેઓ કશાઓ ધરાવે છે, તેમના પરોપજીવી સ્વરૂપો ઊપવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. દા.ત., ટ્રાયર્ષનૌસૌમા.

પ્રશ્ન 42.
પદ્મધારી પ્રોટોઝુઅન્સની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
તેઓ જલજ છે. હજારોની સંખ્યામાં પ્રશ્નોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે. તેઓ મુખખાંચ ધરાવે છે, કે જે કોષની બહારની સપાટી પર ખૂલે છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પલ્મોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. દા.ત. , પેરામિશિયમ.

પ્રશ્ન 43.
બીજાણુધારી પ્રોટોઝુઅન્સમાં કેવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
આ સમૂહ વિવિધ સજીવોને સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી બીજાત્રુઓ જેવો તબક્કો ધરાવે છે,

પ્રશ્ન 44.
વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
વનસ્પતિ સૃષ્ટિમાં બધા સુકોષકેન્દ્રીય હરિતદ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે, જેઓને વનસ્પતિઓ કહેવાય છે.

પ્રશ્ન 45.
કીટકભક્ષી વનસ્પતિઓ પોષણની દૃષ્ટિએ કેવી કહી શકાય ?
ઉત્તર:
કીટકભક્ષી વનસ્પતિઓ કે પરોપજીવીઓ જેવા ખૂબ જ ઓછા સભ્યો આંશિક રીતે વિષમપોષી છે.

પ્રશ્ન 46.
વનસ્પતિ કોષોની કોષદીવાલ અને કોષકેન્દ્રની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
વનસ્પતિ કોષોની કોષદીવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે. કોષકેન્દ્ર સુકોષકેન્દ્રીય રચના ધરાવે છે.

પ્રશ્ન 47.
વનસ્પતિ સૃષ્ટિમાં કયા વિભાગોનો સમાવેશ કરવામાં આવે છે ?
ઉત્તર:
લીલ, દ્ધિઅંગીઓ, ત્રિભંગીઓ, અનાવૃત બીજધારીઓ, આવૃત બીજધારી વનસ્પતિઓ.

પ્રશ્ન 48.
વનસ્પતિના જીવનચક્ર કયા બે વિશિષ્ટ તબક્કા ધરાવે છે ?
ઉત્તર:
બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા.

પ્રશ્ન 49.
શબ્દ સમજૂતી આપો : એકાંતરજનન.
ઉત્તર:
વનસ્પતિઓના જીવનચક્ર દરમ્યાન દ્વિકીય બીજાણુજનક અને એકકોષીય જન્યુજનક જે એકબીજાને એકાંતરે છે. આ પ્રકારની ઘટનાને એકાંતજનન કહે છે. એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમયાવધિ અને તબક્કાઓ મુક્તજીવી છેકે એકબીજા પર આધારિત છે. તે વનસ્પતિઓના જુદા જુદા જૂથો (પ્રકારો)માં અલગ અલગ હોય છે.

પ્રશ્ન 50.
ફૂગ બેડ પર કેવી દેખાય છે ?
ઉત્તર:
બેડ પર તાંતણા જેવી રચના વિકાસ પામે છે અથવા નારંગી રંગનો સડો થાય છે.

પ્રશ્ન 51.
ફૂગની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
કેટલીક એકકોષીય ફૂગયીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ (Bear) બનાવવા ઉપયોગી છે.

પ્રશ્ન 52.
કઈ ફૂગના કારણે કયા પ્રકારનો રોગ થાય છે ? એક ઉદાહરણ આપો.
ઉત્તર:
પશ્ચિનિયા ફૂગથી ઘઉંમાં ગેરુ નામનો રોગ થાય છે.

પ્રશ્ન 53.
ફૂગનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં હોય છે. હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે, તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે.

પ્રશ્ન 54.
આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં શા માટે મૂકીએ છીએ ?
ઉત્તર:
ખોરાકને બેક્ટરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ.

પ્રશ્ન 55.
શબ્દ સમજાવો ; કંવ તંતુમુક્તકસુત્ર.
ઉત્તર:
તંતુમય ફૂગનો દેહ લાંબી, પાતળા સુતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને કવ કર્તતું કે કકસૂત્ર (Typhae) કહે છે.

પ્રશ્ન 56.
કેવકજાળ એટલે શું ?
ઉત્તર:
કનકસૂત્રની જાળી જેવી રચના કવકજાળ (Mycelium) તરીકે ઓળખાય છે,

પ્રશ્ન 57.
વ્યાખ્યા આપો : બહુકોષકેન્દ્રીય વિકસૂત્ર (Coenocytic Hyphiae).
ઉત્તર:
કેટલાક કવ કસૂત્ર બહુકોષકેન્દ્રીય કોષરસ ભરેલી સળગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, તેને બહુકોષકેન્દ્રીય કવકસૂત્રે કહે છે.

પ્રશ્ન 58.
ફૂગની કોષદીવાલ શાની બનેલી છે ? તેને શું કહે છે ?
ઉત્તર:
ફૂગની કોષદીવાલ કાઈટીન અને પોલિસેકેરાઈડથી સંઘટિત થયેલી છે, તેને ફંગસ સેલ્યુલોઝ કહે છે,

પ્રશ્ન 59.
પોષણની દૃષ્ટિએ ફુગ કયા કયા પ્રકારની જોવા મળે છે ?
ઉત્તર:
મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી.

પ્રશ્ન 60.
મૃતોપજીવી ફૂગ એટલે શું ?
ઉત્તર:
મોટા ભાગની ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે, આથી તેને મૃતોપજીવી કૅગ કહે છે.

પ્રશ્ન 61.
પરોપજીવી ફૂગ કોને કહે છે ?
ઉત્તર:
કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, જેને પરોપજીવી ફૂગ કહે છે.

પ્રશ્ન 62.
ફૂગમાં અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
કબ્રીબીજાત્રુઓ કે ચલબીજાણુઓ કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

પ્રશ્ન 63.
ફૂગમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
અંડબીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિગી પ્રજનનું કરે છે,

પ્રશ્ન 64.
ફૂગના લિગી ચક્રના તબક્કા કેટલા અને કયા કયા છે ?
ઉત્તર:
ફુગના લિંગી ચક્રના ત્રણ તબક્કા જોવા મળે છે.

  • જીવરસ સંયુમ્ન
  • કોષકેન્દ્ર સંયુમ્ન
  • અર્ધીકરણ.

પ્રશ્ન 65.
ફૂગમાં જીવરસ સંયુગ્મન એટલે શું ?
ઉત્તર:
બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસના જોડાણને જીવરસ સંયુમ્ન કહે છે.

પ્રશ્ન 67.
કોષકેન્દ્ર સંયુશ્મન કોને કહે છે ?
ઉત્તર:
ફુગમાં લિગી ચક્ર દરમ્યાન બે કોષકેન્દ્રોના જોડાણને કોષકેન્દ્ર સંયુમ્ન કહે છે.

પ્રશ્ન 68.
કવકજાળની બાહ્ય કાર રચના, બીજાણુ નિર્માણનાં પ્રકાર અને ફળકાયોના નિમણને આધારે ફૂગ સૃષ્ટિને કયા-કયા વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે ?
ઉત્તર:
ફાયટોમાયસેટીસ, એસ્કોમાયસેટીસ, બેસિડીયોમાયસેટીસ, યુરોમા સેટીસ.

પ્રશ્ન 69.
ફાયટોમાયસેટીસનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
ફાયટમાયસેટીસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે,

પ્રશ્ન 70.
ફાયટોમાયસેટીસની કેવકજાળની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
તેની કવ કજાળ પડદાવિહીન (Aseptale) અને બહુકોષકેન્દ્રીય (Coenocytic).

પ્રશ્ન 71.
ફાયટોમાયસેટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
યુકર, રાઈઝોપસ, આહબ્યુગો,

પ્રશ્ન 72.
ફૂગ બ્રેડ પર કેવી દેખાય છે ?
ઉત્તર:
બ્રેડ પર તાંતણા જેવી રચના વિકાસ પામે છે અથવા નારંગી રંગનો સડો થાય છે.

પ્રશ્ન 73.
ફૂગની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
કેટલીક એકકોષીય ફૂગ-યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ (Bear) બનાવવા ઉપયોગી છે.

પ્રશ્ન 74.
કઈ ફૂગના કારણે કયા પ્રકારનો રોગ થાય છે ? એક ઉદાહરણ આપો.
ઉત્તર:
પક્સિનિયા ફૂગથી ઘઉંમાં ગેરુ નામનો રોગ થાય છે.

પ્રશ્ન 75.
ફૂગનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં હોય છે. હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે, તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે.

પ્રશ્ન 76.
આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં શા માટે મૂકીએ છીએ ?
ઉત્તર:
ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ.

પ્રશ્ન 77.
શબ્દ સમજાવો : કવકતંતુ/વકસૂત્ર.
ઉત્તર:
તંતુમય ફૂગનો દેહ લાંબી, પાતળા સુતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને વર્તતુ કે કવકસૂત્ર (Hyphae) કહે છે.

પ્રશ્ન 78.
કવકજાળ એટલે શું ?
ઉત્તર:
કવકસૂત્રનીળી જેવી રચના કવકજાળ (Mycelium) તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 79.
વ્યાખ્યા આપો : બહુકોષકેન્દ્રીય કવર્કસૂત્ર (Coenocyte Hyphae).
ઉત્તર:
કેટલાક કવકસૂત્ર બહુકોષકેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, તેને બહુકોષકેન્દ્રીય કવકસૂત્ર કહે છે.

પ્રશ્ન 80.
ફૂગની કોષદીવાલ શાની બનેલી છે ? તેને શું કહે છે ?
ઉત્તર:
ફૂગની કોષદીવાલ કાઈટીન અને પોલિસેકેરાઈડથી સંપટિત થયેલી છે, તેને ફંગસ સેલ્યુલોઝ કહે છે,

પ્રશ્ન 81.
પોષણની દૃષ્ટિએ ફૂગ કયા કયા પ્રકારની જોવા મળે છે ?
ઉત્તર:
મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી.

પ્રશ્ન 82.
મૃતોપજીવી ફૂગ એટલે શું ?
ઉત્તર:
મોટા ભાગની ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષજ્ઞ કરે છે, આથી તેને મૃતોપજીવી કૅગ કહે છે.

પ્રશ્ન 83.
પરોપજીવી ફૂગ કોને કહે છે ?
ઉત્તર:
કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, જેને પરોપજીવી ફૂગ કહે છે,

પ્રશ્ન 84.
ફૂગમાં અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
કબ્રીબીજાત્રુઓ કે ચલબીજાણુઓ કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

પ્રશ્ન 85.
ફૂગમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?
ઉત્તર:
અંડબીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિગી પ્રજનન કરે છે,

પ્રશ્ન 86.
ફૂગના લિંગી ચક્રના તબક્કા કેટલા અને કયા કયા છે ?
ઉત્તર:
ફૂગના લિંગી ચક્રના ત્રણ તબક્કા જોવા મળે છે-

  • જીવરસ સંયુમ્ન
  • કોષકેન્દ્ર સંયુમ્ન
  • અર્ધીકરણ.

પ્રશ્ન 87.
ફૂગમાં જીવરસ સંયુશ્મન એટલે શું ?
ઉત્તર:
બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસના જોડાણને જીવરસ સંયુમન કહે છે.

પ્રશ્ન 88.
કોષકેન્દ્ર સંયુશ્મન કોને કહે છે ?
ઉત્તર:
ફૂગમાં લિંગી ચક્ર દરમ્યાન બે કોષકેન્દ્રોના જોડાણને કોષકેન્દ્ર સંયુગ્મન

પ્રશ્ન 89.
કવકાળની બાધકાર રચના, બીજાણુ નિર્માણનાં પ્રકાર અને ફળકાયોના નિમણને આધારે ફૂગ સૃષ્ટિને કયા-કયા વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે ?
ઉત્તર:
ફાયટોમાયસેટીસ, એસ્કોમાયસેટીસ, બેસિડીયોમાયસેટીસ, યુરોમાયસેટીસ.

પ્રશ્ન 90.
ફાયટોમાયસેટીસનું નિવાસસ્થાન જણાવો.
ઉત્તર:
ફાયટોમાયસેટીસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિઓ પર જોવા મળે છે,

પ્રશ્ન 91.
ફાયટોમાયસેટીસની કેવકજાળની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
તેની કવ કજાળ પડદાવિહીન (Aseptale) અને બહુકોષકેન્દ્રીય (Coenocytic) .

પ્રશ્ન 92.
ફાયટોમાયસેટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
યુ ક૨, રાઈઝોપસ, આહબ્યુગો.

પ્રશ્ન 93.
એકકોષીય અને બહુ કોષીય આરકોમાયસેટીસનું ઉદાહરણ આપો.
ઉત્તર:
એકકોષીય – પીસ્ટ, બહુકોષીય – પેનિસિલિયમ.

પ્રશ્ન 94.
આક્રોશાયર્સટીસમાં પોષણા કઈ રીતે મેળવાય છે ?
ઉત્તર:
મૃતોપજીવીઓ, વિઘટકો, પરોપજીવીઓ, છાણભક્ષીઓ તરીકે પોષણ મેળવે છે,

પ્રશ્ન 95.
આસ્કોમાયસેટીસમાં અલિંગી પ્રજનન સમજાવો.
ઉત્તર:
કબ્રીબીજાગ્રુધાની ધર કહેવાતી વિશિષ્ટ કવકાળ પર બર્દિજાત રીતે કક્ષીબીજાણુઓના અંકુરણથી નવી કેવકજાળ બને છે.

પ્રશ્ન 96.
આસ્કોમાયસેટીસમાં લિંગી પ્રજનન માટેની રચના કેવી હોય છે ?
ઉત્તર:
કોથળી જેવી પાનીઓમાં અંતર્ગત રીતે લિંગી બીણુઓ ઉત્પન્ન થાય છે, જેને પાની બીજાણુઓ કહે છે, આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળધાનીકાય કહે છે,

પ્રશ્ન 97.
આસ્કોમાયસેટીસ ફૂગના ઉદાહરણો આપો.
ઉત્તર:
એસ્પરજીલસ, ક્લેબિસેપ્સ, ન્યુરોસ્પોરા,

પ્રશ્ન 98.
ન્યુરોસ્પોરાની ઉપયોગિતા જણાવો.
ઉત્તર:
જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખુબ ઉપયોગી છે.

પ્રશ્ન 99.
બેસિડીયોમાયસેટીસ વર્ગની ફૂગ કઈ રીતે જાણીતી છે ?
ઉત્તર:
બેસિડીયોમાયસેટીસ વર્ગના સ્વરૂપો મશરૂમના બૅકેટ પંજાઈ (Bracket Fungi) અને પફ બોલ્સ (Puff-bolls) તરીકે જાણીતા છે.

પ્રશ્ન 100.
બેસીડીયોમાયસેટીસનું નિવાસસ્થાન આપો.
ઉત્તર:
બેસિડીયોમાયસેટીસ જમીનમાં, લાકડાના ગોળવા પર, ઝાડના થડે પરે કે વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી જીવન ગુજારે છે.

પ્રશ્ન 101.
ગેરૂુ અને અંગારિયા માટે જવાબદાર ફૂગના નામ આપો.
ઉત્તર:
ગેસ માટે પક્સિનિયા અને અંગારિયા માટે યુસ્ટિલા ફૂગ જવાબદાર છે.

પ્રશ્ન 102.
પ્રાણીસૃષ્ટિમાં સમાવેશિત સજીવોની રચનાત્મક લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
વિષમપોષી, સુકોષકેન્દ્રીય, બહુકોષીય, કોષો કોષદીવાલ વિહીન હોય છે. ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે. તેમના ખોરાકનું પાચન અંત:સ્થ ગુહામાં કરે છે.

પ્રશ્ન 103.
પ્રાણીસૃષ્ટિમાં સમાવેશિત સજીવોમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?
ઉત્તર:
સંચિત ખોરાક ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરે છે.

પ્રશ્ન 104.
પ્રાણીઓના ઉચ્ચ સ્વરૂપો (પ્રાણીઓ) કઈ ક્રિયાવિધિ દર્શાવે છે ?
ઉત્તર:
પ્રાણીઓના ઉચ્ચ સ્વરૂપો તેઓના ઉપયોગ મુજબ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે.

પ્રશ્ન 105.
પ્રાણીઓમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે ?
ઉત્તર:
નર અને માદાની મૈથુનક્રિયા દ્વારા પ્રજનન થાય છે જે ભૂણવિદ્યાકીય વિકાસને અનુસરે છે.

પ્રશ્ન 106.
વકીટ કેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોનો કોનો ઉહહોખ કરવામાં આવ્યો નથી ?
ઉત્તર:
વાઈરસ અને વિરોઈસ જેવા કેટલાક અકોષીય સજીવો તેમજ લાઈકન્સનો ઉલ્લેખ ઠીકેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી,

પ્રશ્ન 107.
નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાન અંગે ફાળો જણાવો.
ઉત્તર:
પામર તેઓ દ્વારા વાઈરસ નામનો અર્થ વિષ કે ઝેરી રસાયણ તરીકે (Vernolm of Poisonous Fluid) આપવામાં આવ્યો હતો,
ડી. જે. ઈવાનોવ્હી : 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુનો કિર્મિર રોગ (Mosaic Disease of tobaco)ના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા. તેઓ બેક્ટરિયા મુફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હોવાથી દેખાવમાં બેક્રેરિયા કરતાં પન્ન ખૂબ નાના દેખાતા હતા.
એમ.

ડબલ્યુ. બેઈજેરિનેક ; 1898માં તમાકુના રોગગ્રસ્ત (સંક્રમિત) છોડના નિષ્કર્મન્નનું નિદર્શન કર્યું કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે.તે રેસાયને ચેપકારક જીવંત રસાયણ (Contagium Virum Fluidum) sd. ડબલ્યુ. એમ. સ્ટેનલી : 1935માં દર્શાવ્યું કે વાઈરસને સ્ફટિકમય (Crystallized) બનાવી શકાય છે અને આ સ્ફટિકો મુખ્યતઃ પ્રોટીન ધરાવે છે, તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિક્રિય હોય છે. ટી. ઓ. ડાયેનર : 1971માં એક નવા વૈપીકારકો શોધ્યા કે જેઓ વાઈરસ કરતા પણ નાના હતાં, આથી તેને વિરોઈંટ્સ નામ આપવામાં આવ્યું.

પ્રશ્ન 108.
વાઈરસના બંધારણમાં કયા ઘટકો હોય છે ?
ઉત્તર:
વાઈરસના બંધારણમાં પ્રોટીન ઉપરાંત જનીનદ્રવ્ય (RNA કે DNA) જોવા મળે છે.

પ્રશ્ન 109.
વાઈરસના જનીનદ્રવ્ય વિશે માહિતી આપો.
ઉત્તર:
વાઈરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન (ન્યુક્લિઈક એસિડ અને પ્રોટીન) છે તથા જનીનદ્રવ્ય ચેપી છે.

પ્રશ્ન 110.
વનસ્પતિઓને ચેપ લગાડે તે વાઈરસ કર્યું જનીનદ્રવ્ય ધરાવે છે ?
ઉત્તર:
જે વાઈરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે તે એકલ શુંખલામય RNA (Single stranded RNA) ધરાવે છે,

પ્રશ્ન 111.
પ્રાણીઓને ચેપ લગાડે તે વાઈરસ કેવું જનીનવવ્ય ધરાવે છે ?
ઉત્તર:
જે વાઈરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તેઓ એકલ કે બેવડી શૃંખલામય RNA અથવા બેવડી શૃંખલામય DNA ધરાવે છે.

પ્રશ્ન 112.
બેક્ટરિયોફેજ વાઈરસ કોને કહે છે ? તેમાં કર્યું જનીનદ્રવ્ય હોય છે ?
ઉત્તર:
બે ક્રેરિયલ વાઈસ કે બેક્રેરિયો હે જ વાઈરસ બેક્ટરિયાને ચેપ લગાડતા વાઈરસ સામાન્ય રીતે બેવડી શૃંખલાય DNA વાઈરસે છે.

પ્રશ્ન 113.
કેપ્સિડ એટલે શું ? તે શેનું બનેલું છે ?
ઉત્તર:
સામાન્ય રીતે વાઈરસના પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે, તે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપએકમોનું બનેલું છે.

પ્રશ્ન 114.
કેપ્સિડની રચના અને કાર્ય જણાવો.
ઉત્તર:
કેપ્સિડ એ કેસીમીયર કહેવાતા નાના ઉપએકમોનું બનેલું છે, કેપ્સિડ એ ન્યુક્લિઈક એસિડને સુરક્ષિત કરે છે. કેસીમીય૨ કુંતલાકાર કે બહુલકીય (Potyhedral) ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું છે.

પ્રશ્ન 115.
વાઈરસને કારણે પ્રાણીઓમાં થતાં રોગોની યાદી બનાવો.
ઉત્તર:
ગાલપચોળીયું (Mumps), બળિયા (Small px), વિસર્પિકા (Herpes), શરદી સાથેનો ચેપી તાવ (Influenza) જેવા રોગો વાઈરસ દ્વારા થાય છે.

પ્રશ્ન 116.
વાઈરસને કારણે વનસ્પતિમાં કયા કયા રોગોના ચિન્હો જોવા મળે છે ?
ઉત્તર:
વનસ્પતિમાં કિર્ભિર રોગ (Mosaic Formation), પવલન (Leaf Rolling), અને પર્ણકુંચન (Leaf Curling), પાંડુવર્ણ (Yellowing) તથા શિરાસ્પષ્ટતા (Vein Clearing), વામનતા (Dwarfing) અને કુંઠિત વૃદ્ધિ (stunted Growth) જેવા રોગોના ચિહો જોવા મળે છે.

પ્રશ્ન 117.
વિરોઈન્સના કારણે બટાટામાં કયો રોગ થાય છે ?
ઉત્તર:
વિરોઈટ્સના કારણે બટાટામાં ત્રાકમય મંથિલ રોગ (Spindle tuber | Disease) થાય છે. 13, લાઈ ક્રેન્સ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામી શકે કે નહિ ? કેમ ? જ, લાઈકેન્સ ખૂબ જ સારા પ્રદૂષક સૂચકો હોવાથી તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી,

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
આંશિક રીતે વિષમપોષી વનસ્પતિઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
અર્કજવર (Bladder wort) તથા વિનસ મક્ષીપાશ (Venus Fly Trap).

પ્રશ્ન 2.
‘વાઈરસને વર્ગીકરણમાં આપણે શોધી શકતા નથી’ – સમજાવો.
અથવા
‘વાઈરસને નિર્જીવ અને સજીવ વચ્ચે જોડતી કડી ગણી શકાય’ – સમજૂતી આપો.
ઉત્તર:

  • વાઈરસ સાચા અર્થમાં (વાસ્તવિક જીવન ધરાવતા નથી.
  • જે આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ છે કે જેઓ કોષરચના ધરાવતા હોય.
  • વાઈરસ (Non Cellular – કોષરચના ધરાવતા નથી) સજીવો છે. તેઓ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવવાથી જ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
  • એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે છે ત્યારે તેઓ યજમાન કોષના વ્યવસ્થાતંત્રનો ભાગ બની આપમેળે જ સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે.
  • આથી વાઈરસ સજીવ છે કે નિર્જીવ તે નક્કી થઈ શકતું નથી. આપણે તેને સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી કહી શકીએ.

પ્રશ્ન 3.
વિરોઈડૂસનું બંધારણ જણાવો.
ઉત્તર:
વિરોઈસમાં મુક્ત RNA જોવા મળે છે. પ્રોટીન આવરણ (કેપ્સિડ) કે જે વાઈરસમાં જોવા મળે છે, તેનો વિરોઈડ્રેસમાં અભાવ હોય છે. આથી તેની વિરોઈસ નામ આપવામાં આવે છે.

પ્રશ્ન 4.
લાઈકેન્સમાં માયકોબાયોન્ટનું કાર્ય જણાવો.
ઉત્તર:
લીલ માટે આશ્રય, શોષિત પોષકદ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે.

પ્રશ્ન 5.
લાઈકેન્સમાં ફાયકોબાયોન્ટનું કાર્ય જણાવો.
ઉત્તર:
ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે.

પ્રશ્ન 6.
ફૂગના સહંજીવનના બે ઉદાહરણ આપો અને તેને શું કહે છે ?
ઉત્તર:
ફૂગનો લીલ સાથેનો સહવાસ કે સહજીવન લાઈન્સ તરીકે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું સહજીવને કવકમૂળ કહેવાય છે.

પ્રશ્ન 7.
ફૂગમાં લિંગી પ્રજનન દરમ્યાન કઈ વિશિષ્ટ ૨થના બને છે ? તેનું કાર્ય શું ?
ઉત્તર:
ફૂગના લિંગી પ્રજનન દરમ્યાન ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 8.
ફૂગમાં અધીકરણ ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. – સમજવો.
ઉત્તર:

  • દરેમ જયારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ (Mating) કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય (n) કવકસુત્ર એ કબીજાની પાસે આવી ને ડાય છે, કેટલીય ફુગમાં બે એકકીય કૌષોનું ડાલ થવાથી તરત જ તે દિકીય કોષો (2n)માં પરિણમે છે.
  • તેમ છતાં પણ આસ્કોમાયસેટીસ અને ઍસિડીયોમાયર્સટીસ વર્ગની ફુગમાં પ્રવર્તી દિ કોષકેન્દ્રીય અવસ્થા (Intervening Dikaryotic) બને છે. (n + n = દરેક કોષમાં બે કોષકેન્દ્રો). આવી સ્થિતિને તિકોષ કેન્દ્રીકરણ (Dilkaryon) કહે છે, અને આ તબક્કાને ક્રિકોષકેન્દ્રીય તબક્કો (Dikaryophase) કહે છે, પછી, પિતુ કોષકેન્દ્રો જોડાય છે અને કોષ કિકીય (Diploid) બને છે,
  • ફૂગ ફળકાયો બનાવે છે કે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓ (Haploid Spore) નું નિર્માણ થાય છે,

પ્રશ્ન 9. ‘
ફાયટોમાયસેટીસમાં પ્રજનન કેવી રીતે થાય છે.’ – સમજાવો.
ઉત્તર:
ચલબીજાણુ (ચલિત) કે અચલબીજાણુ (અચલિત) દ્વારા અલિંગી પ્રજનન કરે છે, બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત (Enologenous) તરીકે ઉત્પન્ન થાય છે. બે જન્યુઓના જોડાણથી યુધ્ધીજીણુઓ ” (Zygospores) બને છે. આ પ્રકારના જન્યુઓ જે બાહ્યાકાર રીતે સરખા હોય તો સમજવુક કે સરખા ન હોય તો વિષમજવુક કે એ.3જવુક (Anistoginnons or dogamous) હોય છે.

પ્રશ્ન 10.
ખાવાલાયક અને સુસ્વાદ વાનગીમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
કાળા રંગ (Morele-મોલ્સ) અને પીળા રંગ (Baffels-બફેલ્સ)ના ઘણા સભ્યો ખાવાલાયક અને સુસ્વાદ વાનગી તરીકે માનવામાં આવે છે.

પ્રશ્ન 11.
કોથળીમય ઉગ તરીકે કયા પ્રકારની ફૂગ ઓળખાય છે ?
ઉત્તર:
નાસ્કોમાયસેટીસ ફૂગ કોથળીમય ફૂગ તરીકે જાણીતી છે,

પ્રશ્ન 12.
અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતાં નથી, પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે. -આ વિધાન કયા પ્રકારની ફૂગ માટે સાચું છે ?
ઉત્તર:
બેસિડીયોમાયર્સટીસ.

પ્રશ્ન 13.
“દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાઈ’ – સમજાવો.
ઉત્તર:

  • લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી ક્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત હતી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ પદ્ધતિનો હમણાં સુધી ઉપયોગ થતો હતો.
  • આ પદ્ધતિ એ આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય, એકકોષીય અને બહુકોષીય તથા પ્રકાશસંશ્લેષી (હરિત લીલ) અને અપ્રકાશસંશ્લેષી (ફૂગ) વગેરે જેવા સજીવો વચ્ચે ભેદ કરતી ન હતી,
  • સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવામાં સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા.
  • આથી દ્વિષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાઈ,

પ્રશ્ન 14.
સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફાર થવા જરૂરી છે. – વિવિધ આધાર સાથે સમજાવો.
ઉત્તર:

  • સંપૂર્ણ બાહ્ય કાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષરચના, કોષદીવાલની પ્રકૃતિ, પોષણના પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાશીય સંબંધો, વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી.
  • છતાં પણ વૈજ્ઞાનિકોએ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી બનાવી. પરંતુ કયા સજીવો જૂથો આ સૃષ્ટિમાં સમાવેશિત કરી શકાય તેની સમજણ બદલાતી હતી.
  • સમય જતાં જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા સજીવો સમૂહની સંખ્યા તેમની પ્રકૃતિને આધારે સૃષ્ટિમાં સમયાંતરે ફેરફાર કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો,
  • આમ, સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફાર થતા ગયા.

પ્રશ્ન 15.
‘સજીવોનું પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ કરવું જરૂરી બન્યું હતું.’ – ઉદાહરણ સહ સમજાવો,
ઉત્તર:
પાંચ સૃષ્ટિ વર્ગીકરલ પદ્ધતિ પહેલાં બધા આદિકોષકેન્દ્રીય સજીવોને એક સાથે મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને એ ક કૌષીય સુકોષકેન્દ્રીય સુકોષકેન્દ્રીય સજીવોને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા.

પ્રોટીસ્ટા સૃષ્ટિમાં ફ્લેમિડોમોનાસ (Chlamydomonas) અને ક્લોરેલા (chlorella) (પહેલાં વનસ્પતિઓની સાથે લીલમાં મૂકવામાં આવી હતી, અને બંને કોષદીવાલ ધરાવે છે)ની સાથે અમીબા (Arrmoeba) અને પેરામિશિયમ (Paramedium) (પહેલાં તેમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતાં અને બંને કોષદીવાલ ધરાવતાં ન હતાંને સાથે મૂકવામાં આવ્યા, તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા હતા.

વર્ગીકરણ માટેના ધોરણો કે માપદંડો બદલવાથી આમ બન્યું, તેમની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્દિકાસીય સંબંધો વિશેની આપણી સમજણમાં સુધારો થતાં આ પ્રકારનો બદલાવ ભવિષ્યમાં પણ આવશે. સમય જતાં ઘણા પ્રયત્નોથી એક એવી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે જે માત્ર બાહ્યકાર (Morphological), દેહધાર્મિક (Physiological) અને પ્રાજનનિક (Reproductive) સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી પરંતુ તે જાતિ વિકાસકીય (Phylogenetic)પણ હોય, એટલે કે ઉદ્વિકાસ (Evolutionary) સંબંધો પર આધારિત છે. આમ, સજીવોનું પાંચસૃષ્ટિ વર્ગીકરણ કરવું જરૂરી બન્યું હતું,

પ્રશ્ન 16.
ડાયેટોમેસિયસ પૃથ્વી (Diatomaceous earth) શું છે ? તેની અગત્યતા સમજાવો.
ઉત્તર:
ડાયમ્સમાં કોષદીવાલ સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. એટલે કે અવિનાશી (inclestructible) છે, આથી ડાયેટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં મોટો જથ્થો છોડી જાય છે, લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટે ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીનાં ગાળણ (Filtration)માં ઉપયોગમાં લેવાય છે.

પ્રશ્ન 17.
પોટોઝુઅન્સના જૂથો અને તેમાં સમાવેશિત પ્રાણીઓને યોગ્ય રીતે ને ડો.
(i) અમીબાસમ પ્રોટોફુઅન્સ → (a) પ્લાઝમોડિયમ
(ii) કંથાધારી પ્રોટોઝુઅન્સ → (b) પેરામિશિયમ
(iii) પકમાધારી પ્રોટોઝુઅન્સ → (c) ટ્રાઈપેનોઝોમા
(iv) બીજાણુધારી પ્રોટોઝુઅન્સ → (d) એન્ટામીબા
ઉત્તર:
(i) અમીબાસમ પ્રોટોફુઅન્સ છે → (d) ઍન્ટામીબા
(ii) કશાધારી પ્રોટોઝુઅન્સ → (c) ટ્રાઈપનોઝીમા
(iii) પસ્માધારી પ્રોટોઝુઅન્સ છે → (b) પેરામિશિયમ
(iv) બીજાણુધારી પ્રોટોઝુઅન્સ છે → (a) પ્લાઝમોડિયમ

Curiosity Questions

પ્રશ્ન 1.
કીટકનાશક વનસ્પતિ સ્વાવલંબી હોવા છતાં તેમાં કીટકોનું ભક્ષણ થવું જરૂરી છે. શા માટે ?
ઉત્તર:
વનસ્પતિ સામાન્ય રીતે પોતાના જીવન માટે આવશ્યક નાઈટ્રોજન જમીનમાંથી નાઈટ્રેસના રૂપે મેળવતી હોય છે, પરંતુ પાણીમાં અને ખૂબ જ ભેજવાળી જગ્યાએ ઊગતી કેટલીક વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં નાઈટ્રોજન મળી શકતો નથી.

  • આવી વનસ્પતિઓ કીટકોનું ભક્ષણ કરીને તેમની પ્રોટીનયુક્ત કાયામાંથી જરૂરી નાઈટ્રોજન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત કીટકના શરીરમાંથી તેઓ કંઈક અંશે સલ્ફર અને ફોસ્ફરસ પણ મેળવતી હોય છે.
  • આમ, કીટકનાશક વનસ્પતિ સ્વાવલંબી હોવા છતાં તેમાં કીટકોનું ભક્ષણ થવું જરૂરી છે.

પ્રશ્ન 2.
લાઈકેન્સમાં સહજીવી સહવાસ સમજાવો. અથવા “જો કુદરતમાં લાઈકેનને એકલાને જોઈએ તો પણ આપણે કદી પણ કલ્પના કરી શકતા નથી કે તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે.” – વિધાનની ચર્ચા કરો.
ઉત્તર:

  • લાઈકેન્સમાં લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે.
  • લીલના ઘટકોને ફાયકોબાયોન્ટ (Phycobsont) અને ફૂગના ઘટકો માયકોબાયોન્ટ (Mycobsont) તરીકે ઓળખાય છે. જેઓ અનુક્રમે સ્વયંપોષી કે વિષમપોષી છે.
  • લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. અને ફૂગ એ તેના સહવાસી (લીલ) માટે પોષકદ્રવ્યો તેમજ પાણી પુરું પાડે છે.
  • તેથી તેમનું એવું ગાઢ સંગઠન છે કે જો કુદરતમાં લાઈકેન એકલાને જોઈએ તો પણ આપણે કદી કલ્પના કરી શકતા નથી કે તેનામાં બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે.

પ્રશ્ન 3.
બેસિડીયોમાયસેટીસમાં પ્રકણીધાનીઓ (Basiklium) ઉત્પન્ન થાય છે જે પ્રજનન માટે મહત્ત્વનું છે. – સમજાવો.
ઉત્તર:

  • બૅસિડીયોમાયર્સટીસમાં અલિંગ બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતા નથી, પરંતુ અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન સામાન્ય છે.
  • લિગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારના બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાક્ષ દ્વારા જીવરસ સંયુમન થાય છે, આના પરિણામે દ્વિકોષકેન્દ્રિ રચના બને છે, કે જે અંતમાં પ્રકણી બીજાણુધાની (Basidium) તરીકે વિકાસ પામે છે.
  • પ્રકણીધાનીમાં કોષકેન્દ્ર સંયુશ્મન અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકણી બીજાણુઓ (Basidiaspores) ઉત્પન્ન થાય છે. પ્રકલી બીજાણુઓ પ્રકણબીજાણુધાની પર બર્ણિજાતે રીતે ઉત્પન્ન થાય છે. પ્રકન્ની બીજાણુધાનીઓ ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણીધાનીકાયો (Basidiocarp) કહે છે.
  • આમ, બેસિડીયોમાયર્સટીસમાં પ્રકણીધાનીઓ ઉત્પન્ન થાય છે તે પ્રજનનું માટે મહત્વનું છે.

પ્રશ્ન 4.
ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની ખામીઓ (મર્યાદા) વનસ્પતિને અનુલક્ષીને કઈ કઈ હતી ? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
તેમાં આદિકોષકેન્દ્રીય બેક્ટેરિયા અને નીલરહિત લીલને બીજા સમૂહો કે જે સુકોષકેન્દ્રી હતા તેમને સાથે લાવે છે. એકકોષીય અને બહુકોષીય સજીવોને પણ સમૂહમાં સાથે લાવે છે. દા.ત., ક્લેમિડોમોનાસ (એકકોષી) અને સ્પાયરોગાયરા (બહુકોષીય) બંનેને લીલ સમૂહમાં સાથે મૂક્યા હતા.

આવું વર્ગીકરણ એ વિષમપોષી જૂથ (ફૂગ) અને સ્વયંપોષી (લીલ વનસ્પતિઓ) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતું નથી. તેમ છતાં તેમની કોષદીવાલ બંધારણમાં લાક્ષણિક તફાવત પણ દર્શાવતા હતા, ફૂગ તેની કોષદીવાલમાં કાઈટીન ધરાવે છે. જ્યારે લીલ તેમની કોષદીવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આવી લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવી ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂકવામાં
આવી.

પ્રશ્ન 5.
“બેક્ટેરિયાનું મનુષ્યના જીવનમાં આર્થિક મહત્ત્વ ખૂબ છે.”
અથવા
“બેક્ટેરિયા વગર મનુષ્યજીવન શક્ય નથી.” – વાક્યની યથાર્થતા ચકાસો.
ઉત્તર:
બેક્ટેરિયા દૂધમાંથી દહી બનાવવામાં, પ્રતિ જૈવિક દ્રવ્યો (Antibiotics)ના ઉત્પાદનમાં, શિમ્મી કૂળ (Legume) ની વનસ્પતિઓના મૂળમાં નાઈટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ છે.

  • રસાયણસંશ્લેષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થ જેવાં કે નાઈટ્રેટ, નાઈટ્રાઈટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. તેમાંથી મુક્ત થતી શક્તિના (ATP)ના ઉત્પાદનમાં ઉપયોગ કરે છે. તેઓ નાઈટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષકદ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
  • વિષોષી કે પરોપી બેક્ટેરિયા મોટે ભાગે મહત્ત્વના વિઘટકો છે.
  • કેટલાક રોગકારક બેક્ટેરિયા છે. જે મનુષ્ય, પાક, ખેતીમાં મદદરૂપ પ્રાણીઓ, પાલતું પ્રાણીઓના જીવન પર નુકસાન પણ પહોંચાડે છે. કોલેરા, ટાઈફોઈડ, ધનુર, સાઈટ્સ કેન્કરસ વગેરે જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે.

પ્રશ્ન 6.
ઘણી વખત કેટલીક લીલ માછલી જેવા દરિયાઈ પ્રાણીઓના મોતનું કારણ બને છે. વૈજ્ઞાનિક સમજૂતી આપો.
ઉત્તર:
ઘણી વખત રાતા રંગના ડાયનોફલેજેટ્સ (ઉદા, ગોનિયાક્સ – Gonyalax)માં ખૂબ જ ત્વરીત રીતે બહુગુણન થાય છે, ત્યારે સમુદ્ર રાતા રંગની દેખાય છે. (દા.તે , રતાશ પડતી ભરતીનો વિસ્તાર – Red Tiles), આવી જાતના મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ (Toxins) માછલી જેવા બીજા દરિયાઈ પ્રાજ્ઞીઓને મારી નાબે છે.

પ્રશ્ન 7.
પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત તરીકે કઈ ફૂગ જવાબદાર છે ?
ઉત્તર:
પેનિસિલિયમ.

પ્રશ્ન 8.
ફૂગમાં વાનસ્પતિક પ્રજનન કયા કયા પ્રકારે થાય છે ?
ઉત્તર:
અવખંડન, ભાજન અને કલિકાસર્જન.

પ્રશ્ન 9.
ગેરુ અને અંગારિયો રોગ માટે જવાબદાર ફૂગનાં પ્રકારનું નામ આપો.
ઉત્તર:
બેસિડીયોમાયસેટીસ.

પ્રશ્ન 10.
બેસિડીયોમાયસેટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
એગેરિક્સ, યુસ્ટીલા, પક્સિનિયા.

પ્રશ્ન 11.
ડયુટ્રોમાયસેટીસમાં અલિંગી પ્રજનન કોની મદદથી થાય છે ?
ઉત્તર:
કન્ની બીજાણુ.

પ્રશ્ન 12.
ખનીજ ચક્રીયકરણમાં કયા પ્રકારની ફૂગ મદદરૂપ થાય છે ?
ઉત્તર:
ટ્રોમાયસેટીસ,

પ્રશ્ન 13.
ચુટ્ટોમાયસેટીસના ઉદાહરણ આપો.
ઉત્તર:
ઓલ્ટરનેરીયા, કોલીટોટ્રાઈકમ, ટ્રાઈકોડર્મ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *