Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 12 ઉદ્યોગ Textbook Exercise and Answers.
ઉદ્યોગ Class 8 GSEB Solutions Social Science Chapter 12
GSEB Class 8 Social Science ઉદ્યોગ Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઉદ્યોગ શબ્દનો અર્થ શો છે?
અથવા
ઉદ્યોગ શબ્દની સંકલ્પના સમજાવો.
ઉત્તર:
કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા રે સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ૨ ઉદ્યોગ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
કયાં મુખ્ય પરિબળો છે, જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે?
ઉત્તર:
કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિદળ, શ્રમ, મૂડી, ઊર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે છે પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે.
પ્રશ્ન 3.
કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે?
ઉત્તર:
લોખંડ-પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજુ તરીકે ઓળખાય છે, કારણ કે…
- આપણા ઉપયોગની ઘણીબધી ચીજવસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલાં ઓજારો અને મશીનો(મંત્રો)માંથી બનેલી છે.
- વહાણો, રેલગાડીઓ, – પરિવહનનાં અન્ય સાધનો વગેરે લોખંડ-પોલાદમાંથી બનાવવામાં આવે છે.
- સોય, સેફટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ-પોલાદમાંથી બને છે.
- ખનીજ તેલના કૂવાઓનું રે શારકામ પોલાદમાંથી બનાવેલાં મશીનો વડે કરવામાં આવે છે.
- પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે.
- જમીનમાંથી ખનીજોનું ખોદકામ પોલાદનાં ઉપકરણો વડે થાય છે.
- ખેતીનાં ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે.
- મોટી ઇમારતોનું છે માળખું (Structure – સ્ટ્રક્યર) પોલાદનું બનાવવામાં આવે છે.
- સંરક્ષણની શસ્ત્રસામગ્રી લોખંડ-પોલાદમાંથી બનાવાય છે. આ ઉપરાંત, બીજા અનેક ઉદ્યોગોના વિકાસનો આધાર પણ લોખંડ-પોલાદના ઉદ્યોગ પર રહેલો છે. આમ, ઉપર્યુક્ત કારણો લોખંડ-પોલાદના ઉદ્યોગને આધુનિક ઉદ્યોગના મેરુદંડ-કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે.
પ્રશ્ન 4.
કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે?
ઉત્તરઃ
મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનું મોટું ઉત્પાદન થાય છે. તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ સરળ રીતે મળતો હતો. અહીં કુશળ શ્રમિકો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, આયાત-નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતાં. આ ઉપરાંત, 3 મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટેની યંત્ર-સામગ્રીની વિદેશોમાંથી આયાત કરવાની ખૂબ સારી સગવડ હતી. આ બધાં કારણોસર મુંબઈમાં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે.
પ્રશ્ન 5.
બેંગલૂરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેક્નોલોજી ઉદ્યોગની વચ્ચે શી સમાનતા છે?
ઉત્તર:
બેંગલૂરુ ભારતમાં છે, જ્યારે કૅલિફૉર્નિયા યુ.એસ.એ.માં { આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલૉજી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે. દા. ત., કૅલિફૉર્નિયા અને બેંગલૂરુના બે સૉફ્ટવેર વ્યવસાયીઓ 3 એક યોજના પ્રોજેક્ટ)નું કામ કરે છે. બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલાં કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલે છે.
કેટલાક કલાક પછી બેંગલુરુમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચીને ડેનીએ મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરીને પોતાના કાર્યનું પરિણામ ફરીથી ડેનીને 2 મોકલે છે. આ રીતે, સંવાદ અને કાર્ય એકસાથે થાય છે. જાણે – કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એકસાથે બેસીને કામ ન કરતા હોય એવું લાગે છે ! આમ, બેંગલૂરુ અને કેલિફૉર્નિયા વચ્ચે માહિતી ટેકનોલૉજી 3 ઉદ્યોગની સમાનતા સર્જાઈ છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
પ્રશ્ન 1.
સિલિકોન વેલી ક્યાં આવેલી છે?
A. બેંગલુરુમાં
B. કેલિફોર્નિયામાં
C. અમદાવાદમાં
D. જાપાનમાં
ઉત્તર:
B. કેલિફોર્નિયામાં
પ્રશ્ન 2.
કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે?
A. લોખંડ-પોલાદ ઉદ્યોગ
B. સુતરાઉ કાપડ ઉદ્યોગ
C. માહિતી ટેક્નોલૉજી ઉદ્યોગ
D. શણ ઉદ્યોગ
ઉત્તર:
B. સુતરાઉ કાપડ ઉદ્યોગ
પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યા પ્રાકૃતિક રેસા છે?
A. નાયલૉન
B. શણ
C. ઍક્રેલિક
D. પૉલિએસ્ટર
ઉત્તર:
B. શણ
3. તફાવત સ્પષ્ટ કરો :
પ્રશ્ન 1.
ખેતી આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગ
ઉત્તર:
ખેતી આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:
ખેતી આધારિત ઉદ્યોગ | ખનીજ આધારિત ઉદ્યોગ |
1. ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેતપેદાશોમાંથી મળે છે. | 1. ખનીજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલાં ખનીજોમાંથી મળે છે. |
2. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્યતેલ વગેરે બનાવવાના ઉદ્યોગો ખેતી આધારિત છે. | 2. લોખંડ-પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ ઍલ્યુમિનિયમ, તાંબું, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનીજ-આધારિત છે. |
પ્રશ્ન 2.
સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ
ઉત્તર:
સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ વચ્ચે મુખ્ય તફાવત આ પ્રમાણે છે :
સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ | સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ |
સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે. દા. ત., એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક (જાહેર) ક્ષેત્રના ઉદ્યોગો છે. | સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિની અથવા સરકાર અને વ્યક્તિઓના સમૂહની હોય છે. દા. ત., મારુતિ સુઝુકી લિમિટેડ અને ઑઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. |
4. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે-બે ઉદાહરણો આપો :
1. કાચો માલ ……………………………. અને ……………………………….
ઉત્તર:
કપાસ (રૂ), લોખંડ
2. કૃષિ આધારિત ઉદ્યોગ: ………………………. અને ………………………..
ઉત્તર:
ઊની કાપડ, ખાંડ
3. સહકારી ઉદ્યોગ :………………………….. અને ……………………………….
ઉત્તર:
દૂધ ઉત્પાદક ડેરી, ખાંડની કેટલીક મિલો