Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ in Gujarati
પ્રશ્ન 1.
પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તથા તેની સુરક્ષા કરવા માટે ભારત સરકારે કઈ સાલમાં પર્યાવરણ અધિનિયમ પસાર કર્યો ?
(A) 1985
(B) 1986
(C) 2001
(D) 1971
ઉત્તર:
(B) 1986
પ્રશ્ન 2.
માર્જક સંરચના કેવા વાયુઓને દૂર કરી શકે છે ?
(A) સલ્ફર ઑક્સાઇડ
(B) કાર્બન ડાયોક્સાઇડ
(C) સલ્ફર ડાયોક્સાઈડ
(D) કાર્બન ઑક્સાઇડ
ઉત્તર:
(C) સલ્ફર ડાયોક્સાઈડ
પ્રશ્ન 3.
માર્જકમાં નિકાલ પામતાં દ્રવ્યો ……………………….. માંથી પસાર થાય છે.
(A) પાણી
(B) ચૂનાના ફુવારા
(C) જેલ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 4.
ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો તરીકે કોનો ઉપયોગ કરાય છે ?
(A) પ્લેટિનમ
(B) પેલેડિયમ
(C) રોડિયમ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 5.
નિકાલ પામતાં દ્રવ્યો ઉદીપકીય પરિવર્તકમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ ………………………… માં રૂપાંતરિત થાય છે.
(A) કાર્બન ડાયોક્સાઇડ
(B) પાણી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 6.
ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થતા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ શેમાં રૂપાંતરિત થાય છે ?
(A) નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ
(B) કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન
(C) પાણી, કાર્બન ડાયોક્સાઇડ
(D) પાણી, નાઇટ્રોજન
ઉત્તર:
(B) કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન
પ્રશ્ન 7.
ધ એર એકટમાં કઈ સાલમાં સુધારો કરવામાં આવ્યો ?
(A) 1987
(B) 1981
(C) 1985
(D) 1980
ઉત્તર:
(A) 1987
પ્રશ્ન 8.
સુધારો કરેલ એર એક્ટમાં હવાના પ્રદૂષક તરીકે ………………………………. નો સમાવેશ કરવામાં આવ્યો.
(A) ઘોંઘાટ
(B) વાહન
(C) વાયુ
(D) એક પણ નહીં.
ઉત્તર:
(A) ઘોંઘાટ
પ્રશ્ન 9.
જેટવિમાન કે રોકેટના ઊંડાણ વખતે કેટલો ધ્વનિતર સર્જાય છે ?
(A) 100 dB કરતાં વધુ
(B) 120 dB કરતાં વધુ
(C) 150 MB કરતાં વધુ
(D) 150 GB કરતાં ઓછો
ઉત્તર:
(C) 150 MB કરતાં વધુ
પ્રશ્ન 10.
મનુષ્યમાં ઘોંઘાટના કારણે સર્જાતી સમસ્યા વર્ણવો.
(A) નિરાશ
(B) અનિદ્રા
(C) Æયના ધબકારા વધવા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 11.
1990ના આંકડા મુજબ 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્લી કયા ક્રમે છે ?
(A) બીજા
(B) ચોથા
(C) છઠ્ઠા
(D) નવમાં
ઉત્તર:
(B) ચોથા
પ્રશ્ન 12.
બસોમાં ડીઝલના સ્થાને …………………………… નું પ્રયોજન કરવું યોગ્ય છે.
(A) PNG
(B) CNG
(C) ડીઝલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) CNG
પ્રશ્ન 13.
CNG માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) CNG સૌથી વધુ સારી રીતે દહનક્ષમ છે.
(B) પેટ્રોલ ડીઝલની જેમ ભેળસેળ થઈ શકે છે.
(C) ચોરો દ્વારા ચોરાઈ શકાતો નથી.
(D) ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો છૂટી જાય છે.
ઉત્તર:
(B) પેટ્રોલ ડીઝલની જેમ ભેળસેળ થઈ શકે છે.
પ્રશ્ન 14.
પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે દિલ્લીમાં કયાં પગલાંઓ લેવામાં આવ્યા ?
(a) ધીરે ધીરે જૂના વાહનોનો નિકાલ કરવો.
(b) સીસારહિત પેટ્રોલનો ઉપયોગ
(c) ઉદ્દીપક પરિવર્તકોનો ઉપયોગ
(d) ઓછા સલ્ફરયુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ
(A) b અને c
(B) b, c, d
(C) a, b, d
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 15.
1997 થી 2005 વચ્ચે દિલ્લીમાં કયા વાયુનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું હતું ?
(A) CO2
(B) SO 2
(C) NO2
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 16.
ભારત સરકારે ધ વોટર એક્ટ કયા વર્ષમાં પસાર કર્યો ?
(A) 1970
(B) 1974
(C) 1984
(D) 1991
ઉત્તર:
(B) 1974
પ્રશ્ન 17.
નદીમાં ભેળવેલ અશુદ્ધિઓનું પ્રમાણ કેટલું હોય છે ?
(A) 0.1%
(B) 0.2%
(C) 0.001%
(D) 0.01%
ઉત્તર:
(A) 0.1%
પ્રશ્ન 18.
પ્રદૂષિત પાણીમાં ઓગળેલા ક્ષારો કયા છે ?
(A) નાઇટ્રેટ્સ
(B) ફૉસ્ટેટ્સ
(C) ઝેરી ધાતુ આયન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 19.
દવાખાનામાંના વાહિત મળનો ઉચિત સારવાર કર્યા વગર પાણીમાં નિકાલ કરાતા કઈ સમસ્યા સર્જાય છે ?
(A) મરડો
(B) કમળો
(C) કૉલેરા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 20.
અનુક્રમિત પોષક સ્તરે પાણીમાં DDTનું સંકેન્દ્ર કેટલું છે?
(A) 0.003 ppb
(B) 0.04 ppm
(C) 0.5 ppm
(D) 0.03 ppm
ઉત્તર:
(A) 0.003 ppb
પ્રશ્ન 21.
જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનાર બગલામાં DDTનું પ્રમાણ કેટલું જોવા મળે છે ?
(A) 0.5 ppm
(B) 2 ppm
(C) 25 ppm
(D) 0.04 ppm
ઉત્તર:
(C) 25 ppm
પ્રશ્ન 22.
પૃથ્વી પર તળાવો વાહિત મળ, કૃષિવિષયક કે ઔધોગિક નકામા કચરાથી સુપોષિત થાય છે તેમાં મુખ્ય અશુદ્ધિઓ કઈ | હોય છે.
(A) નાઈટ્રેટ્સ
(B) ફૉસ્ફર્ટ્સ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 23.
વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરીને કરવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવ્યો ?
(A) ભારત
(B) શ્રીલંકા
(C) અકટા
(D) અમેરિકા
ઉત્તર:
(C) અકટા
પ્રશ્ન 24.
જળ ઉપચારના પરંપરાગત અવસાદનમાં કોના દ્વારા ઉપચાર આપવામાં આવે છે ?
(A) નિયંદન
(B) ક્લોરિન
(C) ઑક્સિઝિનેશન
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 25.
FOAMનું પૂર્ણ નામ ………………………….. .
(A) Fried of the Arcata Marsh land
(B) Friends of the Arcata Marsh
(C) Follow the Arcata Marsh
(D) Follow the Arcata Marsh land
ઉત્તર:
(B) Friends of the Arcata Marsh
પ્રશ્ન 26.
ઈકોસન શૌચાલયોનો પ્રયોગ ક્યાં કરવામાં આવે છે ?
(A) કેરલ
(B) શ્રીલંકા
(C) ભૂતાન
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 27.
સેનિટરી લેન્ડફિલ્મ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
(A) ખુલ્લા સ્થાનોમાં કચરો સળગાવીને ઢગલો કરવો.
(B) ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવાય.
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(B) ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવાય.
પ્રશ્ન 28.
લેડફિલ્મમાંથી નાનાં-નાનાં છિદ્રોમાંથી નિતરતાં રસાયણો કોને પ્રદૂષિત કરે છે ?
(A) ભૂમિગત જળ સંસાધન
(B) હવા
(C) તળાવના પાણીને
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) ભૂમિગત જળ સંસાધન
પ્રશ્ન 29.
મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થો કયા છે ?
(A) જૈવવિઘટન યોગ્ય
(B) જૈવવિઘટન અયોગ્ય
(C) પુનઃચક્રણ યોગ્ય
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 30.
મરામત ન થઈ શકે તેવા કપ્યુટર અને ઇલેક્ટ્રોનિકસ માલસામાનને ……………………………. કહે છે.
(A) ઇલેક્ટ્રોનિક કચરો
(B) ઇ. કચરો
(C) ઇ. વેસ્ટ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 31.
વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલ ઈ-કચરાની અડધાથી વધારે કયા દેશોમાં નિકાસ થાય છે ?
(A) ચીન
(B) ભારત
(C) પાકિસ્તાન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 32.
અહમદખાનની કંપનીએ ……………………………… નામનો પુનઃ ચક્રિત પરિવર્તિત-પ્લાસ્ટિક જેવો ઝીણો પાવડર તૈયાર કર્યો.
(A) પોલિબ્લેન્ડ
(B) પોલિલેન્ડ
(C) પોલિકલેન્ડ
(D) બ્લેન્ડ
ઉત્તર:
(A) પોલિબ્લેન્ડ
પ્રશ્ન 33.
પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર કોની સાથે મિશ્રિત કરાય છે ?
(A) પિટુમેન
(B) બિટુમેન
(C) મિથેન
(D) નેણા
ઉત્તર:
(B) બિટુમેન
પ્રશ્ન 34.
અહમદખાને કોના સહયોગથી બિટુમેન પોલિબ્લેન્ડના સંમિશ્રણનો ઉપયોગ કર્યો ?
(A) આર.વી. ઇજનેરી કૉલેજ
(B) આર.એમ. ઇજનેરી કોલેજ
(C) બેંગ્લોર શહેર કોપોરેશન
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 35.
શરૂઆતમાં અહમદખાન દ્વારા પ્લાસ્ટિક કચરો વીણવાવાળાને 1 kg દીઠ કેટલા રૂપિયા મળતા હતા ?
(A) 0.40
(B) 0.20
(C) 0.60
(D) 6
ઉત્તર:
(A) 0.40
પ્રશ્ન 36.
2002 સુધીમાં પ્લાસ્ટિક કચરો વીણવાવાળાને 1 kg દીઠ કેટલા રૂપિયા મળતા હતા ?
(A) 4
(B) 6
(C) 0.40
(D) 0.60
ઉત્તર:
(B) 6
પ્રશ્ન 37.
કેન્દ્રીય ઊર્જાના ઉપયોગમાં સૌથી ખતરનાક અને જન્મજાત સમસ્યા કઈ છે ?
(A) શ્રી માઇલ આઇસલેન્ડ
(B) ચનબીલ
(C) કિરણોત્સર્ગી કચરાનો સુરક્ષિત નિકાલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 38.
કિરણોત્સર્ગી કચરાથી નીકળતાં વિકિરણોથી થતો વિકાર જણાવો. :
(A) કેન્સર
(B) અલ્ઝાઇમર
(C) આર્થરાઇટીસ
(D) ટી.બી.
ઉત્તર:
(A) કેન્સર
પ્રશ્ન 39.
ન્યુક્લિઅર કચરાને પૃથ્વીની સપાટી નીચે કેટલી ઊંડાઈએ દબાવી દેવામાં આવે છે ?
(A) 500 cm
(B) 500 m
(C) 200 cm
(D) 2 m
ઉત્તર:
(B) 500 m
પ્રશ્ન 40.
ગ્રીનહાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ………………………….. રહે છે.
(A) 15° C
(B) -10° C
(C) -18° C
(D) 10° C
ઉત્તર:
(C) -18° C
પ્રશ્ન 41.
વાતાવરણમાં રહેલા કયા વાયુઓ પારરકત વિકિરણોનું શોષણ કરે છે ?
(A) કાર્બન ડાયૉક્સાઈડ
(B) સલ્ફર ડાયોક્સાઇડ
(C) મિથેન
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 42.
ગ્રીનહાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો જોવા મળે છે ?
(A) 0.2° C
(B) 2° C
(C) 0.6° C
(D) 0.02° C
ઉત્તર:
(C) 0.6° C
પ્રશ્ન 43.
વૈશ્વિક ઉષ્ણતામાનને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
(A) માનવવસ્તીની વૃદ્ધિમાં ઘટાડો
(B) ઊર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો
(C) અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 44.
સારો ઓઝોન વાતાવરણના કયા ભાગમાં જોવા મળે છે ?
(A) ક્ષોભમંડળ
(B) સમતાપમંડળ
(C) એસોસ્ફિયર
(D) થર્મોસ્ફિયર
ઉત્તર:
(B) સમતાપમંડળ
પ્રશ્ન 45.
પૃથ્વીના વાતાવરણનું ક્યું સ્તર સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી વિકિરણોને શોષવા કવચનું કામ કરે છે ?
(A) ક્ષોભમંડળ
(B) એસોસ્ફિયર
(C) થર્મોસ્ફિયર
(D) ઊર્ધ્વમંડળ
ઉત્તર:
(D) ઊર્ધ્વમંડળ
પ્રશ્ન 46.
વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ………………………. માં મપાય છે.
(A) ડોબસન એકમ
(B) ડેસિબલ એકમ
(C) ડોમિનન્ટ એકમ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) ડોબસન એકમ
પ્રશ્ન 47.
ઓઝોનનું અવનતીકરણ શેના દ્વારા થાય છે ?
(A) CFCs
(B) UFCs
(C) GFCs
(D) MFCs
ઉત્તર:
(A) CFCs
પ્રશ્ન 48.
CFCs નો વધારે પડતો ઉપયોગ શેમાં થાય છે ?
(A) ટી.વી.
(B) શીતકો
(C) કૂલર,
(D) (A) અને (B)
ઉત્તર:
(B) શીતકો
પ્રશ્ન 49.
સમતાપમંડળમાં CFCs એ પારજાંબલી કિરણો તેની સાથે ક્રિયા કરી ……………………… ના પરમાણુ મુક્ત કરે છે.
(A) Ca
(B) Fe
(C) Cl
(D) S
ઉત્તર:
(C) Cl
પ્રશ્ન 50.
પાજંબલી કિરણ B માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે.
(B) ચામડીના કૅન્સર પ્રેરે છે.
(C) પારપટલ અંધતા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 51.
20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ ………………………… % જંગલો હતાં.
(A) 36%
(B) 20%
(C) 30%
(D) 40%
ઉત્તર:
(C) 30%
પ્રશ્ન 52.
સદીના અંત સુધીમાં 30% જંગલોનો વિસ્તાર ઘટીને ……………………….. રહી ગયો છે.
(A) 19%
(B) 21.54%
(C) 30%
(D).33%
ઉત્તર:
(B) 21.54%
પ્રશ્ન 53.
ચીપકો આંદોલન કયા વર્ષમાં કરાયું ?
(A) 1970
(B) 1974
(C) 1730
(D) 1731
ઉત્તર:
(B) 1974
પ્રશ્ન 54.
ક્યાંના રાજાનો બિનોઈ સમાજે વૃક્ષો કાપવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો ?
(A) મધ્યપ્રદેશ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) ઉત્તરપ્રદેશ
ઉત્તર:
(B) રાજસ્થાન
પ્રશ્ન 55.
કઈ બિશ્નોઈ સ્ત્રીએ સૈનિકોને વૃક્ષોની આસ્થા અને જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું ?
(A) અમૃતાદેવી
(B) મેઘા પાટકર
(C) તિસ્તા સેતલવાડ
(D) અંજનાદેવી
ઉત્તર:
(A) અમૃતાદેવી
પ્રશ્ન 56.
ઝૂમ ઉછેર એટલે
(A) ખેતીવાડીમાં ઘટાડો
(B) ખેતીવાડીનો આગથી નાશ થવો.
(C) ઝડપી આધુનિક ખેતી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 57.
CFCનું પૂર્ણ નામ ……………………….. .
(A) ક્લોરી ફલુરોસન કાર્બન
(B) ક્લોરો ફલોરો કાર્બન
(C) ક્લોરિન ફલુરો કાર્બન
(D) ક્લોરિન ફ્લોરિન કાર્બન
ઉત્તર:
(B) ક્લોરો ફલોરો કાર્બન
પ્રશ્ન 58.
અત્યાધુનિક વાહન નોંધણી માટેના કયા માપદંડને આધીન કરવામાં આવે છે ?
(A) ભારત સ્ટેજ II
(B) યુરો II
(C) ભારત સ્ટેજ IV
(D) યુરો III
ઉત્તર:
(C) ભારત સ્ટેજ IV
પ્રશ્ન 59.
વનસ્પતિની વૃદ્ધિ અને અકારણ મૃત્યુ માટે કયા પ્રકારનું પ્રદૂષણ જવાબદાર છે?
(A) જલપ્રદૂષણ
(B) અવાજનું પ્રદૂષણ
(C) હવાનું પ્રદૂષણ
(D) ભૂમિનું પ્રદૂષણ
ઉત્તર:
(C) હવાનું પ્રદૂષણ
પ્રશ્ન 60.
તાપમાનના વધારા માટે કયો વાયુ જવાબદાર છે?
(A) ઑક્સિજન
(B) કાર્બન ડાયૉક્સાઈડ
(C) સલ્ફર ડાયોક્સાઇડ
(D) કાર્બન મોનૉક્સાઇડ
ઉત્તર:
(B) કાર્બન ડાયૉક્સાઈડ
પ્રશ્ન 61.
ઓઝોન ગર્ત કયા વિસ્તારમાં જોવા મળે છે?
(A) ઉષ્ણ પ્રદેશ
(B) ઍન્ટાર્કટિકા પ્રદેશ
(C) ઉપઉષ્ણ કટિબંધ પ્રદેશ
(D) શીતકટિબંધ પ્રદેશ
ઉત્તર:
(B) ઍન્ટાર્કટિકા પ્રદેશ
પ્રશ્ન 62.
ડામર બનાવવા માટેનું કર્યું અગત્યનું રસાયણ રોડ બનાવવામાં ઉપયોગી છે?
(A) બ્યુટામોલ
(B) ઇથેનોલ
(C) બિટુમેન
(D) એસિટોન
ઉત્તર:
(C) બિટુમેન
પ્રશ્ન 63.
CPCBનું પૂર્ણ નામ શું છે ?
(A) સેન્ટ્રલ પ્રોવિન્સ કન્ટ્રોલ બોર્ડ
(B) સેન્ટ્રલાઇડ પૉલ્યુશન ઍન્ડ કૅમિકલ બોર્ડ
(C) સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ
(D) સેન્ટર ફૉર પૉલ્યુશન ઍન્ડ કૅમિકલ બોર્ડ
ઉત્તર:
(C) સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ
પ્રશ્ન 64.
સ્ક્રબર્સથી કયો વાયુ દૂર કરાય છે?
(A) નાઇટ્રસ ઓક્સાઈડ
(B) કાર્બન ડાયોક્સાઇડ
(C) સલ્ફર ડાયોક્સાઇડ
(D) ઑક્સિજન
ઉત્તર:
(C) સલ્ફર ડાયોક્સાઇડ
પ્રશ્ન 65.
હવાના પ્રદૂષણ માટે નીચે પૈકી કયું યોગ્ય વિધાન છે?
(A) મનુષ્ય અને પ્રાણીઓની શ્વસનક્રિયા પર અસર કરે છે
(B) બધા સજીવો માટે હાનિકારક છે
(C) પાકની વૃદ્ધિ અને ઉત્પાદન ઘટાડે
(D) આપેલ બધા જ
ઉત્તર:
(D) આપેલ બધા જ
પ્રશ્ન 66.
ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં વાયુઓના રજકણોને દૂર કરવા તેના પર શેનું નિર્માણ કરાય છે?
(A) વીજભાર
(B) ખનીજો
(C) ધાતુઓ
(D) પ્રકાશ
ઉત્તર:
(A) વીજભાર
પ્રશ્ન 67.
હવાના પ્રદૂષણના નિયંત્રણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે?
(A) પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિકનો ઉપયોગ
(B) સૂર્ય-ઊર્જાનો ઉપયોગ
(C) વાહનોની યોગ્ય જાળવણી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 68.
પ્રકાશ રાસાયણિક ધુમાડો કોની પેદાશ છે?
(A) સૂર્ય
(B) વાહનો
(C) પ્રકાશ
(D) જીવજંતુઓ
ઉત્તર:
(B) વાહનો
પ્રશ્ન 69.
પેટ્રોલિયમ રિફાઇનરીઓ તથા ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ હવામાં કયા પ્રદૂષકો ફેલાવે છે?
(A) CO2, NO2
(B) NO2, SO2
(C) SO2, CO2
(D) CO2 NO2
ઉત્તર:
(B) NO2, SO2
પ્રશ્ન 70.
નીચેનામાંથી કઈ અસર ઘોંઘાટની છે?
(A) માનસિક શાંતિમાં ખલેલ પડવી
(B) કાયમી ધોરણે સાંભળવામાં તકલીફ
(C) ચીડિયાપણું, અનિદ્રા, માથાના દુઃખાવા જેવી સમસ્યાઓ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 71.
સામાન્ય રીતે કેટલો અવાજ ઘોંઘાટ કહી શકાય?
(A) 70 dB
(B) 75 dB
(C) 150 dB
(D) 150 dBથી વધુ
ઉત્તર:
(D) 150 dBથી વધુ
પ્રશ્ન 72.
સમગ્ર વિશ્વમાં કયું પ્રદૂષણ ખતરનાક પર્યાવરણીય સમસ્યા છે?
(A) ઘોંઘાટનું પ્રદૂષણ
(B) હવાનું પ્રદૂષણ
(C) દરિયાઈ પ્રદૂષણ
(D) શુદ્ધ જળનું પ્રદૂષણ
ઉત્તર:
(D) શુદ્ધ જળનું પ્રદૂષણ
પ્રશ્ન 73.
નીચે પૈકી કયો રોગ જલપ્રદૂષણને કારણે થતો નથી?
(A) કમળો
(B) ટાઇફોઈડ
(C) મરડો
(D) એઇટ્સ
ઉત્તર:
(D) એઇટ્સ
પ્રશ્ન 74.
ઘરગથ્થુ કચરો નીચે પૈકી શું છે?
(A) જૈવ અવિઘટનીય કાર્બનિક દ્રવ્યો
(B) જૈવ અવિઘટની અકાર્બનિક દ્રવ્યો
(C) જૈવ વિઘટની અકાર્બનિક દ્રવ્યો
(D) જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો
ઉત્તર:
(D) જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો
પ્રશ્ન 75.
સુએજ ફર્ટિલાઇઝરમાં પ્રાણીઓના મળ તેમજ ડિટર્જન્ટ દ્રવ્યપાણીમાં ઉમેરાય ત્યારે શેનું પ્રમાણ વધે છે ?
(A) એમોનિયા
(B) નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ
(C) ફૉસ્ફરસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 76.
પ્રવેગિત સુપોષકતકરણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કોણ સંકળાયેલું છે?
(A) વનસ્પતિ
(B) સૂક્ષ્મજીવો
(C) માનવ
(D) પ્રાણીઓ
ઉત્તર:
(C) માનવ
પ્રશ્ન 77.
કયા ઘટકની હાજરીને લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે ?
(A) જૈવ વિઘટનીય
(B) જૈવ અવિઘટનીય
(C) કાર્બનિક દ્રવ્ય
(D) અકાર્બનિક દ્રવ્ય
ઉત્તર:
(B) જૈવ અવિઘટનીય
પ્રશ્ન 78.
સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને શું કહે છે?
(A) ઉદારીકરણ
(B) આર્થિકીકરણ
(C) સુપોષકતકરણ
(D) જૈવિક વિશાલન
ઉત્તર:
(D) જૈવિક વિશાલન
પ્રશ્ન 79.
મોટી માછલીઓમાં DDT નું પ્રમાણ ………………………… હોય છે.
(A) 0.5 ppm
(B) 25 ppm
(C) 0.05 ppm
(D) 2 ppm
ઉત્તર:
(D) 2 ppm
પ્રશ્ન 80.
DDT માંસાહારી પ્રાણીઓમાં ખોરાક સાથે પ્રવેશતાં ક્યાં સંગ્રહિત થાય છે?
(A) મદમાં
(B) અસ્થિમાં
(C) જઠરમાં
(D) ત્વચામાં
ઉત્તર:
(A) મદમાં
પ્રશ્ન 81.
સંકલિત ગંદાપાણીના શુદ્ધીકરણની પ્રક્રિયામાં કેટલા તબક્કા જોવા મળે છે?
(A) 1
(B) 2
(C) 4
(D) 3
ઉત્તર:
(D) 3
પ્રશ્ન 82.
પાણીના શુદ્ધીકરણના ત્રીજા તબક્કામાં કયા ઘટકને દૂર કરાય છે?
(A) નાઈટ્રેટ
(B) ફૉસ્ટ્રેટ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 83.
નીચે પૈકી કયો નિષ્ક્રિય કચરો નથી?
(A) ગંદવાડ કે ધૂળ કચરો
(B) લીલો કચરો
(C) મોટા પથ્થરો
(D) કાટમાળ
ઉત્તર:
(B) લીલો કચરો
પ્રશ્ન 84.
નીચે પૈકી કયો કચરો જોખમી નથી?
(A) પેસ્ટીસાઇડના ખોખાં
(B) રંગ માટેનાં રસાયણો
(C) હૉસ્પિટલનો કચરો
(D) કપડાનો કચરો
ઉત્તર:
(D) કપડાનો કચરો
પ્રશ્ન 85.
ઇ-કચરામાંથી રિસાઇલિંગ પ્રક્રિયા દ્વારા શું મેળવી શકાય છે?
(A) કૉપર અને આયર્ન
(B) સિલિકોન અને નિકલ
(C) ગોલ્ડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 86.
રોડ બનાવવા માટે કયો ઘટક અગત્યની સામગ્રી છે?
(A) પૉલિમર યુક્ત ડામર
(B) ગ્લાસ (કાચ)
(C) પ્લાસ્ટિક બૅગ
(D) થર્મોકોલ
ઉત્તર:
(A) પૉલિમર યુક્ત ડામર
પ્રશ્ન 87.
રોડ બનાવવા માટે કયા કચરાનો ઉપયોગ થાય છે?
(A) પ્લાસ્ટિક કચરો
(B) જૈવવિઘટનીય કચરો
(C) ઈ-કચરો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) પ્લાસ્ટિક કચરો
પ્રશ્ન 88.
વૈશ્વિક તાપમાનના વધારાના નિયંત્રણ માટે કયાં પગલાં આવશ્યક છે?
(A) અશ્મિબળતણના વપરાશમાં તાકીદનો ઘટાડો
(B) શક્તિના એક વૈકલ્પિક સ્રોત તરીકે કુદરતી ગેસનો ઉપયોગ
(C) વનનાશને અટકાવવો, વૃક્ષારોપણને પ્રોત્સાહન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 89.
ગ્રીનહાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરિણામ શું છે?
(A) વૈશ્વિક તાપમાનમાં વધારો
(B) પૃથ્વીના તાપમાનમાં વધારો
(C) અસાધારણ આબોહવાકીય ફેરફારો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 90.
CO2ના પ્રમાણમાં કયા વર્ષથી વધારો થવા લાગ્યો છે?
(A) ઈ.સ. 1950
(B) ઈ.સ. 1850
(C) ઈ.સ. 1750
(D) ઈ.સ. 1650
ઉત્તર:
(C) ઈ.સ. 1750
પ્રશ્ન 91.
કયો વાયુ વાતાવરણમાં રહેલા લાંબી તરંગલંબાઈ ધરાવતાં ઇન્ફારેડ કિરણોને શોષે છે?
(A) CO
(B) CO2
(C) N2
(D) O2
ઉત્તર:
(B) CO2
પ્રશ્ન 92.
ન્યુક્લિઅર પાવર જનરેશન થવાથી ઉત્પન્ન થતી આડપેદાશકઈ?
(A) ઈ-કચરો
(B) પ્લાસ્ટિક કચરો
(C) વિકિરણીય કચરો
(D) સંયુક્ત કચરો
ઉત્તર:
(C) વિકિરણીય કચરો
પ્રશ્ન 93.
હરિયાણામાં સોનીપતના કયા ખેડૂતે ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ શરૂ કર્યો?
(A) ખેમચંદ્ર ખડકરે
(B) રમેશચંદ્ર ડાગરે
(C) રમેશચંદ્ર કામત
(D) નરેશ નાડકર્ણી
ઉત્તર:
(B) રમેશચંદ્ર ડાગરે
પ્રશ્ન 94.
નીચે પૈકી કોનો ઓર્ગેનિક ખેતીમાં સમાવેશ થાય છે?
(A) પાકની ફેરબદલી
(B) લીલું ખાતર
(C) જૈવિક પેસ્ટ કંટ્રોલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 95.
વિશ્વના કેટલા લોકો જીવનનિર્વાહ માટે જંગલોનો સીધો ઉપયોગ કરે છે ?
(A) 1.6 મિલિયન
(B) 16 મિલિયન
(C) 1.6 બિલિયન
(D) 16 બિલિયન
ઉત્તર:
(C) 1.6 બિલિયન
પ્રશ્ન 96.
ચીપકો ચળવળનો પ્રારંભ ક્યારે થયો હતો?
(A) 1774
(B) 1974
(C) 1794
(D) 1894
ઉત્તર:
(B) 1974
પ્રશ્ન 97.
બિશ્નોઈ પ્રજા કઈ સદીથી જંગલમાં પ્રભુત્વ ધરાવતી હતી?
(A) 11 મી સદી
(B) 13મી સદી
(C) 17 મી સદી
(D) 15 મી સદી
ઉત્તર:
(D) 15 મી સદી
પ્રશ્ન 98.
ભૂમિના ફળદ્રુપ સ્તરના નાશ માટે કોણ જવાબદાર છે?
(A) વધુ પડતો પાક
(B) અનિયંત્રિત ચરાઈ
(C) વનનાશ અને નબળી સિંચાઈ પદ્ધતિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 99.
ઓઝોનના વિઘટન દરમિયાન તેનું સ્તર પાતળું થવાની ઘટનાને શું કહે છે?
(A) ઓઝોનનું નિર્માણ
(B) ઓઝોન સ્થળાંતરણ
(C) ઓઝોન ગર્ત
(D) ઓઝોન વિઘટન
ઉત્તર:
(C) ઓઝોન ગર્ત
પ્રશ્ન 100.
‘ગ્રીન મફલર’ એટલે સુપ અને વૃક્ષનો કયા સ્થળ પર ઉછેર કરી શકાય?
(A) બિન ઉપયોગી ભૂમિ
(B) પર્વતો પર
(C) રસ્તાની વચ્ચોવચ
(D) રસ્તાની બંને બાજુ
ઉત્તર:
(D) રસ્તાની બંને બાજુ
પ્રશ્ન 101.
4 mg કરતાં ઓછું D.O. હોય તો સામાન્ય તાપમાન પર પાણી કેવું હોય?
(A) અપ્રદૂષિત
(B) ખૂબ જ વધુ પ્રદૂષિત
(C) ઓછું પ્રદૂષિત
(D) મધ્યમ પ્રદૂષિત
ઉત્તર:
(B) ખૂબ જ વધુ પ્રદૂષિત
પ્રશ્ન 102.
સ્ટ્રેટોસ્ફિયરમાં CFCs છૂટું પડીકોની ક્રિયાથી ક્લોરિન મુક્ત કરાવે છે?
(A) UV-A
(B) UV-B
(C) UV-C
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) UV-C
પ્રશ્ન 103.
UV કિરણો હાનિકારક છે. કારણ કે આને અક્રિયાશીલ બનાર્વે છે.
(A) પ્રોટીન, ન્યુક્લિઇક ઍસિડ અને રંજકદ્રવ્ય
(B) ખનીજ, હવા અને પાણી
(C) કાર્બોદિત, ચરબી અને વિટામિન
(D) પાણી, CO2 અને O2
ઉત્તર:
(A) પ્રોટીન, ન્યુક્લિઇક ઍસિડ અને રંજકદ્રવ્ય
પ્રશ્ન 104.
હવાના પ્રદૂષકો જે ફોટોકેમિકલ ઓક્સિડન્ટ તરીકે વર્તે …………………….. .
(A) નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઍસિડ, નાઇટ્રિક ઑક્સાઇડ
(B) ઑક્સિજન, ક્લોરિન, નાઈટ્રિક એસિડ
(C) ઓઝોન, પેરોક્સિ એસિટાઇલ નાઇટ્રાઇટ, આલ્ડિહાઇડ
(D) કાર્બન, પેરોક્સિ એસિટાઇલ નાઇટ્રાઇટ, આલ્ડિહાઇડ
ઉત્તર:
(C) ઓઝોન, પેરોક્સિ એસિટાઇલ નાઇટ્રાઇટ, આલ્ડિહાઇડ
પ્રશ્ન 105.
તળાવમાં વોટર બૂમ શું સૂચવે છે?
(A) વધુ પ્રમાણમાં પોષકતત્ત્વની હાજરી
(B) પોષક તત્ત્વની ઊણપ
(C) ઑક્સિજનની ઊણપ
(D) તૃણાહારીની ગેરહાજરી
ઉત્તર:
(A) વધુ પ્રમાણમાં પોષકતત્ત્વની હાજરી
પ્રશ્ન 106.
નીચેનામાંથી કયું અસંગત છે?
(A) અશ્મિ બળતણનું દહન -CO2 ની મુક્તિ
(B) ન્યુક્લિયર પાવર – રેડિયો ઍક્ટિવ વેસ્ટ
(C) સૌર ઊર્જા – ગ્રીનહાઉસ અસર
(D) બાયોમાસ (જૈવભારનું દહન) CO2 મુક્ત થવું
ઉત્તર:
(C) સૌર ઊર્જા – ગ્રીનહાઉસ અસર
પ્રશ્ન 107.
પાણીને ઘણીવાર ક્લોરિનમાંથી પસાર કરવામાં આવે છે.
(A) O2નું પ્રમાણ વધુ હોય છે
(B) કીટાણુનો નાશ કરે
(C) પાણીની સખતાઈ દૂર કરે છે
(D) કણમય પદાર્થોનો નિકાલ કરે છે
ઉત્તર:
(B) કીટાણુનો નાશ કરે
પ્રશ્ન 108.
કોના પ્રદૂષણને ગ્રીન મફલર કહેવાય છે?
(A) હવા
(B) ભૂમિ
(C) અવાજ
(D) પાણી
ઉત્તર:
(C) અવાજ
પ્રશ્ન 109.
કયા સ્થાને થર્મલ પ્રદૂષણ વધુ હોય છે?
(A) ગરમ પાણીનાં ઝરણા
(B) કોલસાયુક્ત પાવરમથકો
(C) સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ
(D) વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ પ્રદેશ
ઉત્તર:
(B) કોલસાયુક્ત પાવરમથકો
પ્રશ્ન 110.
સુપોષકતકરણના આધારે શાનું વિઘટન થાય છે?
(A) ઓગળેલા હાઇડ્રોજનનું
(B) ઓગળેલા ઑક્સિજનનું
(C) ઓગળેલા ક્ષારોનું
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) ઓગળેલા ઑક્સિજનનું
પ્રશ્ન 111.
પાણીમાંના કાર્બનિક જૈવવિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઓક્સિજનું માપન શેના વડે થાય છે?
(A) આથવણ
(B) બાયોગેસ ઉત્પાદન
(C) બાયૉસિન્થટીક
(D) બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ
ઉત્તર:
(D) બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ
A : (Assertion) વિધાન દશાવિ છે.
R : Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાયાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાયાં છે, પરંતુ એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 112.
A : ઓઝોનના અવક્ષયનની હાનિકારક અસરોને જોતાં, આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી જેને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહે છે.
R : 1980માં મોન્ટ્રિયલ ખાતે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 113.
A : પુનઃ વનનિર્માણ એ જંગલોનું ફરીથી નિર્માણ કરવાની પદ્ધતિ છે જે ભૂતકાળમાં અસ્તિત્વમાં હતી પરંતુ કોઈ એક સમયે તે પદ્ધતિ નીકળી ગઈ.
R : વનનાશ થયેલાં ક્ષેત્રોમાં પુનઃવનનિર્માણ કુદરતી રીતે થાય છે. આમ છતાં આ વિસ્તારોમાં વૃક્ષો વાવવાથી તેની વૃદ્ધિ ઝડપથી થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 114.
A : મોટરવાહનોમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ.
R : પેટ્રોલમાં સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 115.
A : પાણી સાથે અનિચ્છનીય ઘટકો ભળતાં પાણી અશુદ્ધ બને છે, જળપ્રદૂષણ થાય છે.
R : જળ પ્રદૂષણના લીધે મરડો, કોલેરા, ટાઇફોઈડ જેવા રોગો થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 116.
A : સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દણના વધારાને જૈવિક વિશાલન કહે છે.
R : પાણીમાં DDT નું પ્રમાણ 0.003ppm શરૂમાં હોય છે અને મસ્યાહારી પક્ષીઓમાં 2.5 ppm હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 117.
A : રસાયણો જેવા કે ઝેરી ઘટકોનું જૈવિક વિશાલન ભૂમીયા નિવસનતંબમાં થાય છે.
R : હરિયાળી ક્રાંતિના ભાગરૂપે તૃણનાશકો, જંતુનાશકો અને જંતુનાશકોનો ઉપયોગ નુકસાનકર્તા છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 118.
A : પૃથ્વીનું સરેરાશ તાપમાન 15° C આસપાસ હોય છે. વીસમી સદીમાં 0.6° C જેવો વધારો થયો છે.
R : ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણમાં વધારો વૈશ્વિક તાપમાનમાં વધારો દશવિ છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 119.
કોલમ – I અને કોલમ- II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) BOD | (w) જાંબુડિયા રંગનાં પુષ્પો |
(b) લીલ પ્રક્રુટન | (x) પોષક પદાર્થોની હાજરીને કારણે પ્લવકીય લીલની અતિશય વૃદ્ધિ |
(c) જળકુંભી | (y) વાહિત મળના ગંદા પાણીમાં જૈવવિઘટનીય કાર્બનિક દ્રવ્યની માત્રાનો અંદાજ |
(A) (a – y) (b – x) (c – z)
(B) (a – z) (b – x) (c – y)
(C) (a – z) (b – y) (c – x)
(D) (a – x) (b – y) (c – z)
ઉત્તર:
(C) (a – z) (b – y) (c – x)
પ્રશ્ન 120.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) જૈવિક વિશાલન | (w) ઉધોગો અને ઘરના કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીર્ણતામાં વધારો |
(b) સુપોષકતાકરણ | (x) અનુક્રમિત પોષક સ્તરે ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો |
(c) પ્રવેગિત સુપોષકતાકરણ | (y) તળાવના પાણીમાં પોષક તત્ત્વોના વધારા દ્વારા થતી પ્રાકૃતિક જીર્ણતા |
(A) (a – z) (b – y) (c – x)
(B) (a – z) (b – x) (c – y)
(C) (a – x) (b – y) (c – z)
(D) (a – y) (b – z) (c – x)
ઉત્તર:
(D) (a – y) (b – z) (c – x)
પ્રશ્ન 121.
ક્યોટો પ્રોટોકોલ ક્યાં માન્ય કરવામાં આવેલ ? [NEET – 2013]
(A) COP-4
(B) COP-3
(C) COp-5
(D) COP-6
ઉત્તર:
(B) COP-3
પ્રશ્ન 122.
હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો ?[NEET – 2013]
(A) 1990
(B) 1975
(C) 1981
(D) 1985
ઉત્તર:
(C) 1981
પ્રશ્ન 123.
વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) શાના દ્વારા નિયંત્રિત કરી શકાય છે ? [NEET – 2013]
(A) વનકટાઈમાં વધારો, શક્તિના વપરાશની કાર્યક્ષમતામાં ઘટાડો.
(B) વનકટાઈનો ઘટાડો, અશ્મિગત ઈંધણના વપરાશમાં ઘટાડો.
(C) પુનઃ વનીકરણનો ઘટાડો, અશ્મિગત ઈંધણનો વધારો.
(D) વનકટાઈમાં વધારો, માનવવસ્તીમાં ઘટાડો.
ઉત્તર:
(B) વનકટાઈનો ઘટાડો, અશ્મિગત ઈંધણના વપરાશમાં ઘટાડો.
પ્રશ્ન 124.
રાસાયણિક ફેક્ટરીમાં બર્સ પદ્ધતિ દ્વારા શું દૂર કરવામાં આવે છે ? [NEET – 2014]
(A) સલ્ફર ડાયોક્સાઈડ જેવો વાયુ
(B) 5 માઇક્રોમીટર કે તેના કરતાં મોટા કદના કણમય દ્રવ્યો
(C) ઓઝોન અને મિથેન જેવા વાયુઓ
(D) 2.5 માઈક્રોમીટર કે તેના કરતાં નાના કદના કણમય દ્રવ્યો.
ઉત્તર:
(A) સલ્ફર ડાયોક્સાઈડ જેવો વાયુ
પ્રશ્ન 125.
વાતાવરણના કયા સ્તરમાં ઓઝોન સ્તર આવેલ હોય છે ? [NEET – 2014]
(A) આયનોસ્ફિયર
(B) મેઝોસ્ફિયર
(C) સ્ટ્રેટોસ્ફિયર
(D) ટ્રોપોસ્ફિયર
ઉત્તર:
(C) સ્ટ્રેટોસ્ફિયર
પ્રશ્ન 126.
ક્લાઇમેટ ચેઇન્જ અંગેની UN કોન્ફરન્સની 2012માં ક્યાં યોજાઈ હતી ? [NEET – 2015]
(A) વારસાવ
(B) ડરબન
(C) ડોહા
(D) લિમા
ઉત્તર:
(C) ડોહા
પ્રશ્ન 127.
પાણીના જળાશયોમાં સુપોષકતકરણને કારણે માછલીઓ મૃત્યુ પામે છે તેનું કારણ શેની પ્રાપ્તિનો અભાવ છે ? [NEET – 2015)
(A) ઑક્સિજન
(B) ખોરાક
(C) પ્રકાશ
(D) આવશ્યક ખનીજ તત્ત્વો
ઉત્તર:
(A) ઑક્સિજન
પ્રશ્ન 128.
વાતાવરણમાં શેની સાંદ્રતા વધતાં એસિડ વર્ષા થાય છે ? [NEET – 2015).
(A) O3 અને ધૂળ
(B) SO2 અને NO2
(C) SO3 અને CO
(D) CO2 અને CO
ઉત્તર:
(B) SO2 અને NO2
પ્રશ્ન 129.
પર્યાવરણમાં SO2 ના પ્રદૂષણનો સૌથી યોગ્ય સૂચક કયો છે ? [NEET – 2015].
(A) ફૂગ
(B) લાઈકેન
(C) શંકુમ
(D) લીલ
ઉત્તર:
(B) લાઈકેન
પ્રશ્ન 130.
પોષક સ્તરોમાં સાંદ્રતામાં વિષકારકોના ક્રમશઃ વધારાને શું કહે છે ? [NEET – 2015]
(A) જૈવ વિશાલન
(B) જૈવ બગાડ વિકૃતિ
(C) જૈવ રૂપાંતર
(D) જૈવ-ભૂ રાસાયણિક ચક્ર
ઉત્તર:
(A) જૈવ વિશાલન
પ્રશ્ન 131.
કાર્બનિક કચરાથી સંતૃપ્ત તળાવમાં શું પરિણામ થાય ? [NEET – II – 2016]
(A) પોષક દ્રવ્યોના વધુ પ્રમાણને કારણે માછલીઓની વસતિ વધુ થાય છે.
(B) ઑક્સિજનના અભાવે માછલીઓનું મરણ થાય છે.
(C) અકાર્બનિક ખનીજોને કારણે જલજ સજીવોની વસતિ વધુ થાય છે.
(D) લીલના વધુ પ્રમાણથી તળાવ સુકાય છે.
ઉત્તર:
(B) ઑક્સિજનના અભાવે માછલીઓનું મરણ થાય છે.
પ્રશ્ન 132.
જલજ પોષણ શૃંખલામાં DDTનું સૌથી ઊંચું પ્રમાણ કોનામાં જોવા મળે છે ? [NEET – II – 2016]
(A) કરચલો
(B) ઈલ
(C) ફાયટોપ્લેક્ટોન
(D) જળકૂકડી
ઉત્તર:
(D) જળકૂકડી
પ્રશ્ન 133.
વાતાવરણમાં કયા ગેસનું પ્રમાણ ઘટતાં, ચામડીના કેન્સરના બનાવોનું પ્રમાણ વધે છે ? [NEET – I – 2016]
(A) ઓઝોન
(B) એમોનિયા
(C) મિથેન
(D) નાઈટ્રસ ઓક્સાઇડ
ઉત્તર:
(A) ઓઝોન
પ્રશ્ન 134.
એરોસોલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? [NEET – 2017]
(A) તેઓ માનવ સ્વાથ્ય માટે હાનિકારક છે.
(B) તે વરસાદ અને ચોમાસાની પદ્ધતિમાં ફેરફાર કરે છે.
(C) તે ખેતીવાડીની પેદાશોમાં વધારો કરે છે.
(D) તેની ખેતીની જમીન ઉપર ઋણાત્મક (નકારાત્મક) અસર હોય છે.
ઉત્તર:
(C) તે ખેતીવાડીની પેદાશોમાં વધારો કરે છે.
પ્રશ્ન 135.
કોલમ I અને કોલમ II સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : [NEET – 2018]
કોલમ I | કોલમ II |
(a) સુપોષકતાકરણ (યુટ્રોફિકેશન) | (i) UV – B વિકિરણ |
(b) સેનેટરી લેન્ડફિલ | (ii) ડિફોરેસ્ટેશન (વનવિનાશ) |
(c) સ્નોબ્લાઇન્ડનેસ | (iii) પોષકતત્ત્વોની ગુણવત્તામાં વધારો |
(d) ઝુમ કલ્ટીવેદાન (સ્થાનાંતરીય કૃષિ) | (iv) કચરાનો નિકાસ |
(A) (a – i) (b – ii) (c – iv) (d – iii)
(B) (a – ii) (b – i) (c – iii) (d – iv)
(C) (a – iii) (b – iv) (c – i) (d -i)
(D) (a – i) (b – iii) (c – iv) (d – ii)
ઉત્તર:
(A) (a – i) (b – ii) (c – iv) (d – iii)
પ્રશ્ન 136.
વિશ્વ ઓઝોન દિવસ આ તારીખે મનાવાય છે. [NEET – 2018]
(A) 22મી એપ્રિલ
(B) 5મી જૂન
(C) 16મી સપ્ટેમ્બર
(D) 21મી એપ્રિલ
ઉત્તર:
(C) 16મી સપ્ટેમ્બર
પ્રશ્ન 137.
સ્ટ્રેટોસ્ફિઅરમાં, ઓઝોન વિઘટન કરી આશ્વિક ઓક્સિજન | છોડવામાં, નીચે પૈકી કયું તત્વ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે? [NEET – 2018]
(A) ઑક્સિજન
(B) કાર્બન
(C) Fe
(D) Cl
ઉત્તર:
(D) Cl
પ્રશ્ન 138.
નીચે પૈકી કયું દ્વિતીયક પ્રદૂષક છે ? [NEET – 2018]
(A) O3
(B) CO
(C) SO2
(D) CO2
ઉત્તર:
(C) SO2
પ્રશ્ન 139.
નીચે પૈકીની કઈ પદ્ધતિ આણ્વીય કચરાના નિકાલ માટે સૌથી વધુ અનુકૂળ છે ? [NEET – 2019]
(A) ભૂમિની સપાટી નીચે પેટાળમાં ખડકોની વચ્ચે કચરાને દાટી દો.
(B) કચરાને આકાશમાં ફેંકી દો.
(C) એન્ટાર્કટિકના બરફ નીચે કચરાને દાટી દો.
(D) ઊંડા મહાસાગરોમાં ખડકોની વચ્ચે કચરાને ઠાલવી દો.
ઉત્તર:
(A) ભૂમિની સપાટી નીચે પેટાળમાં ખડકોની વચ્ચે કચરાને દાટી દો.
પ્રશ્ન 140.
પોલિબ્લેન્ડ કે જે રિસાઇકલ પરિવર્તિત પ્લાસ્ટિકમાંથી મેળવાયેલ સૂક્ષ્મ પાઉડર છે તે એક સારા પદાર્થ તરીકે આના માટે છે : [NEET -2019]
(A) ટ્યૂબ્સ અને પાઇપ બનાવવા માટે
(B) પ્લાસ્ટિક ગૂણ બનાવવા
(C) ખાતર તરીકે વપરાશ
(D) રસ્તાના નિર્માણ માટે
ઉત્તર:
(D) રસ્તાના નિર્માણ માટે
પ્રશ્ન 141.
નીચે પૈકીનો કયો પ્રોટોકોલ (ધારો) વાતાવરણમાં ક્લોરોલુરોકાર્બનના એમિશનને ઘટાડવા માટે નક્કી કરાયો છે? [NEET – 2019]
(A) જીનેવા પ્રોટોકોલ
(B) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
(C) ક્યોટો પ્રોટોકોલ
(D) ગોથેમ્બર્ગ પ્રોટોકોલ
ઉત્તર:
(B) મોન્ટ્રિયલ પ્રોટોકોલ
પ્રશ્ન 142.
નીચે પૈકી વાયુઓની કઈ જોડ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે? [NEET – 2019]
(A) કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
(B) ઓઝોન અને એમોનિયા
(C) ઑક્સિજન અને નાઈટ્રોજન
(D) નાઇટ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ
ઉત્તર:
(A) કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
પ્રશ્ન 143.
રીઓ-ડી-જાનેરો ખાતે 1992 માં મળેલ “પૃથ્વી સંમેલન’ આના માટે બોલાવાયેલ : [NEET – 2019]
(A) તાત્કાલિક અસરથી CFC નો ઉપયોગ બંધ કરવા કે જેના ઉપયોગથી ઓઝોનસ્તરને નુકસાન થાય છે.
(B) CO2 ઉત્સર્જન અને વૈશ્વિક ગરમી ઘટાડવું.
(C) બાયોડાયવર્સિટીનું સંરક્ષણ અને તેનો ચિરંતન ઉપયોગ તેના લાભો માટે કરવો.
(D) ચડી આવતી નીંદણની જાતોથી થનાર નુકસાનનો કયાસ કાઢવા કે જે સ્થાનિક જાતો પર અસર કરે છે.
ઉત્તર:
(C) બાયોડાયવર્સિટીનું સંરક્ષણ અને તેનો ચિરંતન ઉપયોગ તેના લાભો માટે કરવો.
પ્રશ્ન 144.
…………………….. કણસ્વરૂપી પદાર્થો માનવ સ્વાધ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. [માર્ચ – 2020]
(A) PM 2.5
(B) PM 5
(C) PM 10
(D) PM 7
ઉત્તર:
(A) PM 2.5
પ્રશ્ન 145.
કોલમ – I અને કોલમ – II માટે સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. [ઓિગસ્ટ -2020]
(i) પારપટલ અંધતા | (P) જમીનમાં પાણી ભરાવો અને જમીનની ક્ષારતા |
(ii) હરિયાળી ક્રાંતિ | (Q) UV-B |
(iii) ઓઝોન | (R) નાઈટ્રસ ઓક્સાઈડ |
(iv) ગ્રીનહાઉસ વાયુ | (S) સ્ટ્રેટોસ્ફિયર |
(A) (i – P) (ii – Q) (iii – R) (iv – S)
(B) (i – Q) (ii – P) (iii – R) (iv – S)
(C) (i – Q) (ii – P) (iii – S) (iv – R)
(D) (i – P) (ii – Q) (iii – S) (iv – R)
ઉત્તર:
(C) (i – Q) (ii – P) (iii – S) (iv – R)
પ્રશ્ન 146.
કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ ગ્રીનહાઉસ વાયુઓમાં શેનું સાપેક્ષ યોગદાન 14% હોય છે ? [GUJCET – 2020].
(A) મિથેન
(B) N2O
(C) CFC
(D) CO2
ઉત્તર:
(C) CFC
પ્રશ્ન 147.
સ્થિર વિધુત અવક્ષેપન પદ્ધતિ દ્વારા કયા સ્વરૂપી દ્રવ્યો દૂર કરી શકાય છે ? [GUJCET – 2020]
(A) કણ
(B) વાયુ
(C) પ્રવાહી
(D) ઉપરનામાંથી કોઈ પણ નહિ.
ઉત્તર:
(A) કણ
પ્રશ્ન 148.
નીચેનામાંથી કોને ટેરર ઓફ બેંગાલ’ તરીકે ઓળખવામાં આવે છે ? (GUJCET – 2020]
(A) ગંધારી
(B) ગાજર ઘાસ
(C) પ્રફુટનકારી લીલ
(D) જળકુંભી
ઉત્તર:
(D) જળકુંભી
પ્રશ્ન 149.
1987માં મોસ્ટ્રીઅલ પ્રોટોકોલ આના અંકુશ માટે થયો. [NEET – 2020]
(A) જનીન-પરિવર્તિત સજીવોને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા.
(B) ઓઝોન વાયુ ઓછો કરતાં પદાર્થોનું ઉત્સર્જન.
(C) ગ્રીનહાઉસ ગેસોનું નીકળવું.
(D) ઈ-કચરાનો નિકાલ.
ઉત્તર:
(B) ઓઝોન વાયુ ઓછો કરતાં પદાર્થોનું ઉત્સર્જન.
પ્રશ્ન 150.
એન્ટાર્કટિક પ્રદેશમાં બરફ-અંધતા આના લીધે થાય છે. [NEET – 2020]
(A) નીચા તાપમાનને લીધે આંખના પ્રવાહીનું થીજી જવું.
(B) UV-B કિરણોની વધુ પડતી માત્રાને લીધે કોર્નીઆમાં સૂજન.
(C) બરફમાંથી પ્રકાશનું ખૂબ ઊંચું પરાવર્તન
(D) ઇન્ફારેડ વિકિરણોના લીધે રેટિનાને નુકસાન થવું.
ઉત્તર:
(B) UV-B કિરણોની વધુ પડતી માત્રાને લીધે કોર્નીઆમાં સૂજન.