GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

GSEB Class 12 Biology સજીવોમાં પ્રજનન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે?
ઉત્તર:

  • એકકોષી સજીવો સિવાય કોઈ અસર નથી. આથી જીવસાતત્ય જાળવવા માટે નવા સજીવો પેદા કરવા જરૂરી છે અને તે માટે પ્રજનન આવશ્યક છે.
  • જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે.
  • આસંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે.
  • પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા સમર્થ બને છે.
  • વિશ્વમાં દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિવિકસિત કરી છે.
  • સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે – જવાબદાર છે.
  • પ્રજનનના પ્રકાર: પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે. તેને આધારે તેના બે પ્રકાર છે:
    1. અલિંગી પ્રજનન (asexual reproduction): જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન (asexualreproduction) કહે છે.
    2. લિંગી પ્રજનન (sexual reproduction): જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતુ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન (sexualreproduction) કહે છે.

પ્રશ્ન 2.
કઈ પ્રજનન પદ્ધતિ સારી છે : લિંગી અથવા અલિંગી પ્રજનન ? શા માટે?
ઉત્તર:
લિંગી પ્રજનન પદ્ધતિ એ પ્રજનન માટેની સારી પદ્ધતિ છે. કારણ કે તે દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતાઓ ઉવિકાસમાં ફાળો આપે છે અને સંતતિઓ પર્યાવરણ સાથે સારું અનુકૂલન ધરાવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 3.
શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ પ્રતિકૃતિ તરીકે ઉલ્લેખાય છે?
ઉત્તર:
આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે.

આ સંતતિઓ જનીનિક દૃષ્ટિએ સમાન (identicle) હોય છે. આવા બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ (clone) શબ્દ વપરાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 1
જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન: એકકોષી સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે.

પ્રોટીસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ વિભાજન પામીને બે કોષો સર્જે છે. જે નવા સજીવ તરીકે વર્તે છે. આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની પ્રક્રિયા છે.

દ્વિભાજન: ઘણા એકકોષી સજીવો દ્વિભાજન (binary fission) દ્વારા પ્રજનન કરે છે. જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. ઉદાહરણ : અમીબા, પેરામિશિયમ.

કલિકાસર્જન યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ (buds) સર્જે છે. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ (સજીવ કોષ) તરીકે પુખ્ત બને છે.

કોષ્ઠન અને બીજાણુ નિર્માણ (encystation and sporulation): પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોઇ (cyst)નો સ્રાવ કરે છે. આ ક્રિયાને કોઇન (encystation) કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોઇન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા કૂટપાદીય બીજાણુ (pseudopodiospores) સર્જે છે. કોઇની દીવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ (sporulation) કહે છે.

ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનનઃ ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 2

ચલબીજાણુઓ (zoospores): ચલબીજાણુઓ સર્વસામાન્ય છે. તે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે.

બીજી, અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણબીજાણુઓ (conidia) ઉદાહરણ : પેનિસિલિયમ, કલિકાઓ (buds)
ઉદાહરણ : હાઇડ્રા અને અંતઃકલિકાઓ (gemmules): ઉદાહરણ વાદળી છે.
વિશેષ જાણકારી (More Information)
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 3

પ્રશ્ન 4.
લિંગી પ્રજનનના લીધે સર્જાતી સંતતિને જીવિતતાની સારી તકો છે. શા માટે ? શું આ વિધાન હંમેશાં સાચું છે?
ઉત્તર:
લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃઓનાં લક્ષણો ભેગાં થાય છે અને ભિન્નતાઓ પ્રેરે છે. જેથી સંતતિ પર્યાવરણમાં સારી રીતે અનુકૂલન સાધે છે.

પ્રશ્ન 5.
અલિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલ સંતતિથી ભિન્નકેવી રીતે હોય છે?
ઉત્તર:
અલિંગી પદ્ધતિથી ઉત્પન્ન થયેલી સંતતિ એ એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે અને તેમાં કોઈજનીનિક ભિન્નતા હોતી નથી.

આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે.

આ સંતતિઓ જનીનિક દૃષ્ટિએ સમાન (identicle) હોય છે. આવા બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ (clone) શબ્દ વપરાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 1
જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન: એકકોષી સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે.

પ્રોટીસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ વિભાજન પામીને બે કોષો સર્જે છે. જે નવા સજીવ તરીકે વર્તે છે. આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની પ્રક્રિયા છે.

દ્વિભાજન: ઘણા એકકોષી સજીવો દ્વિભાજન (binary fission) દ્વારા પ્રજનન કરે છે. જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગઝડપી વૃદ્ધિ પામી પુખ્ત બને છે. ઉદાહરણ : અમીબા, પેરામિશિયમ.

કલિકાસર્જન યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ (buds) સર્જે છે. જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ (સજીવ કોષ) તરીકે પુખ્ત બને છે.

કોષ્ઠન અને બીજાણુ નિર્માણ (encystation and sporulation): પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોઇ (cyst)નો સ્રાવ કરે છે. આ ક્રિયાને કોઇન (encystation) કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોઇન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા કૂટપાદીય બીજાણુ (pseudopodiospores) સર્જે છે. કોઇની દીવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ (sporulation) કહે છે.

ફૂગ અને લીલમાં અલિંગી પ્રજનનઃ ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 2

ચલબીજાણુઓ (zoospores): ચલબીજાણુઓ સર્વસામાન્ય છે. તે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે.

બીજી, અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણબીજાણુઓ (conidia) ઉદાહરણ : પેનિસિલિયમ, કલિકાઓ (buds)
ઉદાહરણ : હાઇડ્રા અને અંતઃકલિકાઓ (gemmules): ઉદાહરણ વાદળી છે.
વિશેષ જાણકારી (More Information)
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 3

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 6.
અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો ભેદ આપો. શા માટે વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે ગણવામાં આવે છે?
ઉત્તર:

અલિંગી પ્રજનન લિંગી પ્રજનન
(1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી. (1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થાય છે.
(2) હંમેશાં એકપિતૃસજીવની આવશ્યકતા છે. (2) સામાન્ય રીતે બે પિતૃસજીવની આવશ્યકતા છે.
(3) પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા છે. (3) પ્રજનન એકમો જનનકોષ ધરાવે છે. જે તેમની પદ્ધતિ અનુસાર હોય છે.
(4) સંતતિ પિતૃ કરતાં ભિન્ન હોય છે. (4) સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે.

વાનસ્પતિક પ્રજનનમાં એક જપિતૃસંકળાયેલ હોય છે અને તેની સંતતિ જનીનિક રીતે સમાન હોય છે. આથી તેને અલિંગી પ્રજનનનો પ્રકાર ગણવામાં આવે છે.

પ્રશ્ન 7.
વાનસ્પતિક પ્રજનન શું છે? બે ઉદાહરણો આપો.
ઉત્તર:
બહુગુણનની પ્રક્રિયા જેમાં વનસ્પતિના ભાગો અથવા ટુકડાઓ પ્રજનન એકમ તરીકે વર્તે છે અથવા તેમને પ્રસર્જકો કહે છે. જે નવો સજીવ સર્જે છે. તેથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે.
ઉદાહરણ :

  1. બટાટાની (આંખો) કલિકાઓ
  2. આદુંમાં ગાંઠામૂળી

પ્રશ્ન 8.
વ્યાખ્યા આપો :
(a) જુવેનાઇલ તબક્કો
(b) પ્રાજનનિક તબક્કો

(c) વૃદ્ધત્વ(જીર્ણતા)નો તબક્કો.
ઉત્તર:
(a) જુવેનાઇલ તબક્કોઃ દરેક સજીવમાં જાતીય પુખ્તતા પ્રાપ્ત કરતાં પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે. આ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહે છે. માણસમાં જુવેનાઇલ તબક્કો એ 12થી 13 વર્ષની ઉંમરે હોય છે.

(b) પ્રાજનનિક તબક્કો : જ્યારે પ્રજનનતંત્ર પૂરતા પ્રમાણમાં નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરવા, સમાગમ કરવા અને પ્રજનન કરવા તૈયાર હોય છે તે તબક્કાને પ્રજનન તબક્કો કહે છે. કારણ કે મુખ્ય અંતઃસ્ત્રાવો આ તબક્કામાં ફેરફાર લાવે છે. માણસમાં પ્રજનન તબક્કો 12થી 13 વર્ષની ઉંમરે શરૂ થાય છે અને 55થી 60 વર્ષ સુધી ચાલુ રહે છે.

(c) વૃદ્ધત્વ (જીર્ણતા)નો તબક્કોઃ પ્રજનન તબક્કા પછી અંતઃસ્ત્રાવો નર અને માદા જનનકોષોના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આ તબક્કાને વૃદ્ધત્વનો તબક્કો કહે છે.

પ્રશ્ન 9.
ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનનનો એક જટિલ સ્રોત છે. શા માટે?
ઉત્તર:
કારણ કે લિંગી પ્રજનન જનીનિક ભિન્નતા પ્રેરે છે (અનુકૂલનો). જે સંતતિને સારા અસ્તિત્વની જાળવણી માટે સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા આપે છે.

પ્રશ્ન 10.
શા માટે અર્ધીકરણ અને જન્યુજનન હંમેશાં આંતરસંયોજિત છે? સમજૂતી આપો.
ઉત્તર:
જન્યુઓ જન્યુજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. તે હંમેશાં એકકીય (n) હોય છે અને એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા અર્ધીકરણ થવું જરૂરી છે. કારણ કે તે તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી કરવા માટે રિડક્શન વિભાજન થવું જરૂરી છે.

પ્રશ્ન 11.
સપુષ્પ વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખો અને લખો કે તેઓ એકકીય(n) છે કે દ્વિકીય(2n):
(a) અંડાશય …………………….
(b) પરાગાશય ………………………
(c) અંડકોષ …………………………..
(d) પરાગરજ ……………………
(e) નરજન્યુ …………………………
(f) યુગ્મનજ………………….
ઉત્તર:
(a) દ્વિકીય
(b) દ્રિકીય
(c) એકકીય
(d) એકકીય
(e) એકકીય
(f) દ્વિકીય

પ્રશ્ન 12.
બાહ્ય ફલન વ્યાખ્યાયિત કરો. તેના ગેરફાયદાઓ જણાવો.
ઉત્તર:

  • મોટા ભાગના જલજ સજીવો જેવા કે લીલ, માછલીઓ અને ઉભયજીવીઓમાં યુગ્મનજ શરીરની બહાર, બાહ્ય માધ્યમ (પાણી)માં થાય છે. આ પ્રકારના જન્યુયુશ્મનને બાહ્યફલન કહે છે.
  • ગેરફાયદા : મોટા ભાગની સંતતિ તેમના ભક્ષકો સામે રક્ષિત હોતા : નથી. આથી તેમની પુખ્તાવસ્થા સુધી તેમના અસ્તિત્વ સામે જોખમ હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 13.
ચલબીજાણુ અને યુગ્મનજ વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:

ચલબીજાણુ યુગ્મનજ
(1) તે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે. (1) તે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે.
(2) તે કશા ધરાવે છે. (2) તે કશા ધરાવતા નથી.
(3) તે એકકીય કે દ્વિકીય હોય છે. (3) તે હંમેશાં દ્વિકીય હોય છે.
(4) અંકુરણ દ્વારા તે નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. (4) સંયુગ્મન દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 14.
જન્યુજનન અને ભૂણજનન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:

જન્યુજનન ભૃણજનન
(1) આ પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થાય. (1) તે ફલિતાંડમાંથી ભૂણ વિકાસની પ્રક્રિયા છે.
(2) તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે. (2) તેમાં સમભાજન સંકળાયેલ છે.

પ્રશ્ન 15.
પુષમાં પદ્મફલનમાં થતા ફેરફારોવર્ણવો.
ઉત્તર:
ફલન બાદ પુષ્પમાં નીચે પ્રમાણેના ફેરફારો થાય છે:

  1. ફલિતાંડ અંડકની અંદર બને છે અને ભૂણમાં વિકાસ પામે છે.
  2. અંડક બીજમાં ફેરવાય છે.
  3. બીજાશયમાંથી ફળ બને છે.
  4. બીજાશયની દીવાલ રક્ષણાત્મક ફલાવરણમાં ફેરવાય છે.

પ્રશ્ન 16.
હિલિંગી પુષ્પ એટલે શું? તમારા પડોશી પાસેથી પાંચ હિલિંગી પુષ્પો એકઠાં કરો અને તમારા શિક્ષકની મદદથી તેમનાં સામાન્ય નામો અને વૈજ્ઞાનિક નામો શોધો.
ઉત્તર:

  1. જે પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો (પુંકેસર અને સ્ત્રીકેસર) એમ બંને આવેલા હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે.
  2. જાસુદ (હિબિસ્કસ રોઝાસાયનેન્સીસ) ધતુરો (હલુરા ફેસ્ટઓસા) બારમાસી (કેથેરેન્થસ રોઝીયસ) બટાટા (સેલેનમ ટ્યુબરોઝા) ડુંગળી (એલિયમસેપા).

પ્રશ્ન 17.
કોઈ પણ કુકુરબીટા છોડના થોડાંક પુષ્પોનું પરીક્ષણ કરો અને નર પુષ્પો તથા માદા પુષ્પોને ઓળખવાનો પ્રયત્ન કરો. શું તમને અન્ય કોઈ વનસ્પતિનાં એકલિંગી પુષ્પો જાણવા મળ્યા?
ઉત્તર:

  • કાકડી એ કુકુરબીટા વનસ્પતિઓનું સારું ઉદાહરણ છે. કાકડી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો જુદાં જુદાં હોય છે. માદા પુષ્પોમાં નાના બાળરૂપ જેવી રચના પુષ્પના તલ ભાગે દેખાય છે. જ્યારે નવપુષ્પ (પુંકેસર ધરાવતું પુષ્પ)માં આવી નાના ફળ જેવી રચના જોવા મળતી નથી.
  • એકલિંગી પુષ્પનું બીજું ઉદાહરણ મકાઈનું પુષ્પ છે. મકાઈમાં નર પુષ્પ પ્રકાંડની ટોચે આવેલ છે. જ્યારે માદા પુષ્પ પ્રકાંડના નીચેના ભાગમાં આવેલ હોય છે.

પ્રશ્ન 18.
શા માટે અપત્યપ્રસવી પ્રાણીઓની સંતતિની સાપેક્ષે અંડપ્રસવી પ્રાણીઓની સંતતિને વધારે ખતરો હોય છે?
ઉત્તર:
ઈંડાં તેમની જાતે ફરી શકતા નથી. આથી તેઓમાં વિવિધ પ્રકારના ભક્ષકો સામે વધુ ખતરો હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

GSEB Class 12 Biology સજીવોમાં પ્રજનન NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
પ્રજનનનાં કેટલાંક લક્ષણોનું વર્ણન થોડાંક વિધાનો દ્વારા નીચે આપેલું છેઃ
(i) જવુક જોડાણ થાયછે.
(i) જનીન દ્રવ્યનું સ્થળાંતર થાય છે.
(iii) અર્ધીકરણ (Reduction division) થાય છે.
(iv) સંતતિપિતૃઓ સાથે કેટલાંક લક્ષણોથી મળતી આવે છે. અલિંગી અને લિંગી બંને પ્રજનન માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

(A) i અને ii
(B) ii અને iii
(C) ii અને iv
(D) i અને iii
જવાબ
(C) ii અને iv

  • બંને પ્રકારના પ્રજનન (અલિંગી અને લિંગી) માં પિતૃઓમાંથી તેમની સંતતિમાં આનુવંશિક દ્રવ્યોનું સ્થાનફેર થાય છે કે જેઓ, તેઓના પિતૃઓ સાથે કેટલુંક સરખાપણું દર્શાવે છે.
  • અર્ધસૂત્રીભાજન (અર્ધીકરણ) લિંગી પ્રજનન માટે દ્વિકીય શરીરમાં : એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા માટે અર્ધસૂત્રીભાજન થવું જોઈએ.
  • જન્યુઓનું જોડાણ : લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું નિર્માણ અને ફલિતાંડના નિર્માણ માટે તેઓનું જોડાણ થાય છે.

પ્રશ્ન 2.
લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ માટે “ક્લોન’ શબ્દનો ઉપયોગ કરી શકાયનહિ, કારણ કે…….
(A) સંતતિઓ પિતૃ DNAની આબેહૂબ પ્રતિકૃતિઓ ધરાવતી નથી.
(B) માત્ર એક જ પિતૃ DNAની પ્રતિકૃતિ થાય છે અને સંતતિમાં પસારથાયછે.
(C) વિભિન્ન સમયે સંતતિઓનું નિર્માણ થાય છે.
(D) પિતૃ અને સંતતિનું DNA સંપૂર્ણપણે વિભિન્ન હોય છે.
જવાબ
(A) સંતતિઓ પિતૃ DNA ની આબેહૂબ પ્રતિકૃતિઓ ધરાવતી નથી.

  • અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ એકબીજાને મળતી આવે છે. તે ઉપરાંત તેઓના પિતૃઓની ચોક્કસ નકલ હોય છે. આથી આવા વ્યક્તિગતને ક્લૉનર્સ (તાદેશ્ય આવૃત્તિ) કહે છે.
  • જ્યારે લિંગી પ્રજનનના કિસ્સામાં બંને પિતૃઓ (નર અને માદા જન્યુઓ)ના DNA ની નકલ થાય છે અને જોડાણ પછી સંતતિઓમાં . જાય છે. આ રીતે ઉત્પન્ન થયેલ સંતતિમાં પિતૃઓના DNA ની ચોક્કસ નકલ હોતી નથી.

પ્રશ્ન 3.
દ્વિભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન સામાન્યતઃ નીચે પૈકી શેમાં જોવા મળે છે?
(i) કેટલાક સકોષકેન્દ્રી
(ii) બધા જ સુકોષકેન્દ્રી
(iii) કેટલાક આદિકોષકેન્દ્રી
(iv) બધા જ આદિકોષકેન્દ્રી

(A) i અને ii
(B) ii અને iii
(C) i અને iii
(D) iii અને iv
જવાબ
(C) i અને iii

  • એકકોષી સજીવો લાગતા વળગતાં સરળ સજીવો છે. આથી તેઓમાં અલિંગી પ્રજનન સામાન્ય હોય છે. આથી એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન ઝડપથી ગુણન પામે છે. આ પ્રકારનું પ્રજનન અમીબામાં દ્વિભાજનથી થાય છે અને યીસ્ટમાં કલિકા પદ્ધતિથી થાય છે. તે પ્રથમ વર્ણવવું જોઈએ.
  • લિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુઓ બંને એકબીજા સાથે સંમિલન પામે છે, જયારે અલિંગી પ્રજનનમાં કોષવિભાજન થાય છે.
  • ભિન્ન ભિન્ન પ્રદેશોના સજીવો (માનવ, પ્રાણીઓ અને વિઘટકો) અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરે છે. ઉદાહરણ તરીકે બૅક્ટરિયામાં સંયુગ્મન દ્વારા અને અલિંગી પ્રજનન દ્વિભાજન પદ્ધતિ દ્વારા થાય છે.
  • યુવ્વા (લીલ) જેવાં એકકોષકેન્દ્રી સજીવોમાં અલિંગી પ્રજનન પ્રાણીજ બીજાણુઓ દ્વારા અને લિંગી પ્રજનન જન્યુઓના સંયુગ્મન દ્વારા થાય છે.

પ્રશ્ન 4.
લિંગી પ્રજનન માટે કેટલાંક વિધાનોનીચે આપેલ છે ?
(i) લિંગી પ્રજનનમાં હંમેશાં બે સજીવોની જરૂરિયાત હોતી નથી.
(ii) લિંગી પ્રજનનમાં સામાન્ય રીતે જન્યુઓનું જોડાણ થાય છે.
(iii) લિંગી પ્રજનન દરમિયાન ક્યારેય અર્ધીકરણ થતું નથી.
(iv) લિંગી પ્રજનન દરમિયાન નિયમાનુસાર બાહ્ય ફલન થાયછે. આપેલવિકલ્પોમાંથી સાચાંવિધાનોમાટેનો વિકલ્પ પસંદ કરોઃ

(A) i અને iv
(B) i અને ii
(C) ii અને iii
(D) ii અને iv
ઉત્તર:
જવાબ
(B) i અને ii

  • લિંગી પ્રજનન સમયે એક જ સજીવમાંથી નર અને માદા જન્યુઓની ઉત્પત્તિ ભાગ લે છે. (ઉદા. Tacnia ટેનીઆ) અથવા જુદા જુદા વિરુદ્ધ લિંગ ધરાવતા સજીવોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. (ઉદા. સસલું)
  • આ જન્યુઓ સંયુગ્મન પામી ફલિતાંડ ઉત્પન્ન કરે છે, કે જે નવા સજીવને ઉત્પન્ન કરે છે. અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન) એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા માટે જ લિંગી પ્રજનન દરમિયાન થાય છે. લિંગી પ્રજનન સમયે અંતઃફલન ઉત્પન્ન થાય છે, આ પ્રકારમાં માદાના શરીરમાં અંડકોષ ઉત્પન્ન થાય છે કે જ્યાં તે નર જન્યુ સાથે જોડાણ (સંયુગ્મન) પામે છે.

પ્રશ્ન 5.
એક બહુકોષીય, તંતુમય લીલતેના લિંગી જીવનચક્રમાં ફલિતાંડના નિર્માણ પછી અર્ધીકરણ વિભાજન દર્શાવે છે. આ લીલનો પુખ્તતંતુ શુંધરાવે છે?
(A) એકકીયવાનસ્પતિક કોષો અને દ્વિતીય જન્યુધાની
(B) કિકીય વાનસ્પતિક કોષો અને દ્વિકીય જન્યુધાની
(C) દ્વિકીય વાનસ્પતિક કોષો અને એકકીય જન્યુધાની
(D) એકકીયવાનસ્પતિક કોષો અને એકકીય જન્યુધાની
જવાબ
(D) એકકીયવાનસ્પતિકકોષો અને એકકીયજન્યુધાની
એકકીય રંગસૂત્રો ધરાવતો બહુકોષીય જન્યુજનક અવસ્થા વારાફરતી બહુકોષી બીજાણુકજનક અવસ્થા જે દ્વિકીય હોય છે. પરિપક્વ બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય હોય છે કે જે અર્ધીકરણ એટલે કે અર્ધસૂકીભાજનના વિભાજનથી રંગસૂત્રોની સંખ્યા અડધી : થાય છે. એટલે કે 21થીn
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 4

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 6.
ચોખાના નરજન્યુઓ તેઓના કોષકેન્દ્રમાં 12 રંગસૂત્રો ધરાવે છે. માદા જન્ય, ફલિતાંડ અને પ્રાંકુરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે શું હશે?
(A) 12, 24, 12
(B) 24, 12, 12
(C) 12, 24, 24
(D) 24, 12,24
જવાબ
(C) 12,24,24.

  • નર જન્યુમાં આવેલ રંગસૂત્રોની સંખ્યા (12) માદા જન્યુમાં આવેલ હોય છે. ફલિતાંડ, ફલન પામેલ અંડકોષ/બીજમાં, પિતૃઓ તરફથી મળેલ જન્યુઓ જોડાય છે તેવો અર્થ થાય અને તેથી રંગસૂત્રોની સંખ્યા 24 (21) હોય.
  • બીજમાંથી વિકાસ પામેલ ભૂણમાંથી વિકાસ પામેલ રોપો એ નવી બીજાણુજનક અવસ્થા છે. આથી રોપાના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 24 (21) હોય કે જે ફરીથી નવા દ્વિકીય છોડને ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 7.
નીચે કેટલાંક વિધાનો બાહ્ય ફલનને અનુલક્ષીને આપેલાં છે સાચાં વિધાનો પસંદ કરોઃ
(i) નર અને માદા જન્યુઓનું નિર્માણ અને મુક્તિ એક સાથે થાયછે.
(ii) માત્ર થોડાક જ જન્યુઓમાધ્યમમાં મુક્ત થાય છે.
(ii) મોટા ભાગના બાહ્ય ફલન દર્શાવતા સજીવો માટે પાણી એ માધ્યમ છે.
(iv) અંતઃફલન દર્શાવતા સજીવો કરતાં, બાહ્ય ફલન દર્શાવતા સજીવોની સંતતિઓ જીવવાની સારી તક ધરાવે છે.

સાચાં વિધાનો માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરોઃ
(A) iii અને iv
(B) i અને iii
(C) ii અને iv
(D) i અને iv
જવાબ
(B) i અને iii

  • સજીવ શરીરની બહારની બાજુએ બાહ્ય ફલન થાય છે. મોટા ભાગની લીલ અને માછલીઓ અને ઉભયજીવી જેવાં મોટા ભાગના પ્રાણીઓમાં તે થાય છે.
  • બાહ્ય ફલન દર્શાવતા સજીવો, તેઓને આવરી લેતાં માધ્યમમાં (પાણીમાં) મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે કે જેથી તેઓમાં ફલનની શક્યતા વધે છે. > સજીવો પુખ્ત થાય ત્યાં સુધી ભક્ષકો દ્વારા તેઓને નબળા પાડીને, તેઓના જીવંત રહેવા સામે ભય ઉત્પન્ન થવો તે એક મોટો પડકાર રહેલ છે.

પ્રશ્ન 8.
નીચે આપેલ વિધાનો કે જેઓ પુષ્પનાં સ્ત્રીકેસરનાં કેટલાંક લક્ષણોનું વર્ણન સૂચવે છેઃ
(i) સ્ત્રીકેસર ચક્ર એક કરતાં વધુ બીજ ઉત્પન્ન કરી શકે છે.
(i) પ્રત્યેક સ્ત્રીકેસર એક કરતાં વધારે અંડકધરાવી શકે છે.
(iii) પ્રત્યેક સ્ત્રીકેસર માત્ર એક જ અંડક ધરાવે છે.
(iv) સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સાયાં વિધાનો ધરાવતો વિકલ્પ : પસંદ કરોઃ
(A) i અને ii
(B) i અને iii
(C) ii અને iv
(D) iii અને iv
જવાબ
(A) i અને ii
સ્ત્રીકેસર (ઘણાં સ્ત્રીકેસરો પૈકીનો એક)ને ત્રણ ભાગ જેમ કે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય હોય છે. બીજાશય સ્ત્રીકેસરનો એક ફૂલેલ ભાગ, આવૃત બીજધારી વનસ્પતિની, ગોળાકાર, સફેદ રચના જેને અંડક કહે છે, તે ધરાવે છે. બીજાશયમાં તે મૃદુતકીય પોચી ગાદી જેવા જરાય સાથે એકાકી કે સમૂહમાં આવેલ હોય છે.

પ્રશ્ન 9.
નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન આવૃત બીજધારી અંડકોષ અને માનવઅંડકોષ વચ્ચેની સમાનતાનું વર્ણન દશવિછે?
(i) બંનેમાં અંડકોષ જીવનમાં એક જ વખત નિર્માણ થાય છે.
(ii) આવૃત બીજધારી અને માનવબંનેના અંડકોષ અચલિત છે.
(iii) આવૃત બીજધારી અને માનવઅંડકોષ ચલિત છે.
(iv) બંનેમાં જન્યુ યુગ્મનને પરિણામેફલિતાંડનું નિર્માણ થાય છે.

નીચે આપેલામાંથી સાચાં વિધાનો માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:
(A) ii અને iv
(B) ફક્ત iv
(C) iii અને iv
(D) i અને iv
જવાબ
(B) ફક્તiv

  • ઘણાં સ્થળજ સજીવોની બાબતમાં (આવૃત બીજધારી વનસ્પતિઓ : અને માનવીઓ સહિત) બધાં આંતરિક ફલન દર્શાવે છે કે જેથી પ્રાણીના શરીરમાં સંયુશ્મન થઈફલિતાંડબને છે.
  • તેઓના પ્રજનનના ગાળા દરમિયાન બંને આવૃત બીજધારી વનસ્પતિઓ અને માનવી પ્રજનનની રીતે સક્રિય હોય છે. એટલે કે અંડકોષ બનવાની પ્રક્રિયા, એક જ વખતને બદલે સમગ્ર જીવન દરમિયાન ઘણી વખત બને છે.
  • માનવમાં અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયા બાદ ફેલોપિયન નલિકામાં આવેલ પલ્મોના હલનચલનથી અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. આથી અંડકોષને સ્થિર હોવાને બદલે ચલિત ગણવામાં આવે છે.
  • પુષ્પધારી વનસ્પતિઓ (આવૃત બીજધારી વનસ્પતિઓમાં) જન્યુઓ, જન્યુજનક અવસ્થામાં અચલિત હોય છે, પરંતુ સંયુગ્મન માટે પરાગનલિકા દ્વારા અચલિત નર જન્યુઓને અંડકોષ સુધી લઈ જવામાં આવે છે.

પ્રશ્ન 10.
શેરડી અને આદું જેવી વનસ્પતિઓમાં ગાંઠ દ્વારા વાનસ્પતિક
પ્રજનન પ્રદર્શિત થવાનું મુખ્ય કારણઃ
(A) ગાંઠો આંતરગાંઠ કરતાં નાની છે.
(B) ગાંઠો વર્ધમાન કોષો ધરાવે છે.
(C) ગાંઠો ભૂમિની નજીક સ્થાન પામે છે.
(D) ગાંઠોમાં પ્રકાશસંશ્લેષણ વિહીન કોષો ધરાવે છે.
જવાબ
(B) ગાંઠોવર્ધમાનકોષો ધરાવે છે.

  • શેરડી અને આદું જેવી વનસ્પતિઓમાં તેઓના ગાંઠ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થતાં વાનસ્પતિક પ્રજનન માટે રૂપાંતરો જોવા મળે છે, કારણ કે ગાંઠોના વિસ્તારમાં વર્ધનશીલ કોષો હોય છે.
  • વનસ્પતિમાં આ કોષો પેશીઓ અને અંગોની વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર હોય છે. રૂપાંતરિત પ્રકાંડમાં ગાંઠો જ્યારે ભેજવાળી જમીન અને પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ મૂળને ઉત્પન્ન કરે છે અને નવા છોડને ઉત્પન્ન કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 11.
નીચે આપેલ પૈકી કયું વિધાન, એ બાબતને વિસ્તૃત કરે છે કે કાર્બનિક ઉવિકાસ દરમિયાન લિંગી પ્રજનનની પ્રક્રિયા ઘણા સમયપછી જોવા મળી.
(i) નિમ્ન કક્ષાના સજીવો સરળપ્રકારની શરીરરચના ધરાવે છે.
(ii) નિમ્ન કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય ઘટના છે.
(iii) ઉચ્ચ કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય ઘટના છે.
(iv) આવૃત બીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનની તકો
વધુ હોય છે.

ઉપર્યુક્ત વિધાનોમાંથી સાચાં વિધાનો માટે યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરોઃ
(A) i, ii અને iii
(B) i, iii અને iv
(C) i, i અને iv
(D) ii, iii અને iv
જવાબ
(C) iii અને iv
નિમ્ન કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય હોય છે તેમજ તેમની દેહરચના સાદી સરળ હોય છે. હાઇડ્રા જેવાં ઘણાં પ્રાથમિક કક્ષાના પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા જોવા મળે છે. પરંતુ ઉત્ક્રાંતિના સમય બાદ ઉચ્ચકક્ષાના કે પ્રગતિશીલ સજીવો અસ્તિત્વમાં જોવા મળે છે, તેઓ એ લિંગી પ્રજનન પ્રસ્થાપિત કરેલ છે કે જેઓ જનીનિકપુનઃ સંયોજન કે જેવિકૃતિમાં પરિણમે છે.

પ્રશ્ન 12.
લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિ કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે કારણકે,
(A) લિંગી પ્રજનન એકલાંબી ક્રિયા છે.
(B) પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ ધરાવે છે.
(C) પિતૃઓમાંથી પ્રાપ્ત થતું જનીન દ્રવ્ય બે ભિન્ન જાતિનું હોયછે.
(D) લિંગી પ્રજનનમાં વધુ માત્રામાં DNAદ્રવ્ય સંકળાયેલું હોય છે.
જવાબ
(B) પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ ધરાવે છે.
અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થયેલ સંતતિ પિતૃઓ જેવી જ હોય છે એટલું જ નહીં, તેઓ પિતૃઓની ચોક્કસ પ્રતિકૃતિઓ હોય છે. કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે. આથી જનીનિક વિકૃતિ ઉત્પન્ન થતી નથી. જયારે લિંગી પ્રજનનમાં જનીનિક વિકૃતિ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. લિંગી પ્રજનનમાં બે પિતૃઓ (વિરુદ્ધ જાતિના) કે જેઓમાં જનીનિક મેળવણી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે અને નર અને માદા જન્યુઓનું સંયુમ્ન સંકળાયેલ હોય છે કે જેને પરિણામે નવી સંતતિ ઉત્પન્ન થાય છે કે જેમાં બંનેનું જનીન બંધારણ આવેલ હોય છે.

પ્રશ્ન 13.
નીચે આપેલવિધાનોમાંથી એક સાચું વિધાન પસંદ કરોઃ
(A) માત્ર પ્રાણીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે.
(B) માત્ર વનસ્પતિઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે.
(C) વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એકલિંગી સજીવો જોવા મળે છે.
(D) માત્ર પૃષ્ઠવંશીઓમાં જ એકલિંગી સજીવો જોવા મળે છે.
જવાબ
(C) વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એકલિંગી સજીવો જોવા મળે છે.
એકલિંગી શબ્દ એકલિંગી સ્થિતિ વર્ણવવા વપરાય છે વનસ્પતિઓ : અને પ્રાણીઓમાં બંનેમાં એકલિંગી સજીવો જોવા મળે છે. એકલિંગી વનસ્પતિનું ઉદાહરણ માર્કેન્શિયા. એકલિંગી પ્રાણીનું ઉદાહરણ – વંદો : (અમેરુદંડી પ્રાણી).

પ્રશ્ન 14.
અમીબા અને બેકટેરિયા જેવા એકકોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ : થતું નથી. કારણકે,
(A) તેઓ લિંગી પ્રજનન કરી શકતાં નથી.
(B) તેઓ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે.
(C) પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે.
(D) તેઓ સૂક્ષ્મદર્શી છે.
જવાબ
(C) પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે.
અમીબા અને બૅક્ટરિયા જેવા એકકોષી સજીવોમાં કુદરતી મૃત્યુ જોવા : મળતું નથી. કારણ કે પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે. આવા સજીવોમાં કોષવિભાજનથી પ્રજનન થાય છે. જયાં પિતૃકોષ વિભાજન પામી બે ભાગમાં વહેંચાય છે. અને પ્રત્યેક ઝડપથી વૃદ્ધિ પામી પુખ્તસંતતિમાં વિકાસ પામે છે.

પ્રશ્ન 15.
પ્રજનનના વિવિધ પ્રકારો છે. કયા પ્રકારનું પ્રજનન સજીવ દર્શાવશે તેનો આધારઃ
(A) સજીવના વસવાટ અને બાહ્યકારવિદ્યા પર રહેલો છે.
(B) સજીવની બાહ્યકારવિદ્યા પર રહેલો છે.
(C) સજીવની બાહ્યાકાર રચના અને દેહધાર્મિકવિદ્યા પર રહેલો છે.
(D) સજીવના વસવાટ, દેહધાર્મિકતા અને જનીનિકતા પર રહેલો છે.
જવાબ
(D) સજીવના વસવાટ, દેહધાર્મિકતા અને જનીનિકતા પર રહેલો છે.
જૈવ વૈજ્ઞાનિક વિશ્વમાં ઘણી મોટી વિવિધતા જોવા મળે છે અને પ્રત્યેક સજીવો પોતાની જાતે નવા સજીવો ઉત્પન્ન કરવાની અને ગુણન પદ્ધતિ વિકસાવેલ છે. સજીવનું રહેઠાણ તેની આંતરિક દેહધર્મવિદ્યા અને ઘણાં પરિબળો ઉપર આધારિત સજીવ પ્રજનનની રીતને પસંદ કરેલ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 16.
અસત્યવિધાન ઓળખો
(A) અલિંગી પ્રજનનમાં સંતતિ બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે પિતૃને સમાન હોય છે.
(B) ચલિત જન્યુઓ લિંગી પ્રજનનની સંરચનાઓ છે.
(C) અલિંગી પ્રજનનમાં એક પિતૃ જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ કરે છે.
(D) પેનિસિલિયમમાં કણી બીજાણુ અલિંગી પ્રજનન કરતી રચના છે.
જવાબ
(B) ચલિત જન્યુઓલિંગી પ્રજનનની સંરચનાઓ છે.

  • દ્વિભાજન, કલિકાઓની ઉત્પત્તિ, બીજાણુ સર્જન વગેરે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ એકકોષી પ્રાણીઓમાં જોવા મળે છે. આ પદ્ધતિઓ એકાકી પિતૃજન્યુઓ ભાગ લેવાથી કે ન ભાગ લેવાથી, નવા સજીવ ઉત્પન્ન કરી શકે છે.
  • સૃષ્ટિ-ફૂગના સભ્યો અને સરળ વનસ્પતિઓ કણી બીજાણુઓ (પેનિસિલિયમ) કલિકાઓ (હાઇડ્રા) જેવા વિશિષ્ટ અલિંગી પ્રજનનની રચનાઓ દ્વારા પ્રજનન કરી શકે. આ બધી જ રચનાઓ પૈકી ચલિત જન્યુઓ કે જેઓ સૂક્ષ્મદર્શી ચલિત રચનાઓ છે. બાકીના બધા વિકલ્પો સાચા છે.

પ્રશ્ન 17.
સપુષ્પી વનસ્પતિઓમાં નીચેનામાંથી કઈ એક પશ્ચ ફલનીય ઘટના છે?
(A) પરાગરજનું સ્થળાંતરણ
(B) ભૃણવિકાસ
(C) પુષ્પનું નિર્માણ
(D) પરાગરજનું નિર્માણ
જવાબ
(B) ભૃણવિકાસ
ભૂણવિકાસ ફલન પછી થાય છે. એટલે કે એકકીય નર અને માદા જન્યુઓના સંયુગ્મનને અંતે ફલિતાંડ બને છે. આ રીતે આ પશ્ચ ફલન ઘટના છે. બાકીની પ્રક્રિયાઓ ફલન થાય તે પૂર્વે થાય છે, આથી આ પ્રક્રિયાઓ ફલન પૂર્વેની પ્રક્રિયાઓ છે.

પ્રશ્ન 18.
મકાઈ વનસ્પતિના પ્રરોહાગ્રના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 20 છે. તે જ વનસ્પતિના લઘુબીજાણુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?
(A) 20
(B) 10
(C) 40
(D) 15
જવાબ
(A) 20

  • મકાઈના છોડના પ્રરોહાગ્ર સહિત સમગ્ર વનસ્પતિના કોષોમાં દ્વિકીય (20) સ્થિતિમાં હોય છે. લઘુબીજાણુ માતૃકોષ એ પ્રજનન અંગનો ભાગ છે. તેના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ છોડ જેટલી જ હોય છે. એટલે કે 2n = 20.
  • આ લઘુ બીજાણુ માતૃકોષો નર જન્યુઓ ઉત્પન્ન કરવા જવાબદાર છે. એટલે કે એકકીય (n) અર્ધસૂત્રીભાજન દ્વારા થાય છે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
અમીબા અને યીસ્ટની બે આનુવંશિક લાક્ષણિકતાઓ જણાવો કે જેના દ્વારા તેઓનું અલિંગી પ્રજનન થાયછે.
ઉત્તર:
અમીબા અને યીસ્ટ અલિંગી પ્રજનન કરી શકે તેનાં લક્ષણો નીચે મુજબ છે :

  1. એકકોષીય રચના
  2. સરળ દેહરચના તંત્ર
  3. એકપિતૃસ્થિતિ.

પ્રશ્ન 2.
શા માટે આપણે અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિને ક્લોન તરીકે ગણાવીએ છીએ?
ઉત્તર:

  • એક જ પિતૃ દ્વારા, પ્રજનન કોષોની ઉત્પત્તિ સાથે અથવા ઉત્પત્તિ વગર પ્રજનન થાય જેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તેના દ્વારા : સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે.
  • પરિણામે ઉત્પન્ન કરવામાં આવેલ સંતતિ એકબીજાથી સમાન હોય છે. એટલું જ નહીં તેઓ, તેઓના પિતૃઓની અસલ નકલ હોય છે. બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ અને આનુવંશિક રીતે સરખી સંતતિઓના સમૂહને ક્લૉન (તાદેશ્ય આવૃત્તિ) કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
બટાટાનું ગ્રંથિલભૂમિગત ભાગ છે છતાં તેને પ્રકાંડ તરીકે ગણવામાં આવે છે. તેનાં બેકારણો આપો.
ઉત્તર:
નીચે આપેલ કારણોસર બટાટાનું ગ્રંથિલ ભૂમિગત ભાગ છે છતાં તેને પ્રકાંડતરીકે ગણવામાં આવે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 5

  1. ગ્રંથિલ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે.
  2. ગાંઠો (આંબો) ઉપરથી પર્ણો ધરાવતી કલિકાઓ ઉત્પન્ન થાયછે.

પ્રશ્ન 4.
વાર્ષિક અને બહુવર્ષાયુ વનસ્પતિપૈકી, કઈ વનસ્પતિમાં જુવેનાઈલ તબક્કો ટૂંકો હોય છે? તેનું એક કારણ આપો.
ઉત્તર:

  1. જિંદગીમાં, સજીવ વૃદ્ધિ પામી તરુણાવસ્થામાં વિકાસ પામે છે, ત્યારબાદ મૃત્યુ પામતા પહેલાં આવતાં ઘડપણ પહેલાં સજીવ પ્રાજનનિક રીતે પરિપક્વ અને પ્રજનનના તબક્કામાં પ્રવેશે છે.
  2. જ્યારથી વાર્ષિક વનસ્પતિનો જીવનક્રમ ટૂંકો હોવાથી વનસ્પતિને વિકાસ પામવાની ઋતુમાં તેની તરુણાવસ્થા, બહુવર્ષાયુ વનસ્પતિની તરુણાવસ્થા કરતાં ટૂંકી હોયછે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 5.
સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતી લિંગી પ્રજનનની શ્રેણીબદ્ધ ઘટનાઓદશવેિલી છે. તેઓની પુનઃ ગોઠવણી સાચી રીતે કરો. ભૂણજનન, ફલન, જન્યુજનન, પરાગનયન.
ઉત્તર:
સપુષ્પ વનસ્પતિમાં થતાં લિંગી પ્રજનનમાં સાચો ક્રમ આ મુજબ હોય છેઃ જન્યુજનન, પરાગનયન, ફલન, ભૂણજનન.

પ્રશ્ન 6.
દ્વિલિંગી પુષ્પધારી વનસ્પતિમાં સ્વપરાગનયન દ્વારા ફળનિર્માણની શક્યતાદ્ધિસદની વનસ્પતિકરતાં વધુ છે. આ વિધાન સમજાવો.
ઉત્તર:

  1. કિંસદની વનસ્પતિ કરતાં સ્વપરાગિત દ્રિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં ફળો ઉત્પન્ન થવાની સંભવિતતા સૌથી વધુ હોય છે.
  2. સ્વપરાગિત ક્રિલિંગી વનસ્પતિઓમાં પરાગરજનું પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા, દ્વિસદની વનસ્પતિઓ કરતાં વધુ સરળ છે.
  3. આમ થવાનું કારણ એ છે કે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એકબીજા સાથે રહે છે અને પરાગનયન, પરાગનયન કરતાં વાહકની ગેરહાજરીની કોઈ અસર થતી નથી.
  4. પરંતુ દ્વિસદની વનસ્પતિમાં પરાગનયન કરનાર વાહકની હાજરી જરૂરી, કે જેથી પરાગનયન અસરકારક બને. કારણ કે પુંકેસરચક્ર અને પરાગાસન એકબીજાથી દૂર આવેલ હોયછે.

પ્રશ્ન 7.
શું રંગસૂત્રની વધુ સંખ્યા સજીવમાં લિંગી પ્રજનનમાં અવરોધ સર્જે છે ? યોગ્ય ઉદાહરણ દ્વારા તમારા ઉત્તરને ન્યાય આપો.
ઉત્તર:

  • ના, સજીવમાં વધુ સંખ્યામાં આવેલ રંગસૂત્રો લિંગી પ્રજનનમાં અડચણરૂપ બનતા નથી. ઓફીઓગ્લોસમ (Ophioglossum – aferm)ને 1260 જેટલાં રંગસૂત્રો આવેલ હોવા છતાં તે લિંગી પ્રજનન કરી શકે છે.
  • ઉચ્ચકક્ષાના સજીવોમાં, રંગસૂત્રો કોષમાં કોષકેન્દ્રના ખંડ જેવાં ભાગમાં હોય છે. રંગસૂત્રોની સંખ્યા નાની હોય કે મોટી હોય પરંતુ તે બેવડાયા બાદ કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રના ખંડમાં છૂટા પાડવામાં આવે છે. લિંગી પ્રજનનની પાયાની વાતમાં એકકીય જન્યુઓની ઉત્પત્તિ રહેલ છે.

પ્રશ્ન 8.
શું સજીવના કદ અને તેમના જીવનઅવધિ વચ્ચે કોઈ ! સંબંધ છે ? તમારા જવાબ માટેના આધાર આપતાં બે ઉદાહરણો આપો.
ઉત્તર:
સજીવના કદ અને તેમના જીવનઅવધિ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી.
ઉદાહરણ તરીકે,

  1. આંબાનું વૃક્ષ અને પીપળાનું વૃક્ષ બન્ને એકસરખા કદના હોવા છતાં, પીપળાના વૃક્ષ કરતાં આંબાના વૃક્ષની જિંદગી ટૂંકી હોય છે.
  2. કાગડો અને પોપટબંને સમાન કદના હોવા છતાં તેઓની જિંદગી અનુક્રમે 15 અને 150 વર્ષની હોય છે.

પ્રશ્ન 9.
નીચે આપેલ આકૃતિમાં દશવિલ વનસ્પતિ બે વિભિન્ન પ્રકારનાં પુષ્પો ધરાવે છે. જે ‘A’ અને ‘B’ દ્વારા નિર્દેશિત છે. પુષ્પના પ્રકારને : ઓળખો અને તેઓમાં કયા પ્રકારનું પરાગનયન થઈ શકે?
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 6
ઉત્તર:

  • (A) હવાઈ પુષ્પો: પુષ્પો સામાન્ય રીતે પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય તે રીતે હોય છે.
    (B) સંવૃત પુષ્પો: પુષ્પો ઉત્પન્ન થયા પછી ક્યારેય ખીલતા નથી કે “જેથી પરાગાશય અને પરાગાસન ક્યારેય ખૂલતા નથી. આ પુષ્પોમાં નીચે દર્શાવેલ પરાગનયન જોવા મળે છે.

    1. સ્વફલનઃ (એકજ પુષ્પમાં)
    2. ગેઇટોનોગેમીઃ (એકજવનસ્પતિના જુદાં જુદાં પુષ્પો)
    3. પરવશ (ઝનોગેમી) જુદાં જુદાં પુષ્પો
  • સંવૃત (સ્વફલનનો એક પ્રકાર) કે જેમાં કેટલાંક વૃક્ષો જેવાં કે કોમેલીના બેન્ગલેન્સીસ બે પ્રકારના હવાઈપુષ્પો અને સંવૃત પુષ્પો ધરાવે છે. હવાઈ પુષ્પોમાં, પુષ્પો સ્વપરાગનયન અથવા પરપરાગનયન જ્યારે સંવૃત પુષ્પોમાં, પુષ્પો ફક્તસ્વપરાગનયન દર્શાવે છે.

પ્રશ્ન 10.
બહુકોષીય સજીવોમાં શા માટે કોષવિભાજન પ્રકારનું પ્રજનન જોવા મળતું નથી?કારણો આપો.
ઉત્તર:

  1. એકકોષી પ્રાણીઓમાં, તેઓની સંખ્યા વધારવા કોષવિભાજન એ પ્રજનનના હેતુ માટે હોય છે, જ્યારે બહુકોષી સજીવોની બાબતમાં તેઓને વધુ વિકસિત પ્રજનન અંગો હોય છે, કે જેઓ પ્રજનનમાં મદદ કરે છે.
  2. એકકોષી સજીવોની માફક બહુકોષી સજીવોમાં તેઓનું શરીર પ્રજનનમાં ભાગ લેતું નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 11.
નીચે આપેલ આકૃતિમાં ફલાવરણ અને અંડકનું નિર્દેશન કરો.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 7
ઉત્તર:
સપુષ્પ વનસ્પતિઓમાં અંડકની અંદર ફલિતાંડ બને છે. ફલન પછી વજપત્રો; દલપત્રો અને પુષ્પના પુંકેસરો કરમાઈ જઈને પડી જાય છે. જો કે સ્ત્રીકેસરછોડની સાથે જોડાયેલ રહે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 8
ફલાવરણ ફલિતાંડ ભૂણમાં ફેરવાય છે અને અંડક બીજમાં વિકાસ પામે છે. બીજાશય ફળમાં વિકાસ પામે છે, કે જે જાડી દીવાલવાળા ફલાવરણમાં વિકાસ પામે છે કે જે કાર્યની દષ્ટિએ રક્ષણાત્મક છે.

પ્રશ્ન 12.
શા માટે બાહ્યફલન ધરાવતાં સજીવો વધુ માત્રામાં જન્યુઓનું નિર્માણ કરે છે?
ઉત્તર:
સજીવો જેઓ બાહ્ય ફલનની આ પ્રક્રિયામાં ભાગ લે છે તેઓ વધુ સંખ્યામાં જન્યુકોષો ઉત્પન્ન કરે છે. કારણ કે,

  1. બાહ્ય ફલનમાં શુક્રકોષો અને અંડકોષો કે જેઓને સજીવો દ્વારા મુક્ત કરવામાં આવે છે. તેઓ પર્યાવરણમાં આવેલ શુષ્કતા અને ભક્ષકો જેવા પરિબળો દ્વારા અસર પામે છે. આથી જન્યુઓના ઉચ્ચ ફલન માટે સજીવો વધુ સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
  2. વધુ સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરવાની સાથે પર્યાવરણમાં કેટલાંક અંડકોષો અને શુક્રકોષોના ફલનની શક્યતા વધારવાનો મોકો મેળવવાની સાથે સાથે નિશ્ચિત સંખ્યામાં સંતતિ આવી જાય અને આગળ ચાલુ રહે

પ્રશ્ન 13.
નીચે આપેલસજીવો એકસદની છે કે હિસદની તે જણાવો.
(a) અળસિયું ………………..
(b) કારા …………………..
(c) માર્કેન્શિયા …………….
(d) વંદો ……………..
ઉત્તર:
(a) અળસિયું-એકસદની પ્રાણી
(b) કારા-એકસદની વનસ્પતિ
(c) માર્કેન્શિયા-કિસદની વનસ્પતિ
(d) વંદો-દ્વિસદની પ્રાણી

નોંધઃ ઘણી ફૂગ અને વનસ્પતિઓમાં શબ્દ જેવાં કે એક જ જાતના દેહ કે :
સુકાય અને એકસદનીને એકસદની પરિસ્થિતિ (નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિમાં હોય) અને વિભિન્ન પ્રકારના વનસ્પતિ દેહ અને હિંસદની શબ્દને દ્વિસદની પરિસ્થિતિને વર્ણવવા વપરાય છે (નર અને માદા પ્રજનન અંગો જુદી જુદી વનસ્પતિમાં હોય). પરંતુ પ્રાણીઓમાં વ્યક્તિગત રીતે નર અને માદા (દ્વિસદની)
અથવા બંને પ્રકારના પ્રજનન અંગો (એકસદની) ધરાવે છે.

પ્રશ્ન 14.
કોલમ – Aમાં આપેલ સજીવોને કોલમ – Bમાં આપેલ વાનસ્પતિક પ્રજનન કરતી રચનાઓ સાથે જોડોઃ

કોલમ-A કોલમ-B
(A) બ્રાયોફાયલમ(પાનફૂટી) (1) ભૂતારિકા
(B) રામબાણ(કેતકી) (2) આંખો
(C) બટાકા (3) પર્ણકલિકાઓ
(D) જળકુંભી (4) પ્રકલિકાઓ

ઉત્તર:
સાચું જોડાણ નીચે આપ્યા પ્રમાણે છે.

કોલમ-A કોલમ-B
(A) બ્રાયોફાયલમ(પાનફૂટી) (1) પર્ણકલિકાઓ
(B) રામબાણ(કેતકી) (2) પ્રકલિકાઓ
(C) બટાકા (3) આંખો
(D) જળકુંભી (4) ભૂસ્તારિકા

વનસ્પતિઓમાં વાનસ્પતિક રૂપાંતરો માટેના એકમો જેવાં કે ભૂસ્તારી, ગાંઠામૂળી, ચૂષકો, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ બધાં જ નવા સજીવોને ઉત્પન્ન કરવા સક્ષમ છે. આવી રચનાઓને વાનસ્પતિક રૂપાંતરો કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 15.
ફલન પછી પુષ્પનાનીચે આપેલાભાગોશમાં વિકાસ પામે છે?
(a) અંડાશય ……………………..
(b) અંડકો …………………
ઉત્તર:

  • (a) અંડાશયઃ ફળ
    (b) અંડકો: બીજા
  • ફલન પછી ફલિતાંડ ભૂણમાં વિકાસ પામે છે અને અંડકો બીજમાં વિકાસ પામે છે. અંડાશય ફળમાં રૂપાંતર પામે છે કે જે તેની ફરતે ફલાવરણ તરીકે ઓળખાતા રક્ષણાત્મક સ્તર રચે છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
લિંગી પ્રજનન દર્શાવતાં એકકીય સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દર્શાવતી અવસ્થાનું નામ આપો. તે માટે તમારા જવાબનાં યોગ્ય કારણો આપો.
ઉત્તર:
આવા એકકીય સજીવોના જીવનક્રમમાં ફલિતાંડ માત્ર દ્વિકીય 2(n) રંગસૂત્રો ધરાવતો કોષ છે કે જે પશ્ચ-ફલિતાંડનો તબક્કો છે. આથી અર્ધીકરણ માત્ર દ્રિકીય રંગસૂત્રો ધરાવતી અવસ્થામાં થઈ શકે છે. આ અર્ધીકરણ એકકીય સજીવોમાં ફલિતાંડબન્યાબાદ થઈ શકે છે.

પ્રશ્ન 2.
ઉચ્ચકક્ષાની વનસ્પતિઓ (આવૃત બીજધારીઓ) અને ઉચ્ચકક્ષાનાં પ્રાણીઓ (પૃષ્ઠવંશી)ઓના વર્ગકોમાં અલિંગી પ્રજનન ખૂબ જ ઘટે છે. તેની સાપેક્ષે નિમ્નકક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓનાં જૂથોમાં અલિંગી પ્રજનન વધારે માત્રામાં જોવા મળે છે. આ પરિસ્થિતિમાટે શક્ય કારણોનું પૃથક્કરણ કરો.
ઉત્તર:
નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ કરતાં, ઉચ્ચકક્ષાની વનસ્પતિઓ (આવૃત બીજધારી વનસ્પતિઓ) અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ (પૃષ્ઠવંશી પ્રાણીઓ)માં વધુ ઉચ્ચ કક્ષાનું રચનાત્મક વ્યવસ્થાતંત્ર હોય છે. તેઓમાં લિંગી પ્રજનન માટે વધુ કાર્યનિપુણ તંત્ર ઉવિકસિત હોય છે. નીચેના કારણોસર આ સમૂહના પ્રાણીઓએ . લિંગી પદ્ધતિથી પ્રજનનના ઉપાયો દર્શાવેલ છે.

  1. તંદુરસ્ત સંતતિની ખાતરી માટે.
  2. વાતાવરણમાં આવતાં ફેરફારો અને બધી જ વાતાવરણની પરિસ્થિતિને સ્વીકારી શકે અને જનીનિકરીતે વિવિધતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરી શકે.
  3. તે જનીનિક પુનઃસંયોજનને અનુસરીને ફેરફારો દર્શાવે છે. જે ઉત્ક્રાંતિની ખાતરી આપે.

પ્રશ્ન 3.
મધમાખીઓ તેઓની સંતતિઓ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ નિર્માણ કરે છે. છતાં મધમાખીઓની વસાહતમાં આપણને એકકીય અને દ્વિકીય બંને પ્રકારની મધમાખીઓ જોવા મળે છે. એકકીય અને દ્વિકીય મધમાખીઓનાં નામ આપો અને તેઓના નિર્માણ માટેનાં કારણોનું પૃથક્કરણ કરો.
ઉત્તર:
(i) કાર્યકારી તરીકે વંધ્ય દ્વિકીય માદાઓ
(ii) રાણી તરીકે એક ફળદ્રુપ દ્વિકીય માદા
(iii) ડ્રોન (મધમાખીનો નરફળદ્રુપ એકકીયનર

મધમાખીઓના સંદર્ભમાં બન્ને એકકીય અને દ્વિકીય સંતતિઓ અપૂર્ણ ચક્રીય અફલિત સંયોગીજનન એટલે કે અસંયોગીજનન અને લિંગી પ્રજનન બંને દ્વારા ઉત્પન્ન થાય છે. ફલિત થયેલ અંડકોષો (ફલિતાંડ) માંથી રાણી અને કાર્યકરો (બંને માદા) ઉત્પન્ન થાય છે અને અફલિત અંડકોષોમાંથી અસંયોગીજનન દ્વારા ડ્રોન (નર મધમાખીઓ) ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 4.
કયા પ્રકારના પ્રજનન સાથે રિડક્શન વિભાજન (અર્ધીકરણ) સંકળાયેલ છે. તેમાટે તમારાં કારણો જણાવો.
ઉત્તર:
રિડક્શન વિભાજન (અર્ધીકરણ) ને લિંગી પ્રજનન સાથે સાંકળી શકાય. તેના કારણો નીચે મુજબ છેઃ

  1. લિંગી પ્રજનનમાં બંને પ્રકારના જન્યુઓ (નર અને માદા) જયારથી સંયુશ્મન થાય છે ત્યારથી તેઓમાં એકકીય સંખ્યામાં રંગસૂત્રો હોય છે.
  2. અર્ધારણ પામેલ કોષજન્યુઓ ઉત્પન્ન કરે છે. તેમાં કેટલીક વખત દ્વિતીય સંખ્યામાં રંગસૂત્રો હોય છે અને ફક્ત એકકીય સંખ્યામાં રૂપાંતર થાય ત્યારે આપણે એકકીય જન્યુઓ પ્રાપ્ત કરી શકીએ.
  3. પેઢી દર પેઢી રિડક્શન વિભાજન રંગસૂત્રોની સંખ્યા સતત રીતે જાળવે છે.

પ્રશ્ન 5.
કેટલીક વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રસર્જન (પ્રજનન) જોવા ; મળે છે. જેવાં કે પાનફૂટી, જળકુંભી, આદું વગેરે. શું તે અલિંગી પ્રજનનનો પ્રકાર છે? બે કે ત્રણકારણો જણાવો.
ઉત્તર:
વાનસ્પતિક એકમો (વાનસ્પતિક પ્રસર્જનો) જેવાં કે પાનફૂટી, ; જળકુંભી, આદુ વગેરેમાંથી નવી વનસ્પતિઓ બને છે. તેને અલિંગી : પ્રજનનના પ્રકાર તરીકે માનવામાં આવે છે કે જે નવા એકમો : (વનસ્પતિઓ) ઉત્પન્ન કરવામાં ભાગ લે છે.

  1. એક જ પિતૃમાંથી
  2. જન્યુઓની ઉત્પત્તિ અને સંયુમ્ન વગર થાય છે.
  3. કોઈ પણ આનુવંશિક કે બાહ્યાકાર ભિન્નતા વગર ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 6.
કેટલીક વનસ્પતિઓમાં ફળનિર્માણ માટે ફલન એક ફરજિયાત : ઘટનાનથી’ આવિધાનની સમજૂતી આપો.
ઉત્તર:

  1. કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ ફરજિયાત : ઘટના નથી. કેટલાંક ફળો અફલિત બીજાશયમાંથી વિકાસ : પામે છે, તેને અફલિત ફળો કહે છે.
  2. દાડમ, દ્રાક્ષ વગેરે ફળો બીજવિહીન ફળો છે. આ વનસ્પતિઓમાં ફલન થયા વગર પણ પુષ્પો ઉપર વૃદ્ધિ અંત સ્રાવોનો છંટકાવ કરવામાં આવે છે, કે જે ફળોનો વિકાસ પ્રેરે છે. આવા ફળોના અંડકો બીજમાં વિકાસ સાધવામાં નિષ્ફળ જાયછે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 7.
વિકસિત ધૂણમાં, કોષવિભાજનને અનુસરીને કોષવિભેદન થતું નથી.-આપરિણામનું પૃથક્કરણ કરો.
ઉત્તર:

  1. વિકાસ પામતાં ગર્ભમાં કોષવિભાજન દ્વારા કોષોની સંખ્યા : વધારે છે, જ્યારે કોષવિભેદન, કોષોના સમૂહને કેટલાક ફેરફારો દ્વારા વિશિષ્ટ પ્રકારની પેશીઓ અને અંગોમાં રૂપાંતર કરી સજીવની ઉત્પત્તિ માટે મદદ કરે છે.
  2. ગર્ભવિકાસના ઘણાં તબક્કે, કોષવિભેદન થતું નથી ત્યારે ગર્ભ નવા સજીવમાં વિકાસ પામતો નથી. તે ફક્ત કોષોના સમૂહ તરીકે રહે છે.

પ્રશ્ન 8.
આવૃત બીજધારી પુષ્પમાં પરાગનયન અને ફલન અનુસરીને થતાં પરિવર્તનો અવલોકિતકરી, તેની નોંધતૈયાર કરો.
ઉત્તર:
આવૃત બીજધારી પુષ્પમાં પશફલન પછીના ફેરફારો નીચે મુજબ થાય છે:

પુષ્પના ભાગો અસર
વજપત્ર ખરી પડે છે.
દલપત્ર ખરી પડે છે.
પુંકેસર ખરી પડે છે.
ફલિતાંડ શ્રણ બને છે.
પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર ભૂણપોષ (3n)
સહાયક કોષો વિઘટન પામે છે.
પ્રતિધ્રુવકોષો વિઘટન પામે છે.
બીજાશય ફળમાં રૂપાંતર પામે છે.
અંડક બીજમાં રૂપાંતર પામે છે.
બીજાશયની દીવાલ ફલાવરણ (બાહ્ય આવરણ + મધ્ય આવરણ + અંત આવરણ)
અંડકાવરણ બીજાવરણ(બાહ્ય બીજાવરણ + અંતઃબીજાવરણ)
અંડનાલ બીજનો પ્રવર્ધ
અંડછિદ્ર (બીજાંડ છિદ્ર) બીજ છિદ્ર

પ્રશ્ન 9.
શા માટે વટાણાની શીંગમાં બીજની ગોઠવણી હરોળમાં થયેલી હોય છે. જ્યારે તેઓ ટામેટામાં તેના રસયુક્ત ગરમાં વિખરાયેલા હોય છે. આમાટે તમે શક્ય સમજૂતી સૂચવો.
ઉત્તર:

વટાણામાં ફળ શીંગ છે. વટાણાની શીંગ એક સ્ત્રીકેસર, એક કોટરીય અર્ધ ઉર્ધ્વવસ્થ બીજાશયમાંથી નિર્માણ પામેલ છે. પરિપક્વતાએ ફળ તેની પૃષ્ઠ અને વૃક્ષધારથી સ્ફોટન પામે છે અને બીજને મુક્ત કરે છે.

એક સ્ત્રીકેસરી, સ્ત્રીકેસરના અંડકો હંમેશાં વક્ષધાર ઉપર ચોટેલ હોય. આથી ફળમાં ધારાવર્તા જરાયુવિન્યાસ જોવા મળે છે. આથી વટાણાની શીંગમાં એક હરોળમાં બીજ હોય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 9
ટામેટામાં ફળ અનખિલ રસાળ ફળ છે. તે ઉર્ધ્વસ્થ કે અધસ્થ બીજાશયમાંથી નિર્માણ પામેલ છે. તેમાં સ્ત્રીકેસરની કિનારીઓ બીજાશયની અંદર મધ્ય તરફ વૃદ્ધિ પામી મધ્યસ્થ કોટર ને કોટરો તરીકે ઓળખાતા ખાનાઓમાં વહેંચાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 10
આથી અંડકો અરીય રીતે મધ્યની ધરી ઉપર આવેલ જરાય સાથે : જોડાઈને ગોઠવાય છે જેને અક્ષવર્તી જરાયુવિન્યાસ કહે છે. આ કારણે રસાળ ગરમાં બીજખૂંપેલ હોયછે.

પ્રશ્ન 10.
ચલબીજાણુ અને કણબીજાણુની આકૃતિ દોરો. તેઓ વચ્ચેની બે અસમાનતા જણાવો અને જણાવો કે તેઓમાં કર્યું એક લક્ષણ સમાન છે.
ઉત્તર:
ચલબીજાણુઓ અને કણી બીજાણુ આ બંને અલિંગી પ્રજનન માટેની રચનાઓ છે, કે જે અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં જોવા મળતી અલિંગી પ્રજનનની ક્રિયાને સરળ બનાવે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 10
ચલબીજાણુઓ અને કણી બીજાણુઓ વચ્ચેનો તફાવત નીચે મુજબ હોય છે.

ચલબીજાણુઓ (સામાન્ય રીતે લીલમાં હોય છે.) કણી બીજાણુઓ (સામાન્યરીતે ફૂગમાં જોવા મળે છે.)
(1) કશાધારી છે. (1) કશાવિહીન હોય છે.
(2) આંતરિક રીતે બીજાણુ-ધાનીમાં તે બને છે. (2) બાહ્ય રીતે કણબીજાણુ ધાનીધરની ટોચે તે ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 11.
વાનસ્પતિકપ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન પણ છે. આ વિધાનની યથાર્થતા જણાવો.
ઉત્તર:

  • સપુષ્પ વનસ્પતિઓમાં ભૂસ્તારી, વિરોહ, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, કે ગાંઠામૂળી, વજકંદ, ગ્રંથિલ વગેરે વાનસ્પતિક પ્રજનનના એકમો નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જન કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન 11

  • આ બધી જ વનસ્પતિઓમાં આ રચનાઓ ઉત્પન્ન કરવામાં બે પિતૃઓ : ભાગ લેતાં નથી. આ પ્રક્રિયા અલિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે. આથી કહી શકાય કે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત તારવો. એકકોષીય સજીવો દ્વારા દર્શાવતાં અલિંગી પ્રજનનના પ્રકારોવર્ણવો.
ઉત્તર:

અલિંગી પ્રજનન લિંગી પ્રજનન
(1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી. (1) તેમાં જન્યુઓનું નિર્માણ અને સંયોજન થાય છે.
(2) હંમેશાં એકપિતૃસજીવની આવશ્યકતા છે. (2) સામાન્ય રીતે બે પિતૃસજીવની આવશ્યકતા છે.
(3) પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા છે. (3) પ્રજનન એકમો જનનકોષ ધરાવે છે. જે તેમની પદ્ધતિ અનુસાર હોય છે.
(4) સંતતિ પિતૃ કરતાં ભિન્ન હોય છે. (4) સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે.

અલિંગી પ્રજનન સામાન્ય રીતે સૃષ્ટિ મોનેરા; પ્રોટિસ્ટામાં તેમજ વનસ્પતિઓ અને કેટલાંક પ્રાણીઓ જેવાં એકકોષી સજીવોમાં જોવા મળે છે. તે નીચેના પ્રકારે જોવા મળે છેઃ
(1) દ્વિભાજનઃ આ પ્રકારના અલિંગી પ્રજનનમાં પિતૃ સજીવ બે ભાગમાં વિભાજિત થાય છે અને પ્રત્યેક અડધા ભાગ સ્વતંત્ર રીતે બે બાળ સજીવમાં નિર્માણ પામે છે. ઉદા. અમીબા, પેરામિશિયમ, યુગ્લિના.

(2) કલિકાસર્જનઃ આ પ્રકારના અલિંગી પ્રજનનમાં પિતૃ શરીરમાંથી બહારની બાજુએ નાનો બહિરુદભેદ ઉત્પન્ન થાય છે. જેમાંથી બાળપ્રાણી ઉત્પન્ન થાય છે. ઉદા. યીસ્ટ, હાઈડ્રા (જળવાળ).

(3) અવખંડન : આ પ્રકારના અલિંગી પ્રજનનમાં પિતૃ શરીર બે અથવા વધુ ભાગમાં અવખંડિત થાય છે. પ્રત્યેક શરીરના દરેક ભાગ સજીવમાં વિકાસ પામે છે. ઉદા. વાદળી, સેલાજીનેલા.

(4) અંતઃકલિકાઓ આ પ્રકારના અલિંગી પ્રજનનમાં, અંત:કલિકા જેને જેમ્યુલ્સ કહેવામાં આવે છે તે ભાગ લે છે. જેમ્યુલ્સ (અંતઃ કલિકાઓ) અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ કોષ સમૂહો છે જે નવા સજીવની ઉત્પત્તિ કરવા માટે કાર્યક્ષમ હોય છે.

(5) બીજાણુ નિર્માણ આ પ્રકારના અલિંગી પ્રજનનમાં, વિકિરણ પામે તેવાં બીજાણુઓ પિતૃ શરીરમાંથી મુક્ત થાય છે. આ બીજાણુઓમાંથી અનુકૂળ સ્થિતિમાં અંકુરણ પામતાં નવા સજીવો ઉત્પન્ન થાય છે. (a) ચલિત બીજાણુઓને ચલ બીજાણુઓ (ઝોસ્પોર્સ) અને તે જલજ પ્રાણીઓમાં પ્રાપ્ત થાય છે. ઉદા. આલ્બગો, ક્લેમીડોમોનાસ. (b) અચલિત બીજાણુઓને સ્પોરેન્જયોસ્પોર્ટ્સ કહે છે. ઉદા. રાઈઝોપસ, મ્યુકર અને કણી બીજાણુઓ (કોનીડીયા) ઉદા. પેનિસિલિયમ.

પ્રશ્ન 2.
શું એક પિતૃ સજીવમાંથી નિર્માણ પામેલ બધા જ જન્યુઓનું જનીનિક રીતે સમાન હોય છે? (પિતૃના જનીનોની સમાન DNA નકલો ધરાવે છે.) જન્યુજનનને ધ્યાનમાં રાખી આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો અને યોગ્ય ઉદાહરણ દ્વારા તેની સમજૂતી આપો.
ઉત્તર:
ના, પિતૃસજીવમાંથી ઉત્પન્ન થયેલા જન્યુઓ, એકસરખું આનુવંશિક બંધારણ ધરાવતાં નથી.

આ નીચે આપેલાં ખુલાસાના આધારે સારી રીતે સમજી શકાશે.

સજીવોમાં સામાન્ય રીતે લિંગી પ્રજનન બે પિતૃઓમાંથી પ્રાપ્ત થતાં જન્યુઓના સંયુગ્મન દ્વારા થાય છે. જન્યુકોષજનનની પ્રક્રિયા દ્વારા જન્યુઓ બને છે. ભિન્ન જન્યુઓ ધરાવતી જાતિઓમાં, જન્યુઓ નર અને માદા એમ બે જાતિના હોય છે. પિતૃ શરીર કે જ્યાંથી જન્યુઓ ઉત્પન્ન થાય છે તે એકકીય કે કિકીય હોવા છતાં જન્યુઓ : એકકીય હોયછે.

(a) એકકીય પિતૃઓ જેવાં કે મોનેરા, ફૂગ, લીલ અને દ્ધિઅંગી વનસ્પતિઓમાં જન્યુઓ સમવિભાજનથી ઉત્પન્ન થાય છે. રંગસૂત્રોની સંખ્યા એટલે કે આનુવંશિક બંધારણ આ પ્રકારના વિભાજન પછી એકસરખું રહે છે. (b) દ્વિકીયપિતૃઓ જેવાં કે ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ, આવૃત બીજધારી વનસ્પતિઓ અને માનવ સહિત ઘણાં ખરાં પ્રાણીઓ અર્ધસૂકીભાજનથી જન્યુઓ ઉત્પન્ન કરે છે. આવા (દ્વિકીય) સજીવોમાં, જન્યુ માતૃકોષ પ્રકારના વિશિષ્ટ કોષો અર્ધસૂત્રીભાજનથી વિભાજન પામે છે.

અર્ધસૂત્રીભાજનને અંતે, પ્રત્યેક જનીનમાં રંગસૂત્રોનો એક સમૂહ : આવેલ હોય છે. માતૃકોષોમાં આવેલ રંગસૂત્રોની સંખ્યાની વિરુદ્ધમાં ઉત્પન્ન થયેલાં જન્યુઓમાં એકકીય સંખ્યામાં રંગસૂત્રો આવેલ હોય છે.

પ્રશ્ન 3.
લિંગી પ્રજનન એક લાંબી, ઊર્જાનો સઘન વપરાશ કરતી જટિલ પ્રક્રિયા છે, છતાં પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ-સૃષ્ટિના ઘણા સજીવસમૂહો આ પ્રકારના પ્રજનનને પ્રાધાન્ય આપે છે.
ઉત્તર:
ઉચ્ચકક્ષાના સજીવોના જૂથમાં લિંગી પ્રજનનની રીત માટેના ત્રણ કારણો નીચે મુજબ છેઃ

  1. લિંગી પ્રજનનની રીતે વિવિધતાં દર્શાવતાં નવા સજીવોની ઉત્પત્તિ દર્શાવે છે.
  2. જનીનિક રીતે વિવિધતા દર્શાવતા નવા સજીવો ઉત્પન્ન થાય છે કે જેઓ વાતાવરણમાં થતાં ફેરફારો અને હવા પાણીની સ્થિતિ સાથે અનુકૂળતા ધરાવે છે.
  3. લિંગી પ્રજનન દ્વારા જનીનિક પુનઃસંયોજન થાય છે, કે જે દ્વારા વિવિધતા જોવા મળે છે. જે ઉત્ક્રાંતિને જાળવે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 1 સજીવોમાં પ્રજનન

પ્રશ્ન 4.
આપેલા શબ્દો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો:
(a) ઓસ્ટ્રચક્ર અને માસિક ચક્ર
(b) અંડપ્રસવી અને અપત્યuસવી દરેક પ્રકાર માટે એક ઉદાહરણ આપો.
ઉત્તર:

ઓસ્ટ્રેચક માસિકચક્ર
(1) પ્રાજનનિકતબક્કા દરમિયાનઅંડપિંડ અને સહાયક નલિકાઓ તેમજ અંતઃસહાયકનલિકાઓ તેમજ અંતઃસ્ત્રાવોના કાર્યોમાંચક્રીય ફેરફારોને ઓસ્ટ્રસ ચક્ર કહે છે. (1) પ્રાઇમેટ સસ્તનોમાં પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયકનલિકાઓ તેમજ અંતઃસ્ત્રાવોના કાર્યોમાં થતાં ચક્રીય ફેરફારોને માસિક ઋતુચક્ર કહે છે.
(2) માદાઓસખતલિંગી ઉમળકો દર્શાવે છે. (2) માદાઓ સામેન થઈ શકાય તેવોલિંગી ઉમળકો દર્શાવતા નથી.
(3) ઇસ્ટેરસ/ગરમી ઉત્પન્ન થવાની ઘટના અંડનિર્માણ અને મૈથુનના સમયે જ થાય છે. (3) તેમાં ગરમી ઉત્પન્ન થવાની ઘટના કે મૈથુનની ક્રિયા આચક્રીય સમય દરમિયાન થતી નથી.
(4) એન્ડોમેટ્રિયમવિઘટન પામવાની પ્રક્રિયા અને રુધિરનો સ્રાવ થતો નથી.
ઉદાહરણઃ ગાય, ઘેટાં, ઉંદર, મૃગ, કૂતરા અને વાઘ વગેરે.
(4) એન્ડોમેટ્રિયમવિઘટન પામવાની પ્રક્રિયા અને રુધિરનો સ્ત્રાવ થાયછે.

ઉદાહરણઃ વાંદરાઓ, એપવાનર અને માનવ.

(b)

અંડપ્રસવી અપત્યuસવી
(1) આવાં પ્રાણીઓ ઈંડાં મૂકે છે. (1) આવાં પ્રાણીઓ જીવતાં બચ્ચાને જન્મ આપે છે.
(2) ઈંડાં બહારની બાજુએ સખત કેલ્શિયમના કવચથી આવરિત હોય છે. (2) અંડકોષની ફરતે કેલ્શિયમનું કવચ હોતું નથી.
(3) માદાના શરીરની બહારની બાજુએ ફલિતાંડનો વિકાસ થાય છે. (3) ફલિતાંડનો વિકાસ માદાના શરીરની અંદરની બાજુએ થાયછે.
(4) માદાપર્યાવરણમાં સુરક્ષિત જગ્યાએ ઈંડાં મૂકે છે. પરંતુ બચી જવાની તકો ઘણી ઓછી હોય છે.
ઉદાહરણ: બધા પક્ષીઓ, મોટાભાગના સરિસૃપો ઈંડાં મૂકનારા પ્રાણીઓ છે.
(4) માદા, બચ્ચાને જન્મ આપે છે અને બચવાની તકો વધુ હોય છે.
ઉદાહરણઃ ઈંડાં મૂકનારા સસ્તનો સિવાયના સસ્તનો; માનવ

પ્રશ્ન 5.
ગુલાબના છોડ મોટાં, આકર્ષક, હિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. બીજી તરફ ટામેટાંનો છોડ નાનાં પુષ્પોમાંથી ઘણાંબધાં ફળો ઉત્પન્ન કરે છે. ગુલાબના છોડમાં ફળ-નિર્માણની નિષ્ફળતા માટેનાં કારણો જણાવો.
ઉત્તર:
ગુલાબનો છોડ, મોટા આકર્ષકદ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. ગુલાબમાં ફળ ઉત્પાદનમાં નિષ્ફળ જવાના કારણો નીચે મુજબ છેઃ

  1. ગુલાબનો છોડટકીને જીવી શકે તેવી પરાગરજ ઉત્પન્ન કરતાં નથી. આથી ફલન શક્ય બનતું નથી.
  2. ગુલાબના છોડને કાર્યરત અંડકોષોનહોઈ શકે.
  3. ગુલાબના છોડમાં નુકસાનવાળા અને બિનકાર્યક્ષમ અંડકોષ હોઈ શકે, જેમાદા જન્યુજનક ઊભું કરી શકે.
  4. તેઓ જાતે અયોગ્ય હોઈ શકે.
  5. પરાગનલિકાની વૃદ્ધિ અથવા ફલન માટે આંતરિક વાહકો હોઈ શકે.
  6. ગુલાબના છોડ સંકર જાત હોવાથી અને વાનસ્પતિક રીતે પ્રજનન કરતાં હોઈ વંધ્ય હોવાની શક્યતા તેઓ માટે હોઈ
    શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *