Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 8 કોષ – રચના અને કાર્યો Textbook Questions and Answers, Textbook Activities Pdf.
કોષ – રચના અને કાર્યો Class 8 GSEB Solutions Science Chapter 8
GSEB Class 8 Science કોષ – રચના અને કાર્યો Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
1. નીચે આપેલાં વાક્યો સાચાં (T) છે કે ખોટાં (F) તે જણાવોઃ
પ્રશ્ન 1.
એકકોષીય સજીવો, એક કોષનું શરીર ધરાવે છે. (T/F).
ઉત્તરઃ
T
પ્રશ્ન 2.
સ્નાયુકોષો શાખિત હોય છે. (T/F)
ઉત્તરઃ
F
પ્રશ્ન 3.
સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. (T/F)
ઉત્તરઃ
F
પ્રશ્ન 4.
અમીબા અનિયમિત આકાર ધરાવે છે. (T/F)
ઉત્તરઃ
T
પ્રશ્ન 2.
માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે?
ઉત્તર:
ચેતાકોષનું કાર્ય: સંદેશો પ્રાપ્ત કરી કોષકાય છે. કોષકેન્દ્ર તેનું ઊર્મિવેગ રૂપે વહન કરે છે.
પ્રશ્ન 3.
નીચેના પર ટૂંક નોંધ લખોઃ (a) કોષરસ (b) કોષનું કોષકેન્દ્ર
ઉત્તરઃ
(a) કોષરસઃ કોષરસપટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય રૂપે કોષરસ હોય છે.
કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ વગેરે. અંગિકાઓ આવેલી હોય છે.
કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થાય છે.
(b) કોષનું કોષકેન્દ્રઃ સજીવ કોષનો મહત્ત્વનો સંઘટક છે. સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે.
કોષકેન્દ્રમાં નીચેની રચનાઓ સમાવિષ્ટ છેઃ
- કોષકેન્દ્રપટલઃ તે કોષકેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષકેન્દ્રપટલ છિદ્રો ધરાવે છે. કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે.
- કોષકેન્દ્રિકાઃ કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. તેને કોષકેન્દ્રિકા કહે છે.
- રંગસૂત્રોઃ કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે. તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે.
રંગસૂત્રો કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો DNAના બનેલા છે, તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ(બાળપેઢી)માં વહન કરે છે. કોષકેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
પ્રશ્ન 4.
કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે?
ઉત્તર:
કોષના કોષરસમાં અંગિકાઓ આવેલી હોય છે.
પ્રશ્ન 5.
વનસ્પતિકોષ અને પ્રાણીકોષની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો.
ઉત્તર:
વનસ્પતિકોષ |
પ્રાણીકોષ |
1. કોષદીવાલ ધરાવે છે. | 1. કોષદીવાલ ધરાવતો નથી. |
2. રંજકકણ / હરિતકણ ધરાવે છે. | 2. હરિતકણ ધરાવતો નથી. |
3. એક મોટી કેન્દ્રિય રસધાની હોય છે. | 3. નાની-નાની રસધાનીઓ હોય છે. |
પ્રશ્ન 6.
આદિકોષકેન્દ્રીય કોષ તથા સુકોષકેન્દ્રીય કોષ વચ્ચેના તફાવતો જણાવો.
ઉત્તરઃ
આદિકોષકેન્દ્રીય કોષ |
સુકોષકેન્દ્રીય કોષ |
1. તેમાં સુયોજિત કોષકેન્દ્ર હોતું નથી. | 1. તેમાં સુયોજિત કોષકેન્દ્ર આવેલું છે. |
2. કોષકેન્દ્રપટલની ગેરહાજરી છે. | 2. કોષકેન્દ્રપટલની હાજરી છે. |
3. કોષકેન્દ્રિકા ગેરહાજર છે. | 3. કોષકેન્દ્રિકા હાજર છે. |
4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ ગેરહાજર છે. | 4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ આવેલી છે. |
5. ઉદા., બૅક્ટરિયલ કોષ, નીલહરિત લીલના કોષ | 5. ઉદા., ડુંગળીના કોષ, ગાલના કોષ |
પ્રશ્ન 7.
કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
કોષમાં રંગસૂત્રો કોષકેન્દ્રમાં જોવા મળે છે.
રંગસૂત્રોનું કાર્યઃ પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિ(બાળપેઢી)માં વહન કરવાનું છે.
પ્રશ્ન 8.
કોષ સજીવનો મૂળભૂત એકમ છે. સમજાવો.
ઉત્તરઃ
- ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય છે. તે રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવશરીરનું નિર્માણ કરે છે.
- એકકોષી સજીવો ફક્ત એક જ કોષથી બનેલા છે.
- બહુકોષી સજીવનું જીવન પણ એક જ કોષ ફલિતાંડથી શરૂ થાય છે.
- બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એકકોષી સજીવ તેના એક કોષ વડે કરી શકે છે.
- જટિલ રચના ધરાવતા સજીવમાં કોષોના સમૂહથી પેશી બને છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે.
આથી કોષ સજીવનો મૂળભૂત એકમ છે.
પ્રશ્ન 9.
શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, તે સમજાવો.
ઉત્તર:
વનસ્પતિઓ પોષણ માટે સ્વાવલંબી છે. તેમાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ છે. પ્રકાશસંશ્લેષણ ક્રિયા હરિતદ્રવ્ય(ક્લૉરોફિલ)ની હાજરીમાં થાય છે. હરિતદ્રવ્ય હરિતકણમાં આવેલું છે. આથી હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે.
પ્રશ્ન 10.
નીચે આપેલી ચાવીઓને આધારે શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડો પૂર્ણ કરો:
(ORGANELLE, VACUOLE, CHLOROPLASTS, GENES, ORGAN, PROTOPLASM, CHLOROPHYLL, MEMBRANE, TISSUE)
આડી ચાવી :
1. તે પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે
3. કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ
6. કોષમાં આવેલ જીવંત દ્રવ્ય
8. રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ
ઊભી ચાવી :
1. લીલા રંજકકણ
2. પેશીઓના ભેગા થવાથી બનતી રચના
4. તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે.
5. કોષરસમાં આવેલ ખાલી રચના
7. કોષોનો સમૂહ
ઉત્તર:
GSEB Class 8 Science કોષ – રચના અને કાર્યો Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
એકકોષી પ્રાણીના કાયમી આસ્થાપનો કે હંગામી આસ્થાપનનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : સ્લાઇડ, કવરસ્લિપ, સૂક્ષ્મદર્શક યંત્ર, અમીબા અને પૅરામીશિયમના કાયમી આસ્થાપન, બંધિયાર તળાવનું પાણી, બ્લોટિંગ પેપર.
પદ્ધતિ :
- તળાવના બંધિયાર પાણીનાં એક-બે ટીપાં કાચની સ્વચ્છ સ્લાઇડ પર મૂકો.
- તેના પર કાળજીપૂર્વક કવરસ્લિપ ઢાંકો.
- બ્લોટિંગ પેપર વડે કવરસ્લિપની બહારની તરફનું પાણી શોષી લો.
- આ રીતે તૈયાર થતી સ્લાઈડનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
- શાળાની પ્રયોગશાળામાંથી વિષય શિક્ષકની મદદથી એકકોષી સજીવનું કાયમી આસ્થાપન મેળવી તેનું પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
અવલોકનઃ
સ્લાઇડમાં એકકોષી સજીવ તરીકે અનિયમિત આકારના અમીબા અને સ્લિપર આકારના એકકોષી સજીવ પૅરામીશિયમ જોવા મળે છે.
નિર્ણયઃ
અમીબા, પેરામીશિયમ સંપૂર્ણ વિકસિત સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સજીવ છે.
પ્રવૃત્તિ 2:
મરઘીના ઈંડાના અંદરના ભાગનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : મરઘીનું ઈંડું, ગરમ પાણી, સ્કાલપેલ કે નાનો ચીપિયો.
પદ્ધતિઃ
- મરઘીનું એક ઈંડું લો.
- ઈંડાને ઊકળતા ગરમ પાણીમાં 15 – 20 મિનિટ સુધી રાખો.
- ઈંડાને કાળજીપૂર્વક ગરમ પાણીમાંથી બહાર કાઢો.
- ઈંડું ઠંડું થાય ત્યાર પછી સ્કાલપેલ કે ચીપિયા વડે તેનું બહારનું કવચ તોડો.
- બહારના કવચને કાળજીપૂર્વક દૂર કરો.
- ઇંડાને મધ્ય ભાગેથી ઊભું કાપો.
અવલોકન :
ઈંડામાં બે ઘટ્ટ ભાગ જોવા મળે છે. કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈને સફેદ ભાગ ગોઠવાયેલો હોય છે.
નિર્ણય:
પીળો ભાગ જરદી છે અને તેની ફરતે સફેદ ભાગ આવ્યુમીન છે. ઈંડામાં રહેલો પ્રવાહી ભાગ ઉકાળવાથી ઘટ્ટ ભાગમાં રૂપાંતરિત થાય છે. તે એક જ કોષનો ભાગ છે.
[જાણકારી માટે જરદીયુક્ત પીળો ભાગ ચરબી ધરાવે છે. આવ્યુમીનયુક્ત સફેદ ભાગ પ્રોટીન છે.]
પ્રવૃત્તિ 3 :
ડુંગળીના કોષના મૂળભૂત ઘટકોનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી : ડુંગળી, સ્લાઇડ, કવરસ્લિપ, માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર), ચીપિયો, બ્લોટિંગ પેપર.
અભિરંજક : મિથિલીન બ્લ્યુ.
[આકૃતિ ડુંગળીના પડમાં કોષોનું અવલોકન]
પદ્ધતિઃ
- ડુંગળી ઉપરનાં સુકાયેલાં ગુલાબી પડ દૂર કરો.
- ચીપિયાની મદદથી અંદરનાં માંસલ પડ ખુલ્લા કરી, એક પાતળું સફેદ પડ અલગ કરો.
- સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી પાતળા પડને તેના પર મૂકો.
- આ પડને મિથિલીન બ્લ્યુ અભિરંજક વડે અભિરંજિત કરો.
- અભિરંજિત થયેલા પડ પર કાળજીપૂર્વક કવરસ્લિપ એવી રીતે મૂકો કે જેથી હવાના પરપોટા ન રહે.
- બ્લોટિંગ પેપર વડે વધારાનું અભિરંજક શોષી લો.
- તૈયાર થયેલી સ્લાઇડનું માઈક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર) હેઠળ અવલોકન કરો.
અવલોકનઃ
સ્લાઇડમાં દીવાલમાં ગોઠવાયેલી ઈંટોની જેમ ડુંગળીના કોષોની ગોઠવણી જોવા મળે છે.
પ્રત્યેક કોષમાં મધ્યમાં ગોળાકાર ઘટ્ટ કોષકેન્દ્ર, સૌથી બહાર દઢ આવરણ કોષદીવાલ જોવા મળે છે. કોષકેન્દ્ર સિવાયના કોષના વિસ્તારમાં કોષરસ હોય છે.
નિર્ણયઃ
ડુંગળીના કંદનાં દરેક પડ ઘણા કોષોથી બનેલાં છે.
પ્રવૃત્તિ 4:
મનુષ્યના ગાલની અંદરની (અધિચ્છદીય) સપાટીના કોષોનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી: ટૂથપિક કે ચમચી, સ્લાઇડ, કવરસ્લિપ, બ્લોટિંગ પેપર, માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર).
અભિરંજક : આયોડિન અથવા મિથિલીન બ્લ્યુ
[આકૃતિઃ મનુષ્યના ગાલના કોષોનું અવલોકન]
પદ્ધતિઃ
- ટૂથપિક કે ચમચી વડે ગાલની અંદરની સપાટી પર ઘસો.
- ટૂથપિક કે ચમચી પર ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય એકઠું કરો.
- કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો.
- તેને આયોડિન કે મિથિલીન બ્લ્યુ અભિરંજક વડે અભિરંજિત કરો.
- સ્લાઇડ પર કાળજીપૂર્વક કવરસ્લિપ એ રીતે મૂકો કે જેથી હવાના પરપોટા ન રહે.
- વધારાનું પાણી તેમજ અભિરંજક બ્લૉટિંગ પેપર વડે શોષી લો.
- તૈયાર થતા આસ્થાપનનું માઇક્રોસ્કોપ(સૂક્ષ્મદર્શક યંત્ર)માં અવલોકન કરો.
અવલોકનઃ
ગાલની અંદરની સપાટીના પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો જોવા મળે છે.
પ્રત્યેક કોષમાં કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ જોવા મળે છે.
નિર્ણયઃ
ગાલની અંદરની સપાટીના કોષોમાં કોષરસપટલ, કોષરસ અને કોષકેન્દ્ર છે, પરંતુ કોષદીવાલની ગેરહાજરી છે.
વિશેષ પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિ 1:
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર(માઈક્રોસ્કોપ)માં સ્લાઇડનું અવલોકન કેવી રીતે કરવામાં આવે છે? સૂક્ષ્મદર્શક યંત્રના ભાગોનો પરિચય અને તેની કાર્યપદ્ધતિ વિશે જાણકારી પ્રાપ્ત કરવી.
સાધન-સામગ્રી : સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (માઈક્રોસ્કોપ).
[આકૃતિ: સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર (માઇક્રોસ્કોપ)].
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્ટેજ ભાગ પર જે સ્લાઇડનું અવલોકન કરવાનું છે તેને ગોઠવવામાં આવે છે. સ્લાઇડની નજીક કે દૂર વસ્તુકાચને ખસેડી, નેત્રકાચમાં વસ્તુના પ્રતિબિંબનું અવલોકન કરવામાં આવે છે.
સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર(માઈક્રોસ્કોપ)નું કાર્યઃ સૂક્ષ્મ વસ્તુનું વિવર્ધન કરી તેના પ્રતિબિંબને મોટું કરવાનું કાર્ય છે. તેથી કોષીય રચનાઓ, કોષ, પેશીના અભ્યાસમાં તે મદદરૂપ છે.
પ્રવૃત્તિ 2:
તમારી શાળાના કે આસપાસની શાળાના વરિષ્ઠ જીવવિજ્ઞાન શિક્ષક સાથે વાત કરો. જાણો કે એવા કયા રોગો છે, જે માતાપિતાથી સંતતિમાં ઊતરતા હોય. તેઓ કઈ રીતે વહન થાય છે, તે જાણો અને જાણો કે આવા રોગોની સારવાર થાય છે કે નહીં. આ બાબતે તમે ડૉક્ટરની મુલાકાત પણ લઈ શકો છો.
માતાપિતામાંથી સંતતિમાં ઊતરતા રોગો : થેલેસેમિયા, રંગઅંધતા, હીમોફિલીયા, ડાયાબિટીસ.
આ રોગો માટે જવાબદાર ખામીયુક્ત જનીન માતાપિતા પાસેથી સંતતિમાં વહન પામે છે. આવા ખામીયુક્ત જનીનને કારણે આનુવંશિક રોગો સંતતિમાં થાય છે.
આવા રોગોની સારવાર જનીન સારવાર પદ્ધતિથી થાય છે. તેમાં દર્દીના કોષોમાં સામાન્ય તંદુરસ્ત જનીન દાખલ કરવામાં આવે છે.
પ્રવૃત્તિ 3:
કોઈ કૃષિ વિશેષજ્ઞ પાસેથી Bt કપાસ વિશે માહિતી મેળવો. તેના લાભ અને ગેરલાભ વિશે નોંધ તૈયાર કરો.
Bt કપાસ એટલે બેસિલસ કુરીજીએસીસ કપાસ. આ કપાસની જનીન પરિવર્તિત જાત છે. બેસિલસ કુરીજીએસીસ બૅક્ટરિયામાં કીટનાશક પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન આવેલું છે. આ જનીનને બૅક્ટરિયામાંથી અલગ કરી કપાસના છોડના કોષમાં દાખલ કરવામાં આવે છે.
Bt કપાસ કીટ પ્રતિરોધક છોડ છે.
Bt કપાસનો લાભ : કીટકોથી કપાસના છોડને નુકસાન થતું નથી. છોડની પ્રતિકારકતાથી કપાસનું ઉત્પાદન વધે છે.
ગેરલાભ : કીટકોનો નાશ થતાં આહારશૃંખલા તૂટે છે. પશુઓને કપાસિયાનો ચારો આપતાં તેની ઝેરી અસર થવાની શક્યતા છે.