Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 7 વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ can serve as a valuable review tool before computer exams.
GSEB Std 11 Computer Chapter 7 MCQ વિમ ઍડિટર અને મૂળભૂત સ્ક્રિસ્ટિંગ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયું ટેક્સ્ટ એડિટર છે?
A. Nano
B. Vi
C. Pico
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 2.
લિનક્સમાં ટેક્સ્ટ ફાઈલ બનાવવા, GNOME ડેસ્કટૉપ વાતાવરણમાં કર્યું એડિટર ઉપલબ્ધ હોય છે?
A. Vim
B. Kwrite
C. Pico
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Vim
પ્રશ્ન 3.
લિનક્સમાં ટેક્સ્ટ ફાઈલ બનાવવા, KDE ડેસ્કટૉપ વાતાવરણમાં કર્યું એડિટર ઉપલબ્ધ હોય છે?
A. Vim
B. write
C. Pico
D. Nano
ઉત્તર:
B. write
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું એડિટર યુનિક્સ અને લિનક્સની લગભગ તમામ આવૃત્તિઓ સાથે ઉપલબ્ધ હોય છે?
A. Nano
B. Kwrite
C. Vim
D. Pico
ઉત્તર:
C. Vim
પ્રશ્ન 5.
નીચેનામાંથી કયું Vimનું સુધારેલ એડિટર છે?
A. Vim – II
B. Vi
C. Pico
D. Nano
ઉત્તર:
B. Vi
પ્રશ્ન 6.
Vim એડિટર કઈ સાલમાં જાહેરમાં મૂકવામાં આવ્યું?
A. 1990
B. 1991
C. 1980
D. 1981
ઉત્તર:
B. 1991
પ્રશ્ન 7.
લિનક્સના કમાન્ડ લખેલા હોય તેવી ટેક્સ્ટ ફાઈલને શું કહેવાય છે?
A. ડૉક્યુમેન્ટ ફાઈલ
B. સોર્સ ફાઈલ
C. શેલસ્ક્રિપ્ટ
D. આપેલ તમામ
ઉત્તર:
C. શેલસ્ક્રિપ્ટ
પ્રશ્ન 8.
શેલસ્ક્રિપ્ટ લખવા માટે કયા પ્રોગ્રામની જરૂર પડે છે?
A. કૅલ્સી
B. ટેક્સ્ટ એડિટર
C. બેઝ
D. પેઇન્ટ
ઉત્તર:
B. ટેક્સ્ટ એડિટર
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયું ગ્રાફિકલ એડિટર લિનક્સમાં ઉપલબ્ધ હોય છે?
A. gedit
B. Kwrite
C. Vim
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 10.
નીચેનામાંથી કયું ગ્રાફિકલ એડિટર GNOME ડેસ્કટૉપ એન્વાયરોનમેન્ટમાં ઉપલબ્ધ હોય છે?
A. Vi
B. Vim
C. gedit
D. આપેલ તમામ
ઉત્તર:
C. gedit
પ્રશ્ન 11.
નીચેનામાંથી કયું ગ્રાફિકલ એડિટર KDE ડેસ્કટૉપ એન્વાયરોનમેન્ટમાં ઉપલબ્ધ હોય છે?
A. Vi
B. Vim
C. gedit
D. Kwrite
ઉત્તર:
D. Kwrite
પ્રશ્ન 12.
લિનક્સમાં વિમ એડિટર કેટલી રીતે ખોલી શકાય?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
B. બે
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયું વિધાન gedit માટે ખરું છે?
A. તે એક કમાન્ડ લાઇન એડિટર છે.
B. તે ગ્રાફિકલ એડિટર છે.
C. તે એડિટર નથી.
D. તે KDE ડેસ્કટૉપ વાતાવરણમાં ઉપલબ્ધ છે.
ઉત્તર:
B. તે ગ્રાફિકલ એડિટર છે.
પ્રશ્ન 14.
વિમ એડિટરમાં છેલ્લી લીટી …………………. તરીકે ઓળખાય છે.
A. લાસ્ટ લાઇન
B. ફુટર
C. કમાન્ડ લાઇન
D. કમાન્ડ બૉક્સ
ઉત્તર:
C. કમાન્ડ લાઇન
પ્રશ્ન 15.
વિમ એડિટરમાં કઈ લાઇન પર કમાન્ડ લખી શકાય?
A. પ્રથમ
B. બીજી
C. છેલ્લી
D. દરેક
ઉત્તર:
C. છેલ્લી
પ્રશ્ન 16.
વિમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ
પ્રશ્ન 17.
વિમ એડિટર નવી ફાઈલ બનાવવા ખોલવામાં આવે ત્યારે વિન્ડોની ડાબી બાજુ કઈ નિશાનીથી ભરેલી હોય છે?
A. =
B. ~
C. *
D. $
ઉત્તર:
B. ~
પ્રશ્ન 18.
વિમ એડિટર નીચેનામાંથી કઈ પદ્ધતિમાં કામ કરે છે?
A. કમાન્ડ મોડ
B. ઇન્સર્ટ મોડ
C. લાસ્ટ લાઇન મોડ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 19.
વિમ એડિટર ચાલુ કરીએ ત્યારે તે કયા મોડમાં ખૂલે છે?
A. કમાન્ડ મોડ
B. ઇન્સર્ટ મોડ
C. લાસ્ટ લાઇન મોડ
D. પ્રિન્ટ મોડ
ઉત્તર:
A. કમાન્ડ મોડ
પ્રશ્ન 20.
વિમ એડિટરમાં કમાન્ડ મોડમાંથી ઇન્સર્ટ મોડમાં જવા કયો કમાન્ડ આપવામાં આવે છે?
A. :W
B. 😡
C. :q
D. :i
ઉત્તર:
D. :i
પ્રશ્ન 21.
વિમ એડિટરમાં કમાન્ડ મોડનું વિસ્તરણ વિઝ્યુલ મોડમાં કરવા માટે કયો કમાન્ડ વપરાય છે?
A. V
B. Vis
C. Vi
D. Visual
ઉત્તર:
A. V
પ્રશ્ન 22.
વિમ એડિટરમાં બ્લૉક-વિઝ્યુલ મોડ સક્રિય બનાવવા કયો કમાન્ડ વપરાય છે?
A. V
B. Vi
C. b
D. Ctrl + V
ઉત્તર:
D. Ctrl + V
પ્રશ્ન 23.
નીચેનામાંથી કઈ કી વિમ એડિટરના ઇન્સર્ટ મોડમાં જવા વપરાતી નથી?
A. o
B. i
C. a
D. cw
ઉત્તર:
D. cw
પ્રશ્ન 24.
વિમ એડિટરમાં ………………… કી કમાન્ડ મોડ અને ઇન્સર્ટ મોડમાં ટોગલ કરવા વપરાય છે.
A. t
B. Enter
C. Esc
D. Ctrl
ઉત્તર:
C. Esc
પ્રશ્ન 25.
વિમ એડિટરમાં કર્સરના વર્તમાન સ્થાન પછી લખાણ ઉમેરવા કઈ કી દબાવવામાં આવે છે?
A. i
B. l
C. b
D. a
ઉત્તર:
D. a
પ્રશ્ન 26.
વિમ એડિટરમાં કર્સરના વર્તમાન સ્થાન પહેલા લખાણ ઉમેરવા માટે કઈ કી વપરાય છે?
A. a
B. i
C. o
D. q
ઉત્તર:
B. i
પ્રશ્ન 27.
વિમ એડિટરમાં વર્તમાન લીટીના અંતમાં લખાણ ઉમેરવા કઈ કી વપરાય છે?
A. a
B. i
C. A
D. I
ઉત્તર:
C. A
પ્રશ્ન 28.
વિમ એડિટરમાં વર્તમાન લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા કઈ કી દબાવવામાં આવે છે?
A. a
B. i
C. A
D. I
ઉત્તર:
D. I
પ્રશ્ન 29.
વિમ એડિટરમાં કર્સરના વર્તમાન સ્થાનની ઉપર એક નવી લીટી ઉમેરવા કઈ કી વપરાય છે?
A. a
B. A
C. o
D. O
ઉત્તર:
D. O
પ્રશ્ન 30.
વિમ એડિટરમાં કર્સરના વર્તમાન સ્થાનની નીચે એક નવી લીટી ઉમેરવા કઈ કી વપરાય છે?
A. a
B. A
C. o
D. I
ઉત્તર:
C. o
પ્રશ્ન 31.
વિમ એડિટરમાં લાસ્ટ લાઇન મોડ શું છે?
A. વિમ-સેશન બંધ કરવા
B. ફાઈલનો સંગ્રહ કરવા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 32.
વિમ એડિટરમાં કઈ કી દબાવી લાસ્ટ લાઇન મોડમાં જઈ શકાય?
A. i
B. a
C. *
D. :
ઉત્તર:
D. :
પ્રશ્ન 33.
વિમ એડિટરમાં આખી વર્તમાન લાઇનને કૉપી કરવા કયો કમાન્ડ વપરાય છે?
A. dd
B. Ctrl + C
C. Ctrl + V
D. yy
ઉત્તર:
D. yy
પ્રશ્ન 34.
વિમ એડિટરમાં કૉપી કરેલ લાઇનને કર્સર જ્યાં હોય ત્યાં લાવવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. yy
B. Ctrl + C
C. P
D. Ctrl + V
ઉત્તર:
C. P
પ્રશ્ન 35.
શેલસ્ક્રિપ્ટમાં ગાણિતિક કાર્ય કરતી વખતે ગુણાકારની ક્રિયા કરવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. ×
B. *
C. **
D.\*
ઉત્તર:
D.\*
પ્રશ્ન 36.
લિનક્સમાં expr આદેશનો ઉપયોગ નીચેનામાંથી કયો છે?
A. ગાણિતિક સમીકરણને ઉકેલે છે.
B. સમીકરણ બનાવે છે.
C. શાબ્દિક પ્રક્રિયા કરે છે.
D. આપેલ તમામ
ઉત્તર:
A. ગાણિતિક સમીકરણને ઉકેલે છે.
પ્રશ્ન 37.
નીચેનામાંથી કઈ કી લાઇન રદ કરવા માટે વપરાય છે?
A. ce
B. ge
C. dd
D. d$
ઉત્તર:
C. dd
પ્રશ્ન 38.
વિમ એડિટરમાં :wq એ નીચેનામાંથી કયા કાર્ય માટે વપરાય છે?
A. ફાઈલ સેવ કરવી અને એડિટ મોડમાં જ રહેવું.
B. ફાઈલ સેવ કરવી અને એડિટ મોડમાંથી બહાર નીકળવું.
C. ફાઈલમાં કરેલા સુધારા સેવ કર્યા વિના જ એડિટ મોડમાંથી બહાર નીકળી જવું.
D. આપેલ તમામ
ઉત્તર:
B. ફાઈલ સેવ કરવી અને એડિટ મોડમાંથી બહાર નીકળવું.
પ્રશ્ન 39.
વિમ એડિટરમાં ફાઈલનો સંગ્રહ કરી એડિટિંગ મોડ ચાલુ રાખવા કર્યો આદેશ વપરાય છે?
A. :w
B. :wq
C. 😡
D. :q
ઉત્તર:
A. :w
પ્રશ્ન 40.
નીચેનામાંથી કર્યો આદેશ ફાઈલનો સંગ્રહ કરી એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા વપરાય છે?
A. :w
B. :wq
C. 😡
D. :q
ઉત્તર:
B. :wq
પ્રશ્ન 41.
નીચેનામાંથી કયો આદેશ ફાઈલમાં કરેલ સુધારાનો સંગ્રહ કર્યા વગર એડિટિંગ મોડમાંથી બહાર નીકળવા વપરાય છે?
A. :w
B. :wq
C. 😡
D. :q!
ઉત્તર:
D. :q!
પ્રશ્ન 42.
વિમ એડિટરના ડૉક્યુમેન્ટમાં કર્સર ડાબી તરફ ખસેડવા કઈ કી વપરાય છે?
A. h
B. l
C. j
D. k
ઉત્તર:
A. h
પ્રશ્ન 43.
વિમ એડિટરના ડૉક્યુમેન્ટમાં કર્સર જમણી તરફ ખસેડવા માટે કઈ કી વપરાય છે?
A. h
B. l
C. j
D. k
ઉત્તર:
B. l
પ્રશ્ન 44.
વિમ એડિટરના ડૉક્યુમેન્ટમાં કર્સર નીચેની લીટીમાં લઈ જવા માટે કઈ કી વપરાય છે?
A. h
B. l
C. j
D. k
ઉત્તર:
C. j
પ્રશ્ન 45.
વિમ એડિટરના ડૉક્યુમેન્ટમાં કર્સર ઉપરની લીટીમાં લઈ જવા માટે કઈ કી વપરાય છે?
A. h
B. l
C. j
D. k
ઉત્તર:
D. k
પ્રશ્ન 46.
વિમ એડિટરમાં કર્સરને લીટીના અંતમાં લઈ જવા માટે કઈ કી વપરાય છે?
A. L
B. $
C. G
D. W
ઉત્તર:
B. $
પ્રશ્ન 47.
વિમ એડિટરમાં કર્સરને ફાઈલના અંતમાં લઈ જવા માટે કઈ કી વપરાય છે?
A. L
B. $
C. G
D. W
ઉત્તર:
C. G
પ્રશ્ન 48.
નીચેનામાંથી કયું વિધાન ફાઈલમાંથી શબ્દસમૂહ શોધવા માટે વપરાય છે?
A. :set is
B. :help cmd
C. :!cmd
D. /phrase<ENTER>
ઉત્તર:
D. /phrase<ENTER>
પ્રશ્ન 49.
વિમ એડિટરમાં જો આપણે કોઈ ફાઈલમાં દરેક જગ્યાએ આવતો શબ્દ “Gandhi”ને “Gandhiji” શબ્દ વડે બદલવા ઇચ્છીએ, તો નીચેનામાંથી કયા આદેશનો અમલ કરવો જોઈએ?
A. :%s/Gandhi/Gandhiji/g
B. :%s/Gandhiji/Gandhi/g
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. :%s/Gandhi/Gandhiji/g
પ્રશ્ન 50.
નીચેનામાંથી કઈ સિન્ટેક્સ (syntax) વપરાશકર્તાની મંજૂરી વિના આખી ફાઈલના તમામ phrase1ને phrase2માં બદલી નાખવા ઉપયોગમાં લઈ શકાય?
A. :%s/phrase1/phrase2/g
B. :%s/phrase1/phrase2/gc
C. :s/phrase1/phrase2/g
D. :s/phrase1/phrase2/gc
ઉત્તર:
A. :%s/phrase1/phrase2/g
પ્રશ્ન 51.
શેલસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયું કૅરેક્ટર કૉમેન્ટ લાઇનનો નિર્દેશ કરવા વપરાય છે?
A. *
B. %
C. $
D. #
ઉત્તર:
D. #
પ્રશ્ન 52.
નીચેનામાંથી કયું ચિહ્ન શેલસ્ક્રિપ્ટને ચલમાંથી કિંમત મેળવવાની સૂચના આપે છે?
A. *
B. %
C. $
D. #
ઉત્તર:
C. $
પ્રશ્ન 53.
લિનક્સમાં શેલસ્ક્રિપ્ટનો અમલ કરવા નીચેનામાંથી કયા આદેશનો ઉપયોગ કરી શકાય?
A. sh
B. bash
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 54.
લિનક્સમાં કોઈ પણ શેલસ્ક્રિપ્ટનો અમલ કરવા તે સ્ક્રિપ્ટ પર કઈ પરવાનગી સેટ કરેલ હોવી જરૂરી છે?
A. વાંચવાની
B. લખવાની
C. અમલ કરવાની
D. આપેલ તમામ
ઉત્તર:
C. અમલ કરવાની
પ્રશ્ન 55.
લિનક્સમાં જો કોઈ શેલસ્ક્રિપ્ટ પર અમલ કરવાની પરવાનગી સેટ કરેલ ન હોય, તો અમલ કરવાની પરવાનગી સેટ કરવા કયો આદેશ વપરાય છે?
A. chmod +w (filename)
B. chmod -w (filename)
C. chmod -x (filename)
D. chmod +x (filename)
ઉત્તર:
D. chmod +x (filename)
પ્રશ્ન 56.
શેલસ્ક્રિપ્ટમાં ………………. આદેશ વપરાશકર્તા પાસેથી સ્ટાન્ડર્ડ ઇનપુટ એકમ પરથી ડેટાટાઇપ કરવાની અપેક્ષા રાખે છે.
A. input
B. read
C. echo
D. type
ઉત્તર:
B. read