This GSEB Class 7 Science Notes Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન covers all the important topics and concepts as mentioned in the chapter.
હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Class 7 GSEB Notes
→ ટેલિવિઝન (ટીવી), રેડિયો અને દૈનિક સમાચારપત્રોમાં દરરોજ હવામાન વિશેની જાણકારી આપવામાં આવે છે.
→ હવામાનના અહેવાલમાં છેલ્લા 24 કલાકનું તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદ પડ્યો હોય, તો તે વિશેની માહિતી હોય છે. વળી આજના દિવસના હવામાન વિશે આગાહી પણ કરવામાં આવે છે.
→ હવામાન એક અત્યંત જટિલ ઘટના છે. તેનું પૂર્વાનુમાન કરવું સહેલું નથી.
→ હવામાન (Weather) : કોઈ પણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ (આદ્રતા), વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં વાતાવરણની દરરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહેવાય છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ એ હવામાનના મૂળ તત્ત્વો (Elements) કહેવાય છે.
→ હવામાનનો અહેવાલ ભારત સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે.
→ દિવસનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન માપવા માટેનાં વિશિષ્ટ થરમૉમિટરને મહત્તમ-ન્યૂનતમ થરમૉમિટર કહે છે. વરસાદ માપવા માટેના સાધનને વર્ષામાપક યંત્ર કહે છે. ભેજ (Humidity) માપવા માટેના સાધનને ભેજમાપક યંત્ર કહે છે.
→ આબોહવા (Climate) : લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે.
→ કેરલની આબોહવા ગરમ અને ભેજવાળી છે જ્યારે જમ્મુ અને કાશ્મીરની આબોહવા કેરલની સરખામણીમાં મધ્યમ, ગરમ અને ભેજવાળી છે. રાજસ્થાનની આબોહવા ગરમ અને સૂકી છે. ઉત્તર-પૂર્વના પ્રદેશો જ્યાં ખૂબ વરસાદ પડે છે, ત્યાંની આબોહવા ભેજવાળી છે એમ કહેવાય.
→ અનુકૂલન (Adaptation) સજીવો જે વસવાટમાં રહેતા હોય તેને અનુરૂપ ચોક્કસ ખાસિયતો અને ટેવો કેળવી સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે, તેને અનુકૂલન કહે છે.
→ પ્રાણીઓ તેમનું જીવન ટકાવી રાખવા માટે તેઓ જ્યાં રહેતાં હોય તેની આબોહવાને અનુરૂપ અનુકૂલનો સાધી લે છે. દા. ત., ધ્રુવ પ્રદેશનાં સફેદ રીંછ અને પેંગ્વિન
→ ધ્રુવીય પ્રદેશો(Polar Regions)માં બરફ છવાયેલો રહે છે. ત્યાં રીંછને સફેદ રુવાંટી હોય છે. તેથી તે બરફના વિસ્તારના સફેદ રંગ સાથે ભળી જાય છે. શિકારી તેમજ શિકાર તેમને સહેલાઈથી જોઈ શકતા નથી. વળી શરીર પર સફેદ રુવાંટીનાં બે ઘટ્ટ સ્તર તથા ચામડીની નીચે ચરબીનાં સ્તર તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. પંગ્વિન પણ આવા જ અનુકૂલન ધરાવે છે.
→ ઠંડા પ્રદેશોનાં પક્ષીઓ પણ શિયાળામાં હૂંફાળા આબોહવાવાળા પ્રદેશો તરફ ચાલ્યા જાય છે અને ઉનાળામાં પરત આવે છે.
→ વિષુવવૃત્તીય પ્રદેશોની ગરમ અને ભેજવાળી આબોહવાને કારણે વર્ષાવન (Rainforest) આ વિસ્તારની ખાસિયત છે.
→ વિષુવવૃત્તીય વર્ષાવન (Tropical Rainforest)ના પ્રદેશોની અનુકૂળ આબોહવાકીય સ્થિતિને લીધે છોડ-વૃક્ષ તથા પ્રાણીઓ મોટી સંખ્યામાં મળી આવે છે. વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની મોટી સંખ્યાને કારણે તેઓમાં ખોરાક તથા આશ્રયની સ્પર્ધા જોવા મળે છે.
→ વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતાં ઘણાં પ્રાણીઓ મજબૂત પૂંછડીનો વિકાસ, પક્ષીઓને લાંબી અને મોટી ચાંચ, સંવેદનશીલ ધ્વનિગ્રહણ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી, શિકારીથી બચવા ચામડીનો રંગ બદલવાની ક્ષમતા વગેરે લાક્ષણિકતા ધરાવે છે.
→ ઉષ્ણકટિબંધનાં વર્ષાવન ભારતમાં પશ્ચિમ ઘાટ અને અસમમાં છે. લાલ આંખવાળો દેડકો, ટોકિાન પક્ષી, સિંહ-પુચ્છ મકાઉ (લાયન-ટેઇલ્ડ એકાઉ), હાથી વગેરે ત્યાંની આબોહવા સાથે અનુકૂલિત છે.