GSEB Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન Textbook Exercise and Answers.

આપત્તિ-વ્યવસ્થાપન Class 9 GSEB Solutions Social Science Chapter 20

GSEB Class 9 Social Science આપત્તિ-વ્યવસ્થાપન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો :

પ્રશ્ન 1.
પૂર સમયે શું કરવું જોઈએ?
ઉત્તર:
પૂર સમયે બચવા માટેના પ્રયત્નો નીચે મુજબ છેઃ

 • પોતાની કમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો.
 • સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબીમાં દીવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી.
 • બાળકોને ભૂખ્યાં ન રાખવાં.’
 • પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું.
 • રેડિયો અને મોબાઇલ ફોન અવશ્ય સાથે રાખવા.
 • સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે. તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી.

પ્રશ્ન 2.
સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
‘સુનામી’ (Tsunami) જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ્’ એટલે બંદર અને ‘નામી’ એટલે મોજાં.

 • સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી અથવા સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્મલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે. તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.
 • ઘણું કરીને સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપકેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજાં કિનારા પાસે પહોંચતાં ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતાં સુનામી મોજાં ક્યારેક 30 મીટર જેટલાં ઊંચાં બની જાય છે.
 • ત્સુનામી મોજાં સમુદ્રકિનારા તરફ એક પછી એક હારબંધ આવતાં રહે છે. સમુદ્રના છિછરા ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશક બને છે.
 • તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે; જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામી મોજાં પાણીની એક ઊંચી દીવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે.
 • 26 ડિસેમ્બર, 2004ના રોજ ભારતે અને 11 માર્ચ, 2011ના રોજ જાપાને ત્સુનામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો છે.

પ્રશ્ન 3.
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ઉત્તર:

 • ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહિ.
 • સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈએ પ્રવેશ કરવો નહિ.
 • બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચાવની કામગીરીમાં જોડાવું નહિ.

GSEB Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 4.
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો લખો.
ઉત્તર:
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો નીચે મુજબ છે :

 • ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
 • વર્તમાનપત્રો, સામયિકો, ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોનાં લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા.
 • નાની-મોટી હૉસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી.
 • વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં.

પ્રશ્ન 5.
‘રફિકજામ’ એટલે શું? તેની અસરો કઈ કઈ છે?
ઉત્તર:
મોટાં શહેરોની સડકો પર વાહનોને અડોઅડ ચાલતાં અને ગોકળગાયની જેમ આગળ વધતાં હોય એવી પરિસ્થિતિને “ટ્રાફિકજામ કહે છે. જ્યારે વાહનવ્યવહારનાં સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. મોટાં શહેરોની વ્યસ્ત સડકો પર ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાય છે.
ટ્રાફિકજામની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :

 • વાહનચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે.
 • ટ્રાફિકજામ પર નિયંત્રણ લાવતાં કે માર્ગવ્યવહારને ફરીથી શરૂ કરતાં ઘણો સમય લાગે છે. પરિણામે સમયનો બગાડ થાય છે.
 • ટ્રાફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો હાનિકારક ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજ-પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિનાં વૃદ્ધિ-વિકાસ જોખમાય છે, અટકી પડે છે.
 • રાહત અને બચાવની કામગીરીમાં ફરજ બજાવતાં 108 ઍબ્યુલન્સ’ જેવાં વાહનો અટકાઈ જતાં દર વર્ષે સેંકડો દર્દીઓને પોતાના જાન ગુમાવવા પડે છે.
 • વધુ પડતા ટ્રાફિકજામથી સમય અને ઈંધણનો દુર્વ્યય થાય છે.

2. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો :

પ્રશ્ન 1.
આપત્તિની માનવજીવન પર થતી અસરો સવિસ્તર વર્ણવો.
ઉત્તર:
આપત્તિની માનવજીવન પર થતી અસરો નીચે પ્રમાણે છે :
1. આપત્તિની ભૌતિક અસરો: સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે.

 • રસ્તાઓ, પુલો, વીજળી, ગૅસ જેવી આંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં સમય લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે.
 • પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. વળી, ખેતીની ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે.
 • નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પરની માલમિલકતને અતિ નુકસાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

2. આપત્તિની જનજીવન પર થતી અસરોઃ

 • નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.
 • તંદુરસ્ત માણસોનું સ્વાથ્ય બગડે છે.
 • આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. માનસિક ર યાતનામાંથી બહાર આવવામાં તેઓને ઘણો સમય લાગે છે.
 • અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
 • રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

3. આપત્તિની આર્થિક અસરો:

 • આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામ બંધ કરવાં પડે છે.
 • નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મુકાય છે.
 • ઓદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આવે ત્યાં સુધી કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
 • આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે.

4. આપત્તિની સામાજિક અસરો:

 • આપત્તિગ્રસ્ત વિસ્તારના ભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે.
 • તેથી એ વિસ્તારના સામાજિક સંબંધોના તાણાવાણા કમજોર બને છે.
 • ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રગટ થતાં સમય લાગે છે.
 • સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 2.
આપત્તિ પછીનું પુનઃસ્થાપન- નોંધ કરો.
ઉત્તરઃ
આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલી ઝડપથી બચાવવાના હોય છે. એ પછી તેઓને રાહતસામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલ્લે તેઓનું પુનર્વસન કરવાનું હોય છે.

 • આપત્તિઓના સ્વરૂપ પ્રમાણે પુનઃસ્થાપનની જરૂરિયાતોના પ્રકાર જુદા જુદા હોય છે.
 • ભૂકંપ, પૂર કે વાવાઝોડા પછી મોટા પાયા પર નવાં મકાનો બાંધવા પડે છે.
 • દુષ્કાળના સમયે રાહતનાં નવાં કામો શરૂ કરવાં પડે છે. દુષ્કાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટે નવી રોજગારીઓ ઊભી કરવી પડે છે.
 • નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને ખેતીનાં ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા આર્થિક મદદ કરવી પડે છે.
 • વિષાણુજન્ય રોગચાળા પછી લોકો ભવિષ્યમાં રોગચાળાનો ભોગ ન બને એ માટે લોકશિક્ષણ અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે.
 • આંતરમાળખાગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડે છે.
 • આપત્તિમાંથી બચેલી કુટુંબની માત્ર એક-બે વ્યક્તિઓના જીવનને પુનઃ ધબકતું કરવા સઘન પ્રયાસો કરવા પડે છે.
 • આપત્તિએ વેરેલા વિનાશને નજરે જોનારી વ્યક્તિઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા તેઓને મનોચિકિત્સક ડૉક્ટરોની સમયસર સારવાર આપવી પડે છે. જો તેઓની સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે તેમના તન-મન પર માઠી અસરો થાય છે.
 • આપત્તિને કારણે કાયમી વિકલાંગ બનેલા લોકોની આજીવિકા માટે તેમને અનુકૂળ વ્યવસાયી તાલીમની વ્યવસ્થા કરવી પડે છે. આમ, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારરૂપ કાર્ય છે. પરંતુ યોગ્ય આયોજન કરી, તેનો તબક્કાવાર ઝડપી અમલ કરવાથી તેને સફળતાથી પૂરું કરી શકાય છે.

પ્રશ્ન 3.
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ?
ઉત્તર:
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ:

 • મોટાં શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવાં.
 • રાહદારીઓ અને સાઇકલ-સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા.
 • જાહેર સડકો પર થતાં દબાણો નાબૂદ કરવાં.
 • ધીમી ગતિએ ચાલતાં વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતાં વાહનોને પીક-અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો.
 • નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેરખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આપવી.
 • એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહન(Car Pull)માં જવાનું ગોઠવવું.
 • સડક પર થતાં ખોદકામ અને મરામતનાં કામ શક્ય તેટલી ઝડપે પૂરાં કરવાં.
 • સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક-અવર્સને બદલે હળવા વાહનવ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી.
 • ટ્રાફિકજામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન(Lane)માં જ રાખવું.
 • ઝડપી ગતિમાર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું.
 • કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો.
 • સીટબેલ્ટ તથા હેભેટનો ઉપયોગ કરવો.
 • નશો કરી વાહન હાંકનાર, લાઇસન્સ વિનાના વાહન ચલાવવું, ખૂબ ગતિથી વાહન ચલાવવું તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબતો માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી.
 • વાહનચાલકે વાહનના જરૂરી કાગળો (R.C. Book, PUC પ્રમાણપત્ર) વાહનમાં સાથે રાખવા.
 • વાહનચાલકે પોતાના વાહનને R.T.O. માન્ય નંબર પ્લેટ લગાવવી.
 • વાહનમાં પ્રાથમિક ઉપચાર પેટી (First Aid Box) રાખવી.
 • વાહનચાલકે સાઈડ મીરરનો ઉપયોગ કરવો તેમજ તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વાહન ચલાવવામાં જ રાખવું.
 • દરવાજા બંધ થયાની ચકાસણી કર્યા પછી જ વાહન હંકારવું.
 • વાહન થોભાવતાં પહેલાં પાર્કિંગ લાઇટ અચૂક ચાલુ કરવી.
 • નાનાં વાહનો અને રાહદારીઓની સુગમતા માટે રાત્રિના સમયે ડીપર(Low Beam)નો ઉપયોગ કરવો.
 • વાહન ચલાવતી વખતે વાહનચાલકે બૂટ પહેરવા.
 • ધીમી ગતિએ ચાલતાં વાહનો હંમેશાં રસ્તાની છેક ડાબી બાજુએ ચલાવવાં.
 • હંમેશાં જમણી બાજુએથી જ ઑવરટેઇક કરવું.

3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :

પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?
A. ભૂકંપ
B. ચક્રવાત
C. પૂર
D. હુલ્લડ
ઉત્તર:
D. હુલ્લડ

પ્રશ્ન 2.
મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?
A. નદી
B. મહાસાગર
C. પર્વત
D. ટાપુ
ઉત્તર:
A. નદી

પ્રશ્ન 3.
પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો?
A. બે વાર ગાળેલું
B. વહેતા પ્રવાહનું
C. ચોખ્ખું દેખાતું
D. ઉકાળેલું
ઉત્તર:
D. ઉકાળેલું

GSEB Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 4.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ……………….
A. ટાઇફૂન
B. હોનાવર
C. વિલિ-વિલિ
D. ટૉર્નેડો
ઉત્તર:
D. ટૉર્નેડો

પ્રશ્ન 5.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં …………………….
A. ભરતી મોજાં
B. ભમ્મરિયાં મોજાં
C. વિનાશક મોજાં
D. ભૂકંપીય મોજાં
ઉત્તર:
C. વિનાશક મોજાં

પ્રશ્ન 6.
ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ ……………
A. ઓઝોન
B. મીક
C. સલ્ફર ડાયૉક્સાઈડ
D. મિથેન
ઉત્તરઃ
B. મીક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *