Solving these GSEB Std 11 Physics MCQ Gujarati Medium Chapter 1 ભૌતિક જગત will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Physics MCQ Chapter 1 ભૌતિક જગત in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
વિજ્ઞાનના પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે ……………….. નો વિકાસ થયો.
A. ક્લાસિકલ મિકેનિક્સ
B. ક્વૉન્ટમ મિકેનિક્સ
C. ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ
D. થરમૉડાઇનેમિક્સ
ઉત્તર:
B. ક્વૉન્ટમ મિકેનિક્સ
પ્રશ્ન 2.
ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત …………………. ઘટનાઓનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો.
A. પરમાણ્વીય
B. આણ્વીય
C. ફોટો-ઇલેક્ટ્રિક
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
સૌપ્રથમ વાર ……………………. નામના વૈજ્ઞાનિકે પ્રતિકણના ખ્યાલને સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો.
A. નીલ્સ બોહ્ર
B. કાર્લ ઍન્ડરસન
C. પૉલ ડિરાક
D. અર્નેસ્ટ રધરફૉર્ડ
ઉત્તર:
C. પૉલ ડિરાક
પ્રશ્ન 4.
પ્રાકૃતિક વિજ્ઞાનના વિભાગોમાં ………………….. એક મુખ્ય વિભાગ છે.
A. રસાયણવિજ્ઞાન
B. ભૌતિક વિજ્ઞાન
C. જીવવિજ્ઞાન
D. ખગોળવિજ્ઞાન
ઉત્તર:
B. ભૌતિક વિજ્ઞાન
પ્રશ્ન 5.
ભૌતિકશાસ્ત્રના સૂક્ષ્મ પ્રભાવક્ષેત્રમાં કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે?
A. પરમાણ્વીય
B. આણ્વીય
C. ન્યુક્લિયર
D. આપેલ તમામ
ઉત્તર :
D. આપેલ તમામ
પ્રશ્ન 6.
એન્ટેનાની કાર્યપદ્ધતિ અને આયનોસ્ફિયરમાં રેડિયોતરંગોના પ્રસરણનો અભ્યાસ …………………… શાખામાં થાય છે.
A. ક્લાસિકલ મિકેનિક્સ
B. ક્વૉન્ટમ મિકેનિક્સ
C. ઇલેક્ટ્રોડાઇનેમિક્સ
D. ખગોળવિજ્ઞાન
ઉત્તર:
C. ઇલેક્ટ્રોડાઇનેમિક્સ
પ્રશ્ન 7.
પરમાણુનું ન્યુક્લિયસ કયા મૂળભૂત કણોનું બનેલું છે?
A. ઇલેક્ટ્રૉન અને પ્રોટોન
B. ઇલેક્ટ્રૉન અને ન્યુટ્રૉન
C. પ્રોટોન અને ન્યૂટ્રૉન
D. ફક્ત ઇલેક્ટ્રૉન
ઉત્તર:
C. પ્રોટોન અને ન્યૂટ્રૉન
પ્રશ્ન 8.
ન્યુક્લિયસમાં ન્યૂટ્રૉન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ એ ……..
A. ગુરુત્વાકર્ષીય બળ છે.
B. વિદ્યુતચુંબકીય બળ છે.
C. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ છે.
D. વીક ન્યુક્લિયર બળ છે.
ઉત્તર:
C. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે.
પ્રશ્ન 9.
ન્યુક્લિયસમાંથી β-કણના ઉત્સર્જન દરમિયાન ક્યા કણોનું ઉત્સર્જન થાય છે?
A. ન્યૂટ્રૉન અને પ્રોટોન
B. ઇલેક્ટ્રૉન અને પ્રોટોન
D. ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રિનો
C. ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રૉન
ઉત્તર:
D. ઇલેક્ટ્રૉન અને ન્યૂટ્રિનો
પ્રશ્ન 10.
અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?
A. ઊર્જા-સંરક્ષણનો નિયમ
B. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
C. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
D. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
ઉત્તર :
D. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
પ્રશ્ન 11.
અવકાશ એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?
A. ઊર્જા-સંરક્ષણનો નિયમ
B. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
C. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
D. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
ઉત્તર:
C. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
પ્રશ્ન 12.
સમય એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે?
A. ઊર્જા-સંરક્ષણનો નિયમ
B. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
C. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
D. કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
ઉત્તર:
A. ઊર્જા-સંરક્ષણનો નિયમ
પ્રશ્ન 13.
અંગ્રેજીમાં ભૌતિક વિજ્ઞાન માટે વપરાતો શબ્દ ‘Physics’ એ ‘પ્રકૃતિ’ એવો અર્થ ધરાવતા ………………. શબ્દ પરથી આવ્યો છે.
A. હિન્દી
B. ઉર્દૂ
C. ગ્રીક
D. જર્મન
ઉત્તર:
C. ગ્રીક
પ્રશ્ન 14.
સમયના માપક્રમનો વિસ્તાર કેવી રીતે મેળવી શકાય?
A. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં.
B. લંબાઈના માપક્રમને ધ્વનિના વેગથી ભાગતાં.
C. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ગુણતાં.
D. લંબાઈના માપક્રમને ધ્વનિના વેગથી ગુણતાં.
ઉત્તર:
A. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતાં.
પ્રશ્ન 15.
યંત્રશાસ્ત્ર ન્યૂટનની ગતિના નિયમો અને ………………. ના નિયમ પર આધારિત છે.
A. ગુરુત્વાકર્ષણ
B. ઊર્જા-સંરક્ષણ
C. વીજભાર સંરક્ષણ
D. રેખીય વેગમાન સંરક્ષણ
ઉત્તર:
A. ગુરુત્વાકર્ષણ
પ્રશ્ન 16.
ગુરુત્વાકર્ષણ એ પદાર્થના કયા ગુણધર્મને કારણે ઉદ્ભવતું આકર્ષણ બળ છે?
A. કદ
B. દળ
C. વીજભાર
D. દબાણ
ઉત્તર:
B. દળ
પ્રશ્ન 17.
પદાર્થના કયા ગુણધર્મને કારણે વિદ્યુતબળ ઉદ્ભવે છે?
A. વીજભાર
B. કદ
C. દળ
D. દબાણ
ઉત્તર:
A. વીજભાર
પ્રશ્ન 18.
પૃથ્વીની સપાટીથી એકસરખી ઊંચાઈએ આવેલા 10kg અને 100kg દળના બે પદાર્થો પર પૃથ્વી વડે લાગતાં ગુરુત્વાકર્ષણ બળનાં મૂલ્ય અનુક્રમે F1 અને F2 હોય, તો \(\frac{F_2}{F_1}\) = ……………… થાય.
A. 101
B. 102
C. 10-1
D. 10-3
ઉત્તર:
A. 101
પ્રશ્ન 19.
ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુતચુંબકીય બળ કેટલા ગણું વધારે
પ્રબળ છે?
A. 10-3
B. 103
C. 1036
D. 10-36
ઉત્તર :
C. 1036
પ્રશ્ન 20.
મૂળભૂત બળોમાં પ્રબળતાની દૃષ્ટિએ કયું બળ સૌથી નબળું છે?
A. વિદ્યુતચુંબકીય બળ
B. વીક ન્યુક્લિયર બળ
C. ગુરુત્વાકર્ષી બળ
D. ન્યુક્લિયર બળ
ઉત્તર:
C. ગુરુત્વાકર્ષી બળ
પ્રશ્ન 21.
સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વિદ્યુતચુંબકીય બળ કરતાં કેટલા ગણું
વધારે પ્રબળ છે?
A. 10-2
B. 102
C. 103
D. 10-13
ઉત્તર:
B. 102
પ્રશ્ન 22.
સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ એ વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું વધારે પ્રબળ છે?
A. 10-2
B. 102
C. 1013
D. 10-13
ઉત્તર :
C. 1013
પ્રશ્ન 23.
વીજચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રને કોણે એકત્રિત કર્યાં?
A. શેલ્ડન ગ્લેશોવ
B. મૅક્સવેલ
C. કાર્લો રૂબિયા
D. ન્યૂટન
ઉત્તર:
B. મૅક્સવેલ
પ્રશ્ન 24.
ગુરુત્વાકર્ષી બળ વીક ન્યુક્લિયર બળ કરતાં …………………. ગણું છે.
A. 10
B. 10
C. 10
D. 10
ઉત્તર:
B. 10
પ્રશ્ન 25.
વિદ્યુતચુંબકીય બળ …………….. છે.
A. માત્ર આકર્ષી પ્રકારનું
B. માત્ર અપાકર્ષી પ્રકારનું
C. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે
D. લઘુઅંતરીય
ઉત્તર:
C. આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે
પ્રશ્ન 26.
………………… બળ એ પદાર્થના દળને કારણે ઉદ્ભવતું બળ છે.
A. વિદ્યુતચુંબકીય
B. સ્ટ્રૉંગ ન્યુક્લિયર
C. વીક ન્યુક્લિયર
D. ગુરુત્વાકર્ષી
ઉત્તર :
D. ગુરુત્વાકર્ષી
પ્રશ્ન 27.
જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટૉર્ક શૂન્ય હોય, તો તંત્રનું કુલ …………………….. અચળ રહે છે.
A. રેખીય વેગમાન
B. કોણીય વેગમાન
C. ઊર્જા
D. વિદ્યુતભાર
ઉત્તર:
B. કોણીય વેગમાન
પ્રશ્ન 28.
વીક ન્યુક્લિયર બળનો વિસ્તાર કયા ક્રમનો છે?
A. 10-12 km
B. 10-15 km
C. 10-14 km
D. 10-19 km
ઉત્તર:
D. 10-19 km
પ્રશ્ન 29.
બે પ્રોટોન વચ્ચે આપેલ અંતર માટે લાગતું વિદ્યુતીય બળ તેમની વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષી બળ કરતાં …………………… ગણું છે.
A. 1036
B. 1016
C. 10-19
D. 10-36
ઉત્તર:
A. 1036
પ્રશ્ન 30.
જ્યારે વિદ્યુતભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળને …………………. ના નિયમ દ્વારા નક્કી કરી શકાય છે.
A. ન્યૂટન
B. ઍમ્પિયર
C. કુલંબ
D. ઍરિસ્ટોટલ
ઉત્તર:
C. કુલંબ
પ્રશ્ન 31.
નીચે દર્શાવેલ કઈ ઘટનાનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે?
A. ન્યૂટ્રૉનનું પ્રોટોનમાં રૂપાંતરણ
B. દ્રવ્યનું પ્લાઝ્મામાં રૂપાંતરણ
C. ક્રિકેટના દડાની ગતિ
D. પૃથ્વી પર થતા ધરતીકંપો
ઉત્તર:
C. ક્રિકેટના દડાની ગતિ
પ્રશ્ન 32.
નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ કુદરતનું કોઈ એક મૂળભૂત બળ દર્શાવે છે?
A. પદાર્થોની સંપર્કસપાટી વચ્ચે લાગતું ઘર્ષણબળ
B. દબાયેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ
C. પ્રવાહીની મુક્ત સપાટીને સમાંતર લાગતું પૃષ્ઠતાણ
D. પદાર્થોના દળના કારણે ઉદ્ભવતું આકર્ષણ બળ
ઉત્તર:
D. પદાર્થોના દળના કારણે ઉદ્ભવતું આકર્ષણ બળ
પ્રશ્ન 33.
નીચે દર્શાવેલ બળોમાંથી કયું બળ લઘુઅંતરીય છે?
A. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ
B. વીક ન્યુક્લિયર બળ
C. A અને B બંને
D. વિદ્યુતચુંબકીય બળ
ઉત્તર :
C. A અને B બંને
પ્રશ્ન 34.
વીક ન્યુક્લિયર બળ ……………………. બળ કરતાં પ્રબળ અને બળ કરતાં નબળું હોય છે.
A. સ્ટ્રૉંગ ન્યુક્લિયર, ગુરુત્વાકર્ષણ
B. ગુરુત્વાકર્ષણ, સ્ટ્રૉંગ ન્યુક્લિયર
C. વિદ્યુતચુંબકીય, ગુરુત્વાકર્ષણ
D. વિદ્યુતચુંબકીય, સ્ટ્રૉંગ ન્યુક્લિયર
ઉત્તર:
B. ગુરુત્વાકર્ષણ, સ્ટ્રૉંગ ન્યુક્લિયર
પ્રશ્ન 35.
બે પ્રોટોન વચ્ચે આપેલ અંતર માટે લાગતું ગુરુત્વાકર્ષી બળ તેમની વચ્ચે લાગતાં વિદ્યુતીય બળ કરતાં …………………….. ગણું છે.
A. 1036
B. 1016
C. 10-19
D. 10-36
ઉત્તર:
D. 10-36
પ્રશ્ન 36.
ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં ગતિ, બળ, કાર્ય વગેરેના મૂળભૂત અભ્યાસોની વાત થાય છે?
A. થરમૉડાઇનેમિક્સ
B. યંત્રશાસ્ત્ર
C. પ્રકાશશાસ્ત્ર
D. પરમાણુશાસ્ત્ર
ઉત્તર:
B. યંત્રશાસ્ત્ર
પ્રશ્ન 37.
પ્રોટોન ……………………. તરીકે ઓળખાતા કણોના બનેલા માનવામાં આવે છે.
A ઇલેક્ટ્રૉન્સ
B. પોઝિટ્રૉન્સ
C. કવાર્ટ્સ
D. ન્યૂટ્રિનો
ઉત્તર:
C. કવાર્ટ્સ
પ્રશ્ન 38.
ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે તે રાશિનું …………………..
A. સમય સાથે બદલાવું
B. સમય સાથે અચળ રહેવું
C. બળ લાગતાં બદલાવું
D. કંઈ પણ કહી શકાય નહિ
ઉત્તર:
B. સમય સાથે અચળ રહેવું
પ્રશ્ન 39.
ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં ન્યૂટ્રૉન-ન્યૂટ્રૉન વચ્ચે કયું બળ પ્રવર્તે છે?
A. ગુરુત્વાકર્ષી બળ
B. વિદ્યુતચુંબકીય બળ
C. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ
D. વીક ન્યુક્લિયર બળ
ઉત્તર:
C. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ
પ્રશ્ન 40.
ન્યૂટ્રૉન એ કયા સૂક્ષ્મ કણોનો બનેલો છે?
A. બેરિયોન
B. મેસોન
C. કવાર્ટ્સ
D. બેરિયોન અને મેસોન
ઉત્તર:
C. કવાર્ટ્સ
પ્રશ્ન 41.
‘પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગ છે.’ આ શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
A. મૅક્સવેલ
B. આઇન્સ્ટાઇન
C. ઑસ્ટેંડ
D. ફેડે
ઉત્તર:
A. મૅક્સવેલ
પ્રશ્ન 42.
નીચેનામાંથી કયો નિયમ મૂળભૂત સંરક્ષણનો નિયમ નથી?
A. ઊર્જા-સંરક્ષણનો નિયમ
B. દળ-સંરક્ષણનો નિયમ
C. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
D. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
ઉત્તર:
B. દળ-સંરક્ષણનો નિયમ
પ્રશ્ન 43.
બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેમની વચ્ચેના અંતરના ……………………. હોય છે.
A. સમપ્રમાણમાં
C. વ્યસ્ત પ્રમાણમાં
B. વર્ગના સમપ્રમાણમાં
D. વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
ઉત્તર:
D. વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
પ્રશ્ન 44.
ન્યુક્લિયસમાંથી β-કણના ઉત્સર્જન માટે …………………….. જવાબદાર છે.
A. ગુરુત્વાકર્ષણ બળ
B. વીક ન્યુક્લિયર બળ
C. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ
D. વિદ્યુતચુંબકીય બળ
ઉત્તર:
B. વીક ન્યુક્લિયર બળ
પ્રશ્ન 45.
નીચે આપેલાં મૂળભૂત બળો પૈકી ……………………. સૌથી પ્રબળ બળ અને …………………….. સૌથી નિર્બળ બળ છે.
A. વિદ્યુતચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ
B. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ
C. સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ, ગુરુત્વાકર્ષી બળ
D. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વિદ્યુતચુંબકીય બળ
ઉત્તર:
C. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ગુરુત્વાકર્ષી બળ
પ્રશ્ન 46.
ન્યૂટ્રૉન અને પ્રોટોન …………………. કણોના બનેલા માનવામાં આવે છે.
A. પોઝિટ્રાન્સ
B. ઇલેક્ટ્રૉન્સ
C. કવાર્ટ્સ
D. ન્યૂટ્રિનો
ઉત્તર:
C. કવાર્ટ્સ
પ્રશ્ન 47.
ન્યુક્લિયસમાંના બે અલગ રહેલા પ્રોટોન વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષણ બળને G, વિદ્યુતબળને E અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને S વડે દર્શાવીએ, તો ………………… .
A. S > E > G
B. E > G > S
C. G > S > E
D. E > S > G
ઉત્તર:
A. S > E > G
પ્રશ્ન 48.
ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળને અનુક્રમે G, E અને W વડે દર્શાવીએ, તો ………………. .
A. G > W > E
B. E > W > G
C. E < W > G
D. W > E > G
ઉત્તર:
B. E > W > G
પ્રશ્ન 49.
હાઇડ્રોજન પરમાણુનું ક્વૉન્ટમ મૉડેલ ………………. વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું.
A. અર્નેસ્ટ રધરફૉર્ડ
B. નીલ્સ બોહ્ર
C. એસ. એન. બોઝ
D. એનરિકો ફર્મી
ઉત્તર:
B. નીલ્સ બોહ્ર
પ્રશ્ન 50.
ન્યુક્લિયર રિઍક્ટર કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે?
A. ન્યૂટનના ગતિના નિયમો
B. થરમૉડાઇનેમિક્સનો નિયમ
C. ઇલેક્ટ્રૉનની તરંગ-પ્રકૃતિ
D નિયંત્રિત ન્યુક્લિયર ફિશન
ઉત્તર:
D. નિયંત્રિત ન્યુક્લિયર ફિશન