Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો in Gujarati
પ્રશ્ન 1.
કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. આ કોના દ્વારા નિદર્શત કરાયું ?
(A) વિલિયમ હાર્વે
(B) હિપ્પોક્રેટસ
(C) ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર
(D) એક પણ
ઉત્તર:
(A) વિલિયમ હાર્વે
પ્રશ્ન 2.
નહીં નીચે આપેલ પૈકી કયો ચેપી રોગ જીવલેણ છે ?
(A) એઇટ્સ
(B) ટાઈફૉઈડ
(C) ન્યુમોનિયા
(D) શરદી
ઉત્તર:
(A) એઇટ્સ
પ્રશ્ન 3.
બિનચેપી રોગમાં મૃત્યુનું મુખ્ય કારણ કયું છે ?
(A) આર્થરાઇટિસ
(B) કેન્સર
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) કેન્સર
પ્રશ્ન 4.
આપનું સ્વાચ્ય પ્રતિકૂળ રીતે શેનાથી પ્રભાવિત છે ?
(A) નશાકારક પદાર્થો
(B) આલ્કોહૉલનું સેવન
(C) ઇથેનોલ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 5.
રોગકારક પરોપજીવી સ્વરૂપે યજમાનમાં કયા સ્થાન પર જોવા મળે છે ?
(A) યજમાન દેહમાં
(B) યજમાન દેહ ઉપર
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 6.
રોગકારકો આપણા શરીરમાં બાહાકાર અને કાર્યાત્મક ક્ષતિ કેવી રીતે સર્જે છે ?
(A) શરીરમાં પ્રવેશી
(B) ગુણન પામી
(C) આપણી આવશ્યક ક્રિયામાં ખલેલ પાડી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 7.
રોગકારકો યજમાનના અંત પર્યાવરણમાં પોતાનું જીવન અનુકૂલિત કરવા કઈ ક્ષમતા ધરાવે છે ?
(A) જઠરના નિમ્ન pHમાં જીવંત રહેવા
(B) ભિન્નપાચક ઉન્સેચકોનો પ્રતિરોધ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 8.
ટાઇફોઈડ માટે જવાબદાર રોગકારક કયો છે ?
(A) સાલ્મોનેલા ટાઇફી
(B) સ્ટ્રેપ્ટોકોકસ
(C) રિશ્નો વાઇરસ
(D) હિમોફિલિસ ઇન્ફલુએન્ઝા
ઉત્તર:
(A) સાલ્મોનેલા ટાઇફી
પ્રશ્ન 9.
ટાઇફોઈડ કેવી રીતે ફેલાય છે ?
(A) દૂષિત આહાર
(B) પાણી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 10.
ટાઇફોઈડના રોગકારક યજમાનમાં સૌપ્રથમ ક્યાં પ્રવેશે છે ?
(A) મોટા આંતરડામાં
(B) નાના આંતરડામાં
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) નાના આંતરડામાં
પ્રશ્ન 11.
સાભોનેલા ટાઇફી અજમાનામાં નાના આંતરડામાંથી શરીરના અન્ય અંગોમાં કોના દ્વારા પહોંચે છે ?
(A) રુધિર
(B) લસિકા
(C) શ્વેતકણ
(D) રક્તકણ
ઉત્તર:
(A) રુધિર
પ્રશ્ન 12.
સાભોનેલા ટાઇફી દ્વારા થતા રોગના લક્ષણ કયાં છે ?
(A) કબજિયાત
(B) ભૂખ ન લાગવી
(C) આંત્રમાર્ગમાં કાણાં પડવા
(D) આપેલા તમામ
ઉત્તર:
(D) આપેલા તમામ
પ્રશ્ન 13.
ટાઇફોઈડના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે ?
(A) એલિસા ટેસ્ટ
(B) બ્લોટિંગ ટેસ્ટ
(C) વિડાલ ટેસ્ટ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) વિડાલ ટેસ્ટ
પ્રશ્ન 14.
ટાઇફોઈડ માટે મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ
(A) મેરી મેલોન
(B) મેરી મેનોન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) મેરી મેલોન
પ્રશ્ન 15.
મેરી મેલોનનું ઉપનામ શું છે ?
(A) ટાઇફૉઈડ મેરી
(B) ન્યુમોનિયા મેરી
(C) ટાઇફોઈડ મેલોન
(D) ટાઈફૉઈડ મેનોન
ઉત્તર:
(A) ટાઇફૉઈડ મેરી
પ્રશ્ન 16.
મેરી મેલોન વ્યાવસાયિક રીતે કોણ હતા ?
(A) ડૉક્ટર
(B) રસોયણ
(C) ટેકનિશિયન
(D) (A) અને (B)
ઉત્તર:
(B) રસોયણ
પ્રશ્ન 17.
મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર જીવાણુ કયો છે ?’
(A) સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની
(B) હિમોફિલસ ઇન્ફલ્યુએન્ઝા
(C) રિહનો વાઇરસ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 18.
ન્યુમોનિયા કોને સંક્રમિત કરે છે ?
(A) ફેફસાં
(B) શ્વાસનળી
(C) વાયુકોષ્ઠો
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) વાયુકોષ્ઠો
પ્રશ્ન 19.
ન્યુમોનિયાના પરિણામે કઈ સમસ્યા સર્જાય છે ?
(A) વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાય
(B) શ્વસનનળી પ્રવાહીથી ભરાય છે
(C) શ્વસન સંબંધી ગંભીર સમસ્યા
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 20.
રોગિષ્ઠ વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ન્યુમોનિયા કેવી રીતે ફેલાય છે ?
(A) ખાંસી
(B) છીંક
(C) રોગિષ્ઠનાં વાસણો વાપરવાથી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 21.
ન્યુમોનિયાના દર્દીની ખાંસી કે છીંક દ્વારા શું મુક્ત થાય છે?
(A) બિંદુકો
(B) એરોસોલ્સ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 22.
મનુષ્યમાં થતાં જીવાણુજન્ય રોગોના નામ આપો.
(A) મરડો
(B) પ્લેગ
(C) ડિપ્લેરિયા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 23.
ન્યુમોનિયાના રોગનું નિદાન કેવી રીતે થાય છે ?
(A) Widal test
(B) X-Ray
(C) માઈક્રોસ્કોપી
(D) એવુટિનેશન
ઉત્તર:
(B) X-Ray
પ્રશ્ન 24.
મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ કયો છે ?
(A) સામાન્ય શરદી
(B) ન્યુમોનિયા
(C) ટાઈફૉઈડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સામાન્ય શરદી
પ્રશ્ન 25.
સામાન્ય શરદી કયા વાઇરસ દ્વારા થાય છે ?
(A) હિમોફિલસ ઈન્ફલુએન્ઝા
(B) રિનો વાઇરસ
(C) સાલમોનેલા
(D) સ્ટ્રેપ્ટોકોકસ
ઉત્તર:
(B) રિનો વાઇરસ
પ્રશ્ન 26.
માનવશરીરમાં શરદી કયા ભાગમાં સંક્રમિત થાય છે ?
(A) નાક
(B) ફેફસાં
(C) શ્વસનમાર્ગ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 27.
પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓનું નામ આપો.
(A) P. vivax
(B) P. falciparum
(C) P. malaria
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 28.
પ્લાઝમોડિયમની કઈ જાત દ્વારા ફેલાતો મેલેરિયા સૌથી ગંભીર અને ઘાતક હોઈ શકે છે ?
(A) P. vivex
(B) P. falciparum
(C) P. malaria
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) P. falciparum
પ્રશ્ન 29.
પ્લાઝમોડિયમ કેવા સ્વરૂપે દેહમાં પ્રવેશે છે ?
(A) સ્પોરોઝુઓઇટ
(B) ટ્રોફીઝુઓઇટ
(C) મેરેઝુઓઇટ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સ્પોરોઝુઓઇટ
પ્રશ્ન 30.
કયા વાહક દ્વારા મેલેરિયાનો પ્રજીવ મનુષ્યદેહમાં પ્રવેશે છે ?
(A) એનોફિલિસ મચ્છર
(B) માદા એનોફિલિસ મચ્છર
(C) નર એનોફિલિસ મચ્છર
(D) (A) અને (B)
ઉત્તર:
(B) માદા એનોફિલિસ મચ્છર
પ્રશ્ન 31.
મેલેરિયાના પરોપજીવી માનવશરીરમાં સૌપ્રથમ ક્યાં ગુણન પામે છે ?
(A) યકૃત કોષોમાં
(B) રુધિરમાં
(C) રક્તકણમાં
(D) (A) અને (B)
ઉત્તર:
(A) યકૃત કોષોમાં
પ્રશ્ન 32.
સ્પોરોળુઓઇટ યકૃત કોષોમાંથી કોના પર આક્રમણ કરે છે?
(A) શ્વેતકણ
(B) રક્તકણ
(C) રુધિર
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) રક્તકણ
પ્રશ્ન 33.
પ્લાઝમોડિયમનું રક્તકણ પર આક્રમણથી શી અસર જોવા મળે છે ?
(A) રક્તકણ ફાટી જાય
(B) રક્તકણ ગોળ બને
(C) રક્તકણનો ત્રાકાકાર
(D) (A) અને (C)
ઉત્તર:
(A) રક્તકણ ફાટી જાય
પ્રશ્ન 34.
રક્તકણ ફાટવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે ?
(A) હિમ
(B) ગ્લોબિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 35.
હિમનું રૂપાંતરણ થતાં કયો વિષ પદાર્થ ઉત્પન્ન (મુક્ત) કરે છે?
(A) હિમોઝોઇન
(B) હિમોસાઇન
(C) ગ્લોબોઝોઇન
(D) (A) અને (B)
ઉત્તર:
(A) હિમોઝોઇન
પ્રશ્ન 36.
રક્તકણ ફાટવાથી મુક્ત થતાં ભાગમાંથી પરોપજીવીનો ખોરાક કોણ બને છે ?
(A) હિમ
(B) ગ્લોબિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) ગ્લોબિન
પ્રશ્ન 37.
હિમોઝોઇન મુક્ત થતાં શરીરમાં કયા ફેરફાર જોવા મળે છે?
(A) 3-4 દિવસ ઠંડી લાગે
(B) તાવ આવવો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) 3-4 દિવસ ઠંડી લાગે
પ્રશ્ન 38.
ચેપી વ્યક્તિમાંથી મેલેરિયાના પરોપજીવી મચ્છરના શરીરમાં કેવી રીતે પ્રવેશે છે ?
(A) માદા એનોફિલિસ કરડવાથી
(B) નર એનોફિલિસ કરડવાથી
(C) એનોફિલિસ કરડવાથી
(D) (A) અને (B)
ઉત્તર:
(A) માદા એનોફિલિસ કરડવાથી
પ્રશ્ન 39.
મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે કેટલા યજમાનની જરૂર પડે છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) બે
પ્રશ્ન 40.
મચ્છરમાં સ્પોરyઇટ આંતરડામાંથી મુક્ત થઈ મચ્છરમાં ક્યાં સ્થાનાંતરિત થાય છે ?
(A) યકૃત
(B) લાળગ્રંથિ
(C) મુખાંગોમાં
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) લાળગ્રંથિ
પ્રશ્ન 41.
સ્પોરોઝુઓઇટનો આકાર કેવો છે ?
(A) ત્રાકાકાર
(B) અંડાકાર
(C) ગોળાકાર
(D) અનિયમિત
ઉત્તર:
(A) ત્રાકાકાર
પ્રશ્ન 42.
મનુષ્યમાં સ્પોરોઝુઓઇટ રુધિર દ્વારા ક્યાં પહોંચે છે ?
(A) આંતરડામાં
(B) રક્તકણમાં
(C) યકૃતમાં
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) યકૃતમાં
પ્રશ્ન 43.
મેલેરિયાના પરોપજીવીમાં માદા જન્યુકોષો કેવા જોવા મળે છે?
(A) મોટા કદના, નાનું કોષકેન્દ્ર
(B) નાના કદના, મોટું કોષકેન્દ્ર
(C) મોટા કદના મોટું કોષકેન્દ્ર
(D) નાના કદના નાનું કોષકેન્દ્ર
ઉત્તર:
(A) મોટા કદના, નાનું કોષકેન્દ્ર
પ્રશ્ન 44.
મેલેરિયાના પરોપજીવીમાં નર જન્યુકોષો કેવા જોવા મળે છે ?
(A) મોટા કદના, નાનું કોષકેન્દ્ર
(B) નાના કદના, મોટું કોષકેન્દ્ર
(C) મોટા કદના મોટું કોષકેન્દ્ર
(D) નાના કદના નાનું કોષકેન્દ્ર
(D) રમેહ
ઉત્તર:
(B) નાના કદના, મોટું કોષકેન્દ્ર
પ્રશ્ન 45.
મેલેરિયા પરોપજીવીના જન્યુકોષોને શું કહે છે?
(A) ઉસીસ્ટ
(B) સ્પોરોઝુઓઇટ
(C) ગેમેટોસાઈટ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) ગેમેટોસાઈટ
પ્રશ્ન 46.
અમીબીય મરડો કે અમીબીઆસિસ કોના દ્વારા ફેલાય છે?
(A) પ્રજીવ
(B) બેક્ટરિયા
(C) વાઇરસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) પ્રજીવ
પ્રશ્ન 47.
કયા પ્રજીવ દ્વારા મરડો ફેલાય છે ?
(A) અમીબીય હિસ્ટોલાયટિકા
(B) અમીબીઆસિસ
(C) ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા
પ્રશ્ન 48.
મરડાનાં લક્ષણો કયાં છે ?
(A) કબજિયાત
(B) ઉદરમાં દુઃખાવો અને ખેંચાણ
(C) મળમાં અતિશ્લેષ્મ અને રુધિરગાંઠ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 49.
મરડા માટે જવાબદાર વાહકો કયા છે?
(A) મચ્છર
(B) ઘરમાખી
(C) મધમાખી
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) ઘરમાખી
પ્રશ્ન 50.
કૃમિજન્ય રોગ કયો છે?
(A) અમીબીઆસિસ
(B) એસ્કેરીઆસીસ
(C) ફિલારિઆસીસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) એસ્કેરીઆસીસ
પ્રશ્ન 51.
પ્રજીવ એન્ટઅમીબા હિસ્ટોલાયટિકા મનુષ્યના શરીરમાં કયા ભાગમાં જોવા મળે છે ?
(A) મોટા આંતરડામાં
(B) નાના આંતરડામાં
(C) મળ સંગ્રહાલયમાં
(D) આંતરડામાં
ઉત્તર:
(A) મોટા આંતરડામાં
પ્રશ્ન 52.
હાથીપગાનું કૃમિ જણાવો.
(A) વૃકેરેરિયા
(B) ગોળકૃમિ
(C) માઇક્રોસ્પોરા
(D) ટ્રાયકોફાયટોન
ઉત્તર:
(A) વૃકેરેરિયા
પ્રશ્ન 53.
આંત્રમાર્ગીય પરોપજીવી કરમિયું એ …………………… માટે જવાબદાર છે.
(A) એસ્કેરીઆસીસ
(B) ફિલારિઆસીસ
(C) કૃમિજન્ય રોગો
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 54.
એસ્કેરીઆસીસનાં લક્ષણો ………………………. .
(A) આંતરિક રક્તસ્રાવ
(B) એનીમિયા
(C) સ્નાયુમય દુઃખાવો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 55.
વૃકેરેરિયાની જાતો જણાવો.
(A) W. bancrofti
(B) W. malayi
(C) W. trichophyton
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 56.
ફિલારિઅલ કૃમિ કયું છે?
(A) વૃકેરેરિયા
(B) એસ્કેરીઆસીસ
(C) ગોળકૃમિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) વૃકેરેરિયા
પ્રશ્ન 57.
ફિલારિઅલ કૃમિ યજમાનમાં કયા અંગને અસર કરે છે ?
(A) પશ્વઉપાંગોની લસિકાવાહિની
(B) જનનઅંગો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 58.
વૃકેરેરિયા રોગકારક વ્યક્તિમાં શરીરમાં કોના દ્વારા દાખલ થાય છે ?
(A) નર મચ્છર
(B) માદા મચ્છર
(C) ઈયળ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) માદા મચ્છર
પ્રશ્ન 59.
દાદર માટે જવાબદાર ફૂગ જણાવો.
(A) એપિડફાયટોન
(B) માઈક્રોસ્પોરમ
(C) ટ્રાયકોફાયટોન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 60.
કયો ચેપી રોગ ત્વચા, નખ, શિરોત્વચા વગેરે તે શુષ્કશકીય ઉઝરડા સ્વરૂપે દેખાય છે ?
(A) દાદર
(B) દરાજ
(C) રિંગવર્મ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 61.
દાદરનાં (જખમનાં) લક્ષણો જણાવો.
(A) તીવ્ર ખંજવાળ
(B) હૂંફાળા વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ
(C) ભેજયુક્ત વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ
(D) આપેલ તમામ.
ઉત્તર:
(D) આપેલ તમામ.
પ્રશ્ન 62.
દાદર સામાન્યપણે કેવી રીતે ફેલાય છે ?
(A) માટી દ્વારા
(B) ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં દ્વારા
(C) ચેપગ્રસ્ત વ્યક્તિના કાંસકા દ્વારા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 63.
વ્યક્તિગત સ્વચ્છતામાં શેનો સમાવેશ થાય છે ?
(A) શરીરને ચોખ્ખું રાખવું
(B) પીવા માટે શુદ્ધ પાણી
(C) ખોરાક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 64.
જનસમુદાય સ્વચ્છતામાં શેનો સમાવેશ થાય છે ?
(A) ઉત્સર્ગ પદાર્થનો યોગ્ય નિકાલ
(B) જળાશયો અને કુંડની સફાઈ
(C) ખાળકૂવા, ટાંકીની સફાઈ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 65.
ડેબ્યુ કયા મચ્છર દ્વારા થાય છે?
(A) એડીસ
(B) એનાફિલિસ
(C) મચ્છરની ઇયળ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) એડીસ
પ્રશ્ન 66.
ડેગ્યું અને ચિકનગુનિયા જેવા રોગના અટકાવ માટે કયા ઉપાયો કરી શકાય ?
(A) રહેણાંક વિસ્તારમાં પાણી જમા ન થવા દેવું
(B) ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ
(C) મચ્છરદાનીનો ઉપયોગ કરવો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 67.
ગેમ્બસિયા માછલીનો ઉપયોગ ……………………… .
(A) મચ્છરોને ખાય છે.
(B) મચ્છરોના ડિલ્મને ખાય છે
(C) મચ્છરની ઇયળને ખાય છે
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) મચ્છરોના ડિલ્મને ખાય છે
પ્રશ્ન 68.
રોગવાહકો અને તેમનાં પ્રજનન સ્થળોનું નિયંત્રણ કરવા અને તેનો નાશ કરવા કયા ઉપાય કરી શકાય ?
(A) ખાડા, ડ્રેનેજ, દલદલ જેવાં સ્થળોએ કીટનાશક દવાનો છંટકાવ
(B) રહેણાંક વિસ્તારમાં પાણી જમા ન થવા દેવું
(C) ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 69.
રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને શું કહે છે ?
(A) પ્રતિકારકતા
(B) પ્રતિકાર
(C) અવરોધ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) પ્રતિકારકતા
પ્રશ્ન 70.
જન્મજાત પ્રતિકારકતાના મુખ્ય કેટલા પ્રકાર છે ?
(A) બે
(B) ચાર
(C) છ
(D) પાંચ
ઉત્તર:
(B) ચાર
પ્રશ્ન 71.
જન્મજાત પ્રતિકારકતા …………………………….
(A) બિનચોક્કસ રક્ષણ છે
(B) જન્મ સમયે હાજર
(C) બાહ્યકારકોના પ્રવેશ સામે અવરોધો સર્જાવાથી પ્રાપ્ત
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 72.
ભૌતિક અંતરાયો જણાવો.
(A) ત્વચા
(B) અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ
(C) જઠરમાંના અસ્લ (ઍસિડ)
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 73.
દેહધાર્મિક અંતરાય જણાવો જે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે ?
(A) જઠરમના અમ્સ
(B) આંખોના અશ્રુ
(C) મુખમાંની લાળ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 74.
કોષાંતરીય અંતરાય જણાવો કે જે જીવાણુઓનું ભક્ષણ અને તેઓને નાશ કરી શકે છે.
(A) બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ
(B) એકકેન્દ્રીય ચેતકણ
(C) મારક કોષો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 75.
કોષરસીય અંતરાયમાં વાઇરસગ્રસ્ત કોષો કોનો સાવ કરે છે?
(A) ઈન્ટરફેરોન
(B) પ્રોટીન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 76.
ઇન્ટરફેરોના કહેવાતા પ્રોટીનનું કાર્ય શું છે ?
(A) બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરવા
(B) ચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરવા
(C) બિનચેપી કોષોને વાઇરસનો ચેપ લગાડવો
(D) (A) અને (B)
ઉત્તર:
(A) બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરવા
પ્રશ્ન 77.
જન્મજાત પ્રતિકારકતામાં શરીરમાં પ્રવેશતાં પરજાત દ્રવ્યોને અટકાવવા માટે શું પેદા થાય છે ?
(A) ઍન્ટિબૉડી
(B) ઍન્ટિજન
(C) વિષદ્રવ્ય
(D) અંતરાયો
ઉત્તર:
(D) અંતરાયો
પ્રશ્ન 78.
જન્મજાત પ્રતિકારકતામાં નીચે પૈકી કયા અંતરાયોનો સમાવેશ થાય છે ?
(A) ભૌતિક
(B) દેહધાર્મિક
(C) કોષીય
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 79.
નીચે આપેલ કયું અંતરાય આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે ?
(A) ત્વચા
(B) શ્લેષ્મપડ
(C) લાળરસ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 80.
નીચે આપેલ કયો કોષ ભક્ષક કોષ તરીકે વર્તે છે ?
(A) PMNL
(B) એકકેન્દ્રીકણ
(C) નૈસર્ગિક મારક કોષ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 81.
PSNL નું પૂર્ણ નામ ………………………….
(A) પૉલિમૉફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ
(B) પૉલિમર ન્યુક્લિયર લ્યુકોસાઈટ
(C) પોલિમર ન્યુક્લિયર લિમ્ફોસાઇટ
(D) પૉલિમર નંબર લ્યુકોસાઈટ
ઉત્તર:
(A) પૉલિમૉફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ
પ્રશ્ન 82.
PMGL કેવા પ્રકારના કોષો છે ?
(A) એકકેન્દ્રીકણ
(B) નૈસર્ગિક મારક કોષ
(C) તટસ્થકણ
(D) મેક્રોફેઝ
ઉત્તર:
(C) તટસ્થકણ
પ્રશ્ન 83.
કઈ પ્રતિકારકતા મૃતિની લાક્ષણિકતા ધરાવે છે ?
(A) દેહધાર્મિક પ્રતિકારકતા
(B) જન્મજાત પ્રતિકારકતા
(C) ઉપાર્જિત પ્રતિકારકતા
(D) વારસાગત પ્રતિકારકતા
ઉત્તર:
(C) ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 84.
જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા માટે શરીર દ્વારા વિકસાવતી પ્રતિકારકતા ………………………….
(A) દેહધાર્મિક પ્રતિકારકતા
(B) જન્મજાત પ્રતિકારકતા
(C) ઉપાર્જિત પ્રતિકારકતા
(D) વારસાગત પ્રતિકારકતા
ઉત્તર:
(C) ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 85.
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવતી પ્રતિકારકતાને શું કહે છે?
(A) દ્વિતીય પ્રતિચાર
(B) પ્રાથમિક પ્રતિચાર
(C) જન્મજાત પ્રતિચાર
(D) દેહધાર્મિક પ્રતિચાર
ઉત્તર:
(B) પ્રાથમિક પ્રતિચાર
પ્રશ્ન 86.
ક્યારે પ્રતિકારકતા ખૂબ જ તીવ્ર હોય છે ?
(A) જયારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમવાર સંપર્કમાં આવે ત્યારે
(B) જયારે આપણું શરીર કોઈ રોગકારકના બીજીવાર સંપર્કમાં આવે ત્યારે
(C) જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના સંપર્કમાં ન આવે ત્યારે
(D) જન્મજાત પ્રતિકારકતા પ્રાપ્ત થાય ત્યારે
ઉત્તર:
(B) જયારે આપણું શરીર કોઈ રોગકારકના બીજીવાર સંપર્કમાં આવે ત્યારે
પ્રશ્ન 87.
કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?
(A) એકકેન્દ્રીયકણ
(B) 7 – કોષો
(C) B – કોષો
(D) તટસ્થકણ
ઉત્તર:
(C) B – કોષો
પ્રશ્ન 88.
એન્ટિબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે ?
(A) T – કોષો
(B) B – કોષો
(C) H – કોષો
(D) રક્તકણ
ઉત્તર:
(B) B – કોષો
પ્રશ્ન 89.
કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતાં નથી પરંતુ B-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે ?
(A) T – કોષો
(B) B – કોષો
(C) C – કોષો
(D) D – કોષો
ઉત્તર:
(A) T – કોષો
પ્રશ્ન 90.
નીચે આપેલ પૈકી કયા પ્રકારની શૃંખલા એન્ટિબોડીના બંધારણમાં હોય છે ?
(A) બે હળવી પૉલિપેપ્ટાઇડશૃંખલા, બે ભારે પૉલિપેપ્ટાઇડ શૃંખલા
(B) બે હળવી શૃંખલા, બે ભારે શૃંખલા
(C) બે હળવી ન્યુક્લિઓટાઇડ શૃંખલા, બે ભારે ન્યુક્લિઓટાઇડ શૃંખલા
(D) બે હળવી પૉલિસેકેરાઈડ શૃંખલા, બે ભારે પૉલિસેકેરાઈડ શૃંખલા
ઉત્તર:
(A) બે હળવી પૉલિપેપ્ટાઇડશૃંખલા, બે ભારે પૉલિપેપ્ટાઇડ શૃંખલા
પ્રશ્ન 91.
એન્ટિબોડીને કઈ રીતે દર્શાવાય છે ?
(A) H2L2
(B) H4L4
(C) H1L2
(D) H2L1
ઉત્તર:
(A) H2L2
પ્રશ્ન 92.
તરલ (કોષરસીય) પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા છે? |
(A) T – કોષો
(B) B – કોષો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) B – કોષો
પ્રશ્ન 93.
HIR નું પૂર્ણ નામ ………………………..
(A) Humoral Immune Response
(B) human Immune Response
(C) Human Immune Response
(D) Humoral Immunity Response
ઉત્તર:
(A) Humoral Immune Response
પ્રશ્ન 94.
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
(A) ઍન્ટિબૉડી અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે
(B) B – કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે
(C) T – કોષ કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે
(D) ઍન્ટિબોડીના અણુમાં બે ભારે અને બે હલકી શૃંખલા હોય છે.
ઉત્તર:
(A) ઍન્ટિબૉડી અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે
પ્રશ્ન 95.
નીચે આપેલમાંથી સાચાં વાક્યો શોધો.
(a) પ્રાથમિક પ્રતિકારકતા ખૂબ જ તીવ્ર હોય છે.
(b) lgA, lgM, lgE, lgG T – કોષોના પ્રકાર છે
(c) ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે
(d) શ્વસનમાર્ગ, જઠરાંત્રિીય માર્ગ અને યોનિમાર્ગ અસ્તરમાં શ્લેખપડ રહેલ છે
(A) (a) અને (b)
(B) (c) અને (d)
(C) (a) અને (d)
(D) ફક્ત (d)
ઉત્તર:
(B) (c) અને (d)
પ્રશ્ન 96.
CMI પૂર્ણ નામ …………………………
(A) Cell Mediated Immunity
(B) Central Mediated Immunity
(C) Cell Membren Immunity
(D) Central Membren Immunity
ઉત્તર:
(A) Cell Mediated Immunity
પ્રશ્ન 97.
અંગપ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર પ્રતિકારકતા કઈ છે ?
(A) દ્વિતીયક પ્રતિકારકતા
(B) કોષરસીય પ્રતિકારકતા
(C) કોષીય પ્રતિકારકતા
(D) પ્રાથમિક પ્રતિકારકતા
ઉત્તર:
(C) કોષીય પ્રતિકારકતા
પ્રશ્ન 98.
યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?
(A) ઍન્ટિબૉડી
(B) રસી
(C) T – કોષો
(D) (A) અને (C)
ઉત્તર:
(A) ઍન્ટિબૉડી
પ્રશ્ન 99.
એન્ટિજન કયા સ્વરૂપમાં હોય છે ?
(A) જીવંત સૂક્ષ્મજીવ
(B) મૃત સૂક્ષ્મજીવ
(C) અન્ય પ્રોટીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 100.
એન્ટિજનના સંપર્કમાં આવતા શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
(A) જન્મજાત પ્રતિકારકતા
(B) સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
(C) નિષ્ક્રિય પ્રતિકારકતા
(D) T – કોષીય પ્રતિકારકતા
ઉત્તર:
(B) સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 101.
કયા પ્રકારની પ્રતિકારકતા પ્રાપ્ત કરવા માટે ઇરાદાપૂર્વક ચેપી જીવોને શરીરમાં દાખલ કરવામાં આવે છે ?
(A) સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
(B) નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
(C) સક્રિય જન્મજાત પ્રતિકારકતા
(D) નિષ્ક્રિય જન્મજાત પ્રતિકારકતા
ઉત્તર:
(A) સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 102.
એન્ટિબોડીનો સીધેસીધો શરીરમાં પ્રવેશ કરવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) ઉપાર્જિત પ્રતિકારકતા
(B) ઍન્ટિબૉડી પ્રવેશ
(C) નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
(D) સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
ઉત્તર:
(A) ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 103.
દુગ્ધરાવણના પ્રારંભિક દિવસોમાં માતામાંથી શેનો સ્રાવ થાય છે ?
(A) લેક્ટોઝ
(B) માલ્ટોઝ
(C) કોલોસ્ટ્રમ
(D) કોલેસ્ટેરોલ
ઉત્તર:
(C) કોલોસ્ટ્રમ
પ્રશ્ન 104.
નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે ?
(A) તેમાં લિપિડ વધારે છે.
(B) તેમાં કાર્બોદિત વધારે છે.
(C) તેમાં ઍન્ટિબૉડી પુષ્કળ છે.
(D) તેમાં ઍન્ટિજન પુષ્કળ છે.
ઉત્તર:
(C) તેમાં ઍન્ટિબૉડી પુષ્કળ છે.
પ્રશ્ન 105.
લેન્ટેશન દરમિયાન સૂવતા કોલોસ્ટ્રોમમાં કર્યું એન્ટિબોડી હાજર હોય છે ?
(A) IgA
(B) IgM
(C) IgE
(D) IgG
ઉત્તર:
(A) IgA
પ્રશ્ન 106.
ગાંવધિકાળ દરમિયાન ધૂણને માતાના રુધિરમાંથી એન્ટિબોડી કોના દ્વારા પ્રાપ્ત થાય છે ?
(A) ઉલ્લજળ
(B) જરાયુ
(C) ભૂણ દ્વારા
(D) રુધિરમાંથી
ઉત્તર:
(B) જરાયુ
પ્રશ્ન 107.
ગર્ભાવધિકાળ દરમિયાન ભૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિમાંથી એન્ટિબોડી પ્રાપ્ત થાય છે. આ કયા પ્રકારની પ્રતિકારકતા છે ?
(A) નિષ્ક્રિય પ્રતિકારકતા
(B) સક્રિય પ્રતિકારકતા
(C) નિષ્ક્રિય જન્મજાત પ્રતિકારકતા
(D) સક્રિય જન્મજાત પ્રતિકારકતા
ઉત્તર:
(A) નિષ્ક્રિય પ્રતિકારકતા
પ્રશ્ન 108.
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
(A) રક્ષણ
(B) સ્મૃતિ
(C) પરખ
(D) ભક્ષણ
ઉત્તર:
(B) સ્મૃતિ
પ્રશ્ન 109.
રસીકરણમાં શરીરમાં શું દાખલ કરવામાં આવે છે?
(A) નબળા રોગકારક
(B) ઍન્ટિજેનિક પ્રોટીન
(C) નિષ્ક્રિય રોગકારક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 110.
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
(A) B – સ્કૃતિકોષો
(B) T- સ્મૃતિકોષો
(C) M – સ્મૃતિકોષો
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 111.
ધનુર (ટિટેનસ)માં વ્યક્તિના શરીરમાં શું દાખલ કરવામાં આવે છે ?
(A) ઍન્ટિબૉડી
(B) ઍન્ટિટૉક્સિન
(C) પ્રતિદ્રવ્ય
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 112.
સપવિષ વિરુદ્ધ તૈયાર એન્ટિબોડી દર્દીને અપાય છે. આ કયા પ્રકારની પ્રતિકારકતા છે ?
(A) સક્રિય પ્રતિકારકતા
(B) નિષ્ક્રિય પ્રતિકારક્તા
(C) સક્રિય જન્મજાત પ્રતિકારકતા
(D) નિષ્ક્રિય જન્મજાત પ્રતિકારકતા
ઉત્તર:
(B) નિષ્ક્રિય પ્રતિકારક્તા
પ્રશ્ન 113.
સામાન્ય રીતે કયા સૂક્ષ્મજીવમાં પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે ?
(A) યીસ્ટ
(B) જીવાણુ
(C) બેક્ટરિયા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 114.
પુનઃસંયોજિત DNA ટેક્નોલોજી દ્વારા જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની કઈ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે ?
(A) ઍન્ટિજેનિક પૉલિપેપ્ટાઇડ શૃંખલા
(B) ઍન્ટિજેનિક પેપ્ટાઇડ શૃંખલા
(C) ઍન્ટિજેનિક પૉલિસેકેરાઈડ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ઍન્ટિજેનિક પૉલિપેપ્ટાઇડ શૃંખલા
પ્રશ્ન 115.
યીસ્ટમાંથી કયા રોગ માટે રસી બનાવવામાં આવે છે ?
(A) કૅન્સર
(B) મેલેરિયા
(C) એઇડ્યું
(D) હિપેટાઈટીસ B
ઉત્તર:
(D) હિપેટાઈટીસ B
પ્રશ્ન 116.
પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારતંત્ર દ્વારા અપાતા વધુ પડતાં પ્રતિચારને શું કહે છે?
(A) ઍલર્જી
(B) ઍલર્જન્સ
(C) સ્વપ્રતિકારકતા
(D) રસીકરણ
ઉત્તર:
(A) ઍલર્જી
પ્રશ્ન 117.
એલર્જીમાં કયા એન્ટિબોડી સર્જાય છે ?
(A) IgA
(B) IgM
(C) IgE
(D) IgG
ઉત્તર:
(C) IgE
પ્રશ્ન 118.
નીચેનામાંથી કયા એલર્જન્સ છે ?
(A) જીવાત
(B) પરાગરજ
(C) પ્રાણીઓનો ખોડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 119.
એલર્જી મારુ કોષોમાંથી સ્રવતા કયા રસાયણ દ્વારા થાય છે?
(A) હિસ્ટેમાઈન
(B) સેરોટોનીન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 120.
એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને કોના સંપર્કમાં લાવવામાં આવે છે ?
(A) સંભવિત ઍલર્જી
(B) સંભવિત ઍન્ટિજન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) સંભવિત ઍલર્જી
પ્રશ્ન 121.
એલર્જીનાં લક્ષણો કયા ઔષધો દ્વારા ઝડપી ઘટાડી શકાય છે?
(A) ઍન્ટિહિસ્ટેમાઈન
(B) ઍડ્રિનાલિન
(C) સ્ટેરોઇડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 122.
આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
(A) ઍન્ટિહિસ્ટેમાઈન અને સ્ટેરોઈડ જેવી દવાઓ દ્વારા એલર્જીનાં ચિહ્નો દૂર કરી શકે છે.
(B) ઍલર્જીમાં IgM પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે.
(C) માસ્ટકોષમાંથી હિસ્ટેમાઈન અને સેરેટોનીન જેવા રસાયણોનો સ્રાવ થાય છે.
(D) અત્યાધુનિક જીવનપદ્ધતિના કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે.
ઉત્તર:
(B) ઍલર્જીમાં IgM પ્રકારની ઍન્ટિબૉડી સર્જાય છે.
પ્રશ્ન 123.
ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં કઈ પ્રતિકારકતાનો ઉવિકાસ થાય છે ?
(A) ઉપાર્જિત પ્રતિકારકતા
(B) જન્મજાત પ્રતિકારકતા
(C) સ્મૃતિ આધારિત પ્રતિકારકતા
(D) (A) અને (B)
ઉત્તર:
(A) ઉપાર્જિત પ્રતિકારકતા
પ્રશ્ન 124.
શરીર પોતાના કોષો પર હુમલો કરી તેને નુકસાન કરે તેને શું કહે છે ?
(A) ઉવિકાસ
(B) ઍલર્જી
(C) રસીકરણ
(D) સ્વપ્રતિરક્ષા
ઉત્તર:
(D) સ્વપ્રતિરક્ષા
પ્રશ્ન 125.
નીચેનામાંથી કયું વાક્ય રવપ્રતિરક્ષા માટે સત્ય છે ?
(A) સ્વપ્રતિરક્ષા જન્મજાત પ્રતિકારકતાથી ઉવિકાસ પામે છે.
(B) ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાતઅણુઓ અને પરજાત સજીવોને અલગ પાડી શકે છે.
(C) કૅન્સર સ્વપ્રતિરક્ષાનો રોગ છે
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાતઅણુઓ અને પરજાત સજીવોને અલગ પાડી શકે છે.
પ્રશ્ન 126.
નીચે આપેલ કયો રોગ સ્વપ્રતિરક્ષાનો રોગ છે ?
(A) સંધિવા
(B) રૂમેટીડ આર્થરાઇટિસ
(C) અસ્થમા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 127.
મનુષ્યના પ્રતિકારકતંત્રમાં કયા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે ?
(A) લસિકાપેશી
(B) પેશીઓ, કોષો
(C) ઍન્ટિબૉડી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 128.
નીચે આપેલાં વાક્યોમાંથી કયું વાક્ય પ્રતિકારકતંત્રની વિશિષ્ટતા દશવિ છે ?
(A) તે પરજાત ઍન્ટિજનને ઓળખે છે.
(B) પરજાત એન્ટિજનનો પ્રતિકાર કરે છે.
(C) પરજાત ઍન્ટિજનને યાદ રાખે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 129.
પ્રતિકારતંત્રમાં એલર્જીની પ્રક્રિયા નીચેનામાંથી શેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે ?
(A) સ્વરોગપ્રતિકારકતા
(B) અંગ પ્રત્યારોપણ
(C) સંધિવા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 130.
લસિકાકણોના ઉદ્ભવ, પરિપક્વતા અને વિભેદીકરણ સાથે સંકળાયેલ અંગ …………………………..
(A) કરોડસ્તંભ
(B) લસિકા ગાંઠ
(C) કાકડા
(D) અસ્થિમજ્જા
ઉત્તર:
(B) લસિકા ગાંઠ
પ્રશ્ન 131.
નીચે આપેલ પૈકી કયું દ્વિતીયક લસિકા અંગ નથી ?
(A) બરોળ
(B) લસિકાગાંઠ
(C) થાયમસ
(D) પેયર્સની ખંડિકાઓ
ઉત્તર:
(C) થાયમસ
પ્રશ્ન 132.
અસ્થિમજ્જા અને થાયમસ કયું લસિકા અંગ છે ?
(A) પ્રાથમિક
(B) દ્વિતીયક
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) પ્રાથમિક
પ્રશ્ન 133.
અપરિપક્વ લસિકા કણો શેમાં વિભેદિત થાય છે ?
(A) ઍન્ટિજન સંવેદી લસિકા કણો
(B) થાયમસ સંવેદી લસિકા કણો
(C) લસિકા અંગમાં
(D) (A) અને (B)
ઉત્તર:
(A) ઍન્ટિજન સંવેદી લસિકા કણો
પ્રશ્ન 134.
પરિપક્વ બન્યા પછી લસિકા કણો કયા અંગમાં પરિણમે છે?
(A) પ્રાથમિક લસિકા અંગ
(B) દ્વિતીયક લસિકા અંગ
(C) લસિકા અંગ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) દ્વિતીયક લસિકા અંગ
પ્રશ્ન 135.
આંત્રપુચ્છ કયું લસિકા અંગ છે?
(A) પ્રાથમિક લસિકા અંગ
(B) દ્વિતીયક લસિકા અંગ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) દ્વિતીયક લસિકા અંગ
પ્રશ્ન 136.
નાના આંતરડાની દીવાલમાં લસિકાપેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે.
(A) આંત્રપુચ્છ
(B) પેયર્સની ખંડિકા
(C) બરોળ
(D) લસિકા ગાંઠ
ઉત્તર:
(B) પેયર્સની ખંડિકા
પ્રશ્ન 137.
નીચે આપેલ પૈકી કયાં અંગમાં અપરિપક્વ લસિકાકણો એન્ટિજન સંવેદી લસિકાકણોમાં વિભેદિત થાય છે ?
(A) લસિકા ગાંઠ
(B) બરોળ
(C) અસ્થિમજ્જા
(D) કાકડા
ઉત્તર:
(C) અસ્થિમજ્જા
પ્રશ્ન 138.
નીચે આપેલ પૈકી કયું અંગ લસિકાકણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે ?
(A) અસ્થિમજ્જા
(B) થાયમસ
(C) કાકડા
(D) (A) અને (B)
ઉત્તર:
(C) કાકડા
પ્રશ્ન 139.
મુખ્ય લસિકા અંગ કયું છે?
(A) અસ્થિમજ્જા
(B) થાયમસ
(C) બરોળ
(D) આંત્રપુચ્છ
ઉત્તર:
(A) અસ્થિમજ્જા
પ્રશ્ન 140.
કયાં લસિકા અંગમાં લસિકાકણ સહિત બધા રુધિરકોષો સર્જાય છે ?
(A) અસ્થિમજ્જા
(B) થાયમસ
(C) બરોળ
(D) આંત્રપુચ્છ
ઉત્તર:
(A) અસ્થિમજ્જા
પ્રશ્ન 141.
હૃદયની નજીક અને અસ્થિની નીચે ગોઠવાયેલ ખંડમય અંગ કયું છે ?
(A) અસ્થિમજ્જા
(B) થાયમસ
(C) બરોળ
(D) આંત્રપુચ્છ
ઉત્તર:
(B) થાયમસ
પ્રશ્ન 142.
કઈ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે ?
(A) થાઇરૉઇડ
(B) થાયમસ
(C) લસિકાગાંઠ
(D) અસ્થિમજ્જા
ઉત્તર:
(B) થાયમસ
પ્રશ્ન 143.
કયાં અંગો T- લસિકાકણોને પરિપક્વ થવા સૂક્ષ્મપર્યાવરણ પૂરું પાડે છે ?
(A) થાયમસ
(B) અસ્થિમજ્જા
(C) બરોળ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 144.
બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે?
(A) લસિકાકણો
(B) ભક્ષકકોષો
(C) રક્તકણો
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 145.
રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગાળણનું કાર્ય કયા અંગ દ્વારા થાય છે ?
(A) બરોળ
(B) થાયમસ
(C) આંત્રપુચ્છ
(D) લસિકાગાંઠ
ઉત્તર:
(A) બરોળ
પ્રશ્ન 146.
બરોળ કયા કોષોનું સંગ્રહસ્થાન છે ?
(A) લ્યુકોસાઇટ્સ
(B) ઇરિથ્રોસાઇટ
(C) લિમ્ફોસાઇટ
(D) મોનોસાઇટ
ઉત્તર:
(B) ઇરિથ્રોસાઇટ
પ્રશ્ન 147.
લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના કઈ છે ?
(A) લસિકા ગાંઠ
(B) બરોળ
(C) અસ્થિમજ્જા
(D) કાકડા
ઉત્તર:
(A) લસિકા ગાંઠ
પ્રશ્ન 148.
લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટિજનોને જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે ?
(A) લસિકાકોષો
(B) લસિકાવાહિની
(C) લસિકાગાંઠ
(D) લસિકાઅંગ
ઉત્તર:
(C) લસિકાગાંઠ
પ્રશ્ન 149.
લસિકાગાંઠમાં પકડાયેલ એન્ટિજન કોને સક્રિય કરે છે ?
(A) લિમ્ફોસાઇટ
(B) મોનોસાઇટ
(C) લ્યુકોસાઈટ
(D) ઇરિથ્રોસાઈટ
ઉત્તર:
(C) લ્યુકોસાઈટ
પ્રશ્ન 150.
લસિકાગાંઠ શેમાં રહેલા સૂક્ષ્મજીવોને જકડી રાખે છે ?
(A) લસિકા અને રુધિર
(B) પેશીયજળ અને લસિકા
(C) રુધિરરસ અને પેશીયજળ
(D) રુધિરરસ અને લસિકા
ઉત્તર:
(B) પેશીયજળ અને લસિકા
પ્રશ્ન 151.
લસિકાપેશી ક્યાં આવેલ છે ?
(A) શ્વસનમાર્ગ
(B) પાચનમાર્ગ
(C) યોનિમાર્ગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 152.
MALT નું પૂર્ણ નામ આપો.
(A) મ્યુકોઝલ ઍસોસિએટેડ લિમ્ફોઈડ ટિશ્ય
(B) મેમ્બરેન એસોસિએટેડ લિમ્ફોઈડ ટિશ્ય
(C) મલ્ટિપલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્ય
(D) મોનોસાઇટ ઍન્ડ લિમ્ફોઈડ ટિશ્ય
ઉત્તર:
(A) મ્યુકોઝલ ઍસોસિએટેડ લિમ્ફોઈડ ટિશ્ય
પ્રશ્ન 153.
હેરોઇન એ શું છે ?
(A) મોર્ફિન
(B) ડાયએસિટાઇલ મોર્ફિન
(C) ટ્રાયએસિટાઇલ મોર્ફિન
(D) ટેટ્રાએસિટાઇલ મોર્ફિન
ઉત્તર:
(B) ડાયએસિટાઇલ મોર્ફિન
પ્રશ્ન 154.
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
(A) અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે
(B) થાયમસ એ પુખ્તાવસ્થાએ ખૂબ જ નાની બને છે
(C) બરોળ ઇરિથ્રોસાઇટનું મોટું સંગ્રહસ્થાન છે.
(D) બરોળ T – લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.
ઉત્તર:
(D) બરોળ T – લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.
પ્રશ્ન 155.
AIDS (એકવાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ) સૌપ્રથમ કઈ સાલમાં નોંધાયો ?
(A) 1981
(B) 1940
(C) 1980
(D) 1941
ઉત્તર:
(A) 1981
પ્રશ્ન 156.
AIDS સૌપ્રથમ કયા દેશમાં નોંધાયો ?
(A) USA
(B) ભારત
(C) ચીન
(D) જાપાન
ઉત્તર:
(A) USA
પ્રશ્ન 157.
AIDS થી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે ?
(A) 25 લાખ
(B) 50 મિલિયન
(C) 25 મિલિયનથી પણ વધુ
(D) 10 કરોડ
ઉત્તર:
(C) 25 મિલિયનથી પણ વધુ
પ્રશ્ન 158.
ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં એઇસનો ચેપ જોવા મળ્યો?
A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) કર્ણાટક
(D) તમિલનાડુ
ઉત્તર:
(D) તમિલનાડુ
પ્રશ્ન 159.
AIDS કયા વાઇરસથી થાય છે ?
(A) HIV
(B) એબોલાવાઇરસ
(C) રિનોવાઇરસ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) HIV
પ્રશ્ન 160.
HIV (હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ) કયા સમૂહનો વાઇરસ છે ?
(A) રિનોવાઇરસ
(B) રિટ્રોવાઇરસ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) રિટ્રોવાઇરસ
પ્રશ્ન 161.
એઇડ્રેસ ફેલાવાનું કારણ નીચે પૈકી કયું છે?
(A) ચેપી વ્યક્તિ સાથે જાતીય સંબંધ
(B) દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
(C) ચેપગ્રસ્ત સરિંજ કે સોયના ઉપયોગથી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 162.
દેહપ્રવાહીથી ફેલાતો ચેપ કયો છે ?
(A) AIDS
(B) HIV
(C) કૅન્સર
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 163.
નીચે આપેલ પૈકી કયું HIVનું કારખાનું છે ?
(A) યકૃત
(B) રક્તકણો
(C) મેક્રોફેઝ
(D) T- કોષો
ઉત્તર:
(C) મેક્રોફેઝ
પ્રશ્ન 164.
વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી HIV કયા કોષોમાં પ્રવેશે છે ?
(A) બૃહદ ભક્ષક કોષો (મેક્રોફેઝ)
(B) યકૃત કોષો
(C) જઠર કોષ
(D) હરિતકણ
ઉત્તર:
(A) બૃહદ ભક્ષક કોષો (મેક્રોફેઝ)
પ્રશ્ન 165.
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉત્સુચકની મદદથી DNA માં સ્વયંજનન પામે છે ?
(A) RNA પૉલિમરેઝ
(B) નિગ્રાહક T – કોષો
(C) ટ્રાન્સક્રિપ્ટેઝ
(D) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
ઉત્તર:
(D) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
પ્રશ્ન 166.
નવા સર્જાયેલ HIV રુધિરમાં મુક્ત થઈ કયા કોષોમાં પ્રવેશે છે ?
(A) મદદકર્તા T – લસિકા કોષો
(B) રક્તકણ
(C) નિગ્રાહક T – કોષો
(D) B – કોષો
ઉત્તર:
(A) મદદકર્તા T – લસિકા કોષો
પ્રશ્ન 167.
HIV કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે?
(A) મદદકર્તા T – કોષો
(B) નિગ્રાહક T – કોષો
(C) રક્તકણ
(D) B – કોષો
ઉત્તર:
(A) મદદકર્તા T – કોષો
પ્રશ્ન 168.
મદદ કરતાં T – લસિકા કોષોની સંખ્યા ઘટવાના કારણે કયા પરોપજીવીઓના ચેપનો શિકાર બની શકે છે ?
(A) માઈકોબૅક્ટરિયમ
(B) વાઇરસ, ફૂગ
(C) ટેક્સોપ્લાઝમા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 169.
AIDSના નિદાન માટે કઈ કસોટી કરાવાય છે ?
(A) એલિઝા ટેસ્ટ
(B) વિડાલ ટેસ્ટ
(C) X-ray ટેસ્ટ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) એલિઝા ટેસ્ટ
પ્રશ્ન 170
ELISAનું પૂર્ણ નામ ……………………………..
(A) Enzyme Linked Immuno Sorbent Assay
(B) Enzyme Liked Immune Sort Assay
(C) Endozyme Linked Immune Sorbent Assay
(D) Endoenzyme Liked Immune Sort Assay
ઉત્તર:
(A) Enzyme Linked Immuno Sorbent Assay
પ્રશ્ન 171.
કયા ઔષધ દ્વારા AIDs નો આંશિક ઉપચાર થઈ શકે છે ?
(A) પેનિસિલિયમ
(B) ઍન્ટિ રિટ્રોવાઇરસ
(C) ઍન્ટિ ફંગલ
(D) (A) અને (C)
ઉત્તર:
(B) ઍન્ટિ રિટ્રોવાઇરસ
પ્રશ્ન 172.
ARC નું પૂર્ણ નામ …………………… .
(A) એઈસ રેપ્લિકેટ કોમ્લેક્સ
(B) એઇટ્સ રિલેટેડ કોપ્લેક્સ
(C) એઇટ્સ રેટેડ કોપ્લેક્સ
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) એઇટ્સ રિલેટેડ કોપ્લેક્સ
પ્રશ્ન 173.
(ARC) એઆરસી એટલે શું ?
(A) એઇસની શરૂઆતની સ્થિતિ
(B) એઇની અંતિમ સ્થિતિ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) એઇસની શરૂઆતની સ્થિતિ
પ્રશ્ન 174.
NACOનું પૂર્ણ નામ ………………………
(A) નેટિવ એઇસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન
(B) નેશનલ એઇડ્ઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન
(C) નેશનલ એઇડ્રેસ કોન્ટ્રાક્ટ ઑપરેટર
(D) નેટિવ એઈડ્રેસ કોન્ટ્રાક્ટ ઑપરેટર
ઉત્તર:
(B) નેશનલ એઇડ્ઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન
પ્રશ્ન 175.
HIV ના ચેપનો ફેલાવો અટકાવવા કઈ સંસ્થા કાર્યરત છે ?
(A) NACO
(B) NGO
(C) WHO
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 176.
નીચે આપેલ કયું વિધાન એઇડ્રેસ માટે સંગત નથી ?
(A) એઇટ્સ માટે કોઈ રસી નથી.
(B) એઇટ્સ જીવલેણ રોગ છે.
(C) એઇસ તદ્દન અસાધ્ય રોગ છે.
(D) તેની સારવાર માટે ઇન્ટરફૅરોન વપરાય છે.
ઉત્તર:
(D) તેની સારવાર માટે ઇન્ટરફૅરોન વપરાય છે.
પ્રશ્ન 177.
કેન્સર માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) કેન્સર કોષો સતત વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે છે.
(B) કેન્સરમાં કોષો વિભેદીકરણની નિયમિત અને નિયંત્રિત પ્રક્રિયા તૂટે છે.
(C) તે અસાધ્ય, ચેપી અને જીવલેણ રોગ છે.
(D) કૅન્સર કોષો સંપર્ક નિષેધનો ગુણ ગુમાવે છે.
ઉત્તર:
(C) તે અસાધ્ય, ચેપી અને જીવલેણ રોગ છે.
પ્રશ્ન 178.
કેન્સરની કઈ ગાંઠ મૂળ સ્થાને સીમિત રહી અન્ય ભાગોમાં ફેલાતી નથી અને થોડુંક જ નુકસાન પહોંચાડે છે ?
(A) સાધ્ય ગાંઠ
(B) અસાધ્ય ગાંઠ
(C) નિયોપ્લાસ્ટિક ગાંઠ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સાધ્ય ગાંઠ
પ્રશ્ન 179.
કેન્સરની કઈ ગાંઠ વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે ?
(A) નિયોપ્લાસ્ટિક ગાંઠ
(B) ગાંઠકોષો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 180.
ગાંઠના પ્રસર્જિત કોષના સમૂહને શું કહે છે ?
(A) નિયોપ્લાસ્ટિક ગાંઠ
(B) ગાંઠકોષો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 181.
અસાધ્ય ગાંઠ માટે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે ?
(A) આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરે છે.
(B) આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારે છે.
(C) આ કોષો શરીરના અન્ય ભાગમાં ફેલાતા નથી અને થોડુંક જ નુકસાન કરે છે.
(D) છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે.
ઉત્તર:
(C) આ કોષો શરીરના અન્ય ભાગમાં ફેલાતા નથી અને થોડુંક જ નુકસાન કરે છે.
પ્રશ્ન 182.
સાધ્ય ગાંઠ માટે સુસંગત વિધાન પસંદ કરો.
(A) આ ગાંઠનો રોગવ્યાપ્તિનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે.
(B) પોતાના મૂળ સ્થાને સીમિત હોય છે.
(C) ખૂબ જ ઝડપથી વિકાસ પામી આસપાસના કોષો પર હુમલો કરે છે.
(D) તે નવી ગાંઠ સર્જવા માટે જવાબદાર છે.
ઉત્તર:
(B) પોતાના મૂળ સ્થાને સીમિત હોય છે.
પ્રશ્ન 183.
સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતર કરવા માટે જવાબદાર કારકો કયા છે ?
(A) જૈવિક કારકો
(B) ભૌતિક કારકો
(C) રાસાયણિક કારકો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 184.
કેન્સર ફેલાવતા કારકને શું કહે છે?
(A) ઓન્કોજિન
(B) પ્રોટો-ઓન્કોજિન
(C) કૅન્સરજન્સ
(D) કૅન્સરપ્રેરક
ઉત્તર:
(C) કૅન્સરજન્સ
પ્રશ્ન 185.
કયા આયનિક કિરણો DNA ને ઇજા પહોંચાડે છે ?
(A) X-Ray
(B) ગામા કિરણ
(C) UV કિરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 186.
કયાં બિનઆયનિક કિરણો DNA ને ઇજા પહોંચાડે છે અને નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે ?
(A) X-Ray
(B) ગામા કિરણ
(C) UV કિરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) UV કિરણ
પ્રશ્ન 187.
તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન્ય પદાર્થો શેના કેન્સર માટે જવાબદાર છે ?
(A) ફેફસાંના
(B) આંતરડાના
(C) હૃદયના
(D) મુખના
ઉત્તર:
(A) ફેફસાંના
પ્રશ્ન 188.
કેન્સર પ્રેરતા ઓન્કોજેનિક વાઇરસના જનીનને શું કહે છે ?’
(A) કોષીય ઓન્કોજિન
(B) પ્રોટો-ઓન્કોજિન
(C) વાઇરલ ઓન્કોજિન
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) વાઇરલ ઓન્કોજિન
પ્રશ્ન 189.
સામાન્ય કોષમાં આવેલ કયા જનીન સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે?
(A) કોષીય ઓન્કોજિન
(B) પ્રોટો-ઓન્કોજિન
(C) કૅન્સરજન્ય
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 190.
કેન્સરની ચકાસણી કોના અભ્યાસને આધારે થઈ શકે છે ?
(A) બાયોપ્સી
(B) હિસ્ટોપેથોલૉજિકલ
(C) ELIZA
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 191.
રુધિરના શ્વેતકણોમાં જોવા મળતું કેન્સર …………………….
(A) લ્યુકેમિયા
(B) સારકોમા
(C) મેલેનોમાં
(D) કાર્સીનોમા
ઉત્તર:
(A) લ્યુકેમિયા
પ્રશ્ન 192.
કયા કેન્સરમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતાં જતાં કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે ?
(A) લ્યુકેમિયા
(B) રુધિરનું કેન્સર
(C) સરકોમા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 193.
કયા ટેસ્ટમાં સંભવિત પેશીના ટુકડાનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે ?
(A) બાયોપ્સી
(B) હિસ્ટોપેથોલૉજિકલ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) બાયોપ્સી
પ્રશ્ન 194.
શરીરનાં આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે કઈ તકનીકીનો ઉપયોગ કરાય છે ?
(A) રેડિયોગ્રાફી
(B) કÀટેડ ટોમોગ્રાફી
(C) MRI
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 195.
કમ્યુટેડ ટોમોગ્રાફી (CT)માં કયાં કિરણોનો ઉપયોગ કરી એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે?
(A) X-Ray
(B) ગામા કિરણ
(C) UV કિરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) X-Ray
પ્રશ્ન 196.
MRIમાં શું વપરાય છે ?
(A) તીવ્ર ચુંબકીય ક્ષેત્ર
(B) UV કિરણ
(C) બિનઆયનિક કિરણ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 197.
જીવંત પેશીમાં થતાં પેથોલોજિકલ અને દેહધાર્મિક ફેરફારો શેના દ્વારા જાણી શકાય છે ?
(A) CT
(B) MRI
(C) X-Ray
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) MRI
પ્રશ્ન 198.
નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન સામે શેનો ઉપયોગ થાય છે ?
(A) પ્રતિદ્રવ્યો
(B) ઍન્ટિબૉડી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 199.
આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે કઈ તકનીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરાય છે?
(A) રસાયણ જીવવિજ્ઞાન
(B) આવીય જીવવિજ્ઞાન
(C) જૈવ જીવવિજ્ઞાન
(D) (A) અને (C)
ઉત્તર:
(B) આવીય જીવવિજ્ઞાન
પ્રશ્ન 200.
કેન્સરની સારવાર માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
(A) શસ્ત્રક્રિયા
(B) વિકિરણ
(C) પ્રતિકારકતા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 201.
કેન્સર સારવારની કઈ પદ્ધતિમાં સામાન્ય કોષોને ઇજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે ?
(A) શસ્ત્રક્રિયા
(B) પ્રતિકારકતા
(C) વિકિરણ
(D) તમામ
ઉત્તર:
(C) વિકિરણ
પ્રશ્ન 202.
કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે કયા ઔષધનો ઉપયોગ થાય છે ?
(A) રસાયણ ચિકિત્સક
(B) કેમોથેરાપેટિક ડ્રગ્સ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 203.
કેટલીક ગાંઠના કોષો પ્રતિકારતંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે તે માટે દર્દીને કર્યું એન્ટિકેન્સર ડ્રગ્સ આપવામાં આવે છે ?
(A) સ્ટિરોઇડ
(B) આલ્ફા ઇન્ટરફેરોન
(C) ઇસ્યુલિન
(D) (A) અને (C)
ઉત્તર:
(B) આલ્ફા ઇન્ટરફેરોન
પ્રશ્ન 204.
નીચે આપેલ કયું વિધાન કેન્સર સારવાર માટે અયોગ્ય છે ?
(A) કૅન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે.
(B) આલ્ફા ઇન્ટરફેરોન ઍન્ટિકેન્સર ડ્રગ્સ છે.
(C) કૅન્સરનું નિદાન કરવા માટે સોનોગ્રાફી કરાવાય છે.
(D) વાળ ઊતરવા, એનીમિયા એ કૅન્સર દવાની આડઅસર છે.
ઉત્તર:
(C) કૅન્સરનું નિદાન કરવા માટે સોનોગ્રાફી કરાવાય છે.
પ્રશ્ન 205.
કયા પદાર્થનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે ?
(A) કૅફી
(B) આલ્કોહૉલ
(C) ઠંડાં પીણાં
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 206.
સામાન્ય રીતે કેફી પદાર્થો શામાંથી મેળવવવામાં આવે છે ?
(A) સપુષ્પી વનસ્પતિ
(B) ફૂગ
(C) બેક્ટરિયા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 207.
અફીણ કયા સંવેદનાગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે ?
(A) જઠરાંત્રિય માર્ગ
(B) મધ્યસ્થ ચેતાતંત્ર
(C) (A) અને (B)
(D) યકૃતનલિકા
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 208.
હેરોઇનનું અન્ય નામ જણાવો.
(A) સ્મક
(B) કોક
(C) ક્રેક
(D) અફીણ
ઉત્તર:
(A) સ્મક
પ્રશ્ન 209.
મોર્ફિનના એસિટાઇલેશનથી શું મેળવવામાં આવે છે ?
(A) મોર્ફિન
(B) ડાયએસિટાઇલ મોર્ફિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) ડાયએસિટાઇલ મોર્ફિન
પ્રશ્ન 210.
ચીકનગુનિયાનો ફેલાવો શેનાથી થાય છે ?
(A) ઘરમાખી
(B) એડિસ મચ્છર
(C) વંદો
(D) માદા એનોફિલિસ
ઉત્તર:
(B) એડિસ મચ્છર
પ્રશ્ન 211.
હેરોઇન કેવું પ્રવાહી છે?
(A) સફેદ
(B) વાસહીન કડવું
(C) સ્ફટિકમય
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 212.
કયું કેફી પદાર્થ ખસખસ વનસ્પતિના શિરાવિન્યાસમાંથી મેળવવામાં આવે છે ?
(A) અફીણ
(B) હેરોઇન
(C) ચરસ
(D) કોકેઈન
ઉત્તર:
(B) હેરોઇન
પ્રશ્ન 213.
હેરોઇન કેવી રીતે લેવામાં આવે છે ?
(A) નાસિકા દ્વારા
(B) મુખ અંતઃગ્રહણ દ્વારા
(C) ઈજેશન દ્વારા
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 214.
તણાવશામક અને શરીરનાં કાર્યોને ધીમા પાડનાર ફટિકમય પદાર્થ કયો છે ?
(A) હેરોઇન
(B) કોકેઈન
(C) કેનાબિનોઇસ
(D) કોક
ઉત્તર:
(A) હેરોઇન
પ્રશ્ન 215.
મગજના કેનાલિનોઇડ ગ્રાહકો સાથે પ્રક્રિયા કરનાર રસાયણ
(A) હેરોઇન
(B) કેનાલિનોઇ
(C) કોકેઈન
(D) (A) અને (C)
ઉત્તર:
(B) કેનાલિનોઇ
પ્રશ્ન 216.
કુદરતી કેનાલિનોઇડ ક્યાંથી મેળવવામાં આવે છે?
(A) ભાંગના પુષ્પવિન્યાસ
(B) કેનાલિસ સટાઇવાના પુષ્પવિન્યાસ
(C) (A) અને (B)
(D) એટ્રોપા બેલાડોના
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 217.
પ્રશ્ન કેનાલિસના ટોચના પુષ, પણ અને રાળનાં સંયોજનો દ્વારા શું બનાવાય છે ?
(A) હસીસ
(B) મરીઝુઆના
(C) ચરસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 218.
કેનાલિનોઇસ કઈ રીતે લેવામાં આવે છે ?
(A) અંતઃશ્વસન
(B) મુખ અંતઃગ્રહણ
(C) નાસિકા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 219.
કેનાલિનોઇડની અસર જણાવો.
(A) તણાવશામક
(B) દ્ધ પરિવહનતંત્રને અસર
(C) ભ્રામકતા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 220.
કોકા આલ્કલોઇડ ક્યાંની વનસ્પતિ છે ?
(A) દક્ષિણ અમેરિકા
(B) ઉત્તર અમેરિકા
(C) પૂર્વ અમેરિકા
(D) ભારત
ઉત્તર:
(A) દક્ષિણ અમેરિકા
પ્રશ્ન 221.
કોકેઇન શેમાંથી મેળવવામાં આવે છે?
(A) ઇરિશ્રોઝાયલમ સટાઈવા
(B) ઇરિથ્રોઝાયલમ કોકા
(C) કેનાબિત કોકા
(D) પેપર સોનિફેરા
ઉત્તર:
(B) ઇરિથ્રોઝાયલમ કોકા
પ્રશ્ન 222.
ખસખસનું વૈજ્ઞાનિક નામ જણાવો.
(A) Atropa belladonna
(B) Cannabis sativa
(C) Papaver somniferum
(D) Erythroxylam coca
ઉત્તર:
(C) Papaver somniferum
પ્રશ્ન 223.
કયો કેફી પદાર્થ ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે ?
(A) કોકેઇન
(B) અફીણ
(C) હેરોઇન
(D) ચરસ
ઉત્તર:
(A) કોકેઇન
પ્રશ્ન 224.
કોક કેવી રીતે લેવામાં આવે છે ?
(A) નાસિકા વાટે
(B) મુખ અંત ગ્રહણ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) નાસિકા વાટે
પ્રશ્ન 225.
ક્રેકની અસર જણાવો.
(A) ઉત્સાહની અનુભૂતિ
(B) ભ્રામકતા પ્રેરે
(C) મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 226.
હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓ માટે ઔષધ તરીકે ઉપયોગી ડ્રગ્સ કયું છે ?
(A) બાર્બીટ્યુરેટ
(B) બેન્ઝોડાયએપાઈન
(C) એમ્ફિટેમાઈન્સ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 227.
દર્દીઓ કે જેમને શસ્ત્રક્રિયા દરમિયાન શાંતિદાયક કે દર્દશામક ઔષધ તરીકે ઉપયોગી છે.
(A) મૉર્ફિન
(B) બાર્બટ્યુરેટ
(C) બેઝોડાયએઝેપાઇન
(D) એમ્ફિટેમાઈન્સ
ઉત્તર:
(A) મૉર્ફિન
પ્રશ્ન 228.
તમાકુમાં કયો રાસાયણિક પદાર્થ હોય છે?
(A) નિકોટીન
(B) આલ્કલાઇડ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 229.
નિકોટીન દ્વારા …………………………… ને ઉત્તેજના મળે છે.
(A) ઍડ્રિનલ ગ્રંથિ
(B) થાયમસ ગ્રંથિ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ઍડ્રિનલ ગ્રંથિ
પ્રશ્ન 230.
એડ્રિનલ ગ્રંથિ દ્વારા રુધિરપ્રવાહમાં શું મુક્ત થાય છે ?
(A) ઍડ્રેિનાલિન
(B) નોર ઍડ્રેિનાલિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 231.
નિકોટીનની અસર જણાવો.
(A) રુધિરનું દબાણ વધારે છે.
(B) ભ્રામકતા વધારે છે.
(C) હૃદયના ધબકારા વધારે છે.
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 232.
ધૂમ્રપાન કરવાથી કઈ અસર થાય છે ?
(A) કેન્સર
(B) બ્રોન્કાઇટિસ
(C) જઠરમાં ચાંદુ પડવું
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 233.
એમ્ફિસેમા, કોરોનરી સંબંધિત હૃદયનો રોગ કયા પદાર્થ સાથે સંકળાયેલ છે ?
(A) કોક
(B) નિકોટીન
(C) સ્મક
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) નિકોટીન
પ્રશ્ન 234.
ધૂમ્રપાનના કારણે શરીરમાં નીચે પૈકી કઈ અસર જોવા મળે છે?
(A) રુધિરમાં CO નું પ્રમાણ વધે છે.
(B) શરીરમાં O2 ની ઊણપ સર્જાય છે.
(C) હિમ સંબંધિત O2 ની સાંદ્રતાને ઘટાડે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 235.
વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયને શું કહે છે ?
(A) કિશોરાવસ્થા
(B) યુવા અવસ્થા
(C) તરુણ અવસ્થા
(D) બાલ્યા અવસ્થા
ઉત્તર:
(C) તરુણ અવસ્થા
પ્રશ્ન 236.
કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી સહનશીલતા અંકમાં શું ફેરફાર થાય છે
(A) આંક અચળ રહે છે.
(B) આંક ઊંચો જાય છે.
(C) આંક નીચો જાય છે.
(D) સહનશીલતા બંધ થાય છે.
ઉત્તર:
(B) આંક ઊંચો જાય છે.
પ્રશ્ન 237.
નિયમિત લેવામાં આવતા કેફી પદાર્થ કે દારૂનો એકાએક ત્યાગ કરવાથી કઈ ખામી સર્જાય છે ?
(A) યકૃત સીરોસિસ
(B) વિડ્રોઅલ સિન્ડ્રોમ
(C) ડાઉન્સ સિન્ડ્રોમ
(D) વિડોલ સિન્ડ્રોમ
ઉત્તર:
(B) વિડ્રોઅલ સિન્ડ્રોમ
પ્રશ્ન 238.
નીચે આપેલ કઈ અસર વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર નથી ?
(A) બેચેની
(B) ચક્કર આવવા
(C) રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધવું
(D) પરસેવો થવો
ઉત્તર:
(C) રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધવું
પ્રશ્ન 239.
વધુ પડતાં કેફી પદાર્થ કે નશાકારક પદાર્થના ઉપયોગથી કઈ અસર જોવા મળે છે ?
(A) શ્વસનતંત્રની નિષ્ફળતા
(B) હૃદયની નિષ્ફળતા
(C) મગજમાં રક્તસ્રાવ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 240.
ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી શરીરના કયા ભાગોને હાનિ પહોંચે છે ?
(A) ચેતાતંત્ર
(B) યકૃત
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 241.
રમતવીરો માંસલ શકિતનું પ્રમાણ વધારવા અને આક્રમકતાનો વધારો કરવા શેનો ઉપયોગ કરે છે ?
(A) એનાબોલિક સ્ટેરોઇસ
(B) ડાયયુરેટિક્સ દવાઓ
(C) અંતઃસ્ત્રાવો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 242.
મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી કઈ અસર જોવા મળે છે?
(A) ભગ્ન શિશ્નિકામાં વધારો
(B) શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ભગ્ન શિશ્નિકામાં વધારો
પ્રશ્ન 243.
પુરુષમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી કઈ અસર જોવા મળે છે ?
(A) મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો
(B) પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી
(C) શુક્રપિંડ કદમાં ઘટાડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 244.
સાભોનેલા ટાઇફી બેકટેરિયા મનુષ્યના કયા અંગમાં જોવા મળે છે ?
(A) મૂત્રમાર્ગ
(B) આંત્રમાર્ગ
(C) શ્વસન માર્ગ
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) આંત્રમાર્ગ
પ્રશ્ન 245.
નીચેનામાંથી કયા રોગમાં ફેફસાંને ગંભીર નુકસાન થાય છે ?
(A) ન્યુમોનિયા
(B) મેલેરિયા
(C) ટાઇફૉઈડ
(D) શરદી
ઉત્તર:
(A) ન્યુમોનિયા
પ્રશ્ન 246.
રિહનો વાઇરસ કયા રોગ માટે જવાબદાર છે ?
(A) ન્યુમોનિયા
(B) AIDS
(C) સામાન્ય શરદી
(D) મેલેરિયા
ઉત્તર:
(C) સામાન્ય શરદી
પ્રશ્ન 247.
નીચેનામાંથી કયા વિષને કારણે વધુ તાવ પ્રેરાય છે?
(A) હિમોગ્લોબિન
(B) હિમોઝોઇન
(C) હિમોસાયનીન
(D) હિમોરીડીન
ઉત્તર:
(B) હિમોઝોઇન
પ્રશ્ન 248.
નીચેનામાંથી કયા રોગ દરમિયાન આંતરિક રક્તસ્રાવ, નાયુમય દુખાવો, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ સર્જાય છે ?
(A) ફિલારીઆસિસ
(B) અમીબીઆસિસ
(C) એસ્કેરીઆસિસ
(D) મેલેરિયા
ઉત્તર:
(C) એસ્કેરીઆસિસ
પ્રશ્ન 249.
મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે ?
(A) રિનો વાઇરસ
(B) પ્લાઝમોડિયમ
(C) હિમોફિલસ
(D) મેક્રોસ્પોરમ
ઉત્તર:
(B) પ્લાઝમોડિયમ
પ્રશ્ન 250.
નીચેનામાંથી કયો દેહધાર્મિક અંતરાય છે?
(A) મેક્રોફેઝ
(B) ત્વચા
(C) લાળ
(D) મૂત્રજનનમાર્ગ
ઉત્તર:
(C) લાળ
પ્રશ્ન 251.
HIVમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે?
(A) DNA
(B) RNA
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) RNA
પ્રશ્ન 252.
રિટ્રોવાઇરસથી કયો રોગ થાય છે?
(A) મેલેરિયા
(B) AIDS
(C) કૅન્સર
(D) શરદી
ઉત્તર:
(B) AIDS
પ્રશ્ન 253.
પ્રાથમિક લસિકા અંગ કયું છે ?
(A) લંબમજ્જા
(B) આંત્રપુચ્છ
(C) લસિકા ગાંઠ
(D) અસ્થિમજ્જા
ઉત્તર:
(D) અસ્થિમજ્જા
પ્રશ્ન 254.
લોકોને AIDS અંગેની જાગૃતિ આપવા કઈ સંસ્થા કાર્યરત છે?
(A) WHO
(B) NGOs
(C) NACO
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 255.
રુધિરમાં જોવા મળતા કેન્સરને શું કહે છે ?
(A) સારકોમાં
(B) કાર્સિનોમા
(C) લ્યુકેમિયા
(D) મેલેનોમા
ઉત્તર:
(C) લ્યુકેમિયા
પ્રશ્ન 256.
શરીરના આંતરિક ભાગોમાં કેન્સરની તપાસ માટે કઈ
તક્નીકનો ઉપયોગ થાય ?
(A) CT
(B) MRI
(C) CAT
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 257.
લોહીમાં ઇજેકશન દ્વારા કેફી પદાર્થ લેવાય તો સોયને લીધે કયો રોગ થવાની શકયતા છે?
(A) AIDS
(B) કૅન્સર
(C) કમળો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) AIDS
પ્રશ્ન 258.
ઇન્ટરફેરોનનો સાવ કોણ કરે છે ?
(A) વાઇરસગ્રસ્ત કોષ
(B) બેક્ટરિયા
(C) પ્રજીવ
(D) રીબોઝોમ
ઉત્તર:
(A) વાઇરસગ્રસ્ત કોષ
પ્રશ્ન 259.
અસંગત વિકલ્પ ઓળખો.
(A) મેલેરિયા
(B) ટાઇફોઈડ
(C) ન્યુમોનિયા
(D) HIV
ઉત્તર:
(D) HIV
પ્રશ્ન 260.
કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?
(A) ગાંજો
(B) કોકેન
(C) LSD
(D) બાર્બીટ્યુરેટ
ઉત્તર:
(D) બાર્બીટ્યુરેટ
પ્રશ્ન 261.
મેક્રોફેઝમાં વાઇરસનું જનીનદ્રવ્ય કયા ઉન્સેચકની મદદથી DNAમાં સ્વયંજનન પામે છે ?
(A) DNA પોલિમરેઝ
(B) RNA પોલિમરેઝ
(C) ટ્રાન્સક્રિપ્ટેઝ
(D) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
ઉત્તર:
(D) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
પ્રશ્ન 262.
કઈ તકનીકમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાય છે ?
(A) CT
(B) MRI
(C) સોનોગ્રાફી
(D) બાયોપ્સી
ઉત્તર:
(B) MRI
પ્રશ્ન 263.
યીસ્ટમાંથી કયા રોગની રસી બનાવવામાં આવે છે ?
(A) મેલેરિયા
(B) હિપેટાઇટીસ – B
(C) કેન્સર
(D) એઇટ્સ
ઉત્તર:
(B) હિપેટાઇટીસ – B
પ્રશ્ન 264.
કઈ પેશી જન્મ સમયે મોટા કદની હોય છે અને ઉંમર વધવાની સાથે નાની થતી જાય છે ?
(A) થાયમસ
(B) થાઇરૉઇડ
(C) અસ્થિમજ્જા
(D) લસિકા ગાંઠ
ઉત્તર:
(A) થાયમસ
પ્રશ્ન 265.
કયું ઔષધ એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે ?
(A) ઍન્ટિ હિસ્ટમાઇન
(B) એપ્રિનાલિન
(C) સ્ટેરોઇડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 266.
એલર્જી માટે સર્જાતા એન્ટિબોડી કયા પ્રકારના હોય છે ?
(A) IgA
(B) IgE
(C) IgM
(D) IgG
ઉત્તર:
(B) IgE
પ્રશ્ન 267.
કોષીય મધ્યસ્થી પ્રતિકારકતાનું માધ્યમ કયા કોષો બને છે ?
(A) B – કોષો
(B) T – કોષો
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહિ
ઉત્તર:
(B) T – કોષો
પ્રશ્ન 268.
બરોળ ક્યા કોષોનું મોટું સંગ્રહસ્થાન છે ?
(A) મોનોસાઇટ્સ
(B) લિમ્ફોસાઇટ્સ
(C) લ્યુકોસાઇટ્સ
(D) ઈરિથ્રોસાઇટ્સ
ઉત્તર:
(D) ઈરિથ્રોસાઇટ્સ
પ્રશ્ન 269.
રોગિષ્ઠ માતા દ્વારા ગર્ભસ્થ શિશુમાં AIDS કઈ રીતે થાય છે ?
(A) યકૃત
(B) જરાય
(C) ત્વચા
(D) આપેલ એક પણ નહિ
ઉત્તર:
(B) જરાય
પ્રશ્ન 270.
લસિકા ગાંઠ શેમાં રહેલ સૂક્ષ્મજીવોને જકડી રાખે છે ?
(A) લસિકા રુધિર
(B) રુધિરરસ અને પેશીય જળ
(C) પેશીય જળ અને લસિકા
(D) રુધિરરસ અને લસિકા
ઉત્તર:
(C) પેશીય જળ અને લસિકા
પ્રશ્ન 271.
નીચેનામાંથી કયું દ્વિતીય લસિકા અંગ છે?
(A) અસ્થિમજ્જા
(B) થાયમસ
(C) એપ્રિનલ
(D) બરોળ
ઉત્તર:
(D) બરોળ
પ્રશ્ન 272.
એલજી પ્રેરતાં દ્રવ્યોને શું કહે છે?
(A) એન્ટિબોડી
(B) ઍલર્જન્સ
(C) લસિકા
(D) ઍન્ટિજન
ઉત્તર:
(B) ઍલર્જન્સ
પ્રશ્ન 273.
હસીસ અને ચરસ શેમાંથી મેળવાય છે?
(A) પાપાવર
(B) કેનાલિસ
(C) ઇરિશ્રોઝાયલમ
(D) તમાકુ
ઉત્તર:
(B) કેનાલિસ
પ્રશ્ન 274.
નિકોટીન શું છે ?
(A) આલ્કલોઇડ
(B) સ્ટેરોઇડ
(C) ફ્લેવેનોઇડ
(D) ટર્પેનોઇડ
ઉત્તર:
(A) આલ્કલોઇડ
A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દર્શાવે છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(C) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 275.
A : તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં પડે છે.
R : સાભોનેલા ટાઇફી મનુષ્યમાં ટાઇફોઈડનો તાવ પ્રેરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 276.
A : એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા અમીબીય મરડો થાય છે
R : અમીબીય મરડા માટે વિશાલ કસોટી કરાય છે
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 277.
A : માઇક્રોસ્પોરમ દાદર માટે જવાબદાર છે.
R : તેનો ફેલાવો દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 278.
A : ટાઇફોઈડમાં જઠરમાં દુખાવો, કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
R : રોગગ્રસ્ત સ્થિતિમાં સલ્મોનેલા ટાઇફી મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 279.
A : એન્ટિબોડીની આવિક રચના H2L2 સ્વરૂપે છે.
R : IgA, IgM, IgG, IgE એન્ટિબોડીના પ્રકાર છે
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 280.
A : માતાના સ્ટેનમાંથી સવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ છે.
R : lgE વિપુલ માત્રમાં હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 281.
A : કેનાલિનોઇડ ભાંગ વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવાય છે.
R : હ્મ પરિવહનતંત્રને અસર કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 282.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) ભૌતિક અંતરાય | (p) શ્વેતકણ |
(b) દેહધાર્મિક અંતરાય | (q) ઇન્ટરફેરોન |
(c) કોષાંતરીય અંતરાય | (r) ત્વચા |
(d) કોષીય અંતરાય | (s) અશ્રુ |
(A) (a – r), (b – s), (c – q), (d – p)
(B) (a – s), (b – r), (c – p), (d – q)
(C) (a – s), (b – r), (c – q), (d – p)
(D) (a – r), (b – s), (d – p), (c – q)
ઉત્તર:
(D) (a – r), (b – s), (d – p), (c – q)
પ્રશ્ન 283.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) અફીણ | (p) હૃદય પરિવહનતંત્રને અસર |
(b) કેનાલિનોઇસ | (q) ઔષધ સ્વરૂપ |
(c) કોકેઇન | (r) સંવેદના ગ્રાહિઓ સાથે જોડાણ |
(d) બાર્બીટ્યુરેટ | (s) ઉત્સાહની અનુભૂતિ |
(A) (a – r), (b – p), (c – s), (d – q)
(B) (a – p), (b – q), (c – s), (d – r)
(C) (a – q), (b – r), (c – s), (d – p)
(D) (a – r), (b – q), (c – s), (d – p)
ઉત્તર:
(A) (a – r), (b – p), (c – s), (d – q)
પ્રશ્ન 284.
કોલમ – I, કોલમ – II અને કોલમ – III યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II | કોલમ – III |
(w) ટાઇફોઈડ | (a) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની | (p) ચેપગ્રસ્તની પેન |
(x) ન્યુમોનિયા | (b) ફિલોરિઅલ | (q) ગળફા |
(y) શરદી | (c) સાભોનેબા ટાઇફી | (r) મનુષ્યની ત્વચા |
(z) હાથીપગો | (d) રિનોવાઇરસ | (s) દર્દીના મળ દ્વારા |
(A) (w – a – s), (x – d – q), (y – c – p), (z – b – r)
(B) (w – d – s), (x – a – q), (y – c – p), (z – b – r)
(C) (w – c – s), (x – a – q), (y – d – p), (z – b – r)
(D) (w – a – s), (x – b – q), (y – d – r), (z – c – p)
ઉત્તર:
(C) (w – c – s), (x – a – q), (y – d – p), (z – b – r)
પ્રશ્ન 285.
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ? [NEET – 2013]
(A) ઇરિથ્રોસાઇટ (રક્તકણો)
(B) T – લિમ્ફોસાઇટ
(C) B – લિમ્ફોસાઇટ
(D) થ્રોમ્બોસાઇટ (ત્રાકકણો)
ઉત્તર:
(B) T – લિમ્ફોસાઇટ
પ્રશ્ન 286.
એસ્કેરિસ (કરમિયા)નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ? [NEET – 2013]
(A) મચ્છરના કરડવાથી
(B) કરમિયાનાં ઈંડાં ધરાવતું પાણી પીવાથી
(C) અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી
(D) સે-સે માખી
ઉત્તર:
(B) કરમિયાનાં ઈંડાં ધરાવતું પાણી પીવાથી
પ્રશ્ન 287.
નીચેના પૈકી કઈ ફૂગ ફેલ્યુસીનોઝન્સ ધરાવે છે ? [INEET – 2014 ]
(A) મોર્સેલા એસક્યુલેન્ટા
(B) એમેનીટા મુસ્કેરીઆ
(C) ન્યુરોસ્પોરા
(D) યુસ્ટીલાગો
ઉત્તર:
(B) એમેનીટા મુસ્કેરીઆ
પ્રશ્ન 288.
HIV ઈન્વેક્શનના નીચેના પૈકી કયા તબક્કામાં AIDS ના લક્ષણો જોવા મળે છે ? [NEET – 2014]
(A) સંક્રમિત વ્યક્તિ સાથે સમાગમ કર્યાના 15 દિવસ બાદ
(B) રિટ્રોવાઇરસ યજમાન કોષમાં દાખલ થાય ત્યારે
(C) જયારે HIV મદદકર્તા T-લિમ્ફોસાઇટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે
(D) જયારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ દ્વારા વાઇરલ-DNA સર્જાય ત્યારે
ઉત્તર:
(C) જયારે HIV મદદકર્તા T-લિમ્ફોસાઇટનો મોટા પ્રમાણમાં નાશ કરે ત્યારે
પ્રશ્ન 289.
નીચે દશવિલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે ? [NEET – 2014 ]
(A) હેલ્યુસીનોજન (ભ્રમ રચનાર રસાયણ)
(B) હતાશા પ્રેરનાર
(C) ઉત્તેજના પ્રેરનાર
(D) દર્દ (પીડા) નિવારક
ઉત્તર:
(A) હેલ્યુસીનોજન (ભ્રમ રચનાર રસાયણ)
પ્રશ્ન 290.
માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે ? [NEET – 2015]
(A) IgG
(B) IgD
(C) IgM
(D) IgA
ઉત્તર:
(D) IgA
પ્રશ્ન 291.
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે. કારણ કે, ……………………… [NEET – 2015
(A) જન્મજાત પ્રતિકારકતા
(B) કોષરસીય પ્રતિકારકતા
(C) કોષીય પ્રતિકારકતા
(D) નિષ્ક્રિય પ્રતિકારકતા
ઉત્તર:
(C) કોષીય પ્રતિકારકતા
પ્રશ્ન 292.
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે? [NEET – 2015)
(A) સિફિલિસ
(B) ઇન્ફલુએન્ઝા
(C) બેબેસિઓસીસ
(D) બ્લાસ્ટોમાયકોસીસ
ઉત્તર:
(D) બ્લાસ્ટોમાયકોસીસ
પ્રશ્ન 293.
જો તમે વ્યક્તિમાં એન્ટિબોડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ? [NEET – 2015).
(A) સીરમ ગ્લોબ્યુલિન
(B) રુધિરરસમાં ફાઇબ્રીનોજન
(C) સીરમ આવ્યુમીન
(D) હિમોસાઇટ્સ
ઉત્તર:
(A) સીરમ ગ્લોબ્યુલિન
પ્રશ્ન 294.
નીચે દશવિલ રોગોની જોડીઓ પૈકી કઈ બેક્ટરિયાથી થાય છે ? [NEET- II – 2016)
(A) ધનુર અને ગાલપચોળિયું
(B) હર્પિસ અને ઇન્ફલ્યુએન્ઝા
(C) કૉલેરા અને ધનુર
(D) ટાઈફૉઈડ અને શીતળા
ઉત્તર:
(C) કૉલેરા અને ધનુર
પ્રશ્ન 295.
નીચે આપેલ પૈકી, એઇડ્રેસ (AIDS) માટે જવાબદાર એજન્ટ HIV માટે શું સાચું છે ? [NEET – II – 2016].
(A) HIV એ આવરણ વગરનો રિટ્રોવાઇરસ છે.
(B) HIV દૂર થતો નથી પરંતુ એક્વાયર્ડ ઈમ્યુન પ્રતિકારકતા ઉપર હુમલો કરે છે.
(C) HIV એ આવરિત વાઇરસ છે. તે બે એકલસૂત્રી RNAના એકસરખા બે અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના બે અણુ ધરાવે છે.
(D) HIV એ આવરિત વાઇરસ છે. જે બે એકલસૂત્રી RNAનો એક અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો એક અણુ ધરાવે છે.
ઉત્તર:
(D) HIV એ આવરિત વાઇરસ છે. જે બે એકલસૂત્રી RNAનો એક અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનો એક અણુ ધરાવે છે.
પ્રશ્ન 296.
પ્રતિવિષ ઇજેકશનમાં તૈયાર કરેલ એન્ટિબોડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મોં દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે? [NEET – I- 2016]
(A) બનાવવામાં આવેલ ઍન્ટિબૉડી
(B) ગામા ગ્લોબ્યુલિન
(C) નાશ કરેલ રોગજન્ય જીવાણુઓ
(D) સક્રિય બનાવેલ રોગજન્ય જીવાણુઓ
ઉત્તર:
(C) નાશ કરેલ રોગજન્ય જીવાણુઓ
પ્રશ્ન 297.
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિના સંબંધમાં કેન્સર કોષો માટે સાચું નથી? [NEET -1- 2016]
(A) વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
(B) વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
(C) વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
(D) વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
ઉત્તર:
(C) વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
પ્રશ્ન 298.
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે ……………….. [NEET – I-2016].
(A) પ્રત્યારોપણનો વિરોધ કરે છે.
(B) સ્વપ્રતિકાર રોગ
(C) સક્રિય પ્રતિરક્ષા
(D) ઍલર્જીની અસર
ઉત્તર:
(B) સ્વપ્રતિકાર રોગ
પ્રશ્ન 299.
અસ્થમાનું કારણ શું હોય છે ? [NEET – I – 2016]
(A) માસ્ટકોષોની ફેફસાંમાં ઍલર્જિક અસર
(B) શ્વાસનળીમાં સોજો
(C) ફેફસાંમાં પ્રવાહી ભરાઈ જવાથી
(D) ફેફસાંમાં બૅક્ટરિયાનો ચેપ લાગવો.
ઉત્તર:
(A) માસ્ટકોષોની ફેફસાંમાં ઍલર્જિક અસર
પ્રશ્ન 300.
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે. કારણ કે, દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે ? [NEET – 2017]
(A) સ્વપ્રતિકારકતા પ્રતિચાર
(B) કોષ(આધારિત) પ્રતિકારકતા પ્રતિચાર
(C) અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
(D) દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
ઉત્તર:
(A) સ્વપ્રતિકારકતા પ્રતિચાર
પ્રશ્ન 301.
MALT એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ………………. ધરાવે છે. [NEET – 2017]
(A) 50 %
(B) 20 %
(C) 70 %
(D) 10 %
ઉત્તર:
(A) 50 %
પ્રશ્ન 302.
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે ? [NEET – 2018]
(A) એમીબાયોસિસ
(B) એલીફન્ટાસિસ
(C) રિંગવર્મ ડિસીઝ
(D) એસ્કેરિએસિસ
ઉત્તર:
(B) એલીફન્ટાસિસ
પ્રશ્ન 303.
“મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે ? [NEET – 2018
(A) પર્ણો
(B) પુષ્પો
(C) મૂળ
(D) ક્ષીર (લેટેક્સ)
ઉત્તર:
(B) પુષ્પો
પ્રશ્ન 304.
નીચે પૈકીનો કયો ઇમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફટના પ્રત્યાર્પણ અસ્વીકાર માટે જવાબદાર છે ?[NEET – 2019].
(A) સેલ-મેડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ
(B) ઓટો-ઇમ્યુન રિસ્પોન્સ
(C) હ્યુમોરલ ઈમ્યુન રિસ્પોન્સ
(D) ઇન્ફલેમેટરી (દાહપ્રેરક) ઇમ્યુન રિસ્પોન્સ
ઉત્તર:
(A) સેલ-મેડિયેટેડ ઇમ્યુન રિસ્પોન્સ
પ્રશ્ન 305.
“હેરોઇન’ નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છે ? [NEET – 2019].
(A) મૉર્ફિનનું નાઈટ્રેશન
(B) મૉર્ફિનનું મિથાઇલેશન
(C) મોર્ફિનનું એસિટાઇલેશન
(D) મૉર્ફિનનું ગ્લાયકોસાઇલેશન
ઉત્તર:
(C) મોર્ફિનનું એસિટાઇલેશન
પ્રશ્ન 306.
ટાઇફોઇડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો. [NEET – 2019].
(A) સાલ્મોનેલા ટાયફી / વિડાલ કસોટી
(B) પ્લાઝમોડિયમ હાઈવેક્સ / UTI કસોટી
(C) સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની / વિડાલ કસોટી
(D) શૈલ્મોનેલા ટાયફી / એન્જોન કસોટી
ઉત્તર:
(A) સાલ્મોનેલા ટાયફી / વિડાલ કસોટી
પ્રશ્ન 307.
ઇન્ટરફેરોનનો સ્રાવ એ …………………… અંતરાય છે. [માર્ચ – 2020].
(A) કોષાંતરીય
(B) દેહધાર્મિક
(C) શારીરિક
(D) કોષરસીય
ઉત્તર:
(D) કોષરસીય
પ્રશ્ન 308.
કોલોસ્ટ્રોમમાં એન્ટિબોડી ……………………… પુષ્કળ માત્રામાં હોય છે. [માર્ચ – 2020]
(A) IgM
(B) IgG
(C) IgA
(D) IgE
ઉત્તર:
(C) IgA
પ્રશ્ન 309.
કેન્સરના દર્દીને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો તરીકે ………………….. આપવામાં આવે છે. [માર્ચ -2020].
(A) γ – ઈન્ટરફેરોન
(B) β – ઇન્ટરફેરોન
(C) α – ઇન્ટરફેરોન
(D) ∆ – ઇન્ટરફેરોન
ઉત્તર:
(C) α – ઇન્ટરફેરોન
પ્રશ્ન 310.
યોગ્ય જોડકાં જોડો. માર્ચ – 2020] :
કોલમ – I | કોલમ – II |
(i) સાભોનેલા ટાયફી | (p) મેલેરિયા |
(ii) પ્લાસ્મોડિયમ | (q) ટાઈફોઈડ |
(iii) એન્ટ અમીબા હિસ્ટોલાયટિકા | (r) દાદર |
(iv) એપિડફાયટોન | (s) અમીબીઆસીસ |
(A) (i – q), (ii – r), (iii – s), (iv – p)
(B) (i – r), (ii – q), (iii – p), (iv – s)
(C) (i – q), (ii – p), (iii – s), (iv – r)
(D) (i- p), (ii – q), (iii – r), (iv – s)
ઉત્તર:
(C) (i – q), (ii – p), (iii – s), (iv – r)
પ્રશ્ન 311.
મોર્ફિનના એસિટાઈલેશનથી શું મેળવવામાં આવે છે ? [ઓગસ્ટ – 2020].
(A) કોકેઈન
(B) અફીણ
(C) બ્રાઉન સુગર
(D) હેરોઈન
ઉત્તર:
(D) હેરોઈન
પ્રશ્ન 312.
નીચેના પૈકી કયો વિકલ્પ નિષ્ક્રિય પ્રતિકારકતા સાથે સંબંધિત નથી ? [ઓગસ્ટ – 2020]
(A) કોલોસ્ટ્રોમ
(B) સર્પવિષ વિરુદ્ધ રસી
(C) પોલિયો રસી
(D) ધનુર રસી
ઉત્તર:
(C) પોલિયો રસી
પ્રશ્ન 313.
…………………… એ ઈરિથ્રોસાઈટ્સનું મોટું સંગ્રહ સ્થાન છે. [ઓગસ્ટ-2020].
(A) મૂત્રપિંડ
(B) બરોળ
(C) યકૃત
(D) થાયમસ
ઉત્તર:
(B) બરોળ
પ્રશ્ન 314.
બેચેની, કંપારી, ઉબકા અને પરસેવા વગેરે લક્ષણો કયા રોગમાં જોવા મળે છે ? [ઓગસ્ટ -2020]
(A) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
(B) ડાઉન્સ સિન્ડ્રોમ
(C) ટર્નસ સિન્ડ્રોમ
(D) વિડ્રોઅલ સિન્ડ્રોમ
ઉત્તર:
(D) વિડ્રોઅલ સિન્ડ્રોમ
પ્રશ્ન 315.
કોલમ – I અને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. [GUJCET -2020]
કોલમ – I | કોલમ – II |
(i) કોષાંતરીય અંતરાય | (p) મુખમાંની લાળ |
(ii) દેહધાર્મિક અંતરાય | (q) ઈન્ટરફેરોન |
(iii) કોષરસીય અંતરાય | (r) નૈસર્ગિક મારક કોષો |
(iv)શારીરિક અંતરાય | (s) શ્વસન માર્ગનું શ્લેખ આવરણ |
(A) (i – p) (ii – s) (iii – r) (iv – q)
(B) (i – r) (ii – q) (iii – s) (iv – p)
(C) (i – r) (ii – p) (iii – q) (iv – s)
(D) (i – p) (ii – q) (iii – s) (iv – r)
ઉત્તર:
(C) (i – r) (ii – p) (iii – q) (iv – s)
પ્રશ્ન 316.
દુગ્ધરાવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સવતું પીળાશ પડતું પ્રવાહી “કોલોસ્ટ્રોમ’ શાનું ઉદાહરણ છે ? [GUJCET – 2020].
(A) સક્રિય પ્રતિકારકતા
(B) નિષ્ક્રિય પ્રતિકારકતા
(C) સ્વપ્રતિકારકતા
(D) કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા
ઉત્તર:
(B) નિષ્ક્રિય પ્રતિકારકતા
પ્રશ્ન 317.
કોલમ – I અને કોલમ – II ૫ ની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. [GUJCET – 2020].
કોલમ – I | કોલમ – II |
(i) પાપાવર સોમનીફેરમ | (p) મેરીજુઆના |
(ii) કેનાબિસ સટાઈવા | (q) કોકેઈન |
(iii) ઈરોઝાયલમ કોકા | (r) ભ્રામકતા પ્રેરક |
(iv) ધતૂરો | (s) ઓપીઓઇટ્સ |
(A) (i- p) (ii – q) (iii – r) (iv – s)
(B) (i – s) (ii – p) (iii – q) (iv – r)
(C) (i – q) (ii – r) (iii – s) (iv – p)
(D) (i – r) (ii – s) (iii – p) (iv – q)
ઉત્તર:
(B) (i – s) (ii – p) (iii – q) (iv – r)
પ્રશ્ન 318.
એક વ્યક્તિના પશ્ચઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે. તો તે વ્યક્તિમાં કયો રોગ હશે ? [GUJCET – 2020].
(A) ફિલારિઆસિસ
(B) અમીબીઆસિસ
(C) એસ્કેરિઆસિસ
(D) મેલેરિયા
ઉત્તર:
(A) ફિલારિઆસિસ
પ્રશ્ન 319.
જાતીય સંક્રમિત રોગોનો સમાવેશ થતો હોય તેવો વિકલા પસંદ કરો. [NEET – 2020].
(A) ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ
(B) ગોનોરિયા, મેલેરિયા, જનનાંગીય હર્પિસ
(C) AIDS, મેલેરિયા, ફાઇલેરિયા
(D) કૅન્સર, AIDs ,સિફિલિસ
ઉત્તર:
(A) ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ
પ્રશ્ન 320.
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો : [NEET -2020]
(A) જયારે પ્રતિજન (જીવિત કે મૃત)નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા’ કહે છે.
(B) જયારે તૈયાર પ્રતિદ્રવ્યને સીધું આપવામાં આવે તો તેને નિષ્ક્રિય રોગપ્રતિકારકતા’ કહે છે.
(C) સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભાવ આપે છે.
(D) ગર્ભ કેટલુંક પ્રતિદ્રવ્ય માતામાંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.
ઉત્તર:
(C) સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભાવ આપે છે.
પ્રશ્ન 321.
નીચેના રોગોને તેના માટે કારણભૂત સજીવો સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો : [NEET -2020)
કલમ – I | કલમ – II |
(a) ટાઇફોઇડ | (i) બુકેરેરિયા |
(b) ન્યુમોનિયા | (ii) પ્લાઝમોડિયમ |
(c) ફાઇલેરિએસિસ | (iii) સાલ્મોનેલા |
(d) મેલેરિયા | (iv) હીમોફિલસ |
(A) (a – i), (b – iii), (c – ii), (d – iv)
(B) (a – iii), (b – iv), (c – i), (d – ii)
(C) (a – ii), (b – i), (c – iii), (d – iv)
(D) (a – iv), (b – i), (c – ii), (d – iii)
ઉત્તર:
(B) (a – iii), (b – iv), (c – i), (d – ii)
પ્રશ્ન 322.
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડિયમનો ચેપી તબક્કો …………………………… છે. [NEET -2020]
(A) ટ્રોફોઝોઇન્ટ્સ
(B) સ્પોરોઝોઇન્ટ્સ
(C) માદા જન્યુકોષ
(D) નર જન્યુકોષ
ઉત્તર:
(B) સ્પોરોઝોઇન્ટ્સ