Loading [MathJax]/extensions/tex2jax.js

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 15 લોકશાહીમાં સમાનતા Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
A. રશિયા
B. ગ્રેટ બ્રિટન
C. ભારત
D. અમેરિકા
ઉત્તર:
C. ભારત

પ્રશ્ન 2.
આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે?
A. સરકાર
B. બંધારણ
C. ન્યાયપાલિકા
D. સંસદ
ઉત્તર:
B. બંધારણ

પ્રશ્ન 3.
વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે?
A. ભારતનું
B. અમેરિકાનું
C. ગ્રેટ બ્રિટનનું
D. રશિયાનું
ઉત્તર:
A. ભારતનું

પ્રશ્ન 4.
સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે?
A. ભારતની સર્વોચ્ચ અદાલતે
B. ભારતના વડા પ્રધાને
C. ભારતની સંસદ
D. ભારતના બંધારણે
ઉત્તર:
D. ભારતના બંધારણે

પ્રશ્ન 5.
દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે?
A. ભારતના બંધારણે
B. ભારતના વડા પ્રધાને
C. ભારતની સર્વોચ્ચ અદાલતે
D. ભારતની સંસદ
ઉત્તર:
A. ભારતના બંધારણે

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 6.
લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે?
A. શિક્ષણનો
B. જાહેરાતોનો
C. મતાધિકારનો
D. સત્તાનો
ઉત્તર:
C. મતાધિકારનો

પ્રશ્ન 7.
આપણા દેશમાં કેટલાં વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
A. 17
B. 18
C. 16
D. 15
ઉત્તર:
B. 18

પ્રશ્ન 8.
આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે?
A. ચૂંટણીપંચ
B. સર્વોચ્ચ અધિકારીઓ
C. નાણાપંચ
D. સવોચ્ચ અદાલત
ઉત્તર:
A. ચૂંટણીપંચ

પ્રશ્ન 9.
બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?
A. મતાધિકારનો
B. વ્યવસાય કરવાના અધિકારનો
C. સ્વતંત્રપણે હરવા-ફરવાના અધિકારનો
D. શિક્ષણ મેળવવાના અધિકારનો
ઉત્તર:
D. શિક્ષણ મેળવવાના અધિકારનો

પ્રશ્ન 10.
કેટલાં વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે?
A. 4થી 10 વર્ષ
B. 5થી 11 વર્ષ
C. 6થી 12 વર્ષ
D. 6થી 14 વર્ષ
ઉત્તર:
D. 6થી 14 વર્ષ

પ્રશ્ન 11.
કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય?
A. 14 વર્ષ
B. 17 વર્ષ
C. 16 વર્ષ
D. 15 વર્ષ
ઉત્તર:
A. 14 વર્ષ

પ્રશ્ન 12.
કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે?
A. 18
B. 16
C. 14
D. 15
ઉત્તર:
C. 14

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 13.
ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે?
A. બેકારને
B. યુવાનને
C. વૃદ્ધને
D. બાળકને
ઉત્તર:
D. બાળકને

પ્રશ્ન 14.
લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે?
A. શિક્ષણને
B. સ્પર્ધાને
C. સમાનતાને
D. સ્વચ્છતાને
ઉત્તર:
C. સમાનતાને

પ્રશ્ન 15.
સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે?
A. લગ્નો પર
B. સમરસતા પર
C. ભોજન સમારંભો પર
D. સફાઈ પર
ઉત્તર:
B. સમરસતા પર

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પુરો :

1. ભારત ……………………………. દેશ છે.
ઉત્તર:
લોકશાહી

2. ભારતના …………………… માં સૌને સમાન તક આપવામાં આવી છે.
ઉત્તર:
બંધારણ

3. ………………………………… એટલે સૌને માટે સરખું.
ઉત્તર:
સમાનતા

4. આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ ………………………………… નો અધિકાર જરૂરી છે.
ઉત્તર:
સમાનતા

5. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્ર એટલે ……………………………………….
ઉત્તર:
લોકશાહી

6. લોકશાહી સરકારની રચના લોકોના ……………………………….. થાય છે.
ઉત્તર:
મતદાન

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

7. …………………………. એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે.
ઉત્તર:
ગ્રામપંચાયત

8. ………………………………….. એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે.
ઉત્તર:
સંસદ

9. ભારતના બંધારણે …………………………………. વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે.
ઉત્તર:
18

10. ભારતમાં ……………………………. તટસ્થ રીતે અને ન્યાયી ચૂંટણી કરાવે છે.
ઉત્તર:
ચૂંટણીપંચ

11. ………………………………. માટે વિશેષ મતદાન મથકો ઊભાં કરવામાં આવે છે.
ઉત્તર:
મહિલાઓ

12. ……………………………….. વ્યક્તિઓ માટે ચૂંટણીપંચ દ્વારા મતદાનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે.
ઉત્તર:
દિવ્યાંગ

13. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં ………………………………. ને નહિ ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.
ઉત્તર:
દીકરીઓ

14. ………………………………. એ અસમાનતામાં મુખ્ય ગણાય છે.
ઉત્તર:
બાળમજૂરી

15. ……………………………… શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે.
ઉત્તર:
બાળમજૂરી

16. ભારતમાં ………………………………….. વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
ઉત્તર:
6થી 14

17. ભારતમાં ………………………………… વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે.
ઉત્તર:
14

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

18. ………………………………. વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય છે.
ઉત્તર:
14

19. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં …………………………….. રાખવામાં આવે છે.
ઉત્તર:
ભેદભાવ

20. લોકશાહીમાં ……………………………… વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેમને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ અમલમાં છે.
ઉત્તર:
દિવ્યાંગ

21. લોકશાહી દેશમાં ……………………………… અને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે.
ઉત્તર:
સમાનતા

22. જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈને ………………………………… માટે કહી શકાય.
ઉત્તર:
સ્વચ્છતા

23. સમાજમાં …………………………………. જાળવવા માટે સરકારશ્રી તરફથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે.
ઉત્તર:
સમરસતા

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
ભારત એક સામ્યવાદી દેશ છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
ભારત વિશાળ અને ભિન્નતાઓ ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
સૌને સમાન અધિકાર એટલે સમાન વહેંચણી.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
લોકશાહી સરકારની રચના લોકોની ઇચ્છા મુજબ થાય છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 6.
ચૂંટણીપંચ દ્વારા પુરુષો માટે વિશેષ મતદાન મથકો ઊભાં કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 7.
ચૂંટણી સમયે ઓછામાં ઓછા મતદાતાઓ મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
મતદાન મથકે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું .

પ્રશ્ન 9.
બાળમજૂરી અસમાનતા દર્શાવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 10.
બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 11.
આપણા દેશનાં બધાં બાળકોને સાતથી અઢાર વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 12.
16 વર્ષ કરતાં નાની ઉંમરનાં બાળકોને મજૂરીએ રાખવાં એ કાયદાનો ભંગ થયો કહેવાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 13.
ઓછું મહેનતાણું આપવું પડે તે માટે કેટલીક જગ્યાએ 3 બાળકોને કામે રાખવામાં આવે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 14.
દિવ્યાંગો, સ્ત્રીઓ અને યુવાનોને કામનું ઓછું મહેનતાણું આપવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 15.
આપણે કોઈને સમ્માન આપીએ તો કોઈ આપણને સમાન આપે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 16.
સમાનતાનો ભંગ થાય એવો એકાદ બનાવ પણ સામાજિક સમરસતા પર સારી અસર કરે છે.
ઉત્તર:
ખોટું

બંધબેસતાં જોડકાં જોડો :
પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારત (1) સૌને સમાન તક
(2) બંધારણ (2) 6થી 14 વર્ષની ઉંમર
(3) મતાધિકાર (3) ભિન્નતા ધરાવતો દેશ
(4) બાળકનો શિક્ષણનો (4) 14 વર્ષની ઉંમર મૂળભૂત અધિકાર
(5) 18 વર્ષથી મોટી ઉંમર

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારત (3) ભિન્નતા ધરાવતો દેશ
(2) બંધારણ (1) સૌને સમાન તક
(3) મતાધિકાર (5) 18 વર્ષથી મોટી ઉંમર
(4) બાળકનો શિક્ષણનો (2) 6થી 14 વર્ષની ઉંમર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ

પ્રશ્ન 1.
બંધારણની રચના શા માટે કરવામાં આવી છે?
ઉત્તર:
ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે. તેથી દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે.

પ્રશ્ન 2.
સમાનતા એટલે શું?
ઉત્તરઃ
સમાનતા એટલે સૌ સમાન, સૌને સમ્માન તેમજ સૌને સમાન તક.

પ્રશ્ન 3.
સમાનતાનો અધિકાર શા માટે ખૂબ મહત્ત્વનો છે?
ઉત્તર:
સૌ નાગરિકોના સર્વાગીણ વિકાસ દ્વારા દેશનો વિકાસ કરવા માટે સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે. આ ઉપરાંત, આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર અનિવાર્ય છે.

પ્રશ્ન 4.
લોકશાહીની વ્યાખ્યા આપો.
ઉત્તર:
લોકશાહીની વ્યાખ્યા : લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન.

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 5.
આપણા દેશની લોકશાહીનો સૌથી નાનો એકમ અને સૌથી મોટો એકમ કયો છે?
ઉત્તરઃ
આપણા દેશની લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામપંચાયત અને સૌથી મોટો એકમ સંસદ છે.

પ્રશ્ન 6.
ચૂંટણીપંચ મતદાન મથકે કોના કોના માટે વિશેષ સગવડો ઊભી કરે છે?
ઉત્તર:
ચૂંટણીપંચ મતદાન મથકે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ સગવડો ઊભી કરે છે.

પ્રશ્ન 7.
મુખ્ય અસમાનતા કઈ છે?
ઉત્તર:
બાળમજૂરી એ મુખ્ય અસમાનતા છે.

પ્રશ્ન 8.
બાળમજૂરી શાનો ભંગ ગણાય છે?
ઉત્તર:
બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ભંગ ગણાય છે.

પ્રશ્ન 9.
ભારતનાં બધાં બાળકોને કયો અધિકાર મળેલો છે?
ઉત્તર:
ભારતનાં બધાં બાળકોને છથી ચૌદ વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે.

પ્રશ્ન 10.
કેટલી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે?
ઉત્તર:
14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે.

પ્રશ્ન 11.
પુરુષ અને મહિલાને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે?
ઉત્તર:
એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે.

પ્રશ્ન 12.
ગામમાં સમાનતાના ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની શી અસર થાય છે?
ઉત્તર:
ગામમાં સમાનતાના ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની સામાજિક સમરસતા પર વિઘાતક અસર થાય છે.

6.પાઠ્યપુસ્તકના પાના નં. 93 પરનો
GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા 1
GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા 2
પ્રવૃત્તિઓ
1. શાળામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાં જ બાળકોને સમાન રીતે શિક્ષણ કેમ મળે છે? આ પ્રશ્નના ઉત્તર માટે વર્ગખંડમાં ચર્ચાસભાનું આયોજન કરો અને તેમાં તમારા વિચારો દર્શાવો.
2. 14 નવેમ્બર – બાળદિન’ની ઉજવણી નિમિત્તે બાળમજૂરી 3 વિરુદ્ધની ઝુંબેશરૂપે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરો.
૩. સમાનતા સામે પડકારરૂપ બનાવો (ઘટનાઓ) દૈનિક સમાચારપત્રોમાંથી શોધો અને એ બનાવની નોંધ તમારી નોંધપોથીમાં કરો.
4. શાળામાં શાળા-પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરો.

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

HOTs પ્રશ્નોત્તરી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:

પ્રશ્ન 1.
કઈ ઉંમરનાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
A. 6થી 14 વર્ષનાં
B. 3 વર્ષ સુધીનાં
C. 14 વર્ષથી ઉપરનાં
D. 18 વર્ષનાં
ઉત્તર:
A. 6થી 14 વર્ષનાં

પ્રશ્ન 2.
કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે?
A. 14
B. 15
C. 16
D. 18
ઉત્તર:
A. 14

પ્રશ્ન ૩.
18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે?
A. નોકરીનો
B. મતનો
C. શિક્ષણનો
D. રમતનો
ઉત્તર:
B. મતનો

પ્રશ્ન 4.
બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે?
A. દિવ્યાંગ માટે
B. પૈસાદાર માટે
C. વકીલ માટે
D. શિક્ષક માટે
ઉત્તર:
A. દિવ્યાંગ માટે

પ્રશ્ન 5.
વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
A. ચીનમાં
B. રશિયામાં
C. બ્રાઝિલમાં
D. ભારતમાં
ઉત્તર:
D. ભારતમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 15 લોકશાહીમાં સમાનતા

પ્રશ્ન 6.
એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય?
A. સ્વતંત્રતાના
B. શોષણ વિરોધીના
C. સમાનતાના
D. શિક્ષણના
ઉત્તર:
C. સમાનતાના

પ્રશ્ન 7.
દર વર્ષે 14 નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?
A. સાક્ષરતાદિન
B. બાલદિન
C. મહિલા વિકાસ દિન
D. સમાનતાદિન
ઉત્તર:
B. બાલદિન

પ્રશ્ન 8.
નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે?
A. રશિયા
B. ભારત
C. ગ્રેટ બ્રિટન
D. યૂ.એસ.એ.
ઉત્તર:
B. ભારત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *