Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 3 રેસાથી કાપડ સુધી Textbook Questions and Answers, Textbook Activities Pdf.
રેસાથી કાપડ સુધી Class 7 GSEB Solutions Science Chapter 3
GSEB Class 7 Science રેસાથી કાપડ સુધી Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
તમે નીચેની નર્સરી રાઇમ્સથી પરિચિત હશોઃ
(1) “બા, બા, બ્લેક શીપ, હૈવ યુ એનિ વુલ.”
(2) “મેરી હેડ, અ લિટલ લેમ્બ, હૂઝ ફ્લીસ વૉઝ હાઇટ એઝ સ્નો.’ હવે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો?
પ્રશ્ન 1.
બ્લેક શીપના શરીરના કયા ભાગમાં ઊન હોય છે?
ઉત્તરઃ
બ્લેક શીપના શરીરના વાળમાં ઊન હોય છે.
પ્રશ્ન 2.
ઘેટાં(Lamb)ના શરીરની સફેદ રુવાંટીનો અર્થ શો છે?
ઉત્તરઃ
ઘેટાંના શરીરની સફેદ રુવાંટી એટલે બરફ જેવા સફેદ રંગના મુલાયમ વાળ.
પ્રશ્ન 2.
રેશમનો કીડો
(a) કેટરપિલર
(b) ડિલ્મ છે.
સાચો વિકલ્પ પસંદ કરો.
A. (a)
B. (b)
c. (a) અને (b) બંને
D. (a) તથા (b)માંથી એક પણ નહિ
ઉત્તરઃ
C. (a) અને (b) બંને
પ્રશ્ન 3.
નીચે આપેલા પ્રાણીઓમાંથી કર્યું પ્રાણી ઊન આપતું નથી?
A. યાક
B. ઊંટ
C. બકરી
D. ઘટ્ટ વાળવાળો કૂતરો
ઉત્તર:
D. ઘટ્ટ વાળવાળો કૂતરો
પ્રશ્ન 4.
નીચે લખેલા શબ્દોનો અર્થ શું છે?
- પાલન
- ઊન ઉતારવું
- રેશમના કીડાનો ઉછેર (સેરીકલ્ચર)
ઉત્તરઃ
- પાલનઃ વ્યાપારી ધોરણે ઉપયોગી પ્રાણીઓને પાળવાં, તેમને પોષણક્ષમ ખોરાક આપવો અને તેમનો ઉછેર કરવો તેનું પાલન કહે છે.
- ઊન ઉતારવું ઘેટાંઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી (કાપી) લેવાની પ્રક્રિયાને ઊન ઉતારવું (કાતરણી – Shearing) કહે છે.
- રેશમના કીડાનો ઉછેર (સેરીકલ્ચર) મોટા પાયા પર રેશમનું ઉત્પાદન કરવા વ્યાપારી ધોરણે રેશમના કીડાઓનો ઉછેર કરવાના ઉદ્યોગને રેશમના કીડાનો ઉછેર કે સેરીકલ્ચર કહે છે.
પ્રશ્ન 5.
ઊનની પ્રક્રિયાનાં વિવિધ સોપાનોમાંથી કેટલાંક સોપાનો નીચે આપેલાં છે. બાકીનાં સોપાનો ક્રમબદ્ધ રીતે લખો:
ઊન ઉતારવું, ……………., વર્ગીકરણ, …………, ……………, …………….
ઉત્તર:
ઘસવાની પ્રક્રિયા, સૂકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા, કાંતવાની પ્રક્રિયા
પ્રશ્ન 6.
રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં, રેશમના કીડાના જીવનચક્રની બે આ અવસ્થાઓનાં ચિત્રો બનાવો.
ઉત્તર:
પ્રશ્ન 7.
નીચે આપેલા શબ્દોમાંથી કયા બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે?
રેશમના કીડાનો ઉછેર, ફૂલોની ખેતી, શેતુરની ખેતી, મધમાખીનો ઉછેર, વનસંવર્ધન.
ઉત્તરઃ
આપેલા શબ્દો પૈકી રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા બે શબ્દો :
- રેશમના કીડાનો ઉછેર
- શેતૂરની ખેતી
[Hint: શેતૂરનું વૈજ્ઞાનિક નામ: “મોરસ આલ્બા” (Morus Alba) છે.]
પ્રશ્ન 8.
કૉલમ માં આપેલા શબ્દોને કૉલમ માં આપેલાં વાક્યો સાથે મેળવીને પૂર્ણ કરોઃ
કૉલમ I |
કૉલમ II |
(1) ઘસવાની ક્રિયા | (a) રેશમનો તાર ઉત્પન્ન કરે છે. |
(2) શેતૂરનાં પાંદડાં | (b) ઊન આપતું પ્રાણી |
(3) યાક | (c) રેશમના કીડાનો ખોરાક |
(4) કોશેટો | (d) રીલિંગ |
(e) કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા |
ઉત્તરઃ
(1) → (e), (2) → (c), (3) → (b), (4) → (a).
પ્રશ્ન 9.
આ પ્રકરણ પર આધારિત એક ક્રોસવર્ડ કોયડો આપેલો છે. તેમાં શબ્દપૂર્તિ કરવા માટે ખાનાઓમાં યોગ્ય શબ્દોનું અંગ્રેજી ગોઠવો. અનુરૂપ અંગ્રેજી શબ્દો નીચે કૌંસમાં આપેલા છે?
(Wool, Silk, Scour, Fibre, Mulberry, Caterpillar)
ઉપરથી નીચે (Down) તરફઃ
(D)
(1) કાતરેલા ઊનને સારી રીતે ધોવાની પ્રક્રિયા
(2) પ્રાણિજ રેસાઓ
(૩) લાંબા તાંતણા જેવી રચના
આડી લીટી (Across) :
(A)
(1) હૂંફાળું રાખનાર
(2) તેનાં પાંદડાં રેશમના કીડાઓ ખાય છે.
(3) રેશમના કીડાનાં ઈંડાંમાંથી નિકળે છે.
GSEB Class 7 Science રેસાથી કાપડ સુધી Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
તમારા શરીરના જુદા જુદા ભાગ પરના વાળના સુંવાળાપણાનું નિરીક્ષણ કરવું.
પદ્ધતિઃ
- તમારા માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો.
- તમારા હાથ અને પગના વાળનો સ્પર્શ કરો.
કયા વાળ સુંવાળા અને કયા વાળ બરછટ જણાય છે? અવલોકનઃ માથા અને હાથ-પગના વાળ સમાન નથી. માથાના વાળ વધારે સુંવાળા છે.
નિર્ણયઃ આપણા શરીર પર બે પ્રકારના વાળ હોય છે?
- સુંવાળા વાળ અને
- બરછટ વાળ.
પ્રવૃત્તિ 2:
એવાં પ્રાણીઓ શોધવા જેમના વાળ ઊન તરીકે ઉપયોગમાં લેવાય છે.
પદ્ધતિઃ
- જે પ્રાણીઓના વાળ એટલે રુવાંટી ઊન તરીકે વપરાય છે તે પ્રાણીઓનાં ચિત્રો એકઠાં કરો.
- તેમને તમારી “શ્કેપબુક માં ચોંટાડો.
- ચિત્રો ન મળે, તો આ પુસ્તકમાં આપેલાં ચિત્રો પરથી તેમને દોરવાનો પ્રયત્ન કરો.
નિર્ણયઃ ઊન આપતાં પ્રાણીઓ ઘેટાં, બકરી, યાક, ઊંટ, સસલું અને દક્ષિણ અમેરિકાના લામા અને અલ્પાકા છે.
પ્રવૃત્તિ ૩:
ભારતમાં અને વિશ્વમાં ઊન આપતાં જુદાં જુદાં પ્રાણીઓનાં સ્થાનની નોંધ કરો.
પદ્ધતિઃ
ભારતમાં અને ભારત સિવાયના દેશોમાં ક્યા કયા પ્રદેશો/રાજ્યોમાં ઊન આપતાં પ્રાણીઓ જોવા મળે છે તેની માહિતી મેળવો અને નોંધો.
ઊન આપતાં પ્રાણીઓ અને તેમનાં સ્થાન નીચે મુજબ છે:
પ્રવૃત્તિ 4:
તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાંઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે?
ચર્ચા: વર્ગના વિદ્યાર્થીઓએ ચર્ચા કરી લેવી.
પ્રવૃત્તિ 5:
જુદા જુદા પ્રકારના રેશમના કાપડને ઓળખવા અને કૃત્રિમ રેશમ સાથે સરખામણી કરવી.
પદ્ધતિઃ
- જુદા જુદા પ્રકારના રેશમના કાપડના ટુકડાઓ એકઠા કરો.
- તેમના સુંવાળાપણાની ખાસિયતને ઓળખો. કૃત્રિમ રેશમ સાથે સરખામણી કરો.
- શિક્ષકની મદદ લઈ મલબેરી સિલ્ક, ટશર સિલ્ક, એરી સિલ્ક, મુગા સિલ્ક, કોસા સિલ્કને ઓળખો. તેમના ટુકડાઓને તમારી સ્કેપબુકમાં ચોંટાડો. તેમના ઉત્પાદન માટે કીડાઓનાં ચિત્રો ભેગાં કરો.
નિર્ણયઃ દરેક રેશમ(સિલ્ક)ના કાપડની ખાસિયત જુદી જુદી હોય છે.
પ્રવૃત્તિ 6.
શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના દોરાને સળગાવી તેની ગંધની સરખામણી કરવી.
પદ્ધતિઃ
- શુદ્ધ રેશમ, કૃત્રિમ રેશમ અને ઊનના નાના દોરા લઈ કાળજીપૂર્વક સળગાવો.
- બળતી વખતે દરેકની ગંધમાં શો તફાવત છે તે પારખો.
અવલોકનઃ શુદ્ધ રેશમ અને ઊનના દોરા બળવાથી વાળ બળતા હોય તેવી ગંધ આવે છે, જ્યારે કૃત્રિમ રેશમના દોરા બળવાથી પ્લાસ્ટિક બળવાની ગંધ આવે છે.
પ્રવૃત્તિ 7.
રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ જાણવી.
પદ્ધતિઃ
- રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓનાં ચિત્રો એકઠાં કરો.
- ચિત્રોને કાપેપર પર અલગ અલગ ચોંટાડો.
- ચિત્રોને એકબીજામાં ભેળવી દઈ પછી તેમના જીવનચક્રના સાચા ક્રમમાં ગોઠવવા પ્રયત્ન કરો. તેની હરીફાઈ યોજી જે પહેલાં ચિત્રોને ગોઠવે તેને વિજેતા બનાવો.