Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો Textbook Exercise and Answers.
પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો Class 7 GSEB Solutions Social Science Chapter 10
GSEB Class 7 Social Science પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો Textbook Questions and Answers
1. (અ) યોગ્ય જોડકાં જોડોઃ
‘અ’ | ‘બ’ |
(1) પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તર | (1) ગોળાશ્મિ |
(2) રૂપાંતરિત ખડક | (2) રેતીના ઢુવા |
(3) નદીનું કાર્ય | (3) આરસપહાણ |
(4) પવનનું કાર્ય | (4) પૂરનાં મેદાન |
(5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ | (5) સિયાલ |
ઉત્તર:
(1) પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા સ્તર – સિયાલ
(2) રૂપાંતરિત ખડક – આરસપહાણ
(3) નદીનું કાર્ય પૂરનાં મેદાન
(4) પવનનું કાર્ય – રેતીના ઢુવા
(5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ – ગોળાશ્મિ
(બ) ખાલી જગ્યા પૂરોઃ
1. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર …………………………. નામે ઓળખાય
ઉત્તર:
ભૂગર્ભ
2. અનાજ પીસવા માટે …………………………………. પથ્થરનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ગ્રેનાઇટ
3. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ………………………………. કેન્દ્ર કહે છે.
ઉત્તર:
ઉદ્ગમ
4. સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ……………………………………….. નામે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
સ્ટેક
5. પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને ………………………………………… કહે છે.
ઉત્તર:
ટૂવા
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
પ્રશ્ન 1.
સિયાલ સ્તર મુખ્યત્વે કયાં ખનીજતત્ત્વોનું બનેલું છે?
ઉત્તર:
સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા ‘અને’ ઍલ્યુમિના’ જેવાં ખનીજતત્ત્વોનું બનેલું છે.
[વિશેષઃ તેથી તેને સિયાલ (સિ-સિલિકા અને ઍલ-ઍલ્યુમિના) કહેવામાં આવે છે.].
પ્રશ્ન 2.
ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો.
ઉત્તર:
ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આ પ્રમાણે છે :
- અગ્નિકૃત ખડકો,
- જળકૃત કે પ્રસ્તર ખડકો અને
- રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો.
પ્રશ્ન 3.
આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું?
ઉત્તર:
પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં રે મૅગ્મા-લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને “આંતરિક – અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મૅગ્સા ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિકકણો હોય છે. ગ્રેનાઈટ આ પ્રકારનો ખડક છે.
પ્રશ્ન 4.
આંતરિક બળ એટલે શું?
ઉત્તર:
ભૂતકતી(પ્લેટ)ની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી(પ્લેટ)ની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને “આંતરિક બળ’ (Endogenic force – ઇન્ડોજેનિક ફોર્સ) કહે છે.
પ્રશ્ન 5.
જળપ્રપાત કોને કહે છે?
ઉત્તરઃ
નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય, તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે.
3. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
સિયાલ અને સિમા
ઉત્તર:
પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા’ (રેતી) અને ‘ઍલ્યુમિના’ (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોનો બનેલો છે. તેથી તેને “સિયાલ’ [(SIAL) (ksI’ – સિલિકા) અને ‘AL – ઍલ્યુમિના)] કહેવામાં આવે છે. સિયાલ’ની નીચેના સ્તર મુખ્યત્વે “સિલિકા’ અને મૅગ્નેશિયમ’નો બનેલો છે. તેથી તેને “સિમા’ (SIMA) (SI – સિલિકા અને MA– મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
પવનનું કાર્ય સદગંત સમજાવો.
ઉત્તર:
રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે.
રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઊડીને આવેલી રેતી જમીનસપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના હૂવા (બારખન્સ)’ કહે છે. ‘
જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન ? તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર ? દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે, જેને ‘ લૉએસ’નું મેદાન (Loess Plain) કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે.
પ્રશ્ન 3.
રૂપાંતરિત ખડક સદષ્ટાંત સમજાવો.
ઉત્તર:
ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોનાં કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો’ કહેવાય છે. દા. ત., ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપહાણમાં રૂપાંતરિત થઈ (ફેરવાઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાડ્ઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો.
ઉત્તર:
પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ’ કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘સિલિકા’ (રેતી) અને ઍલ્યુમિના’ (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ’ [(SIAL) (S’ – સિલિકા અને ‘AL– ઍલ્યુમિના)] કહેવામાં આવે છે.
‘સિયાલ’ની નીચેનો સ્તર મુખ્યત્વે ‘સિલિકા’ અને ‘મૅગ્નેશિયમ’નો બનેલો છે. તેથી તેને સિમા’ (SIMA) (SI- સિલિકા અને MA– મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે. સિમાની બરાબર નીચે મૅન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવાં ખનીજોનું બનેલું છે. તેથી તેને નિફે (નિ-નિકલ અને ફે-ફેરસ) કહેવામાં આવે છે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.
પ્રશ્ન 2.
ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ રે પ્રમાણે પડે છે.
(i) અગ્નિકૃત ખડકો,
(ii) જળકૃત કે પ્રસ્તર ખડકો અને
(iii) રૂપાંતરિત અથવા વિકૃત ખડકો.
(i) અગ્નિકૃત ખડકોઃ જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મૅગ્સા (Magma) – લાવારસ – ભૂરસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્મા ઠંડો પડતાં જે ખડકો બને છે તે “અગ્નિકૃત ખડકો’ કહેવાય છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે : બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી કરીને નક્કર બનેલા લાવારસના ખડકોને ‘બાહ્ય અગ્નિકૃત ખડકો’ કહે છે. આ ખડકોની સંરચના (ગોઠવણી) ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્સા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને “આંતરિક અગ્નિકૃત ખડકો’ કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે.
(ii) જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવાં પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટાં પડેલાં ખડકદ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠાં થાય છે. આમ, જળમાં નિક્ષેપ દ્વારા એકઠાં થયેલાં દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને “જળકૃત કે પ્રસ્તર ખડકો’ કહેવામાં આવે છે. દા. ત., રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મિ બને છે.
(iii) રૂપાંતરિત ખડકોઃ અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે ‘રૂપાંતરિત ખડકો’ કહેવાય છે. દા. ત., ચીકણી માટી સ્લેટમાં ડે અને ચૂનાના પથ્થરનું આરસપહાણમાં રૂપાંતર થાય છે.
પ્રશ્ન 3.
નદી અથવા હિમનદીનું ભૂમિસ્વરૂપ સમજાવો.
ઉત્તર:
નદીનું ભૂમિસ્વરૂપઃ નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ ૬ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત’ કે ‘જળધોધ’ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો ‘સર્પાકાર વહનમાર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી 8 પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે. પરિણામે ત્યાં “નાળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષાઋતુ દરમિયાન પૂર આવે છે
ધોવાણનો પ્રથમ તબક્કો નદીના X પર ધોવાણ અને Y પર નિક્ષેપણ
ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે, જેને “પૂરનું મેદાન” કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપમાટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ’ કહે છે.
સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતાં સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા-પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા-પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધાં મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખત્રિકોણપ્રદેશ ડેલ્ટા-Delta) બને છે.
હિમનદીનું ભૂમિસ્વરૂપઃ ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને “હિમનદી’ કહે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને -પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મિ ભૂદશ્ય બનાવે છે. તદુપરાંત, હિમનદી ઘસારણ દ્વારા યુ'(U) આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર (કાન) બની જાય છે. હિમનદી પોતાની સાથે લાવેલા નાના-મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલિન” Drumin) ભૂમિસ્વરૂપની રચના કરે છે.