Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 8 જાવામાં ક્લાસ અને ઑબ્જેક્ટ can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 8 MCQ જાવામાં ક્લાસ અને ઑબ્જેક્ટ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પાયાનો એકમ નીચેનામાંથી કોણ છે?
A. મેથડ અને ક્લાસ
B. ઑબ્જેક્ટ અને ક્લાસ
C. ઑબ્જેક્ટ અને મેથડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઑબ્જેક્ટ અને ક્લાસ
પ્રશ્ન 2.
જાવાના ક્લાસમાં ઍટ્રિબ્યૂટને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
A. મેથડથી
B. ફંક્શનથી
C. ચલથી
D. આપેલ તમામથી
ઉત્તર:
C. ચલથી
પ્રશ્ન 3.
જાવા ક્લાસમાં કેટલા ઘટકો હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 4.
જાવા ભાષાના ક્લાસમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ થાય છે?
A. ઍટ્રિબ્યુટ
B. બિહેવીયર
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 5.
જાવામાં મેમરી ફાળવીને ઑબ્જેક્ટ બનાવવા માટે કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે?
A. super
B. new
C. class
D. var
ઉત્તર:
B. new
પ્રશ્ન 6.
જાવામાં નીચેનામાંથી કયા કી-વર્ડનો ઉપયોગ કરીને ઑબ્જેક્ટ બનાવી શકાય છે?
A. new
B. create
C. make
D. insert
ઉત્તર:
A. new
પ્રશ્ન 7.
હીપ (Heap) એટલે શું?
A. મેમરીનો ખાસ ભાગ
B. મેમરીનું મિશ્રણ
C. જાવાનો કી-વર્ડ
D. આપેલ તમામ
ઉત્તર:
A. મેમરીનો ખાસ ભાગ
પ્રશ્ન 8.
હીપમાં શું રાખવામાં આવે છે?
A. class
B. object
C. class address
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. object
પ્રશ્ન 9.
જાવામાં કોઈ પણ ક્લાસનો ઑબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે constructor નીચેનામાંથી કયું કાર્ય કરે છે?
A. શરૂઆતના જરૂરી કાર્ય કરવાનું
B. મેમરી ફાળવણી કરવાનું
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 10.
“r1 = new Room( );” આ જાવા વિધાનમાં r1 શું ધરાવે છે?
A. ઑબ્જેક્ટનો ચલ
B. ઑબ્જેક્ટનો ફક્ત સ્થાનાંક (ઍડ્રેસ)
C. ક્લાસની મેથડ
D. Room( )ની કિંમત
ઉત્તર:
B. ઑબ્જેક્ટનો ફક્ત સ્થાનાંક (ઍડ્રેસ)
પ્રશ્ન 11.
જાવામાં ડેટા ખરેખર કઈ જગ્યાએ હોય છે?
A. ક્લાસમાં
B. ઑબ્જેક્ટમાં
C. મેથડમાં
D. આપેલ તમામમાં
ઉત્તર:
B. ઑબ્જેક્ટમાં
પ્રશ્ન 12.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઑબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહે છે?
A. ઑબ્જેક્ટ ઇન્સ્ટિન્સએશન
B. ઑબ્જેક્ટ ક્રિએશન
C. ઑબ્જેક્ટ મૉડિફિકેશન
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઑબ્જેક્ટ ઇન્સ્ટિન્સએશન
પ્રશ્ન 13.
જાવામાં ઑબ્જેક્ટ બીજા કયા નામથી ઓળખાય છે?
A. વેરિએબલ
B. મેથડ
C. ક્લાસ ઇન્સ્ટન્સ
D. ક્લાસ પૅરામીટર
ઉત્તર:
C. ક્લાસ ઇન્સ્ટન્સ
પ્રશ્ન 14.
જાવામાં નીચેનામાંથી કોને ઑબ્જેક્ટના અમૂર્ત (Abstruct) સ્વરૂપ ગણવામાં આવે છે?
A. ક્લાસ
B. ચલ
C. ઇન્સ્ટન્સ
D. મેથડ
ઉત્તર:
A. ક્લાસ
પ્રશ્ન 15.
જાવામાં ઑબ્જેક્ટનું મૂર્ત કે સાકાર સ્વરૂપ કોણ છે?
A. મેથડ
B. ઇન્સ્ટન્સ
C. ક્લાસ
D. ચલ
ઉત્તર:
B. ઇન્સ્ટન્સ
પ્રશ્ન 16.
જાવા ભાષામાં મેથડને ક્યાં બનાવવામાં આવે છે?
A. ઑબ્જેક્ટમાં
B. ક્લાસમાં
C. ઍરેમાં
D. સ્ટ્રીમમાં
ઉત્તર:
B. ક્લાસમાં
પ્રશ્ન 17.
જાવામાં ઇન્સ્ટન્સ વેરિએબલને બોલાવવા (એક્સેસ કરવા) નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?
A. કોમા ( , )
B. ડૉટ ( . )
C. કૉલોન ( : )
D. હૅશ ( # )
ઉત્તર:
B. ડૉટ ( . )
પ્રશ્ન 18.
નીચેનામાંથી ઍટ્રિબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે?
A. ક્લાસ
B. ઑબ્જેક્ટ
C. ઇન્સ્ટન્સ
D. વેરિએબલ
ઉત્તર:
A. ક્લાસ
પ્રશ્ન 19.
નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિએબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે વપરાય છે?
અથવા
જાવામાં ક્લાસ વેરિએબલને ઘોષિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે?
A. static
B. private
C. public
D. package
ઉત્તર:
A. static
પ્રશ્ન 20.
નીચેનામાંથી કયો પ્રક્રિયક ઑબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે?
A. ડૉટ (.)
B. new
C. કૉલોન (:)
D. અસાઇનમેન્ટ (=)
ઉત્તર:
B. new
પ્રશ્ન 21.
ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કૉલ કરી શકાય?
A. ઇન્સ્ટન્સ મેથડ
B. ક્લાસ મેથડ
C. કન્સ્ટ્રક્ટર મેથડ
D. આપેલ તમામ
ઉત્તર:
B. ક્લાસ મેથડ
પ્રશ્ન 22.
નીચેનામાંથી કઈ મેથડ ઑબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે?
A. ઇન્સ્ટન્સ મેથડ
B. કન્સ્ટ્રક્ટર
C. ક્લાસ મેથડ
D. આપેલ તમામ
ઉત્તર:
B. કન્સ્ટ્રક્ટર
પ્રશ્ન 23.
નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે?
A. ઑબ્જેક્ટનું નામ, કૉલોન (:) અને મેથડનું નામ
B. ઑબ્જેક્ટનું નામ, ડૉટ (.) અને મેથડનું નામ
C. ક્લાસનું નામ, કૉલોન (:) અને મેથડનું નામ
D. ક્લાસનું નામ, ડૉટ (.) અને મેથડનું નામ
ઉત્તર:
B. ઑબ્જેક્ટનું નામ, ડૉટ (.) અને મેથડનું નામ
પ્રશ્ન 24.
નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે?
A. ફક્ત ઇન્સ્ટન્સ વેરિએબલ
B. ફક્ત ક્લાસ વેરિએબલ
C. બંને ક્લાસ વેરિએબલ અને ઇન્સ્ટન્સ વેરિએબલ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 25.
જાવામાં ઑબ્જેક્ટના ઍટ્રિબ્યૂટને દર્શાવવા કઈ મેથડનો ઉપયોગ થાય છે?
A. list( )
B. show( )
C. display( )
D. print( )
ઉત્તર:
B. show( )
પ્રશ્ન 26.
જાવામાં નીચેનામાંથી કયા વેરિએબલમાં પૂર્વનિર્ધારિત કિંમતો આપવામાં આવે છે?
A. ઇન્સ્ટન્સ વેરિએબલ
B. ક્લાસ વેરિએબલ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 27.
જાવામાં નીચેનામાંથી કયા વેરિએબલને મેથડ કે બ્લૉકની અંદર વ્યાખ્યાયિત (Declare) કરવામાં આવે છે?
A. ઇન્સ્ટન્સ વેરિએબલ
B. લોકલ વેરિએબલ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. લોકલ વેરિએબલ
પ્રશ્ન 28.
જાવામાં નીચેનામાંથી કયા ચલને કોઈ ક્લાસમાં મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા છે?
A. લોકલ વેરિએબલ
B. ઇન્સ્ટન્સ વેરિએબલ
C. ક્લાસ વેરિએબલ
D. મેઇન વેરિએબલ
ઉત્તર:
B. ઇન્સ્ટન્સ વેરિએબલ
પ્રશ્ન 29.
જાવામાં કયા પ્રકારના વેરિએબલમાં હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે?
A. ગ્લોબલ
B. લોકલ
C. ઇન્સ્ટન્સ
D. ક્લાસ
ઉત્તર:
C. ઇન્સ્ટન્સ
પ્રશ્ન 30.
જાવામાં કયા પ્રકારના વેરિએબલને ક્લાસની અંદર કોઈ પણ મેથડની બહાર અને સ્ટેટિક (Static) કી-વર્ડ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
A. લોકલ વેરિએબલ
B. ઇન્સ્ટન્સ વેરિએબલ
C. A તથા B બંને
D. ક્લાસ વેરિએબલ
ઉત્તર:
D. ક્લાસ વેરિએબલ
પ્રશ્ન 31.
જાવાના સંદર્ભમાં પૉલિમોર્ફિઝમ એટલે શું?
A. અનેક સ્વરૂપ
B. બહુરૂપતા
C. મેથડ ઓવરલોડિંગ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 32.
જાવામાં એક જ નામ સાથેની જુદી જુદી મેથડ બનાવવામાં આવે તેને શું કહે છે?
A. કન્સ્ટ્રક્ટર
B. ઇન્હેરિટન્સ
C. પૉલિમોર્ફિઝમ
D. મલ્ટિપલ મેથડ
ઉત્તર:
C. પૉલિમોર્ફિઝમ
પ્રશ્ન 33.
જાવામાં નીચેનામાંથી કોનું કાર્ય ચલને પ્રારંભિક કિંમતો આપવાનું છે?
A. મેથડ
B. કન્સ્ટ્રક્ટર
C. ચલ
D. મેથડ ઓવરલોડિંગ
ઉત્તર:
B. કન્સ્ટ્રક્ટર
પ્રશ્ન 34.
જાવામાં નીચેનામાંથી કોને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે?
A. ડિફૉલ્ટ કન્સ્ટ્રક્ટર
B. નલ કન્સ્ટ્રક્ટર
C. એક્સેસ કન્સ્ટ્રક્ટર
D. આપેલ તમામ
ઉત્તર:
A. ડિફૉલ્ટ કન્સ્ટ્રક્ટર
પ્રશ્ન 35.
જાવા પ્રોગ્રામમાં જો ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઑબ્જેક્ટ બનાવવામાં આવે, તો આઉટપુટ શું મળે છે?
A. 0
B. 1
C.-1
D. એ૨૨ બતાવે
ઉત્તર:
D. એ૨૨ બતાવે
પ્રશ્ન 36.
જાવામાં એક્સેસ કંટ્રોલ માટેનાં કેટલાં સ્તરના વિઝિબિલિટી મૉડિફાયર ઉપલબ્ધ છે?
A. 2
B. 3
C. 4
D. 6
ઉત્તર:
C. 4
પ્રશ્ન 37.
જાવામાં સુરક્ષાના ચાર P’sમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
A. પ્રારંભિક
B. પબ્લિક
C. પ્રાઇવેટ
D. પ્રૉટેક્ટેડ
ઉત્તર:
A. પ્રારંભિક
પ્રશ્ન 38.
જાવામાં અલગ અલગ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે કઈ વિઝિબિલિટીનો ઉપયોગ થાય છે?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પ્રૉટેક્ટેડ
D. પૅકેજ
ઉત્તર:
D. પૅકેજ
પ્રશ્ન 39.
જાવામાં સૌથી વધુ યા એક્સેસ મૉડિફાયરનો ઉપયોગ થાય છે?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પ્રૉટેક્ટેડ
D. પૅકેજ
ઉત્તર:
A. પબ્લિક
પ્રશ્ન 40.
જાવામાં કયા એક્સેસ મૉડિફાયરને બીજા સ્તરનો એક્સેસ કહેવાય છે?
A. પૅકેજ
B. પબ્લિક
C. પ્રૉટેક્ટેડ
D. પ્રાઇવેટ
ઉત્તર:
A. પૅકેજ
પ્રશ્ન 41.
જાવામાં નીચેનામાંથી કયા એક્સેસ મૉડિફાયરનું કોઈ નિશ્ચિત નામ નથી?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પૅકેજ
D. પ્રૉટેક્શન
ઉત્તર:
C. પૅકેજ
પ્રશ્ન 42.
નીચેનામાંથી કયા એક્સેસ મૉડિફાયરનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો હોય છે?
A. પ્રાઇવેટ
B. પ્રૉટેક્ટેડ
C. પૅકેજ
D. આપેલ તમામ
ઉત્તર:
C. પૅકેજ
પ્રશ્ન 43.
જાવામાં કયા એક્સેસ મૉડિફાયરમાં ચલ કે મેથડને કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકાય છે?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પૅકેજ
D. આપેલ તમામ
ઉત્તર:
C. પૅકેજ
પ્રશ્ન 44.
જાવામાં નીચેનામાંથી કયા સ્તરના પ્રૉટેક્શનનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા “friend” તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે?
A. પબ્લિક
B. પૅકેજ
C. પ્રૉટેક્ટેડ
D. પ્રાઇવેટ
ઉત્તર:
B. પૅકેજ
પ્રશ્ન 45.
જાવામાં નીચેનામાંથી કયું પ્રૉટેક્શન ઉચ્ચ કક્ષાનું હોય છે?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પૅકેજ
D. આપેલ તમામ
ઉત્તર:
B. પ્રાઇવેટ
પ્રશ્ન 46.
જાવામાં કયા એક્સેસ મૉડિફાયરની દૃશ્યતા સૌથી ઓછી હોય છે?
A. પૅકેજ
B. પબ્લિક
C. પ્રાઇવેટ
D. પ્રૉટેક્ટેડ
ઉત્તર:
C. પ્રાઇવેટ
પ્રશ્ન 47.
જાવામાં નીચેનામાંથી કયું એક્સેસ મૉડિફાયર ડેટા ઇપ્સ્યુલેશન જેવું કર્મ કરે છે?
A. પબ્લિક
B. પ્રાઇવેટ
C. પ્રૉટેક્ટેડ
D. પૅકેજ
ઉત્તર:
B. પ્રાઇવેટ
પ્રશ્ન 48.
જાવા પ્રોગ્રામમાં જો કોઈ પણ એક્સેસ મૉડિફાયર વાપરેલ ન હોય, તો તેની વિઝિબિલિટી કઈ ધારવામાં આવે છે?
A. પબ્લિક
B. પૅકેજ
C. પ્રાઇવેટ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. પૅકેજ
પ્રશ્ન 49.
જાવામાં ‘એક્સેસર મેથડ’ બીજા કયા નામથી ઓળખાય છે?
A. getter
B. setter
C. input
D. output
ઉત્તર:
A. getter
પ્રશ્ન 50.
જાવામાં ‘મ્યુટેટર મેથડ’ બીજા કયા નામે ઓળખાય છે?
A. mutator
B. access
C. getter
D. setter
ઉત્તરઃ
D. setter
પ્રશ્ન 51.
જાવા પ્રોગ્રામમાં length નામના ચલ માટેની એક્સેસર મેથડ નીચેનામાંથી કઈ છે?
A. setlength( )
B. SetLength( )
C. getlength
D. getLength( )
ઉત્તર:
D. getLength( )
પ્રશ્ન 52.
જાવા પ્રોગ્રામમાં length નામના ચલ માટેની મ્યુટેટર મેથડ નીચેનામાંથી કઈ છે?
A. setlength( )
B. SetLength( )
C. getlength( )
D. getLength( )
ઉત્તર:
B. SetLength( )
પ્રશ્ન 53.
નીચેનામાંથી એકસમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતાં વધારે મેથડનો ઉલ્લેખ કોણ કરે છે?
A. ઓવરલોડેડ મેથડ્સ
B. ઓવરિરડન મેથડ્સ
C. પ્લિકેટ મેપફ્સ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઓવરલોડેડ મેથડ્સ
પ્રશ્ન 54.
નીચેનામાંથી કર્યો વિકલ્પ જાવામાં ઇન્ડેરિટન્સનો ઉપયોગ દર્શાવે છે?
A. હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપવી
B. હયાત ક્લાસને ફરીથી ઉપયોગમાં લેવાની સગવડ આપવી
C. હયાત ક્લાસને દૂર કરી નવા ક્લાસની રચના કરવી
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 55.
જાવામાં ઇન્હેરિટન્સ નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ ધરાવતું મૉડેલ છે?
A. is – a
B. has – a
C. have – a
D. આપેલ તમામ
ઉત્તર:
A. is – a
પ્રશ્ન 56.
જાવામાં ઇન્ડેરિટન્સના બધા જ ગુણધર્મો કયા ક્લાસમાં રાખવામાં આવે છે?
A. સુપર
B. સબ
C. મેઇન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. સુપર
પ્રશ્ન 57.
જાવા ઇન્ડેરિટન્સમાં નીચેનામાંથી કો ક્લાસ સુપર-ક્લાસમાંથી બધા જ ઇન્સ્ટન્સ વેરિએબલ અને મેથડ વારસામાં મેળવે છે?
A. સુપરક્લાસ
B. સબક્લાસ
C. માસ્ટર ક્લાસ
D. સ્લેવ ક્લાસ
ઉત્તર:
B. સબક્લાસ
પ્રશ્ન 58.
જાવામાં સબક્લાસ બનાવવા ક્લાસની વ્યાખ્યામાં નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે?
A. sub
B. create
C. below
D. extends
ઉત્તર:
D. extends
પ્રશ્ન 59.
જાવામાં સુપરક્લાસના કન્સ્ટ્રક્ટરને બોલાવવા સબક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ક્યો ચાવીરૂપ શબ્દ (કી-વર્ડ) વપરાય છે?
A. sup
B. super
C. key
D. call
ઉત્તર:
B. super
પ્રશ્ન 60.
(જાવામાં) નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપરક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે?
A. extends
B. super
C. સુપરક્લાસનું નામ
D. new
ઉત્તર:
B. super
પ્રશ્ન 61.
જાવામાં કયા વેરિએબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના જ મેળવી શકાય છે?
A. સ્ટેટિક વેરિએબલ
B. ઑબ્જેક્ટ વેરિએબલ
C. ગ્લોબલ વેરિએબલ
D. આપેલ તમામ
ઉત્તર:
A. સ્ટેટિક વેરિએબલ
પ્રશ્ન 62.
જાવા ઇન્હેરિટન્સમાં જ્યારે સુપરક્લાસ અને સબક્લાસ બંનેમાં એકસમાન સિગ્નેચર સાથેની મેથડ હોય ત્યારે કઈ મેથડની સબક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે છે ?
A. સબક્લાસ
B. સુપરક્લાસ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સુપરક્લાસ
પ્રશ્ન 63.
જ્યારે સુપરક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે?
A. ઓવરલોડેડ મેથડ્સ
B. ઓવરિ૨ડન મેથડ્સ
C. ઇન્હેરિટેડ મેથડ્સ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ઇન્હેરિટેડ મેથડ્સ
પ્રશ્ન 64.
જાવામાં સુપરક્લાસની display( ) મેથડને બોલાવવા show( ) મેથડની અંદર શું વપરાય છે?
A. List.display( )
B. Super.display( )
C. Sub.display( )
D. Show.display( )
ઉત્તર:
B. Super.display( )
પ્રશ્ન 65.
જાવામાં નીચેનામાંથી કયો ક્લાસ has – a પ્રકારનો સંબંધ રચે છે?
A. એગ્રિગેશન
B. કમ્પોઝિશન
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 66.
જાવામાં જ્યારે કોઈ ક્લાસ બીજા ક્લાસના ઑબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કયા નામે ઓળખાય છે?
A. સબક્લાસ
B. સુપરક્લાસ
C. કન્ટેઇનર ક્લાસ
D. માસ્ટર ક્લાસ
ઉત્તર:
C. કન્ટેઇનર ક્લાસ