Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Lekhan Kaushalya Gadhyarth Grahan Gadya Samiksha Gadya Khand ગદ્યાર્થગ્રહણગદ્યસમીક્ષા ગદ્યખંડ Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Gadhyarth Grahan Gadya Samiksha Gadya Khand
ગદ્યસમીક્ષા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- આપેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. એક વાર વાંચવાથી ન સમજાય તો તે ફરીથી વાંચો અને તેનો અર્થ બરાબર સમજી લો.
- પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરીથી વાંચો.
- બધા પ્રશ્નોના ઉત્તર પહેલાં મનમાં ગોઠવી લો અને પછી એક-એક પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો.
- દરેક પ્રશ્નનો ઉત્તર સરળ ભાષામાં લખો. ભૂલ રહી ન જાય તે માટે તેને ફરીથી વાંચી લો.
- ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો.
પ્રશ્ન. નીચેનો દરેક ગદ્યખંડ વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો:
(1) અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દઢ થતા નથી એ જણાયું એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે. ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેકબુદ્ધિને ખીલવવી નથી પડતી. સરકસના મૅનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઊઠી જાય, ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. – કિશોરલાલ મશરૂવાલા
પ્રશ્નો:
(1) આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ?
(2) દરેક ક્રિયા કઈ ત્રણ રીતે કરી શકાય છે?
(3) કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેકબુદ્ધિને ખીલવવી છે નથી પડતી?
(4) ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે?
ઉત્તરઃ
(1) અભ્યાસ વિના સંસ્કાર દઢ થતા નથી, તેથી આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ.
(2) દરેક ક્રિયા આ ત્રણ રીતે કરી શકાય છે : ભયથી, લાલચથી કે પ્રેમથી.
(3) ભયથી અને લાલચથી સંસ્કાર પાડવાની રીતોમાં અભ્યાસ કરનારની વિવેકબુદ્ધિને ખીલવવી નથી પડતી.
(4) ભયથી કે લાલચથી પડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઊઠી જાય છે ત્યારે તે નાશ પામે છે.
(2) હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ તેમ અવાજનું પ્રદૂષણ ૨ પણ દિનપ્રતિદિન વધતું જાય છે. આ એક ચિંતાનો વિષય છે. ઘરમાં, શાળામાં, સભામાં કે રમતના મેદાન પર મોટેથી વાતો કરવી એ ૨ ટેવ છે. એવી જ રીતે રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો શિષ્ટાચારની વિરુદ્ધ છે. નવરાત્રિ કે લગ્નપ્રસંગે રાતે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવો લાઉડસ્પીકરનો અવાજ રાખવો એ સામાજિક ? દૂષણ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી?
આવો, આપણે સાથે મળી અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ. = આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે : લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું.
પ્રશ્નો:
(1) આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે?
(2) કયા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ – થાય છે?
(3) શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે?
(4) અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું?
ઉત્તરઃ
(1) હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ દિનપ્રતિદિન વધતું જાય છે એ આપણા સૌ માટે ચિંતાનું કારણ છે.
(2) નવરાત્રિ કે લગ્નપ્રસંગે રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે.
(3) રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે.
(4) અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘર, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું.