Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 12 વનસ્પતિમાં પ્રજનન Textbook Questions and Answers, Textbook Activities Pdf.
વનસ્પતિમાં પ્રજનન Class 7 GSEB Solutions Science Chapter 12
GSEB Class 7 Science વનસ્પતિમાં પ્રજનન Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
1. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ) ……………………….. કહે છે.
ઉત્તરઃ
વાનસ્પતિક પ્રજનન
પ્રશ્ન 2.
પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે. આવા પુષ્પને ………………….. કહે છે.
ઉત્તરઃ
એકલિંગી પુષ્પ
પ્રશ્ન 3.
પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્યના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને …………………….. કહે છે.
ઉત્તરઃ
પરાગનયન
પ્રશ્ન 4.
નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને …………………… કહે છે.
ઉત્તરઃ
ફલન
પ્રશ્ન 5.
બીજ ફેલાવાની પ્રક્રિયા …………………., …………………. અને ………………… દ્વારા થઈ શકે છે.
ઉત્તરઃ
પવન, પાણી, પ્રાણીઓ
પ્રશ્ન 2.
અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવો.
ઉત્તરઃ
અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણસહિત નીચે મુજબ છેઃ
(1) કલમ કરવીઃ ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને “કલમ કરવી’ કહે છે. ગુલાબ, ચંપો, મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આને વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે.
(2) કલિકા વડે: વાનસ્પતિક પ્રજનનઃ મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે.
મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા. ત., શક્કરિયાં, ગાજર, ડહાલિયા.
પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન દા. ત., બટાટા, આદું, હળદર, સૂરણ.
પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન : દા. ત., પાનફુટી.
થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે.
(3) કલિકાસર્જનઃ યીસ્ટ એકકોષી સજીવ છે. તે કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી, પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે.
[આકૃતિ માટે જુઓઃ પ્રવૃત્તિ વિભાગની પ્રવૃત્તિ 3ની આકૃતિ]
(4) અવખંડન: તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. તે સ્પાયરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્ત્વો મળી રહેતા લીલ ઊગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે. સ્પાયરોગાયરા(એક પ્રકારની લીલ)માં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે.
(5) બીજાણુ સર્જનઃ ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતાં તે સ્થાને કવક જાળ અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ (નેફ્રોલેપિસ) બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે.
પ્રશ્ન 3.
તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો.
ઉત્તર:
લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે. પુષ્પમાં નર પ્રજનન અંગ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે. પુંકેસરમાં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડક માદાજન્યુઓ છે. પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાંડ બનાવે છે. આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે.
[પ્રિાણીઓમાં પણ લિંગી પ્રજનન થાય છે. નર પ્રાણી નર પ્રજનનકોષ (શુક્રકોષ) અને માદા પ્રાણી માદા પ્રજનનકોષ (અંડકોષ) ઉત્પન્ન કરે છે. નર પ્રજનનકોષ અને માદા પ્રજનનકોષના સંમિલનથી ફલિતાંડ બને છે.]
પ્રશ્ન 4.
અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:
અલિંગી પ્રજનન | લિંગી પ્રજનન |
1. આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. | 1. આમાં નરજન્યુ અને માદાજન્યુના ફ્લનથી નવા સજીવનું સર્જન થાય છે. |
2. આ પ્રકારનું પ્રજનન એકકોષી કે નિમ્નકક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. | 2. આ પ્રકારનું પ્રજનન ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. |
3. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. | 3. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. |
4. આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવાં જ લક્ષણો હોય છે. | 4. આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવાં બધાં જ લક્ષણો રહેતાં નથી. |
પ્રશ્ન 5.
પુષ્પનાં પ્રજનન અંગોની આકૃતિ દોરો.
ઉત્તર:
પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે.
પ્રશ્ન 6.
સ્વપરાગનયન અને પરંપરાગનયન વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:
સ્વપરાગનયન | પરપરાગનયન |
1. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. | 1. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. |
2. આ ક્રિયામાં ભમરા, પતંગિયાં જેવા કીટકોની જરૂર પડતી નથી. | 2. આ ક્રિયામાં ભમરા, પતંગિયાં જેવા કીટકોની જરૂર પડે છે. |
3. તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાનાં હોય છે. | 3. તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતનાં હોય છે. |
પ્રશ્ન 7.
પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે?
અથવા
પુષ્પમાં થતી ફલનની ક્રિયા આકૃતિ દોરી સમજાવો.
ઉત્તર:
પરાગનયનની ક્રિયા અંકુરિત પરાગરજ દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા નિર્માણ શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. અંડકોષ તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે.
પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુશ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે.
પ્રશ્ન 8.
વિવિધ રીતે થતા બીજવિકિરણ સમજાવો.
ઉત્તરઃ
પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજવિકિરણ થાય છે.
(1) પવન દ્વારા બીજવિકિરણઃ કેટલીક વનસ્પતિનાં બીજ નાનાં, હલકા અને પાંખોવાળાં હોય છે. દા. ત., સરગવો અને મેપલ.
કેટલીક વનસ્પતિનાં ફળ તથા બીજ હલકાં અને રોમમય હોય છે. દા. ત., સૂર્યમુખીનું ફળ, મદાર(ઑક)નું બીજ. આવાં બીજ પવન સાથે હવામાં ઊડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ, બીજને ફેલાવામાં પવન મદદ કરે છે.
- સરગવાનાં બીજ
- મેપલનાં બીજ
- સૂર્યમુખીનું ફળ
- મદારનું બીજે
[આકૃતિ 12.4: પવન દ્વારા બીજવિકિરણ].
(2) પાણી દ્વારા બીજવિકિરણ : કમળ, પોયણું અને નાળિયેરીનાં બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ, તેમનામાં બીજવિકિરણ પાણી દ્વારા થાય છે.
(3) પ્રાણીઓ દ્વારા બીજવિકિરણઃ કેટલીક વનસ્પતિનાં બીજ કાંટાવાળા હોય છે. આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતાં પ્રાણીઓનાં શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. દા. ત., ગોખરું અને ગાડરિયું.
[આકૃતિ 12.5 ગાડરિયું]
(4) શિંગ ફાટવાથી બીજવિકિરણઃ કેટલીક વનસ્પતિનાં બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે. આ રીતે બીજવિકિરણ થાય છે. દા. ત., વટાણા, બાલસમ અને એરંડા.
પ્રશ્ન 9.
કૉલમ Iમાં આપેલી વિગતોને કૉલમ II સાથે જોડોઃ ‘
કૉલમ I | કૉલમ II |
(1) કલિકા | (a) મેપલ (Maple |
(2) આંખ | (b) સ્પાયરોગાયરા |
(3) અવખંડન | (c) યીસ્ટ |
(4) પાંખો | (d) મ્યુકર (બ્રેડ મોલ્ડ) |
(5) બીજાણુ | (e) બટાટા |
(f) ગુલાબ |
ઉત્તરઃ
(1) → (c), (2) → (e), (3) → (b), (4) → (a), (5) → (d).
10. સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રશ્ન 1.
વનસ્પતિનું પ્રજનન અંગ ………………………. છે.
A. પર્ણ
B. પ્રકાંડ
C. મૂળ
D. પુષ્પ
ઉત્તરઃ
D. પુષ્પ
પ્રશ્ન 2.
નર અને માદાજન્યુઓનું સંયુમ્ન …………………….. કહેવાય છે.
A. ફલન
B. પરાગનયન
C. પ્રજનન
D. બીજ નિર્માણ
ઉત્તરઃ
A. ફલન
પ્રશ્ન 3.
પરિપક્વ અંડાશય (બીજાશય) …………………….. બનાવે છે.
A. બીજ
B. પુંકેસર
C. સ્ત્રીકેસર
D. ફળ
ઉત્તરઃ
D. ફળ
પ્રશ્ન 4.
બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ………………………. છે.
A. ગુલાબ
B. બ્રેડ મોલ્ડ (યુકર)
C. બટાટા
D. આદું
ઉત્તરઃ
B. બ્રેડ મોલ્ડ (યુકર)
પ્રશ્ન 5.
પાનફુટીમાં પ્રજનન ………………… દ્વારા થાય છે.
A. પ્રકાંડ
B. પર્ણ
C. મૂળ
D. પુષ્પ
ઉત્તરઃ
B. પર્ણ
GSEB Class 7 Science વનસ્પતિમાં પ્રજનન Textbook Activities
‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’
પ્રવૃત્તિ 1:
પ્રકાંડ દ્વારા થતી કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા સમજવી.
સાધન-સામગ્રીઃ ગુલાબના છોડની ડાળી
પદ્ધતિઃ
- ગુલાબની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવાય.
- આ કલમને જમીનમાં દાટો.
- તેને રોજ પાણી આપો. રોજ તેની વૃદ્ધિ નોંધો. ગાંઠ
- મૂળને બહાર આવતાં અને પર્ણને ઊગતાં કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો. (આકૃતિ: ગુલાબના પ્રકાંડની કલમ
- આ જ પ્રવૃત્તિ મની પ્લાન્ટ(અડુની વેલ)ને પાણી ભરેલી કાચની બૉટલમાં ઉગાડીને અવલોકન નોંધો.
અવલોકનઃ
કલમ રોપવાથી તેમાંથી વૃદ્ધિ પામી છોડ બને છે.
નિર્ણયઃ
પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડનું નિર્માણ થાય છે.
પ્રવૃત્તિ 2:
કલિકા દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા સમજવી.
સાધન-સામગ્રી : તાજો બટાટો
પદ્ધતિઃ
- એક તાજો બટાટો લો.
- તેના પરના ચાઠા’ને બિલોરી કાચ વડે જુઓ. તેમાં તમને કલિકા જોવા મળે છે. આને પણ કહે છે.
- બટાટાના થોડા ટુકડા કરો, જેમાં દરેકમાં આંખ હોય.
- આ ટુકડાઓને જમીનમાં દાટો.
- દરરોજ તેને પાણી આપો.
- તેમાં થતો વિકાસ નિહાળો.
અવલોકન:
બટાટાની આંખમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે.
નિર્ણયઃ
કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે.
પ્રવૃત્તિ 3:
થીસ્ટમાં કલિકાસર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું.
સાધન-સામગ્રીઃ યીસ્ટ પાઉડર, ખાંડ, પાણી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ, સૂક્ષ્મદર્શક યંત્ર.
પદ્ધતિઃ
- એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો.
- તેમાં એક ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો.
- તેને ઓરડાની હૂંફાળી જગ્યામાં મૂકો.
- એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. તમને શું જોવા મળે છે?
અવલોકન:
યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે. કેટલાકમાં કલિકા વિકસતી જોવા મળે છે.
નિર્ણયઃ
યીસ્ટમાં કલિકાસર્જન દ્વારા પ્રજનન થાય છે.
પ્રવૃત્તિ 4:
પુંકેસર અને સ્ત્રીકેસરના જુદા જુદા ભાગોનું નિરીક્ષણ કરવું.
સાધન-સામગ્રી : જાસૂદનું પુષ્પ
પદ્ધતિઃ
- જાસૂદનું પુષ્પ લો.
- તેનાં પ્રજનન અંગો અલગ કરો.
- તેના પુંકેસર અને સ્ત્રીકેસરના ભાગો જુઓ.
અવલોકનઃ
પુંકેસરના ભાગો પરાગાશય અને તંતુ છે. સ્ત્રીકેસરના ભાગો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય (બીજાશય) છે.
નિર્ણયઃ
જાસૂદનું પુષ્પ કિલિંગી પુષ્પ છે, તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય છે.