GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :

પ્રશ્ન 1.
CH2O પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા એક કાર્બોદિત પદાર્થનો 0.0833 મોલ જથ્થો 1 g H2 ધરાવે છે, તો આણ્વીય સૂત્ર નીચેનામાંથી કયું થશે?
A. CH2O
B. C2H4O2
C. C5H10O5
D. C6H12O6
જવાબ
D. C6H12O6
0.0833 મોલ = 1 g H2
∴ 1 મોલ = \(\frac{1 \times 1}{0.0833}\)
= 12 g H2
આમ, એક અણુમાં 12 H પરમાણુ છે.
∴ સંયોજનનું આણ્વીય સૂત્ર C6H12O6 થશે.

પ્રશ્ન 2.
એક કાર્બનિક સંયોજન C, H અને N પરમાણુઓનું અનુક્રમે 9 : 1 : 3.5 વજનથી પ્રમાણ ધરાવે છે. જો સંયોજનનું આણ્વીય દળ 108 g.mol-1 હોય, તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર કયું હશે?
A. C9HN3.5
B. C6H4N
C. C6H8N2
D. C9H4N3
જવાબ
C. C6H8N2
કુલ દળ = 9 + 1 + 3.5 = 13.5 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 1
= \(\frac{9 \times 108}{13.5}\) = 72 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 2
= \(\frac{72}{12}\) = 6
આ જ પ્રમાણે,
હાઇડ્રોજનનું દળ = \(\frac{1 \times 108}{13.5}\) = 8 g
∴ H પરમાણુની સંખ્યા = \(\frac{8}{1}\) = 8 તથા
નાઇટ્રોજનનું દળ = \(\frac{3.5 \times 108}{13.5}\) = 28 g
∴ N પરમાણુની સંખ્યા \(\frac{28}{14}\) = 2
∴ સંયોજનનું આણ્વીય સૂત્ર C6H8N2 થાય.

પ્રશ્ન 3.
ધાતુના બે ઑક્સાઇડ અનુક્રમે 50% અને 40% ધાતુ ધરાવે છે. જો પ્રથમ ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર MO2 હોય, તો બીજા ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર થાય.
A. MO2
B. MO3
C. M2O
D. M2O5
જવાબ
B. MO3
પ્રથમ ઑક્સાઇડ 50 % ધાતુ ધરાવે છે. આથી બાકી 50% ઑક્સિજન ધરાવે છે તથા તેનું આણ્વીય સૂત્ર MO2 હોવાથી તેમાં 50% O2 = 32 g O2 થાય.
∴ 32 g ધાતુ પણ હાજર હોય.
∴ ધાતુનું પરમાણ્વીય દળ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 3 = \(\frac{32}{1}\)
હવે, બીજા ઑક્સાઇડ માટે :
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 4
∴ બીજા ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર MO3 થાય.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 4.
ટિટેનિયમ ઑક્સાઇડ(TiO2)ને H2ની હાજરીમાં ગરમ કરતાં પાણી અને એક નવો ઑક્સાઇડ TixOy બને છે. જો 1.598 g TiO2માંથી 1.438 g TixOy બને, તો નવા ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર ………………….. થાય.
(TiO2નું આણ્વીય દળ = 80 g.mol-1)
A. TiO
B. TiO2
C. Ti2O3
D. Ti3O
જવાબ
C. Ti2O3
1.598 g TiO2 એ 0.16 g (1.598 – 1.438 g) ઑક્સિજન ગુમાવે છે.
∴ 80 g (1 મોલ) TiO2 એ કેટલા g ઑક્સિજન ગુમાવે?
∴ \(\frac{80 \times 0.16}{1.598}\) = 8 g ઑક્સિજન ગુમાવે.
હવે, ‘O’ ના મોલ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 5
= \(\frac{8}{16}\) = 0.5 મોલ
∴ નવા ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર = TiO2 – 0.5
= \(\mathrm{TiO}_{\frac{3}{2}}\)
= Ti2O3 થાય.

પ્રશ્ન 5.
જો પ્રકાશની ઝડપ 3 × 108m·s-1 હોય, તો તેના દ્વારા 4 નેનો સેકન્ડમાં કપાતું અંતર કેટલું હશે?
A. 1.2 m
B. 12 m
C. 12 × 1017 m
D. 0.12 m
જવાબ
A. 1.2 m
1 sમાં 3 × 108 m અંતર કાપે.
∴ 4 × 10-9 s (4 ns)માં કાપેલું અંતર
= \(\frac{4 \times 10^{-9} \times 3 \times 10^8}{1}\)
= 12 × 10-1 m = 1.2 m

પ્રશ્ન 6.
કયા તાપમાને °C = °F થાય?
A. 40°C
B. – 40°C
C. 41.25 °C
D. – 41.25 °C
જવાબ
B. – 40°C
°F = \(\frac{9}{5}\) (°C) + 32માં રકમ મુજબ °F = °C લેતાં,
°C = \(\frac{9}{5}\) (°C) + 32
∴ 5 °C = 9 °C + (32 × 5)
∴ – 4°C = 32 × 5
∴ °C = \(\frac{-32 \times 5}{4}\) = – 40 °C = – 40 °F

પ્રશ્ન 7.
બે પ્રવાહીના ઉત્કલનબિંદુમાં 18 °Fનો તફાવત છે. જો એક પ્રવાહીનું ઉત્કલનબિંદુ 111 °C હોય, તો બીજા પ્રવાહીનું ઉત્કલનબિંદુ શોધો.
A. 118.2 °C
B. 101 °C
C. 103.2 °C
D. 93 °C
જવાબ
B. 101 °C
Δ °F = \(\frac{9}{5}\) (C2 – C1)
∴ 18 = \(\frac{9}{5}\) (111 – C1)
∴ C1 = 101 °C

પ્રશ્ન 8.
કાર્બિનોલમાં કાર્બનનું દળ % …………………… થાય.
A. 32.25
B. 37.50
C. 32.50
D. 38.50
જવાબ
B. 37.50
કાર્બિનોલ(CH3OH)માં Cનું દળ % = \(\frac{12 \times 100}{32}\)
= 37.50%

પ્રશ્ન 9.
જો કોઈ સંયોજન વજનથી 8% સલ્ફર ધરાવતો હોય, તો તેનું આણ્વીય દળ કેટલું હશે? (Sનું પરમાણ્વીય દળ 32 g.mol-1)
A. 40 g
B. 400 g
C. 4 g
D. 400 kg
જવાબ
B. 400 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 6

પ્રશ્ન 10.
એક દ્વિસંયોજક ધાતુનો તુલ્યદળ 32 છે, તો ધાતુના નાઇટ્રેટ ક્ષારનું આણ્વીય દળ કેટલું હશે? (N અને Oનું પરમાણ્વીય દળ અનુક્રમે 14.0 અને 16.0 u છે.)
A. 32
B. 64
C. 68
D. 188
જવાબ
D. 188
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 7
∴ ધાતુનું પરમાણ્વીય દળ = સંયોજકતા × તુલ્યદળ
= 2 × 32
= 64 g·mol-1
હવે, ધાતુ નાઇટ્રેટ [M(NO3)2] → M+2 + 2NO3-1 હોવાથી
આણ્વીય દળ = 1 (M) + 2 (N) + 6 (O)
= 1 (64) + 2 (14) + 6 (16)
= 188 g.mol-1

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 11.
સ્ફટિકમય ક્ષાર Na2SO4.XH2Oને ગરમ કરતાં તે 55.9% વજન ગુમાવે છે, તો સ્ફટિકમય ક્ષારનું સૂત્ર કયું હશે?
(નિર્જળ Na2SO4નું આણ્વીય દળ 142 g·mol-1)
A. Na2SO4.H2O
B. Na2SO4.7H2O
C. Na2SO4.5H2O
D. Na2SO4.10H2O
જવાબ
D. Na2SO4.10H2O
ધારો કે, સજળ ક્ષારનું વજન = 100 g
∴ નિર્જળ ક્ષારનું વજન = 100 – 55.9: = 44.1 g
હવે, નિર્જળ Na2SO4નું આણ્વીય દળ 142 g હોવાથી
44. 1 g Na2SO4 એ 55.9g H2O સાથે જોડાયેલ છે.
∴ 142 g Na2SO4 એ (?)
\(\frac{142 \times 55.9}{44.1}\) = 180 g H2O સાથે જોડાય છે.
હવે, પાણીના મોલ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 8 = \(\frac{180}{18}\) = 10 અણુ પાણી
∴ સ્ફટિકમય ક્ષારનું સૂત્ર Na2SO4.10H2O થાય.

પ્રશ્ન 12.
એક વાયુમય મિશ્રણ વજનથી 1 : 4ના પ્રમાણમાં ઑક્સિજન અને નાઇટ્રોજન ધરાવતું હોય, તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? (Nનું પરમાણ્વીય દળ 14g.mol-1)
A. 1 : 4
B. 32 : 7
C. 7 : 32
D. 4 : 1
જવાબ
C. 7 : 32
વજનથી ગુણોત્તર 1/4
∴ મોલ-ગુણોત્તર = \(\frac{1 / 32}{4 / 28}=\frac{7}{32}\) = 7 : 32

પ્રશ્ન 13.
કૅફીનનું આણ્વીય દળ 194 છે. જો તેમાં વજનથી 28.9 % નાઇટ્રોજન હોય, તો કૅફીનના એક અણુમાં નાઇટ્રોજનના પરમાણુની સંખ્યા શોધો.
A. 1
B. 2
C. 3
D. 4
જવાબ
D. 4
કૅફીનના એક અણુનું આણ્વીય દળ 194 g છે અને તે વજનના 28.9 % નાઇટ્રોજન ધરાવે છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 9

પ્રશ્ન 14.
કોઈ એક તત્ત્વનું તુલ્યદળ 4 છે અને તેના ક્લોરાઇડની બાષ્પઘનતા 59.25 હોય, તો આ તત્ત્વની સંયોજકતા શોધો.
A. 1
B. 2
C. 3
D. 4
જવાબ
C. 3
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 10

પ્રશ્ન 15.
200 mL યૂરિયાના જલીય દ્રાવણમાં યૂરિયાના 6.02 × 1022 અણુ હોય, તો યૂરિયાના દ્રાવણની સાંદ્રતા કેટલી હશે?
A. 0.02 M
B. 0.5 M
C. 50 M
D. 0.1 M
જવાબ
B. 0.5 M
6.022 × 1023 યૂરિયાના અણુ = 1 મોલ યૂરિયા
∴ 6.02 × 1022 યૂરિયાના અણુ = (?)
∴ યૂરિયાના મોલ = \(\frac{6.022 \times 10^{22}}{6.022 \times 10^{23}}\) = 10-1
હવે, મોલારિટી = \(\frac{10^{-1}}{200}\) × 1000 = 0.5 M

પ્રશ્ન 16.
30 mL H2 અને 20 mL O2 મિશ્ર થઈ H2O બનાવે છે. પ્રક્રિયાને અંતે શું બાકી રહેશે?
A. 10 mL H2
B. 5 mL H2
C. 10 mL O2
D. 5 mL O2
જવાબ
D. 5 mL O2
2H2 + O2 → 2H2O
સમીકરણ પરથી કહી શકાય કે,
2 mL H2 સાથે 1 mL O2 પ્રક્રિયા કરે છે.
∴ 30 mL H2 સાથે 15 mL O2 પ્રક્રિયા કરે છે.
∴ બાકી રહેતા O2નું કદ = 20 – 15 = 5 mL O2

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 17.
200 mL NaOHના સેન્ટિનોર્મલ દ્રાવણમાંથી ડેસિનોર્મલ દ્રાવણ બનાવવા કેટલું પાણી ઉમેરવું પડશે?
A. 200 mL
B. 400 mL
C. 800 mL
D. 600 mL
જવાબ
C. 800 mL
N1V1 = N2V2
V1 = સેન્ટિનોર્મલ = \(\frac{N}{2}\)
V2 = ડેસિનોર્મલ = \(\frac{N}{10}\)
∴ 200 × \(\frac{\mathrm{N}}{2}=\frac{\mathrm{N}}{10}\) × V2
∴ 1000 = V2
ઉમેરવું પડતું પાણી = 1000 – 200 = 800 mL

પ્રશ્ન 18.
10 mL 0.2 N HCl, 40 mL 0.3 N HNO3 અને 50 mL 0.5 N H2SO4ના દ્રાવણને મિશ્ર કરતાં બનતા મિશ્રણની નોર્માલિટી કેટલી હશે?
A. 0.24 N
B. 0.39 N
C. 0.44N
D. 0.54N
જવાબ
B. 0.39 N
N1V1 + N2V2 + N3V3 = NxVx
∴ 0.2 × 10 + 0.3 × 40 + 0.5 × 50 = N × 100
∴ 2 + 12 + 25= N × 100
∴ \(\frac{39}{100}\) = N ∴ N = 0.39

પ્રશ્ન 19.
બે તત્ત્વ A અને Bનું પરમાણ્વીય દળ અનુક્રમે 40 અને 80 g·mol-1 છે. જો x g A y પરમાણુ ધરાવે છે, તો 2x g B કેટલા પરમાણુ ધરાવે?
A. \(\frac{y}{2}\)
B. \(\frac{y}{3}\)
C. y
D. 2y
જવાબ
C. y
Aના મોલ = \(\frac{x}{40}\)
∴ Aના પરમાણુની સંખ્યા (y) = \(\frac{x}{40}\) x 6.022 × 1023
∴ x = \(\frac{40 y}{6.022 \times 10^{23}}\)
હવે, Bના મોલ = \(\frac{2 x}{80}\)
∴ Bના પરમાણુની સંખ્યા =\(\frac{2 x}{80}\) × 6.022 × 1023
= \(\frac{2 \times 40 y \times 6.022 \times 10^{23}}{80 \times 6.022 \times 10^{23}}\) = y

પ્રશ્ન 20.
32.2 g Na2SO4.10H2Oમાં કેટલા ગ્રામ ઑક્સિજન હોય?
A. 16
B. 2.24
C. 18.0
D. 22.4
જવાબ
D. 22.4
Na2SO4.10H2O નું આણ્વીય દળ = 322 g.mol-1
322 g Na2SO4.10H2O = 14 (16) g ઑક્સિજન
∴ 32.2 g Na2SO4.10H2O = (?)
∴ \(\frac{32.2 \times 14 \times 16}{322}\) = 22.4g ઑક્સિજન

પ્રશ્ન 21.
દ્રાવણમાં રહેલા ઑક્ટ્રેલિક ઍસિડનું પ્રમાણ H2SO4ની હાજરીમાં KMnO4 સાથે અનુમાપન કરીને નક્કી કરી શકાય છે. પરંતુ અનુમાપન HClની હાજરીમાં કરવામાં આવે, તો સંતોષકારક પરિણામ મળતું નથી, કારણ કે …
A. HClનું ઑક્ટ્રેલિક ઍસિડ વડે Cl2માં ઑક્સિડેશન થાય છે.
B. ઑક્ઝેલિક ઍસિડ ઉપરાંત HCl દ્રાવણમાં H+ આયનો મુક્ત કરે છે.
C. HCl પરમેંગેનેટનું Mn2+માં રિડક્શન કરે છે.
D. HCl વડે ઑક્ઝેલિક ઍસિડનું CO2 અને H2Oમાં ઑક્સિડેશન થાય છે.
જવાબ
C. HCl પરમેંગેનેટનું Mn2+માં રિડક્શન કરે છે.
કારણ કે, ઑક્ઝેલિક ઍસિડ કરતાં HCl પ્રબળ રિડક્શનકર્તા છે. તેથી HCl એ MnO4નું Mn2+માં રિડક્શન કરે છે.

પ્રશ્ન 22.
392 mg H2SO4 માંથી 1.204 × 1021 અણુઓ દૂર કરતાં H2SO4ના કેટલા મોલ બાકી રહેશે?
A. 2.0 × 10-3
B. 1.2 × 10-3
C. 1.5 × 10-3
D. 4.0 × 10-3
જવાબ
A. 2.0 × 10-3
392 mg H2SO4 ના મોલ = \(\frac{392 \times 10^{-3}}{98}\)
= 4 × 10-3 મોલ
4 × 10-3 મોલ H2SO4 4 × 10-3 × 6.022 × 1023
= 24.088 × 1020
= 2.4088 × 1021 અણુ H2SO4
બાકી રહેતા H2SO4ના અણુ
= 2.408 × 1021 – 1.204 × 1021
= 1.201 × 1021 અણુ
= \(\frac{1.201 \times 10^{21}}{6.022 \times 10^{23}}\) = 2.0 × 10-3 મોલ

પ્રશ્ન 23.
FeS2નું હવાની હાજરીમાં દહન કરતાં Fe2O3માં રૂપાંતર પામે છે. પ્રક્રિયા દરમિયાન લોખંડના વજનમાં કેટલા ટકા ફેરફાર થશે?
(Fe = 56 g.mol-1)
A. 12 % વધારો
B. 23 % વધારો
C. 32 % ઘટાડો
D. 21 % વધારો
જવાબ
B. 23 % વધારો
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 11

પ્રશ્ન 24.
8 g NaOH ને પાણીમાં ઓગાળી 250 mL દ્રાવણ બનાવવામાં આવ્યું છે. આ દ્રાવણને 500 mL બનાવવા પાણી ઉમેરી મંદ કરવામાં આવે છે. આ મંદ દ્રાવણમાં NaOH ના મોલ અને મોલારિટી કેટલી હશે ? (NaOHનું આણ્વીય દળ = 40 g.mol-1)
A. 0.2 મોલ, 0.04 M
B. 0.1 મોલ, 0.4 M
C. 0.2 મોલ, 0.4 M
D. 0.1 મોલ, 0.04 M
જવાબ
C. 0.2 મોલ, 0.4 M
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 12

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 25.
2 લિટર 3 M H2SO4નું દ્રાવણ બનાવવા 96% w / w H2SO4નું કેટલું કદ હોવું જોઈએ ? (દ્રાવણની ઘનતા = 1.83 g.L-1)
A. 33.47 mL
B. 3.347 mL
C. 343.7 mL
D. 334.82 mL
જવાબ
D. 334.82 mL
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 13
= \(\frac{96 \times 1.83 \times 10}{98}\)
= 17.92
હવે, M1V1 = M2V2
∴ 17.92 × V1 = 3 × 2000
∴ V1 = \(\frac{3 \times 2000}{17.92}\)
= 334.82 mL

પ્રશ્ન 26.
ધાતુના એક ઑક્સાઇડમાં 60% ધાતુ રહેલી છે. ધાતુનો તુલ્યભાર કેટલો થશે?
A. 12
B. 40
C. 24
D. 48
જવાબ
A. 12
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 14
= \(\frac{8 \times 60}{40}\)
= 12

પ્રશ્ન 27.
AB2 અને A2B3 એમ બે સંયોજનો તત્ત્વ A અને Bમાંથી બનેલ છે. 0.15 મોલ સંયોજનનું વજન. અનુક્રમે 9.3 અને 15.9 g છે, તો તત્ત્વ A અને Bનું પરમાણ્વીય દળ અનુક્રમે શોધો.
A. 18, 26
B. 26, 18
C. 9, 23
D. 23, 9
જવાબ
B. 26, 18
ધારો કે, A અને Bનું પરમાણ્વીય દળ અનુક્રમે a અને b છે.
∴ 0.15 (a + 2b) = 9.3g
તેથી a + 2b = 62g ………… (1)
અને 0.15 (2a + 3b) = 15.9g
તેથી 2a + 3b = 106g …………. (2)
સમીકરણ (1) અને (2)ને ઉકેલતાં, a = 26 તથા b = 18

પ્રશ્ન 28.
2 L કદ ધરાવતું 0.02 મોલ [Co(NH3)5SO4] Br અને 0.02 મોલ [Co(NH3)5Br] SO4નું મિશ્રણ ‘X’ તૈયાર કરવામાં આવ્યું છે, તો
1 L મિશ્રણ ‘X’ + AgNO3(અધિક્યમાં) → Y
1 L મિશ્રણ ‘X’ + BaCl2(અધિક્યમાં) → Z
પ્રક્રિયામાં Y અને Zની મોલ-સંખ્યા ગણો.
A. 0.01, 0.01
B. 0.02, 0.01
C. 0.01, 0.02
D. 0.02, 0.02
જવાબ
A. 0.01, 0.01
2L દ્રાવણમાં 0.02 મોલ Br અને 0.02 મોલ SO42- આયનો છે.
∴ 1 L મિશ્રણ Xમાં 0.01 મોલ Br અને 0.01 મોલ SO4-2 આયનો.
તેથી Y = 0.01 મોલ AgBr
Z = 0.01 મોલ BaSO4

પ્રશ્ન 29.
2.76 g સિલ્વર કાર્બોનેટને સખત તપાવવા પ્રાપ્ત થતા અવશેષનું વજન …
A. 2.16 g થાય.
B. 2.48 g થાય.
C. 2.32 g થાય.
D. 2.64 g થાય.
જવાબ
C. 2.32 g થાય.
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 15

પ્રશ્ન 30.
કુદરતી રીતે મળી આવતા બોરોનના બે સમસ્થાનિકોના પરમાણ્વીય દળ અનુક્રમે 10.01 અને 11.01 છે. બંને સમસ્થાનિકોનું પ્રમાણ ગણો.
(કુદરતમાં મળતા બોરોનનું પરમાણ્વીય દળ = 10.81 u)
A. 20 % અને 80 %
B. 80 % અને 20 %
C. 25 % અને 75 %
D. 75 % અને 25 %
જવાબ
A. 20 % અને 80 %
ધારો કે, પરમાણ્વીય દળ 10.01 ધરાવતા સમસ્થાનિકના ટકા x છે.
∴ પરમાણ્વીય દળ 11.01 ધરાવતા સમસ્થાનિકના ટકા y = 100 – x થશે.
હવે, સરેરાશ પરમાણ્વીય દળ = \(\frac{10.01 \times(100-x) 11.01}{100}\)
∴ 10.81 = \(\frac{10.01 \times(100-x) 11.01}{100}\)
∴ x = 20 %
∴ y = 100 – x = 100 – 20 = 80 %

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 31.
N2(g) + 3H2(g) → 2NH3(g) પ્રક્રિયામાં 2000 g N2ની 1000 g H2 સાથે પ્રક્રિયા થાય છે. કયો પ્રક્રિયક, પ્રક્રિયા પામ્યા વગર બાકી રહેશે? કેટલો?
A. N2, 2428 g
B. H2, 428.6 g
C. N2, 571.4 g
D. H2, 571.4 g
જવાબ
D. H2, 571.4 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 16
∴ 2000 g (?)
∴ \(\frac{2000 \times 6}{28}\) = 428.6 g
અહીં, 1000 g H2 આપેલ છે.
તેથી 1000 – 428.6 g = 571.4g H2 બાકી રહે.

પ્રશ્ન 32.
FeSO4.7H2O અને Fe2(SO4)3.9H2Oનું 5.5 g વજન ધરાવતા મિશ્રણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા 5.4mL 0.1 N KMnO4ના દ્રાવણની જરૂર પડતી હોય, તો મિશ્રણમાં Fe2(SO4)3.9H2Oની મોલ-સંખ્યા ગણો.
A. 0.0095
B. 0.15
C. 0.0952
D. 1.52
જવાબ
A. 0.0095
FeSO4.7H2Oનું દળ = \(\frac{5.4 \times 0.1 \times 278}{1000}\) = 0.15 g
Fe2(SO4)3.9H2Oના મોલ = \(\frac{5.5-0.15}{562}\) = 0.0095

પ્રશ્ન 33.
95 % CaCO3 ધરાવતા 200 kg ચૂનાના પથ્થરને ગરમ કરવાથી કેટલો કૅલ્શિયમ ઑક્સાઇડ મળે?
A. 56 kg
B. 190 kg
C. 170 kg
D. 107 kg
જવાબ
D. 107 kg
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 17
હવે, 95% CaCO3 ધરાવતા 200 kg ચૂનાના પથ્થરમાં
CaCO3નું વજન = \(\frac{200 \times 95}{100}[latex] = 190 kg
પ્રક્રિયા સમીકરણ પરથી કહી શકાય કે,
ઉત્પન્ન થતું CaOનું વજન = [latex]\frac{190 \times 10^3 \times 56 \mathrm{~g}}{100 \mathrm{~g}}[latex]
= 106.4 kg ≅ 107 kg

પ્રશ્ન 34.
હવામાં રહેલા ઘટકોનું કદથી પ્રમાણ N2 78%, O2 21 %, Ar 0.9 % અને CO2 0.1% હોય, તો આણ્વીય દળ કેટલું થાય?
A. 28.9
B. 32.4
C. 16.4
D. 14.5
જવાબ
A. 28.9
હવાનું આણ્વીય દળ
= [latex]\frac{78 \times 28+21 \times 32+0.9 \times 40+0.1 \times 44}{78+21+0.9+0.1}\)
= 28.9 g·mol-1

પ્રશ્ન 35.
માટીના એક નમૂનાને અંશતઃ શુષ્ક કર્યા બાદ તેમાં 50 % સિલિકા અને 7 % પાણી રહેલું માલૂમ પડ્યું. માટીના મૂળ નમૂનામાં જો 12 % પાણી હોય, તો મૂળ નમૂનામાં સિલિકાનું ટકાવાર પ્રમાણ શોધો.
A. 47%
B. 43 %
C. 7 %
D. 50 %
જવાબ
A. 47%
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 18
શુષ્ક કરતાં પહેલાં અને શુષ્ક કર્યા બાદ રેતી અને માટીના પ્રમાણનો ગુણોત્તર અચળ જ રહે છે.
∴ \(\frac{50}{43}=\frac{x}{88-x}\)
∴ 43x = 50 (88 – x)
x = 47.31 % ≅ 47%

પ્રશ્ન 36.
5 મોલ A અને 8 મોલ B લઈ પ્રક્રિયા થતા A + 2B → C કરવામાં આવે તો કેટલા મોલ C પ્રાપ્ત થાય?
A. 5
B. 8
C. 16
D. 4
જવાબ
A. 5
A મર્યાદિત પ્રક્રિયક હોવાથી 5 મોલ C પ્રાપ્ત થાય.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 37.
કાચી ધાતુમાં વજનથી 1.24% ખનીજ ઓર્જેન્ટાઇટ Ag2S છે. 1.0g શુદ્ધ ચાંદી મેળવવા કેટલા ગ્રામ કાચી ધાતુની જરૂર પડે? (Ag અને Sનું પરમાણ્વીય દળ અનુક્રમે 108 અને 32 u)
A. 23.15 g
B. 69.45 g
C. 92.6 g
D. 46.3 g
જવાબ
C. 92.6 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 19

પ્રશ્ન 38.
3 M Na2S2O3ના દ્રાવણની ઘનતા 1.25 g.mL-3 છે.
Na+ અને S2O32- આયનોની મોલાલિટી ગણો.
A. 3.865, 7.732
B. 7.732, 3.865
C. 1.933, 7.732
D. 7.732, 1.933
જવાબ
B. 7.732, 3.865
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 20

પ્રશ્ન 39.
હેબર પદ્ધતિમાં 30 L H2 અને 30 L N2 સાથેની પ્રક્રિયાથી 50% નીપજ મળે છે, તો પ્રક્રિયાને અંતે કયું મિશ્રણ બાકી રહેશે?
A. 20 L NH3, 25 L N2, 20 L H2
B. 10 L NH3, 25 L N2, 15 L H2
C. 20 L NH3, 10L N2, 30 L H2
D. 20 L NH3, 25 L N2, 15 L H2
જવાબ
B. 10 L NH3, 25 L N2, 15 L H2
N2(g) + 3H2(g) → 2NH3(g) સમીકરણ પરથી કહી શકાય કે

  • 1 L N2 સાથે 3 L H2 સંયોજાઈ 2 L NH3 બને છે. આથી N2 એ મર્યાદિત પ્રક્રિયક બને.
  • આમ, 10 L N2 સાથે 30 L H2 સંયોજાઈ 20 L NH3 બને છે.
    પરંતુ અહીં 50% નીપજ પ્રાપ્ત થાય છે.
    ∴ 10 L NH3 બનાવવા 5 L N2 વપરાય છે.
    ∴ પ્રક્રિયા થયા વગરનો N2 = 30 – 5 = 25 L
    ∴ પ્રક્રિયા પામેલ H2 = 15 L
    ∴ પ્રક્રિયા પામ્યા વગરનો H2 = 30 – 15 = 15 L
    ∴ બાકી રહેલ મિશ્રણ = 10 L NH3, 25 L N2, 15 L H2

પ્રશ્ન 40.
1 L પ્રોપેનનું 0 °C તાપમાને અને 1 bar દબાણે સંપૂર્ણ દહન કરવા કેટલા L O2 જોઈશે?
A. 6 L
B. 5 L
C. 10 L
D. 7 L
જવાબ
B. 5 L
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 21
સમીકરણ પરથી,
22.4 L C3H8 ના દહન માટે જરૂરી O2 = 5 × 22.4 L
∴ 1L C3H8ના દહન માટે જરૂરી O2 = \(\frac{5 \times 22.4}{22.4}\)
= 5 L

પ્રશ્ન 41.
બોરોન ટ્રાયક્લોરાઇડનું હાઇડ્રોજન વડે રિડક્શન કરતાં 21.6 g બોરોન મળે છે, તો પ્રક્રિયા માટે 273 K તાપમાને અને 1 bar દબાણે જરૂરી હાઇડ્રોજનનું કદ કેટલું જોઈશે? (Bનું પરમાણ્વીય દળ = 10.8g.mol-1)
A. 67.2 L
B. 44.8 L
C. 22.4 L
D. 89.6 L
જવાબ
A. 67.2 L
2BCl3 + 3H2 → 2B + 6HCl
1 મોલ H2નું STPએ કદ = 22.4 L
∴ 3મોલ H2નું STP એ કદ = 3 × 22.4 L
= 67.2 L
∴ જરૂરી હાઇડ્રોજનનું કદ = 67.2 L

પ્રશ્ન 42.
ધારો કે કાર્બનના પરમાણુનું વજન \(\frac{1}{12}\) ને બદલે \(\frac{1}{6}\) લેવામાં આવે, તો એક મોલ તત્ત્વનું વજન કેટલું હશે?
A. બે ગણું ઘટે
B. બે ગણું વધે
C. કોઈ ફેરફાર થશે નહિ
D. તત્ત્વના પરમાણ્વીય દળનો અંશ બને
જવાબ
A. બે ગણું ઘટે
\(\frac{1}{12}\) ને બદલે \(\frac{1}{6}\) એટલે કે વજન અડધું કરતાં બે ગણું ઘટે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 43.
નીચેની પ્રક્રિયાઓ દ્વારા સલ્ફર ટ્રાયૉક્સાઇડ વાયુ બનાવવામાં આવે છે :
(1) Cu2S + Osub>2 → Cu2O + SO2
(2) 2SO2 + O2 → 2SO3
159 g Cu2Sમાંથી કેટલા ગ્રામ સલ્ફર ટ્રાયૉક્સાઇડ બનશે?
(પરમાણ્વીય દળ : Cu = 63.5, S = 32, O = 16 g.mol-1)
A. 80 g
B. 128 g
C. 160 g
D. 64 g
જવાબ
A. 80 g
પ્રક્રિયા (1) પરથી,
159 g Cu2માંથી 64 g SO2 મળે.
∴ 159 g Cu2માંથી (?)
= \(\frac{152 \times 64}{159}\) = 64 g
પ્રક્રિયા (2) પરથી,
128 g SO2માંથી 160 g SO3 મળે.
∴ 64 g SO2માંથી (?)
= \(\frac{64 \times 160}{128}\) = 80 g

પ્રશ્ન 44.
સ્ફટિક જળયુક્ત સંકીર્ણ ક્ષાર[Fe(SCN)3.mH2O]માં 19 % વજનથી પાણી હોય, તો m = ……………… .
A. 2
B. 3
C. 4
D. 7
જવાબ
B. 3
[Fe(SCN)3.mH2O] નું આણ્વીય દળ
= 1 (Fe) +3 [1(S) + 1 (C) + 1 (N)] + 18 m
= 1 (56) + 3 [32 + 12 + 14] + 18 m
= 230 + 18 m
હવે, H2Oનું દળ % = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 22
∴ 19 = \(\frac{18 \mathrm{~m} \times 100}{230+18 \mathrm{~m}}[latex]
∴ m = 3.

પ્રશ્ન 45.
CH3COOH + C2H5OH → CH3COOC2H5 + H2Oમાં 72 g ઍસિટિક ઍસિડ એ 2.77 × 1025 જેટલા ઇથેનોલના પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયામાં મર્યાદિત (અપૂરતો) પ્રક્રિયક કયો હશે?
A. CH3COOH
B. C2H5OH
C. A અને B બંને
D. CH3COOC2H5
જવાબ
A. CH3COOH
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 23
[latex]\frac{72 \times 6.022 \times 10^{23}}{60}\) = 7.226 × 1023 અણુઓ મળે.
પરંતુ અહીં ઇથેનોલના અણુઓની સંખ્યા 2.77 × 1025 આપેલ છે. આથી કહી શકાય કે, CH3COOH એ અપૂરતો (મર્યાદિત) પ્રક્રિયક છે.

પ્રશ્ન 46.
60 g પાણીમાં કેટલા ગ્રામ ક્ષાર ઓગાળવો જોઈએ, જેથી દ્રાવણ 25 % w/w બને ?
A. 40
B. 20
C. 60
D. 100
જવાબ
B. 20
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 24

પ્રશ્ન 47.
200 mL 1 M HCl એ 150 1 M Na2CO3 સાથે મિશ્ર કરતાં બનતું દ્રાવણ કેવો ગુણ ધરાવશે?
A. ઍસિડિક
B. બેઝિક
C. તટસ્થ
D. ઉભયગુણી
જવાબ
B. બેઝિક
HCl માટે 1 M = 1 N HCl
તથા Na2CO3 માટે 150 mL, 1 M = Na2CO3
= 300 mL 1N Na2CO3 (∵ Na2CO3 માટે n = 2)
આમ, 200 mL Na2CO3 એ 200 mL 1 NHCIને તટસ્થ કરે.
∴ દ્રાવણમાં 100 mL 1N Na2CO3 બાકી રહેશે.
∴ દ્રાવણ બેઝિક બનશે.

પ્રશ્ન 48.
આપેલ સંયોજનના બેન્ઝિનમાં બનાવેલ x મોલલ દ્રાવણમાં દ્રાવ્યના મોલ-અંશ 0.2 હોય, તો X = …………….. થાય. (બેન્ઝિનનું આણ્વીય દળ 78 g· mol-1 છે.)
A. 3.205
B. 1.0
C. 0.8
D. 12.82
જવાબ
A. 3.205
x મોલલ દ્રાવણ એટલે 1000 g દ્રાવક(બેન્ઝિન)માં x મોલ દ્રાવ્ય છે.
હવે, બેન્ઝિનના મોલ = \(\frac{1000}{78}\) = 12.82
તથા બેન્ઝિનના મોલ-અંશ = 1 – 0.2 = 0.8
∴ બેન્ઝિનના મોલ-અંશ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 25
0.8 = \(\frac{12.82}{x+12.82}\)
∴ x = 3.205

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 49.
લોખંડની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાથી તેનો ઑક્સાઇડ બને છે, તો 18o પાણીની વરાળ સાથે પ્રક્રિયા અનુભવતા લોખંડનું વજન શોધો. (Feનું પરમાણ્વીય દળ 56 g.mol-1)
A. 84
B. 42
C. 21
D. 56
જવાબ
B. 42
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 26

પ્રશ્ન 50.
એક પદાર્થનું ચોક્કસ વજન 30.5 g છે. એક વિદ્યાર્થી દ્વારા તે પદાર્થનું ત્રણ વખત વજન કરવામાં આવ્યું. જેનાં અવલોકનો અનુક્રમે 25.5 g, 25.4 g અને 25.6 g છે, તો તે વિદ્યાર્થી …
A. વધુ પરિશુદ્ધ છે.
B. વધુ ચોક્કસ છે.
C. ઓછો પરિશુદ્ધ છે.
D. કંઈ કહી શકાય નહિ.
જવાબ
A. વધુ પરિશુદ્ધ છે.
મળેલ ત્રણેય મૂલ્યો લગભગ સમાન હોવાથી તે વધુ પરિશુદ્ધ બને, પણ ચોક્કસ નથી.

પ્રશ્ન 51.
100 mL PH3ને ગરમ કરતાં P અને H2 પ્રાપ્ત થાય છે.
પ્રક્રિયા દરમિયાન કદમાં શો ફેરફાર થશે?
A. 50 mLનો વધારો
B. 100 mLનો વધારો
C. 150 mLનો વધારો
D. 50 mLનો ઘટાડો
જવાબ
A. 50 mLનો વધારો
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 27
∴ \(\frac{100 \times 3}{2}\) = 150
∴ કદમાં થતો વધારો 150 – 100 = 50 mL

પ્રશ્ન 52.
(i) હાઇપોફૉસ્ફરસ ઍસિડ (ii) ઑર્થોફૉસ્ફરસ ઍસિડ
(iii) કેરોઝ ઍસિડ (iv) ગ્લાયસીન
ઉપરોક્ત ઍસિડ પૈકી …

A. (i), (ii) મૉનોબેઝિક; (iii) ડાયબેઝિક; (iv) ઉભયગુણી છે.
B. (ii) મૉનોબેઝિક; (i), (iii) ડાયબેઝિક; (iv) ઉભયગુણી છે.
C. (i) મૉનોબેઝિક; (ii), (iii) ડાયબેઝિક; (iv) ઉભયગુણી છે.
D. (i), (ii), (iii) ડાયબેઝિક અને (iv) ઉભયગુણી છે.
જવાબ
C. (i) મૉનોબેઝિક; (ii), (iii) ડાયબેઝિક; (iv) ઉભયગુણી છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 28

પ્રશ્ન 53.
મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ નીચેના પૈકી કયો સાચો છે?
A. નોર્માલિટી = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 29 × મોલારિટી
B. ઍસિડ માટે : નોર્માલિટી = બેઝિકતા × મોલારિટી
C. બેઇઝ માટે : નોર્માલિટી = ઍસિડિકતા × મોલારિટી
D. આપેલ તમામ
જવાબ
D. આપેલ તમામ
સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વ્યાખ્યાનુસાર

પ્રશ્ન 54.
નીચેનામાંથી કઈ રાશિ એકમ રહિત છે?
A. મોલાલિટી
B. મોલારિટી
C. મોલ-અંશ
D. આપેલ તમામ
જવાબ
C. મોલ-અંશ
વ્યાખ્યાનુસાર

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 55.
0.6 m લંબાઈ, 10 cm પહોળાઈ અને 150 mm ઊંડાઈ ધરાવતા પાત્રનું કદ Lમાં શોધો.
A. 90 L
B. 9 L
C. 0.9 L
D. 0.09 L
જવાબ
B. 9 L
V = l × b × h
= (0.6 m) × (10 × 10-2 m) × (150 × 10-3 m)
= 9 x 10-3 m3 = 9 L

પ્રશ્ન 56.
એક પદાર્થની ઘનતા 12.6 g.cm-3 છે. આ પદાર્થની ઘનતા kg. L-1માં શોધો.
A. 12.6
B. 1.26
C. 12600
D. 126000
જવાબ
A. 12.6
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 30

પ્રશ્ન 57.
1.8 × 10-2kmને cmમાં ફેરવો.
A. 180
B. 1800
C. 18000
D. 180000
જવાબ
B. 1800
1.8 × 10-2 km = 18 m = 1800 cm

પ્રશ્ન 58.
નીચેના પૈકી કયું મિશ્રણ નથી?
A. સિમેન્ટ
B. આયોડિનયુક્ત મીઠું
C. ઓઝોન
D. હવા
જવાબ
C. ઓઝોન
ઓઝોન(O3)માં ફક્ત ઑક્સિજન પરમાણુ હોય છે.

પ્રશ્ન 59.
નીચેના પૈકી કયું વિષમાંગ મિશ્રણ છે?
A. પેટ્રોલ
B. કેરોસીન
C. દૂધ
D. પિત્તળ
જવાબ
C. દૂધ
દૂધ એ વિષમાંગ મિશ્રણ છે.

પ્રશ્ન 60.
7.45 g KCl સાથે કેટલા ગ્રામ સિલ્વર નાઇટ્રેટ સંયોજાય, તો 14.35 g AgCl અને 10.1 g KNO3 બને?
A. 31.9
B. 17
C. 34
D. 21.8
જવાબ
B. 17
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 31
∴ X = 14.35 + 10.1 – 7.45 = 17

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 61.
નીચેના પૈકી કઈ જોડ ગુણક પ્રમાણના નિયમનું ઉદાહરણ છે?
A. MgO અને Mg(OH)2
B. H2O અને D2O
C. CO અને CO2
D. KCl અને KBr
જવાબ
C. CO અને CO2
સમાન પ્રકારનાં તત્ત્વો હોવાથી.

પ્રશ્ન 62.
“2 L H2 વાયુ એ 1 L O2 વાયુ સાથે સંયોજાઈને 2 L પાણીની બાષ્પ બનાવે છે.” આ વિધાન કયા નિયમનું દૃષ્ટાંત છે?
A. ગૅલ્યુસેકનો વાયુના સંયોજિત કદનો નિયમ
B. સંયોજિત ભારનો નિયમ
C. નિશ્ચિત સંરચનાનો નિયમ
D. ગુણક પ્રમાણનો નિયમ
જવાબ
A. ગૅલ્યુસેકનો વાયુના સંયોજિત કદનો નિયમ
ગૅલ્યુસેકનો વાયુ માટેનો સંયોજિત કદના નિયમ મુજબ

પ્રશ્ન 63.
3.01 × 1021 ઑક્સિજનના અણુઓનું દળ કેટલું થશે?
A. 16 amu
B. 0.16 amu
C. 0.16 g
D. 16 g
જવાબ
C. 0.16 g
6.022 × 1023 O2 અણુઓનું દળ = 32 g O2
∴ 3.0 × 1021 O2, અણુઓનું દળ = (?)
∴ \(\frac{3.01 \times 10^{21} \times 32}{6.022 \times 10^{23}}\) = 0.16 g

પ્રશ્ન 64.
બોરોનના બે સમસ્થાનિકો 10B (19%) અને 11B (81 %) છે. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો.
A. 10
B. 10.2
C. 11.2
D. 10.81
જવાબ
D. 10.81
સરેરાશ પરમાણ્વીય દળ = \(\frac{m_1 a+m_2 b}{a+b}\)
જ્યાં, m1, m2 = પરમાણ્વીય દળ તથા a, b = ટકા
= \(\frac{(10 \times 19)+(11 \times 81)}{19+81}\) = 10.81 u

પ્રશ્ન 65.
4.2 g દળ ધરાવતા N3-1 આયનમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. (N = 14 g.mol-1)
A. 2.1 NA
B. 4.2 NA
C. 1.6 NA
D. 3.2 NA
જવાબ
C. 1.6 NA
N3-1ની મોલ-સંખ્યા = \(\frac{4.2}{42}\) = 0.1 મોલ
હવે, 1 મોલ N3-1 આયન = 6.022 × 1023 = NA આયનો
∴ 0.1 મોલ N3-1 આયન = 0.1 × NA આયનો
હવે, એક N3-1માં સંયોજકતા ઇલેક્ટ્રૉન = 3 × 5 + 1 = 16
∴ 0.1 × NA આયનોમાં સંયોજકતા ઇલેક્ટ્રૉન
= 16 × 0.1 × NA = 1.6 NA

પ્રશ્ન 66.
STPમાં 1 L હવામાં 21 % કદથી ઑક્સિજન વાયુ રહેલો છે. ઑક્સિજનની મોલ-સંખ્યા ગણો.
A. 2.10
B. 0.0093
C. 0.186
D. 0.21
જવાબ
B. 0.0093
STPએ 22.4L = 1 મોલ
∴ 1 L = \(\frac{1}{22.4}\) મોલ × \(\frac{21}{100}\) = 0.0093 મોલ

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 67.
ZnSO4.7H2Oમાં Znના ટકા શોધો.
(Zn = 65, S = 32, O = 16, H = 1 g.mol-1)
A. 33.65%
B. 32.56%
C. 23.65 %
D. 22.65 %
જવાબ
D. 22.65 %
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 32

પ્રશ્ન 68.
હીમોગ્લોબિન વજનથી 0.33 % આયર્ન ધરાવે છે. હીમોગ્લોબિનનું આણ્વીય દળ 67200 છે. હીમોગ્લોબિનના એક અણુમાં રહેલા આયર્ન પરમાણુઓની સંખ્યા ગણો.
(Fe નું પરમાણ્વીય દળ = 56 g.mol-1)
A. 1
B. 2
C. 4
D. 6
જવાબ
C. 4
0.33 = \(\frac{n \times 56 \times 100}{67200}\) જ્યાં, n = Fe પરમાણુની સંખ્યા
∴ n = 3.96 ≈ 4

પ્રશ્ન 69.
પેરૉક્સિડેઝ એન્હાઇડ્રેઝ ઉત્સેચકમાં Seના વજનથી 0.5 % છે, તો પેરૉક્સિડેઝ એન્હાઇડ્રેઝ ઉત્સેચકનો ન્યૂનતમ અણુભાર કેટલો થશે? (Se = 78.96 g·mol-1)
A. 1.579 × 104
B. 1.579 × 105
C. 1.579 × 102
D. 1579
જવાબ
A. 1.579 × 104
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 33

પ્રશ્ન 70.
એક નળાકાર વાઇરસ કણનું વિશિષ્ટ કદ 6.02 × 10-2 cc·g-1,
ત્રિજ્યા 7 Å અને લંબાઈ 10 Å છે. જો NA = 6.022 × 1023 હોય, તો વાઇરસનું આણ્વીય દળ ગણો.
A. 15.4 kg·mol-1
B. 1.54 × 104 kg· mol-1
C. 3.08 × 104 kg· mol-1
D. 3.08 × 103kg· mol-1
જવાબ
A. 15.4 kg·mol-1
વાઇરસનું કદ = πr2l
= \(\frac{22}{7}\) (7 × 10-8)2 × (10 × 10-8)
= 154 × 10-23 cc
હવે, 1 વાઇરસનું વજન = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 34
= \(\frac{154 \times 10^{-23} \mathrm{cc}}{6.02 \times 10^{-2} \mathrm{cc} / \mathrm{g}}\)
= 25.58 × 10-21 g
હવે, વાઇરસનું આણ્વીય દળ
= વજન × NA
= 25.58 × 10-21 × 6.022 × 1023
= 15400 gmol-1
= 15.4 kg·mol-1

પ્રશ્ન 71.
પાણીના એક અણુનું કદ કેટલું થશે?
(પાણીની ઘનતા = 1 g.cm-3)
A. 9 × 10-23 cm3
B. 6.022 × 10-23 cm3
C. 3 × 10-23 cm3
D. 5.5 × 10-23 cm3
જવાબ
C. 3 × 10-23 cm3
6.022 × 1023 અણુઓનું દળ = 18 g H2O
∴ પાણીના 1 અણુનું દળ = \(\frac{18}{6.022 \times 10^{23}}\)g
હવે, કદ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 35
= \(\frac{18}{6.022 \times 10^{23} \times 1}\)
= 3.0 × 10-23 cm3

પ્રશ્ન 72.
નીચેના પૈકી કયામાં સૌથી વધારે અણુઓ રહેલા છે?
(H = 1, O = 16 g.mol-1)
A. STP એ 15 L H2 વાયુ
B. STP એ 5 L N2 વાયુ
C. 0.5 g H2 વાયુ
D. 10 g O2 વાયુ
જવાબ
A. STP એ 15 L H2 વાયુ
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 36

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 73.
18 mL પાણીમાં રહેલા ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યા ગણો.
A. 6.02 × 1023
B. 6.02 × 1024
C. 1.8 × 1023
D. 1.8 × 1024
જવાબ
B. 6.02 × 1024
પાણીની ઘનતા 1.0 g·mL-1 હોવાથી,
પાણીના મોલ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 37
= \(\frac{18 \mathrm{~g}}{18 \mathrm{~g} \cdot \mathrm{mol}^{-1}}\)
= 1 મોલ
= 6.022 × 1023 અણુઓ
હવે, પાણી(H2O)ના એક અણુમાં 10 ē હોવાથી,
ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યા = 10 × 6.022 × 1023
= 6.022 × 1024 અણુઓ

પ્રશ્ન 74.
આયર્નના એક ઑક્સાઇડમાં Fe અને Oનું પ્રતિશત પ્રમાણ અનુક્રમે 69.94 % અને 30.06 % માલૂમ પડ્યું. ઑક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. (Fe = 56, O = 16 g·mol-1)
A. FeO
B. Fe2O3
C. Fe3O4
D. FeO2
જવાબ
B. Fe2O3
‘સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિભાગ’ના પ્રશ્ન (3) મુજબ પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 થાય.

પ્રશ્ન 75.
એક કાર્બનિક પદાર્થ C, H અને O તત્ત્વો ધરાવે છે. આ પદાર્થનું 1.8 g વજન લઈ દહન કરતાં 2.64 g CO2 અને 1.08g H2O મળે છે. કાર્બનિક પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર શોધો.
A. CH2O
B. C2HO
C. C2H4O3
D. C3H2O3
જવાબ
A. CH2O
CO2માં Cના ટકા = \(\frac{12 \times w_1 \times 100}{44 \times w}\)
= \(\frac{12 \times 2.64 \times 100}{44 \times 1.8}\) = 40%
H2Oમાં Hના ટકા = \(\frac{2 \times w_2 \times 100}{18 \times w}\)
= \(\frac{2 \times 1.08 \times 100}{18 \times 1.8}\) = = 6.66%
Oના ટકા = (100 – (40 + 6.66)) = 53.33%
બાકીનું ‘સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન (3) મુજબ કરતાં પ્રમાણસૂચક સૂત્ર CH2O મળે.

પ્રશ્ન 76.
2.8 kg ઇથીન(C2H4) નું સંપૂર્ણ દહન કરવા ઑક્સિજનનું કેટલું વજન જોઈશે? (C = 12, H = 1, O = 16 g.mol-1)
A. 2.8 kg
C. 9.6 kg
B. 6.4 kg
D. 96 kg
જવાબ
C. 9.6 kg
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 38
∴ (2.8 × 1000) g = (?)
∴ \(\frac{2.8 \times 1000 \times 96}{28}\) = 9600 g = 9.6 kg

પ્રશ્ન 77.
પ્રવાહી બેન્ઝિન(C6H6) ની ઑક્સિજન સાથેની દહન પ્રક્રિયા નીચે મુજબ છે :
2C6H6(l) + 15O2(g) → 12CO2(g) + 6H2O(g)
39 g પ્રવાહી બેન્ઝિનનું દહન કરવા STP એ કેટલા L O2ની જરૂર પડશે?
A. 74 L
B. 11.2 L
C. 22.4 L
D. 84 L
જવાબ
D. 84 L
સમીકરણ પરથી,
2 મોલ બેન્ઝિન = 15 મોલ O2
∴ 0.5 મોલ બેન્ઝિન = 3.75 મોલ O2 થાય.
હવે, 1 મોલ O2નું STP એ કદ 22.4L હોય.
∴ 3.75 મોલ O2નું STP એ કદ (?)
∴ \(\frac{3.75 \times 22.4}{1}\) = 84 L

પ્રશ્ન 78.
Al2(SO4)3ના 0.5 M જલીય દ્રાવણની નોર્માલિટી ગણો.
A. 1.0 N
B. 1.5 N
C. 2.5 N
D. 3.0 N
જવાબ
C. 2.5 N
N = n × M = 5 × 0.5 = 2.5 N

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 79.
1.2 m NaClના જલીય દ્રાવણમાં NaClના % w/w ગણો. (NaClનું આણ્વીય દળ 58.5 g.mol-1)
A. 3.27
B. 5.62
C. 4.67
D. 6.56
જવાબ
D. 6.56
1.2 m NaClના જલીય દ્રાવણનો અર્થ 1000 g દ્રાવકમાં (H2Oમાં) 1.2 મોલ NaCl (દ્રાવ્ય) છે.
હવે, NaCl દ્રાવ્યનું વજન = મોલ × આણ્વીય દળ
= 1.2 × 58.5
= 70.2 g
હવે, દ્રાવણનું દળ = દ્રાવકનું દળ + દ્રાવ્યનું દળ
= 1000 + 70.2
= 1070.2 g
હવે, % w/ w = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 39 × 100
= \(\frac{70.2 \times 100}{1070.2}\)
= 6.56

પ્રશ્ન 80.
1 મોલ સલ્ફાઇટ આયન સાથે ઍસિડિક દ્રાવણમાં પ્રક્રિયા કરવા કેટલા મોલ KMnO4ની જરૂર પડશે?
A. 4/5
B. 2/5
C. 1
D. 3 / 5
જવાબ
B. 2/5
2MnO4 + 6H+ + 5SO3-2 → 2Mn+2 + 5SO4-2 + 3H2O
સમીકરણ પરથી,
5 મોલ SO3-2 આયન = 2 મોલ MnO4 આયન
∴ 1 મોલ SO3-2 આયન = \(\frac{2}{5}\) મોલ MnO4-1 આયન

પ્રશ્ન 81.
6.5 g PbO અને 3.2 g HCl વચ્ચે પ્રક્રિયા થવાથી કેટલા મોલ લેડ (II) ક્લોરાઇડ બનશે? (Pb = 207, O = 16, Cl = 35.5, H = 1 g·mol-1)
A. 0.044
B. 0.333
C. 0.011
D. 0.029
જવાબ
D. 0.029
PbO + 2HCl → PbCl2 + H2O
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 40
અહીં HCl કરતાં PbOના મોલ ઓછા હોવાથી PbO સીમિત પ્રક્રિયક છે.
હવે, 1 મોલ PbO = 1 મોલ PbCl2
∴ 0.029 મોલ PbO = 0.029 મોલ PbCl2

પ્રશ્ન 82.
1 મોલ ફેરસ ઑક્સેલેટનું ઍસિડિક માધ્યમમાં ઑક્સિડેશન કરવા કેટલા મોલ MnO4-1ની જરૂર પડે?
A. 0.6
B. 0.4
C. 7.5
D. 0.2
જવાબ
B. 0.4
2MnO4-1 + 5C2O4-2 + 16 H+
→ 2Mn+2 + 10CO2 + 8H2O
સમીકરણ પરથી,
5 મોલ C2O4-2 = 2 મોલ MnO4-1
∴ 1 મોલ C2O4-2 = (?)
∴ \(\frac{1 \times 2}{5}=\frac{2}{5}\)
= 0.4 મોલMnO4-1

પ્રશ્ન 83.
જો 0.5 મોલ BaCl2ને 0.2 મોલ Na3PO4 સાથે મિશ્ર કરવામાં આવે, તો Ba3(PO4)2ના મહત્તમ કેટલા મોલ બનશે?
A. 0.70
B. 0.50
C. 0.20
D. 0.10
જવાબ
D. 0.10
3BaCl2 + 2Na3PO4 → Ba3(PO4)2 + 6NaCl
અહીં, BaCl2 કરતાં Na3PO4ના મોલ ઓછા હોવાથી Na3PO4
સીમિત પ્રક્રિયક બને.
સમીકરણ પરથી, 2 મોલ Na3PO4 = 1 મોલ Ba3(PO4)2
∴ 0.2 મોલ Na3PO4 = 0.1 મોલ Ba3(PO4)2

પ્રશ્ન 84.
NO2 અને N2O4 ના મિશ્રણની બાષ્પઘનતા 26.7 °C તાપમાને 38.3 છે. 100 g મિશ્રણમાં NO2ના મોલની સંખ્યા ગણો. (NO2 અને N2O4નું આણ્વીય દળ 46 અને 92 g·mol-1 છે.)
A. 1.74
B. 0.437
C. 0.21
D. 0.87
જવાબ
B. 0.437
મિશ્રણનો અણુભાર = 2 × બાષ્પઘનતા
= 2 × 38.3
= 76.6 g.mol-1
મિશ્રણની મોલ-સંખ્યા = \(\frac{100}{76.6}\) ……….. (1)
ધારો કે, 100 g મિશ્રણમાં ‘X’ ગ્રામ NO2 છે
∴ NO2ની મોલ-સંખ્યા = \(\frac{X}{46}\) …………… (2)
અને N2O4ની મોલ-સંખ્યા = \(\frac{100 – X}{92}\) …………… (3)
સમીકરણ (1), (2) અને (3) પરથી \(\frac{X}{46}+\frac{100-X}{92}=\frac{100}{76.6}\)
∴ X = 20.1 g
∴ NO2ની મોલ-સંખ્યા = \(\frac{20.1}{46}\) = 0.437 મોલ

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 85.
નીચે આપેલી પ્રક્રિયામાં H3PO4 ના તુલ્યભારની ગણતરી કરો :
Ca(OH)2 + H3PO4 → CaHPO4 + 2H2O
(H3PO4 નું આણ્વીય દળ 98 g·mol-1 છે.)
A. 98
B. 32.66
C. 49
D. 24.5
જવાબ
C. 49
Ca (OH)2 + H3PO4 → CaHPO4 + 2H2O
સમીકરણમાં H3PO4માંના બે Hનું વિસ્થાપન થાય છે.
∴ H3PO4નો તુલ્યભાર = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 41
= \(\frac{98}{2}\)
= 49

પ્રશ્ન 86.
એક સંયોજન વજનથી 28 % નાઇટ્રોજન અને 72 % ધાતુ ધરાવે છે. ધાતુના 3 પરમાણુઓ નાઇટ્રોજનના 2 પરમાણુ સાથે સંયોજાય છે. ધાતુનો પરમાણુભાર ગણો.
A. 12
B. 24
C. 28
D. 72
જવાબ
B. 24
સંયોજનનું સૂત્ર : M3N2
આ સંયોજનમાં નાઇટ્રોજનની સંયોજકતા 3 હોવાથી નાઇટ્રોજનનો તુલ્યભાર = \(\frac{14}{3}\)
હવે, 28 g નાઇટ્રોજન 72 g ધાતુ સાથે સંયોજાય છે.
∴ \(\frac{14}{3}\) g નાઇટ્રોજન (?)
(તુલ્યભારની વ્યાખ્યાનુસાર)
∴ \(\frac{14 \times 72}{3 \times 28}\) = 12 g ધાતુ સાથે સંયોજાય
∴ ધાતુનો તુલ્યભાર = 12 થાય.
હવે, ધાતુનું પરમાણ્વીય દળ = તુલ્યભાર × સંયોજકતા
= 12 × 2 = 24 u

પ્રશ્ન 87.
15.15 μs = ……… S
A. 1.515 × 10-4
B. 1.515 × 10-5
C. 1.515 × 10-6
D. 1.515 × 10-3
જવાબ
B. 1.515 × 10-5
1 μs 10-6s
∴ 15.15 μs = \(\frac{15.15 \times 10^{-6}}{1}\)
= 1.515 × 10-5

પ્રશ્ન 88.
0.5 g કૉપર (II) કાર્બોનેટને ઓગાળવા કેટલા mL 0.5 M H2SO4 જોઈએ? (Cuનું પરમાણ્વીય દળ = 63.5 g.mol-1)
A. 8.097
B. 20
C. 7.77
D. 10
જવાબ
A. 8.097
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 42
સમીકરણ પરથી,
123.5 g CuCO3 = 98 g H2SO4
∴ 0.5 gCuCO3 = (?)
∴ \(\frac{0.5 \times 98}{123.5}\) = = 0.3967 g H2SO4
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 43

પ્રશ્ન 89.
2320 kg Fe3O4ની 280 kg CO સાથે નીચે મુજબ પ્રક્રિયા થાય છે :
Fe3O4(s) + 4CO(g) → 3Fe(s) + 4CO2(g)
(Fe, O, C નું પરમાણ્વીય દળ અનુક્રમે 56, 16 અને 12 g.mol-1 છે.)
ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા લોખંડનું વજન ગણો.
A. 420 kg
B. 1680 kg
C. 168 kg
D. 3360 kg
જવાબ
A. 420 kg
Fe3O4ના મોલ = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 43 1
= \(\frac{2320 \times 1000}{232}\)
= 10000 મોલ
COના મોલ = \(\frac{280 \times 1000}{28}\) = 10000 મોલ
આપેલ સમીકરણ પરથી 4 મોલ CO → 3 મોલ Fe સાથે જોડાય છે.
∴ 10000 મોલ CO → (?)
∴ \(\frac{1000 \times 3}{4}\) = 7500 મોલ Fe
હવે, Feનું વજન = મોલ × પરમાણ્વીય દળ
= 7500 × 56
= 420000 g = 420 kg

પ્રશ્ન 90.
45 mL 0.25 M લેડ નાઇટ્રેટ અને 25 mL 0.1 M ક્રોમિક સલ્ફેટનાં દ્રાવણોને મિશ્ર કરતાં લેડ સલ્ફેટ અવક્ષેપિત થાય છે. કેટલા મોલ લેડ સલ્ફેટ ઉત્પન્ન થશે? પ્રક્રિયાને અંતે લેડ નાઇટ્રેટની મોલારિટી કેટલી થશે?
A. 2.5 × 10-3 મોલ, 0.0714 M
B. 2.5 × 10-3 મોલ, 0.0536 M
C. 7.5 × 10-3 મોલ, 0.0536 M
D. 7.5 × 10-3 મોલ, 0.0714 M
જવાબ
C. 7.5 × 10-3 મોલ, 0.0536 M
3Pb(NO3)2 + Cr2(SO4)3 → 3PbSO4(s) + 2Cr(NO3)3
Pb(NO3)2ના મિલીમોલ = 45 × 0.25 = 11.25
તથા Cr2 (SO4)3ના મિલીમોલ 25 × 0.1 = 2.5
તેથી Cr2 (SO4)3 નીપજના જથ્થા માટે નિર્ણાયક બનશે.
હવે, 2.5 મિલીમોલ Cr2 (SO4)3માંથી 7.5 મિલીમોલ PbSO4 બનશે.
∴ અવક્ષેપિત થતા PbSO4ના મોલ 7.5 × 10-3 મોલ થાય. હવે, Pb(NO3)2ના પ્રક્રિયા પામ્યા વગરના મિલીમોલ
= 11.25 – 7.50 = 3.75
∴ Pb(NO3)2ની મોલારિટી = \(\frac{3.75}{70}\) = 0.0536 M

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 91.
95.5 % શુદ્ધતા ધરાવતા 200 kg CaCO3નું વિઘટન થવાથી કેટલો CaO મળશે?
A. 190 kg
B. 107 kg
C. 109 kg
D. 60 kg
જવાબ
B. 107 kg
100% → 112 kg (∵ સમીકરણમાં CaCO3 અને CaOના મોલ સમાન હોવાથી)
∴ 95.5% → (?)
∴ \(\frac{95.5 \times 112}{100}\) = 107 kg

પ્રશ્ન 92.
1 L કઠણ પાણી 12.0 mg Mg2+ ધરાવે છે, તો પાણીની કઠિનતા દૂર કરવા જરૂરી ધોવાના સોડાના મિલી તુલ્યાંકની ગણતરી કરો.
A. 1
B. 12.16
C. 1 × 10-3
D. 12.16 × 10-3
જવાબ
A. 1
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 44
સમીકરણ પરથી Mg2+ના 1 ગ્રામતુલ્ય
= 12 g Mg2+ = 12000 mg Mg2+
હવે, 12000 mg Mg2+ ≅ 12000 મિલીતુલ્ય Na2CO3 (સમીકરણમાં મોલ સમાન હોવાથી)
∴ 1 mg Mg2+ = 1 મિલીતુલ્ય Na2CO3

પ્રશ્ન 93.
જો 5.0 mL સાંદ્ર H2SO4(ઘનતા 1.8 g· mL-1)નું 82.4 mL 2.0 M NaOH વડે તટસ્થીકરણ થતું હોય, તો ઍસિડની શુદ્ધતા કેટલા % થશે?
A. 89.72
B. 92.12
C. 98.2
D. 85.7
જવાબ
A. 89.72
H2SO4ના મિલીતુલ્ય = NaOHના મિલીતુલ્ય
મિલીતુલ્ય = N × કદ મુજબ,
N1V1 = NV2
∴ N1 × 5 = 2 × 82.4
∴ N1 = \(\frac{2 \times 82.4}{5}\) = 32.96
N = \(\frac{1000 \times w}{E \times V_{\mathrm{ml}}}\)
∴ 32.96 = \(\frac{1000 \times w}{49 \times 5}\)
∴ w = 8.0752 g
આમ, H2SO4નું દળ = 8.0752 g હોવાથી
તેની ઘનતા = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 45 = \(\frac{8.0752}{5}\) = 1.615 g.mL-1
∴ શુદ્ધતા = \(\frac{1.615}{1.8}\) × 100 89.72 %

પ્રશ્ન 94.
આયોડિન(I2)ના બેન્ઝિન(C6H6)માં મોલ-અંશ 0.2 છે. આયોડિનની બેન્ઝિનમાં મોલાલિટી ગણો.
A. 2.35
B. 3.20
C. 2.75
D. 3.6
જવાબ
B. 3.20
ધારો કે, બેન્ઝિનના મોલ N અને I2ના મોલ n હોય, તો
\(\frac{n}{n+\mathrm{N}}\) = 0.2 …… (1) અને \(\frac{\mathrm{N}}{n+\mathrm{N}}\) = 0.8 ………. (2)
સમીકરણ (1) અને (2) પરથી,
\(\frac{n}{\mathrm{~N}}=\frac{0.2}{0.8}\) થાય. …………. (3)
હવે, બેન્ઝિનના મોલ (N) = \(\frac{1000}{78}\) = 12.82
સમીકરણ (3) પરથી,
∴ n = \(\frac{0.2 \times \mathrm{N}}{0.8}=\frac{0.2 \times 12.82}{0.8}\) = 3.20 (દ્રાવ્યના મોલ)
હવે, m = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 46 = 3.20 m

પ્રશ્ન 95.
Na2CO3 અને NaHCO3ના સમાન મોલ ધરાવતા 1 g મિશ્રણની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા કેટલા mL 0.1 M નાઇટ્રિક ઍસિડનું દ્રાવણ જોઈએ ?
A. 158 mL
B. 65 mL
C. 42 mL
D. 110 mL
જવાબ
A. 158 mL
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 47
.: દ્રાવણનું કદ = 158 mL

પ્રશ્ન 96.
1 g ધાતુ કાર્બોનેટને ગરમ કરતાં તેનો 0.56 g ઑક્સાઇડ મળે છે, તો તે ધાતુનો તુલ્યભાર ગણો.
A. 10
B. 20
C. 6.28
D. 24
જવાબ
C. 6.28
1 g ધાતુ કાર્બોનેટમાં 0.56 g ઑક્સિજન છે અને બાકીનું 0.44g ધાતુ હશે.
હવે, 0.56 g ઑક્સિજન એ 0.44 g ધાતુ સાથે જોડાય.
∴ 8 g ઑક્સિજન એ (?)
(તુલ્યભારની વ્યાખ્યાનુસાર)
∴ \(\frac{8 \times 0.44}{0.56}\) = 6.28 g

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 97.
પ્રોપેન અને બ્યુટેનના 3 L વાયુમિશ્રણનું 25 °C તાપમાને સંપૂર્ણ દહન કરતાં 10 L CO2 વાયુ ઉત્પન્ન થાય છે. વાયુમિશ્રણમાં બ્યુટેનનું ટકાવાર પ્રમાણ ગણો.
A. 66.66%
B. 44.44 %
C. 33.33 %
D. 48.55 %
જવાબ
C. 33.33 %
ધારો કે, પ્રોપેનનું કદ = V L છે.
∴ બ્યુટેનનું કદ = (3 – V) L થાય.
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 48
હવે, ઉત્પન્ન થયેલા CO2 વાયુનું કદ 10 L હોવાથી CO2નું
કુલ કદ = 3 V + 4 (3 – V) = 10
∴ V = 2 L
∴ બ્યુટેનનું કદ = (3 – V) = (3 – 2) = 1 થાય.
હવે, 3 L = 100 %
∴ 1 L = (?)
∴ \(\frac{1 \times 100}{3}\) = 33.33%

પ્રશ્ન 98.
એક હાઇડ્રોકાર્બન પ્રતિગ્રામ હાઇડ્રોજનદીઠ 10.5 g C ધરાવે છે. 127 °C તાપમાને અને 1 વાતા દબાણે આ હાઇડ્રોકાર્બનની 1 L બાષ્પનું વજન 2.8 g છે, તો હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર શોધો.
A. C3H8
B. C5H8
C. C4H10
D. C7H8
જવાબ
D. C7H8
ધારો કે, હાઇડ્રોજનનું દળ = 1 g
∴ કાર્બનનું દળ = 10.5 g થાય.
હવે, Cના મોલ : Hના મોલ = \(\frac{10.5}{12}: \frac{1}{1}\)
= 0.875 : 1
બંને બાજુ 8 વડે ગુણતાં = 0.875 × 8 : 1 × 8 = 7 : 8
તેથી હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર (C7H8)n થાય.
તથા પ્રમાણસૂચક સૂત્રદળ = 7 (12) + 8 (1) = 92 g
હવે, PV = \(\frac{\text { WRT }}{\mathrm{M}}\)
∴ 1 × 1 = \(\frac{2.8 \times 0.082 \times 400}{M}\)
∴ M = 91.8 g.mol-1 (આણ્વીય દળ)
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 49
હવે, આણ્વીય સૂત્ર = n × પ્રમાણસૂચક સૂત્ર
= 1 × C7H8 = C7H8

પ્રશ્ન 99.
બે વિદ્યાર્થી દ્વારા એક જ પ્રયોગ અલગ અલગ રીતે કરવામાં આવ્યો. તેમાંના દરેક વિદ્યાર્થીએ પદાર્થનું દળ બે વખત નોંધ્યું, જે નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. પદાર્થના દળનું સાચું મૂલ્ય 3.0 g છે, તો નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 49
A. બંને વિદ્યાર્થીઓનાં પરિણામ યથાર્થ કે ચોક્કસ નથી.
B. વિદ્યાર્થી Aના પરિણામ યથાર્થ અને ચોક્કસ છે.
C. વિદ્યાર્થી Bના પરિણામ યથાર્થ કે ચોક્કસ નથી.
D. વિદ્યાર્થી Bના પરિણામ યથાર્થ અને ચોક્કસ છે.
જવાબ
વિદ્યાર્થી Aનું પરિણામ યથાર્થ અને ચોક્કસ બંને છે, કારણ કે તે દળના સાચા મૂલ્યની વધુ નજીક છે.

પ્રશ્ન 100.
એક પદાર્થનું તાપમાન ફેરનહીટ માપક્રમમાં 200 °F છે, તો આ પદાર્થનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં કેટલું હશે?
A. 40 °C
B. 94 °C
C. 93.3 °C
D. 30 °C
જવાબ
C. 93.3 °C
°C = \(\frac{5}{9}\) (°F – 32)
= \(\frac{1}{2}\)(200 – 32)
= 93.3 °C

પ્રશ્ન 101.
5.85 g NaCl ધરાવતા 500 mL દ્રાવણની મોલારિટી કેટલી હશે?
A. 4 mol L-1
B. 20 mol L-1
C. 0.2 mol L-1
D. 2 mol L-1
જવાબ
C. 0.2 mol L-1
M = \(\frac{\mathrm{W}_0 \times 1000}{\text { M.W. } \times \mathrm{V}_{\mathrm{mL}}}\)
= \(\frac{5.85 \times 1000}{58.5 \times 500}\)
= 0.20 mol L1

પ્રશ્ન 102.
500 mL 5 M દ્રાવણમાં પાણી ઉમેરી દ્રાવણનું કદ 1500 mL કરતાં અંતે મળતાં મંદ દ્રાવણની મોલારિટી કેટલી થશે?
A. 1.5 M
B. 1.66 M
C. 0.017 M
D. 1.59 M
જવાબ
B. 1.66 M
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 50

પ્રશ્ન 103.
એક મોલ તત્ત્વમાં રહેલા પરમાણુઓની સંખ્યા ઍવોગેડ્રો આંક જેટલી હોય છે. નીચેના પૈકી કયાં તત્ત્વમાં મહત્તમ સંખ્યામાં પરમાણુઓ હશે?
A. 4g He
B. 46 g Na
C. 0.40 g Ca
D. 12 g He
જવાબ
D. 12 g He
દ્રાવ્યની મોલ-સંખ્યા ∝ પરમાણુની સંખ્યા

પ્રશ્ન 104.
રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા 0.9 g lit-1 હોય, તો રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા મોલારિટીમાં શોધો. (ગ્લુકોઝનું આણ્વીય દળ = 180 u)
A. 5 M
B. 50 M
C. 0.005 M
D. 0.5 M
જવાબ
C. 0.005 M
મોલારિટી = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 51
= \(\frac{0.9}{180}\)
= 0.005 M

પ્રશ્ન 105.
500 g પાણીમાં 18.25 g HCl વાયુ ઓગાળતાં મળતાં દ્રાવણની મોલાલિટી કેટલી હશે?
A. 0.1 m
B. 1 M
C. 0.5 m
D. 1 m
જવાબ
D. 1 m
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 52
= \(\frac{18.25 \times 1000}{36.5 \times 500}\) = 1 m

પ્રશ્ન 106.
કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો 6.022 × 1023 પરમાણુઓ અથવા અણુઓ ધરાવે છે, તો 100 mL 0.2 M H2SO4ના દ્રાવણમાં H2SO4ના કેટલા અણુઓ હશે?
A. 12.044 × 1020
B. 6.022 × 1023
C. 1 × 1023
D. 12.044 × 1023
જવાબ
A. 12.044 × 1020
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 53
∴ મોલ = મોલારિટી × દ્રાવણનું કદ (લિટર)
= 0.02 × 0.1
= 0.002
હવે, અણુ-સંખ્યા = મોલ × NA
= 0.002 × 6.022 × 1023
= 12.044 × 1020

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 107.
કાર્બન ડાયૉક્સાઇડમાં કાર્બનનું ટકાવાર દળ શોધો.
A. 0.034 %
B. 27.27 %
C. 3.4 %
D. 28.7 %
જવાબ
B. 27.27 %
% C = \(\frac{12 \times 100}{44}\) = 27.27%

પ્રશ્ન 108.
એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય દળ અનુક્રમે CH2O અને 180g mol-1 છે, તો સંયોજનનું આણ્વીય સૂત્ર કયું હશે?
A. C9H18O9
B. CH2O
C. C6H12O6
D. C2H4O2
જવાબ
C. C6H12O6
CH2O નું પ્રમાણસૂચક સૂત્રદળ = 30
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 54
હવે, આણ્વીય સૂત્ર = (પ્રમાણસૂચક સૂત્ર) × (ગુણક સંખ્યા)
= (CH2O) × 6
= C6H12O6

પ્રશ્ન 109.
જો દ્રાવણની ઘનતા 3.12 gmL-1 હોય, તો 1.5 mL દ્રાવણનું દળ અર્થસૂચક અંક મુજબ કેટલું થશે?
A. 4.7 g
B. 4680 × 10-3
C. 4.680 g
D. 46.80 g
જવાબ
A. 4.7 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 55
∴ દ્રાવણનું વજન = ઘનતા × કદ
= 3.12 × 1.5
= 4.68 g ≈ 4.7 g

પ્રશ્ન 110.
સંયોજનના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. સંયોજનનો અણુ જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ ધરાવે છે.
B. સંયોજનનું તેનાં ઘટક તત્ત્વોમાં અલગીકરણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા થઈ શકતું નથી.
C. સંયોજન તેનાં ઘટક તત્ત્વોની લાક્ષણિકતાઓ જાળવી રાખે છે.
D. સંયોજનમાં જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓનો ગુણોત્તર ચોક્કસ હોય છે.
જવાબ
C. સંયોજન તેનાં ઘટક તત્ત્વોની લાક્ષણિકતાઓ જાળવી રાખે છે.
સંયોજન તેના ઘટક તત્ત્વોની લાક્ષણિકતાઓ જાળવી રાખે છે.

પ્રશ્ન 111.
આપેલ પ્રક્રિયાના અનુસંધાનમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
4 Fe(s) + 3O2(g) → 2Fe2O3(s)
A. પ્રક્રિયકોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ = નીપજોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ. અહીં, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે.
B. પ્રક્રિયકોનું કુલ દળ = નીપજોનું કુલ દળ. અહીં, સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે.
C. કોઈ પણ એક પ્રક્રિયક(Fe અથવા O2)નું પ્રમાણ વધુ લેવાથી Fe2O3નું પ્રમાણ વધુ મળશે.
D. જો કોઈ પણ એક પક્રિયક(Fe અથવા O2)નો જથ્થો વધુ પ્રમાણમાં લેવાથી Fe2O3નું પ્રમાણ ઓછું મળશે.
જવાબ
A. પ્રક્રિયકોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ = નીપજોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ. અહીં, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે.
પ્રક્રિયકોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ = નીપજોમાં આયર્ન અને ઑક્સિજનનું કુલ દળ હોવાથી અહીં, દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે.

પ્રશ્ન 112.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્રવ્ય સંચયના નિયમ મુજબ યોગ્ય નથી?
A. 2Mg(s) + O2(g) → 2MgO(s)
B. C3H8(g) + O2(g) → CO2(g) + H2O(g)
C. P4(s) + 5O2(g) → P4O10(g)
D. CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(g)
જવાબ
B. C3H8(g) + O2(g) → CO2(g) + H2O(g)
C3H8(g) + O2(g) → CO2(g) + H2O(g)
અહીં, પ્રક્રિયકોનું કુલ દળ ≠ નીપજોનું કુલ દળ

પ્રશ્ન 113.
નીચેના પૈકી કયું વિધાન સરળ ગુણક પ્રમાણના નિયમને અનુસરે છે?
A. કોઈ પણ સ્રોતમાંથી મેળવેલ કાર્બન ડાયૉક્સાઇડના નમૂનામાં કાર્બન અને ઑક્સિજનનો ગુણોત્તર હંમેશાં 1 : 2 હોય છે.
B. કાર્બનના બે ઑક્સાઇડ જાણીતા છે. CO2 અને CO કે જેમાં કાર્બનના નિશ્ચિત દળ સાથે સંયોજાતા ઑક્સિજનના દળનો સાદો ગુણોત્તર 2 : 1 છે.
C. મૅગ્નેશિયમની પટ્ટીને ઑક્સિજનની હાજરીમાં દહન કરતાં ઉદ્ભવતાં મૅગ્નેશિયમ ઑક્સાઇડમાં મૅગ્નેશિયમનો જથ્થો પ્રક્રિયા દરમિયાન લીધેલા મૅગ્નેશિયમના જથ્થા જેટલો હોય છે.
D. નિશ્ચિત તાપમાન અને દબાણે 200 mL હાઇડ્રોજન 100 mL ઑક્સિજન સાથે સંયોજાઈને 200 mL પાણીની બાષ્પ ઉત્પન્ન કરે છે.
જવાબ
B. કાર્બનના બે ઑક્સાઇડ જાણીતા છે. CO2 અને CO કે જેમાં કાર્બનના નિશ્ચિત દળ સાથે સંયોજાતા ઑક્સિજનના દળનો સાદો ગુણોત્તર 2 : 1 છે.
કાર્બનના બે ઑક્સાઇડ જાણીતા છે. CO અને CO2 કે જેમાં કાર્બનના નિશ્ચિત દળ સાથે સંયોજાતા ઑક્સિજનના દળનો સાદો ગુણોત્તર 2 : 1 છે.

પ્રશ્ન 114.
STPએ એક મોલ ઑક્સિજન વાયુ = ……………… .
A. 6.022 × 1023 ઑક્સિજનના અણુઓ
B. 6.022 × 1023 ઑક્સિજનના પરમાણુઓ
C. 16 g ઑક્સિજન
D. 32 g ઑક્સિજન
જવાબ
A. 6.022 × 1023 ઑક્સિજનના અણુઓ,
D. 32 g ઑક્સિજન
STPએ એક મોલ = 6.022 × 1023 ઑક્સિજન અણુઓ
= 32 g O2

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 115.
સલ્ફ્યુરિક ઍસિડ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરે છે :
H2SO4 + 2NaOH → Na2SO4 + 2H2O
જ્યારે 1 લિટર 0.1 M H2SO4ના દ્રાવણની પ્રક્રિયા 1 લિટર 0.1 M NaOHના દ્રાવણ સાથે કરવામાં આવે ત્યારે ઉદ્ભવતા સોડિયમ સલ્ફેટનો જથ્થો અને બનતા દ્રાવણમાં તેની મોલારિટી કેટલી હશે?
A. 0.1 mol L-1
B. 7.10 g
C. 0.025 mol L-1
D. 3.55 g
જવાબ
B. 7.10 g,
C. 0.025 mol L-1
• H2SO4ના મોલ = મોલારિટી × કદ (લિટર)
= 0.1 × 1
= 0.1
• NaOH ના મોલ = 0.1 × 1
= 0.1
• પ્રક્રિયા સમીકરણ મુજબ,
1 મોલ H2SO4 ≡ 2 મોલ NaOH ≡ 1 મોલ Na2SO4
∴ અહીં, NaOH સીમિત પ્રક્રિયક છે.
∴ Na2SO4 નું મોલ = \(\frac{0.1}{2}\) = 0.05
∴ Na2SO4 નું દળ = મોલ × આણ્વીય દળ
= 0.05 × 142
= 7.1 g
∴ Na2SO4 ની મોલારિટી
= \(\frac{0.05}{2}\) (અહીં, NaOHનું કદ + H2SO4નું કદ)
= 0.025 M

પ્રશ્ન 116.
નીચેના પૈકી કઈ જોડ સમાન સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે?
A. 16g O2(g) અને 4g H2(g)
B. 16 g O2(g) અને 44 g CO2(g)
C. 28 g N2(g) અને 32 g O2(g)
D. 12 g C(s) અને 23 g Na(s)
જવાબ
C. 28 g N2(g) અને 32 g O2(g), D. 12 g C(s) અને 23 g Na(s)
પરમાણુ સંખ્યા = મોલ × NA × એક અણુમાં પરમાણુની સંખ્યા
A. •16 g О2 માં પરમાણુ સંખ્યા = \(\frac{16}{32}\) × NA × 2
= NA
• 4 g H2 માં પરમાણુ સંખ્યા = \(\frac{4}{2}\) × NA × 2
= 4 NA

B. •16 g О2 માં પરમાણુ સંખ્યા = \(\frac{16}{32}\) × NA × 2
= NA
• 44 g CО2 માં પરમાણુ સંખ્યા = \(\frac{44}{44}\) × NA × 3
= 3 NA

C. • 28 g N2 માં પરમાણુ સંખ્યા = \(\frac{28}{28}\) × NA × 2
= 2 NA
• 44 g CО2 માં પરમાણુ સંખ્યા = \(\frac{32}{32}\) × NA × 2
= 2 NA

D. • 12 g C(s) માં પરમાણુ સંખ્યા = \(\frac{12}{12}\) × NA × 1
• 23 g Na(s) માં પરમાણુ સંખ્યા = \(\frac{23}{23}\) × NA × 2
= NA

પ્રશ્ન 117.
નીચેના પૈકી કયાં દ્રાવણો સમાન સાંદ્રતા ધરાવે છે?
A. 20 g NaOH ધરાવતું 200 mL દ્રાવણ
B. 0.5 mol NaOH ધરાવતું 200 mL દ્રાવણ
C. 40 g NaOH ધરાવતું 100mL દ્રાવણ
D. 20 g KOH ધરાવતું 200 mL દ્રાવણ
જવાબ
A. 20 g NaOH ધરાવતું 200 mL દ્રાવણ, B. 0.5 mol NaOH ધરાવતું 200 mL દ્રાવણ
M = \(\frac{\mathrm{W}_0 \times 1000}{\text { M.W. } \times \mathrm{V}_{\mathrm{mL}}}\) મુજબ,
વિકલ્પ A માટે, M = \(\frac{20 \times 1000}{40 \times 200}\) = 2.5 M
વિકલ્પ B માટે, M = \(\frac{0.5 \times 1000}{200}\) = 2.5 M
વિકલ્પ C માટે, M = \(\frac{40 \times 1000}{40 \times 100}\) = 10 M
વિકલ્પ D માટે, M = \(\frac{20 \times 1000}{56 \times 200}\)= 1.785 M

પ્રશ્ન 118.
16 g ઑક્સિજનમાં રહેલા અણુઓની સંખ્યા જેટલી જ અણુસંખ્યા ધરાવતો અણુ ……………… 3.
A. 16 g CO
B. 28 g N2
C. 14g N2
D. 1 g H2
જવાબ
C. 14g N2, D. 1 g H2
અણુસંખ્યા = મોલ × NA
• 16 g О2 માં અણુસંખ્યા = \(\frac{16}{32}\) × NA = 0.5 NA
• 16 g CО માં અણુસંખ્યા = \(\frac{16}{28}\) × NA = 0.57 NA
• 28 g N2 માં અણુસંખ્યા = \(\frac{28}{28}\) × NA = 1 NA
= NA
• 14 g N2 માં અણુસંખ્યા = \(\frac{14}{28}\) × NA = 0.5 NA
• 1 g H2 માં અણુસંખ્યા = \(\frac{1}{2}\) × NA = 0.57 NA

પ્રશ્ન 119.
નીચેના પૈકી કયાં પદો એકમ રહિત છે?
A. મોલાલિટી
C. મોલ-અંશ
B. મોલારિટી
D. દળથી ટકા
જવાબ
C. મોલ-અંશ, D. દળથી ટકા
મોલ-અંશ અને દળથી ટકા એકમ રહિત પદ છે.

પ્રશ્ન 120.
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનું વિધાન નીચે મુજબ છે : “જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ જ્યારે ચોક્કસ ગુણોત્તરમાં સંયોજાય છે ત્યારે સંયોજન બને છે.’’ આ વિધાન સાથે નીચેના પૈકી કયો નિયમ સુસંગત નથી?
A. દ્રવ્ય સંચયનો નિયમ
B. નિશ્ચિત પ્રમાણનો નિયમ
C. સરળ ગુણક પ્રમાણનો નિયમ
D. ઍવોગેડ્રોનો નિયમ
જવાબ
A. દ્રવ્ય સંચયનો નિયમ, D. ઍવોગેડ્રોનો નિયમ
દ્રવ્ય સંચયનો નિયમ અને ઍવોગેડ્રોનો નિયમ આ બંને નિયમ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતથી ભિન્ન છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 121.
વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનનું દહન કરતાં 0.72 g પાણી અને 3.08 g CO2 મળે છે, તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી કયું હશે?
A. C7H8
B. C2H4
C. C3H4
D. C6H5
જવાબ
A. C7H8
18 g H2O એ 2 g H (હાઇડ્રોજન) ધરાવે છે.
∴ 0.72 g H2O માં હાઇડ્રોજનનું વજન = \(\frac{0.72 \times 2}{18}\)
= 0.08 g H
44 g CO2 એ 12 g C (કાર્બન) ધરાવે છે.
∴ 3.08 g CO2 માં કાર્બનનું વજન = \(\frac{3.08 \times 12}{44}\)
= 0.84 g C
∴ C : H = \(\frac{0.84}{12}: \frac{0.08}{1}\) ≡ 0.07 : 0.08 ≡ 7 : 8
∴ પ્રમાણસૂચક સૂત્ર = C7H8

પ્રશ્ન 122.
750 mL 0.5 M HClને 250 mL 2M HClના દ્રાવણ સાથે મિશ્ર કરતાં બનેલા દ્રાવણની મોલારિટી શોધો. (2013)
A. 0.975 M
B. 0.875 M
C. 1.00 M
D. 1.75 M
જવાબ
B. 0.875 M
M1V1 + M2V2 = MxVx
∴ (0.5 × 750) + (2 × 250) = Mx (1000)
∴ Mx = \(\frac{875}{1000}\) = 0.875 M

પ્રશ્ન 123.
નીચેના પૈકી શેમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ છે?
A. 4.0 g હાઇડ્રોજન
B. 71.0 g ક્લોરિન
C. 127.0 g આયોડિન
D. 48.0 g મૅગ્નેશિયમ
જવાબ
A. 4.0 g હાઇડ્રોજન
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 56
વિકલ્પ A માટે, n = \(\frac{4}{2}\) = 2 × NA અણુ = 4 × NA પરમાણુ
વિકલ્પ B માટે, n = \(\frac{71}{71}\) = 1 × NA અણુ = 2 × NA પરમાણુ
વિકલ્પ C માટે, n = \(\frac{127}{127}\) = 1 × NA અણુ = 2 × NA પરમાણુ
વિકલ્પ D માટે, n = \(\frac{48}{24}\) = 2 × NA અણુ = 2 × NA પરમાણુ

પ્રશ્ન 124.
3 M NaClના દ્રાવણની ઘનતા 1.252 g mL-1 છે, તો આ દ્રાવણની મોલાલિટી શોધો.
A. 2.60 m
B. 2.18 m
C. 2.79 m
D. 3.00 m
જવાબ
C. 2.79 m
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 57
∴ m = 2.79

પ્રશ્ન 125.
10 mL 2 M NaOHનું દ્રવણ 200 mL 0.5 M NaOHના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. આથી પરિણમતા દ્રાવણની સાંદ્રતા શોધો.
A. 0.57
B. 5.7
C. 11.4
D. 1.14
જવાબ
A. 0.57
M1V1 + M2V2 = MxVx
∴ (10 × 2) + (200 × 0.5) = Mx (210)
∴ Mx = \(\frac{20+100}{210}=\frac{120}{210}\) = 0.57

પ્રશ્ન 126.
એક ચોક્કસ વાયુમય મિશ્રણમાં, ઑક્સિજન અને નાઇટ્રોજનના વજનનો ગુણોત્તર 1 : 4 છે, તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?
A. 1 : 8
B. 3 : 16
C. 1 : 4
D. 7 : 32
જવાબ
D. 7 : 32
O2ના મોલ = \(\frac{\mathrm{W}}{32}\), N2ના મોલ = \(\frac{4 W}{28}\)
∴ \(\frac{\mathrm{nO}_2}{\mathrm{nH}_2}=\frac{\mathrm{W}}{32} \times \frac{28}{4 \mathrm{~W}}=\frac{7}{32}\) = 7 : 32

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 127.
3.6 મોલ H2Oમાં ઑક્સિજનનું દળ = ……………… g
A. 115.2
B. 57.6
C. 28.8
D. 18.4
જવાબ
B. 57.6
3.6 × 16 = 57.6 g

પ્રશ્ન 128.
નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું એક વાયુરૂપ સંયોજન દળથી 12.5 % હાઇડ્રોજન ધરાવે છે. સંયોજનની હાઇડ્રોજનની સાપેક્ષે ઘનતા 16 છે, તો સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો.
A. NH2
B. N3H
C. NH
D. N2H4
જવાબ
D. N2H4
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 58
∴ પ્રમાણસૂચક સૂત્ર = NH2
∴ આણ્વીય દળ = 2 × V.D.
= 2 × 16 = 32
∴ આણ્વીય સૂત્ર = (NH2)2
= N2H4

પ્રશ્ન 129.
હાઇડ્રેટેડ (સજળ) બેરિયમ ક્લોરાઇડના નમૂનાનું વજન 61 છે. આ નમૂનાને સૂકવતાં, નમૂનાનું વજન 52 g માલૂમ પડે છે, તો સજળ બેરિયમ ક્લોરાઇડનું આણ્વીય સૂત્ર જણાવો.
A. BaCl2.H2O
B. BaCl2.2H2O
C. BaCl2.3H2O
D. BaCl2.4H2O
જવાબ
B. BaCl2.2H2O
BaCl2.xH2O → BaCl2 + xH2O
H2O = 61 – 52 = 9 g
∴ H2O ના મોલ = \(\frac{9}{18}\) = 0.5
BaCl2 નું વજન \(\frac{52}{208}\) = \(\frac{1}{4}\)
∴ સાદું સૂત્ર = BaCl2</sub.2H2O

પ્રશ્ન 130.
5 લિટર આલ્બેનનું સંપૂર્ણ દહન કરવા માટે 25 લિટર ઑક્સિજનની જરૂર પડે છે. જો કદ અચળ તાપમાને અને દબાણે માપવામાં આવ્યું હોય, તો આલ્કેનનું સૂત્ર શું હોઈ
શકે?
A. બ્યુટેન
B. આઇસોબ્યુટેન
C. ઇથેન
D. પ્રોપેન
જવાબ
D. પ્રોપેન
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 59
અહીં, કદ અચળ તાપમાને અને દબાણે હોવાથી,
V ∝ n
∴ n આલ્બેન = (\(\frac{2}{3 n+1}\)) × nO2
∴ 5 = (\(\frac{2}{3 n+1}\)) × 25
સાદું રૂપ આપતાં,
n = 3
∴ નમૂનામાંનો આલ્કેન : C3H8 (પ્રોપેન)

પ્રશ્ન 131.
એક અજ્ઞાત ક્લોરોહાઇડ્રોકાર્બન 3.55 % ક્લોરિન ધરાવે છે. જો હાઇડ્રોકાર્બનના દરેક અણુ પાસે ફક્ત એક જ ક્લોરિન પરમાણુ હોય, તો 1 g ક્લોરોહાઇડ્રોકાર્બનમાં રહેલા ક્લોરિન પરમાણુઓ નીચેનામાંથી શોધો. (Clનું પરમાણ્વીય દળ = 35.5 u)
A. 6.023 × 1020
B. 6.023 × 109
C. 6.023 × 1021
D. 6.023 × 1023
જવાબ
A. 6.023 × 1020
1 g ક્લોરોહાઇડ્રોકાર્બનમાં ક્લોરિનનું વજન
= 3.55 × \(\frac{1}{100}\) = 0.0355 g
nCl2 = \(\frac{0.0355}{35.5}\) = 10-3
ક્લોરિન પરમાણુની સંખ્યા = 6.022 × 1023 × 10-3
= 6.022 × 1020

પ્રશ્ન 132.
8g NaOHને 18gH2Oમાં ઓગાળવામાં આવે છે, તો દ્રાવણમાં NaOHના મોલ-અંશ અને મોલાલિટી અનુક્રમે જણાવો.
A. 0.167, 11.11
B. 0.2, 11.11
C. 0.167, 22.20
D. 0.2, 22.20
જવાબ
A. 0.167, 11.11
NaOHના મોલ = \(\frac{8}{40}\) = \(\frac{1}{5}\) = 0.2
H2Oના મોલ = \(\frac{18}{18}\) = 1.0
∴ કુલ મોલ = 1.2
∴ NaOHના મોલ-અંશ = \(\frac{0.2}{1.2}\) = 0.167
∴ NaOHની મોલારિટી = \(\frac{8 \times 1000}{40 \times 18}\) = 11.11

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 133.
445 gC57H110O6નું દહન થાય ત્યારે કેટલા ગ્રામ H2O
બને?
A. 490 g
B. 495 g
C. 890 g
D. 690 g
જવાબ
B. 495 g
C57H110O6 + \(\frac{163}{2}\) O2 → 57CO2 + 55H2O
C57H110O6 નું મોલ = \(\frac{445}{890}\) = 0.5
∴ ઉદ્ભવતા પાણીના મોલ = \(\frac{55}{2}\)
∴ H2Oનું વજન = \(\frac{55}{2}\) × 18 = = 495 g

પ્રશ્ન 134.
2 L, 0.1 M C12H22O11નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ સુક્રોઝની જરૂર પડે?
A. 68.4g
B. 34.2 g
C. 136.8 g
D. 180 g
જવાબ
A. 68.4g
W = M × M.W. × V
= 0.1 × 342 × 2
= 68.4 g

પ્રશ્ન 135.
10 mgની ટૅબ્લેટ NaHCO3 અને H2C2O4યુક્ત છે. 298.15 K તાપમાને 1 બાર દબાણે 0.25 mL CO2 મુક્ત કરે છે. આ પરિસ્થિતિમાં CO2નું મોલર કદ 25 L છે, તો NaHCO3નું પ્રતિશત પ્રમાણ શોધો.
A. 8.4%
B. 0.84 %
C. 4.2%
D. 6.8 %
જવાબ
A. 8.4%
2NaHCO3 + H2C2O4 → Na2C2O4 + 2CO2 + 2H2O
ધારો કે, NaHCO3 નું વજન = x mg
∴ મોલ = \(\frac{0.25}{25000}\) = 10-5
∴ વજન = 84 = 10-5 g
પ્રતિશત પ્રમાણ = \(\frac{84 \times 10^{-5}}{10^{-2}}\) × 100
= 8.4%

પ્રશ્ન 136.
CH4માં કાર્બનના મોલ % શોધો.
A. 20 %
B. 80 %
C. 25 %
D. 75 %
જવાબ
A. 20 %
nC = 1 મોલ
nH = 4 મોલ
∴ % C = \(\frac{\mathrm{n}_{\mathrm{C}}}{\mathrm{n}_{\mathrm{C}}+\mathrm{n}_{\mathrm{H}}}\) × 100
= \(\frac{4}{5}\) × 100 = 20%

પ્રશ્ન 137.
10 mL હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન 55 mL ઑક્સિજનની હાજરીમાં કરતાં 40 mL CO2 ઉદ્ભવે છે, તો હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર જણાવો.
A. C4H6
B. C5H10
C. C4H 8
D. C4H10
જવાબ
A. C4H6
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 60
∴ y = 6
∴ હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર = C4H6

પ્રશ્ન 138.
5 મોલ AB2નું વજન 125 × 10-3kg અને 10 મોલ A2B2નું વજન 300 × 10-3kg છે, તો A અને Bનું આણ્વીય દળ(kg mol-1)માં અનુક્રમે જણાવો. (
A. A = 5 × 10-3, B = 25 × 10-3
B. A = 2.5 × 10-3, B = 5 × 10-3
C. A = 2.5 × 10-3, B = 10 × 10-3
D. A = 5 × 10-3, B = 10 × 10-3
જવાબ
D. A = 5 × 10-3, B = 10 × 10-3
AB2 માટે MA + 2MB = 25 × 10-3 kg
A2B2 માટે 2MA + 2MB = 30 × 10-3 kg
આ સમીકરણોને ઉકેલતાં, MA = 5 × 10-3 kg mol-1
MB = 10 × 10-3 kg mol-1

પ્રશ્ન 139.
નીચેની પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં પ્રતિગ્રામ O2નો ઓછો જથ્થો વપરાશે? (Fe = 56, O = 16, Mg =24, P = 31, C = 12, H = 1)
A. 2Mg(s) + O2(g) → 2MgO(s)
B. 4Fe(s) + 3O2(g) → 2Fe3O3(s)
C. P4(s) + 5O2(g) → P4O10(s)
D. C3H8(g) + 5O2(g) → 3CO2(g) + 4H2O(1)
જવાબ
B. 4Fe(s) + 3O2(g) → 2Fe3O3(s)
A. વિકલ્પ માટે 1 g Mg માટે = \(\frac{2}{3}\) g O2 જરૂરી છે.
B. વિકલ્પ માટે 1 g Fe માટે = \(\frac{3}{7}\) g O2 જરૂરી છે.
C. વિકલ્પ માટે 1 g P માટે = \(\frac{160}{124}\) g O2 જરૂરી છે.
D. વિકલ્પ માટે 1 g C3H8 માટે \(\frac{160}{44}\) g O2 જરૂરી છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 140.
20 % w /wKIના દ્રાવણની મોલાલિટી શોધો. (આણ્વીય દળ = 166 g mol-1)
A. 1.35
B. 1.51
C. 1.48
D. 1.30
જવાબ
B. 1.51
m = \(\frac{20 \times 1000}{1.66 \times 80}\)
≅ 1.51

પ્રશ્ન 141.
પ્રક્રિયા : N2(g) + 3H2(g) → 2NH3(g) માટે નીચેના પૈકી કયા વિકલ્પમાં ડાયહાઇડ્રોજન એ મર્યાદિત પ્રક્રિયક તરીકે વર્તે છે?
A. 35 g N2 + 8 g H2
B. 28 gN2 + 6 g H2
C. 56 gN2 + 10 g H2
D. 14 gN2 + 4 g H2
જવાબ
C. 56 gN2 + 10 g H2
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 61
પરંતુ 2 મોલ N2 માટે 6 મોલ H2 જરૂરી છે. જ્યારે અહીં H2નો આપેલો જથ્થો 5 મોલ છે. માટે તે મર્યાદિત પ્રક્રિયક છે.

પ્રશ્ન 142.
0.6 g યુરિયા (NH2CONH2)ની NaOH સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતાં NH3ની સંપૂર્ણ તટસ્થીકરણ માટે HClનો જરૂરી જથ્થો શોધો.
A. 200 mL 0.4 N HCl
B. 100 mL 0.1 N HCl
C. 200 mL 0.2 N HCl
D. 100 mL 0.2 N HCl
જવાબ
D. 100 mL 0.2 N HCl
100 mL 0.2 N HCl
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 62
0.6g યુરિયામાંથી ઉત્પન્ન થતા NH3ના મોલ = \(\frac{0.6}{60}\) × 2
= 0.02
1 મોલ NH3ના તટસ્થીકરણ માટે જરૂરી HClના મોલ = 1
∴ 0.02 મોલ NH3ના તટસ્થીકરણ માટે જરૂરી HClના મોલ = 0.02
∴ 100 mL × 0.2 N HCl = 0.02 મોલ HCl

પ્રશ્ન 143.
100 mL દ્રાવણમાં યૂરિયાના અણુની સંખ્યા 6.02 × 1020 છે, તો દ્રાવણની સાંદ્રતા શોધો.
A. 0.02 M
B. 0.01 M
C. 0.001 M
D. 0.1 M
જવાબ
B. 0.01 M
મોલ = \(\frac{6.02 \times 10^{20}}{6.02 \times 10^{23}}\)
= 1 × 10-3
હવે, મોલારિટી = GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 63
= \(\frac{1 \times 10^{-3}}{0.1}\)
= 10-2 = 0.01 M

પ્રશ્ન 144.
250 mL 2.0 M HNO3 બનાવવા માટે કેટલા ગ્રામ સાંદ્ર નાઇટ્રિક ઍસિડના દ્રાવણની જરૂર પડશે? સાંદ્ર ઍસિડ 70% HNO3 છે.
A. 90.0 g સાંદ્ર HNO3
B. 70.0 g સાંદ્ર HNO3
C. 45.0 g સાંદ્ર HNO3
D. 45.0 g સાંદ્ર HNO3
જવાબ
C. 45.0 g સાંદ્ર HNO3
HNO3 ના મોલ = મોલારિટી × કદ
= \(\frac{250 \times 2}{100}\) = 0.5
∴ HNO3 નું વજન = 0.5 × 63 × \(\frac{100}{70}\)
= 45.0 g

પ્રશ્ન 145.
જ્યારે 22.4L H2(g)ને 11.2 L Cl2(g) સાથે STPએ મિશ્ર કરવામાં આવે, તો કેટલા મોલ HCl(g) ઉદ્ભવે? (2014)
A. 1 mol HCl(g)
B. 2 mol HCl(g)
C. 0.5 mol HCl(g)
D. 1.5 mol HCl(g)
જવાબ
A. 1 mol HCl(g)
H2ના મોલ = \(\frac{22.4}{22.4}\) = 1
Cl2ના મોલ = \(\frac{11.2}{22.4}\) = 0.5
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 64

પ્રશ્ન 146.
બંધપાત્રમાં 1 g Mgનું દહન 0.56g O2ની હાજરીમાં કરવામાં આવે, તો કયા પ્રક્રિયકનો કેટલો જથ્થો પ્રક્રિયાને અંતે અવશેષ સ્વરૂપે બાકી રહેશે?
A. Mg, 0.16 g
B. 02, 0.16 g
C. Mg, 0.44 g
D. O2, 0.28 g
જવાબ
A. Mg, 0.16 g
Mg ના મોલ = \(\frac{1}{24}\), O2ના મોલ = \(\frac{0.56}{32}\)
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 65
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેતા Mgના મોલ
2 × 0.0175 = 0.035 મોલ
(0.0416 – 0.035) = 0.0066 3
∴ અવશેષ તરીકે બાકી રહેતા Mgનું વજન = 0.0066 × 24
= 0.16 g

પ્રશ્ન 147.
એક વાયુમિશ્રણ H2 અને O2 વજનથી 1 : 4 પ્રમાણમાં છે, તો વાયુમિશ્રણમાં મોલ-ગુણોત્તર જણાવો.
A. 4 : 1
B. 16: 1
C. 2 : 1
D. 1 : 4
જવાબ
A. 4 : 1
\(\frac{\mathrm{WH}_2}{\mathrm{WO}_2}=\frac{1}{4}\) ∴ \(\frac{\mathrm{nH}_2}{\mathrm{nO}_2}=\frac{1 / 2}{4 / 32}=\frac{4}{1}\) = 4 : 1

પ્રશ્ન 148.
નીચેના પૈકી શેમાં પાણીના અણુની સંખ્યા મહત્તમ છે?
A. 18 g H2O
B. 18 mol H2O
C. 18 પાણીના અણુ
D. 1.8g H2O
જવાબ
B. 18 mol H2O
1 મોલ H2Oમાં H2O અણુની સંખ્યા = 6.022 × 1023
∴ 18 મોલ H2Oમાં H2O અણુની સંખ્યા
= 18 × 6.022 × 1023
જે મહત્તમ અણુ સંખ્યા છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 149.
જો ઍવોગેડ્રો આંકનું મૂલ્ય 6.022 × 1023 mol-1થી બદલી 6.022 × 1020 mol-1 કરવું હોય, તો શેમાં ફેરફાર થશે?
A. રાસાયણિક સંતુલિત સમીકરણમાં રાસાયણિક ઘટકોની સંખ્યાનો ગુણોત્તર બદલાશે.
B. એક જ સંયોજનમાં રહેલાં તત્ત્વોના ગુણોત્તર બદલાય.
C. મોલ-સંખ્યાની ગ્રામમાં વ્યાખ્યા બદલાશે.
D. એક મોલ કાર્બનનું વજન બદલાશે.
જવાબ
D. એક મોલ કાર્બનનું વજન બદલાશે.
1 મોલ કાર્બનનું વજન બદલાશે.

પ્રશ્ન 150.
મૅગ્નેશિયમ કાર્બોનેટના 20.0 g નમૂનાનું વિઘટન કરતાં કાર્બન ડાયૉક્સાઇડ અને 8.0g મૅગ્નેશિયમ ઑક્સાઇડ બને છે. આ નમૂનામાં મૅગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતાનું ટકાવાર પ્રમાણ શોધો.
A. 60 %
B. 84 %
C. 75 %
D. 96 %
જવાબ
B. 84 %
MgCO3(s) → MgO(s) + CO2(g)
∴ MgCO3ના મોલ = \(\frac{20}{84}\) = 0.238 મોલ
ઉપરોક્ત સમીકરણ પરથી કહી શકાય કે,
0.238 મોલ MgCO3ના વિઘટનથી બનતા
MgOના મોલ = 0.238
∴ MgOનું વજન = 0.238 × 40
= 9.52 g
∴ પ્રાયોગિક નીપજ = 8 g
% શુદ્ધતા = \(\frac{8 \times 100}{9.52}\)
= 84%

પ્રશ્ન 151.
1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ-અંશ જણાવો.
A. 0.0354
B. 0.0177
C. 0.177
D. 1.770
જવાબ
B. 0.0177
Xદ્રાવ્ય = \(\frac{1}{1+55.55}=\frac{1}{56.55}\) = 0.0177

પ્રશ્ન 152.
50 mL 16.9% AgNO3માં 50 mL 5.8% NaClનું દ્રાવણ ઉમેરતાં બનતી નીપજનું પ્રમાણ જણાવો.
(Ag = 107.8 u, N = 14u, O = 16 u, Na = 23 u, Cl = 35.5 u)
A. 7 g
B. 14 g
C. 28 g
D. 3.5 g
જવાબ
A. 7 g
100 mL દ્રાવણ 16.9 g AgNO3 ધરાવે છે.
∴ 50 mL દ્રાવણમાં AgNO3 નું વજન = \(\frac{50 \times 16.9}{100}\)
= 8.45 g
∴ AgNO3ના મોલ = \(\frac{8.45}{170}\)
= 0.049
100 mL દ્રાવણ 5.8 g NaCl ધરાવે છે.
∴ 50 mL દ્રાવણમાં NaClનું વજન = \(\frac{50 \times 5.8}{100}\)
= 2.9 g
∴ NaClના મોલ =\(\frac{2.9}{58.5}\)
= 0.049
AgNO3 + NaCl → AgCl + NaNO3
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 66
∴ AgClનું વજન = 0.049 × 143.5 = 7 g

પ્રશ્ન 153.
તત્ત્વો X અને Y વચ્ચેની પ્રક્રિયાથી સંયોજન XY2 અને X3Y2 બને છે. જો 0.1 મોલ XY2નું વજન 10g અને 0.05 મોલ X3Y2નું વજન 9g હોય, તો X અને Yનું પરમાણ્વીય દળ અનુક્રમે જણાવો.
A. 40, 30
B. 60, 40
C. 20, 30
D. 30, 20
જવાબ
A. 40, 30
XY2 માટે, 0.1 મોલનું વજન = 10 g
∴ 1 મોલનું વજન = 100 g
X3Y2 માટે, 0.05 મોલનું વજન = 9 g
∴ 1 મોલનું વજન = 180 g
ધારો કે, X અને Yનું પરમાણ્વીય દળ અનુક્રમે a અને b u છે.
XY2 માટે, a + 2b = 100 …………… (1)
X3Y2 માટે, 3a + 2b = 180 ………….. (2)
સાદું રૂપ આપતાં, a = 40, b = 30

પ્રશ્ન 154.
એક હાઇડ્રોકાર્બન 85.7 % C ધરાવે છે. જો 42 mg સયોજન 3.01 × 1020 અણુઓ ધરાવે છે, તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?
A. C6H12
B. C12H24
C. C2H4
D. C3H6
જવાબ
A. C6H12
CxHy → % C = 85.7 %
W = 42 mg
= 0.042 g
મોલ = \(\frac{3.01 \times 10^{20}}{6.02 \times 10^{23}}\)
= 5 × 10-4 mol
∴ આણ્વીય દળ = \(\frac{0.042}{5 \times 10^{-4}}\) = 84
જે આણ્વીય દળ ધરાવતું સૂત્ર = C6H12

પ્રશ્ન 155.
2.3 g ફૉર્મિક ઍસિડ અને 4.5g ઑક્ટ્રેલિક ઍસિડ ધરાવતા એક મિશ્રણની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉત્પન્ન થતા વાયુમય મિશ્રણને KOHની ટીકડીઓમાંથી પસાર કરવામાં આવે છે. STPએ બાકી રહેતી નીપજનું વજન શું હશે?
A. 1.4g
B. 3.0 g
C. 4.4g
D. 2.8 g
જવાબ
D. 2.8 g
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 67
∴ COનું વજન = \(\frac{1}{20}\) × 28 = 1.4g
બંને ઍસિડમાંથી મળતા COનું વજન = 2.8 g
KOH દ્વારા બનતા CO2 નું સંપૂર્ણ શોષણ થઈ જાય છે.

પ્રશ્ન 156.
નીચે આપેલા કયા ઉદાહરણમાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે?
A. પાણીના 18 mL
B. પાણીના 0.18g
C. પાણીના 10-3 મોલ
D. 273 K અને 1 atm પર પાણીની બાષ્પના 0,00224 L
જવાબ
A. પાણીના 18 mL
પાણીના 18 mL = 1 mol = 6.022 × 1023

GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati

પ્રશ્ન 157.
હેબર પદ્ધતિ વડે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજન અણુના મોલની સંખ્યા શોધો.
A. 30
B. 40
C. 10
D. 20
જવાબ
A. 30
GSEB Std 11 Chemistry MCQ Chapter 1 રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ in Gujarati 68
સમીકરણ પરથી કહી શકાય કે 20 મોલ NH3(g)ના ઉત્પાદન માટે 30 મોલ H2(g)ની જરૂર પડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *