Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો Textbook Exercise and Answers.
અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો Class 8 GSEB Solutions Social Science Chapter 4
GSEB Class 8 Social Science અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:
પ્રશ્ન 1.
અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં કોઈ પણ છે ત્રણ શહેરોનાં નામ જણાવો.
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં ત્રણ શહેરોનાં નામ આ પ્રમાણે છે:
- કોલકાતા,
- ચેન્નઈ અને
- મુંબઈ.
પ્રશ્ન 2.
ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી?
ઉત્તર:
ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી.
પ્રશ્ન 3.
નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું?
ઉત્તર:
અંગ્રેજકાળમાં નવી દિલ્લીનું નિર્માણ જૂની દિલ્લીથી કે દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું.
પ્રશ્ન 4.
ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી?
ઉત્તર:
ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ (ઈ. સ. 1854માં) મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો.
ઉત્તર:
ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો. એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીતરસમો અપનાવીને ઈ. સ. 1818 સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુઓ, ગરમ મરી-મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા. અંગ્રેજોની આર્થિક શોષણનીતિ અને ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ગૃહઉદ્યોગો અને વેપાર-ધંધા પડી ભાંગ્યા. ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમયનું ગૃહઉદ્યોગો અને હસ્ત-ઉદ્યોગોથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું.
પ્રશ્ન 2.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો.
ઉત્તર:
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈ. સ. 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. ગુજરાતમાં 30 મે, 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું. ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઓળખ (ઉપમા) મળી હતી. અમદાવાદમાં કાપડની મિલ સ્થપાયા પછી કાપડ ઉદ્યોગ દેશના જુદા જુદા ભાગોમાં વિકસ્યો. આજે કોઈમ્બતૂર, મદુરાઈ, સોલાપુર, ચેન્નઈ, પુદુચ્ચેરી, કાનપુર, કોલકાતા, પાનીપત, લુધિયાના વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ સ્થપાયો છે.
અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં સ્વદેશી કાપડની કલા જીવંત હતી. ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવાનું જટિલ વણાટકામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ ખાતે થતું હતું.
યાંત્રિક શાળ] અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગને તેમજ કાપડવણાટના કારીગરોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભારતનું કાપડ માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું, જ્યારે બ્રિટનનું કાપડ યંત્રનિર્મિત હોવાથી તે બજારમાં સસ્તા ભાવે વેચાતું હતું.
મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ કરતાં ભારતના ગ્રામોદ્યોગો, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન મળ્યું. પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો.
પ્રશ્ન 3.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો વધતાં ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. ઈ. સ. 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચી(હાલનું જમશેદપુર)માં લોખંડપોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં શરૂ થયાં.
બેંગલુરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ-પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી. હું કુલકી, બરહાનપુર, ભદ્રાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, બોકારો, રૂરકેલા, વિશાખાપટ્ટનમ, સાલેમ વગેરે સ્થળોએ લોખંડ-પોલાદનાં કારખાનાં શરૂ થયાં. આમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ-પોલાદના ઉદ્યોગનો વિકાસ થયો.
3. (અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો?
A. ફ્રેન્ચોએ
B. પોર્ટુગીઝોએ
C. મુઘલોએ
D. મરાઠાઓએ
ઉત્તરઃ
B. પોર્ટુગીઝોએ
પ્રશ્ન 2.
‘ફોર્ટ વિલિયમ’ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?
A. દિલ્લી
B. ચેન્નઈ
C. મુંબઈ
D. કોલકાતા
ઉત્તરઃ
D. કોલકાતા
પ્રશ્ન 3.
કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર’ કહેવામાં આવતું?
A. અમદાવાદને
B. નાગપુરને
C. સોલાપુરને
D. સાંગલીને
ઉત્તરઃ
A. અમદાવાદને
પ્રશ્ન 4.
કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?
A. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ
B. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ
C. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ
D. ઇન્ડિયન કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ
ઉત્તરઃ
C. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ
3. (બ) જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લોખંડ-પોલાદ ઉદ્યોગ | (A) કોલકાતા |
(2) કાપડ ઉદ્યોગ | (B) જયપુર |
(3) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ | (C) જમશેદપુર |
(4) ફૉર્ટ વિલિયમ | (D) અમદાવાદ |
(E) ચેન્નઈ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લોખંડ-પોલાદ ઉદ્યોગ | (C) જમશેદપુર |
(2) કાપડ ઉદ્યોગ | (D) અમદાવાદ |
(3) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ | (E) ચેન્નઈ |
(4) ફૉર્ટ વિલિયમ | (A) કોલકાતા |