Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 14 વિધુતપ્રવાહ અને તેની અસરો Textbook Questions and Answers, Textbook Activities Pdf.
વિધુતપ્રવાહ અને તેની અસરો Class 7 GSEB Solutions Science Chapter 14
GSEB Class 7 Science વિધુતપ્રવાહ અને તેની અસરો Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરોઃ જોડાણ તાર, ‘OFF’ સ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુતકોષ (Cell), ‘ON’ સ્થિતિમાં કળ અને બૅટરી.
ઉત્તર:
પ્રશ્ન 2.
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરોઃ
ઉત્તર:
આપેલ વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ નીચે મુજબ છે :
પ્રશ્ન 3.
આકૃતિમાં ચાર વિધુતકોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે, તો ચાર વિદ્યુતકોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો :
ઉત્તર:
પ્રશ્ન 4.
આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી. તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરોઃ
ઉત્તરઃ
બે વિદ્યુતકોષને જોડવામાં સમસ્યા છે. બંને ધન ધુવો સાથે જોડાયેલા છે. તેમાં ધન ધ્રુવને ત્રણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે. બલ્બ પ્રકાશતો થશે. વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડેઃ
પ્રશ્ન 5.
વિદ્યુતપ્રવાહની બે જુદી જુદી અસરનાં નામ આપો.
ઉત્તર:
વિદ્યુતપ્રવાહની બે અસરો નીચે મુજબ છે :
- વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર
- વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર
પ્રશ્ન 6.
જ્યારે તારમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર-દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે. સમજાવો.
ઉત્તર:
હોકાયંત્રની સોય એક નાનું ચુંબક છે. તે ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે. આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે. જેમ હોકાયંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તરદક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે, તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે. આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર-દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે.
પ્રશ્ન 7.
આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે?
ઉત્તરઃ
ના, અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત (જેમ કે, વિદ્યુતકોષ) જોડાણમાં છે જ નહિ. આથી પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થઈ જ શકે નહિ. પરિણામે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે નહિ.
8. ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા ………………………….. ધ્રુવ દર્શાવે છે.
ઉત્તરઃ
ધન
પ્રશ્ન 2.
બે કે બેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને …………………….કહે છે.
ઉત્તરઃ
બૅટરી
પ્રશ્ન 3.
જ્યારે રૂમ હીટરમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ………………………
ઉત્તરઃ
ઉષ્મા ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 4.
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ………………….. કહે છે.
ઉત્તરઃ
ડ્યૂઝ
9. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરો:
પ્રશ્ન 1.
બે વિદ્યુતકોષની બૅટરી બનાવવા માટે એક વિદ્યુતકોષનો – ત્રણ ધ્રુવ, બીજા વિદ્યુતકોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે.
ઉત્તરઃ
F
પ્રશ્ન 2.
જ્યારે ક્યૂઝમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ક્યૂઝ તાર પીગળીને તૂટી જાય છે.
ઉત્તરઃ
T
પ્રશ્ન 3.
વિદ્યુતચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી.
ઉત્તરઃ
F
પ્રશ્ન 4.
વિદ્યુત ઘંટડીમાં વિદ્યુતચુંબક આવેલું હોય છે.
ઉત્તરઃ
T
પ્રશ્ન 10.
કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુતચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો.
ઉત્તર:
ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે . વિદ્યુતચુંબક વાપરી શકાય નહિ.
કારણ: વિદ્યુતચુંબક (કે કોઈ પણ ચુંબકી માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી. તેથી વિદ્યુતચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહિ. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુતચુંબક વાપરી શકાય નહિ.
પ્રશ્ન 11.
તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ, તે યૂઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઇચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો.
ઉત્તર:
ના, ઇલેક્ટ્રિશિયન ક્યૂઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઇચ્છે તો – તેમ કરવા ન દેવાય. ક્યૂઝ માટે ખાસ પ્રકારનો ISI માર્કવાળો તાર જ વપરાય છે. ઇલેક્ટ્રિશિયન ઘણી વાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી. આમ કરવાથી ઘણી વાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.
પ્રશ્ન 12.
નીચેની આકૃતિ મુજબ ઝુબેદાએ વિદ્યુતકોષના હોલ્ડર વડે વિદ્યુતપરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ‘ON’ કરે છે, ત્યારે બલ્બ પ્રકાશતો નથી, તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો.
ઉત્તર:
ઝુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે છે:
(1) ઝુબેદાએ બે વિદ્યુતકોષો બરાબર જોડ્યા ન હોય. તેણે ધન ધ્રુવ સાથે ત્રણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે.
(2) તેણે જોડેલ બલ્બ ઊડી ગયેલ હોવો જોઈએ.
13. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં,
પ્રશ્ન 1.
જ્યારે કળ ‘OFF’ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે?
ઉત્તરઃ
જ્યારે કળ ‘OFF’ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહિ, કારણ કે કળ ‘OFF” સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહે નહિ. તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહિ.
પ્રશ્ન 2.
જ્યારે પરિપથમાં કળને ‘ON’ સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં, બલ્બ A, B તથા પ્રકાશ આપશે?
ઉત્તરઃ
જ્યારે પરિપથમાં કળને ‘ON’ સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુતપ્રવાહ વહેતો થઈ જાય છે. આથી બધા બલ્બ A, B તથા C એકસાથે પ્રકાશિત થાય છે.
GSEB Class 7 Science વિધુતપ્રવાહ અને તેની અસરો Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દોરવી.
પદ્ધતિઃ
- તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરી લો.
- જુદા જુદા વિદ્યુત ઘટકોની સંજ્ઞાઓ વાપરી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરો. શું તમારી રેખાકૃતિ બાજુમાં નીચે દર્શાવેલ રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે?
પ્રવૃત્તિ 2:
વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી: વિદ્યુતકોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુતકળ, જોડાણ માટેના તાર.
પદ્ધતિઃ
- એક વિદ્યુતકોષ, વિદ્યુત બલ્બ, વિધુતકળ અને જોડાણ માટેના તાર લો.
- બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપરિપથ તૈયાર કરો.
- વિદ્યુતકળને ખુલ્લી (OFF) સ્થિતિમાં રાખો. શું બલ્બ પ્રકાશે છે? બલ્બને સ્પર્શ કરો.
- હવે વિદ્યુતકળને જોડાણની ON સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશવા દો.
- ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે?
- વિદ્યુતકળને ફરી ખુલ્લી (OFF) સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો.
અવલોકનઃ
- વિદ્યુતકળ OFF સ્થિતિમાં હોય ત્યારે બલ્બ ગરમ થતો નથી.
- વિદ્યુતકળ ON સ્થિતિમાં હોય ત્યારે બલ્બ ગરમ થાય છે.
- વિદ્યુતકળ ફરી OFF સ્થિતિમાં લાવી થોડી વાર પછી બલ્બને અડકતાં ઠંડો પડેલ જણાય છે.
નિર્ણય:
વિદ્યુત બલ્બમાં વિદ્યુતપ્રવાહ વહે છે ત્યારે બલ્બ ગરમ થાય છે. આ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને લીધે બને છે.
પ્રવૃત્તિ ૩:
નિકોમ તારનો ઉપયોગ કરી વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી: નિક્રોમ ધાતુના તારનો ટુકડો, વિદ્યુતકોષ, વિદ્યુતકળ, બે ખીલી, થરમૉકોલનો ટુકડો.
પદ્ધતિઃ
- આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો.
- આશરે 10 સેમી લંબાઈનો નિક્રોમ ધાતુના તારનો ટુકડો થરમૉકોલ શીટ લઈને બંને ખીલીઓ વચ્ચે બાંધી દો. ખીલીઓને થરમૉકોલની શીટ પર બેસાડો. તારનો સ્પર્શ કરો.
- હવે વિદ્યુતકાળને જોડાણની (ON) સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. (તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં.)
- વિદ્યુતકળને OFF સ્થિતિમાં લાવી વિદ્યુતપ્રવાહને વહેતો બંધ કરો. થોડીક મિનિટો પછી ફરીથી તારનો સ્પર્શ કરો.
અવલોકનઃ
જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે.
નિર્ણય:
વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે નિક્રોમનો તાર ગરમ થાય છે. તે વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર છે.
પ્રવૃત્તિ 4:
વિદ્યુત ફ્યૂઝના કાર્યનું નિર્દેશન કરવું.
પદ્ધતિઃ
- પ્રવૃત્તિ 3 માટે આપણે વાપરેલો વિદ્યુત પરિપથ ફરીથી બનાવો.
- તેમાં 1 વિદ્યુતકોષને સ્થાને 4 વિદ્યુતકોષ ધરાવતી બૅટરી ગોઠવો. વળી નિક્રોમ તારને સ્થાને સ્ટીલવુલનો પાતળો તાંતણો બાંધો. (સ્ટીલવુલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે થાય છે, જે કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે.)
- હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુતપ્રવાહને વહેવડાવો.
- સ્ટીલવુલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. શું સ્ટીલવુલનો તાંતણો પીગળી ગયો કે તૂટી ગયો?
અવલોકન :
વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થતા સ્ટીલવુલનો તાંતણો પીગળી જઈ તૂટી જાય છે.
નિર્ણય :
ખાસ પ્રકારની ધાતુના તારમાં મોટો વિદ્યુતપ્રવાહ પસાર થતા તાર તરત પીગળીને તૂટી જાય છે. આવા તાર ‘વિદ્યુતના ક્યૂઝ’ બનાવવા માટે વપરાય છે.
પ્રવૃત્તિ 5:
વિદ્યુત તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ દીવાસળીની પેટી, વિદ્યુતનો તાર, વિદ્યુતકોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુતકળ, હોકાયંત્રની સોય.
પદ્ધતિઃ
- વપરાઈ ગયો લી દીવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો. હવે, તેની ઉપર વિદ્યુતના તારના થોડાક આંટા મારીને તારને લપેટો.
- ખાનાની અંદરના ભાગમાં નાની હોકાયંત્રની ડબી મૂકો.
- હવે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને છેડાનું વિદ્યુતકળ તથા વિદ્યુતકોષ સાથે જોડાણ કરો.
- હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો.
- હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે.
- હવે, હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતાં જોતાં વિદ્યુતકળને ‘ON’ સ્થિતિમાં લાવો. તમે શું જોયું? શું હોકાયંત્રની સોયનું આવર્તન થયું?
- વિદ્યુતકળને “OFF” સ્થિતિમાં ખસેડો. શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ?
પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો. આ પ્રયોગ શું દર્શાવે છે.
અવલોકનઃ
- હોકાયંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવતાં સોયનું આવર્તન થાય છે.
- વિદ્યુત પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે.
- વિદ્યુત પરિપથમાં વિદ્યુતકળ OFF કરી વિદ્યુતપ્રવાહ બંધ કરતાં હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં ઉત્તર-દક્ષિણ આવી જાય છે.
નિર્ણય:
વિદ્યુત પરિપથમાં વિદ્યુતના તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે નજીકમાં રહેલી હોકાયંત્રની સોયમાં આવર્તન થાય છે. આમ, આ વખતે વિદ્યુત તાર ચુંબક તરીકે વર્તે છે.
પ્રવૃત્તિ 6:
આપેલ લોખંડની ખીલીનું વિદ્યુતચુંબક બનાવવું.
સાધન-સામગ્રીઃ લોખંડની ખીલી, ઈસ્યુલેટેડ તાર, વિદ્યુતકોષ, વિદ્યુતકળ.
પદ્ધતિઃ
- આશરે 75 સેમી લાંબો ઈસ્યુલેટેડ (પ્લાસ્ટિક કે કપડાંના કવર ધરાવતો) વળી શકે તેવો તાર અને 6થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો.
- તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુતકળ વડે વિદ્યુતકોષ સાથે જોડો.
- ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો.
- હવે, વિદ્યુતપ્રવાહ ચાલુ કરો. શું થાય છે? શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે?
- વિદ્યુતપ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખીલીની અણી પર વળગી રહેલી છે?
અવલોકનઃ
તારનું ગૂંચળું (તારની કૉઇલ) તેમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુતપ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે.
નિર્ણય:
વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુતચુંબક બને છે.