Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 13 હાઇડ્રોકાર્બન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 13 હાઇડ્રોકાર્બન in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયો તૃતીયક કાર્બન ધરાવે છે ?
(A) પ્રોપેન
(B) n-બ્યુટેન
(C) 2-મિથાઇલપ્રોપેન
(D) 2, 2-ડાયમિથાઇલપ્રોપેન
જવાબ
(C) 2-મિથાઇલપ્રોપેન
પ્રશ્ન 2.
સોડાલાઇમ નીચેનામાંથી શું છે ?
(A) KOH, CaO
(B) Ca(OH)2 NaOH
(C) H2O, NaOH
(D) NaOH CaO
જવાબ
(D) NaOH CaO
પ્રશ્ન 3.
CnH2n શાનું સામાન્ય સૂત્ર છે ?
(A) આલ્બેન
(B) આલ્કીન
(C) આલ્કાઇન
(D) સાયક્લોઆલ્કીન
જવાબ
(B) આલ્કીન
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયો લિનડર્સ ઉદ્દીપક છે ?
(A) Ni + Pt
(B) CaO · NaOH
(C) Pd + C
(D) Pt + H2
જવાબ
(C) Pd + C
પ્રશ્ન 5.
નીચેનામાંથી કયો એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ?
(A) ઇથીન
(B) પ્રોપેન
(C) ઇથાઇન
(D) બ્યુટાઇન
જવાબ
(B) પ્રોપેન
પ્રશ્ન 6.
નીચેના કયા પ્રકારનો હાઇડ્રોજન નથી હોતો ?
(A) 3°
(B) 2°
(C) 4°
(D) 1°
જવાબ
(C) 4°
પ્રશ્ન 7.
4° હાઇડ્રોજન શક્ય નથી તેનું કારણ ……………………. .
(A) કાર્બનની સાથે ચાર સહસંયોજક બંધ હોય છે.
(B) કાર્બનની સાથે બીજા ચાર કાર્બન જોડાયેલા હોય છે અને H જોડાવા સંયોજકતા પ્રાપ્ય નથી.
(C) 1°, 2° અને 3° કાર્બન સ્થાયિ છે પણ 4° કાર્બન અસ્થાયિ છે.
(D) 4° કાર્બન સાથે મુક્તમૂલક બને છે.
જવાબ
(B) કાર્બનની સાથે બીજા ચાર કાર્બન જોડાયેલા હોય છે અને H જોડાવા સંયોજકતા પ્રાપ્ય નથી.
પ્રશ્ન 8.
નીચેના જોડકાંમાં સાચુ કર્યું છે ?
સંયોજન | સામાન્યસૂત્ર |
(p) આલ્કેન | (i) CnH2n |
(q) આલ્કીન | (ii) Cn H2n – 2 |
(r) આલ્કાઈન | (iii) Cn H2n + 2 |
(s) સાયક્લોઆલ્કેન | (iv) CnH2n + 4 |
(A) (p – i), (q – ii), (r – iii), (s – iv)
(B) (p – iii), (q – i), (r – ii), (s – i)
(C) (p – iii), (q – ii), (r – ii), (s – iv)
(D) (p – iv), (q – iii), (r – ii), (s – i)
જવાબ
(B) (p – iii), (q – i), (r – ii), (s – i)
પ્રશ્ન 9.
જૂથ (A) ના બંધારણ સાથે જૂથ B માનું કયું નામ સાચું છે તેનો સાચો વિકલ્પ નક્કી કરો.
જૂથ (A) | જૂથ (B) |
(i) (CH3)2 CHCH3 | (p) 2, 2-ડાયમિથાઇલપ્રોપેન |
(ii) (CH3)4 C | (q) 2, 2-ડાયમિથાઇલબ્યુટેન |
(iii) (CH3)3 CCH2CH3 | (r) 2, 3-ડાયમિથાઇલબ્યુટેન |
(iv) [CH3)2CH]2 | (s) 2-મિથાઇલપ્રોપેન |
(A) (i – s), (ii – p), (iii – r), (iv – q)
(B) (i – p), (ii – q), (iii – r), (iv – s)
(C) (i – s), (ii – p), (iii – q), (iv – r)
(D) (ii – p), (ii – s), (iii – q), (iv− r)
જવાબ
(C) (i – s), (ii – p), (iii – q), (iv – r)
પ્રશ્ન 10.
જૂથ (A) આપેલ સંયોજનો સાથે જૂથ (B) ના બંધકોણ અને (C) માંથી કાર્બન-કાર્બન લંબાઈના સાચા વિકલ્પ મેળવો.
જૂથ A | બંધ કોણ જૂથ B | બંધ લંબાઈ જૂથ C (pm) |
(i) C – C આલ્કેન | (p) 90° | (a) 139 |
(ii) C = C આલ્કીન | (q) 109-5° | (b) 154 |
(iii) C ≡ C આલ્કાઈન | (r) 120° | (c) 134 |
(iv) C = C બેન્ઝિન | (s) 180° | (d) 120 |
(A) (i – p, (a)), (ii – r, (c)), (iii – s, (a)), (iv – p, (b))
(B) (i – q, (b)), (ii – r, (c)), (iii – s, (d)), (iv – r, (a))
(C) (i – p, (a)), (ii – q, (b)), (iii – r, (c)), (iv – s, (d))
(D) (i – r, (c)), (ii – r, (c)), (iii – s, (a)), (iv – p, (d))
જવાબ
(B) (i – q, (b)), (ii – r, (c)), (iii – s, (d)), (iv – r, (a))
પ્રશ્ન 11.
ઇથેનનાં C – C σ બંધની એન્થાલી 397 kJ mol-1 છે અને ઇથીનમાં C – C π બંધની એન્થાલ્પી 284 kJ mol-1 આશરે છે, તો ઇથીનમાં દ્વિબંધની એન્થાલ્પી કેટલા kJ mol-1 હોય ?
(A) 384
(B) 823
(C) 681
(D) 284
જવાબ
(C) 681
(C – C σ + C – C π બંધ) = (C = C દ્વિબંધની એન્થાલ્પી)
(397 + 284) = 681 kJ mol-1
પ્રશ્ન 12.
ઇથેન, ઇથીન અને ઇથાઈનના એકબંધ, દ્વિબંધ અને ત્રિબંધની એન્થાલ્પી નીચેનામાં અનુક્રમે કઈ હશે (kJ mol-1 માં)
(A) 681, 384, 823
(B) 384, 681, 823
(C) 823, 681, 384
(D) એક પણ નહીં
જવાબ
(B) 384, 681, 823
“જેમ બંધક્રમાંક વધારે તેમ બંધ વધારે મજબૂત અને બંધ એન્થાલ્પી વધારે હોય છે.”
પ્રશ્ન 13.
(a) ઇથેન (b) ઇથીન અને (C) ઇથાઇનની રાસાયણિક ક્રિયાશીલતાનો સાચો ક્રમ શોધો.
(A) (a) > (b) > (c)
(B) (c) > (b) > (a)
(C) (a) > (c) > (b)
(D) (c) > (a) > (b)
જવાબ
(B) (c) > (b) > (a)
કારણ કે જેમ બે કાર્બન વચ્ચે π બંધની સંખ્યા વધુ તેમ તેવા સંયોજનની ક્રિયાશીલતા વધારે હોય છે.
પ્રશ્ન 14.
એક જ સરખા કાર્બન ધરાવતા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે ?
(A) આલ્કેન < આલ્કીન < આલ્કાઈન
(B) આલ્કાઇન < આલ્કીન < આલ્કેન
(C) આલ્કીન < આલ્કેન < આલ્કાઈન
(D) આલ્કેન < આલ્કાઈન < આલ્કીન
જવાબ
(A) આલ્કેન < આલ્કીન < આલ્કાઈન
દા.ત., C2H6 < C2H4 < C2H2નાં ઉત્કલનબિંદુ ક્રમશઃ વધે છે.
પ્રશ્ન 15.
નીચેનામાંથી કયા સંયોજનો ભૂમિતિય સમઘટકતા ધરાવી શકે છે ?
(A) આલ્કેન
(B) આલ્કીન
(C) આલ્કાઈન
(D) એકપણ નહીં
જવાબ
(B) આલ્કીન
તેમના સીસ – અને ટ્રાન્સ ભૂમિતિય સમઘટક CRR = CRR1
CHR = CHR અને CHR = CRR માં બને છે.
પ્રશ્ન 16.
નીચેનામાંથી કયું બેન્ઝેનાઇડ નથી ?
જવાબ
કારણ કે તેમાં ષટકોણીય ઍરોમૅટિક બેન્ઝિન વલય નથી.
પ્રશ્ન 17.
બેન્ઝિનની ક્લોરિન સાથે નિર્જળ AlCl3 ની હાજરીની પ્રક્રિયા કરવાથી નીચેનામાંથી કઈ નીપજ બનશે ?
(A) ક્લોરોબેન્ઝિન
(B) હેક્ઝાક્લોરોસાયક્લોહેકઝેન
(C) બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ
(D) એક પણ નહીં
જવાબ
(A) ક્લોરોબેન્ઝિન
ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન નીપજ જે FeCl3 ની હાજરીમાં જ થાય.
(B) હેક્ઝાક્લોરોસાયક્લોહેઝેન C6H6Cl6 :
(C) બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ C6Cl6 :
પ્રશ્ન 18.
નીચેનામાંથી કયા પ્રક્રિયકની સાથે બેઝિન પ્રક્રિયા કરે છે ?
(A) I2 અને સૂર્યપ્રકાશ (સામાન્ય તાપમાને)
(B) ઠંડો KMnO4 સાથે
(C) બ્રોમિનજળ સાથે
(D) બ્રોમિન + FeBr3 સાથે
જવાબ
(D) બ્રોમિન + FeBr3 સાથે
(A) I2 સાથે બેન્ઝિન પ્રક્રિયા કરતો નથી.
(B) ઠંડો KMnO4 તે અસંતૃપ્તતાની બેયર કસોટી છે.
(C) બ્રોમિનજળ અથવા Br2 (Cl4) માં તે પણ અસંતૃપ્તતાની કસોટી છે. બેન્ઝિન વિશિષ્ટ સ્થાયિ હોવાથી અસંતૃપ્તતાની કસોટી (B) અને (C) આપતો નથી.
(D) લુઇસ ઍસિડ FeBr3 ની હાજરીમાં Br2 માંથી ઇલેક્ટ્રૉન અનુરાગી Br+ બનીને બેન્ઝિનમાંથી બ્રોમોબેન્ઝિન બને છે.
પ્રશ્ન 19.
સૌપ્રથમ બેન્ઝિન કયા વૈજ્ઞાનિકે મેળવ્યું હતું ?
(A) કેડ્યૂલે
(B) ફ્રિડલ-ક્રાફ્ટ
(C) માઇકલ ફેરાડે
(D) ઑગસ્ટ હોફમેન
જવાબ
(C) માઇકલ ફેરાડે
પ્રશ્ન 20.
નીચેનામાંથી કયાનું ઉત્કલનબિંદુ મહત્તમ છે ?
(A) નિયોપેન્ટેન
(B) n-પેન્ટેન
(C) આઇસોપેન્ટેન
(D) n-હેકઝેન
જવાબ
(D) n-હેકઝેન
પ્રશ્ન 21.
પ્રોપીન + X \(\stackrel{\left(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CO}\right)_2 \mathrm{OO}}{\longrightarrow}\) 1-હેલોપ્રોપીન તો X શું હશે ?
(A) HI
(B) HCl
(C) HBr
(D) બધાજ
જવાબ
(C) HBr
કારણ કે પેરૉક્સાઇડની હાજરીમાં ફક્ત HBr જ આવી પ્રક્રિયા કરે છે.
પ્રશ્ન 22.
X + પાણી → ઇથાઇન. તો X કયો પદાર્થ હશે ?
(A) સોડિયમ કાર્બાઇડ
(B) સોડિયમ ઇથીનાઇડ
(C) કૅલ્શિયમ કાર્બાઇડ
(D) કૅલ્શિયમ ઑક્સાઇડ
જવાબ
(C) કૅલ્શિયમ કાર્બાઇડ
પ્રશ્ન 23.
HC ≡ CH + NaNH2 પ્રક્રિયાથી કઈ નીપજ બને છે ?
(A) HC ≡ CNa
(B) NaC ≡ CNa
(C) H2
(D) બધી જ
જવાબ
(D) બધી જ
પ્રશ્ન 24.
o-ઝાયલીન, m-ઝાયલીન અને p-ઝાયલીન એકબીજાના સમઘટકો છે. તેઓમાં સમઘટકતાનો પ્રકાર કયો છે ?
(A) સમૂહ સમઘટકતા
(B) શૃંખલા સમઘટકતા
(C) સ્થાન સમઘટકતા
(D) ભૂમિતિય સમઘટકતા
જવાબ
(C) સ્થાન સમઘટકતા
પ્રશ્ન 25.
બેન્ઝિનના નાઇટ્રેશનની પ્રક્રિયામાં ………………….. ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે.
(A) નાઇટ્રેટ આયન
(B) નાઇટ્રાઇટ આયન
(C) નાઇટ્રોનિયમ આયન
(D) નાઇટ્રો
જવાબ
(C) નાઇટ્રોનિયમ આયન
પ્રશ્ન 26.
C6H5Y ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી m-NO2C6H4Y મળે છે તો નીચેનામાંથી કયું Y ન હોઈ શકે ?
(A) -NH2
(B) -NO2
(C) -COOH
(D) -SO3H
જવાબ
(A) -NH2
કારણ કે -NH2 ઓર્થો, પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે.
પ્રશ્ન 27.
નીચેનામાંથી ……………………. ની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય નથી.
(A) ટ્રાન્સવીનાઇલ ક્લોરાઇડ
(B) p-ઝાયલીન
(C) સીસ-બ્યુટ-2-ઈન
(D) મિથેન
જવાબ
(C) સીસ-બ્યુટ-2-ઈન
પ્રશ્ન 28.
બેન્ઝિનનું બર્નરની જ્યોતમાં દહન કરાતાં તે ધુમાડાવાળી જ્યોત સાથે દહન પામે છે, કારણ કે……
(A) તે એલિફેટિક સંયોજન છે.
(B) તે ઍરોમૅટિક છે.
(C) તે ચક્રીય સંયોજન છે.
(D) તેમાં સંસ્પદન થાય છે.
જવાબ
(B) તે ઍરોમૅટિક છે.
ઍરોમૅટિક સંયોજનમાં કાર્બનનું પ્રમાણ વધારે હોવાથી અપૂર્ણ દહન થતાં ધુમાડા ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 29.
3-મિથાઇલ-પેન્ટ-2-ઇનની પેરોક્સાઇડની હાજરીમાં HBr ની સાથેની પ્રક્રિયા કરવાથી મળતી મુખ્ય નીપજ કઈ છે ?
(A) 3 – બ્રોમો – 3 – મિથાઇલપેન્ટેન
(B) 4 – બ્રોમો – 3 – મિથાઇલપેન્ટેન
(C) 2 – બ્રોમો – 3 – મિથાઇલપેન્ટેન
(D) બધી જ
જવાબ
(D) બધી જ
પ્રશ્ન 30.
કેલ્શિયમ કાર્બાઇડમાંથી પોલિથીનની બનાવટ માટેની પ્રક્રિયાઓ :
CaC2 + 2H2O → Ca(OH)2 + C2H2
C2H2 + H2 → C2H4
n(C2H4) → (-CH2-CH2-)n
તો 64.1 Kg CaC2 માંથી કેટલા જથ્થામાં પોલિથીન પ્રાપ્ત થશે ?
(A) 7 kg
(B) 14 kg
(C) 21 kg
(D) 28 kg
જવાબ
(D) 28 kg
- CaC2 + 2H2O → Ca(OH)2 + C2H2
- CaC2 નું આણ્વિયદળ → 64 ગ્રામ
- 64 ગ્રામ CaC2 = 26 ગ્રામ C2H2
- 64100 ગ્રામ CaC2 = \(\frac{26}{64}\) × 64100 ગ્રામ C2H2
= 26040.625 ગ્રામ C2H2
- 26 ગ્રામ C2H2 = 28 ગ્રામ C2H4
- 26.04 kg C2H2 \(\frac{28}{26}\) × 26.04 kg C2H4
= 28.04 kg C2H4
nC2H4 → (-CH2-CH2-)n
આથી, ઉત્પન્ન થતો પૉલિથીનનો જથ્થો = 28.04 kg
પ્રશ્ન 31.
નીચેનામાંથી કયું સંયોજન 2-બ્રોમોટોલ્યુઇન છે ?
જવાબ
પ્રશ્ન 32.
ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાથી ટોલ્યુઇન બનાવવાના પ્રક્રિયકો AlCl3 ઉપરાંત કયા છે ?
(A) C6H5Cl + CH4
(B) C6H6 + CH4
(C) C6H6 + C2H4
(D) C6H6 + CH3Cl
જવાબ
(D) C6H6 + CH3Cl
પ્રશ્ન 33.
બેન્ઝિનના નાઇટ્રેશનમાં વેગ નિર્ણાયક તબક્કો કયો છે ?
(A) NO2+ નું નિર્માણ
(B) કાર્બોકેટાયનનું નિર્માણ
(C) H-૫૨માણુનું વિસ્થાપન
(D) એક પણ નહીં
જવાબ
(B) કાર્બોકેટાયનનું નિર્માણ
- બેન્ઝિનનું નાઇટ્રેશન નીચેના ત્રણ તબક્કામાં થાય છે :
- ઇલેક્ટ્રૉફાઇલ (NO2+) નું નિર્માણ
- ઇલેક્ટ્રૉફાઇલ એ બેન્ઝિન વલય ઉપર આકર્ષણ કરીને કાર્બોકેટાયન બનાવે છે.
- કાર્બોકેટાયન એ પ્રોટોન આપીને નાઇટ્રોબેન્ઝિન બનાવે છે.
- આમ, બેન્ઝિન વલય ઉપર ઇલેક્ટ્રૉફાઇલ આકર્ષણ કરીને કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા ધીમી છે. આથી તે વેગ નિર્ણાયક તબક્કો છે.
પ્રશ્ન 34.
નીચેનામાંથી કયો પદાર્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બેન્ઝિન કરતાં ધીમી કરે છે ?
જવાબ
પ્રશ્ન 35.
નીચેની પ્રક્રિયાની નીપજોની ધારણા કરો.
CH3 C ≡ C CH2 CH3 \(\underset{373-383 \mathrm{~K}}{\stackrel{\mathrm{KMnO}_4 \mathrm{KOH}}{\longrightarrow}}\)
(A) CH3 CHO + CH3 CH2CHO
(B) CH3 COOH + HOOC CH2 CH3
(C) CH3 COOH + CH3 COCH3
(D) CH3COOH + CO2
જવાબ
(B) CH3 COOH + HOOC CH2 CH3
જે બે કાર્બન વચ્ચે ગુણક બંધ હોય ત્યાંથી ઑક્સિડેશનમાં બંધ તૂટે છે. KMnO4 (KOH) પ્રબળ ઑક્સિડેશનકર્તા હોવાથી ગુણક બંધવાળા કાર્બનોનું -COOHમાં પરિવર્તન થાય છે.
પ્રશ્ન 36.
નીચેના પરિવર્તનના પ્રક્રિયકો અનુક્રમે ……………….. છે.
(A) આલ્કોહોલીય KOH
(B) Zn/CH3OH
(C) આલ્કોહોલીય KOH અને પછી NaNH2
(D) જલીય KOH અને પછી NaNH2
જવાબ
(C) આલ્કોહોલીય KOH અને પછી NaNH2
પ્રશ્ન 37.
બેન્ઝિનના સલ્ફોનેશનમાં ………………… ઇલેક્ટ્રૉન અનુરાગી છે.
(A) SO3+
(B) SO3
(C) SO32-
(D) H3O+
જવાબ
(B) SO3
પ્રશ્ન 38.
નીચેનામાંથી શેમાં કાર્બન-કાર્બન બંધલંબાઈનો વધતો ક્રમ છે ?
(1) C2H4
(2) C2H2
(3) C6H6
(4) C2H6
(A) 2 < 3 < 1 < 4
(B) 3 < 2 < 1 < 4
(C) 2 < 1 < 3 < 4
(D) 4 < 3 < 1 < 2
જવાબ
(C) 2 < 1 < 3 < 4
ક્રમ : HC ≡ CH < H2C = CH2 < C6H6 < H3C – CH3
બંધલંબાઈ : 120pm < 133 pm < 139 pm < 154 pm
→ બંધલંબાઈ વધે છે →
પ્રશ્ન 39.
નીચેનામાંથી કયામાં HBr ની સાથે એન્ટીમાર્કોનીકોવ યોગશીલ નીપજ નથી બનતી ?
(A) બ્યુટીન
(B) 2 – બ્યુટીન
(C) 2 – પેન્ટીન
(D) પ્રોપિન
જવાબ
(B) 2 – બ્યુટીન
કારણ કે 2 – બ્યુટીન CH3 CH = CHCH3 તે સમઆલ્કીન છે. તેમાં દ્વિબંધવાળા બન્ને કાર્બન સમાન એક હાઇડ્રોજન ધરાવે છે. તેમાંથી ફક્ત એક જ 2 – બ્રોમોબ્યુટેન જ બની શકે છે.
પ્રશ્ન 40.
નીચેનામાંથી m – સ્થાનનિર્દેશક અને નિષ્ક્રિયતાકારક સમૂહ કયો છે ?
(A) -Cl
(B) -CH3
(C) -OH
(D) -NO2
(E) -OCH3
જવાબ
(D) -NO2
પ્રશ્ન 41.
નીચેનામાંથી ……………….. માંના હાઇડ્રોજન પરમાણુઓ સૌથી વધારે ઍસિડિક છે.
(A) ઇથેન
(B) બેન્ઝિન
(C) ઇથિન
(D) સાયક્લોહેક્ઝેન
(E) ઇથાઇન
જવાબ
(E) ઇથાઇન
ઇથાઇન H – C ≡ C – H છે. તેમાં બન્ને કાર્બનનું sp સંકરણ છે. spC > sp2C > sp3C પ્રમાણે ઇલેક્ટ્રૉન આકર્ષક ક્ષમતા અને ઍસિડિક બનાવવાની ક્ષમતા હોય છે. “આથી આ બધામાંથી ફક્ત ઇથાઇનના હાઇડ્રોજન સૌથી વધુ ઍસિડિક છે.”
પ્રશ્ન 42.
સોડિયમ ઇથેનોએટનું વિદ્યુતવિભાજન કઈ નીપજ આપશે ?
(A) બ્યુટેન
(B) ઇથેન
(C) મિથાઇલ ઇથેનોએટ
(D) મિથેન
જવાબ
(B) ઇથેન
પ્રશ્ન 43.
અચક્રીય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેનું આણ્વીય દળ 72 ગ્રામ / મોલ હોય તો તેના સમઘટકોની સંખ્યા કેટલી થશે ?
(A) 3
(B) 4
(C) 5
(D) 2
જવાબ
(A) 3
પ્રશ્ન 44.
ખરાશ (Kharash) અસરનો પ્રક્રિયક કયો છે ?
(A) HI
(B) HCI
(C) HBr
(D) HF
જવાબ
(C) HBr
પ્રશ્ન 45.
કયો પદાર્થ ફળ જેવી મીઠી વાસ ધરાવે છે ?
(A) પેટ્ – 1 – ઇન
(B) પ્રોપિન
(C) બ્યુટ્ – 1 – ઇન
(D) ઇથિન
જવાબ
(D) ઇથિન
પ્રશ્ન 46.
ફિનોલમાં રહેલ σ અને π બંધની સંખ્યા અનુક્રમે …………….. છે.
(A) 12, 3
(B) 13, 4
(C) 13, 2
(D) 13, 3
જવાબ
(D) 13, 3
પ્રશ્ન 47.
નેપ્થાસીનનું અણુસૂત્ર ……………… છે.
(A) C18H10
(B) C18H12
(C) C14H28
(D) C18H14
જવાબ
(B) C18H12
પ્રશ્ન 48.
કયું સંયોજન Zn સાથે પ્રક્રિયા કરી બ્યુટ્ – 2 – ઇન આપશે ?
(A) 2, 3 – ડાયબ્રોમોબ્યુટેન
(B) 1, 2 – ડાયબ્રોમોબ્યુટેન
(C) બ્યુટ્ – 2 – આઇન
(D) કોઈ પણ નહીં
જવાબ
(A) 2, 3 – ડાયબ્રોમોબ્યુટેન
પ્રશ્ન 49.
આલ્કાઇનમાંથી કાર્બોનિલ સંયોજન મેળવવાની હાઇડ્રેશન પ્રક્રિયામાં ………………… ઉદ્દીપક વપરાય છે.
(A) HCN
(B) HgSO4
(C) HgCl2
(D) Pt
જવાબ
(B) HgSO4
પ્રશ્ન 50.
નું IUPAC નામ આપો.
(A) 5 – ઇથાઇલ – 3 – ઇન 2 – ઓન હેક્ઝેન – 1 – ઓલ
(B) 2 – ઇથાઇલ – 3 – ઇન – હેક્ઝેનોઇકઍસિડ
(C) 5 – ઇથાઇલ – 3 – ઇન – હેક્ઝેનોઇકઍસિડ
(D) 3 – ઇથાઇલ – 2 – ઓન – હેપ્ટ – 1 – ઓલ
જવાબ
(B) 2 – ઇથાઇલ – 3 – ઇન – હેક્ઝેનોઇકઍસિડ
પ્રશ્ન 51.
કયું મિશ્રણ લિન્ડલર્સના ઉદ્દીપક તરીકે જાણીતું છે ?
(A) Pd + ચારકોલ
(B) Ni + P
(C) Pt + હેલોજન
(D) Pd + Pt
જવાબ
(A) Pd + ચારકોલ
પ્રશ્ન 52.
નીચેના પૈકી કયું બંધારણ T.N.T. નું છે. ?
જવાબ
પ્રશ્ન 53.
નીચેનામાંથી કયો હાઇડ્રોકાર્બન ચક્રીય પ્રકાર ધરાવતો નથી ?
(A) આલ્કીન
(B) આલ્કાઇન
(C) એરીન
(D) આલ્કેન
જવાબ
(B) આલ્કાઇન
પ્રશ્ન 54.
આલ્બેનની કઈ વિસ્થાપન પ્રક્રિયા પ્રતિવર્તી છે ?
(A) ક્લોરિનેશન
(B) બ્રોમીનેશન
(C) આયોડિનેશન
(D) ફ્લોરિનેશન
જવાબ
(C) આયોડિનેશન
પ્રશ્ન 55.
પેન્ટ – 1 – ઇનનું હાઇડ્રોબ્રોમીનેશન બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં કરતાં બનતી મુખ્ય નીપજ કઈ હશે ?
(A) 2- બ્રોમોપેન્ટેન
(B) 3- બ્રોમોપેન્ટેન
(C) 2- મિથાઇલ – 1- બ્રોમોબ્યુટેન
(D) 1- બ્રોમોપેન્ટેન
જવાબ
(D) 1- બ્રોમોપેન્ટેન
પ્રશ્ન 56.
તો X અને Y અનુક્રમે ……………. .
(A) ટોલ્યુઇન, બેન્ઝોટ્રાયક્લોરાઇડ
(B) ટોલ્યુઇન, બેન્ઝાલડાયક્લોરાઇડ
(C) બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાઇલક્લોરાઇડ
(D) બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલડાયક્લોરાઇડ
જવાબ
(A) ટોલ્યુઇન, બેન્ઝોટ્રાયક્લોરાઇડ
પ્રશ્ન 57.
ટોલ્યુઇનની ઇથેનોઇક એનહાઇડ્રાઇડ સાથે ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા થતાં બનતી નીપજ કઈ હશે ?
(A) મિથાઇલ બેન્ઝિન
(B) ઇથાઇલ બેન્ઝિન
(C) p-મિથાઇલ એસિટોફિનોન
(D) એસિટોફિનોન
જવાબ
(C) p-મિથાઇલ એસિટોફિનોન
પ્રશ્ન 58.
(CH3)3 C · C ≡ C C(CH3)3 નું IUPAC નામ શું થાય ?
(A) 3, 3, 4, 4 – ટેટ્રામિથાઇલ હેક્ઝ-3-આઇન
(B) 2, 2, 5, 5 – ટેટ્રામિથાઇલ હેક્ઝ-3-આઇન
(C) 2, 2, 5, 5 – ટેટ્રામિથાઇલ હેક્ઝ-4-આઇન
(D) ડાય (ટ્રાય મિથાઇલ) બ્યુટ્ -2-આઇન
જવાબ
(B) 2, 2, 5, 5 – ટેટ્રામિથાઇલ હેક્ઝ-3-આઇન
પ્રશ્ન 59.
નીચેના પૈકી કયો પદાર્થ PVCની બનાવટમાં ઉદ્દીપક તરીકે વપરાય છે ?
(A) HgCl2
(B) Hg
(C) HgSO4
(D) Hg2Cl2
જવાબ
(A) HgCl2
પ્રશ્ન 60.
એસિટિલિનના અણુમાં કાર્બનનું જે પ્રકારનું સંકરણ છે, તેવું જ સંકરણ નીચેના પૈકી શામાં જોવા મળશે ?
(A) બેરિલિયમ હાઇડ્રાઇડ
(B) બેન્ઝિન
(C) હીરો
(D) શૅફાઇટ
જવાબ
(A) બેરિલિયમ હાઇડ્રાઇડ
પ્રશ્ન 61.
નીચેનામાંથી કયું સંયોજન 3° કાર્બન ધરાવે છે ?
(A) 1 – ક્લોરોબ્યુટેન
(B) n – બ્યુટેન
(C) સાયક્લોબ્યુટેન
(D) આઇસોબ્યુટેન
જવાબ
(D) આઇસોબ્યુટેન
આ કાર્બન બીજા ત્રણ કાર્બનની સાથે બંધાયેલો હોવાથી 3° છે.
પ્રશ્ન 62.
બ્યુટ્ – 2 – ઈનમાં કેટલા કાર્બન sp3 સંકરણ ધરાવે છે ?
(A) 4
(B) 2
(C) 3
(D) 1
જવાબ
(B) 2
C2 અને C3 વચ્ચે દ્વિ-બંધ છે, તે બંને sp2 સંકરણ ધરાવે છે. C1 અને C3 સાથે ફક્ત એકલ બંધ છે. જેથી C1 અને C3 નું sp3 સંકરણ છે.
પ્રશ્ન 63.
ઈથાઈન કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને વિનાઈલ સાયનાઈડ બનાવે છે ?
(A) HCN
(B) KCN
(C) HgCl2
(D) NaCN
જવાબ
(A) HCN
પ્રશ્ન 64.
p – ક્લોરોટોલ્યુઈનનું IUPAC નામ લખો. [એપ્રિલ – 2015]
(A) 1 – ક્લોરો – 2 – મિથાઇલ બેન્ઝિન
(B) 2 – ક્લોરો – 4 – મિથાઇલ બેન્ઝિન
(C) 4 – ક્લોરો – 2 – મિથાઇલ બેન્ઝિન
(D) 1 – ક્લોરો – 4 – મિથાઇલ બેન્ઝિન
જવાબ
(D) 1 – ક્લોરો – 4 – મિથાઇલ બેન્ઝિન
પ્રશ્ન 65.
નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ ફિનાઈલ કેન્દ્ર તરફ ઈલેક્ટ્રૉનયુગ્મ પસાર કરે છે ?
(A) SO3H
(B) – CHO
(C) – Cl
(D) – NO2
જવાબ
(C) – Cl
પ્રશ્ન 66.
C6H4Cl2 આણ્વીય સૂત્ર ધરાવતાં એરોમેટિક સંયોજનના શક્ય ચક્રીય સમઘટકોની સંખ્યા ……………….. છે.
(B) 4
(C) 5
(D) 3
(A) 6
જવાબ
(D) 3
પ્રશ્ન 67.
બેન્ઝોઈક ઍસિડમાં કેટલા σ (સિગ્મા) તથા π (પાઈ) બંધ આવેલા છે ?
(A) 14 σ, 4 π
(B) 14 σ, 3 π
(C) 15 σ, 3 π
(D) 15 σ, 4 π
જવાબ
(D) 15 σ, 4 π
π બંધ : ત્રણ C = C + એક C = O = 4 ને
σ બંધ : (6 C – C) + (5 C – H) + (2 C – O) + (1 O – H) + (1 C – COOH) = 15
પ્રશ્ન 68.
આલ્કાઈનની યોગશીલ પ્રક્રિયામાં કઈ ધાતુનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થતો નથી ?
(A) Ni
(B) Pd
(C) Mn
(D) Pt
જવાબ
(C) Mn
પ્રશ્ન 69.
નેપ્થાસીનના બંધારણીય સૂત્રમાં કેટલા બેન્ઝિન વલયો આવેલા છે ?
(A) 5
(B) 3
(C) 4
(D) 2
જવાબ
(C) 4
પ્રશ્ન 70.
કાર્બોક્સિલિક એસિડના ડિકાર્બોક્સિલેશન માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી છે ?
(A) NaHCO3 + KCl
(B) NaHCO3 + NaCl
(C) NaOH + CaO
(D) NaOH + MgCl2
જવાબ
(C) NaOH + CaO
(NaOH + CaO) તે સોડાલાઇમ છે.
પ્રશ્ન 71.
ઓરડાના તાપમાને નીચેના પૈકી કયા પદાર્થની પ્રવાહી સ્થિતિ હોય છે ?
(A) પ્રોપેન
(B) બ્યુટેન
(C) મિથેન
(D) હેક્ઝેન
જવાબ
(D) હેક્ઝેન
પ્રશ્ન 72.
BF3 ………………… હોવાથી ફ્રિડલ ક્રાફ્ટની આલ્કાઈલેશન અને એસાયલેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય છે.
(A) ન્યુક્લિઓફાઇલ
(B) આર્ટેનિયસ બેઇઝ
(C) લૂઇસ ઍસિડ
(D) લૂઇસ બેઇઝ
જવાબ
(C) લૂઇસ ઍસિડ
પ્રશ્ન 73.
સાયક્લોપેન્ટેનનો સમઘટક …………………. છે.
(A) 2-મિથાઇલ બ્યૂટ-1-ઈન
(B) આપેલા તમામ
(C) પેન્ટ-1-ઈન
(D) પેન્ટ-2-ઈન
જવાબ
(B) આપેલા તમામ
પ્રશ્ન 74.
આઈસો બ્યુટેન ………………. ધરાવે છે.
(A) માત્ર 1°, 2° અને 3° કાર્બન
(B) માત્ર 1°, 3° અને 4° કાર્બન
(C) માત્ર 1° અને 2° કાર્બન
(D) માત્ર 1° અને 3° કાર્બન
જવાબ
(D) માત્ર 1° અને 3° કાર્બન
પ્રશ્ન 75.
ઇથાઇનની સોડામાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
(A) એમોનિયા
(B) ઈંથિન
(C) નાઇટ્રોજન
(D) હાઇડ્રોજન
જવાબ
(A) એમોનિયા
પ્રશ્ન 76.
સિસ-બ્યૂટ-2-ઈનમાં આવેલા π (પાઈ) અને σ (સિગ્મા) બંધની સંખ્યા ………………….. છે.
(A) 11 સિગ્મા, 1 પાઈ
(B) 8 સિગ્મા, 1 પાઈ
(C) 9 સિગ્મા, 1 પાઈ
(D) 5 સિગ્મા, 1 પાઈ
જવાબ
(A) 11 સિગ્મા, 1 પાઈ
પ્રશ્ન 77.
ટ્રાન્સ-બ્યુટ્-2-ઈનની ધ્રુવીય ચાકમાત્રા (μ) નું મૂલ્ય ……………….. છે.
(A) 0.00 D
(B) 0.33 D
(C) 2.5 D
(D) 2.0 D
જવાબ
(A) 0.00 D
પ્રશ્ન 78.
નીચેના પૈકી કયું સંયોજન ઍરોમેટિક નથી ?
જવાબ
પ્રશ્ન 79.
નીચેના પૈકી કયો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક અથવા (-ve) ઋણ સમૂહ નથી ?
(A) -COOH-
(B) -CCI3–
(C) -NO2–
(D) -C2H5
જવાબ
(D) -C2H5
પ્રશ્ન 80.
એક આલ્કેનનું સૂર્યપ્રકાશમાં ક્લોરિનેશન ફક્ત એક જ મોનોક્લોરોઆલ્કેન બનાવે છે. તે આલ્કેન કયો હોઈ શકે ?
(A) પ્રોપેન
(B) પેન્ટેન
(C) આઇસોપેન્ટેન
(D) નિયોપેન્ટેન
જવાબ
(D) નિયોપેન્ટેન
- નિયોપેન્ટેન (CH3)4C માં બધા જ હાઇડ્રોજન રાસાયણિક રીતે સમાન હોવાથી, તેમાંથી કોઈ પણ એક – H નું Cl વડે વિસ્થાપન થવાથી ફક્ત એક જ નીપજ એટલે કે એક જ મોનોક્લોરોઆલ્કેન બને છે.
- બાકીના બધામાં બધા જ હાઇડ્રોજન સમતુલ્ય નથી, જેથી એક કરતાં વધારે મોનોક્લોરો નીપજો બને છે.
પ્રશ્ન 81.
બ્યુટીન – 1 – ઇનનું બ્યુટેનમાં પરિવર્તન નીચેના પૈકી કયા પ્રક્રિયક વડે કરી શકાય ?
(A) Sn, HCl
(B) Zn, HCl
(C) Zn, Hg
(D) Pd, H2
જવાબ
(D) Pd, H2
પ્રશ્ન 82.
નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ લઘુતમ હશે ?
(A) 1 – આઇસોબ્યુટીન
(B) 1 – બ્યુટાઇન
(C) 1 – બ્યુટીન
(D) n – બ્યુટેન
જવાબ
(D) n – બ્યુટેન
સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બનના ઉત્કલનબિંદુ આલ્બેન < આલ્કીન < આલ્કાઇન એટલે કેn – બ્યુટેનનું ઉત્કલબિંદુ લઘુતમ.
પ્રશ્ન 83.
પ્રોપિનની HBrની સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મળતી નીપજ ………………….. છે.
(A) n – પ્રોપાઇલ બ્રોમાઇડ
(B) આલ્કાઇલ બ્રોમાઇડ
(C) આઇસો પ્રોપાઇલ બ્રોમાઇડ
(D) 3 – બ્રોમોપ્રોપેન
જવાબ
(A) n – પ્રોપાઇલ બ્રોમાઇડ
અસમ આલ્કીનની પેરૉક્સાઇડની હાજરીમાં HBrની સાથે મુમૂલક યોગશીલ પ્રકારે પ્રક્રિયા થાય છે; પણ એન્ટીમાર્કોનીકોવના નિયમ પ્રમાણે HBr ઉમેરાય છે; જેથી n-પ્રોપાઇલ બ્રોમાઇડ બને છે.
પ્રશ્ન 84.
નીચેનામાંથી કયા આલ્કીન સંયોજનો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન ક્રિયાવિધિ વડે ઝડપથી પ્રક્રિયા કરશે ?
(R = આલ્કીલ સમૂહ)
જવાબ
આલ્કીનની હાઇડ્રોજિનેશન ઉષ્મા α આલ્કીનની સ્થાયિતા આથી એમ કહી શકાય કે જે આલ્કીન H2 સાથે ઝડપી પ્રક્રિયા કરશે તે લઘુતમ સ્થાયિતા ધરાવતો હશે. આપેલા વિકલ્પો પ્રમાણે આલ્કીલ સમૂહની લઘુતમ સંખ્યા ધરાવતું સંયોજન ઓછામાં ઓછી સ્થાયિતા ધરાવતું હશે. વધુમાં હાઇડ્રોજિનેશન પ્રક્રિયાનો સાપેક્ષદર અવકાશીય રૂકાવટનાં વધારા સાથે ઘટશે.
પ્રશ્ન 85.
2-બ્રોમોબ્યુટેનમાંથી બ્રોમિનનું વિલોપન થતાં મળતી નીપજ ……………….. હશે.
(A) મુખ્યત્વે 1 – બ્યુટીન
(B) મુખ્યત્વે 2 – બ્યુટીન
(C) મુખ્યત્વે 2 – બ્યુટાઇન
(D) 1 – બ્યુટીન અને 2 – બ્યુટીનનું સમપ્રમાણ મિશ્રણ
જવાબ
(B) મુખ્યત્વે 2 – બ્યુટીન
2-બ્રોમોબ્યુટેનની વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વધારે વિસ્થાપિત આલ્કીન બને તેવી પ્રક્રિયા થાય છે. -Br ઉપરાંત β-કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય છે.
પ્રશ્ન 86.
2-મિથાઇલ બ્યુટેનની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનની સાથે કરવાથી મુખ્ય નીપજ ………………….. મળે.
(A) 1 – બ્રોમો – 3 – મિથાઇલબ્યુટેન
(B) 2 – બ્રોમો – 3 – મિથાઇલબ્યુટેન
(C) 2 – બ્રોમો – 2 – મિથાઇલબ્યુટેન
(D) 1 – બ્રોમો – 2 – મિથાઇલબ્યુટેન
જવાબ
(C) 2 – બ્રોમો – 2 – મિથાઇલબ્યુટેન
આલ્બેનના હેલોજિનેશનમાં હેલોજનની વિસ્થાપન પ્રક્રિયા થવાનો વેગ 3° C > 2° C > 1° C હોય છે. આથી બીજો કાર્બન તૃતીય હાઇડ્રોજન ધરાવે છે, જેનું Br વડે વિસ્થાપન થાય છે.
પ્રશ્ન 87.
ઇથિન સિવાયના આલ્કીનનું ઉદ્દીપકીય જલીયકરણથી ……………….. નીપજ બને છે.
(A) દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું મિશ્રણ
(B) પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું મિશ્રણ
(C) પ્રાથમિક આલ્કોહોલ
(D) દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલ
જવાબ
(D) દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલ
- દા.ત. પ્રોપિન અને આઇસોબ્યુટીલિન
- જલીયકરણમાં H2O એટલે કે HOH ઉમેરાય છે; જેમાં OH– (ઋણ ભાગ) દ્વિ-બંધવાળા જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય તે કાર્બનની સાથે જોડાય છે અને ઇલેક્ટ્રૉન અનુરાગી યોગશીલ પ્રકારની પ્રક્રિયા થાય છે.
પ્રશ્ન 88.
C5H10 અણુસૂત્ર ધરાવતાં કયાં સંયોજનો ઓઝોનોલિસ પ્રક્રિયા વડે એસિટોન બનાવશે ?
(A) 3-મિથાઇલ – 1 – બ્યુટીન
(B) સાયક્લોપેન્ટેન
(C) 2-મિથાઇલ – 1 – બ્યુટીન
(D) 2-મિથાઇલ – 2 – બ્યુટીન
જવાબ
(D) 2-મિથાઇલ – 2 – બ્યુટીન
પ્રશ્ન 89.
બેન્ઝિન વલયમાં નાઈટ્રો સમૂહની હાજરી ………. કરે છે.
(A) વલયને બેઝિક બનાવે છે.
(B) ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન માટે વલયને સક્રિય બનાવે છે.
(C) ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન માટે વલયને નિષ્ક્રિય બનાવે છે.
(D) કેન્દ્રાનુરાગી વિસ્થાપન માટે વલયને નિષ્ક્રિય બનાવે છે.
જવાબ
(C) ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન માટે વલયને નિષ્ક્રિય બનાવે છે.
કારણ કે, નાઇટ્રો સમૂહ સસ્પંદન અસરથી ઇલેક્ટ્રૉનયુગ્મને વલયની બહાર લઈ જઈને વલયમાં ઇલેક્ટ્રૉન ઘનતા ઘટાડીને વલયમાં ઇલેક્ટ્રૉન અનુરાગી પ્રક્રિયા પ્રત્યે સક્રિયતા ઘટાડે છે.
પ્રશ્ન 90.
ઇથાઇલ બેન્ઝિનનું KMnO4 વડે ઓકિસડેશન કરવાથી કયો પદાર્થ બનશે ?
(A) એસિટોફિનોન
(B) બેન્ઝોઇક ઍસિડ
(C) બેન્ઝાઇલ આલ્કોહોલ
(D) બેન્ઝોફિનોન
જવાબ
(B) બેન્ઝોઇક ઍસિડ
પ્રશ્ન 91.
નીચેનાનું IUPAC નામ આપો.
(A) 1, 1 – ડાયઇથાઇલ 2, 2 – ડાયમિથાઇલપેન્ટેન
(B) 5, 5 – ડાયઇથાઇલ 4, 4 – ડાયમિથાઇલપેન્ટેન
(C) 4, 4 – ડાયમિથાઇલ 5, 5 – ડાયઇથાઇલપેન્ટેન
(D) 3 – ઇથાઇલ – 4 – 4 – ડાયમિથાઇલહેપ્ટેન
જવાબ
(D) 3 – ઇથાઇલ – 4 – 4 – ડાયમિથાઇલહેપ્ટેન
પ્રશ્ન 92.
બેન્ઝિન નિર્જળ AlCl3ની હાજરીમાં CH3Clની સાથે પ્રક્રિયા કરીને ……………….. નીપજ બનાવે છે.
(A) ટોલ્યુઇન
(B) બેન્ઝાઇલ ક્લોરાઇડ
(C) ઝાયલીન
(D) ક્લોરોબેન્ઝિન
જવાબ
(A) ટોલ્યુઇન
બેન્ઝિનનું ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન થઈ ટોલ્યુઇન બને છે.
પ્રશ્ન 93.
CH ≡ C – CH = CH2 નું IUPAC નામ ……………..
(A) 3 – બ્યુટીન – 1 – આઇન
(B) 1 – બ્યુટાઇન – 3 – ઇન
(C) 1 – બ્યુટીન – 3 – આઇન
(D) બ્યુટ્ – 1 – આઇન 3 – ઇન
જવાબ
(C) 1 – બ્યુટીન – 3 – આઇન
પ્રશ્ન 94.
નીચેનામાં C2, C3, C5 અને C6 ના સંકરણનો પ્રકાર અનુક્રમે …………….. છે.
(A) sp, sp3, sp2 અને sp3
(B) sp, sp2, sp3 અને sp2
(C) sp, sp2, sp2 અને sp3
(D) sp3, sp2, sp2 અને sp
જવાબ
(A) sp, sp3, sp2 અને sp3
કાર્બન | તેની સાથેના બંધ | સંકરણનો પ્રકાર |
C2 | એક ત્રિબંધ | sp સંકરણ |
C3 | બધા જ એકબંધ | sp3 સંકરણ |
C5 | એક દ્વિબંધ | sp2 સંકરણ |
C6 | બધા જ એકબંધ | sp3 સંકરણ |
જે કાર્બનની સાથે એક ત્રિબંધ હોય તેનું sp સંકરણ હોય છે.
જે કાર્બનની સાથે એક દ્વિબંધ હોય તેનું sp2 સંકરણ હોય છે.
જે કાર્બનની સાથે બધા જ એકબંધ હોય તેનું sp3 સંકરણ હોય છે.
પ્રશ્ન 95.
નીચેનામાંથી કયું સંયોજન સિસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવશે ?
(A) 2 – બ્યુટેનોલ
(B) 2 – બ્યુટીન
(C) 2 – બ્યુટાઇન
(D) બ્યુટેનોલ
જવાબ
(B) 2 – બ્યુટીન
પ્રશ્ન 96.
નીચે દર્શાવલી પ્રક્રિયા
(A) C6H5CH2CH2C6H5
(B) C6H5CH2OCH2C6H5
(C) C6H5CH2OH
(D) C6H5CH3
જવાબ
(D) C6H5CH3
પ્રશ્ન 97.
ટોલ્યુઇનની FeCl3ની હાજરીમાં Cl2 સાથેની પ્રક્રિયાથી નીપજ ‘X’ બને છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં નીપજ ‘Y’ બને છે. તો X અને Y કયા હશે ?
(A) X = m – ક્લોરોટોલ્યુઇન, Y = p – ક્લોરોટોલ્યુઇન
(B) X = બેન્ઝાઇલક્લોરાઇડ, Y = m – ક્લોરોટોલ્યુઇન
(C) X = બેન્ઝાઇલક્લોરાઇડ, Y = ૦ – ક્લોરોટોલ્યુઇન
(D) X = 0 – અને p – ક્લોરોટોલ્યુઇન,
Y = ટ્રાયક્લોરોમિથાઇલબેન્ઝિન
જવાબ
(D) X = 0 – અને p – ક્લોરોટોલ્યુઇન,
Y = ટ્રાયક્લોરોમિથાઇલબેન્ઝિન
- FeCl3 ની હાજરીમાં Cl2 ની સાથે ટોલ્યુઇનની પ્રક્રિયા ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રકાર ઓર્થો-અને પેરા-સ્થાને થાય છે; તથા ૦ – ક્લોરોટોલ્યુઇન અને p – ક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ બને છે.
- ટોલ્યુઇનનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાથી -CH3માં ત્રણેય -Hનું ક્રમશઃ -Cl વડે વિસ્થાપન થાય છે.
પ્રશ્ન 98.
નીચેનામાંથી કયો ઍરોમેટિક નથી ?
જવાબ
હ્યુકેલના નિયમ પ્રમાણે (4n + 2) π/p ઇલેક્ટ્રૉન વલયના પરમાણુઓની ઉપર હોય તે જ ઍરોમેટિક હોય છે.
બંધારણ (A) માં ઘુકેલના નિયમનું પાલન થતું નથી માટે તે ઍરોમેટિક નથી.
પ્રશ્ન 99.
એક કાર્બનિક પદાર્થનું ઓઝોનીકરણ કરવાથી એક નીપજ ફોર્માલ્ડિહાઇડ બને છે. આથી નક્કી થાય છે કે પદાર્થમાં ………………….. સમૂહ છે.
(A) એસિટિલિનિક ત્રિબંધ
(B) આઇસોપ્રોપાઇલ સમૂહ
(C) વિનાઇલ સમૂહ
(D) બે ઇથિલિનિક દ્વિબંધ
જવાબ
(C) વિનાઇલ સમૂહ
“વિનાઇલ સમૂહના બે કાર્બન વચ્ચે O3 જોડાઈને ઓઝોનાઇડ આપે છે; જેમાંથી ફોર્માલ્ડિહાઇડ મળે છે.”
પ્રશ્ન 100.
સિસ – 2 – બ્યુટીન અને ટ્રાન્સ – 2 – બ્યુટીન …………………… સમઘટકો છે.
(A) પ્રકાશ સમઘટક
(B) બંધારણીય સમઘટકો
(C) ભૂમિતીય સમઘટકો
(D) કમ્ફર્મેશન સમઘટકો
(C) ભૂમિતીય સમઘટકો
આ બન્ને સમઘટકોમાં (i) C = C છે અને (ii) દરેક Cની સાથે ભિન્ન સમૂહો છે જેથી ભૂમિતીય સમઘટકતા છે અથવા સમૂહોની ગોઠવણી (Configurational) સમઘટકતા છે.
પ્રશ્ન 101.
2-હેક્ઝાઇન કોની સાથેની પ્રક્રિયાથી ટ્રાન્સ – 2 – હેક્ઝિન આપશે ?
(A) Pt / H2
(B) Li / NH3
(C) Pd / BaSO4
(D) LiAlH4
જવાબ
(B) Li / NH3
પ્રશ્ન 102.
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે ?
જવાબ
આ પ્રક્રિયા મધ્યસ્થ વધુ સ્થાયિ કાર્બોકેટાયન (X) બનીને થાય, પણ આ મધ્યસ્થી (X)માં પુનઃગોઠવણી થઈ તેનાથી વધારે સ્થાયિ – 3° – કેટાયન (Y) બની જાય છે, જેથી મુખ્ય નીપજ (B) મળે છે.
પ્રશ્ન 103.
નીચેનામાંથી કર્યું ભૌમિતીય સમઘટકતા પ્રદર્શિત કરશે ?
(A) 1 – ફિનાઇલ 2 – બ્યુટીન
(B) 3 – ફિનાઇલ 1 – બ્યુટીન
(C) 2 – ફિનાઇલ 1 – બ્યુટીન
(D) 1, 1 – ડાયફિનાઇલ 1 – પ્રોપેન
જવાબ
(A) 1 – ફિનાઇલ 2 – બ્યુટીન
C6H5 CH2 CH = CH CH3 માં C = C ધરાવતા બન્ને કાર્બન સાથે ભિન્ન સમૂહો છે.
(B) અને (C) 1 – બ્યુટીન છે, જેમાં = CH2 હોય અને (D) પ્રોપેન છે; આલ્કીન નથી જેથી (A), (B) અને (C)માં ભૂમિતીય સમઘટકતા શક્ય નથી.
પ્રશ્ન 104.
એક આલ્કીનની HClની સાથેની પ્રક્રિયા માર્કોનીકોવના નિયમ પ્રમાણે થઈને નીપજ 1 – ક્લોરો – 1 – મિથાઇલ સાયક્લો દિલે હેક્ઝેન બને છે. તો તે આલ્કીન નીચેનામાંથી કયો હશે ?
જવાબ
(C) (A) અને (B)
- A અને B બંનેમાં પ્રથમ તબક્કામાં H+ ઉમેરાઈને એકસમાન મધ્યસ્થી (x) બને છે.
- જેથી બીજા તબક્કામાં ઋણભાગ Cl– જોડાઈને સમાન નીપજ બને છે.
પ્રશ્ન 105.
આ આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણથી નીચેનામાંથી કઈ નીપજ બનશે નહીં ?
જવાબ
(જેથી α, β દ્વિબંધ ધરાવતી A, B, C નીપજો મળે.)
બંધારણ (D) માં આપેલ બંધારણના α, β વચ્ચે દ્વિબંધ નથી માટે નીપજ (D) બને નહીં.
પ્રશ્ન 106.
C6H5CH = CHCH3ની HBr સાથેની પ્રક્રિયાથી ……………. બને છે.
જવાબ
પ્રશ્ન 107.
નીચેના બંધારણમાં કુલ π ઇલેક્ટ્રોનની સંખ્યા …………… છે.
(A) 8
(B) 12
(C) 16
(D) 4
જવાબ
(A) 8
કુલ π બંધની સંખ્યા = 4
∴ π ઇલેક્ટ્રૉનની સંખ્યા = 4 × 2 = 8
પ્રશ્ન 108.
ઇથાઇલ એસિટોએસિટેટનું બંધારણ નીચે પ્રમાણે છે, તેમાં ………………….. છે.
(A) 16 સિગ્મા બંધ અને 1 π બંધ
(B) 9 સિગ્મા બંધ અને 2 π બંધ
(C) 9 સિગ્મા બંધ અને 1 π બંધ
(D) 18 સિગ્મા બંધ અને 2 π બંધ
જવાબ
(D) 18 સિગ્મા બંધ અને 2 π બંધ
પ્રશ્ન 109.
પ્રોપીનની HOCl (Cl2 + H2O) સાથેની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા મધ્યવર્તી સંબંધિત પ્રક્રિયા આગળ વધે છે ?
(A) CH3 – CH+ – CH2 – OH
(B) CH3 – CH+ – CH2Cl
(C) CH3 -CH(OH) – \(\mathrm{CH}_2^{+}\)
(D) CH3 – CHCl – \(\mathrm{CH}_2^{+}\)
જવાબ
(B) CH3 – CH+ – CH2Cl
પ્રશ્ન 110.
ઇથેનમાં સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ કોન્ફરમેશનની સરખામણી માટે સાચું વિધાન જણાવો.
(A) ઇથેનનું ઇક્લિપ્સ કોન્ફરમેશન એ સ્ટેગર્ડ કોન્ફરમેશન કરતાં વધુ સ્થાયિ છે. કારણ કે ઇક્લિપ્સ કોન્ફરમેશનમાં અપાકર્ષણ બળ લાગતું નથી.
(B) ઇથેનનું ઇક્લિપ્સ કોન્ફરમેશન એ સ્ટેગર્ડ કોન્ફરમેશન કરતાં વધુ સ્થાયિ છે. કારણ કે ઇક્લિપ્સ કોન્ફરમેશનમાં અપાકર્ષણ બળ લાગે છે.
(C) ઇથેનનું સ્ટેગર્ડ કોન્ફરમેશન એ ઇક્લિપ્સ કોન્ફરમેશન કરતાં વધુ સ્થાયિ છે. કારણ કે સ્ટેગર્ડ કોન્ફરમેશનમાં અપાકર્ષણ બળ લાગતું નથી.
(D)
ઇથેનનું સ્ટેગર્ડ કોન્ફરમેશન એ ઇક્લિપ્સ કોન્ફરમેશન કરતાં ઓછું સ્થાયિ છે. કારણ કે સ્ટેગર્ડ કોન્ફરમેશનમાં અપાકર્ષણ બળ જોવા મળે છે.
જવાબ
(C) ઇથેનનું સ્ટેગર્ડ કોન્ફરમેશન એ ઇક્લિપ્સ કોન્ફરમેશન કરતાં વધુ સ્થાયિ છે. કારણ કે સ્ટેગર્ડ કોન્ફરમેશનમાં અપાકર્ષણ બળ લાગતું નથી.
પ્રશ્ન 111.
તો x અને y શોધો.
(A) x = 2-બ્યુટાઇન, y = 3-હૅક્ઝાઇન
(B) x = 2-બ્યુટાઇન, y = 2-હૅક્ઝાઇન
(C) x = 1-બ્યુટાઇન, y = 2-હૅક્ઝાઇન
(D) x = 1-બ્યુટાઇન, y = 3-હૅક્ઝાઇન
જવાબ
(D) x = 1-બ્યુટાઇન, y = 3-હૅક્ઝાઇન
પ્રશ્ન 112.
બેઝિનના નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 અને H2SO4 નો ઉપયોગ થાય છે. તેમાં વધુ પ્રમાણમાં KHSO4 ઉમેરતા નાઇટ્રેશન પ્રક્રિયાનો વેગ ………………. .
(A) ધીમો
(B) ન બદલાય
(C) બમણો
(D) ઝડપી
જવાબ
(A) ધીમો
HNO3 + H2SO4 \(\rightleftharpoons\) \(\mathrm{NO}_2^{+}+\mathrm{HSO}_4^{-}\) + H2O
KHSO4 ઉમેરતાં \(\mathrm{NO}_2^{+}\) ની સાંદ્રતા ઘટે.
પ્રશ્ન 113.
ટ્રાન્સ અસરનો ચડતો ક્રમ જણાવો.
(A) Br– > Cn– > NH3 > \(\mathrm{C}_6 \mathrm{H}_5^{-}\)
(B) CN– > Br– > \(\mathrm{C}_6 \mathrm{H}_5^{-}\) > NH3
(C) NH3 > CN– > Br– > \(\mathrm{C}_6 \mathrm{H}_5^{-}\)
(D) CN– > \(\mathrm{C}_6 \mathrm{H}_5^{-}\) > Br– > NH3
જવાબ
(D) CN– > \(\mathrm{C}_6 \mathrm{H}_5^{-}\) > Br– > NH3
પ્રશ્ન 114.
ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા માટે કયો હેલાઇડ પદાર્થ વપરાય છે ?
(A) ક્લોરોઇથીન
(B) આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ
(C) ક્લોરોબેન્ઝિન
(D) બ્રોમોબેન્ઝિન
જવાબ
(B) આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ
પ્રશ્ન 115.
નીચેના પૈકી કયા અણુમાં બધા જ પરમાણુઓ સમતલીય છે ?
જવાબ
બધા જ C પરમાણુ sp2 સંકરણ ધરાવે છે.
પ્રશ્ન 116.
નીચેના પૈકી કયો પદાર્થ HBr સાથે વિલોપન પ્રક્રિયા કરી પ્રોપીન આપતો નથી ?
(A) CH2 = C = O
(B) CH3 – CH2 – CH2 – Br
(D) CH3 – CH2 – CH2 – OH
જવાબ
(A) CH2 = C = O
પ્રશ્ન 117.
આપેલ પ્રક્રિયામાં નીપજ P જણાવો.
જવાબ
પ્રશ્ન 118.
A જણાવો.
જવાબ
પ્રશ્ન 119.
કયું સંયોજન વાયુમય બ્રોમિન સાથે ઝડપથી પ્રક્રિયા કરી વિસ્થાપન નીપજ બનાવે ?
(A) C4H10
(B) C2H4
(C) C3H6
(D) C2H2
જવાબ
(C) C3H6
પ્રશ્ન 120.
નીચે આપેલામાંથી કયો અણુ સૌથી ઓછી સસ્પંદનીય સ્થિરતા ધરાવે છે ?
જવાબ
(D) મા sp3 કાર્બન છે તે એરોમેટીક નથી માટે સૌથી ઓછો સ્થાયિ છે. પણ બાકીના બધા જ ઍરોમૅટિક હોવાથી વધુ સ્થાયિ છે.
પ્રશ્ન 121.
નીચે આપેલા પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર અપેક્ષિત કરી શકાય ?
જવાબ
પ્રશ્ન 122.
ડાબાથી જમણા પરમાણુઓ તરફ જતાં નીચે આપેલા અણુઓમાં સંકરણનો ક્રમ sp2, sp2, sp, sp દર્શાવે છે. જે નીચેનામાંથી શોધો.
(A) CH3 – CH = CH – CH3
(B) HC ≡ C – C ≡ CH
(C) CH2 = CH – CH = CH2
(D) CH2 = CH – CH ≡ CH
જવાબ
(D) CH2 = CH – CH ≡ CH
પ્રશ્ન 123.
હાઇડ્રોકાર્બન X-ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઈને આલ્કાઇલ બ્રોમાઇડ બને છે કે જેનું વુર્ટઝ પ્રક્રિયા વડે ચાર કાર્બન પરમાણુઓ કરતાં ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. X શોધો.
(A) CH4
(B) CH ≡ CH
(C) CH3 – CH3
(D) CH2 = CH2
જવાબ
(A) CH4
પ્રશ્ન 124.
નીચે આપેલાં સંયોજનો પૈકી કયા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?
(A) બેન્ઝિન
(B) નાઇટ્રોબેન્ઝિન
(C) ટોલ્યુઇન
(D) ક્લોરોબેન્ઝિન
જવાબ
(C) ટોલ્યુઇન*
∵ તેમાં – CH3 સક્રિયતાકારક સમૂહ છે.
પ્રશ્ન 125.
નીચેનામાંથી કોની સાથે આલ્કાઈનમાં રિડક્શનથી ટ્રાન્સ-આલ્કીનો બનાવી શકાય છે ?
(A) H2– Pd/c BaSO4
(B) NaBH4
(C) Na/liq NH3
(D) Sn – HCl
જવાબ
(C) Na/liq NH3
પ્રશ્ન 126.
પેન્ટ-2-ઇન-4-આઇનમાં સિગ્મા (σ) અને પાઇ (π)-બંધોની સંખ્યા શોધો.
(A) 13 σ-બંધો અને π-બંધ નથી
(B) 10 σ-બંધો અને 3π -બંધો
(C) 8 σ-બંધો અને 5π -બંધો
(D) 11 σ-બંધો અને 2π -બંધો
જવાબ
(B) 10 σ-બંધો અને 3π -બંધો
પ્રશ્ન 127.
નીચે આપેલા રૂપાંતરણ માટે સૌથી સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો.
(A) Hg2+ / H+, H2O
(B) Na / પ્રવાહી NH3
(C) H2, Pd / C, ક્વિનોલીન
(D) Zn / HCl
જવાબ
(C) H2, Pd / C, ક્વિનોલીન
પ્રશ્ન 128.
નીચે આપેલા અણુઓને ઍરોમેટિક ઇલેક્ટ્રૉન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાના ચઢતા ક્રમમાં ગોઠવો.
(A) D < B < A < C
(B) A < B < C < D
(C) D < A < C < B
(D) B < C < A < D
જવાબ
(C) D < A < C < B
પ્રશ્ન 129.
નીચે આપેલ પ્રક્રિયામાં A અને B તરીકે મુખ્ય નીપજ કઈ મળશે ?
જવાબ
- પ્રથમ પ્રક્રિયામાં મુક્તમૂલક ઉત્પન્ન થશે જે CN સમૂહ વડે સ્થિરતા પામશે.
- હવે [A] એ આલ્કીન સાથે નીચે મુજબ પ્રક્રિયા કરશે.
- અહીં આલ્કીનનું સમવિભાજન થશે અને [A]માં રહેલો મુક્તમૂલક એ આલ્કીનના છડા પર જોડાઈ ઉપર મુજબ નીપજ આપશે.
પ્રશ્ન 130.
વુર્ટ્સ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કનમાંથી કયો સારી નીપજ બનાવી શકતો નથી ?
(A) n-હેપ્ટેન
(B) n-બ્યુટેન
(C) n-હેક્ઝેન
(D) 2,3-ડાયમિથાઇલબ્યુટેન
જવાબ
(A) n-હેપ્ટેન
વુર્ટ્સ પ્રક્રિયાથી બેકી સંખ્યામાં કાર્બન પરમાણુઓ ધરાવતા ઉચ્ચતર આલ્બેન સંયોજનો બનાવી શકાય છે. જયારે n-હેપ્ટનમાં એકી સંખ્યામાં કાર્બન હોવાથી વુર્ટ્સ પ્રક્રિયાથી મેળવી શકાય નહીં.